Monday, March 2, 2026

6 વર્ષમાં અમદાવાદ મહા નગરપાલિકાની શાળામાંથી 33 હજાર વિદ્યાર્થીઓએ શાળા ...

અમદાવાદ નગર પ્રાથમિક શાળાઓના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન 12 જાન્યુઆપી 2020માં રાખવામા આવ્યું તેમાં શાળાઓની અધોગતિ અંગે કોઈએ એક શબ્દ કહ્યો ન હતો. અમદાવાદ, 10 જાન્યુઆરી, 2020 અમદાવાદ મહાનગર પાલિકા - અમપા -ના સ્કૂલ બોર્ડે હાઈટેક અને સ્માર્ટ શિક્ષણ પર ભાર મૂકતાં આગામી નાણાકીય વર્ષ માટે 687 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું પણ શાળાઓમાં વિદ્યાર્થીઓન...

નાગરિકતા કાયદાની ઉત્તરાયણમાં 35 હજાર કટી પતંગ

અમદાવાદ, જાન્યુઆરી 12, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) 10 જાન્યુઆરીએ અમલમાં આવ્યો હોવા છતાં વિરોધીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે નવી અને અનોખી રીત શોધવાનું બંધ કર્યું નથી. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા શનિવારથી 25 જાન્યુઆરી સુધી શહેરમાં 144 કલમ લાદતાં, લોકોને હવે ચારથી વધુ જૂથોમાં મળવા દેવાશે નહીં. તેમ છતાં, આનાથી કેટલાક શહેર રહેવાસીઓ અસંમતિ...

હું છું ગાંધી: ૯૮ હૃદયમંથન

‘ઝૂલુબંડ’માં મને ઘણા અનુભવો થયા ને બહુ વિચારો કરવાનું મળ્યું. બોઅર યુદ્ધમાં લડાઈની ભયંકરતા મને એટલી નહોતી લાગી જેટલી અહીં લાગી. અહીં લડાઈ નહીં પણ મનુષ્યનો શિકાર હતો એમ, મને જ નહીં પણ, કેટલાક અંગ્રેજો જેમની સાથે વાતો થતી તેમને પણ લાગેલું. સવારના પહોરમાં લશ્કર જઈને ગામડામાં ફટાકા ફોડતું હોય તેમ તેમની બંદૂકોના અવાજ અમને દૂર રહેલાને આવતા. આ અવાજો સાંભળ...

હું છું ગાંધી: ૯૭ ઝૂલુ ‘બળવો’

ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝૂલુ લોક સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. ‘બળવા’ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્...

હું છું ગાંધી: ૯૬ ઘરમાં ફેરફારો ને બાળકેળવણી

ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહાનિસબર્ગમાં ‘સર્વોદય’ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા. બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઈ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પ...

યશવંત સિન્હાની ગાંધી શાંતિ યાત્રા 11મીએ સુરત આવશે, જબ્બર આવકાર

https://www.facebook.com/gsy2020 એક સમયના ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ ફરી એક વખત મોદી અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે, તેમને CAA અને NRCના કાયદાના વિરોધમાં મુંબઇ ગેટવે ઓફ ઇન્ડિયાથી 3000 કિ.મી લાંબી ગાંધી શાંતિ યાત્રાની શરૂઆત કરી છે.પૂર્વમંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે અમે નાગરિકતા કાયદાનો વિરોધ કરીને લોકોને મોદી સરકારની બંધારણ વિરોધી ન...

હું છું ગાંધી: ૯૫ ‘જેને રામ રાખે’

હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઈને સ્થિર થવાની આશા મેં છોડી હતી. હું તો પત્નીને એક વર્ષની ધીરજ દઈને દક્ષિણ આફ્રિકા પાછો આવ્યો હતો. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું. તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો. છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં ત...

હું છું ગાંધી: ૯૪ પોલાકે ઝંપલાવ્યું

ફિનિક્સ જેવી સંસ્થા સ્થાપ્યા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ મને હમેશાં દુઃખની વાત રહી છે. એની સ્થાપના વખતે મારી કલ્પના એ એ હતી કે હું પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડયો જે સેવા થઈ શકશે તે કરીશ ને ફિનિક્સની સફળતા એ જ સેવા ગણીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો. એવું મારા અનુભવમાં મેં ઘ...

