ડાયરામાં રૂપાણીના પ્રધાને રૂપિયાનો વરસાદ કરતા વિવાદ
છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાનાં વરસાદનાં કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. રાજકોટ યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનાં વરસાદ કરવામાં રાજ્યનાં મંત્રી જયેશ રાદડિયાએ પૈસા ફેંક્યા હતા. તેથી તેમની ચારે બાજુ ટીકા થઈ રહ્યાં છે. તે ભારતના લોકોના સ્વમાનનું ચલણ છે કોઈ મોત મસ્તીનું પ્મારદર્ટેશન કરવા માટે રૂપિ...
રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ
એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...
રાજકોટમાં બાંધકામનો કાટમાળ ફેંકનારને રૂ. 1 લાખ સુધીનો દંડ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જ્યાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલાં બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.50,૦૦૦થી માંડીને રૂ. 1,૦૦,૦૦૦ ...
રાજકોટને મળી 750 બેડની AIIMS હોસ્પિટલ
ગુજરાતમાં ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેર...
144ની કલમ સામે વિરોધ
ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક
અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે
રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે
અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમા...
વૃક્ષ પ્રેમી વિજયે 2 લાખ વૃક્ષો ઉગાડ્યા હજુ 10 લાખ ઉગાડશે
રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે તેથી વૃક્ષો વધારવા માટે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ 4 વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ શહેરના મુ...
રાજકોટનાં અનોખા વૃક્ષ પ્રેમી, ચાર વર્ષમાં વાવ્યા 2 લાખ 18 હજાર વૃક્ષો
વૃક્ષનું વાવેતર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર લોક જાગૃતિઓના કાર્યક્રમો કરતા હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે. ત્યારે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી.
સરકાર દ્વારા પર્યાવરણની જાળ...
રાજકોટમાં રૂ.8 કરોડનું ‘ઓપો-વિવો’ હોર્ડિંગ્સ કૌભાંડ
રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોનાં ઓપો-વિવો હોર્ડિંગ્સનું કૌભાંડને ખુલ્લુ પડાયા બાદ હવે કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર કર્યું હતું કે, રાજકોટ શહેરભરમાં લાગેલા ઓપો-વીવોનાં હોર્ડીંગ જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ છે. મનમાં ધારે તો નીતિ-નિયમોને નેવે મુકીને લાગેલા હોર્ડીંગ્સ ઉતરાવી અને દંડ કરી શકાય તેમ હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી.
બ...
રાવણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળા દહન
Dt.18.10.2018.10:45.Am
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ *ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે ભાજપના મહીસાશૂર નરેન્દ્ર મોદી ના પુતળાનું દહન કરવામાં આવેલ* તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી...
રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત...
રાજકોટ મ્યુનિસિપલ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષોનાં જોરદાર હંગામા બાદ ભાજપ અને કોંગ્રેસનાં કાર્પોરેટર્સ આમને સામને આવી ગયાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી ન કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું ઠરાવાયું હોવાનાં કારણે સવારથી જ મહાનગરપાલિકાની આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...
બાવળિયાથી નારાજ બોધરાને મહત્ત્વનું પદ અપાયું
રદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર)ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવીને ચાર કલાકમાં જ પ્રધાન બની જતાં ભરત બોધરા તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જસદણની બેઠક પરથી ચૂંટાણી લડવા માંગતા હતા પણ બાવળિયા ભાજપમાં...
મોરબીનાં ખેડૂતોએ ડેમનાં પટમાં ક્રિકેટ રમીને નોંધાવ્યો વિરોધ
મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્યાં ...
રાજકોટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો
લગ્નેતર સંબંધોને કારણે સભ્ય સમાજનાં ઘર તૂટી જતાં હોય છે. એવા સંજોગોમાં દેશની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરનાં અંતમાં આઈપીસીની કલમ 487ને ગેરબંધારણીય જાહેર કરી તેને રદ્દ કરતો હુકમ કર્યો છે. 158 વર્ષ જૂનાં આ કાયદો તેમ જ સીઆરપીસીની કલમ 198(2) કાયદો પણ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારથી ક્યાંકને ક્યાંક લગ્નેતર સંબંધોનાં કિસ્સાઓ બહાર આવે છે. જોકે, કાયદો રદ્દ થઈ જ...
આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ
પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં
મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું ...
ગોંડલ વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ
ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતો કપાસનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલના દેરડી(કુંભાજી), પાટ ખિલોરી, ધરાળા, સહિતના અનેક ગામોમાં પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે.
એક બાજુ વધતા જતાં ખાતર બિયારણોનાં ભાવો અને બીજી ત...
ગુજરાતી
English