અંગેની ખાતરી કરવા સુચના આપીસ્થળાંતરિત શ્રમિકો માટે તેમના કાર્યના સ્થળે જ સમયસરના વેતન સહીતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેજે વિદ્યાર્થીઓ/શ્રમિકો સ્થળાંતર કરવાની માંગણી કરે તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે
નવી દિલ્હી, તા. 29-03-2020
કેબિનેટ સચિવ અને ગૃહ બાબતોનું મંત્રાલય રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીના સતત સંપર્કમાં છે. કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ દ્વારા ગઈકાલે સાંજે અને આજે સવારે મુખ્ય સચિવો અને ડીજીપીની સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
અહીં એ નોંધવામાં આવ્યું હતું કે એકંદરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માર્ગદર્શિકાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. જરૂરી સામગ્રીઓનો પુરવઠો પણ જાળવવામાં આવ્યો છે. ચોવીસ કલાક પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત અનુસાર જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આમ છતાં, દેશના કેટલાક હિસ્સાઓમાં સ્થળાંતરિત શ્રમિકોનું આવાગમન થઇ રહ્યું છે. એવી સૂચનાઓ આપવામાં આવી હતી કે જીલ્લા અને રાજ્યની સરહદોને અસરકારક રીતે બંધ કરી દેવામાં આવે. રાજ્યોને સુચના આપવામાં આવી હતી કે શહેરોની અંદર અથવા ધોરીમાર્ગો ઉપર લોકોની કોઈ હલનચલન ના થાય તેની ખાતરી કરવામાં આવે. માત્ર સામાનની હેરફેરની પરવાનગી આપવી જોઈએ. ડીએમ એક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવેલા જે સૂચનો છે તેનું અમલીકરણ કરાવવા માટે ડીએમ અને એસપીને વ્યક્તિગત રીતે જવાબદાર બનાવવામાં આવે.
એવી પણ સલાહ આપવામાં આવી છે કે સ્થળાંતરિત શ્રમિકો સહીત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ભોજન અને આશ્રયની પૂરતી વ્યવસ્થા તેમના કામકાજના સ્થળે જ કરી આપવામાં આવે. કેન્દ્રએ ગઈકાલે આ હેતુ માટે એસડીઆરએફ ફંડનો ઉપયોગ કરવાના આદેશો જાહેર કર્યા છે. આ સંદર્ભે દરેક રાજ્યો પાસે પુરતું ભંડોળ ઉપલબ્ધ છે.
રાજ્યોને લોકડાઉનના સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારના કપાત વગર શ્રમિકોને તેમના કામકાજના સ્થળે જ સમયસર તેમના વેતનની ચુકવણી કરવા જણાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન શ્રમિકો પાસેથી ઘરનું ભાડું પણ માંગવું ના જોઈએ. જે લોકો શ્રમિકો અથવા વિદ્યાર્થીઓને પોતાની જગ્યા ખાલી કરવાનું કહી રહ્યા હોય તેવા લોકો વિરુદ્ધ પગલા લેવા જોઈએ.
જે લોકોએ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે અને આ લોકડાઉનના સમયગાળા દરમિયાન યાત્રા કરી છે તેમને ફરજિયાતપણે ઓછામાં ઓછા 14 દિવસ માટે સરકારી એકાંતવાસ સુવિધામાં રહેવું પડશે.
દરેક રાજ્યોને પ્રભાવી રીતે જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે ત્રણ અઠવાડિયાનું કડક પાલન કરવું ખૂબ જરૂરી છે. તે જ દરેક લોકોના હિતમાં છે.