Monday, March 2, 2026

હું છું ગાંધી: ૭૭ કડવો ઘૂંટડો પીધો

આ અપમાનનું મને બહુ દુઃખ થયું. પણ પૂર્વે આવાં અપમાનો સહન કરેલાં તેથી હું રીઢો થઈ રહ્યો હતો. એટલે અપમાનને ન ગણકારતાં તટસ્થપણે જે કર્તવ્ય મને સૂઝે તે કરવું એમ નિશ્ચય કર્યો. મજકૂર અમલદારની સહીનો કાગળ આવ્યો. તેમાં લખ્યું હતું કે, મિ. ચેમ્બરલેન ડરબનમાં મિ. ગાંધીને મળ્યા છે, એટલે હવે તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાખવાની જરૂર છે. સાથીઓને આ કાગળ અસ...

સીએએ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના વકીલનું આવું ભાષણ સાંભળ્યું ન હોય, જૂઓ ...

જુઓ, તમે સીએએ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રસાદનું ભાષણ સાંભળ્યું ન હોય देखिये CAA एक्ट पर सुप्रीम कोर्ट के वकील का ऐसा भाषण आपने सुना नही होग https://youtu.be/7obmOTBW4ps

રાજ્યપાલ ચાલતાં નિકળ્યા, મુખ્ય પ્રધાન ચૂંટણીમાં મતની ભીખ માંગવા સાઈકલ ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટ શહેરની મુલાકાતે 21 ડિસેમ્બર 2019ના રોજ એક કાર્યક્રમમાં ગયા હતા. ત્લાયારે તેઓ ઓખાજીરોડથી રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લેવા ચાલીને ગયા હતા. રાજ્યપાલ લોકોની વચ્ચે રહેવા ચાલતાં જઈ શકે છે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ ચાલતાં અથવા સાઈકલ લઈને નીકળે છે. આચાર...

હું છું ગાંધી: ૭૬ એશિયાઈ નવાબશાહી

નવા ખાતાના અમલદારો સમજી ન શક્યા કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. તેમણે તેમની પાસે જતાઆવતા હિંદીઓને પૂછયું, પણ તેઓ બિચારા શું જાણે? અમલદારોએ અનુમાન કર્યું કે, હું મારી આગલી ઓળખાણોને લીધે વગરપરવાને દાખલ થયો હોવો જોઈએ. અનેએમ હોય તો મને કેદ કરી શકાય. મોટી લડાઈ પછી હમેશાં થોડો સમય રાજ્યકર્તાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ આફ્રિકામા...

મંદી-મોંધવારી-મોદી સામે 8 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાલ

8 જાન્યુઆરી 2020માં દેશવ્યાપી સામાન્ય હડતાલની હાકલ કરી હતી. નવી સરકાર -2 ના માત્ર 100 દિવસમાં, રાષ્ટ્રવ્યાપી હડતાલ આવી રહી છે. છેલ્લા 9 વર્ષથી સંયુક્ત મજૂર સંઘર્ષ તરફ દોરી રહેલા દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન સંગઠનો અને સ્વતંત્ર ફેડરેશન્સના સંયુક્ત મંચ, જન વિરોધી, મજૂર વિરોધી, રાષ્ટ્રવિરોધી નીતિઓ અને મોદી સરકારના પગલાઓ વિરુદ્ધ આ સંમેલનનું આયોજન કર...

પ્રાથમિક શિક્ષકોની લડત, એક દિવસના ધરણા

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે એક દિવસના ધરણા કરીને તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જીલ્લા કલેકટર કચેરી સામે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા શિક્ષકોને વિવિધ કામમાં જોતરી રાખવામાં આવે છે પરંતુ શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ સમયે ...

હું છું ગાંધી: ૭૫ કરી કમાણી એળે ગઈ?

મિ. ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉન્ડ દક્ષિણ આફ્રિકામાંથી લેવા આવ્યા હતા, અંગ્રેજોનું અને બની શકે તો બોઅરોનું મન હરણ કરવા આવ્યા હતા. એટલે હિંદી પ્રતિનિધિઓને ઠંડો જવાબ મળ્યો. ‘તમે તો જાણો છો કે જવાબદાર સંસ્થાઓની ઉપર વડી સરકારનો માત્ર નામનો જ અંકુશ છે. તમારી ફરિયાદો તો સાચી લાગે છે. હું મારાથી બનતું કરીશ, પણ તમારાથી બને તેવી રીતે અહીંના ગોરાઓને રીઝવ...

