27 ઓગસ્ટ 2017
ગુજરાતનાં રાજકારણે એક નવી દિશા પકડી લીધી છે. જેમાં અવનવા ખેલ જોવા મળી રહ્યાં છે. ભાજપની નવી રાજનીતિ શરૂ થઈ છે. ભાજપે એક એવું ઓપરેશન હાથ ધર્યુ છે જેને ‘મોદીશા’ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આ એવી રાજ નીતિ છે કે જે અનેક બાજુથી પ્રહાર કરે છે. દુશ્મનને ખ્યાલ પણ ન આવે કે તેના પર સુદર્શન ચક્ર કોણ ફેરવી ગયું અને કોણે ગળું કાપી લીધું. આજ સુધી ભાજપ નાના પક્ષો કે ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણી જીતતો આવ્યો છે. પણ હવે ભાજપે કેન્દ્રમાં સત્તા મેળવતા ગુજરતામાં ‘મોદીશા’ ઓપરેશન હાથ ધર્યુ છે. આ ઓપરેશમાં ટોચના નેતાઓને ભાજપની TEAM – A અને TEAM – B બનાવી દેવામાં આવી છે. સત્તા મેળવવાના રાજકારણમાં મોદીશા નીતિ નવેસરથી ઘડવામાં આવી છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 115 રાજકીય પક્ષો આવીને ગયા છે.
ભાજપ દ્વારા શરૂ કરાયો સરવે
ભાજપે ઓપરેશન ‘મોદીશા’ અમલી બનાવીને 182 બેઠકો પરનો સરવે શરૂ કર્યો છે. આ સરવે પોતાના પક્ષ માટેનો નહીં, પણ કોંગ્રેસ પક્ષ કઈ અને કેટલી બેઠકો જીતી શકે તેમ છે, તેનો છે. ભાજપના દરેક કર્યકરને કહેવામાં આવ્યું છે કે, દરેક વિધાનસભા બેઠક પર ગઈ ચૂંટણીથી 15 હજાર વધારે મત લાવવાના છે. તેથી આ સરવે મહત્વનો બની જાય છે. જેમાં 51 એવી બેઠકો કે જે કોંગ્રેસના ધારાસભ્યો હોય. કોંગ્રેસના 12 ધારાસભ્યો તો ભાજપમાં જતાં રહ્યાં છે. હવે 43 ધારાસભ્યો ઉપરાંત બીજી જીતી શકે તેવી બેઠકો મળીને 51 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ કાયમ મજબૂત રહેતી આવી છે આ બેઠકોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ જીતી શકે તેવી બેઠકો કઈ છે તે શોધી કાઢવાની જવાબદારી શંકરસિંહને આપી છે આ બેઠકો પર ઓછામાં ઓછા પાંચ હજાર મત કોંગ્રેસના તોડી શકે તેવા ઉમેદવારો શોધીને તેની યાદી ભાજપને આપવાની જવાબદારી શંકરસિંહ પાસે છે. કયા ઉમેદારો હશે તે ભાજપ નક્કી કરશે.
ઉમેદાવારો ભાજપના અને ટિકિટ NCP આપશે
ઉમેદવારો ભાજપના અને તેને ટિકિટ NCP આપશે એવું ન સમજી શકાય તેવું રાજકારણ મોદીશા પેટર્નનું છે. NCP 51 બેઠકો પર આવા ઉમેદવાર મૂકશે કે જે હારીને ભાજપને જીતાડી આપે. NCP હારે અને સાથે કોંગ્રેસને પણ ડૂબાડે એવી વ્યૂહરચના મોદીશા ઓપરેશનની છે. સત્તા મેળવવા માટે ગઈ ચૂંટણીમાં 40 પક્ષો મેદાનમાં હતા. જે ગુજરાતના ઈતિસાહમાં સૌથી વધારે હતા. આ 44 પક્ષોના 274 ઉમદાવારો 11 લાખ મતો લઈ ગયા હતા. જેમાં 9 લખ તો GPP લઈ ગયો હતો. જ્યારે 668 અપક્ષ ઉમેદવારો ઊભા હતા જે 16 લાખ મત લઈ ગયા હતા. આમ 2.74 કરોડ મતામંથી 10 ટકા મતો પક્ષ અપક્ષ લઈ ગયા હતા. જે અગાઉ ઓછું થયું હતું. મોદી પહેલી ચૂંટણી લડેલાં ત્યારે 20 પક્ષો હતા અને 57 ઉમેદવારોએ માંડ 2.64 લાખ એટલે કે 1.29 લાખ મતો જ લઈ શક્યા હતા. અપક્ષો 344 હતા અને તે 5.72 ટકા એટલે કે 11.69 લાખ મત લઈ ગયા હતા. મોદી આવતાં અપક્ષ અને બીજા પક્ષોના ઉમેદવારો એકાએક વધી ગયા હતા અથવા વધારવામાં આવ્યા હતા. આ પ્રયોગને હવે વધારે આક્રમક બનાવવા માટે નાના પક્ષો નહીં પણ મોટા પક્ષો અને મોટા ગજાના નેતાઓને કામે લગાડવામાં આવે તો ચૂંટણી જીતવી આસાન થઈ જાય. આ વખતે શંકરસિંહ ભાજપની B TEAM તરીકે કામ કરી રહ્યાં છે. જે ઉમેદવારો શોધી આપશે અને ભાજપ તેને ટિકિટ આપશે પણ તે ચૂંટણી લડશે NCPમાંથી. હવે મોદી અને શાહે નાનો જુગાર બંધ કર્યો છે અને મોટો જુગાર રમી રહ્યાં છે જે છે મોદીશા ઓપરેશન. જેમાં રાજનીતિમાં નીતિ નહીં પણ અનીતિ વધારે છે.
