અમદાવાદ, 14 નવેમ્બર 2023
ગુજરાતમાં ફળ, શાકભાજી, માછલીનું ઉત્પાદન વધતાની સાથે કોલ્ડસ્ટોરેજ વધારવામાં સફળતા
કોલ્ડ સ્ટોરેજ ન હોવાના કારણે દેશમાં દર વર્ષે 70 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધીની ખેતપેદાશનો બગાડ થાય છે. ફળ અને શાકભાજીના કુલ જથ્થામાંથી 30 ટકા જથ્થાથી વધુ છેલ્લા વપરાશકાર પાસે પહોંચે તે પહેલા જ સડીને ખતમ થઈ જાય છે. આ બગાડનું મુખ્ય કારણ ખેતઉત્પાદનના સંગ્રહનો અભાવ છે. ગુજરાતમાં 7થી 10 હજાર કરોડનો ખેડૂતોનો અને વેપારીઓનો કૃષિ માલ ખરાબ થઈ જાય છે.
તેનો મલબ કે માથાદીઠ રૂ.2500ના શાકભાજી ફળ ખરાબ થઈ જાય છે. અને વર્ષે કુટુંબ દીઠ રૂ.12500નો માલ ખરાબ થઈ જાય છે. મહીને 1 હજાર રૂપિયા દરેક કુટુંબ દીઠ કૃષિ પેદાશો ગુમાવવી પડે છે.
ગુજરાતમાં 253 લાખ ટન શાકભાજી, ફળ અને મસાલા પાકે છે. તેમાં જો 10 ટકાનો બગાડ થાય તો પણ 25 લાખ ટન અને 30 ટકાનો બગાડ થાય તો 75 લાખ ટન ખરાબ થઈ જાય છે. જેની એક કિલોની કિંમત 20 રૂપિયા ગણવામાં આવે તો રૂ.15 હજાર કરોડના કૃષિ પેદાશો નાશ પામે છે.
ગુજરાત પાસે 483 કોલ્ડ સ્ટોરેજ 2023માં છે. જ્યારે 2018માં 515 કોલ્ડ સ્ટોરેજ હતા. આમ 5 વર્ષમાં 32 કોલ્ડ સ્ટોરેજ ઓછા થઈ ગયા છે. 2018માં રાજ્યમાં 375 પોટેટો કોલ્ડ સ્ટોરેજ તેમજ 140 મિક્સ કોમોડિટી સાથે 515 કોલ્ડ સ્ટોરેજ હતા. ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તેના અડધા કોલ્ડ સ્ટોરેજ માત્ર ડીસામાં આવેલા છે.
કેન્દ્ર સરકારે 2021માં જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 969 કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા 38 લાખ 22 હજાર 112 મેટ્રિક ટન છે. આ હિસાબે ગુજરાતમાં ખરેખ તો 1 હજાર કોલ્ડ સ્ટોરેજ હોવા જોઈએ. પણ કૃષિ પ્રધાન કહે છે કે, 483 કોલ્ડ સ્ટોરેજ છે.
2018માં ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે, ખેડૂતોની ખેતપેદાશો અને બાગાયતી પાકોના સંગ્રહની કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને 30 લાખ મેટ્રિક ટન કરવામાં આવશે. 100 કોલ્ડ ચેઈન ઉદ્યોગો સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મોટું પ્રદર્શન કર્યું હતું. ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.330 કરોડના પેકેજની જાહેરાત કરાઈ હતી. ભાવ નુકસાની માટે આ જાહેરાત કરાઈ હતી. ખરેખર તો સરકારે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે તમામ મદદ કરવી જોઈએ. તો રૂ.10 હજાર કરોડ ખેડૂતોના કૃષિ પેદાશોની નુકસાનીના બચાવી શકાય તેમ છે.
કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડીયેશન પ્લાન્ટ સ્થાપવા રૂ.5 કરોડ સુધીની સબસીડી અપાય છે.
