કળીયુગના અર્જુન અને કોંગ્રેસ યુક્ત ભાજપ

દિલીપ પટેલ
અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2024
આ એ અર્જૂન તો નથી જ!
જેણે, ગુજરાત વિધાનસભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે, તે પોરબંદરની ગેંગ સામે ક્યારેય ઝૂકશે નહીં. તે પોરબંદરના ગુંડાઓ સાથે હાથ નહીં મિલાવે. એ પ્રતિજ્ઞા એમણે કોંગ્રેસમાં રહ્યાં ત્યાં સુધી પાળી. પણ પોરબંદરના એ ગુંડા ગેંગ કરતાં ખતરનાક ગેંગમાં તેઓ સામેલ થયા છે.
મોઢવાડિયા, જેને રંગા બિલ્લા ગેંગ કહેતાં હતા, તે ગેંગ સાથે તેઓ પણ ગેંગ મેન બની ગયા છે.
તેઓ, હવે એમના પરિવારમાં ગયા છે.
અર્જુન મહાભારતનું યુદ્ધ છોડીને રણછોડ બની ગયા. કળીયુગના અર્જુન ભગવા કૌરવો સામે ધર્મયુધ્ધ હારી ગયા.
હવે આજના અર્જુન કહે છે કે, ઉઠાવો બાણ. અન્યાય કે અત્યાચાર સામે નહીં, પણ તોનાની જ છાતી સામે. પાંડવો છોડી કૌરવો પાસે ગયેલાં એ અર્જુનને બાણ શૈયા પર સૂતેલી પોતાની માં જેવી ગુજરાતની રૈયત પણ ન દેખાઈ. પોતાની પાલક માં જેવી કોંગ્રેસ પણ ન દેખાઈ.
જેની સામે યુદ્ધ લડ્યા તેના બચાવમાં પલટી મારી. ખુટલ થઈને પ્રજાનો ખો વાળી દીધો. જરા પણ વિચાર ન આવ્યો છે. લોકશાહીની હત્યા માટે હવે તેઓ પણ જવાબદાર બનવાના છે. માત્ર ખુરશી ખાતર. માત્ર સત્તાની ખુશી ખાતર.
તમે જ હવે તમારી સામે મહાભારતનું યુદ્ધ લડી રહ્યા છો. કૌરવો અને પાંડવો એક થઈ ગયા છે.
બલરામ હવે યુદ્ધમાં પરત ફરશે ત્યારે શું થશે?
રામ મંદિર બનાવો અને મહાભારત રમોની નીતિ છે. કહેવામાં અને કરણીમાં ફેર છે. સત્તાના રથ પર જઈને બેઠા છો.
એ હતા તમારા જ પોરબંદરના મહાત્મા, જેણે ગોળી મારી એ કેસરી જમાતને હવે તમે ભારત માતા કી જય કહેશો. જરા પણ શરમ ન આવી. સત્તા માટે તમે ગુજરાતની પ્રજાને દગો કર્યો. મહાભારત રમીને, સરમુખત્યાર ભારતની રચના કરવામાં તમે ભાગીદાર બન્યા છો. કર્ણની જેમ અન્યાય સહીને પણ સહીદ થયા હોતો તો તમને વિધાનસભા યાદ રાખત. ગુજરાતની પ્રજા કાયમ યાદ રખત. હવે, ખુટલ તરીકે યાદ રાખશે. હવે ગૌચરની લડત કે, પેલી જમીનોની લડત યાદ નહીં રાખે. ખરબો પતિઓની સામેનું યુદ્ધ ભૂલાવી દીધું.

હવે તમે કહો છો કે, રામ મંદિર અને સામાજીક ઉત્થાન માટે રાજીનામું આપ્યું છે. પણ પેલા પોરબંદરના મહાત્માનું એ કિર્તિ મંદિરનું શું. તમારા સપના માટે તમે ગુજરાતની લાગણી વેચી મારી છે.

કે પછી, ભાજપને કોંગ્રેસમાં ફેરવવા તમે નરહરી અમીન, કુવરજી બાવળીયા, રાઠવા, રામસિંગ સાથે જોડાઈ ગયા છો. કે પછી, કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની લાયમાં જોડાઈ ગયા છો. કે પછી ભાજપને જ, કોંગ્રેસ બનાવવા ભળી ગયા છો. જ્યારે ભાજપ પર બહુમત કોંગ્રેસના નેતાઓનો કબજો હશે, ત્યારે, તમે મુખ્ય પ્રધાન બનવા માટે ગયા છો? કે પછી ભરતસિંહને બતાવી દેવા માટે ગયા છો? કેસરીયા કરીને ભાજપને કોંગ્રેસમય બનાવવા ગયા છો?

તમે જેને રંગા – બિલ્લા કહેતા હતા તેને હવે જહાંપના, સાહેબ કહેશો? જાહેર સભામાં કે વિધાનસભામાં હવે તમે તેને દરેક વાક્યે યાદ કરશો. કોંગ્રેસના સેનાપતિ હતા, હવે રંગાબીલ્લાના સિપાહી થયા છો. અર્જુન કેરસે હીંદ છોડી, કેસરિયા કર્યા છે. ‘મોદીનો પરિવાર’ મોટો કરીને તમે હાથનો સાથ છોડ્યો છે? તે સમજાતું નથી. કે પછી, ભાવીમાં કમળને કોંગ્રેસના હાથથી પકડવા માંગો છો.

પંજામાં કમળ પકડીને કોણ ષડયંત્ર પાર વાડવા ગયા છો.
તમારા નવા સાથીદાર વિજય રૂપાણીએ ગુજરાત કોંગ્રેસની કિંમત રૂપિયા 25 કરોડ આંકી હતી, તે, સાબિત કરવા ગયા છો કે, તેને પકકારવા ગયા છો? પક્ષ છોડ્યો છે કે ઈમાનદારી છોડી છે?

તમે ભાજપનું ભવિષ્ય જોયું? કે, ભાજપમાં કોંગ્રેસ જોઈ?
ગુજરાતની પ્રજા તમને પ્રશ્નો પૂછી રહી છે. હવે તેનો જવાબ તો નહીં જ આપો.