બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ
બોટાદ,તા.12
બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો વિપુલ મોડી રાત્રીના ઈકો કા...
પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ
ભાવનગર, તા:24 ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ...
ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તબીબીને શંકાસ્પદ કોંગો ફિવરથી હાહાકાર
ભાવનગર,તા.17
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય ...
એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન
ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે.
...
દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર...
ભાવનગર,તા.12
બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં હતા અને ઇ...
જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...
ભાવનગર,તા.12
પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...
ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ...
ભાવનગર,તા,7
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ...
ભાવનગરમાં સરકારી ડૉકટર રહી ચુકેલા ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ ...
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ગ્રુપને જાણ...
“સાહેબ, મેં મારા ત્રણ સંતાનોના ગળા કાપી મારી નાખ્યા છે”!!
ભાવનગર,તા.1
ભાવનગર પોલીસ લાઈનમાં રહેતા અને ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે રવિવારની બપોરે પોતાના ત્રણ સંતાનોના ગળા કાપી નાખી તેમની હત્યા કરી હતી અને હત્યા બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા રેંજ આઈજીપી અશોક યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ભાવનગર પોલીસે હત્યા કરનાર કોન્સટેબલની ધરપ...
રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી...
ભાવનગર,તા:૨૮ ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.
સદકાર્ય હોસ્પિટલમાં સારવ...
પ્રશાસનની નામંજુરી હોવા છતા ભાવનગરના મેળામાં મુકાતી ગેરકાયદે રાઈડઝ
ભાવનગર.તા:૧૮
પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરમાં ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, શનિવારે આ અંગે જાણકારી આપવા મંત્રી વિભાવરી દવેએ બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાઈડઝને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી તેવો પ્રશ્ન કરતા મંત્રીએ મંજુરી આવી જશે તેમ કહી રાઈડઝના માલિક દ્...
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 11 કાળિયારના મોત
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી તણાઈને 11 કાળિયારના મૃતદેહો ગંગાવાડા ગામ પાસેથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય દસ કાળિયારને બચાવી લેવામાં આવ્યાની વિગતો સામે આવી છે. આ મૃત્યુ પામેલા તમામ કાળિયારના મોત કૂતરાંના કરડવાથી થયા હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વલ્લભી...
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આંદોલનની વડી અદાલતની તપાસ શરૂ
વનગર જીલ્લાના નીચા કોટડા અને અન્ય ૧૨ ગામો – ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, દયાળ, મેથળા, બામ્ભોર, કળસાર, મધુવન, ઝાંઝમેર, નવા રાજપરા, જુના રાજપરા, ગઢુલા અને રેલિયામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી રહેલા ચુનાના પત્થરના ખનન સામે લાંબો સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આંદોલન કરી રહેલા ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પોલીસે લો...
મુખ્ય પ્રધાનનો દાવો ખોટો એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન કે જીપીએસ નથ...
એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે.
પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની...