Friday, June 5, 2026

હું છું ગાંધી: ૨૪. બારિસ્ટર તો થયા – પણ પછી?

જે કામ  –  બારિસ્ટર થવા  –  ને સારું હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિશે કંઈક લખવાનો સમય આવ્યો છે. બારિસ્ટર થવા સારું બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’;...

હું છું ગાંધી: ૨૩. મહાપ્રદર્શન

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિશે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઇચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફિલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચું મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણુંયે હત...

હું છું ગાંધી: ૨૦. ધાર્મિક પરિચયો

૨૪ ઓક્ટોમ્બર વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ.બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયુ...

હું છું ગાંધી: ૨૨. નારાયણ હેમચંદ્ર

આ  જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઈ બોલાવે તો જ બોલું. તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હેમ...

હું છું ગાંધી: ૨૧. નિર્બલ કે બલ રામ

ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનું કંઈક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારું પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું. નથી જ્ઞાન હોતું. નાસ્તિક જ્યારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો. ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃ...

હું છું ગાંધી: ૨૦. ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ. બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયું કે મેં ગીતા...

હું છું ગાંધી: ૧૯. અસત્યરૂપી ઝેર

ચાળીસ વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તોપણ કુંવારા ગણાવું. તે મુલકમાં નિશાળમાં કે કૉલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાળમાં વિદ્યાર્થી બ્રહ્મચારીને નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળવિવાહનો ચાલ પડયો છે. વિલાયતમાં બાળવિવાહ જેવી વસ્તુ છે જ નહ...

હું છું ગાંધી: ૧૮. શરમાળપણું – મારી ઢાલ

અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચૂંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઉપડે. મને દા. ઓલ્ડફિલ્ડ કહે, ‘તું તારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજ્યો. માખીઓ નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતોપીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા ...

હું છું ગાંધી: ૧૭. ખોરાકના પ્રયોગો

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને બહારના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. જે ગતિથી રહેણીમાં અને ખર્ચમાં ફેરફારો થયા તે જ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. અન્નાહાર વિશેનાં અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અન્નાહારને તેઓએ ધાર્મિક, વૈજ્ઞાનિક, વ્યાવહારિક, ને વૈદ્ય...

હું છું ગાંધી: ૧૬. ફેરફારો

કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉન્ડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ (મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હમેશાં માંડતો, ને સૂતા પહેલાં હમેશાં મેળ મેળવી જતો. આ ટ...

હું છું ગાંધી: ૧૫. ‘સભ્ય’ વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી. સૉલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલાં પુસ્તકો મળ્યાં તે ખરીદ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઇથાગોરસ, ઈશુ ઇત્યાદિને તેણે ...

હું છું ગાંધી: ૧૪. મારી પસંદગી

દાક્તર મહેતા તો સોમવારે મને વિક્ટોરિયા હોટેલમાં મળવા ગયા. ત્યાં તેમને અમારું નવું ઠેકાણું મળ્યું; એટલે નવે ઠેકાણે મળ્યા. મારી મૂર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે. અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ. દાક્તરને બતાવી. તેમણે તો મને ...

હું છું ગાંધી: ૧૩. આખરે વિલાયતમાં

સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂંઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહીં, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગો...

હું છું ગાંધી: ૧૨. નાતબહાર

માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈ આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અક...

હું છું ગાંધી: ૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી. પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી...