Monday, March 23, 2026

નશાખોરો રાજકોટને નશીલુ બનાવી રહ્યા છે

રાજકોટ શહેર વધુ અકવખત ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરફેરી માટે ચર્ચામાં આવ્યું છે. રાજકોટથી વારંવાર ગાંજા, ચરસ, બ્રાઉન સુગર સહિત અન્ય નશીલા પદાર્થોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. રાજકોટમાં એસઓજીની ટીમે ફરી એકવાર પૂર્વ બાતમીના આધારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. પોલીસે થેરાળા પાસેથી ૨૧ કિલો ગાંજા સાથે ૨...

સૌરાષ્ટ્રમાં તેલ મિલો કેમ બંધ થઈ રહી છે ?

‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યાર...

રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ પાંચ ગણી વાવણી થઈ

ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં માત્ર 3.08 લાખ હેક્ટર જ વાવેતર થયું હતું. જેની સ્થિતિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 14.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં માત્ર 2.44 લાખ હેક્ટર જ વાવેતર હતું. પરંતુ, રાજ્યમાં  વાવણીલાયક વરસાદના કારણે છેલ્લા અઠવાડિયામાં જ 12.55 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. રાજ...

1200 ગાયોને રાખી, ઘી અને દૂધ મફત આપી દેવાય છે

રાજકોટના લોધીકા તાલુકાના વાડાધરી ગામે આનંદી આશ્રમની સીતારામ ગૌશાળામાં 1500 ગાયો છે. ગાયો દત્તક લીધેલી છે. આજુબાજુના 3 તાલુકાના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે. ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે. ...

રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...

રાજકોટમાં ઈ બસ માટે ટ્રાયલ શરૂં થઈ, 50 બસ પાછળ કેટલું ખર્ચ ?

રાજકોટના મેયર બિના આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, ખડી સમિતિના અધ્યક્ષ ઉદય કાનગડે અગાઉ બે વખત ઈ બસ માટે ટ્રાયલ લીધી હતી. હવે ફરીથી ત્રીજી વખત ઈ બસની ટ્રાયલ લીધી છે. સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ 50 મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી લેવા માટે ત્રીજી વખથ ટેન્ડર બહાર પાડીને બસની ટ્રાયલ લીધી છે. રૂ.10 કરોડ 50 બસ માટે ખર્ચ કરાયા એવી ગણતરી મૂક...

આંધ્રની જેમ સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય બનાવવા ફરી માંગણી

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યની માંગણી ઉઠી રહી છે. અલગ રાજ્ય માટે ઘણી સગવડતા છે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે, વેપાર અને શિક્ષણ છે પરંતુ પ્રજાને કામ માટે ગાંધીનગર જવું પડે છે. જુનાગઢ, પોરબંદર અને વેરાવળથી ગાંધીનગર દુર થાય છે. ઝડપી યુગમાં સમય વેડફાઈ છે. ગાંધીનગરની ગાદી પર સૌરાષ્ટ્ર...

મુખ્ય પ્રધાન રૂપાણીના જિલ્લામાં પક્ષપલટાએ લગાવી આગ

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલા મત કરતાં પક્ષપલટું પ્રધાન કુંવરજી બાવળિયાને ઓછા મત મળતાં ભાજપના બે નેતા કુંવરજી અને ભરત બોધરા વચ્ચે જાહેરમાં યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી જઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બનેલા કુંવરજી બાવળિયાની મતદારો ઉપર પકડ લોકસભામાં ઢીલી પડી છે. 5 મહિના પહેલાં ધારાસભાની પેટાચૂંટણીમાં જસદણમાં કુંવરજીભ...

રાજકોટમાં ગટરના ઢાંકણાનું કૌભાંડ

રાજકોટ શહેરમાં ગટરના ઢાંકણાનું કૌભાંડ બહાર આવ્યું છે. અનેક જગ્યાએ ભુગર્ભ ગટરના ઢાંકણા ધાણી ફૂટે તેમ તુટવા લાગ્યા છે. ગુજરાતની વિજય રૂપાણી ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ભાજપનો દાવો કરે છે. પણ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારની ઘટનાઓ ઉપસી આવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના છે. તેમના જ શહેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે. ત્રિકોણ...

વાયફાઈ અને સીસીટીવી સિસ્ટમ ભ્રષ્ટાચારનું કેન્દ્ર

રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના ભાયાવદર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોએ સીસીટીવી, વાઈફાઈ, રોડ બનાવવામાં ભાજપની પુર્વ નગરપાલિકાના પ્રમુખ અતુલ  વાછાણી તથા વી. સી. વેગડા કરેલાં ભ્રષ્ટાચાર સામે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમણે સરકારમાં ભ્રષ્ટાચારના પૂરાવા આપ્યા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ...

CCTVથી રાજ્યમાં ગંદકી કરનારને દંડ કરાશે

પાન મસાલાની પીચકારી મારી શહેર ગંદૃુ કરનારા મોટા શહેરોમાં હવે દંડાવા લાગ્યા છે. રસ્તા પરના cctv કેમરામાં પકડાતાં લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવો દંડ લેવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે 9 વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વાહન ચ...

રાજકોટને 8 દિવસ ચાલે એટલું પાણી નબળી પાઈપલાઈનમાં ભંગાણથી વેડફાયુ

એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યાં બીજી તરફ લાખો લિટર પાણીનો બગાડ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે થયો હતો. રાજકોટ પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં 8 દિવસ ચાલે એટલું પાણી વેડફાઇ ગયું છે. ગૌરીદળ ગામ પાસે નર્મદાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લિટર બહાર આવી જઈને 3 હેક્ટર જેટલી જમીનમાં ભરાઈ ગયું હતું. ખેડૂતોની જમીનનું ધોવાણ થયુ...

રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાનના રબ્બર સ્ટેમ્પ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિયમો...

લોકોએ દાંડીયા રાસ લેવા માટે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભાડે લેવું હોય તો 2 હજાર ચોરસ મીટર જમીન માટે રૂ.10 હજાર ભાડું આપવું પડે છે. પણ અહીં રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે ક્રિકેટ રમાડે તો તેને 7 ગણી જમીન માત્ર રૂ.75ના રોજના ભાડેથી રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાએ આપી દીધી છે. તે પણ તમામ નિયમો મૂકીને. અમિત શાહના રબ્બર સ્ટેમ્પ રાજકોટના મુખ્ય પ્રધા...

કચ્છની સ્ત્રીના સ્તનપાનની તસવીરને જાપાને એવોર્ડ આપ્યો

રાજકોટના અસાહી શિમ્બુન - જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. વિશ્વના 32 દેશોમાંથી 4 લાખ ફોટોઓ મળ્યા હતા. 4261 જેટલા તસવીરકારોએ ભાગ લીધો હતો. રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરે રજૂ કરેલી તસવીરને સુવર્ણચંદ્રક મળેવો છે. છેલ્લા 32 વર્ષથી એશ્કોલ ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી તેમની આજીવિકા અને શોખ છે. ફોટોગ્રાફરો પહેલા ક્...

પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...