બટાટા
બનાસકાંઠા એ બટાટા ના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં સૌથી વધુ 200 કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે. બનાસકાંઠામાં દર વર્ષે બટાટાનું 3 કરોડ 15 લાખ કટ્ટાનું ઉત્પાદન થાય છે. મોટાભાગના બટાટા ખેડૂતો કોલ્ડસ્ટોરેજ માં સારા ભાવની આશાએ સંગ્રહ કરે છે.
સમગ્ર ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાના ડીસામાં થતું હોવાથી તેને બટાટા નગરી તરીકે નામના મેળવી છે.
2011 માં 70 જેટલા કોલ્ડ સ્ટોરેજ હતા. ત્યારબાદ સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટો માટે વધુ રાહતો અપાતાં અનેક ખેડૂતોએ ભાગીદારી કરીને કોલ્ડ સ્ટોરેજો બનાવતાં પાંચ વર્ષમાં નવા 130 અને તેમાં પણ 2015 સુધાના ત્રણ વર્ષમાં નવા 100 કોલ્ડ સ્ટોરેજ નિર્માણ પામ્યા છે. જ્યારે 2015માં 15 સ્ટોરેજ બની રહ્યાં હતા.
સરકારે સાડા સાત હજાર ટન કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 2 કરોડ રૂપિયાની સબસીડી આપે છે. જે અગાઉ 5 કરોડ હતી. ડીસા શહેરની આજુબાજુમાં 200 કોલ્ડ સ્ટોરેજ છે.
ફેબ્રઆરી મહિનામાં બટાટા સંગ્રહ કરવાની શરૂઆત થાય છે અને માર્ચ એપ્રિલથી લઈ ડિસેમ્બર સુધી માર્કેટની ડિમાન્ડ મુજબ બટાટાનો સપ્લાય થાય છે.
રોજના છ થી સાત હજાર લોકો કામ કરે છે. લોડીંગ કરવા 12 હજાર મજૂર બહારથી આવે છે. કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ કુલ 16 થી 17 હજાર જેટલા લોકોને રોજી રોટી મળી રહી છે.
3000 કરોડથી વધુનો વેપાર
વાર્ષિક ત્રણ હજાર કરોડથી વધુનો વેપાર કોલ્ડ સ્ટરેજના બીઝનેસથી બટાટાના વેપારથી થાય છે.
ઇતિહાસ
બનાસ નદીમાં દોઢસો વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહી વસતા મુસ્લિમ સમાજની મુજ્ડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજ દ્વારા વાવેતર કરવાની શરૂઆત કરી હતી.
ડુંગળી
અમદાવાદમાં એક પણ APMC માર્કેટમાં કોલ્ડ સ્ટોરેજ નથી જ્યાં બટાકા સચાવી શકાય. જોકે, અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમા એપીએમસીમાં કોલ્ડ સ્ટોરેજ છે પરંતુ બટાકાની સાથોસાથ ડુંગળી અને લસણને લાંબો સમય સાચવી શકાય તેવું કોઈ હાલ કોલ્ડ સ્ટોરેજ હાલ ગુજરાતમાં નથી. ગુજરાતમાંથી લોકલ માર્કેટમાં આવતો માલનું સ્ટોરેજ મોટા પાયે કરી શકાતો નથી. જેથી જયારે પણ ગરીબોની કસ્તુરીનો ભાવ વધે ત્યારે કોલ્ડ સ્ટોરેજનો ફાયદો ગુજરાતને નથી મળતો.
ગુજરાત પાસે આવા કોલ્ડ સ્ટોરેજ ન હોવા પાછળનું કારણ ખર્ચાળ પધ્ધતિ છે. ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રમુખ આશિષ ગુરુના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ડુંગળી અને લસણને સાચવી શકાય એવા કોલ્ડ સ્ટોરેજ બન્યા નથી. સફેદ ડુંગળીને પાવરડર ફોર્મમાં બનાવીને તેને વિદેશમાં એક્સપોર્ટ કરાય છે પરંતુ લાલ ડુંગળીના પાક માટે સ્ટોરેજ નથી.
