વાંચે ગુજરાતનો ભાજપનો નારો, પણ લાયબ્રેરી કે પુસ્તકાલય ખરાબ હાલતમાં

BJP’s slogan VANCHE Gujarat, but library condition is bad

દિલીપ પટેલ

અમદાવાદ, 2025

પુસ્તક એ જ્ઞાનનો દરિયો છે. પુસ્તકો મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરમાં સમાય જાય છે. માનવીનો વિકાસ જો કોઈ કરી શકે તે પુસ્તક જ કરી શકે એ સિવાય કોઈ કરી શકે નહીં. પુસ્તકો હંમેશા ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ કરે છે. મોબાઈલ ફોન અને સરકારની બેકાળજીના કારણે પુસ્તકાલયોમાં 1 ટકા નાગરિકો પણ જતાં નથી.

9 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયોમાં પુસ્તકો વસાવા એક પણ રૂપિયો આપ્યો નથી.

રાજ્યની અનુદાનિત અને સરકારી 2500 શાળાઓ અને 500 કોલેજોમાં લાયબ્રેરીયનની ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી. રાજ્યની 90 ટકા યુનિવર્સિટીઓમાં કાયમી લાયબ્રેરીયનની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

8000 શાળાઓ બંધ કરી છે. 14,000 શાળાઓમાં એક જ વર્ગ ખંડમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. ત્યાં લાયબ્રેરી કઈ રીતે સંભવ બને.

તેથી વાંચે ગુજરાત, પણ વાંચતું નથી

સરકારી લાઈબ્રેરીમાં 43 લાખ પુસ્તકો છે.
રાજ્યમાં 229 સરકારી લાઇબ્રેરીમાં 43.21 લાખ પુસ્તકો છે. પરંતુ જેમાં માત્ર 4.90 લાખ જ સભ્યો નોંધાયા છે. રાજ્યમાં સૌથી ઓછા પુસ્તકો અને સભ્યો ધરાવતા 10 જિલ્લામાં સાત આદિવાસી જિલ્લા છે. રાજ્યમાં સૌથી વધુ 86 હજાર સભ્યો સુરતની નવ સરકારી લાઇબ્રેરીમાં છે.

રાજ્યમાં 45 ટકા એટલે કે 2.19 લાખ સભ્યો ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં છે.
ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સરકારી લાઇબ્રેરીમાં સભ્યો સાથે પુસ્તકો પણ અન્ય જિલ્લાની સરખામણીએ ઓછા છે.
સૌથી ઓછા સભ્યો અને પુસ્તક ધરાવતા 10 જિલ્લામાં 7 આદિવાસી પ્રભુત્વ ધરાવતા છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને નવસારી સામેલ છે. છોટા ઉદેપુરમાં માત્ર એક સરકારી લાઇબ્રેરી છે. જેમાં 30 સભ્યો અને 13 હજાર જેટલા પુસ્તકો છે. આ 7 જિલ્લામાં માત્ર 20 લાઇબ્રેરીમાં 19550 સભ્યો અને 2.84 લાખ પુસ્તકો છે.

લાઈબ્રેરી અને સભ્યો

સુરત
રાજ્યમાં સૌથી વધુ 86 હજાર સભ્યો સુરતની નવ સરકારી લાઇબ્રેરીમાં છે. સૌથી વધુ પુસ્તકો પણ સુરતની જ લાઇબ્રેરીઓમાં છે.
સૌથી વધુ 13 લાઇબ્રેરી આણંદમાં આવેલી છે. જેમાં 12 હજાર સભ્યો અને 1.46 લાખથી વધુ પુસ્તકો છે. અહીં સરકારી લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતી લાઇબ્રેરી સામેલ છે.
85 લાઇબ્રેરી રાજ્ય સરકાર હસ્તક છે. જેમાં 3.04 લાખ સભ્યો છે અને 21.31 લાખથી વધુ પુસ્તકો છે.

