62 હેક્ટર ગૌચરની જમીન પરથી કોલસો ખોદાશે

Coal will be mined from 62 hectares of pasture land 62 हेक्टेयर चरागाह की ज़मीन से कोयला निकाला जाएगा

રૂ. 3 કરોડનું દૂધ આપતાં પશુઓ પર અમૃતપુરામાં આફત

સરકાર લીઝ આપે તે પહેલાં માફિયાઓએ લીગ્નાઈટ ચોરી કરી

અમદાવાદ, 23 ડિસેમ્બર 2025
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અમૃતપુરા ગ્રામપંચાયતની 62 હેકટર ગૌચર જમીન પર બોક્સાઇટ લીઝ ફાળવવામાં આવી છે. લીઝ મંજૂર થવાથી પર્યાવરણ, ખેતીની જમીન અને પશુધનને ગંભીર નુકસાન થશે.

18 નવેમ્બર 2025માં લોકસુનાવણી થઈ ત્યારે વિરોધ થયો હતો. ખેડા GPCBના અધિકારી અને અધિક કલેક્ટર હતા. લીઝ સામે ગામના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ છે. ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ માગણી કરી હતી કે લીઝ અમૃતપુરામાં જ ફાળવવાની હોવાથી આસપાસના ગામોને બદલે માત્ર સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં આવે.

10 માર્ચ 2019માં અમૃતપુરા ખાતે આવેલી ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે બોકસાઇડ ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી. ગ્રામજનોએ સ્થળ પર જઇને કામ અટકાવ્યું હતું. તેમજ જેસીબી અને ટ્રેકટરને અટકાવ્યા હતા. ભારે હોબાળો મચાવ્યો હતો. ઠાસરા પોલીસને જાણ કરી હતી.
અમૃતપુરામાં આવેલી 62 હેકટર ગૌચર જમીનોમાં ભુમાફિયાઓએ ગેરકાયદે કબજો કરી કોલસો કાઢવામાં આવતો હતો. બોક્સાઇટ ખનીજસંપતિનું જે ગ્રામપંચાયતની પૂર્વ મજૂરી વિના બેફામ ખોદકામ ચાલુ કરી દીધું હતું. મોટાપાયે કોલસો કાઢી લેવામાં આવતો હોવા છતાં ખનીજ વિભાગ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
22 નવેમ્બર 2025માં બોક્સાઇટ લીઝની મંજૂરી પહેલાં જ ખેડા જિલ્લાના અમૃતપુરામાં ગેરકાયદેસર ખનન પકડાયું હતું. રૂ. 82 લાખના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.

ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે છે. તેઓ મૌન છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે નડિયાદ શહેરમાં ભાજપના આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓ, માફિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. ખેડા જિલ્લાના ગામમાં ગોચરની જમીનમાં ગ્રામજનોના વિરોધ છતાં બોકસાઈટની લીઝ ફાળવવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં ગોચરની જમીનો પર ભાજપના નેતાઓ કબજો જમાવીને બેઠા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો ક્યાં જાય?