Sunday, March 22, 2026

ભાજપના નેતા દારુ પિતા પકડાયા પણ પક્ષમાંથી સસ્પેન્ડ ન કરાયા

અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ  ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા દારુની મહેફિલમાંથી પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં તેમની સામે પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરોડામાં ભાજપ ATVT મહામંત્રી પણ પકડાયા હતા. રેલ્‍વે કર્મચારીના પુત્રના લગ્ન હતા ત્યારે આ પાર્ટી જામી હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાન...

કરોડો રૂપિયાની સહાય પણ બૃહદગીરમાં સિંહોને પીવાનું પાણી નથી

ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્‍થિતિ અમરેલી જિલ્‍લાના રેવન્‍યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે. અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્‍લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્‍તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના ...

યુવાનોએ ઓનલાઈન ફરિયાદ કરતાં રાજુલા-મહુવા હાઈ-વેનું કામ શરૂ

ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે બિસ્‍માર બન્‍યો હતો. તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહુવા-ભાવનગર હોસ્‍પિટલમાં સારવાર અર્થે થતાં દર્દીઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમજ મહુવા અને ભાવનગર પહોંચવામાં પણ વધુ સમય લાગતો હતો. તેમજ હાઈવે પર અકસ્‍માત પણ વધી ગયા હતા. આ અંગે રાજુલા તાલુકાના એનએસયુઆ...

અમરેલીમાં ધુળની સમસ્‍યાથી શહેરીજનોને વધતી બિમારી

અમરેલીની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા 6 મહિનાથી બિસ્‍માર માર્ગો અને ઉડતી ધુળથી ત્રાહીમામ પોકારી ચુકી ગઈ છે. બીજી તરફ પાલિકાનાં શાસકો જાત-જાતની મંજુરીઓમાં સમય બરબાદ કરી રહૃાા છે. અને ધારાસભ્‍ય તેમજ સાંસદ પણ શહેરીજનોની ચિંતા કરતા ન હોય શહેરીજનોમાં ભારે રોષ ઉભો થયો છે. અમરેલીનાં સરદાર સર્કલથી ગાંધીબાગ થઈને રૂપમ ટોકીઝ સુધીનો માર્ગ માર્ગ-મકાન વિભાગ ની...

રાજુલામાં ધારાસભ્‍યએ સ્‍વખર્ચે ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરવાનો નિર્ણય કર્...

ગુજરાત સરકાર ડાયાલિસીસ સેન્‍ટર શરૂ કરતી નથી અને સ્‍વખર્ચે કરવાવાળાને પડતર રૂમો પણ આપતી નથી તેનું શું ? બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ 7પ0 કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્‍પીટલના ઉદઘાટન પ્રસંગે એવું કહૃાું હતું કે દેશનાં 4પ0 જિલ્‍લાઓમાં ડાયાલિસિસ સેન્‍ટરો શરૂ કરવામાં આવ્‍યા છે. તે તમે કરેલું સારૂ કાર્ય છે. પણ ગુજરાતમાં ખાટલે મોટ...

પરેશ ધાનાણીના ગઢનો બીજો દરવાજો તૂટ્યો, રાજુલા તાલુપા પંચાયત ગુમાવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજકારણનો અખાડો બની ગઈ છે. 20 વર્ષથી ભાજપનાં કબ્જામાં રહેલી રાજૂલા તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા 19 જૂન 2018માં છીનવી લીધી હતી. કાવાદાવા કરીને ભાજપે ફરી તેના પર શાસન લાદી દીધું છે. અમરેલીમાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા ન હતા ત્યાર બાદ અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો લીધો હતો. ભાજપનાં ત્રણ ...

બાળકોનું રમકડાં કૌભાંડ, ગુજરાત ભાજપના સાંસદની ગ્રાંટમાં કૌભાંડ

રમતગમત માટે સાંસદ અને સરકારની ગ્રાન્‍ટમાંથી જિલ્‍લાઓની આંગણવાડીઓમાં ભૂલકાઓ માટે રમકડા, ટેબલ, ચેર, લપસણીસહિતની ખરીદી કરવામાં આવી છે. તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. જેમાં ઓનલાઈન ટેન્‍ડર પ્રક્રિયા કરવાને બદલે બંધ બારણે 3 ભાવો મંગાવીને કૌભાંડ થયાનો આક્ષેપ જાહેર માહિતી અધિકાર માટે લડાયક લોકોએ કર્યો છે. રમકડાની ખરીદીમાં 3થી 4 ગણા વધારે ...

