અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી આ વખતે ભારે રસાકસીભરી છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.જેમાં અમુક સમયે વિવેક પણ ચૂકાઈ જતો જોવા મળ્યો છે.
આ બધા વચ્ચે પરિણામને દિવસે સંઘર્ષ કે અથડામણ થવાની ભીતિ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે.જે મુજબ હથિયારોના વેચાણ કરતી વોલમાર્ટ કંપનીમાં રિવોલ્વરના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.આથી અથડામણના ભયને ધ્યાને લઇ કંપનીએ રિવોલ્વર વેચાણમાં બ્રેક મારવાની ફરજ પડી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English 
		