જાન્યુઆરી 2020થી મોટા ભાગની ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જેમાં હવે દક્ષિણ કોરિયાની અગ્રણી કાર કંપની હ્યુન્ડાઇએ ભારતીય બજારમાં પોતાના વાહનોની પ્રાઇસ વધારવાની જાહેરાત કરી છે. આ અગાઉ મારુતિ સુઝુકીએ પણ નવા વર્ષથી તેની કાર મોંઘી થવાની જાહેરાત કરી હતી.
કંપનીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું કે, આગામી જાન્યુઆરી 2020થી કંપનીના વ્હિકલ લાઇન-અપમાં સામેલ તમામ વાહનોની પ્રાઇસ વધી જશે. અલબત કારની પ્રાઇસમાં કેટલો વધારો કરાશે તેની કોઇ માહિતી આપી નથી. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે, પ્રાઇસમાં વધારો મોડલ અને ફ્યુઅલ વર્ઝન પ્રમાણ અલગ-અલગ હશે. અલબત ક્યાં મોડલની પ્રાઇસ કેટલી વધશે તે અંગે કંપનીએ કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. કંપનીએ કહ્યું કે, ઉત્પાદન ખર્ચમાં સતત વૃદ્ધિને લીધે કારની પ્રાઇસ વધારવાનો નિર્ણય લેવાયો છે.
કંપની હાલ કારની પ્રાઇસ વધારવા અંગે કામગીરી કરી રહી છે. ત્યારબાદ કઇ કારની પ્રાઇસ કેટલી વધશે તેની માહિતી જાહેર કરીશું. તાજેતરમા જ કંપનીએ બજારમાં પોતાની કનેક્ટેડ કોમ્પેક્ટ SUV Venue લોન્ચ કરી હતી જેની આરંભિક પ્રાઇસ રૂ.6.5 લાખ નક્કી કરાઇ છે. એસયુવી સેગમેન્ટમાં આ મોડલ ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે. હીરો મોટોકોર્પની બાઇક પણ થઇ જશે મોંઘી આ દરમિયાન ટુ-વ્હિલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે પણ તેની બાઇક નવા વર્ષથી રૂ.2000 સુધી મોંઘી થવાની જાહેરાત કરી છે. જો કે કયા મોડલના કેટલાં ભાવ વધશે તે અંગે કંપનીએ કોઇ જ સ્પષ્ટતા કરી નથી. ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2020થી તેના તમામ પેસેન્જર વ્હિકલ્સના ભાવ વધી જશે.
BS6 પ્રોડક્ટ લોન્ચ થવાની સાથે જ જાન્યુઆરીથી પ્રાઇસ વધી જશે. કંપનીના પેસેન્જર વ્હિકલ્સના BS6 વેરિયન્ટની પ્રાઇસ 10થી 15 હજાર રૂપિયા જેટલી વધી શકે છે. ટુંક સમયમાં અન્ય ઓટો કંપનીઓ પણ પોતાના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી શકે છે