ટામેટા
પાકેલા ટામેટાંને 13 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને એકથી દોઢ અઠવાડિયા સુધી આરામથી કોઈપણ ખામી કે ઉણપ વગર સંગ્રહિત કરી શકાય છે. સામાન્ય સ્ટોરેજ પર, ટામેટાંને કોઈપણ નુકસાન વિના 4 થી 5 દિવસ સુધી આરામથી રાખી શકાય છે. ટામેટાંનો પાક એવો છે કે ઝાડ પરથી ઉપાડ્યા પછી પણ તે પાકતો રહે છે.
ગોળ
કોડીનાર તાલુકાના આલીદર ગામની 104 વર્ષ જૂની આલીદર સેવા સહકારી મંડળી દ્વારા 2,800 ટન ગોળના સંગ્રહ ક્ષમતા ધરવતું કોલ્ડ સ્ટોરેજ શરૂ કરાયું હતું.
અરજણભાઈ વંશ સોલાર પ્લાન્ટ લગાવવાની તૈયારીમાં હતા. ગોળ, દુધની વાનગીઓ, ખજૂર, આમલી, ચણા, મગફળીના દાણા વગેરે જેવી ખેત ઉત્પાદનનો માલ સ્ટોર કરી શકાશે. જેથી આ વિસ્તારના ખેડુતોને પોતાની ઉપજના પુરતા ભાવ મળી રહેશે. રૂ. 4 કરોડના ખર્ચે 7 માળ સુધીના અને 7 હજાર સ્ક્વેર ફુટમાં બાંધકામ થયું હતું. જેમાં 2 લાખ ગોળના ડબ્બા રાખવાની ક્ષમતા હતી.
અમદાવાદ
ગુજરાતમાં કંપનીઓના ખાનગી ગોડાઉનો સહિત તમામ પ્રકારના 700 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. આઈસક્રીમના ધંધા સાથે સંકળાયેલા અને મસાલાનો વેપાર કરનારાઓના કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે. બટાકા અને સફરજનનું મોટું સ્ટોરેજ થાય છે. ગુજરાત અને અમદાવાદમાં 2 લાખથી વધુ પેટી સફરજન કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખવામાં આવે છે. સફરજન 10 મહિના સુધી સાચવી શકાય છે. હવે તો કીવી ફ્રુટને પણ કોલ્ડ સ્ટોરેજમાં સાચવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાબરકાંઠામાં પણ વેફરના બટાકા સાચવવા માટેના કોલ્ડ સ્ટોરેજ ચાલી રહ્યા છે. દહેગામમાં, ગાંધીનગર અને વિજાપુરમાં પણ ખાસ્સા કોલ્ડ સ્ટોરેજ છે.
આર્થિક ભીંસના કારણે 60 કોલ્ડ સ્ટોરેજ વેચવા કઢાયા હતા.
માછલીઓને સાચવવા માટે પણ કોલ્ડસ્ટોરેજ સારી એવી સંખ્યામાં ગુજરાતના દરિયા કિનારે છે. પણ ગુજરાતના 3 હવાઈ મથકે સુવિધા વધારવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે છે.
સંગ્રહ ક્ષમતા
ગુજરાતમાં મોટા કોલ્ડ સ્ટોરેજની સરેરાશ સંગ્રહ ક્ષમતા 7000થી 10000 ટનની છે. કોલ્ડ સ્ટોરેજનો મોટો ખર્ચો માત્ર ને માત્ર વીજળીના બિલનો જ છે. વીજળીના ઊંચા દરને કારણે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજ માલિકોની હાલત કફોડી થઈ છે. યુનિટદીઠ સરેરાશ રૂ. 8 ચૂકવવા પડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રૂ. 5.11ના નોર્મલ રેટ સામે કોલ્ડ સ્ટોરેજને યુનિટદીઠ રૂ. 3.29ના ભાવે વીજપુરવઠો અપાય છે. ગોવામાં આ ભાવ યુનિટદીઠ રૂ. 3.25નો છે. ઓરિસ્સામાં કોલ્ડ સ્ટોરેજને રૂ. 4.10ના ભાવે વીજળી આપવામાં આવે છે. હરિયાણામાં પણ કોમર્શિયલ વીજજોડાણ ધારકો કરતાં યુનિટે બે રૂપિયા ઓછા ચાર્જ લે છે.
