અમદાવાદના 19 ફાયર સ્ટેશનનાં વર્ષનું વીજ બિલ 1 કરોડ

Ahmedabad fire
Ahmedabad fire

અમદાવાદના 19 ફાયર સ્ટેશનનાં વર્ષનું વીજ બિલ 1 કરોડ Annual Electricity Bill for Ahmedabad’s 19 Fire Stations Hits ₹1 Crore अहमदाबाद के 19 फायर स्टेशनों का सालाना बिजली बिल 1 करोड़
અમદાવાદ, 17/03/2026
અમદાવાદના ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવાયેલાં ક્વાટર્સ અને ઓફિસ વગેરેનાં છેલ્લા બે વર્ષનાં વીજળી બિલ રૂ. 2 કરોડ ઉપર આવ્યું હતું. 19માંથી 7 ફાયર સ્ટેશનમાં કુલ ક્વાર્ટર 100 થી 150 વચ્ચે છે.

ફાયરમેન ક્વાટર્સ અને ઓફિસર્સ ક્વાટર્સમાં રહેતાં ફાયરમેન તથા ઓફિસર્સનાં ઘરે વપરાતી વીજળીનાં બિલ શહેરની સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. તેથીતિજોરી ઉપર બિનજરૂરી ભારણ વધારી રહ્યાં છે.
કોંગ્રેસનાં પૂર્વ કોર્પાેરેટર નિરવ બક્ષીએ માંગેલી વિગતો પ્રમાણે

સને 2024-25નું 19 ફાયર સ્ટેશનનાં ક્વાટર્સનું વીજળી બિલ 1 કરોડ 82 લાખ 14 હજાર રૂપિયા.
કોમન વપરાશનું વીજળી બિલ 64 લાખ 52 હજાર 261 રૂપિયા આવ્યું છે.
સને 2015-26નું 19 ફાયર સ્ટેશનનાં ક્વાટર્સનું વીજળી બિલ 1 કરોડ 64 લાખ 1 હજાર 402 રૂપિયા હતું.
કોમન વપરાશનું લાઇટ બિલ 58 લાખ 59 હજાર 451 રૂપિયા આવ્યું હતું.

આમ 2 વર્ષનું વીજ બિલ 4.50 કરોડ આવ્યું છે.

ફાયર બ્રિગેડનાં ક્વાટર્સમાં રહેતાં ઓફિસર કરતાં ફાયરમેન અને ડ્રાઇવરનાં ઘરનાં લાઇટ બિલ વધારે આવી રહ્યાં છે, તે તપાસનો વિષય છે.

કેટલાય ફાયરમેન અને ડ્રાઇવર તેમનાં ક્વાટર્સમાં કયા કયા પ્રકારનાં વીજઉપકરણોનો વપરાશ કરી રહ્યાં છે અને તેના માટે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે કે કેમ તેની પ્રમાણિક વિજિલન્સ તપાસ કરાવીને સ્પષ્ટતા કરવામાં આવે.

વીજ વપરાશ અને વીજળીબિલને જોતાં ફાયરબ્રિગેડનાં ક્વાટર્સનાં લાઇટબિલ અંગે ચોક્કસ નીતિનિયમો નથી. નિયમો ઘડવા આવશ્યક બન્યાં છે.

2024-25ના વર્ષમાં નવરંગપુરા, થલતેજ, નિકોલ, શાહપુર, પ્રહલાદનગર અને નિકોલ ફાયર સ્ટેશનનાં વીજળી બિલ સૌથી ટોચ ઉપર છે.

2025-26ના વર્ષમાં નવરંગપુરા, મણિનગર, થલતેજ અને નિકોલ ફાયર સ્ટેશનનાં લાઇટ બિલ સૌથી વધુ આવ્યા હતા.

ફાયર બ્રિગેડમાં ભરતી કૌભાંડ અને સાધનસામગ્રી ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવે છે.

કર્મચારીઓની સંખ્યા
560 જેટલા

મંજૂર જગ્યાઓ 800 છે. જેમાં ખાલી જગ્યાઓ 250–300 છે.
2025–26માં AMC દ્વારા 110 થી 200 નવા સ્ટાફની ભરતી કરવાની યોજના છે

સ્ટાફક્વાર્ટર
નરોડા GIDC ફાયર સ્ટેશનમાં સ્ટાફ માટે ક્વાર્ટર બનાવાયા, પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ ઓછો રહ્યો.
સાબરમતી ફાયર સ્ટેશનમાં મર્યાદિત સ્ટાફ ક્વાર્ટર છે.
મણિનગર ફાયર સ્ટેશનમાં જૂના ક્વાર્ટર, હાલ ક્ષમતા કરતાં ઓછો ઉપયોગ.
નવરંગપુરા / પાલડી વિસ્તારના સ્ટેશનોમાં ઓફિસરો માટે કેટલાક ક્વાર્ટર છે.
બોપલ, ચાંદખેડા, વટવા, ઓઢવ જેવા નવા વિસ્તારોના સ્ટેશનોમાં મોટા ભાગે ક્વાર્ટર નથી.
કુલ ફાયર સ્ટેશનો 25 છે. જેમાં ક્વાર્ટર ધરાવતા સ્ટેશનો 7 છે.
કુલ ક્વાર્ટર અંદાજે 100 થી 150 વચ્ચે છે.
ઘણા ક્વાર્ટર જૂના અને જર્જરિત છે. હાલના અને નવી ભરતી માટે પૂરતા ક્વાર્ટર નથી. કેટલાક સ્થળે ક્વાર્ટર હોવા છતાં ઉપયોગમાં થતો નથી.

ખર્ચ
10 વર્ષમાં ફાયર સ્ટેશનનો તમામ પ્રકારનો કુલ ખર્ચ 3 થી 4 ગણો વધારો થયો છે. AMCના કુલ બજેટમાં ફાયર વિભાગનો હિસ્સો સામાન્ય રીતે
1% થી 2% આસપાસ રહે છે. રૂ. 200–400 કરોડ દર વર્ષે ફાયર વિભાગ પર ખર્ચ થાય છે. 2015માં અંદાજે રૂ. 100 કરોડ આસપાસ ખર્ચ હતો. 2026માં અંદાજે રૂ. 400–500 કરોડ સુધી થયો હતો.

ફાયર વિભાગનો અંદાજિત ખર્ચ કરોડમાં
2015–16માં 80–120
2016–17માં 100–130 ધીમો વધારો
2017–18માં 120–150 વાહનો/સાધનોમાં વધારો
2018–19માં 130–160 સ્ટેબલ ફેઝ
2019–20માં 150–180 શહેર વિસ્તરણ અસર
2020–21માં 160–200 COVID દરમિયાન પણ જાળવણી
2021–22માં 180–220 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ
2022–23માં 200–250 નવા સ્ટેશનોની યોજના
2023–24માં 220–300 આધુનિકીકરણ શરૂ
2024–25માં 250–350 ભરતી + સાધનો
2025–26માં 300–400 મોટા પ્રોજેક્ટ્સ
2026–27માં 350–500 ભારે વિસ્તરણ (15 સ્ટેશન)

સુરતમાં 2025-26માં અંદાજિત ફાયર વિભાગનું બજેટ રૂ. 250 કરોડ છે. મંજૂર થયેલી જગ્યાઓ 1050 છે. હાલનો સ્ટાફ 900 આસપાસ છે.