ભાજપના નેતાઓના ઘરકંકાસ વધી રહ્યા છે, મોરબી ભાજપના નેતાની આત્મહત્યા

મોરબી શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના 30 વર્ષના મંત્રી પ્રકાશ દિનેશ ચાવડાએ 24 જાન્યુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા સસરા પ્રવિણ સારેસાના ઘરે આવીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ભાજપના પરિવાર અને સબંધીઓએ ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારી સિવિલ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. પછી, પ્રકાશની પત્ની શિતલ, સાસુ નિર્મળા અને મીનાક્ષીબેન નામના મહિલા એડવોકેટ સામે ગુનો નોંધાવ્યો હતો. મોરબી ભાજપના નેતા અને કાપડના વેપારીની પત્ની સંતોનોને લઈને છુટા છેડા લીધા હતા. મહિને સાત હજાર ભરણપોષણ આપતાં હતા. સમાધાન માટે સાત લાખની માગણી કરતા હતા. સસરાના ઘરે જઈને દવા પીધી હતી. તેની કુટુંબે ઝેરી દવા પાઈને હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો હતો.

ભાજપની બેઠકમાં હાજર હતા

હજુ જો તેઓ 16 મે 2018માં ભારતીય જનતા પાર્ટીના જીલ્લા અનુસુચિતજાતિ મોરચાની કારોબારી બેઠકમાં  ભાજપના ગુજરાત પ્રદેશ મોરચાના મહામંત્રી અને ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમ ગેડીયાની હાજરીમાં મળેલી બેઠકમાં તેઓએ કાર્યક્રમ જાહેર કર્યો હતો. કારોબારી બેઠકમાં પ્રદેશ અ.જા.મોરચાના મંત્રી ડૉ.આનંદ મકવાણા, પ્રદેશ અ.જા.મોરચાના કોષાધ્યક્ષ જે.પી.મહેશ્વરી, પ્રદેશ અ.જા.મોરચાના કાર્યાલય સહમંત્રી સંજય લેઉવા, મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજી ગઢાડા, જીલ્લા ભાજપના મહામંત્રી હિરેન પારેખ, જીલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા મંજુલા દેત્રોજા, જીલ્લા ભાજપના મંત્રી હંસા પારધી, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ પ્રભુ પનારા, જીલ્લા અ.જા.મોરચાના ઉપપ્રમુખ વિજય ચાવડા, અરવિંદરાઠોડ, અશોક ચાવડા, ભાણજી વાઘેલા, જીલ્લા અ.જા.મોરચાના મંત્રી હરેશ વાંકાનેર, મંત્રી દલસુખ ધુમલ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ સાગડીયા, માળિયા તાલુકા ભાજપના પ્રમુખ વિનોદ પરમાર સહ મોરચાના કારોબારી સભ્યો સમક્ષ તેમણે હાજરી આપી હતી.

ત્યાં જ કુટુંબના આંતરિક વિખવાદોના કારણે તેમણે આત્મહત્યા કરી છે. જે અંગે પ્રદેશ કક્ષાએ તેની ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

દિલીપ ઠાકોર એક પરાકાષ્ઠા

ગુજરાતની ભાજપ સરકારના પ્રધાન દિલીપ ઠાકોરના કૌટુંબિક કારનામા બહાર આવ્યા હતા. ભાજપના નેતાઓ સામે સમાજ આંગળી ચીંધી રહ્યો છે. ભાજપના નેતાઓ કહે છે કંઈ અને કરે છે કંઈ, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ ઠાકોર છે. તેમની પુત્રવધૂઓને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પુત્રવધૂને માર મારતો હતો. દિલીપ ઠાકોરના પુત્રવધૂ જુમાબેન ઠાકોરે હિંમત બહાવીને સમાજની વચ્ચે ભાજપના નેતાના કરતૂત બહાર પાડ્યા હતા.

જામનગર ભાજપના નેતાએ પુત્રવધૂની હત્યાનો પ્લાન બનાવ્યો

જામનગર જિલ્લો ભાજપના સંગઠન માટે છેલ્લાં 7 વર્ષથી સૂત્રધાર છે. આ જિલ્લાના ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધૂને પરેશાન કરતાં હોવાની ફરિયાદ બાદ કરી હતી. પોતાની પુત્રવધૂને હિમાલયના પર્વત પરથી ધક્કો મારી ખીણમાં ફેંકી દેવા કાવતરું કર્યું હતું. ઊંઘની ગોળી પીવડાવી દેવા અને રૂમમાં ઝેરી ગેસ છૂટે એવા કેમિકલ મૂકી દેવાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ હતો.  હવે ભાજપના સાંસદના પુત્રવધૂની બીજી હત્યા કરવાનો મામલો બહાર આવ્યો હતો.