હું છું ગાંધી: ૭૪ પાછો દક્ષિણ આફ્રિકા

મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામવાળું મકાન રહેવાલાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. તેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બન્નેએ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જગ્યામાં બંગલો લેવાનો નિશ્ચય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનુ હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઇચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી...

હું છું ગાંધી: ૭૩ ધર્મસંકટ

મેં ઑફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. પણ ઈશ્વરે મને સ્થિર થવા ન દીધો. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા તેટલામાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજ્વરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રે સન્નિપાતનાં ચિહ્ન પણ જણાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તે શીતળા પણ ખૂબ નીકળેલાં. દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું: ‘તેને સારુ દવા થોડું ...

હું છું ગાંધી: ૭૨ મુંબઈમાં સ્થિર થયો?

ગોખલેની ભારે ઇચ્છા હતી કે હું મુંબઈમાં સ્થિર થાઉં, ત્યાં બારિસ્ટરનો ધંધો કરું ને તેમની સાથે જાહેર સેવામાં ભાગ લઉં. તે વખતે જાહેર સેવા એટલે મહાસભાસેવા હતું. તેમણે ઉત્પન્ન કરેલી સંસ્થાનો મુખ્ય ધંધો મહાસભાનું તંત્ર ચલાવવાનો હતો. મારી પણ તે જ ઇચ્છા હતી. પણ ધંધો મળવા વિશે મને આત્મવિશ્વાસ નહોતો. આગલા અનુભવોનું સ્મરણ વીસરાયું નહોતું. ખુશામત કરવી ઝેર જે...

મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...

ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...

હું છું ગાંધી: ૭૧ કાશીમાં

આ મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલણપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો. પાલણપુર સિવાય બધે ધર્મશાળામાં અથવા ‘પંડા’ઓને ઘેર, જાત્રાળુઓની જેમ, ઊતર્યો હતો. મને યાદ છે તે પ્રમાણે, મને આટલી મુસાફરીમાં ગાડીભાડા સહિત એકત્રીસ રૂપિયા ખર્ચ થયેલું. ત્રીજા વ...

હું છું ગાંધી: ૭૦ ગોખલે સાથે એક માસ

પહેલે જ દહાડેથી ગોખલેએ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મારી હાજતો બધી જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મારી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોશાક વગેરેની સુઘડતાની, મારા ઉદ્યમની, ...

હું છું ગાંધી: ૬૮ મહાસભામાં

મહાસભા ભરાઈ. મંડપનો ભવ્ય દેખાવ, સ્વયંસેવકોની હાર, માંચડા ઉપર વડીલવર્ગ વગેરેને જોઈ હું ગભરાયો. આ સભામાં મારો પત્તો શો લાગી શકે એ વિચારમાંથી હું અકળાયો. પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક હતું. તે પૂરું વંચાય એવી સ્થિતિ જ નહોતી. તેમાંના કોઈ કોઈ ભાગ જ વંચાયા. પછી વિષયવિચારિણી સમિતિના સભ્યો ચૂંટાયા. તેમાં મને ગોખલે લઈ ગયા હતા. સર ફિરોજશાએ મારો ઠરાવ લ...

હું છું ગાંધી: ૬૭ કારકુન અને ‘બેરા’*

મહાસભાને ભરાવાને એકબે દિવસની વાર હતી. મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાના દફતરમાં જો મારી સેવાનો સ્વીકાર થાય તો મારે સેવા કરવી ને અનુભવ મેળવવો. જે દિવસે અમે આવ્યા તે જ દિવસે નાહીધોઈને મહાસભાના દફતરમાં ગયો. શ્રી ભૂપેદ્રનાથ બસુ અને શ્રી ઘોષળ મંત્રી હતા. ભૂપેનબાબુની પાસે પહોંચ્યો ને સેવા માગી. તેમણે મારી સામે જોયું ને બોલ્યાઃ ‘મારી પાસે તો કંઈ કામ ...