અમદાવાદ 29 ફેબ્રુઆરી 2024
કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ સરકારને પૂછ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી ઈજનેરી કોલેજો છે? જેનો જવાબ શિક્ષણ મંત્રીએ આપ્યો હતો.
ગુજરાતના 33 જિલ્લાઓ અને 8 નગરપાલિકાઓમાંથી 14 જિલ્લામાં 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજો છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, નર્મદામાં છે.
વર્ષ 2000માં રાજ્યમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા 9 અને ખાનગી કોલેજોની સંખ્યા 15 હતી. પાંચ વર્ષ પછી સરકારી કોલેજોમાં નવી 2 કોલેજ ઉમેરાઈ, એની સામે ખાનગી કોલેજ 22 થઈ, પરંતુ 2002-2007 દરમિયાન આનંદીબહેન પટેલ રાજ્યના શિક્ષણમંત્રી હતા ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખોલવા અંગેના નિયમોમાં ભારે છૂટછાટ અપાવાથી 2005થી 2010 દરમિયાન 50 નવી ખાનગી કોલેજો ખૂલી ગઈ. એ પછી પ્રત્યેક વર્ષે આ પ્રમાણ સતત વધતું જ ગયું છે અને સરકારી કોલેજોની સંખ્યા 19 હતી જે હવે 16 પર સ્થિર રહી છે.
30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં, અને 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એન્જીનીયર બનવા ઈચ્છતા હોવા છતાં ઉંચી ફી ભરીને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ભાજપ સરકારમાં આયોજનબદ્ધ રીતે શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અદાણી જેવી કોલજ વર્ષ 1.5 લાખ જેટલી ફી ઉઘરાવી રહી છે.
તેની સામે રાજ્યમાં 200 જેટલી સેલ્ફ ફાયનાન્સ એન્જીયરીગ કોલેજો આવેલી છે. આવી કોલેજોમાં 40 હજારથી માંડીને 1 લાખ સુધીની ફી એક સેમિસ્ટરની વસૂલાય છે. આવા એક વર્ષમાં બે સેમિસ્ટર હોય છે.
પાસ થાય છે તેને નોકરી મળતી નથી, મળે છે તો પૂરતો પગાર હોતો નથી
આ સરકારની નીતિ સરકારી ઈજનેરી કોલેજો ખોલવાની નથી, પરંતુ કોંગ્રેસ શાસનમાં ખોલવામાં આવેલી કોલેજોમાં પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન આપવું અને પૂરતો સ્ટાફ ન ભરવાની છે. જેના કારણે વિદ્યાર્થીઓ ધીમે ધીમે કોલેજો છોડીને ખાનગી કોલેજો તરફ દોડી રહ્યા છે. 20 વર્ષમાં સરકારી કોલેજ ફક્ત 10 વધી, જ્યારે ખાનગી કોલેજોની સંખ્યા 15થી વધીને 200 સુધી પહોંચી છે, પણ 57% બેઠકો ખાલી રહે છે
16 સરકારી ઈજનેરી કોલેજોમાં 534 માન્ય વર્ગ-1 સંસ્થાઓની સામે 316 એટલે કે લગભગ 60 ટકા જગ્યાઓ ખાલી છે. વર્ગ-2ની 1,467 મંજૂર જગ્યાઓ સામે 193 જગ્યાઓ ખાલી છે એટલે કે 14 ટકા જગ્યાઓ ખાલી છે. વર્ગ III ની 475 મંજૂર જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે, આમ 55% જગ્યાઓ ખાલી છે. વર્ગ 4 ની 260 મંજૂર પોસ્ટની સરખામણીમાં, 21 જગ્યાઓ ખાલી છે, એટલે કે 77% જગ્યાઓ ખાલી છે.
એક તરફ કોલેજો ખુલી નથી, અને કોંગ્રેસની સરકારોએ ખોલેલી સરકારી ઈજનેરી કોલેજોમાં ભરતી થઈ રહી નથી. સરકાર જવાબ આપે છે કે બીજી તરફ ભરતીનું કેલેન્ડર બન્યું છે, અમે દર વર્ષે ભરતી કરીએ છીએ. એસેમ્બલી રેકોર્ડ્સ એ પણ જાહેર કર્યું છે કે પાછલા વર્ષના પ્રશ્ન જવાબો દર્શાવે છે કે અગાઉના વર્ષ એટલે કે 2022 ની સરખામણીમાં 2023 માં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થયો છે.
જે ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરાયેલા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો છે. સરકાર સરકારી કોલેજો ખોલી રહી નથી કે સરકારી કોલેજોમાં પૂરતો સ્ટાફ આપી રહી નથી. જેના કારણે ધીરે ધીરે ગરીબ, ભ્રષ્ટાચારી, નફાખોરી કરનારા લોકોની ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને મોકલવાનું અને સરકારી કોલેજોને ધીમે ધીમે બંધ કરવાનું સુનિયોજિત ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે.
ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ રુ. 60 હજારથી 2.50 લાખ સુધીનું હોય છે. આ ઉપરાંત રહેવા-જમવાના ખર્ચ સહિત 4 વર્ષના અભ્યાસ દરમિયાન સહેજે 4 લાખથી 11 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. એ પછી પણ નોકરી ન મળે અથવા ઓછા પગારમાં મળે એવી સ્થિતિને લીધે એન્જિનિયરિંગ પ્રત્યેનો ઝુકાવ ઘટી રહ્યો છે.
66,000 બેઠકો સામે માત્ર 26 હજાર જેટલા જ પાસ થાય છે.
ગ્રુપ A ના વિદ્યાર્થીઓ જ છે.
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ 95,361 વિદ્યાર્થીઓ હોય છે. 68,681 વિદ્યાર્થીઓ પાસ થાય છે.
સરકારી એન્જિનિયરિંગ કૉલેજોમાં 20% અને સેલ્ફ ફાઇનાન્સ કૉલેજોમાં 60% ખાલી જગ્યાઓ ખાલી રહે છે.
2013માં 12મા ધોરણની સાયન્સની પરીક્ષામાં 74,226 વિદ્યાર્થીઓ ગ્રુપ Aના વિદ્યાર્થીઓ હતા. જે ઘટીને 2021માં 44,546 અને 2020માં 34,440 વિદ્યાર્થીઓ થયા હતા.
2013માં 10,778, 2015માં 28,102, 2018માં 33255 બેઠકો ખાલી પડી રહી હતી.
રાજ્યમાં વધુપડતી ખાનગી કોલેજની મંજૂરી અપાઇ, જેને કારણે કેટલીક કોલેજોમાં પૂરતી સગવડા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ન મળવાથી હાલ એન્જિનિયરિંગની સ્થિતિ કથળી છે. આ ઉપરાંત અદ્યતન વર્કશોપના અભાવે વિદ્યાર્થીઓ પૂરતા પ્રેક્ટિકલ નોલેજથી વંચિત રહે છે, એટલે મોટી સંખ્યામાં એન્જિનિયર બહાર પડતા હોવા છતાં સ્કિલ્ડ સ્ટુડન્ટ્સ ન મળતા હોવાની ફરિયાદો વ્યાપક છે.