સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું આજે ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત સ્ટેલથ ડિસ્ટરોયર INS ચેન્નાઈ ના પાસેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેણે અરબી સમુદ્રમાં નિશાન વેધયુ હતું. ઉચ્ચ સ્તરીય અને અત્યંત જટિલ ઉપકરણોનું પ્રદર્શન કર્યા બાદ મિસાઇલે ચોક્કસ ચોકસાઈ સાથે લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો.
બ્રહ્મોસમાં લાંબા અંતરના નૌકાદળની સપાટીના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે “મુખ્ય પ્રહાર હથિયાર” તરીકે, તે યુદ્ધ જહાજની અજેયતા સુનિશ્ચિત કરશે અને આ રીતે વિનાશકને ભારતીય નૌકાદળનું વધુ એક ઘાતક પ્લેટફોર્મ બનાવશે. અત્યંત વૈવિધ્યસભર બ્રહ્મોસનું સંયુક્ત પણે નિર્માણ, વિકસિત અને નિર્માણ ભારત અને રશિયા દ્વારા કરવામાં આવ્યું છે.
DDR&Dના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ. જી. સતીશ રેડ્ડીએ DRDO, બ્રહ્મોસ, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગના તમામ કર્મચારીઓને આ મહાન સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બ્રહ્મોસ મિસાઇલો ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં અનેક રીતે વધારો કરશે.