દીપક ગિરિ બાપુએ દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા

આ છે ભૂપત ગિરિ (બાપુ) વન રક્ષક આમ તો બાપુ વિશે જેટલું કહીએ એટલું ઓછું.મિત્રો વર્ષો થી જામવાળા રેન્જ ની આજુ બાજુ માં નોકરી કરતા બાપુ ને જંગલ માં ઘણા જોખમ નો સામનો કરવો પડ્યો આજ સુધી માં અસંખ્ય દીપડા ને રેસ્ક્યું કર્યા ઘણા દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા છે એ પછી કોઈ ખાડી હોય કે કૂવો બાપુ તેમાં ઉતારવા તરત તપ્તર હોય મિત્રો થોડા વર...

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ઓડિયો ધમકીમાં કોઈ પગલાં...

BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તે...

નદી કિનારે સ્નાન કરતી યુવતિઓની વિડિયો ઊતારવા કેમેરા ગોઠવ્યા, ચાંદુ ગેં...

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. ગુહ વિભાગ સમક...

અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી

29 Oct 2018, અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ...

દીપડાના મૃતદેહ પરથી નખ કાઢી લેતા ઝડપાયા

ધારી ગીર પૂર્વની પાણીયા રેન્‍જમાં 4 વર્ષો પહેલાં વન્‍યપ્રાણીનાં નખનો વેપલો કરનારા 14 ડિસેમ્બર 2018માં ઝડપાયા બાદ તેની આગળની તપાસ બીજા રાજ્યોમાં કરવામાં આવશે. સિંહ અથવા દિપડો મરી ગયો હોય અથવા અન્‍ય રીતે તેના નખ મેળવી મહુવા ગામે વેચવા જનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા.  દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા, કનુભાઈ રામભાઈ વાળા દિપડા અથવા સિંહનાં 15 નખ મહુવા ગામ...

4 નગરસેવકોએ પ્રજાના નાણાનું નુકસાન કર્યું તેની સામે કોઈ પગલાં ન લેવાયા...

અમરેલી નગર પાલિકાને રૂ.10 હજારનું નુકશાન કરનારા 4 નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માંગ ઈકબાલ બીલખીયા, પતાંજલ કાબરીયા, સંદિપ ધાનાણી અને હંસાબેન જોષી વિરૂઘ્‍ધ રજુઆત કરી છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં લેવામા ંઆવ્યા નથી. અમરેલી પાલિકાનાં નગરસેવિકા જયશ્રીબેન ડાબસરાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પાલિકાને આર્થિક નુકશાન કરનાર 4 નગરસેવકોને હોદ...

નિવૃત્ત પોલીસ અધિકારી જે .એમ. ઠાકર પાસેથી હરણના શિંગડા અને ખોપડી મળી

રાજુલામાં રહેતાં નિવૃત્ત પોલીસ અધિકારી જે.એમ. ઠાકરને વન વિભાગે દંડ ફટકાર્યો રૂપિયા રપ હજારનો દંડ 31 ડિસેમ્મબર 2019માં  વસુલ કર્યો હતો. તેમને ત્યાંથી હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા હતા. તે અંગે વન વિભાગ વૈજ્ઞાનિક તપાસ માટે નમુના મોકલેલા તે આવે પછી તપાસ આગળ વધશે. રાજુલા નજીક બે શંકાસ્‍પદ શખ્‍સો બાઈક પર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભા...

સિંહ સાથે લડતા દીપડાનું મોત

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુમાં 4વર્ષના દીપડાનું સિંહ સાથે ઈનફાઈટમાં મોત થયું છે. 5 જાન્યુઆરી 2019માં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુ વિસ્‍તારમાં એક દીપકનો મૃતદેહ પડયો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્‍ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્‍યું હતું કે રાત્રી દરમિ...