લોકહિત હોય એવી કોંગ્રેસની તમામ પ્રસનોટ

૨૫-૧૧-૨૦૨૫

ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છે: અમિત ચાવડા

· ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં : અમિત ચાવડા

· કો. પક્ષ ઇમાનદાર પોલીસ કર્મીઓને સલામ કરે છે પરંતુ લાંચિયા -હપ્તાખોરો છોડવામાં નહીં આવે એ પણ વાત ડંકાની ચોટ પર કહે છે.

હિંમતનગર ખાતે પહોંચેલી ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન વિરોધ કરવા આવેલા બુટલેગર અને ભાજપના મળતિયાઓ પર આકરા પ્રહાર ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હતા. ગુજરાતમાં બેરોટકોટ દારૂ – ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ગુજરાતમાં દારૂ એક વ્યાપાર બની ગયો છે.વારંવાર ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ પકડાય છે.દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.થરાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે રજુઆત કરી એ ગુજરાતની મહિલાઓની રજૂઆત હતી. આ રજૂઆત સાંભળીને ગાંધીનગરમાં બેઠેલ મુખ્યમંત્રી, ગૃહ મંત્રીમાં થોડી પણ શરમ હોય તો કહ્યું હોત તો કહ્યું હોત કે જે પણ પોલીસ સ્ટેશનની હદમાં એક પણ ટીપું દારૂ મળ્યું તો આખા સ્ટેશનના લોકોને સસ્પેડ કરી દેવામાં આવશે. પરંતુ જાણે પોતે બુટલેગરના વકીલ હોય , હપ્તાખોરોના ભાગીદાર હોય તેમ કો.ના ધારાસભ્ય સંસ્કારી નથી તેવું કહી રહ્યા છે.

આ હપ્તાખોરીને કારણે ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવો અને તાયફો કરી થયા છે. ભાજપનાં મળતિયાઓ જેઓ અત્યાર સુધી સાયકલ પર ફરતા હતા તેઓ આજે હપ્તરાજથી મોટી મોટી મોંઘી ગાડીઓમાં ફરી રહ્યા છે. ગુજરાતનાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે અને આ શેખી એટલા માટે મારે છે કારણકે ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છે.

જો બુટલેગરનો ધંધો બંધ થઈ જશે તો તેમના હપ્તા બંધ થઈ જશે તેથી તેમના પેટમાં તેલ રેડાયું છે માટે કો. પક્ષની ‘જન આક્રોશ યાત્રા’નો વિરોધ કરી રહ્યા છે.જે સાચા – ઇમાનદાર પોલીસ વાળા છે તેમણે કોઈ ડર નથી પરંતુ હપ્તા લેતા, ગુસખોરી કરતા, લાંચિયા લોકોને ડર લાગી થયો છે. કો. પક્ષ ઇમાનદાર પોલીસ કર્મીઓને સલામ કરે છે પરંતુ લાંચિયા -હપ્તાખોરો છોડવામાં નહીં આવે એ પણ વાત ડંકાની ચોટ પર કહે છે. ભાજપ કેમ બુટલેગરોને છાવરે છે? કેમ લાંચિયા – ભ્રષ્ટ લોકોની વકીલાત કરે છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે.
000000000
૨૪-૧૧-૨૦૨૫

ભાજપનો રાષ્ટ્રવાદના નામે પ્રચાર, પણ સંચાલન વિદેશથી!