જામનગરમાં રહેતા પુત્રવધૂ દિવ્યાબેન હિતેશભાઈ કોરડીયાએ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ વાલજી કોરડીયાના પુત્ર હિતેશ સાથે થયા હતાં. સસરા ચંદ્રેશભાઈ, પતિ હિતેશ કોરડીયા, દિયર વિપુલ ચંદ્રેશભાઈ કોરડીયા અને ચંદ્રેશભાઈના PA મુકુન્દભાઈ સભાયા મને તથા મારા 11 વર્ષના પુત્રને કોઈ પણ રીતે મોતને ઘાટ ઉતારવા કાવત્રા રચી રહ્યાં હોવાની ફરિયાદ તેમણે પોલીસને કરી હતી. તેમણે 40 મિનિટની ઓડિયો ક્લિપ જાહેર કરીને પોતાના રાજકીય સસરાનો ભાંડો ફોડ્યો હતો. ઋષિકેશમાં પહાડ ઉપરથી ધક્કો મારી હત્યા કરવાના હતાં. હિતેશને દારૂનું વ્યસન હોય અવારનવાર મારકૂટ પણ કરી હતી.  અલગ રહેતી દિવ્યાબેને આ ઓડિયોને આધારે એક માસ પૂર્વે પોલીસમાં કેસ કર્યો પણ પોલીસે

પુત્રવધૂ અને પૌત્રના સ્કૂટરને અજાણ્યા સ્કૂટર ચાલકે જામનગરમાં ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે પુત્રવધૂએ પૂર્વ સાંસદ સસરા અને પતિએ આ અકસ્માત કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. પતિ હિતેશ સામે હત્યા કરાવવા માટે અકસ્માત કરાવ્યો હોવાનો આક્ષેપ કરતાં તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.

પત્નીને મારી

જૂનાગઢના તાલાળા નગરપાલિકાના ભાજપના સભ્યએ પોતાની પત્નીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટર ધર્મેન્દ્ર હરવાણી અને તેમની પત્ની વચ્ચે ઝધડો થયો હતો. જેમાં મામલો બીચકતા ભાજપના કોર્પોરેટરે તેમની પત્નીને બેટ વડે માર માર્યો હતો. જેને લઈને કોર્પોરેટરના પત્નીએ પોતાના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગરના નેતાએ પત્નીને મારી અને દોઢ વર્ષની સજા થઈ

ગાંધીનગરના માણસા તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સોલંકી તેની પત્ની જિજ્ઞાસાબેન કચરાજી ચાવડાને દહેજના મામલે શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેમાં કોર્ટે ભાજપના નેતાને દોઢ વર્ષની જેલ સજા અને રૂ.૫ હજાર દંડ ભોગવવા હુકમ કર્યો હતો.

કંઈ થતું નથી

ભાજપના નેતાઓને કાનખોલીને સાંભળે એ રીતે તેમણે ઊંચા અવાજે ભાજપના નેતાઓના અસલી ચહેરા પુત્રવધૂઓએ ખૂલ્લા કર્યા હતા. હિંમત બતાવીને પુત્રવધૂએ જે કંઈ કહ્યું છે તે એક બાબત સ્પષ્ટ કરે છે કે ભાજપ પોતે બેટી બચાઓની વાતો કરે છે પણ ખરેખર તો ભાજપના નેતાઓ બેટીની કોઈ ઈજ્જત કરતાં ન હોય એવું અનેક કિસ્સા પરથી સ્પષ્ટ થયું છે. કચ્છમાં પોતાની પત્નીઓને છોડીને ભાજપના અનેક નેતાઓએ ભાજપની કાર્યકરો સાથે જ સેક્સના સબંધો બાંધ્યા હતા. જેનાથી તેમના કુટુંબોમાં પણ વિખવાદ ઊભા થયા છે. જે સેક્સ કરવા તૈયાર ન હતી, તેમની સાથે બળાત્કાર કર્યા હતા. સુરતની એક યુવતિની સાથે ભાજપના ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. કચ્છની યુવતીની જાસૂસી કરવાથી ભાજપની પડતી શરૂ થઈ હતી. ભાજપના અનેક નેતાઓનું કૌટુંબિક જીવન સામે હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આવી ઘટના બની હોવા છતાં તેમને પદેથી હાંકી કાઢવામાં પ્રદેશ ભાજપના નેતાઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. ભાજપના નેતાઓ હવે ક્રાઈમ પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને જ્યારથી પ્રદીપ જાડેજા ગૃહ પ્રધાન બન્યા ત્યારથી ભાજપના નેતાઓ ક્રાઈમ વધું કરી રહ્યાં છે.

(દિલીપ પટેલ)