ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત
ઈડર, તા.૧૮
ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધ...
હિંમતનગર પોલીસનું સરાહનીય કાર્ય : એક અજાણ્યા નવજાત બાળકની સારવાર
સાબરકાંઠા, તા.૦૯
સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતુ નથી. પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે. હોસ્પિટલના બિછાના પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર ૭ દિવસ થયા છે અન...
નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...
સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું
અમદાવાદ, તા. 27
સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયં...
ગુજરાતના પહાડપુરમાં ત્રણ પુત્રીઓએ પિતાને કાંધ આપી, દ્રશ્યો જોઈ આંખો ભી...
મોડાસા તાલુકાના પહાડપુર ગામે ત્રણ પુત્રીઓએ પોતાના મૃતક પિતાને કાંધ આપી અને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું શુક્રવારે સાંજના સુમારે આ ત્રણે દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી હતી
હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું ...
હિંમતનગરમાં ઝાડ પર લટકતી લાશ મળી પછી શું થયું ?
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામના એક ૨૪ વર્ષીય યુવાનની ઝાડ પર લટકતી લાશ શુક્રવારે સવારે વાવડી ગામની સીમમાં આવેલ એક ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા વાવડી અને ચાંપલાનાર ગામના અનેક ટોળાં ભેગા થઈ ગયા હતા . દરમ્યાન આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતા પોલીસે લાશને કાજે લઈ તેને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પોસ્ટમોટમ કરા...
તલોદમાં બાપદાદાની જમીન મેળવવા ઉપવાસ પર ઉતરવાની ચિમકી.
સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે રહેતા એક પરીવારના મોભીએ પોતાના બાપદાદાની જમીન રીગાન્ટ કરવા માટે કોર્ટ કચેરીના ધકકા ખાવા છતાં તેમાં સફળતા ન મળી હોવાનો આક્ષેપ કરીને ઉપવાસ પર ઉતરવાની ચિમકી આપી તે અંગે ગુરૂવારે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆતમાં તલોદના બળવંતભાઈ મોહનભાઈ વણકરે કરેલા આક્ષેપ મુજબ તેમના બાપદાદાની તલોદમાં આવેલ સર્વે નં. ૧૯૯/અ ની ...
હિંમતનગરમાં જીપીએસના તાલીમ વર્ગનો પ્રારંભ.
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઉમિયા પરીવાર વાડીમાં તાજેતરમાં જીપીએસસીના તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો છે. જેમાં જીલ્લાના અંદાજે ૫૦ થી વઘ વિઘાથીઓ તાલીમ લઈ રહ્યા છે. આ શુભારંભ પ્રસંગે ઉમિયા પરીવારના ડો. ચિમનભાઈ પટેલ, દાનજીભાઈ પટેલ, કાંતીભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહીત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શ્રેષ્ઠીઓ, દાતાઓ તથા શિક્ષણવિદો હાજર રહ્યા હતા.
સાબરકાંઠા વરસાદી માહોલ વચ્ચે ઉકળાટ અથાવત.
સાબરકાંઠા જીલ્લામાં બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે વરસાદ થવાની આશા બંધાઈ છે પરંતુ ગુરૂવારે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આખો દિવસ ઉકળાટ યથાવત રહ્યો હતો. વરસાદ ખેંચાવાના કારણે ગામડાઓમાં એકતરફપાક મુરઝાઈ રહ્યો છે તો બીજી તરફ પીવાના પાણીની પણ બુમરાણ મચી રહી છે.
સાબરકાંઠામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા રિસામણા મનામણા કરી રહ્યા હોવાને કારણે મૂંગા પશ...
અભયમ ટીમે ૭૫ વર્ષિય વૃધ્ધાને ઘરેપહોંચાડાયા
ધનસુરાના નવલપુર ગામના સરપંચે ૧૮૧માં કોલ કરી જાણ કરી હતી કે આશરે ૭૫ વર્ષના વૃધ્ધા નવલપુર ગામમાં બેઠા છે. જેઓ પોતાનું નામ સરનામુ જણાવી રહ્યા નથી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને કોલ મળતાં અરવલ્લી જિલ્લા અભયમની ટીમ કાઉન્સેલર પટેલ જીજ્ઞેશાબેન, કોન્સેટબલ ઈલાબેન નવલપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ તપાસ કરતાં માજીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ તેઓ પોતાનું...
સરકારી ઈમારતોમાં પંખી દાણા ઝૂંબેશ શરૂ કરતાં આચાર્ય પરેશ
હિંમતનગર પોલીટેકનિક કોલેજના આચાર્ય પરેશ રાવલ કોલેજની જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક
આગવી ઝુંબેશ શરુ કરી છે. વર્ષ-૨૦૦૫માં પોલીટેકનિક કોલેજમાં ઉગાડેલ નર્મદાવનની કેટલીક ખાલી જગ્યાઓમાં
એક મણ બાજરી, જુવાર અને મકાઇનું વાવેતર કર્યું છે. પક્ષીઓના ઘટી ગયેલદાણ-પાણીને આ પ્રયાસ ધ્વારા પ્રકૃતિને કઇંક પાછુ આપી શકાય તેવી ભાવનાથી આ કામ કર્યું છે.
૧૦ ...
અલ્પેશના સાથી પણ રૂ.15 કરોડમાં ભાજપને વેચાયો, દેખાવો
બાયડ કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રૂ.૧૫ કરોડમાં વેચાયા હોવના બેનર સાથે લોકોએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે ૩૧ કાર્યકરની અટકાયત કરી હતી. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલાએ બાયડ-માલપુર ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દેતા બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ધવલસિંહ ઝાલાના વિરુદ્ધમાં બાયડના કોંગ્રેસના...
બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા
પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...
ગુજરાતમાં 5 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યા
વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા પછી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે દેશના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેન્કીંગમાં ૮૭ બેસ્ટ પોલીસસ્ટેશનમાં ગુજરાત રાજ્યના ફક્ત ૫ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનને ૬૨ મોં ક્રમાંક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનનો સર્વે કરાવ્યો...
ભિલોડાના ટોરડામાં મરઘાં લઈ જતી વાનની લૂંટ
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જીલ્લામાં તસ્કરો,લૂંટારુઓ અને ચેન સ્નેચરોના ત્રાસથી તોબા પોકારી ઉઠેલા પ્રજાજનો નો ખાખી વર્દી પરથી ભરોષો ઉઠી રહ્યો છે ભિલોડા તાલુકાના કુશાલપુરા પહાડા ગામ વચ્ચે નદી માંથી મરઘાં નું વેચાણ કરી પીકઅપ ડાલુ લઈ પરત ફરતા સમયે બે પલ્સર બાઈક પર આવેલા ૪ શખ્શોએ પીકઅપ ડાલુ ફિલ્મી સ્ટાઈલ અટકાવી ચાવી કાઢી લ...