APMCનું રૂ.18 કરોડનું ભાજપનું જમીન કૌભાંડ, 8 વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં 

નવેમ્બર 2016માં અમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ (APMC)ના તત્કાલીન ચેરમેન અને ભાજપના અમદાવાદાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલના સમયમાં જમીન ખરીદી કૌભાંડ બહાર આવ્યા પછી 8 વર્ષ થયા છતાં રૂપાણી સરકાર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. આ જમીન કૌભાંડના કારણે APMCને રૂ.18.85 કરોડની સીધી નુકસાની થઈ હતી.

અમદાવાદ નજીકના બાકરોલ-બાકરાબાદ તથા વણઝર ગામમાં 1.94 લાખ ચોરસ મીટર જમીન ખરીદી કરવાનું 2015માં નક્કી કર્યું હતું. તેની સાથે એક થી આઠ મહિનાની અંદર 4 લોકોએ 1.94 લાખ ચો.મી. જમીન ઓછા ભાવે માત્ર રૂ.7 કરોડમાં ખરીદી હતી. ભાજપના આ મળતીયાઓ પાસેથી આ જમીન APMCએ રૂ.25.95 કરોડમાં ખરીદી હતી. તેથી ખેડૂતોની સંસ્થા APMCને રૂ.18.85 કરોડનું સીધું નુકસાન બાબુ જમના પટેલે કરાવ્યું હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. જેને આજે બે વર્ષ ઉપર થયું તેમ છતાં તે અંગે કોઈ પગલાં ભરાયા નથી.

ભાજપના 4 મળતિયાઓની પોતાની આ જમીન ન હતી. તેઓ પોતે ખેડૂત પણ ન હતી. તેથી આ જમીન APMCના નામે કરવા અંગે ભારે વિવાદો ઊભા થયા છે.

વર્ષ 2009માં અમદાવાદ શહેરના દશક્રોઇના ભાજપના ધારાસભ્ય અને APMCના તત્કાલીન ચેરમેન બાબુ જમના પટેલની જાણમાં આ કૌભાંડ થયું હતું. આ અંગે વારંવાર ફરિયાદ થઇ હતી, છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ફોજદારી ગુનો પણ બને છે.

અમદાવાદ જિલ્લાના વેજલપુર તાલુકામાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર આવેલાં બાકરો અને બકરાબાદ ગામના સરવે નંબરની જમીન નવઘણ આલા ભરવાડ, સાજિદ મહેમુદ મુન્શી, ગૌતમ ત્રિકમ ગજ્જર, પોપટ લક્ષ્મણ ઠાકોરે 1.94 લાખ ચો.મી. જમીન 13 ઓગસ્ટ 2009થી 19 જાન્યુઆરી 2010માં ખરીદી કરી લીધી હતી. 15 થી 30 દિવસમાં જ દસ્તાવેજો કરી લેવાયા હતા. જેમાં બ્લોક નંબર 203-204ની 13662 ચો.મી. જમીન રૂ.51.16 લાખનો દસ્તાવેજ કર્યો હતો. 7 દિવસ પછી જે જમીનનો એક ટૂકડો APMCને રૂ.1.84 કરોડમાં વેચીને દસ્તાવેજ બનાવી દીધો હતો. જેમાં એક જ જમીનમાં રૂ.1.33 કરોડનું નુકસાન APMCને થયું હતું. આવા કૂલ 19 દસ્તાવેજો એક થી આઠ મહિનામાં APMCએ કર્યા હતા.

ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજી થયેલી છે. જે અંગે આગળની સુનાવણી થશે. પણ રૂપાણી સરકાર દ્વારા આજ સુધી આ કૌભાંડમાં કોઈ જ પગલાં ભરાયા નથી. અમદાવાદ કલેક્ટર દ્વારા જમીન અંગે ગુના દાખલ થવા જોઈએ તે થયા નથી.