આ રક્ષાબંધનમાં ચાઇનીસ રાખડી નહિ પરંતુ દેશી રાખડી લાવો

રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે.

તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ અભિયાનથી ચીનને તો ઝાટકો લાગશે જ સાથે સાથે દેશમાં પણ રોજગાર વધશે.

દેશમાં રિટેલ વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ચીન વિરૂદ્ઘ અભિયાન ચલાવ્યું છે. તે અંતર્ગત ચીનથી રાખડીઓ ન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ નિર્ણયથી ચીનને અંદાજે ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ઝાટકો લાગશે.

કેટના એક પ્રવકતાએ કહ્યું કે, ‘આ રક્ષાબંધન પર સ્વદેશી રાખડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનાથી દેશમાં હજારો લોકોને રોજગારીની તક મળશે અને આત્મનિર્ભર ભારત મુહિતને પણ પ્રોત્સાહન મળશે.’ તેમણે કહ્યું કે, સંગઠન સાથે જોડાયેલ સાત કરોડ વેપારીઓએ આ નિર્ણય પર સહમતી દર્શાવી છે.