Thursday, July 17, 2025

બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. જિલ્લામાં આ વખતે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સાથે સારા વરસાદ અને સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોને આ વખતે ફાયદો થયો હતો. રવિ સિઝનમાં 1,30,181 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે. જિલ્લામાં 18,014...

ઘોડે ચડી કન્યાએ વરરાજાને લેવા ગઈ, પુસ્તક તૂલા કરી

અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે પોતાની ભાણેજ ભાવિકાના લગ્નમાં એક અનોખો જ ચીલો પાડ્યો છે. લાડકોડથી ભાણેજનો ઉછેર કરનાર હસમુખભાઇએ ગઇકાલે તેના લગ્ન પર અનોખી ભેટ આપી હતી. તલવાર સાથે ઘોડે ચડી કન્યાએ વરરાજાનું સ્વાગત કર્યું હતું અને બાદમાં કન્યાની પુસ્તકતુલા કરી થઇ હતી. ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, હેમેન્દ્રભાઇ મહેતા, પી.પી. સોજીત્રા વ...

SP નિર્લિપ્ત રોયને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ

રાજકોટની લેડી ડોન તરીકે જાણીતી અને ક્રાઇમની દુનિયામાં જેના માથે અનેક ગુના છે તેવી સોનુ ડાંગર પોલીસ સકંજામાં આવી ગઇ છે, રાજસ્થાનની ઉદેપુરની એક હોટલમાં છુપાઇને બેઠી સોનુને ગુજરાત પોલીસે ઝડપી લીધી છે, થોડા દિવસ પહેલા તેને એક વીડિયો બનાવીને અમરેલી SP નિર્લિપ્ત રોય અને PSI જલ્પા ડોડિયાને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં તેની સામે ધમકી આપવાનો અને સરકારી ક...

રમેશભાઈ કહે તેમ ખેડૂતો કરે તો રૂ.750 કરોડનો ફાયદો થાય

અમરેલી : અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢી...

સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે  રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિ...

એસટી વોલ્વોની સવારી અસલામત સવારી

એસટીની વોલ્વોનો ડ્રાઈવર લાયસન્સ વિના બસ ચલાવે છે રાજુલા પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન રૂ. 3000નો દંડ વસૂલવામાં આવ્યો ગાંધીનગર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)માં ખાનગી ઓપરેટર્સ દ્વારા ચાલતી વોલ્વોના ચાલક ડ્રાઈવિંગ લાઈસન્સ વગર બસ ચલાવતા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. એસટીની વોલ્વો જે અમરેલીથી આવી રહી હતી ત્યારે ટ્ર...

ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...

બગસરા,તા.૦૭ ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...

દીપડાના ત્રાસના પગલે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી

અમરેલી,તા:૦૬ અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે. દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન...

રબારિકા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરતાં પાંચ લોકો ઝડપાયાઃ 25 હજારનો...

અમરેલી,તા:01 છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ફરિયાદો વનવિભાગને મળી હતી. તેમજ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવીને આવા તત્વો લોકો પાસેથી પૈસા પડાવી રહયા હતા. જેની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત વનવિભાગ સતર્ક બન્યું હતું. તેમજ આવા તત્વોને ઝબ્બે કરવા માટે ઓપરેશન ચલાવી રહ્યા હતા. આવી જ રીતે અમરેલીના ખાંભાના રબારીકા રેન્જમાં જંગલ માં ગેરક...

માનવભક્ષી દિપડો પાંજરે પૂરાતાં સુડાવડ અને આસપાસના ગામના લોકોને રાહત

બગસરા,તા.31   અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના  વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો.  આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓ...

સ્કૂલ બસ પલટી ખાઇ ગઇઃ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા જ્યારે અન્યનો ચમ...

અમરેલી,તા.18 અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન ફુલઝર ગામ નજીક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થતાં વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઘાયલ બાળકોને ખાનગી દવાખાનામાં ...

જાફરાબાદના કાગવદર ગામે સિંહોના ધામાથી લોકોમાં ભય

જાફરાબાદ,તા.18 ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિ...

પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું ...

અમરેલી,તા:૧૮ અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા ...

પોલીસની ધોંસ વધતાં અમરેલી જિલ્લાનાં વ્યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા

અમરેલી, તા.16 અમરેલી જિલ્લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટરલ, જીવતા કાર્તુસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથીયારો જપ્ત કર્યા હતાં. આ કેસમાં મકાન માલીક નરેન્દ્રલ ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ, ગૌતમ નરેન્દ્રેભાઈ ખુમાણ સામે જે તે સમયે વંડા પોલીસ સ્ટેશન...

બગસરામાં ઠેરઠેર વીજથાંભલા ઉપર વેલીઓ વિંટળાઇ જતાં શોટસર્કિટનો ભય

બગસરા,તા.15  અમરેલી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ચારેકોર લીલોતરી છવાઇ ગઇ છે. સમગ્ર પંથક લીલોછમ બની ગયો છે. ત્યારે હરિયાળા બની ગયેલા અમરેલીમાં ઠેરઠેર વેલ પણ ઉગી નકળી છે. લાંબી લાંબી વેલને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને વિજપોલ ઉપર પથરાઇ રહેલી વેલને કારણે વીજધાંધિયા ઉભાથઇ રહ્યાં છે.લોકોને શોટસર્કીટ નો ...