અમદાવાદમાં 20 હજાર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

अहमदाबाद में 20 हज़ार घरों पर चला बुलडोज़र Bulldozers Demolish 20,000 Homes in Ahmedabad

એક વર્ષમાં લોકો પર આફત આવી, હજારો કુટુંબો મકાન વિહોણા બની ગયા

દિલીપ પટેલ
અમદાવાદ, 20 જાન્યુઆરી 2025
2025ના એક વર્ષમાં અમદાવાદમાં માર્ગ પહોળો કરવા 8 હજાર અને 12,232 ઝૂંપડા, મકાનો મળીને કુલ 20250 મકાન જાહેર જગ્યાએથી તોડી પડાયા હતા. સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળે અને શહેરોમાં અમદાવાદ કરતા 3 ગણા મકાન તોડાયા હોવાની શક્યતા છે. જેની સત્તાવાર વિગતો સરકાર દ્વારા જાહેર કરાઈ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે પ્લોટ પરના 3831 અને માર્ગો પરના 4216 મકાન મળીને કુલ 8047 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

પણ, અખબારી અહેવાલો જણાવે છે કે, 12,232 ઝૂંપડા, મકાન જાહેર જગ્યાએથી તોડી પડાયા હતા. આમ કુલ 20 હજાર મકાનો તોડાયા હોવાના સમાચારપત્રોમાં અહેવાલો આવ્યા છે.
ખરેખર તો તેનાથી વધારે તોડફોડ થઈ હોવાની પૂરી શક્યતા છે.

1 જાન્યુઆરી 2015થી 29 ડિસેમ્બર 2025ના એક વર્ષમાં ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ 290 પ્લોટની 17.08 લાખ ચોરસ મીટર ખુલ્લા કર્યા હતા.

રહેણાંક ક્ષેત્રમાં 2050 કાચા મકાન અને 2213 પાકા મકાન મળીને 3263 રહેણાંક મકાનો તોડી પાકવામાં આવ્યા હતા. બિન-રહેણાંકના 213 કાચા અને 355 પાકા બાંધકામ મળીને 568 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક મકાનો તોડી પડાયા હતા.

111 કિલોમીટરના રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. ટી.પી. રોડ તથા રી.ડી.પી.ના 402 માર્ગો પરથી 664 કાચા અને 1722 પાકા મળીને કુલ 2386 મકાન તોડ્યા હતા. માર્ગ પરના બિન-રહેણાંક 386 કાચા અને 1444 પાકા મકાનો મળીને કુલ 1830 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આમ માર્ગ પરના 4216 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

સરવે
સર્વે હાથ ધર્યો જેમાં અમદાવાદ શહેરમાં 8,767 મકાન કપાત જતા હતા. તોડીને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું નક્કી કર્યું હતું.
2010 પહેલાથી રહેતા હોય અને 50 ટકા મકાન કપાતમાં જતા લોકોને જ મકાન આપવામાં આવ્યા હતા.
ઉતર પશ્ચિમ ઝોનમાં 994 મકાનો,
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 512 મકાનો,
પશ્ચિમ ઝોનમાં 1429 મકાન,
ઉત્તર ઝોનમાં 1475 મકાનો,
મધ્ય ઝોનમાં 133 મકાનો,
દક્ષિણ ઝોનમાં 3348 મકાન,
પૂર્વ ઝોનમાં 876 મકાનો તોડવામાં આવ્યા હતા.
સૌથી વધારે કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર-રખિયાલમાં 1475 જેટલા મકાનો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા વાસણા, પાલડીમાં 1429 મકાનો હતા.

ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરીમાં ગોમતીપુર વિસ્તારમાં રસ્તો પહોળા કરવા માટે 45 રહેણાંક મકાન 115 વ્યવસાયિક એકમો તોડી પાડવામાં આવ્યા. ચાર તોડા કબ્રસ્તાન, ચતુર સિંહની ચાલી, સૈયદ રિયાઝ હુસૈનની ચાલી, પૂજારીની ચાલી અને હાથી ખાઈ ચાર રસ્તા, અંબિકા હોટલ સુધી મકાનો તોડાયા હતા.

માર્ચ
19 માર્ચ વસ્ત્રાલમાં હુમલો કરનારા 14 આરોપીઓના ઘર તોડી પડાયા.
માર્ચમાં મકરબામાં અલીફ રો-હાઉસમાં 292 મકાનો તોડી પડાયા હતા. 400 માણસો બેઘર થયા હતા.
19 માર્ચમાં ઈસનપુરમાં 2000 ચો.ફૂટનું ઇન્ડસ્ટ્રીયલ એકમ, મેઘાણીનગરમાં 28 રહેણાંક મકાનો તોડી પડાયા.

