Thursday, August 7, 2025

સરસ્વતી નદીમાં તંત્રની બેદરકારીથી ગટરના પાણીમાં તર્પણ કરવું પડે તેવી સ...

સિધ્ધપુર, તા.૧૦ સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં સરસ્વતી નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે, ત્યારે હાલમાં તંત્રના પાપે નદીમાં ખુલ્લેઆમ દુષિત તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લીધે તર્પણ કરવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની...

પાટણ જિલ્લાને સતત બીજા વર્ષે પણ શ્રેષ્ઠ સ્વચ્છતા માટે એવોર્ડ મળશે

પાટણ, તા.૧૦ દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ગ્રામીણ 2019-20 અંતર્ગત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ સ્વચ્છતા સ્પર્ધામાં રાજ્યોના તમામ જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓની પંસદગી કરાઈ છે. જેમાં પાટણ જિલ્લાનો સમાવેશ થવા પામ્યો છે અને બીજી વાર આગામી 19 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ સ્વચ્છ જિલ્લાનો એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર...

નડાબેટ પાસે રાધનપુરના ડેલાણાના પરિવારની કાર પલટી, એકનું મોત

રાધનપુર, તા.૧૦ રાધનપુર તાલુકાના ડેલાણા ગામનો આહીર પરિવાર શનિવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઇ પરત ફરતાં નડાબેટ નજીકના રણમાં આકસ્મિક કાર પલટી ખાઈ ગઈ હતી. બીએસએફ જવાનોએ પલટી ગયેલી કારમાંથી બે બાળકો અને બે મહિલાઓ અને એક આધેડને બહાર કાઢી 108 મારફત સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું...

વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય

સમી, તા.૧૦  પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...

સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મંજૂરી વિના રાઈડ્સ ઊભી કરાઇ

સિદ્ધપુર, તા.08 સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે 10 થી 16 નવેમ્બર સાત દિવસ ચાલનારો કાર્તિકી પૂર્ણિમાના મેળો શરુ થવા જઇ રહ્યો છે ત્યારે મોટા ભાગની રાઇડ્સને પરવાનગી હજુ મળી નથી અને ફિટનેશ સર્ટિફિકેટની પ્રક્રિયા પણ બાકી છે ત્યારે કેટલીક રાઇડ્સ તો ગોઠવી પણ દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સ તો કામચલાઉ લાકડાના ટેકે ઉભી કરી દેવાઇ છે. અમદાવાદના કાંકરીયા...

પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી અપાઈ

પાટણ, તા.08 પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી. શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજ...

પાટણમાં ભાઈ-ભત્રીજીની હત્યારી કરનારી યુવતીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ...

પાટણ, તા.08  પાટણમાં ભાઇ અને ભત્રીજીને ધતુરાનો રસ અને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહિનાઓ પછી નવું વર્ષ શરુ થઇ ગયું પણ હજું ફોરેન્સિક લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો નથી. દરમ્યાન હત્યા કરનાર ડેન્ટીસ્ટ આરોપી કિન્નરી પટેલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી છે. પાટણના રહીશ અને અમદાવાદ ખાતે રહેતા પરિવારની ડેન્ટીસ્ટ દિકરી કિન્નરી પટ...

આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત

પાટણ, તા.૦૬ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિ...

લવીંગજીને ફરી ચેરમેન બનાવાની હિલચાલથી પાટણ જિ.પં.ની શિક્ષણ સમિતિમાં સભ...

પાટણ, તા.૦૬ પાટણ જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ સિંચાઈ સમિતિના ચેરમેનોની વરણી કરવા માટે ત્રણ બેઠકો મંગળવારે બોલાવી હતી.જેમાં મહત્વની શિક્ષણ સમિતિમાં 5 સદસ્યો હાજર ન રહેતાં ચેરમેન બનાવી શકાયા નહોતા. ચેરમેન પદે લવીંગજી સોલંકીને ફરીથી બેસાડવાની કથિત હિલચાલને લઇ સભ્યો નારાજ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા બાળ વિકાસ સ...

પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલ...

પાટણ, તા.૦૫ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા શંકાસ્પદ ઉમેદવારોના નામ સાથે ઉમેદવારોએ સોમવારે કલેકટરને પરીક્ષા રદ કરવા માટે માંગ સાથે આવેદન આપ્યું હતુ. યુનિ.ના કારોબારીના સભ્ય અને અધિકારીઓ દ્વારા મોટી રકમ લઈ નિમણૂંક કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કર્ય...

લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો

પાટણ, તા.૦૫ ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પો...

કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ

હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...

પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...

પાટણ, તા.૦૨  પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...

ધરમોડા ગામના માલધારીએ બન્ની ઓલાદની ભેંસ રૂ.11.11 લાખમાં સુરતના વેપારીન...

ધરમોડા, તા.૩૧ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડાગામના માલધારી ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાય...

સમીના બાસ્પા ગામે જૂથ અથડામણ, એકનું મોત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ, તા.૩૧  સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. એક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક વાહનોમાં પથ...