નજીવું ભાડું, ઊંચો ખર્ચઃ
ગેસની મદદથી જ ફળ અને શાકભાજીને કોલ્ડ સ્ટોરેજનું એટમોસ્ફિયર યોગ્ય રીતે જાળવી કે સાચવી રાખવામાં સફળતા મળે છે. આ ફળની 18થી 22 કિલોની પેટી સાચવવા માટે તેમને મહિને રૂ. 15નું ભાડું મળે છે. છથી આઠ મહિના સુધી પ્રોડક્ટ સાચવ્યા પછી તેમને માંડ પેટીએ રૂ. 90થી 120 મળે છે. કોલ્ડ સ્ટોરેજ ચલાવવા માટે થતો ખર્ચ તેની સરેરાશ આવકના 25 ટકાથી વધારે છે. તેમાં ઇન્સ્યુલેટર નબળા પડતા અને તેની મશીનરીને ઘસારો લાગતા આ કોસ્ટ વધીને 40 ટકા સુધી પણ જાય છે.
ઓટોમેશન થયું ન હોવાથી સંચાલન ખર્ચ વધારે આવે છે. 20 વર્ષના પેબેક અવધિ સાથે આશરે 20 કરોડ રૂપિયાના રોકાણ માટે 10,000 ટન ક્ષમતાવાળા મલ્ટિ-આઇટમ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા જરૂરી છે. વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે 3 થી 4 કરોડની રોકાણ ક્ષમતા હોવી જરૂરી છે.
નબળી ક્વોલિટીનો માલ આવે તો તે લાંબો સમય સચવાતો નથી. શાકભાજીના ભાવ તૂટી જાય તો ખેડૂત તે લેવા માટે પણ આવતા નથી. ડિશામાં 20થી 25 કોલ્ડ સ્ટોરેજ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બીજા કોલ્ડ સ્ટોરેજ માંડ માંડ તેનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે.
ગુજરાતમાં 110ની આસપાસ કોલ્ડ સ્ટોરેજે સોલાર સબસિડી મેળવી છે.
31.08.2020ના રોજ મહત્વના રાજ્યવાર કોલ્ડ સ્ટોરેજ
કોલ્ડ સ્ટોરેઝ અને ક્ષમતા મે.ટન
આંધ્ર પ્રદેશ અને તેલંગાણા – 405 – 15 લાખ ટન
બિહાર – 311 – 15 લાખ
છત્તીસગઢ – 99 – 5 લાખ
ગુજરાત – 969 – 3822112
હરિયાણા – 359 – 819809
હિમાચલ પ્રદેશ – 76 – 146769
કર્ણાટક – 223 – 676832
કેરળ – 199 – 81705
મધ્યપ્રદેશ – 302 – 1293574
મહારાષ્ટ્ર – 619 – 1009693
ઓરિસ્સા – 179 – 572966
પંજાબ – 697 – 2315096
રાજસ્થાન – 180 – 611831
તમિલનાડુ – 183 – 382683
ઉત્તર પ્રદેશ – 2406 – 14714235
પશ્ચિમ બંગાળ – 514 – 5947311
કુલ ભારત – 8186 – 37425097
ભવિષ્ય કેવું
કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ કૃષિના અનાજ, ફળો, શાકભાજી, પશુધન ઉત્પાદનો વગેરેની શેલ્ફ લાઇફ વધારવા માટે કાર્યક્ષમ સંગ્રહ, પરિવહન અને વિતરણ સમાવિષ્ટ તાપમાન-નિયંત્રિત સપ્લાય ચેઇનની છે.
