Monday, March 2, 2026

હું છું ગાંધી: ૮૭ ‘ઇન્ડિયન ઓપીનિયન’

હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની નોંધ લેવાની આવશ્યકતા છે. એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરુ કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે...

હું છું ગાંધી: ૮૬ અંગ્રેજી પરિચયો

જોહાનિસબર્ગમાં મારી પાસે એક વેળા ચાર હિંદી મહેતા થઈ ગયા હતા. તેમને મહેતા ગણવા કે દીકરા એ નથી કહી શકતો. એટલેથી મારું કામ ન સર્યું. ટાઇપિંગ વિના તો ન જ ચાલે. ટાઇપિંગનું કંઈક જ્ઞાન હતું તે માત્ર મને જ. આ ચાર જુવાનોમાંના બેને ટાઇપિંગ શીખવ્યું, પણ અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઇપિંગ કદી સારું ન થઈ શક્યું. વળી આમાંથી જ મારે હિસાબ રાખનાર પણ તૈ...

હું છું ગાંધી: ૮૫ અંગ્રેજોના ગાઢ પરિચયો

આ પ્રકરણમાં લખતાં એવો પ્રસંગ આવ્યો છે કે સત્યના પ્રયોગોની આ કથા કેવી રીતે લખાઈ રહી છે તે મારે વાંચનારને જણાવવું જોઈએ. જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો, લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય. જે ક્રિયા મારામ...

હું છું ગાંધી: ૮૪ એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત

મારા જીવનમાં એવા બનાવો બન્યા જ કર્યા છે કે જે વડે હું અનેક ધર્મીઓના અને અનેક જાતિઓના ગાઢ પરિચયમાં આવી શક્યો છું. એ બધાઓના અનુભવો પરથી એમ કહી શકાય કે મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શક્યું એમ કહી શકું છું. આ વસ્તુને મારે વિશે હુ...

હું છું ગાંધી: ૮૩ બળિયા સાથે બાથ

હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ. એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરિયાદો આવેઃ ‘હકદાર દાખલ થઈ નથી શકતા, ને બેહક સો સો પાઉન્ડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે? મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો માર...

સરકાર સામે વિરોધ કરવા ફરી દેખાયો જનતા કફર્યું

મોડાસા શહેરમાં બજારમાં જનતા કર્ફ્યુ હતો. મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોજા રાખી વિરોધ નોંધાવ્યો હતો. CAA અને NRC ના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો. નાગરિક કાયદાના સમર્થનમાં ભાજપની નાગરિક જાગરણ સમિતિ દ્વારા રેલી બાદમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા શુક્રવારે સ્વંયભૂ બંધ અને જનતા કર્ફ્યુનું એલાન ...

હું છું ગાંધી: ૮૨ એક સાવચેતી

પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે. ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું. બીજું કેટલુંક પ્રસંગોપાત્ત હવે પછી આવશે. ખોરાકના મારા પ્રયોગો અને તેને વિશેના વિચારોનો વિસ્તાર આ પ્રકરણોમાં નહીં કરાય. એ વિશે મેં ‘આરોગ્ય ...

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ બનાવનારા ચંદુભાઈનું અવસાન

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ પાછળની કથા, જેલ ભજીયા હાઉસ બ્રાંડ બનાવનાર ચંદુભાઈનું અવસાન ચંદુભાઈ પિતામ્બરદાસ ધોળકિયા-પ્રજાપતિ દિલીપ પટેલ allgujaratnews.in સોડમ વાળા જેલ ભજીયા હાઉસને લોકપ્રિય બનાવનાર સ્થાપક સાબરમતી જેલના કેદી ચંદુભાઈનું ક્રિસમસના દિવસે અમદાવાદમાં 59 વર્ષની ઉંમરે ભઅવસાન થયું છે. તે સારા માણસ પણ હતા. જેલમાં ગયા પછી કેદ...

હું છું ગાંધી: ૮૧ માટી અને પાણીના પ્રયોગ

મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમને દવા કરી હતી અને તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યો ત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થવાનું સ્મર...

હું છું ગાંધી: ૮૦ નિરામિષાહારને બલિદાન

જીવનમાં જેમ જેમ ત્યાગ અને સાદાઈ વધ્યાં અને ધર્મજાગૃતિ વધી તેમ તેમ નિરામિષાહારનો અને તેના પ્રચારનો શોખ વધતો ગયો. પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છેઃ આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી. જોહાનિસબર્ગમાં એક નિરામિષાહારી ગૃહ હતું. તે એક જર્મન જે ક્યુનીના જલોપચારને માનનારો હતો, તે ચલાવતો હતો. ત્યાં જવાનું મેં શરૂ કર્યું ને જેટલા અ...

ગાંધીજીના પીએ મહાદેવના પૌત્ર નચિકેતા દેસાઈને આશ્રમમાંથી ધક્કા મારીને બ...

અમદાવાદ, 25 ડિસેમ્બર 2019 ગાંધીજીના અંતત મદદનીશ મહાદેવ દેસાઈના પૌત્ર અને ગુજરાતના જાણીતા પત્રકાર નચિકેતા દેસાઈ ગાંધીઆશ્રમાં સત્યાગ્રહ માટે ઉપવાસ પર બેસતાં તેમને આશ્રમના સંચાલકોએ હાથ પકડીને બહાર હાંકી કાઢ્યા હતા. આશ્રમ સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે તેમની અટકાયત 25 ડિસેમ્બર 2019ના સવારે 9 વાગ્યા કરી હતી. મહાદેવ સેસાઈએ આ આશ્રમમાં ગા...

હું છું ગાંધી: ૭૯ નિરીક્ષણનું પરિણામ

જ્યારે ૧૮૯૩ની સાલમાં હું ખ્રિસ્તી મિત્રોના નિકટ પ્રસંગમાં આવ્યો ત્યારે હું કેવળ શીખનારની સ્થિતિમાં હતો. ખ્રિસ્તી મિત્રો મને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા ને મારી પાસે તે સ્વીકારાવવા મથતા હતા. હું નમ્રભાવે, તટસ્થપણે તેમનું શિક્ષણ સાંભળી સમજી રહ્યો હતો. આને અંગે મેં હિંદુ ધર્મનો યથાશક્તિ અભ્યાસ કર્યો ને બીજા ધર્મો સમજવાની પણ કોશિશ કરી. હવે ૧૯૦૩માં ...

ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવ...

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું ...

સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો

https://youtu.be/hNp0SeCGSKE સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...

હું છું ગાંધી: ૭૮ વધતી જતી ત્યાગવૃત્તિ

ટ્રાન્સવાલમાં કોમી હકોને સારુ કઈ રીતે લડવું પડયું ને એશિયાઈ ખાતાના અમલદારોની સાથે કેમ વર્તવું પડયું તેના વર્ણનમાં આગળ વધુ તે પહેલાં મારા જીવનના બીજા ભાગ ઉપર નજર નાખવાની આવશ્યકતા છે. આજ લગી કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઇચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું. મુંબઈમાં જ્યારે ઑફિસ ખોલી ત્યારે એક અમેરિકન વીમાદલાલ આવ્યો હતો. તેનો ચહેરો ખુશનુ...