મતની તોડફોડ
મતોની તોડફોડ થવાની છે. જે ઉમેદવાર પાંચ હજાર મત લઈ જઈને કોંગ્રેસને હરાવી શકે તેવા ઉમેદવારો શોધવામાં આવી રહ્યાં છે જેના ભાગરૂપે શંકરસિંહ દ્વારા કેટલીક બેઠક પણ થઈ છે. જેમાં શંકરસિંહે જે થર્ડ ફોર્સનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમાં આવા પાંચ હજાર મતો બગાડીને કોંગ્રેસની હરાવી શકે તેવા ઉમેદવારો મૂકવામાં આવશે. જેમાં સરવે જે ઓછા મત બતાવશે જેમાં આ નીતિ લાગું પડાશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતનો તફાવત બહુ નથી. છેલ્લી 2012ની ચૂંટણીમાં ભાજપને 47.85 ટકા અને કોંગ્રેસને 38.93 ટકા મતો મળ્યા હતા. 8.92 ટકા ભાજપ વધારે મતો લઈ ગયો હતો. તેનો મતલબ કે જો કોંગ્રેસે 4.50 ટકા મતો વધારે મેળવવા માટે અસરકારક મેનેજમેન્ટ ગોઠવ્યું હોત તો ભાજપ ન જીત્યો હોત. આવું અસરકારક મેનેજમેન્ટ મોદીશામાં ગોઠવાઈ રહ્યું છે. ચૂંટણી હવે મેનેજમેન્ટનો વિષય બની ગઈ છે. ગઈ ચૂંટણીમાં ભાજપે GPP પક્ષને મેનેજ કર્યો અને તેના મેનેજર કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફીયાને બનાવી દીધા હતા. 3.63 ટકા મતો તેની પાસે ગયા. આ મતો એવા હતા કે જે મોદી સરકારથી નારાજ હતા. એન્ટીએસ્ટાબ્લીસ મતો હતા. એ મતો ખરેખર તો કોંગ્રેસ તરફી આવવાના હતા. પણ મોદી શ્રેષ્ઠ મેનેજર સાબિત થયા. કોંગ્રેસના નેતાઓની પાસેથી ફંડ પણ મેળવાયું અને મતો પણ ન અપવા દીધા. આમ ભાજપનું બેસ્ટ પોલીટીકલ મેનેજમેન્ટ હતું. જેના કારણે તે જીતે છે. ભાજપ મતદારોનું મેનેજમેન્ટ કરી શકે છે. મતદારો ભાજપને મેનેજ નથી કરતાં. હવે શંકરસિંહ અને પ્રફૂલ પટેલ ભાજપની બી અને સી ટીમના મેનેજર છે.
શંકરસિંહ હારવાની યાદી તૈયાર કરશે
ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અફલાતુન ડિઝાઈન બનાવી છે. ડિઝાઈન તૈયાર કરતાં પહેલાં NCPના નેતા બાપુ સાથે વારંવાર મળતાં રહ્યાં છે. તેની એક જ નીતિ છે પાંચ હજારથી વધું મત જે ખેંચી શકે તેવા 51 ઉમેદવારની યાદી બાપુની સહમતીથી તૈયાર કરવી. શંકરસિંહ અને પ્રફુલ પટેલ બેઠક નક્કી કરશે. તેની ટિકિટની યાદી ભાજપ આપશે. કોને ટિકિટ આપવી તે ભાજપ નક્કી કરશે. તેનું સંપૂર્ણ ખર્ચ ભાજપ આપશે. ભાજપ આ ખર્ચ ગુજરાતની પોર્ટ કંપની પાસેથી મેળવેશે. અમિત શાહે નક્કી કરેલો 150 બેઠકનો ગોલ સિધ્ધ કરવો છે. તેથી મોદીશા ઓપરેશન અમિત શાહ કરાવી રહ્યાં છે.. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને ભાજપની જે બેઠકો જીતી શકાય તેમ નથી એ બેઠકોમાં આ 51 હશે. રાજકીય રીતે જેનાં ફેરફાર થયો છે એવી બેઠકો નક્કી કરાશે. જેમાં કોંગ્રેસના વિશાળ કદના નેતાઓની બેઠકો પણ આવી જાય છે. પાટીદાર ઈફેક્ચટ ધરાવતી બેઠકો પર NCPના ઉમેદવારો હશે, જો પ્રજામાં રોષ હશે તો આ મત NCP મેળવી શકવાની નથી.
