બિહારની ચૂંટણીમાં ઘણાં પલટા આવશે, આ 5 મુદ્દા પર નેતાઓની કસોટી થશે, તે જ પ્રચારના મુદ્દાઓ બની રહશે

અર્થતંત્ર અને બેરોજગારી મોટો મુદ્દો બનશે. કોરોનામાં મોટી સંખ્યામાં લોકો બિહારમાં આવી ગયા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકો હવે બેરોજગાર બન્યા છે. આ લોકોનો ગુસ્સો નીતિશ અને મોદી સામે છે. મોદી-નીતીશ સરકારને સત્તા પરત ફરવાનો નિર્ણય ત્યાંના બેકાર યુવાનો અને મજબૂર લોકો કરશે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને નીતીશ કુમારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે.

કૃષિનો કાળો કાયદો નડશે. તેથી મોદી સરકાર કૃષિ કાયદાને વખાણી રહી છે. ખેડૂતો તેને પોતાની વિરૃદ્ધ માને છે. વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની જશે. રામ મંદિરના મુદ્દે એનડીએ સરકાર બંધારણ વિરૃદ્ધ જઈને પ્રચાર કરશે. ધર્મને ચૂંટણીમાં પ્રચાર તરીકે લાવી શકાતો નથી. પણ બિહારમાં તેનો ઉપયોગ થશે.

વિકાસનો મુદ્દો આગળ આવશે. ગુડ ગવર્નન્સ બાબુ તરીકે જાણીતા નીતીશ લાંબા સમયથી રાજ્યના મુખ્ય પ્રધાન છે. તેઓ ભાજપ, એલજેપી, આરજેડી, કોંગ્રેસ તમામ પક્ષો સાથે સત્તામાં ભાગીદારી કરી હતી. પણ વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીએ બિહારને લાખો કરોડના વિકાસની ચૂંટણી ભેટ આપી હતી. લોકો માને છે કે તે પૂરી થઈ નથી. સરકાર માને છે કે વિકાસ કર્યો છે.