મુંબઈ, 1 જૂન 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં હસ્તગત કરેલી ટેક્સટાઇલ અને એપેરલ ફેબ્રિક્સ ઉત્પાદક આલોક ઇન્ડસ્ટ્રીઝને પીપીઈ ઉત્પાદકમાં તબદિલ કરી છે, જેથી કોવિડ-19 પ્રોટેક્ટિવ સામગ્રીનું ચીનમાંથી આયાત થતી કિટના ખર્ચની સરખામણીએ ત્રીજા ભાગના ખર્ચે ઉત્પાદન કરવામાં મદદ મળી રહે. દેશમાં 2 લાખ કીટ રોજની બની રહી છે.
ભારતીય પીપીઈ ઉદ્યોગ માત્ર બે મહિનામાં 10,000 કરોડ રૂપિયાનો ઉદ્યોગ બની ગયો છે. સ્થાનિક માંગને પહોંચી વળ્યા બાદ નિકાસ થઈ રહી છે. ભારત દરરોજ પી.પી.ઈ.ના 4.5 લાખ કીટનું ઉત્પાદન કરે છે. વૈશ્વિક બજાર 60 મીલીયન ડોલર છે.
ભારતમાં 600 થી વધુ કંપનીઓની નોંધણી કરવામાં આવી છે. જેમાં અરવિંદ, જેસીટી મિલ્સ, ધ ટ્રાઇડન્ટ ગ્રુપ, વેલસ્પન અને શાહી એક્સપોર્ટ્સનો સમાવેશ થાય છે. તબીબી પ્રાપ્તિ માટે કેન્દ્ર સરકારની એજન્સી કેરળમાં એચએલએલ લાઇફેકરે સંસ્થા દ્વારા લગભગ 9 લાખ એકમો આપવામાં આવ્યા છે. અરવિંદ લિમિટેડ અમદાવાદ, રાંચી અને બેંગ્લોરમાં તેના પ્લાન્ટોમાંથી દરરોજ 15,000 પી.પી.ઇ. આલોક ઇન્ડસ્ટ્રીઝ દરરોજ 100,000 પીપીઈનું ઉત્પાદન કરશે. 275 થી વધુ પ્રમાણિત કંપનીઓમાંથી ઘણાએ વ્યવસાયમાં નવી શરૂઆત કરી છે.
સિલ્વાસામાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝની ઉત્પાદન સુવિધામાં હાલ કોવિડ-19 રોગચાળા સામેની લડાઈમાં સંકળાયેલા ડૉક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સનું રક્ષણ કરવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) જ બને છે. આ ઉત્પાદન સુવિધામાં ઉત્પાદનક્ષમતા વધારીને દરરોજ 1 લાખથી વધારે પીપીઇ કિટની કરવામાં આવી છે અને એમાં ખર્ચ યુનિટદીઠ આશરે રૂ. 650 આવે છે. એની સરખામણીમાં ચીનમાંથી આયાત થતી કિટનો ખર્ચ આશરે રૂ. 2000 આવે છે. આ સુવિધાનો ઉપયોગ ભવિષ્યમાં પીપીઇ કિટની નિકાસ માટે પણ થઈ શકશે.
રિલાયન્સે તેના પેટ્રોકેમ પ્લાન્ટમાં ટેકનોલોજી, કાચા માલનું ઇન્ટિગ્રેશન કર્યું છે તથા પ્લાન્ટનું રિએન્જિનીયરિંગ કર્યા પછી 10,000 દરજીઓને કામે લગાવ્યાં છે. એપ્રિલની મધ્યમાં ઉત્પાદન શરૂ થયું હતું અને તબક્કાવાર રીતે એમાં વધારો થયો હતો, જે અત્યારે ભારતની રોજિંદી પીપીઇ ઉત્પાદનક્ષમતામાં 20 ટકા હિસ્સો ધરાવે છે.
જ્યાં સુધી કોરોનાવાયરસની કટોકટી પછી દેશની અંદર ઉત્પાદન શરૂ થયું નહોતું, ત્યાં સુધી ભારત તેની મોટા ભાગની પીપીઇ જરૂરિયાતની આયાત કરતું હતું. રિલાયન્સની ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઓછો ખર્ચ ધરાવતી પીપીઇ કિટ કોવિડ-19 કટોકટીનો અસરકારક રીતે સામનો કરવામાં ભારતની અસરકારકતા નોંધપાત્ર રીતે વધારશે એવી અપેક્ષા છે.
સિલ્વાસા યુનિટ પીપીઇ કવરોલ સ્યૂટનું ઉત્પાદન કરે છે – જે સિંગલ પીસ ઝિપ-અપ સ્યૂટ છે, જે એન્ટિ-માઇક્રોબાયલ ટેપનું કવર ધરાવે છે. ઉપકરણનું ઉત્પાદન કરવા માટે ઉપયોગી કાચો માલ હાઈ ગ્રેડ પોલીપ્રોપીલીન છે, જે તેની અપારદર્શકતા વધારવાની સાથે તેનું વજન હલકું બનાવે છે. પીપીઇ સ્યૂટમાં કવરોલ્સ, ગ્લોવ્સ, શૂ કવર્સ, થ્રી-પ્લાય અથવા એન95 ફેસ માસ્ક, હેડ ગીઅર અને ફેસ શીલ્ડ સામેલ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં હેલ્થકેર વર્કર્સ કે અન્ય કોઈ પણ વ્યક્તિનું રક્ષણ કરવા માટેના કપડાંનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તેમાં ગ્લોવ્સ, માસ્ક અને ગાઉન જેવી ચીજવસ્તુઓ સામેલ હોય છે.
લોહી કે હવાજન્ય હાઈ ઇન્ફેક્શન્સ માટે એમાં ફેસ પ્રોટેક્શન, ગોગલ્સ અને માસ્ક કે ફેસ શીલ્ડ, ગ્લોવ્સ, ગાઉન કે કવરોલ, હેડ કવર અને રબર બૂટ સામેલ હશે.