મત ઘટાડો, કોંગ્રેસ ખતમ કરો
પ્રજામાં કોંગ્રેસ કોઈ હીરોઈઝમ કરી ન શકે તે માટે તેમના હીરો એવા 14 ધારાસભ્યને કોંગ્રેસમાં લઈ જવાયા છે. જેના કારણે કોંગ્રેસના થોડા ટકા મતોનું ધોવાણ થવાનું છે. માત્ર 8.92 ટકા મતોના ફેરના કારણે ભાજપ 63 ટકા બેઠકો લઈ ગયો અને કોંગ્રેસ 33 ટકા બેઠક લઈ ગઈ. આમ 9 ટકા ઓછા મતે 50 ટકા બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. જો 15 ટકા સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતોનો ગાળો રહે તો તે 150થી વધારે બેઠકો લઈ શકે તેમ છે. તેથી તેમણે ઓપરેશન મોદીશા શરૂ કરી દીધું છે. જો સારૂં મેનેજનેજમેન્ટ કર્યું હોત તો કોંગ્રેસ ભાજપને હંફાવી શકી હોત.. અત્યારસુધીની તમામ ચૂંટણીમાં 76 પક્ષો એવા હતા કે જેમણે એક જ વખત ગુજરાતમાં ચૂંટણી લડી છે. તેનો મતલબ કે નવા પક્ષો આવે છે અને પછી જતાં રહે છે. તેમના ઈરાદાઓ પાર પડે અથવા ન પડે પછી ફરીથી ચૂંટણી લડતાં નથી. તેનો મતલબ કે પક્ષો રચાય છે, તે કોઈ ચોક્કસ ઈરાદાઓ માટે રચાય છે. પછી કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે. લોકોના મતો સાથે ઠગાઈ કરે છે. લુપ્ત થથાં પક્ષો ઠગ બનીને મતો બગાડે છે. ઘણાં પક્ષો તો ટીકીટ આપવામાં પણ નાણાં ખેંખેરે છે. બે જ પક્ષો જ્યારે મુખ્ય પ્રવાહમાં હોય ત્યારે બન્ને વચ્ચે સત્તાની ભાગીદારી નક્કી થઈ જાય ત્યારે લોકશાહી ખતમ થઈ જતી હોય છે. હમણાં ભાજપે સમગ્ર દેશમાં એક ઝુંબેશ ચાલું કરી છે. કોંગ્રેસને નેસ્તનાબુદ કરવાની. તે માટે ભાજપમાં કોંગ્રેસના મજબુત લોકોની ભરતી કરવાનું ચાલું કરાયું છે.
