ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટલું કરો

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખીલ મટાડવા આટલું કરો

કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે.

  • સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું.
  • સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી.
  • બજારુ ક્રીમ – લોશન – મલમ – ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો.
  • હળદરવાળી છાશની આશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
  • કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ લગાડવાથી.
  • તુલસીનાં પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુંનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી.
  • કુંવારપાઠાનો રસ – ગર ખાવાથી અને ચોપડવાથી.
  • શિવામ્બુ કે ગૌમૂત્રથી સવાર સાંજ મોં ધોવાથી, ડમરાનાં પાનનો રસ ચોપડવાથી.

ખીલને તોડવા કે ખોતરવા નહીં. તે યૌવનની શોભા બને તેવું કરવા લેખકનું માર્ગદર્શન લેવું. ખીલ તો મટશે સાથે ચહેરો તેજસ્વી બનશે.

વધુ વાંચો: કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ 

વધુ વાંચો: સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?