મહાનગરપાલિકાની 157 લાઇબ્રેરીમાં 1.85 લાખ સભ્યો અને 21.89 લાખ પુસ્તકો છે. મહાનગરો સિવાય સૌથી વધુ 16 હજાર સભ્યો મહેસાણાની 12 લાઇબ્રેરીમાં છે.

સૌથી વધુ 20 લાખ પુસ્તકો અમરેલીની 12 લાઇબ્રેરીમાં છે.
પણ વાંચકો ઓછા છે.

2021માં ખરાબ હાલત
રાજયમાં 33 જિલ્લા છે, તેમાં 26 ડિસ્ટ્રીકટ લાઇબ્રેરી છે. 7 જિલ્લા પુસ્તકાલયો નથી.
85 સરકારી તાલુકા પુસ્તકાલયોમાં પુસ્તકાલય છે. જેમાં 162 તાલુકામાં સરકારી પુસ્તકાલયો નથી.
155 ગામોમાં સરકારી જાહેર ગ્રંથાલયો છે. તેમાં ગ્રંથપાલ નથી. સ્થાનિક ગામનાં યુવાનને મામૂલી રકમ આપી કામચલાવ ગ્રંથપાલ બનાવાયા હતા. તાલુકાના નાયબ ગ્રંથપાલને જિલ્લા પુસ્તકાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજ્યમાં 3224 અનુદાનિત લાયબ્રેરી હતી.
રાજયમાં ખૂદ ગ્રંથપાલ  નિયામકની જગ્યા પાંચ વર્ષથી ચાર્જમાં ચાલી રહી હતી.
1996થી કાયમી ભરતી કરવામાં નથી આવી. રાજકોટ જિલ્લામાં માત્ર એક જ જસદણ તાલુકામાં સરકારી પુસ્તકાલય છે તેનુ બિલ્ડીંગ પણ જર્જરીત છે.

2024
‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ 2024માં 21 જિલ્લાઓમાં 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો બનાવવાની જાહેરાત કરાઈ હતી. 6 સપ્ટેમ્બરના રોજ ‘નેશનલ રીડ અ બુક ડે’ની ઉજવણી કરાય છે.
જાહેર પુસ્તકાલયો માટે 25 ટકાના બદલે 100% ગ્રાન્ટ-ઇન-એઇડ અપાશે.
બધા મળીને સરકારી અને ગ્રાંટના ગ્રંથાલયો 927 છે. જેમાં જિલ્લા અને મધ્યસ્થ 30 પુસ્તક શાળા, તાલુકા પુસ્તકાલય 116, મહિલા 8, સાર્વનિક મહિલા 99, ગ્રામ્ય 142, શહેરી 42, શહેરી શાખા 74, વિશિષ્ટ 10, નગર 318, બાળ 88 છે.
નવી યોજના
આણંદ, જામનગર, ભરૂચ, વ્યારા અને સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા માટે ગ્રંથાલય દીઠ એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. છોટાઉદેપુર, મહીસાગર, બોટાદ, વેરાવળ, પાવીજેતપુર, પ્રાંતિજ, વડગામ, મોડાસા દરેક જગ્યાએ નવા અત્યાધુનિક ગ્રંથાલય ભવન બનાવવાના હતા.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 3500 અનુદાનિત ગ્રંથાલયો છે. લોક ફાળામાંથી મુક્તિ આપીને એમના અનુદાનમાં સો ટકા વધારો કરવામાં આવ્યો છે.

2021માં ગુજરાતભરમાં 197 સરકારી પુસ્તકાલયો હતા. 71 નવી લાઈબ્રેરી બનાવવાની હતી.
રાજ્યના મધ્યસ્થ લાઈબ્રેરી ખાતે પ્રતિદિન 500, જિલ્લા લાઈબ્રેરીમાં પ્રતિદિન 150થી 250 વાંચે છે.
તાલુકા લાઈબ્રેરી ખાતે 100 વાચકો રોજ આવે છે.

