ગુજરાતના દરિયામાં એક વર્ષમાં 175 માછીમારોને તટરક્ષક દળે બચાવ્યા

  • ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણી

ગાંધીનગર, 02 ફેબ્રુઆરી 2020
ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરે છે. સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોના જીવ જોખમમાં આવી જતાં હોય છે ત્યારે, આ વર્ષે તટ રક્ષક દળના જવાનોએ ૧૭૫ આવા માછીમારોને બચાવ્યા છે.

ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તટરક્ષક દળના અધિકારી – જવાનોને શુભેચ્‍છા આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતને સંવેદનશીલ બોર્ડરની જવાબદારી સવિશેષ મળી છે ત્‍યારે તેની સુરક્ષામાં આ દળની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પ્રસંગે ભારતીય તટ રક્ષક દળનું દેશ પ્રત્યે સમર્પણ અને દળની શૌર્ય ગાથા દર્શાવતી વિડિયો ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી.


આ પ્રસંગે પરમ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત એર ઓફિસર કમાન્ડઇંગ ઈન ચીફ એરમાર્શલ  એસ.કે. ગોટિયા, પ્રેસિડેન્ટ તટ રક્ષક મેડલ અને તટ રક્ષક મેડલથી સન્માનિત ઇન્સ્પેકટર જનરલ  રાકેશ પાલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય સહિત તટરક્ષક દળના અધિકારીઓ – જવાનો અને દળના પરિવારના સભ્યો ઉપસ્‍થિત રહ્યા હતા.