ગુજરાત BJPનું સત્તાવાર X એકાઉન્ટ આયર્લેન્ડથી કેમ ઓપરેટ થાય છે? : હેમાંગ રાવલ

કો.નો ભાજપને સીધો પડકાર

આજે ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતના સત્તાવાર સોશિયલ મીડિયા સંચાલન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ભાજપના ‘રાષ્ટ્રવાદ’ના દાવાઓને દંભ સમાન દેખાઈ રહ્યાં છે. ગુ.પ્ર. કો. સમિતિના સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું છે કે, X (અગાઉનું ટ્વિટર) પ્લેટફોર્મ પરની નવી ટ્રાન્સપરન્સી ફીચર દ્વારા સ્પષ્ટપણે ખુલાસો થયો છે કે ગુજરાત ભાજપનું વેરિફાઇડ એકાઉન્ટ @BJP4Gujarat ભારત કે ગુજરાતમાંથી નહીં, પરંતુ આયર્લેન્ડ નામના વિદેશી દેશમાંથી ઓપરેટ થાય છે.

“જ્યાં એક તરફ ભાજપ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રોચ્ચાર કરીને રાષ્ટ્રીયતાનો ઝંડો લહેરાવે છે, ત્યાં જ બીજી તરફ ગુજરાતની જનતા સુધી પહોંચવા માટેનું પોતાનું સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ વિદેશી ભૂમિ પરથી સંચાલિત કરાવે છે, જે એક મોટો વિરોધાભાસ છે. જ્યારે ગુ.પ્ર. કો. સમિતિનું અને અમારા પ્રમુખ અમિત ચાવડાજી સહિતના સત્તાવાર એકાઉન્ટ સ્પષ્ટપણે ભારતમાંથી ઓપરેટ થાય છે, ત્યારે ભાજપ માટે આ સંચાલન ભારતમાં કેમ શક્ય નથી?”

આ પગલું ગુજરાતના યુવાનો, IT પ્રોફેશનલ્સ અને કાર્યકરો પરના ભાજપના અવિશ્વાસને દર્શાવે છે. શું ગુજરાતના સ્થાનિક ટેલેન્ટ પર પાર્ટીને ભરોસો નથી? આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે આ એકાઉન્ટ પર જે ડેટા, મેસેજીસ અને રાજકીય વ્યૂહરચના સંબંધિત ચર્ચાઓ થાય છે, તે આયર્લેન્ડના વિદેશી કાયદાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. શું BJP ગુજરાતની જનતાને તેમના સંવેદનશીલ ડેટાની સુરક્ષા અંગે ખાતરી આપી શકે છે?

અમે માંગણી કરીએ છીએ કે ભાજપ તાત્કાલિક આ બાબત પર સ્પષ્ટતા કરે. “ગુજરાતની જનતા જવાબ માંગે છે: શું ગુજરાતના રાજકારણમાં કોઈ ‘વિદેશી હાથ’ની દખલગીરી છે? ભાજપે તાત્કાલિક આ બેવડા ધોરણોનો અંત લાવીને પારદર્શિતા ખાતર આ એકાઉન્ટનું ઓપરેશન ગુજરાતમાં ટ્રાન્સફર કરવું જોઈએ અને આયર્લેન્ડમાં બેસીને ગુજરાતનો પ્રચાર કરનારા અજાણ્યા ઓપરેટરોની ઓળખ જાહેર કરવી જોઈએ.

હેમાંગ રાવલ
૧૭-૧૧-૨૦૨૫

અગ્નિવીર તાલીમમાં અકસ્માતથી વાઘુજી ઠાકોરનું સ્વપ્ન ચૂરચૂર 3 ટકા દિવ્યાંગ ગણાવી સેના સેવા કોર તાલીમ કેન્દ્રમાંથી બહાર

વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને અનુરૂપ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં રોજગાર આપવો જોઈએ, નહીં તો 21 વર્ષની ઉમરમાં જ તેમનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છેઃ કો.