21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ 7 આદિજાતિ જિલ્લા 14 તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ 64 સરકારી પુસ્તકાલયો શરૂ કરવા નક્કી કરાયું હતું. 2024માં 64માંથી 53 સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ ચૂક્યા હતા. 11નું કામ પ્રગતિમાં હતું.
ગુજરાતમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો છે. 2025માં  તાલુકા સ્તરે નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હતી.

ગાંધીનગર
ગાંધીનગરામાં ગુજરાતની સૌથી મોટા મકાનની છ માળના પુસ્તકાલયમાં હિન્દી અંગ્રેજી અને ગુજરાતીના 65000 પુસ્તકો છે. સેક્ટર 21માં રૂ. 20 કરોડમાં બનેલું છે. જૂની લાઈબ્રેરી બિલ્ડીંગમાં 200 વ્યક્તિઓની બેઠક હતી. હવે 800 વાંચકો બેસી શકે છે.
ઈ લાઇબ્રેરી વિભાગમાં વાઇફાઇ છે. ઓનલાઈન 4000 જેટલા પુસ્તકોને વાંચી શકે છે. બ્રેઇલ લિપિમાં સાહિત્ય છે. ઓડિયો પુસ્તકો છે. સિનિયર સિટીઝન રૂમ, ઈ- લાઇબ્રેરી, અંધજન વિભાગ છે.
હવે પુસ્તકો સોફ્ટવેરમાં મૂકાશે. આર .એફ .એ .ડી સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે રીન્યુ કરી શકે છે.
10,240 સભ્યો છે. વાર્ષિક ફી માત્ર બે રૂપિયા છે. રાત્રિના 12 કલાક સુધી વાંચી શકાય છે.

દાહોદ
જિલ્લા પંચાયત દ્વારા દરેક ગામમાં આધુનિક લાઈબ્રેરી બનાવવા માટે જમીન માહિતી 2025માં માંગવામાં આવી હતી. જે શાળામાં 2000 ચોરસ ફૂટ જમીન હોય તેના પર 100 મોટા ગામોમાં રૂ. 25 કરોડના ખર્ચે પુસ્તકાલય બનાવવા મકાનો બાંધવા ઠેકા બહાર પડાયા હતા. 100 વાંચકો બેસી શકે એવી ક્ષમતા હશે.

સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદના પુસ્તકાલયમાં 80 હજાક પુસ્તકો છે. 250 હસ્તપ્રતો છે. 1450 દુર્લભ પુસ્તકો છે.

વઢવાણ
ઈમારત જર્જરીત થતા વઢવાણ શહેરની 100 વર્ષ જૂના પુસ્તકાયલને બંધ કરી દેવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં રૂ. 4 કરોડનું નવ નિર્મિત સરકારી પુસ્તકાલય અને તેના અદ્યતન સ્ટડી રૂમ 2025માં બનાવાયું હતું. 55 હજાર પુસ્તકો છે. 4 હજાર સભ્યો છે.

ગુંડાઓએ બંધ કરી
અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકના કારણે લાયબ્રેરી બંધ કરીને આંગણવાડી શરૂ શહેરની સરકાર વિચારી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાયબ્રેરીમાં અઢી લાખથી વધુ પુસ્તકો છે.

