અનિદ્રા – ઊંઘ ન આવવી
- સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
- વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે.
- પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.
- વરિયાળી અને દૂધનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે. જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી ઊંઘ આવે છે.
- સૂતાં – સૂતાં વાચન કરવું, ફેરવવી, વિચારશૂન્ય થવું – પૂર્ણ અને સાચું શવાસન – યોગનિદ્રા કરવાથી દવા વગર ઊંઘ આવે.
- શવાસન કરવું તરત જ ગાઢ નિંદ્રા આવી જશે. આ ઇલાજ ઉત્તમ અને સરળ છે.
- ઊંઘવાની ગોળી ન જ લેવી, આળસ – પ્રમાદ કે વધુ પડતી ઊંઘ પણ રોગ છે તેનાથી બચવું.