ગુજરાતનો 20 વર્ષનો એક યુવક અગ્નિવીર માટે ૨૦૨૪માં પસંદ થાય છે. તાલીમ દરમિયાન ફિનિશિંગ લાઇન પર પહોંચતાં પહેલાં જ તે પડી જાય છે અને તેના પગમાં ફ્રેક્ચર થાય છે. બેંગલુરુના કમાન્ડ હોસ્પિટલમાં સારવાર બાદ તેને 8 અઠવાડિયાની રજા આપવામાં આવે છે. આ દરમિયાન તેને ડ્યુટીમાંથી 45 દિવસથી વધુ ગેરહાજરીનો નોટિસ મળે છે અને જ્યારે તે અગ્નિવીરના આર્મી સર્વિસ કોર (ASC) તાલીમ કેન્દ્ર પહોંચે છે, ત્યારે મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને ‘અયોગ્ય’ ગણાવી બહાર કરી દેવામાં આવે છે.

2 TRG BN, ASC સેન્ટરના કમાન ઓફિસરે તેમને મેડિકલ અનફિટ ગણાવી બોર્ડઆઉટ કરી દીધા. તેમના જણાવ્યા મુજબ મેડિકલ બોર્ડે તેમને 3 ટકા દિવ્યાંગ ગણાવ્યા છે. એટલું ઓછું કે દિવ્યાંગરૂપે કોઈ લાભ મળવો શક્ય નથી, અને એટલું વધુ કે હવે તેમને સેના કે કોઈ પણ વિંગમાં નોકરી મળી શકે તેમ નથી.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર 26 ઓક્ટોબર 2024ના રોજ અગ્નિવીરમાં પસંદ થતા આનંદથી ખીલ્યા હતા. પરંતુ તાલીમ દરમિયાન દોડતી વખતે ફિનિશિંગ લાઇન નજીક પગ મરડી જતાં તેઓ પડી ગયા અને ફ્રેક્ચરના કારણે તેમને કમાન્ડ હોસ્પિટલ, એર ફોર્સ, બેંગલુરુમાં દાખલ થવું પડ્યું. ત્રણ દિવસની સારવાર બાદ મેડિકલ બોર્ડે તેમને આઠ અઠવાડિયાની રજા આપી. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેમને રાહ જોઈ રહી હતી નિરાશા. વાઘુજી ઠાકોર સામાન્ય પરિવારમાં જીવન જીવી રહ્યાં છે. તેમનો પરિવાર “ભાગીયા” તરીકે ખેતી પર જીવન ગુજારી રહ્યાં છે.

ગુ.પ્ર. કો. સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજના દ્વારા સશસ્ત્ર દળોની શિસ્ત, સ્થિરતા અને મનોબળને ભારે આંચકો પહોંચ્યો છે. ભાજપ સરકારે દેશની આર્મ્ડ ફોર્સિસ ગૌરવ,યુવાનોના સપના અને તેમની કારકિર્દી સાથે પ્રયોગ કર્યો છે.પાંચ વર્ષ ની ભરતી લાવીને જવાનોનું મનોબળ તોડવાનું કામ ભાજપે કર્યું છે. કૉંગ્રેસની માંગ સ્પષ્ટ છે અગ્નિવીર યોજના સશસ્ત્ર દળોને કમજોર કરે છે, યુવાનોને નિરાશ કરે છે અને રાષ્ટ્રસુરક્ષાને અસર કરે છે. આ યોજના તાત્કાલિક સમીક્ષા કરીને સૈનિકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂરીયાત છે. અગ્નિવીર સાથે અન્યાય થયાની ગુજરાત કો.ની લાગણી છે. પાટણના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના ઠાકોર વાઘુજીને ટ્રેનિંગ દરમિયાન થયેલી ઇજાના કારણે અનફિટ જાહેર કરી દેવાયા, ટ્રેનિંગ દરમિયાન પગ મચકોડાય જતા 3% ડીસેબિલિટી જાહેર કરી અનફિટ જાહેર કરાયા, અનફિટ જાહેર કરાતા હવે આર્મીના કોઈ પણ વિભાગમાં નોકરી મેળવવાના દરવાજા બંધ થયા છે, એક નિર્ણયથી 21 વર્ષીય યુવકના નોકરી માટેના તમામ દરવાજા બંધ થાય એ કેટલા અંશે યોગ્ય ? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને મદદ માટે લેખિતમાં રજૂઆત કરી, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નથી. વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને અનુરૂપ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં રોજગાર આપવો જોઈએ, નહીં તો 21 વર્ષની ઉમરમાં જ તેમનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છે. કો. પક્ષના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોર દેશના રક્ષામંત્રી સમક્ષ આ મામલે ન્યાય મળે તે માટે લેખિત રજુઆત કરશે.