પ્રશાંત કિશોર ડબલ ઢોલક
પ્રશાંત કિશોર એ જ કે જેમણે મોદીને વડાપ્રધાન બનાવવા અને ગુજરાતની 2012ની ચૂંટણી જીતીને મોદીને વડાપ્રધાન બનાવવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું, શંકરસિંહ પોતાનો જન્મદિવસ ઉજવવાના હતા તેના આગલા દિવસે દિલ્હી ગયા હતા. જ્યાં તેઓ પ્રશાંત કિશોર અને પ્રફુલ પટેલ સાથે મળ્યા હતા. પ્રફલ પટેલ એ પ્રશાંત કિશોરના અંગત મિત્ર છે. એક બાજુ પ્રશાંત કિશોર કોંગ્રેસનું કામ કરી રહ્યાં છે તો બીજી બાજુ NCP, શંકરસિંહ અને ભાજપનું કામ કરી રહ્યાં છે. અને ઓપરેશન મોદીશા સાથે જોડાયેલાં છે. NCPને કોંગ્રેસથી અલગ કરવાના પ્લાનને આખરી અંજામ આપ્યો હતો. ઓપરેશન મોદીશા પાર પાડવા માટે નક્કી કરાયું હતું. અહેમદ પટેલને હરાવવા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવાનું નક્કી થયું હતું. ત્યારથી NCP કોંગ્રેસથી જુદું પડી ગયું હતું. ત્યાં સુધી NCP કોંગ્રેસ સાથે હતી. અહીંથી મોદીશા ઓપરેશને ખતરનાક વળાંક લીધો હતો. આ ઓપરેશાને ત્રીજા રચણમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને અમિત શાહની શરમજનક હાર થઈ હતી. શંકરસિંહ વાઘેલાએ નાક કાપવું પડ્યું હતું. મોદીશા ઓપરેશન પહેલાં NCP, શંકરસિંહ અને નરેશ પટેલ સાથે હતા અને પ્રફુલ પટેલની હાજરીમાં બેઠક થઈ હતી.. ભાજપ સામે લડવાનું નક્કી થયું હતું. જેમાં પાટીદાર ફેક્ટરને વધારે ધ્યાનમાં લેવાયું હતું. આ બધી વ્યૂહરચનામાં કોંગ્રેસ પાસેથી વધુમાં વધું બેઠકો પડાવી લેવાનું નક્કી થયું હતું. ત્યાં સુધી તંદુરસ્ત રાજકારણ હતું પણ શંકરસિંહ જન્મ દિવસે કોંગ્રેસ બહાર નિકળ્યા ત્યારે ગંજીપો નવેસરથી ચીપાયો હતો. શંકરસિંહને CM જાહેર ન કરતાં સ્થિતી બદલાઈ અને ઓપરેશન મોદીશા હાથ ધરાયું હતું. જેમાં PKની મહત્વની ભૂમિકા હતી. પણ શંકરસિંહે ઈગો ઊભો કર્યો હતો. સ્વમાનનો મુદ્દો આગળ કર્યો હતો. તેમના વેવાઈને રાજ્ય સભામાં ઊભા રાખ્યા ત્યાંથી ડિઝાઈન બદલાઈ ગઈ હતી. અહેમદ પટેલ સામે લડી લેવાનું નક્કી થયું હતું. તેમાં અમિત શાહ, શંકરસિંહ અને નરેન્દ્ર મોદીની કરૂણ હાર થઈ હતી. મોં કાળું કરીને નાક કપાઈ ગયું હતું.
NCPએ 20 બેઠકો જતી કરી
રાજ્ય સભાની ચૂંટણીમાં મતદાન વખતે પ્રફલ પટેલે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. અહેમદ પટેલ તેમને વારંવાર ફોન કર્યા હતા. એક વખત પણ ફોન ઉપાડ્યો ન હતો. પ્રફુલ પટેલ પોતે અહેમદ પટેલ સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હતા. અહેમદ પટેલને બે મત ભેટ આપીને વિધાનસભાની વધારે બેઠકોની ટિકિટ લેવાની મૂળ વ્યૂહરચના હતી. અહેમદ પટેલને આ મત આપીને NCP વિધાનસભા ચૂંટણી માટે વધારે બેઠક માંગી શકે તેમ હતી. પણ તેમ ન કર્યું. બાર્ગેનીંગ થઈ શકે તેમ હતું પણ તે કરવાના બદલે શંકરસિંહને ટેકો આપ્યો હતો. કોંગ્રેસે NCPને વિધાનસભા માટે 20 બેઠકોનું કમીટમેન્ટ આપેલું હતું. તે બેઠકની યાદી પણ આપી દેવામાં આવી હતી. અહેમદ પટેલને મત ન આપતાં હવે 20 બેઠકો પણ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લે ભાજપ અને શંકરસિંહ સાથે બેસી ગયા છે. NCPની ડાઝીઈન બાજુ પર રહી ગઈ છે. હવે મોદીશા ઓપરેશનની ડાઝાઈન આવી ગઈ છે. અહેમદ પટેલને પાડી દેવાની ડિઝાઈન નક્કી કરવામાં પ્રફલ પટેલે બધું ગુમાવી દીધું છે. મોદીશા ઓપરેશનમાં NCP ભોગ બની ગયું છે. હવે તેમના એક કે બે ધારાસભ્યો માંથી કેટલાં ચૂંટાઈ શકે છે તે એક સવાલ છે.
જન્મદિવસનું જૂઠ પકડાયું
શંકરસિંહ ફરી એક વખત જૂઠ બોલતાં પકડાયા છે. દિલ્હીની બેઠક અંગે શંકરસિંહે પત્રકારોને એવું કહ્યું હતું કે દિલ્હીમાં પોતાની અંગત મૂલાકાત હતી. તે કોઈ રાજકીય મુલાકાત ન હતી. પણ તે સંપૂર્ણ રાજકીય હતી. પ્રશાંત કિશોર અને પ્રફુલ પટેલને તેઓ મળવા ગયા હતા.