ભાવનગર
માહિતીનો ખજાનો ધરાવતી રાજ્યનો ઈતિહાસ બાર્ટન લાઈબ્રેરી વિના અધૂરો છે. બાર્ટન લાઇબ્રેરી સૌરાષ્ટ્રની સૌથી મોટી છે. 90,000 પુસ્તકો છે. 5,000 પુસ્તકો 100 વર્ષ પહેલાંના છે. મહાત્મા ગાંધી તેના નિયમિત વાચકોમાં હતાં. નાણાકીય મદદ 80G હેઠળ કરમુક્ત છે. પુસ્તકાલય પાસે FR ACT 1976 હેઠળ આંતરરાષ્ટ્રીય ભંડોળ મેળવવાની પણ પરવાનગી છે. દિવાન ગૌરીશંકર ઓઝાએ ઈ.સ. 1860માં “શ્રી છગનભાઈ દેસાઈ લાઈબ્રેરી”ની સ્થાપના કરી. આ પુસ્તકાલય પાછળથી “બાર્ટન લાઈબ્રેરી” તરીકે ઓળખાઈ હતી. જે 30 ડિસેમ્બર 1882માં ખુલ્લી મૂકાઈ હતી.

જૂનાગઢ
2022માં જૂનાગઢ કલેક્ટર દ્વારા હ્યુમન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી. ડેનમાર્કમાં આવા પુસ્તકાલયો છે. આ લાઇબ્રેરી કર્મચારીઓને માનસિક તાણ દૂર કરવા માટે મદદ કરે છે. કચેરીને એક વ્યક્તિ આપવામા આવે છે. જીવનના સારા ખરાબ પ્રસંગો સહકર્મચારીઓ સાથે એક બીજા સાથે આપ લે કરીને માનસિક તાણ દૂર કરી શકે છે. જૂનાગઢની આ લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે.
હાલ આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે, પરંતુ બાદમાં સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થશે.

ભરૂચ
ભરુચમાં 164 વર્ષ જૂની લાઈબ્રેરીમાં દોઢ લાખ પુસ્તકો છે. રાજ્યનું બીજા નંબરનું સૌથી જૂનું પુસ્તકાલય છે. આ પુસ્તકાલયને 1864માં મુંબઈના ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદએ રૂ. 4 હજારનું દાન આપ્યું હતું. રાયચંદ દીપચંદ લાયબ્રેરી રાખવામાં આવ્યું હતું.  ભરૂચના દેસાઈજી હકુમતરાયજીએ ઈ.સ. 1858માં શરુ કરી હતી. રાજારામ મોહનરાય લાયબ્રેરી અને ફાઉન્ડેશન ટ્રસ્ટ કોલકતા તરફથી આ લાયબ્રેરીને ગુજરાતી, અંગ્રેજી પુસ્તકો ભેટ મળ્યા છે. શહેરીજનો તરફથી પણ અવારનવાર પુસ્તકો ભેટ સ્વરૂપે મળતા જ રહે છે. આ લાયબ્રેરીમાં ઘણા અલભ્ય પુસ્તકો છે. ગુજરાતી ભાષાના 76147 પુસ્તકો, અંગ્રેજી ભાષાના 40226 પુસ્તકો, હિંદી ભાષાના 8826 પુસ્તકો સહિત અન્ય ભાષાના 326 પુસ્તકો તેમજ 150થી 200 વર્ષ જૂના પુસ્તકો છે. નોંધેલ પુસ્તકો અને બિનનોંધાયેલા મળીને 2 લાખ પુસ્તકો છે.
સોરાબશા દાદાભાઈ મુન્સફે 400 પુસ્તકો ભેટ આપ્યા હતા. હવે કોઈ પુસ્તકો વાંચવા કે લેવા આવતું નથી.

ભરૂચ
ભરૂચના જૂના મામલતદાર વિસ્તારમાં ‘કે. જે. ચોકસી લાઇબ્રેરી’ આવેલી છે. જેની સ્થાપના 28 મે વર્ષ 2008માં કરવામાં આવી હતી. ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કાંતિલાલ ચોકસીની યાદમાં તેમના સંતાનોએ લાઇબ્રેરી ઊભી કરાવી હતી. 10 હજાર પુસ્તકોથી શરૂ થઈ અને આજે 53 હજાર પુસ્તકો છે. સોલાર પેનલથી સંચાલિત છે.

