[:gj]BJPનો કાર્યકર છું, કહી કોન્સ્ટેબલને જોઈ લેવાની ધમકી[:]

[:gj]હરણી એરપોર્ટમાંથી નીકળેલા રહેલા અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલના કોન્વોય રોકવાનો પ્રયાસ કરી હું ભાજપનો કાર્યકર છું, તને જોઈ લઈશ તેવી કોન્સ્ટેબલને ધમકી આપનાર અકોટાના નિલેશ પટેલ વિરુદ્વ ગુનો નોંધાયો છે.

ટ્રાફિક શાખાના છજીૈં કનુભાઈ પ્રાગજીભાઈએ હરણી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યં હતું કે, રવિવારે અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલ વડોદરા થઈ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાના હતા. જેના ભાગરૃપે હરણી એરપોર્ટની બહાર પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ રાખવામાં આવ્યું હતું. દરમિયાન સવારે ૧૦.૫૪ વાગ્યે ફફૈંઁ કોન્વોયની વોર્નીગ કાર એરપોર્ટમાંથી બહાર નીકળતાં મારી સાથેના ટ્રાફિકના જવાનોએ માણેકપાર્કથી હરણી ગામ તરફ જતાં વાહનો માટે રસ્તો બંધ કરાવ્યો હતો. ત્યરાબાદ રાજ્યપાલનો કાફલો પસાર થવાના હતો, તેની પહેલા જ જી.જે.૬ ડી.ક્યુ. ૬૫૩૬ નંબરની કારનો ચાલક પુરઝડપે મારી તરફ ધસી આવ્યો હતો.

તેણે મારી પર કાર નાંખવાનો પ્રયત્ન કરતાં લાકડીથી મેં તેને અટકાવ્યો હતો. ચાલકે રોડ વચ્ચે જ કાર ઉભી કરી દેતાં મેં તેને સાઈડમાં લેવા કહ્યું હતું. તે વખતે જ કોન્વોય નીકળતાં તેણે રોડ બેસી જઈ કોન્વોય રોકવાનો પ્રયત્ન કર્યાે હતો. બનાવને લઈ અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવી તેને સાઈડ પર પર કર્યાે હતો,

ત્યારે આરોપીએ હું પ્રેસમાં છું, ભાજપનો કાર્યકર છું, તને જોઈ લઈશ, તેવી બુમો પાડી મને ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં ધમકી આપનાર શખસ અકોટાનો નિલેશ પટેલ નીકળ્યો હતો. જ્યારે કાર તેના પિતાના નામે હોવાનંુ બહાર આવ્યું હતું.[:]