એપ્રિલ
16 એપ્રિલમાં સરખેજમાં પાંચ ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.

મે
15 મેના રોજ રખિયાલ વિસ્તારમાં આવેલા મોરારજી ચોકમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં 20 કારખાના અને દુકાનોને તોડી પાડવામાં આવી.
16 મેના રોજ સરખેજ-મકરબામાં આવેલા શફી લાલાના દરગાહના પાસે 292 મકાન
20 મેના રોજ ચંડોળા તળાવ કાંઠે ફેઝ-2ની ડિમોલિશનની કામગીરીમાં 10 હજાર મકાન તોડવામાં આવ્યા.
29 મેના રોજ બાપુનગર અકબરનગરમાં સરકારી જમીન પર 400 છાપરાઓ તોડી પડાયા. 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાન ફાળવવામાં આવ્યા હતા.
31 મેના રોજ રામદેવ નગરમાં 44 મકાનો તોડી પડાયા.

જૂલાઈ
23 જૂલાઈમાં સરખેજના બેદર તળાવની જગ્યાએ બનેલા 28 ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉન તોડી પડાયા,

ઓગસ્ટ
14 ઓગસ્ટમાં જમાલપુર વિસ્તારની પ્રસાદ મિલના કામદારોના 23 મકાન રાતોરાત તોડી દેવામાં આવ્યા હતા.

નવેમ્બર
25 નવેમ્બર 2025ના રોજ ઈસનપુરમાં 925 ઝુંપડા, કાચા-પાકા મકાનો તોડી પડાયા હતા.
29 નવેમ્બર 2025માં મોટેરામાં બળદેવનગરમાં 29 મકાનો તોડી પાડ્યા.
સરદાર નગરમાં બળીયાદેવ નગર, શર્માજીની કોલોની, ભરવાડવાસ અને શિવશક્તિ નગરમાં 150 કાચા-પાકા ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા.

ડિસેમ્બર
ડિસેમ્બરમાં ઇસનપુર તળાવ વિસ્તારમાં 925 ગેરકાયદેસર મકાન તોડી નખાયા.
16 ડિસેમ્બરમાં કુબેરનગર વિસ્તારના કમલ (ઉમલા) તળાવ ખાતે 150 દબાણો તોડી પાડ્યા હતા.
24 ડિસેમ્બરમાં અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીમાં 25 બંગલા તોડી પાડ્યા હતા.

ગુનેગારોના મકાનો
નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગરે ત્રણ માળનું ગેરકાયદે મકાન તાણી બાંધ્યું હતું. જે ધ્યાને આવતા તંત્રએ ત્રણ માળના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. મહત્વનું છે કે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગા સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાયા છે.

ખાલી મકાનો
ગુજરાતમાં 1.1 કરોડ મકાનો ખાલી પડી રહ્યાં હતા. અમદાવાદમાં નવા 50 ટકા મકાનો પડી રહ્યા હતા.
રૂ. 55.20 કરોડના ખર્ચે બનેલાં EWS આવાસના 1888માંથી 1664 જમીનદોસ્ત કર્યા હતા.

મિલકતના ગુના
અમદાવાદમાં કોટ વિસ્તાર અને બીજા વિસ્તારોમાં ગેરકાયદે મકાનો બની રહ્યાં હતા. 958 આરોપીઓ વિરુદ્ધ મિલકત સબંધિત ગુના નોંધાયેલા જેમાં  16 ગેરકાયદેસર મકાનો દોડી પાડવામાં આવ્યા હતા.

મેયરના વચનો પોકળ
શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના મેયર છે. તેમણે આપેલી ખાતરી પુરી થઈ નથી. વર્ષે 21 ટકા વેરાની આવક વધે છે. તેઓ મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ હતા. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ અને ખડી સમિતિના અધ્યક્ષ તરીકે દેવાંગ દાણીની છે.
મેયર પ્રતિભાની નિયુક્તિ થઈ ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે મારી પ્રાથમિકતા શહેરને હરિયાળુ, સ્વચ્છ, આરોગ્યપ્રદ બનાવવાની છે. મહિલાઓને હંમેશ સાથ આપીશ. તેમની મુશ્કેલીમાં સાથે રહીશ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, રોડ, પાણી, ગટર પ્રાથમિકતા રહેશે.
તેમના શાસનમાં 25 હજાર મહિલાઓ પરેશાન થયા છે.