ભરૂચનું નિકોરા ગામ
ભરૂચતાલુકાના નિકોરા ગામમાં ફરતું પુસ્તકાલય 100 વર્ષથી છે. ઝોલા લાયબ્રેરીના ખ્યાલ પરથી શ્રી યુવક મંડળ પુસ્તકાલયમાં દર રવિવારે લારીમાં પુસ્તકો મૂકી ઘરે ઘરે ફેરવવામાં આવે છે. વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે. ગામના દાતાઓ દ્વારા દાન આપવામાં આવે છે. નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે 1,000 પુસ્તકો પલળી ગયા હતા.

બાળકો માટે અલાયદી વ્યવસ્થા
આ લાયબ્રેરીમાં બાળકો માટે અલગ ભાગ રીઝર્વ રાખ્યો છે. બાળકોની કક્ષાને અનુરૂપ એવો વિભાગ બાળ સામયિકો અને પુસ્તકોથી સજજ છે. મહિલા વાચકો માટે પણ અલાયદી વ્યવસ્થા રાખી છે. વૃદ્ધ અને અશક્ત વાંચકો આરામથી વાંચી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. તો પુસ્તકાલયમાં 7 થી 8 મેગેઝિન, 3 ન્યુઝ પેપર આવે છે. 9 તંગી 12 કલાકના સમયે અનેક લોકો આવીને ન્યુઝ પેપર વાંચે છે. શ્રી યુવક મંડળ પુસ્તકાલયમાં અંગેજી, હિન્દી, ગુજરાતી, પારસી અને ઉર્દુ પુસ્તકો મળી કુલ 8 હજારથી વધુ પુસ્તકોનો ભંડોળ રહેલો છે.
વડોદરા
1910માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ લાઈબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. 352 રેકમાં 6 ભાષામાં 4 લાખ પુસ્તકો છે.

3 માળની ઈમારત લાકડા, ઈંટ, અબરખ અને તાંબાથી પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. તેથી વિજળી વગર પુસ્તક વાંચી શકાય છે. બેલ્જીયમથી આયાત કરેલી કાચની 719 નંગ લાદી છે.

મોટી બારી અને મોટા દરવાજા મુકવામાં આવ્યા છે. જેના કારણે વાચકોને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે. ઉર્જા બચાવી શકાય છે. ફાયરપ્રૂફ દરવાજા પર અને લોખંડની વચ્ચે અબરખ લગાવી આગમાં પુસ્તકોને કોઈ નુકસાન ન થાય એવી ટેકનિક છે.

60 હજાર સભ્યો છે. રોજ 300 સભ્યો પુસ્તકો વાંચવા લઈ જાય છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને સિંધી ભાષાના પુસ્તકો છે.

ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું પછી, પુસ્તકાલય માટે 2010 માં અમેરિકન લાઈબ્રેરીયન મી.વિલિયમ બોર્ડનને ભારત બોલાવવામાં આવ્યા હતા.

ભેજ, ઉધઈ ન લાગે તે માટે એડવીન ડ્યુટીને ખાસ માળખું તૈયાર કર્યું હતું.
અમેરિકાના પ્રકાશકોએ ગાયકવાડને 73 પુસ્તકોની મીનીએચર લાઇબ્રેરી ભેટ આપી હતી. વિલિયમ શેક્સપિયરના બધા નાટકના વોલ્યુમસ છે. તે સમયની ભગવદ્ ગીતા, ડિક્શનરી અને ગોલ્ડન થોટ્સ છે. જે માત્ર આંગળીના વેઢા જેવડી છે.

40 હજાર પુસ્તકો ડિજિટલ કરાયા છે.
5 હજાર વાર્તાના પુસ્તરો છે.
ઈ-લાઈબ્રેરી, ઓડિયો-વિઝ્યુઅલ્સ રૂમ, બાળકો માટે કિડ્સ રૂમ, મહિલાઓ માટે પણ અત્યંત સુવિધાજનક રૂમ, સિનિયર સીટીઝન માટે આરામદાયક બેઠક વ્યવસ્થા છે.