હાલમાં, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો જીડીપીમાં 18.3% યોગદાન આપે છે અને 45.5% વસ્તીને રોજગાર આપે છે. ભારતીય કોલ્ડ ચેઇન માર્કેટનું કદ 2022માં વધીને રૂ. 1,81,490 કરોડ થવાની ધારણા હતી. 2028 સુધીમાં રૂ. 3,79,870 કરોડ થઈ શકે છે. 12.3 ટકાનો વિકાસ બતાવે છે.
રૂ. 6000 કરોડની ફાળવણી 2017 માં કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2022 સુધીમાં 8.38 લાખ મેટ્રિક ટનની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા બનાવવામાં આવી છે.
2022 દરમિયાન, MoFPI દ્વારા રૂ. 1672.05 કરોડના મૂલ્યની 120 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
નાબાર્ડના અભ્યાસ મુજબ, દેશને 3.5 મિલિયન મેટ્રિક ટનની વધારાની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતાની જરૂર છે. ઈન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઈન અને વેલ્યુ એડિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ, 376 કોલ્ડ ચેઈન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં માછલીઓના કોલ્ડસ્ટોરેઝનો સમાવેશ થાય છે.
ગુજરાતનું ઉજ્જવલ ભવિષ્ય
ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થયો છે.
20 વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકોના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકોના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે.
રાજ્યમાં બાગાયતી પાકોનું વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટર નવું વાવેતર થાય છે. સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં નવું વાવેતર થયું છે.
ફળપાક
વર્ષ 2001-02માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 1 લાખ 98 હજાર હેક્ટર તથા ઉત્પાદન 26 લાખ 62 હજાર મે.ટન હતું, જેની સામે વર્ષ 2022-23માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 4 લાખ 48 હજાર હેક્ટર તથા ઉત્પાદન 82 લાખ 91 હજાર મે.ટન નોંધાયું છે. ફળપાકના ઉત્પાદનમાં 13.01 ટકા છે.
શાકભાજી
શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 2 લાખ 37 હજાર હેક્ટર તથા ઉત્પાદન 32 લાખ 99 હજાર મે.ટન હતું, જેની સામે વર્ષ 2022-23માં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 8 લાખ 82 હજાર હેક્ટર તથા ઉત્પાદન 1 કરોડ 67 લાખ 18 હજાર મે.ટન થયું છે. શાકભાજી પાકોના ઉત્પાદનમાં 12.59 ટકા ફાળો ગુજરાતનો છે.
મસાલા
મસાલા પાકોનો વાવેતર વિસ્તાર તે સમયે 2 લાખ 57 હજાર હેક્ટર તથા ઉત્પાદન 2 લાખ 40 હજાર મે.ટન હતું, જ્યારે વર્ષ 2022-23માં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર 6 લાખ 57 હજાર હેક્ટર તથા ઉત્પાદન 12 લાખ 1 હજાર મે.ટન સુધી પહોંચ્યું છે. ભારતના કુલ મસાલા પાકોના ઉત્પાદનમાં ગુજરાતનો 10.96 ટકા ફાળો છે.
દેશમાં પ્રથમ
પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત પ્રથમ છે. પપૈયા, ચીકુ, વરીયાળી, જીરૂ, ભીંડા અને અજમાંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. દાડમ તથા લીંબુના ઉત્પાદનમાં બીજા સ્થાને છે. ગુજરાત બટાકા અને વરીયાળીની ઉત્પાદકતામાં પ્રથમ છે. દાડમની ઉત્પાદકતામાં દેશમાં બીજા સ્થાને છે.
