Monday, March 23, 2026

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના

રાજકોટ,શુક્રવાર સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું. આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, ...

કુવામાં ખાબકેલી ભેંસને ફાયર બ્રિગેડના જવાનોએ લાંબી મહેનત બાદ બચાવી

રાજકોટ,તા.20 રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.14મા સોરઠિયાવાડી નજીક આવેલી માસ્તર સોસાયટીના કૂવામાં ભેંસ ખાબકી હતી. ભેંસ કુવામાં ખાબકતાંની સાથે જ આસપાસના લોકો ભેગા થઇ ગયાં હતા તેમજ કુવામાં પડેલી ભેંસને બહાર કાઢવાની તજવીજ હાધ ધરવામાં આવી હતી. પરંતુ ગડમથલ બાદ ભેંસને બચાવાઇ નહતી. અંતે લોકોએ ફાયરબ્રિગેનડે જાણ કરી હતી.  તત્કાલ રેસ્કયુ ટીમ...

225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શન માટ...

રાજકોટ,તા:૨૦ તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ  દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...

સિંગતેલના ભાવમાં ફરી ઉભરોઃ ડબ્બે 20 રૂપિયાનો વધારો ઝિંકાયો

રાજકોટ, તા. ૧૭ : આ વખતે તહેવારોમાં ફરસાણ અને મીઠાઇ વિચારી વિચારીને બનાવવી પડશે. તહેવાર સમયે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો કમરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૧૮૫૦ કરવામાં આવ્યો છે, જયારે લૂઝ સિંગતેલનો ભાવ રૂપિયા ૧૧૨૫ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, બજારમાં આંશિક તેજીના કારણે તેલના ભાવ વધ્યા છે. તહેવા...

ગુજરાતમાં સૌપ્રથમ વખત આફ્રિકન બબૂન વાનર રાજકોટ ઝૂમાં આવશે

રાજકોટ,તા.17 રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આફ્રિકન ‘બબુન’ વાનર આવશે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી એક સિંહ યુગલ અને એક વાઘને પંજાબના છતબીર ઝૂ ખાતે મોકલવામાં આવશે અને તેના બદલામાં નવા 30 જેટલા પ્રાણી-પંખીઓ રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવશે. ટૂંક સમયમાં નવા પ્રાણીઓ અને પંખીઓ પ્રદર્શન માટે મુકાશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પર ...

ઘરકામની બાબતમાં બહેનો વચ્ચે બોલાચાલી બાદ મોટી બહેનની આત્મહત્યા

રાજકોટ તા. ૧૭: રાજકોટના અવધ રેસિડેન્સીમાં બે બહેનો વચ્ચે ઘરકામ જેવી નાનીનાની બાબતોમાં ઝઘડો થતો હતો. ત્યારે  ફરી બે બહેનો વચ્ચે ચડભડ થતાં મોટી બહેનને લાગી આવતાં  તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે  નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું. જો કે તેનો ઇજાઓ થઇ હતી. અવધ રેસિડેન્સી શેરી નં. ૪ બ્લોક નં. ૧૩૧માં રહેતી સેજલ  નૈયા (ઉ....

વરસાદી વાતાવરણ અને પાણીના ખાબોચિયા ભરાતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ર...

રાજકોટ, તા. ૧૬ :. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને વાદળિયા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો  છે. ઉનાળાના આકરા તાપમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટયો હતો પરંતુ ફરી ચોમાસાની સીઝનમાં સતત વરસાદ અને પાણીના ખાબોચીયાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો તાવ સહિતની બીમારીનો ભોગ બન્યાં છે. વાતાવરણમાં ઠંડક વધુ પ્રમાણમાં પ્રસરતાં  લોકો શરદી, ઉધરસન...

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ર્ળમાં ફરી મેઘમહેરઃ ઉનામાં બે ઇંચ વરસાદ વરસ્યો...

રાજકોટ, તા. ૧૭ સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારથી જ મેઘ મહેર ફરી શરૂ થઇ હતી. અહેવાલો અનુસાર સવારે બે કલાકમાં જ ઉનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુત્રાપાડામાં પણ આઠ મીમી વ૨સાદ આ સમયગાળા દ૨મિયાન નોંધાયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેસ૨ અને અપ૨એ૨ સાયકલોનિક સ૨ક્યુલેશનની અસ૨થી સક્રિય થયેલી ચોમાસાની નવી સિસ્ટમ છેલ્લા બે દિવસથી છુટો છવાયો હળવો...

રાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ, છેવટે સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ...

રાજકોટ, તા:૧૬ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, તે વાત હજુ ચર્ચાનો વિષય છે, તેવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વ...

દેકારા અને પડકારો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક

રાજકોટ,તા.13   રાજકોટ મહાનગરપાલિકાની મળેલી  જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે  વરસાદના  પાણી ભરાવા મુદ્દે દેકારો મચાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો  હતો. વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક  કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોપટપરાના નાળાના અને રોગચાળાના બેનર્સ...

નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂ...

રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો  જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં  બિલ્ડર અને કોન્ટ્રાકટરની ...

બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાને આગ લગાડવાનો પ્રયાસ કરતો અઠંગ હરેશ ઉર્...

રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી બેંક ઓફબરોડાની આજી વસાહત શાખાના શટરને એક શખ્સે પેટ્રોલ છાંટી સળગાવતાં નુકસાન થયું છે.આ કૃત્ય આચરનારો શખ્સ સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ પોલીસે તપાસ શરૂ કરતાં તેથોરાળા વિસ્તારમાં જ રહેતો એક હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતો હોવાની પ્રાથમિક માહિતી મળતાંતેને સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવાર...

જેતપુરમાં પ્રદુષણ કરે ઉદ્યોગો અને રૂ.2275 કરોડ પ્રજાના વપરાશે

અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગીક શુધ્ધિકરણ કરાયેલ ગંદાપાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipelineમાટે રૂ.૨૨૭૫ કરોડની સંકલિત યોજના બનાવવામાં આવેલી છે. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ અને વિશાળ યોજના છે. અન્ય રાજયોમાં આ પ્રકારની યોજના હાથ ધરાયેલ નથી. આ યોજનામાં સરકારશ્રી દ્વારાપી.પી.પી. ધોરણે સહાય આપવામાં આવશે. "ના ભૂતો ના ભવિષ્યતિ"એવી આ યોજ...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

મુખ્ય પ્રધાન રૂપાણીનાં રાજકોટમાં કુપોષિત 3021 બાળકો

ગાંધીનગર, દેશનાં મોડેલ સ્ટેટ ગણાતાં ગુજરાતનું આરોગ્ય દિવસેને દિવસે કથળી રહ્યું છે. અને પોષણહિન બાળકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. જેમાં દાહોદમાં સૌથી વધુ 14,991 બાળકો કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય મંત્રી તરીકે જ્યારથી નીતિન પટેલ આવ્યાં છે ત્યારથી રાજ્...