વડોદરામાં બીજું એકસો વર્ષ જૂની ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ છે.

અંકલેશ્વર
અંકલેશ્વરમાં 1888માં સ્થાપના કરવામાં આવેલી જે.એન.પીટીટ લાયબ્રેરીને રાજ્ય સરકાર તરફથી વિશિષ્ટ લાઈબ્રેરીનો દરરજો આપવામાં આવ્યો છે.

કંડલા
કંડલા બંદર પર 30 વર્ષ કામ કરનારા અતુલભાઇ દવે ગ્રંથપાલ હતા, તેઓ લોકોને મફત પુસ્તરો આપે છે.

અમદાવાદ – રાયપુર
રાયપુર કાંકરિયા રોડ પર 150 વર્ષ જૂની ખંડેર હાલતમાં ‘આપારાવ ભોલાનાથ પુસ્તકાલય’ની ઈમારત આવેલી છે. પુસ્તકાલય 20 વર્ષથી બંધ છે. હજારો ચોપડીઓ છે એ બધી ઉપરના માળે છે. કમિટીમાં એક માત્ર સભ્ય ડોક્ટર ચૈતન્ય પટેલ છે. ભોળાનાથ એક વિદ્વાન વડનગરા નાગર હતા. દિકરાના નામ પરથી અપારાવ ભોળાનાથ પુસ્તકાલય નામ આપ્યું હતું એવું માનવામાં આવે છે. હેરિટેજ ઈમારત છે.

મહુડીયાપુરા ગામ
નડિયાદના મહુડીયાપુરા ગામે ત્રીજુ સાર્વજનિક ગ્રંથ મંદિર નામનું પુસ્તકાલય સપ્ટેમ્બર 2025માં શરૂ કરાયું‎ હતું. 15 હજાર પુસ્તકો વાચકોએ દાનમાં આવ્યા હતા. ખેડા જિલ્લાના ગુતાલ ગામના શિક્ષકે લોક ફાળો લીધા વગર જ સ્વખર્ચે નહીં પરંતુ સ્વ મહેનતે પુસ્તકાલય શરૂ કર્યું છે. રાજ્યમાં બે પુસ્તકાલય સફળતાપૂર્વક કાર્યરત કર્યા બાદ હવે આણંદ ખાતે ત્રીજું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે.