વધુમાં, ગુજરાત પાસે પોતાની આગવી ઓળખ કહી શકાય તેમજ વૈશ્વિક સ્તરે આગવું સ્થાન ધરાવટી “ગીરની કેસર કેરી” અને “કચ્છી ખારેક”નો પણ સમાવેશ થાય છે. તેથી ગુજરાતમાં હવે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવી જરૂરી બની ગઈ છે. જેથી શાક, ભાજી, ફળ, માળદી, દૂધ, માખણ જેના કૃષિ અને પશુ પેદાશોમાં સારું વળતર મળી શકે.
ગુજરાતની ક્ષમકા કેટલી છે
ગુજરાત પાસે 483 કોલ્ડ સ્ટોરેજ, 78 રાયપનીંગ ચેમ્બર, 38 પ્રાયમરી મિનિમલ પ્રોસેસીંગ યુનિટ, 12 હાઇટેક નર્સરી, 371 શોર્ટીગ-ગ્રેડીગ-પેકીગ યુનિટ, 34 ટીસ્યુ કલ્ચર લેબોરેટરી, 23 બાયોકંટ્રોલ લેબ, 19 પ્રી-કુલીંગ યુનિટ અને રેફ્રીઝરેટેડ વાન ગુજરાત પાસે છે.
ભારત વિશ્વની સૌથી મોટી કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે. 619 લાખ મેટ્રિક ટનથી વધુની ક્ષમતા ધરાવતા 37795 સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે 2199 કરોડ રૂપિયાની સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 1 મિલિયનથી વધુ ક્ષમતાવાળા લગભગ 250 પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન વેપાર
ઓનલાઈન ગ્રોસરી અને ફ્રેશ ફૂડનું વેચાણ વધ્યું છે. આ કારણે કોલ્ડ સ્ટોરેજ સેગમેન્ટની માંગમાં જોરદાર ઉછાળો આવવાની ધારણા છે. 2019માં દેશમાં કુલ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા 37 થી 39 મિલિયન ટન હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરીની આવક 2023 સુધીમાં 60 ટકા વધવાની ધારણા છે
કન્નૌજ કરતાં ડીસા આગળ
કન્નૌજ જિલ્લામાં 143 કોલ્ડ સ્ટોર છે. છેલ્લા 20 વર્ષમાં કોલ્ડ સ્ટોર્સની સંખ્યા બમણીથી પણ વધુ થઈ છે. 51 કોલ્ડ સ્ટોર હતા. 2001 અને 2010 ની વચ્ચે, 32 નવા કોલ્ડ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે 2011 થી 2020 ની વચ્ચે, 62 નવા કોલ્ડ સ્ટોર શરૂ થયા હતા.
કન્નૌજમાં કોલ્ડ સ્ટોરની ગતિ
1976 માં, જિલ્લાનો પ્રથમ કોલ્ડ સ્ટોર તિરવામાં બનાવવામાં આવ્યો હતો.
1980 સુધી જિલ્લામાં માત્ર ત્રણ કોલ્ડ સ્ટોર હતા.
1981 થી 1990 સુધી જિલ્લામાં છ નવા કોલ્ડ સ્ટોર બનાવવામાં આવ્યા હતા.
1991 થી 2000 સુધીમાં જિલ્લામાં 42 નવા કોલ્ડ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા.
2001 અને 2010 ની વચ્ચે, જિલ્લામાં 32 નવા કોલ્ડ સ્ટોર્સ બનાવવામાં આવ્યા હતા.
2011 થી 2020 ની વચ્ચે જિલ્લામાં 60 નવા કોલ્ડ સ્ટોર્સ બનાવવામાં આવ્યા હતા.
કન્નૌજમાં બટાકાનું અર્થશાસ્ત્ર
48500 એકરમાં બટાટાનું ઉત્પાદન થાય છે
125000 ખેડૂતો બટાકાની ખેતી કરે છે
બટાકાનું ઉત્પાદન 1500000 મેટ્રિક ટન બટાકા છે.
કોલ્ડ સ્ટોરમાં 1385372 મેટ્રિક ટન બટાકા સંગ્રહ કરવાની ક્ષમતા છે.