एड्स से पीड़ित मरीजों के लिए मुख्य मंत्री भूपेन्द्र पटेल क्रूर क्यों ? એઈડસના દર્દી માટે બેદર્દ ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel cruel act for AIDS patients
85 હજાર દર્દીઓને ભાજપ સરકારે ભથ્થુ બંધ કરી દીધુ
ભાજપના 4 મુખ્યપ્રધાનોએ 15 વર્ષથી ભથ્થામાં વધારો કર્યો નથી
અમદાવાદ, 3 ડિસેમ્બર 2024
ભાજપની ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારો એઈડ્સગ્રસ્તો સાથે 15 વર્ષથી ઓરમાયું વર્તન કરી રહી છે. 15 વર્ષથી એઈડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. 85 હજાર લોકો દર્દથી પીડાય છે. તેમની સંભાળ પણ સરકાર રાખી શકતી નથી.
ભૂપેન્દ્ર પટેલ તો અગાઉની મુખ્ય પ્રધાન કરતાં પણ વધારે ક્રુર નિકળ્યા છે. તેમણે એઇડ્સના દર્દીઓને સારવાર માટે અપાતું મુસાફરી ભથ્થું બે વર્ષથી બંધ કરી દીધું છે.
વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ જીએસએનપી પ્લસ સંસ્થાના દક્ષા પટેલે કહ્યું કે, વિશ્વમાં 2030 અને ભારતે 2025માં એઇડ્સ નાબૂદીનું લક્ષ્ય સેવ્યું છે. ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે. વર્ષ 2009થી દર્દીઓને મહિને 500 રૂપિયા આપવામાં આવતાં હતાં. જે હજુ પણ એ જ રીતે અપાય છે. ઘણી કોમ્યુનિટીમાં 2500 અપાય છે. ત્યારે તમામ દર્દીઓમાં ઉંમર, વય, ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને 2500 ભથ્થું અપાય તો જરૂરિયાતમંદોને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભથ્થાને સરકારે બે વર્ષથી બંધ કરી દીધું છે. જે ફરી શરૂ કરાવાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાયરસ (એચઆઇવી) વાયરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્સ)ના 1.20 લાખથી વધુ દર્દીઓ છે. 1 લાખની વસ્તીએ સરેરાશ ચાર વ્યક્તિ એચઆઇવી સંક્રમણ ધરાવે છે. એક વર્ષમાં 800 વ્યક્તિએ એઇડ્સ સામે જીવ ગુમાવ્યો છે. 15થી 49ના વયજુથમાં ગુજરાતમાં એચઆઇવી પ્રિવેલન્સ રેટ 0.19 ટકા છે.
દર્દ વધે છે
2024માં નોંધાયેલા કુલ 84537 દર્દીઓ છે. 2019-20માં આ દર્દીઓની સંખ્યા 71499 હતી. આમ, પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 12 ટકાથી વઘુનો વધારો થયો છે.
ગુજરાત સરકાર દાવો કરે છે કે, અનુમાનિત વયસ્ક એચઆઇવી પ્રસાર વર્ષ 2019માં 0.20%થી ઘટીને 2023માં 0.19% થઇ ગયો છે. તેવી જ રીતે, 2019માં એચઆઇવી સંક્રમણ દર પ્રત્યેક 1 લાખ લોકોએ અસંક્રમિત લોકોમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થઈ ગયો છે.
વિશ્વમાં અંદાજિત 3.99 કરોડ, ભારતમાં અંદાજિત 25.44 લાખ લોકો એચઆઇવી સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.
રોગને નિયંત્રણમાં લેવા ગુજરાતમાં 105 એન.જી.ઓ. અને 2 ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સ્બસ્ટીટયુટ સેન્ટર દ્વારા એચઆઇવીની અટકાવવાની કામગીરી કરે છે.
એચઆઇવીના સંક્રમણ લાગવાના ઊંચા જોખમ ધરાવતા લોકો જેવા કે સમલૈંગિક, દેહ વિક્રય કરતી બહેનો, સ્થળાંતરીત મજૂરો, ટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિ, તપાસ અને સારવાર કરાવવામાં આવે છે.
માહિતી જાહેર કરાતી નથી
સરકારી હોસ્પિટલ ખાતે 261 આઇ.સી.ટી.સી. સેન્ટરો અને 2400 સ્ક્રિનિંગ સેન્ટર તથા 3 મોબાઇલ વાનમાં એચઆઇવીની તપાસની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલ ખાતે 60 સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવાર થાય છે. સરકારી હોસ્પિટલોમાં 48 એ.આર.ટી. સેન્ટરો અને 59 લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે એચઆઇવી પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી જાહેર કરતા નથી.
એઇડ્સનો ફેલાવો
એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
પ્રથમ કેસ સુરતમાં
વિશ્વમાં એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ 1981માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. ભારતમાં પ્રથમ કેસ વર્ષ 1986માં ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો.
ગુજરાતમાં એચ આઈ વી પોઝિટિવ દર્દીઓ
રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમમાં નોંધાયેલા દર્દી
વર્ષ – પુરૂષ – મહિલા – સમલૈંગિક – કુલ
2018-20 – 42,238 – 28,965 – 301 – 71,488
2020-21 – 42,228 – 28,181 – 282 – 71,711
2021-22 – 43,848 – 30,300 – 308 – 74,457
2022-23 – 46,850 – 32,216 – 358 – 78,824
2023-24 – 50,000 – 34,156 – 381 – 84,537