હડતાલમાં ગુજરાતની તમામ મજૂર અદાલતો અને પંચ બંધ રહ્યાં, 35 સેવાઓને અસર

બંગાળથી મુંબઇ અને કેરળથી કચ્છ સુધી ભારત બંધનો પ્રભાવ, ટ્રાફિક અને બેન્કિંગ સેવાને અસર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની 'લોકવિરોધી' રાજકારણના વિરોધમાં આ રાષ્ટ્રવ્યાપી ઔદ્યોદગીક હડતાલ થઈ છે. ગુજરાતમાં મોટી અસર જોવા મળી હતી. બેંકિંગ, પરિવહન અને અન્ય સેવાઓએ તેની અસર દર્શાવવાનું શરૂ કર્યું છે. સરકાર માટે સૌથી મોટી ચિ...

હું છું ગાંધી: ૯૩ પહેલી રાત

ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલું ન નીવડયું. બે સાવચેતી મને ન સૂઝી હોત તો એક એક અઠવાડિયું બંધ રહેત અથવા મોડો નીકળત. આ સંસ્થામાં એન્જિનથી ચાલનારા સંસ્થા વસાવવાની મારી દાનત ઓછી જ હતી. જ્યાં ખેતી પણ હાથ વડે કરવાની હતી ત્યાં છાપું પણ હાથે જ ચલાવી શકાય એવાં યંત્રોથી ચાલે તો સારું એમ મનમાં હતું. પણ તે ન બને એવું આ વેળા લાગેલું, તેથી ત્યાં ઑઇલ-એન્જિન લઈ ગ...

હું છું ગાંધી: ૯૨ ફિનિક્સની સ્થાપના

સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ‘સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાધાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉન્ડ થાય એવી ગણતરી કરી. ...

હું છું ગાંધી: ૯૧ એક પુસ્તકની જાદુઈ અસર

આ મરકીએ ગરીબ હિંદીઓ ઉપરનો મારો કાબૂ, મારો ધંધો ને મારી જવાબદારી વધાર્યા. વળી યુરોપિયનોમાં મારી વધતી જતી કેટલીક ઓળખાણો પણ એવી નિકટ થતી ગઈ કે તેથીયે મારી નૈતિક જવાબદારી વધવા માંડી. જેમ વેસ્ટની ઓળખાણ મને નિરામિષાહારી ભોજનગૃહમાં થઈ તેમ પોલાકને વિશે બન્યું. એક દિવેસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છ...

હું છું ગાંધી: ૯૦ લોકેશનની હોળી

જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં. લોકેશનની સ્થિતિ વિશે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યને વિશે તો તેની ચોવીસે કલાક જાગ્રત હતી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેમણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પા...

હું છું ગાંધી: ૮૮ ‘કુલી લોકેશન’ એટલે ઢેડવાડો?

હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઇત્યાદિ જેને અસ્પૃશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખીએ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુંગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓ અસ્પૃશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ ‘ઘેટો’ કહેવાતું. તે અપશુકનિયું નામ ગણાતું. આ જ પ...

ફુલોના ગાંધી બનાવવાની યોજનામાં રૂ.3 કરોડ વિજય નહેરા ખર્ચી નાંખશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી મહીનાના પ્રથમ અઠવાડીયાથી 16 દિવસ માટે 38 હજાર મીટરમાં ફલાવર શોમાં “ગાંધીજીના જીવનચરિત્રની 6 પ્રતિકૃતિઓ” જેમાં વકીલ તરીકે ગાંધીજી, મીઠી લેતા ગાંધીજી, દાંડી કૂચ બતાવાશે. ગાંધીજીએ જીવનમાં ક્યારેય મોજ શોખ રાખ્યો ન હતો. પણ અમપાના કમિશ્નર વિજય નહેરા અને ભાજપના મેયર પટેલ દ્...