Friday, May 1, 2026

હું છું ગાંધી: ૩૯ કેસની તૈયારી

રિટોરિયામાં મને જે એક વર્ષ મળ્યું તે મારા જીવનમાં અમૂલ્ય હતું. જાહેર કામ કરવાની મારી શક્તિનું કંઈક માપ મને અહીં મળ્યું. તે શીખવાનું અહીં મળ્યું. ધાર્મિક ભાવના એની મેળે તીવ્ર થવા લાગી. અને ખરી વકીલાત પણ અહીં જ શીખ્યો એમ કહેવાય. નવો બારિસ્ટર પુરાણા બારિસ્ટરની ઑફિસમાં રહી જે વસ્તુ શીખે છે તે વસ્તુ હું અહીં શીખી શક્યો. વકીલ તરીકે હું તદ્દન નાલાયક નહીં ...

હું છું ગાંધી: ૩૮ કુલીપણાનો અનુભવ

ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટના હિંદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઇચ્છનારે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે. ઑરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહ...

હું છું ગાંધી: ૩૭ હિંદીઓનો પરિચય

રિસ્તી સંબંધોને વિશે વધારે લખું તે પહેલાં જ તે કાળના બીજા અનુભવોની નોંધ લેવી આવશ્યક છે. નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડિયે કરી લીધી. પ્રિટોરિયાના દરેક હિંદીના સંબંધમાં આવવાનો મારો વિચાર મેં તેમને જણાવ્યો. હિંદીઓન...

હું છું ગાંધી: ૩૬ ખ્રિસ્તી સંબંધો

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પ્રાર્થનામાં જેની જે ઇચ્છામાં આવે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: ‘અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્ય...

હું છું ગાંધી: ૩૫ પ્રિટોરિયામાં પહેલો દિવસ

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદીને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. વકીલે કોઈ માણસને સ્ટેશન પર નહોતો મોકલ્યો. પાછળથી હું સમજી શક્યો કે હું પહોંચ્યો તે દિવસ રવિવાર હોવાથી, કંઈક અગવડ ભોગવ્યા વિના એ કોઈને મોકલી શકે એમ નહોતું...

હું છું ગાંધી: ૩૪ વધુ હાડમારી

ચાર્લ્સટાઉન ટ્રેન સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટýડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી. એ ટિકિટ કાંઈ હું એક દિવસ મોડો પહોંચ્યો તેથી રદ થતી નહોતી. વળી અબદુલ્લા શેઠે ચાર્લ્સટાઉન સિગરામવાળા ઉપર તાર પણ મોકલાવ્યો હતો. પણ એને તો બહાનું જ કાઢવું હતું ...

હું છું ગાંધી: ૩૩ પ્રિટોરિયા જતાં

ડરબનમાં રહેતા ખ્રિસ્તી હિંદીઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો ત્યાંની કોર્ટના દુભાષિયા મિં. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરી તે પ્રૉટેસ્ટંટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી. એમના જ પુત્ર જેમ્સ ગૉડફ્રે અહીં દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રતિનિધિમંડળમાં ગયે વર્ષે આવ્યા હતા. આ જ દિવસોમાં મરહૂમ પારસી રુસ્તમજીની ઓળખાણ થઈ. અને તે જ વેળા...

હું છું ગાંધી: ૩૨ અનુભવોની વાનગી

નાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. મને લેવાને અબદુલ્લા શેઠ આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો સ્ટીમર ઉપર પોતાના મિત્રોને લેવા આવ્યા ત્યાં જ હું સમજી ગયો કે અહીં હિંદીને બહુ માન નથી. અબદુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે તેમની સાથે વર્તતા હતા તેમાંયે એક પ્રકારની તોછડાઈ હું જોઈ શકતો હતો, જે મને ડંખતી હતી. અબદુલ્લ...

હું છું ગાંધી: ૩૧ નાતાલ પહોંચ્યો

વિલાયત જતાં વિયોગદુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ-મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી. વિલાયતથી મા...

હું છું ગાંધી: ૩૦ દક્ષિણ આફ્રિકાની તૈયારી

અમલદારની પાસે મારું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઈ, તેનો રોષ, તેની ઉદ્ધતાઈ આગળ મારો દોષ અલ્પ થઈ ગયો. દોષની સજા ધક્કો નહોતો. હું તેની પાસે પાંચ મિનિટ પણ નહીં બેઠો હોઉં. મારું બોલવું જ તેને અસહ્ય લાગ્યું. તે મને વિવેકપૂર્વક જવાનું કહી શકતો હતો. પણ તેના અમલના નશાને કશી હદ નહોતી. પાછળથી મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી તો વસ્તુ જ નહોત...

હું છું ગાંધી: ૨૯ પહેલો આઘાત

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું. અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોશિયારી નહોતું, પણ વગ હતું. વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસ બહુ અગત્યની અરજી ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની ...

હું છું ગાંધી: ૨૮ પહેલો કેસ

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો. કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. ‘સિવિલ પ્રોસિજર કોડ’ કેમે ગળે ઊતરે નહીં. પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશ...

હું છું ગાંધી: ૨૭ સંસારપ્રવેશ

વડીલ ભાઈએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કીર્તિનો અને હોદ્દાનો લોભ પુષ્કળ હતો. તેમનું હૃદય બાદશાહી હતું. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારુ કેસો લાવવાના હતા, હું કમાણી ખૂબ કરવાનો છું એમ પણ તેમણે માની લીધું હતું. અને તેથી ઘરખર્ચ વધારી મૂક્યું હતું....

હું છું ગાંધી: ૨૬ રાયચંદભાઈ

છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિશે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ તેવો હતો. સહુ માંદા હતાં, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એકબે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિ...

હું છું ગાંધી: ૨૫. મારી મૂંઝવણ

બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી. ‘તમારુ જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.’ આ તો ધર્મવચન છે. પણ તેનો, વકીલાતનો ધંધો કરતા અસીલના કેસમાં કેમ ઉ...