બેંગલુરૂના વિદ્યાર્થીએ જરૂર પડતાં ટેબલમાં ફેરવાઈ જતી સ્કુલ બેગ ડિઝાઈન કરી

બેંગલોરમાં ઓછી ઉંમરના ગરીબ સ્કુલના બાળકોની મદદ માટે 24 વર્ષના વિદ્યાર્થી હિમાંશુ મુનેશ્વરે સ્થાનિક કારીગરોની સાથે મળીને એક એવી સ્કુલબેગની ડિઝાઈન તૈયાર કરી છે જે ડેસ્કમાં બદલાઈ જાય છે. આ ખાસ બેગનું નામ એર્ગોનોમિક સ્કુલબેગ છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હિમાંશુ એનઆઈસીસી ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડિઝાઈન, હેનુરથી ભણ્યાં છે. આ બેગને ડિઝાઈન કરવા માટે હિમાંશુ કોર્પોરેટ ફર્મોમાં નોકરીની તકને ફગાવી દીધી હતી. તેણે ઉત્તરપ્રદેશની યાત્રા કરી અને સ્થાનિક રૂપમાં ઉગાડવામાં આવેલી ચંદ્રાઘાસની સાથે બેગને ડિઝાઈન કરમાટે કારીગરોનો સહયોગ લીધો.

હિમાંશુએ કહ્યું કે, હું શહેરમાં એક પ્રદર્શની દરમયાન કારીગરોની શિલ્પકલાને જોઈએ તેના ઉપર કાયલ થઈ ગયો હતો. તેના કામથી રોમાંચિત થયો હતો. હું હંમેશા તે બાળકોની મદદ કરવા માંગતો હતો જે ડેસ્કની ઉણપના કારણે સ્કુલોમાં નીચે જમીન પર બેસીને ભણવા માટે મજબુર થતા હતાં.

જે ખાસ સ્કુલ બેગ હિમાંશુએ બનાવ્યું છે તે કુલ ત્રણ કિલો ભાર લઈ જઈ શકે છે આને બાળકોના ખંભા પર પીઠ પર પડનારા ભારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. બાળકોને લઈ જવા માટેના બેગમાં બે પટ્ટીઓ છે અને તેમાં લોખંડની બે રોડ લાગેલી છે. બેગના કિનારાનો ઉપયોગ કરીને બંને રોડની મદદથી તેને ડેસ્કમાં ફેરવી શકાય છે.

હિમાંશુએ કહ્યું કે, તેણે આ યોજના પર કામ કરતા સમયે માનવવિજ્ઞાન અને એર્ગોનોમિક્સનું અધ્યયન કર્યું હતું. મેં નાના ધોરણોના વિદ્યાર્થીઓનું અધ્યયન કર્યું. આકારની ગણના કરી અને તેના અંતર વિશે જાણ્યુ, આ માપોનો ઉપયોગ પ્રોટોટાઈપના વિકાસમાં કર્યો હતો. હિમાંશુ વર્તમાનમાં બેગ માટે એક સારી ડિઝાઈનની દિશામાં કામ કરી રહ્યાં છે અને તેને આશા છે કે, તે વધારેમાં વધારે બાળકો સુધી સરળતાથી આ બેગને પહોંચાડશે.