100 વર્ષ પૂર્ણ કરનાર પુસ્તકાલયોની યાદી

1 લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર લાયબ્રેરી, રાજકોટ રાજકોટ 1856
2 હિમાભાઈ સંસ્થા, અમદાવાદ અમદાવાદ 1857
3 લીલાઘર સાર્વજનિક પુસ્તકાલય, ધોળકા અમદાવાદ 1857
4 રાયચંદ દીપચંદ પુસ્તકાલય, ભરૂચ ભરૂચ 1858
5 સરકારી જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ જૂનાગઢ 1865
6 સ્ટુઅર્ટ લાયબ્રેરી ટ્રસ્ટ, ગોધરા પંચમહાલ 1866
7 બરોડા પબ્લિક લાયબ્રેરી, ધંધુકા અમદાવાદ 1867
8 મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ કચ્છ 1868
9 ઘી વિક્ટોરિયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી (ટ્રસ્ટ), પાલનપુર બનાસકાંઠા 1872
10 પરીખ સી.કે. સાર્વજનિક પુસ્તકાલય, પેટલાદ આણંદ 1873
11 શેઠ શ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઈ પુસ્તકાલય, મહુવા ભાવનગર 1877
12 પરીખ વી.એચ. જનરલ લાયબ્રેરી, વિસનગર મહેસાણા 1878
13 શ્રી એમ.એન.અમીન સાર્વજનિક પુસ્તકાલય, વસો ખેડા 14
14 સાર્વજનિક રમણ પુસ્તકાલય, પ્રાંતિજ સાબરકાંઠા 1881
15 બાર્ટન પબ્લિક લાયબ્રેરી, ભાવનગર ભાવનગર 1882
16 ઘી જે.બી. પેટિટ પબ્લિક લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ, બીલીમોરા વલસાડ 1882
17 સાર્વજનિક પુસ્તકાલય, પાદરા વડોદરા 1883
18 પટેલ લલ્લુભાઈ નારાયણદાસ સાર્વજનિક પુસ્તકાલય, વાલમ મહેસાણા 1885
18 હુડ હાઉસ લાયબ્રેરી, ઇડર, જિ. સાબરકાંઠા સાબરકાંઠા 1886
20 દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝેડ.એચ. પુસ્તકાલય, પોરબંદર પોરબંદર 1886
21 J.N.P.T. પુસ્તકાલય, અંકલેશ્વર ભરૂચ 1888
22 શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય, ડભોઈ વડોદરા 1889
23 મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય, દામનગર અમરેલી 1890
24 શ્રીમંત ફતેસિંહસ્વ સાર્વજનિક પુસ્તકાલય, પાટણ પાટણ 1890
25 વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી, જલાલપોર નવસારી 1897
26 એ.સૌ.ધીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ ખેડા 1898
27 શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી નવસારી 1898
28 શ્રી સી.એસ.બુટાલા અને બ્રધરહુડ લાયબ્રેરી, મોડાસા સાબરકાંઠા 1900
29 જાફરાબાદ કેળવણી મંડળ દ્વારા સંચાલિત પી.એમ. પુસ્તકાલય, જાફરાબાદ અમરેલી 1902
30 બિસ્મીલખાનજી સાર્વજનિક પુસ્તકાલય, રાધનપુર પાટણ 1903
31 અલોની સાર્વજનિક પુસ્તકાલય, સાવલી વડોદરા 1904
32 શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક સાર્વજનિક પુસ્તકાલય, વડનગર મહેસાણા 1905
33 શ્રી છગનલાલ ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય, ખટોદ સુરત 1905
શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા મંડળ દ્વારા સંચાલિત 34 જાહેર પુસ્તકાલય, આમલીરણ સુરત 1905
35 સાર્વજનિક પુસ્તકાલય, પલાણા, તા. નડિયાદ, જિ. ખેડા ખેડા 1906
36 સાર્વજનિક પુસ્તકાલય, ભાયલી વડોદરા 1907
37 શ્રી સયાજી સ્વર્ણ જયંતિ સાર્વજનિક પુસ્તકાલય, બીજાપુર મહેસાણા 1909
38 શેઠશ્રી, એમ.આર. પબ્લિક લાયબ્રેરી, ઊંઝા મહેસાણા 1909
39 શ્રી ઉમેદભાઈ સવજીભાઈ મહિલા પુસ્તકાલય, શેરથા ગાંધીનગર 1911
40 વૈદ્ય એ.એસ. સાર્વજનિક પુસ્તકાલય, સંખેડા વડોદરા 1912
41 શ્રી મગનભાઈ લલ્લુભાઈ સાર્વજનિક પુસ્તકાલય, સોખેડા વડોદરા 1912
42 સાર્વજનિક પુસ્તકાલય, પીજ ખેડા 1913
43 સાર્વજનિક પુસ્તકાલય, વેદ ગાંધીનગર 1914
44 શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય, સુંધીયા મહેસાણા 1914

વિચિત્ર
અમદાવાદમાં નવરંગપુરામાં કોમર્સ છ રસ્તા પાસે સાડીના શો રૂમને આદર્શ અમદાવાદ નામની સંસ્થા દ્વારા સાડી લાયબ્રેરી નામ આપવામાં આવ્યું છે. 154 પક્ષીની પ્રજાતિના 400 પક્ષીના પીંછાના નમૂનાની લાયબ્રેરી પણ અમદાવાદમાં છે.