દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ કર્યું છે. કોરોનાને હરાવવા માટે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉદ્દેશ્યથી ચીને આ દેશોની સાથે એક સંયુક્ત બેઠક કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ચીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની સાથે એક ઉપમંત્રીસ્તરની બેઠકની મેજબાની માણી છે. આ સંબંધમાં આ પ્રકારની પહેલી બેઠક જુલાઈમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. ચીનના ઉપવિદેશ મંત્રી લુઓઝાઓહુઈએ આ ડિજીટલ બેઠકની મેજબાની માણી છે.
ચીનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ-19ના સંયુક્ત રૂપથી પરાજિત કરવા, લોકોનું જીવન અને સ્વાસ્થ્યની રક્ષા કરવી અને આર્થિક અને સામાજિક વિકાસમાં તેજી લાવવા માટે ચીન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાએ 10 નવેમ્બરના રોજ કોવિડ-19 પર એક ઉપમંત્રીસ્તરીય ડિજીટલ સમ્મેલન કર્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ દેશોને કોવિડ-19 સામે સંયુક્ત રૂપે લડવા પર રાજનીતિક સહમતિ મજબુત કરવા, કોરોના વાયરસ પર અંકુશ માટે સહયોગ વધારવા માટે અને લોકોની આવાગમન તથા આર્થિક વિકાસ બહાલ કરવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોરોના વાયરસ પર દક્ષિણ એશીયાઈ ક્ષેત્રના શામેલ કરતા ચીન દ્વારા આયોજીત આ બીજી મંત્રીસ્તરીય બેઠક હતી. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળના પોતાના સમકક્ષોની સાથે જુલાઈમાં આ પ્રકારની બેઠક કરી હતી.