0000000000
તા.૧૦.૧૧.૨૦૨૫
* રાજ્યમાં ૧૦૭૫ શાળા અને ૨૯૫ કોલેજોમાં ચાલતા કેરીયર કોર્નરને ખંભાતી તાળા મારવાનું પાપ કરતી ભાજપ સરકાર.
* સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ વિસ્તારની શાળા, કોલેજોનાં કેરિયર કોર્નર પર ખંભાતી તાળા મારવાનો અવિચારી નિર્ણય તાત્કાલિક પરત ખેચવામાં આવે

રાજ્યની શાળા, કોલેજોમાં કારકિર્દી માર્ગદશન વ્યવસ્થાને ખંભાતી તાળા મારતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા એનએસયુઆઈનાં પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શાળાઓ અને કોલેજોમાં કેરિયર કોર્નર વર્ષોથી કાર્યરત હતા. કેરિયર કોર્નરથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું કરવું? કયા વિકલ્પો ઉપલબ્ધ છે? કયા કામમાં કેવી તક છે? કઈ કૌશલ્યની જરૂર છે? વિવિધ કોર્સો-અભ્યાસક્રમ અંગે યોગ્ય કેરિયર માર્ગદર્શન અને રોજગાર માહિતી મળી રહેતી હતી. શ્રમ અને રોજગાર વિભાગે શાળાને પરિપત્ર કરીને રાજ્યની ૧૦૭૫ શાળા અને ૨૯૫ કોલેજોમાં ચાલતા કેરીયર કોર્નરને ખંભાતી તાળા મારવાનો નિર્ણય કર્યો છે જેનાથી બાળકોને કારકિર્દી વિકલ્પ પસંદ કરવાથી વંચિત રખાવની પાપ ભાજપ સરકાર કરી રહી છે. રાજ્યની સરકારી શાળાઓમાં ૪૦,૦૦૦ જેટલી શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. જેનાથી શિક્ષણ અને રોજગાર, કારકિર્દી માર્ગદર્શનથી વંચિત રહે તે દિશામાં સરકારનું સ્પષ્ટ પગલું છે.
કારકિર્દી માર્ગદર્શન યોજનાનું મુખ્ય હેતુ ગામડા અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ ઉપલબ્ધ કરાવવું.વિદ્યાર્થીઓને અભ્યાસ, કૌશલ્ય, રોજગાર સુધીનો માર્ગ સમજાવવો.શાળા-કોલેજમાં કેરિયર જાગૃતિ ઊભી કરવી. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં શાળાઓમાં૧૭૦૫, કોલેજમાં ૨૯૫ એમ કુલ ૨૦૦૦ જેટલા કેરિયર કોર્નર હતા. જે સરકારનાં એક નિર્ણયથી તાળા લાગી ગયા છે. જેના લીધે વિવિધ કેરિયર વિકલ્પોની માહિતી વોકેશનલ કોર્સની માહિતી, ટેક્નિકલ ટ્રેઇનિંગ અંગેની માહિતી વગેરેથી ગુજરાતનો યુવાન વંચિત રહેશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ વિસ્તારની શાળા, કોલેજોનાં કેરિયર કોર્નર પર ખંભાતી તાળા મારવાનો અવિચારી નિર્ણય તાત્કાલિક પરત ખેચવામાં આવે તેવી એન.એસ.યુઆઈનાં પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.
0000000000
૨૧-૧૧-૨૦૨૫

ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને

વાચા આપવા ‘જન આક્રોશ યાત્રા’ ની શરૂઆત

જન આક્રોશ યાત્રા સાથે કો.ના સૌ આગેવાનો ગુજરાતની જનતાની સુખાકારી માટે સંકલ્પબધ્ધ થયા.

* ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરીશું

* ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપીશું, ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરીશું

* દારૂ અને ડ્રગ્સને ગુજરાતમાંથી સંપૂર્ણ નાબૂદ કરીશું

* ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત અપાવીશું

* ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશું

· ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે : મુકુલ વાસનિકજી

· બિહારમાં મત લેવા મહિલાઓના ખાતામાં દસ હજાર નાખ્યા પણ ગુજરાતમાં ખેડૂતોને સધિયારો આપવા રૂપિયા નથી : મુકુલ વાસનિકજી

· ૨૦૨૭માં કો.ની સરકાર બનશે તો ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા પેહલી કેબિનેટમાં દૂર કરવામાં આવશેઃ અમિત ચાવડા

· વર્તમાન સમયમાં સરકારના ત્રાસથી માત્ર ખેડૂતો જ નહીં BLO પણ આત્મહત્યા કરવા મજબુર થયા છેઃ અમિત ચાવડા

· યાત્રા કોઈ ચૂંટણી માટે કે મત લેવા માટે નથી પણ ગુજરાતીઓના હક-અધિકારની લડાઈને બુલંદ કરવા માટે, એક-એક ગુજરાતીની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, આક્રોશ છે, એને વાંચા આપવા માટેની આ યાત્રા છેઃ અમિત ચાવડા

· ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને યાત્રા દરમ્યાન ખુલ્લો પાડીશું : અમિત ચાવડા

· ગુજરાતની ૬ કરોડની વસ્તીમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે… આ ગુજરાતની વાસ્તવિકતા છે : ડૉ. તુષારભાઈ ચૌધરી

· કો.ે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી, અન્યાય સામે આ લડત ચાલુ જ રહેશે : ડૉ. તુષારભાઈ ચૌધરી

· જ્યારે પ્રજા ન્યાય માંગે છે ત્યારે સરકાર બહેરી બની જાય છે અને તેથી આજે અમારી ફરજ છે કે અમે પ્રજાના હક અને ગૌરવની રક્ષા કરીએ. : ગેનીબેન ઠાકોર

ગુ.પ્ર. કો. સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રદેશ કો. પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર, સહ પ્રભારી સુભાષિની યાદવ, બી. વી. નિવાસ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોના પ્રશ્નોને વાંચે આપવા “જન આક્રોશ યાત્રા” ની સફળ શરૂઆત

આજ રોજ તા ૨૧ નવેમ્બરથી કો. રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ઢીમા, ધરણીધર થી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે ૧૧૦૦ કિલોમીટરના પ્રથમ ચરણ ની પુર્ણાહૂતિ થશે.

અખિલ ભારતીય કો. સમિતિના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજીએ સંબોધનમાં જણાવ્યું કે, “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે.

યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે અને નાના વેપારીઓ પરિસ્થિતિ સામે લડી રહ્યા છે. આ ‘જન આક્રોશ યાત્રા’ કોઈ રાજકીય લાભ માટેની યાત્રા નથી –આ ગુજરાતના લોકોના હક અને ન્યાય માટેની લડત છે. પ્રત્યેક નાગરિકનું દુઃખ, પીડા, ફરિયાદ, આક્રોશ આ યાત્રામાં ઉઠાવાશે. આજે ગુજરાતના પ્રજાજનો સૌ એક જ અવાજ ઉઠાવી રહ્યો છે જે બદલાવ જરૂરી છે, આ યાત્રા પરિવર્તનની શરૂઆત છે.”

ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જન સભાને સંબોધતા જણાવ્યું કે, “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલું ભાજપનું શાસન એ નીતિ અને રીતિ મુજબ પ્રજાને ગુલામ બનાવવા અને શોષણ કરવા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’નું નિર્માણ થયું છે, જ્યાં સરકારને બદલે અધિકારી રાજ પ્રવર્તે છે અને પ્રજાના સંવૈધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે.

રાજ્યના બજેટ અને કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે થવાને બદલે માત્ર ઉત્સવો, તાયફાઓ અને ભ્રષ્ટાચાર પાછળ વેડફાય છે. તેમણે ખેડૂત વિરોધી નીતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ગુજરાતનો ખેડૂત રૂ. ૫૬,૦૦૦ના દેવામાં ડૂબેલો છે અને વારંવારની આત્મહત્યાઓ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી, ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ની નુકસાની સામે માત્ર રૂ. ૩,૫૦૦નું વળતર આપીને રાહત પેકેજના નામે મશ્કરી કરવામાં એ આવી છે. તાજેતરમાં વાવ-થરાદમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મોટાપાયે નુકસાન પણ થયું CM પણ આવ્યા હતા માત્ર જાહેરાતો કરી પણ આજદિન સુધી પુરા પૈસા ખેડૂતોને મળ્યા નથી. શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ થતા ગરીબ પરિવારો માટે ભણતર મુશ્કેલ બન્યું છે, જ્યારે દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીના કારણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે અને પોલીસ પણ જાણે હપ્તાખોરોની ગુલામ બની ગઈ છે. ગુજરાતના એક-એક ગુજરાતીના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી સરકારનું બજેટ બને છે. ગ્રામ પંચાયતથી લઈને રાજ્યની સરકાર હોય, દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, બધી જ જગ્યાએ જે બજેટ બને છે, પૈસા ગુજરાતીઓના ટેક્સના પૈસા છે. અને એ પૈસાનો ઉપયોગ જે થવો જોઈએ, એ લોકોની સુખાકારી માટે થવો જોઈએ, પારદર્શકતા સાથે વહીવટ થવો જોઈએ, મુઠ્ઠીભર લોકોને નહીં બધાને એનો લાભ મળવો જોઈએ. એનાથી ઊલટું થઈ રહ્યું છે આજે ગુજરાતમાં ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં ગુજરાતના તમામ વર્ગ, વિસ્તારના લોકો, સર્વ સમાજના લોકો આજે આર્થિક રીતે તકલીફમાં છે. અહીં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લથડવાને કારણે સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે, એમને આવનારું ભવિષ્ય માટે ચિંતા થઈ રહી છે. એવા સંજોગોમાં ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર થયો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર-દર ભટકી રહ્યો છે. સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે.

ગુજરાતમાં આંગણવાડીની બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય, ગામના વીસીઈઓ હોય કે બધા જ લેવલે જે શોષણ થઈ રહ્યું છે એની સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે છે. ખુલ્લેઆમ ગુંડાઓ, લુખ્ખાઓ, હથિયારો સાથે લોકોની જાહેરમાં હત્યાઓ કરે છે. બેન-દીકરીઓની સલામતી નથી રહી, દિવસે દિવસે બળાત્કારના બનાવો વધતા જાય છે. દારૂ-ડ્રગ્સની બદી એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે, નાની ઉંમરે બેન-દીકરીઓ વિધવા થઈ રહી છે. ગામથી લઈને ગાંધીનગર સુધી ખુલ્લેઆમ હપ્તાને કારણે દારૂ વેચાઈ રહ્યો છે, એ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાના વેપારીઓ જીએસટીની ઝંઝટમાં પરેશાન છે. આદિવાસી વિસ્તાર હોય કે અન્ય પછાત વિસ્તારો હોય, એના પ્રશ્નો કોઈ સાંભળવા વાળું નથી. ત્યારે સમાજના દરેક વર્ગના લોકો, એ યુવાનો હોય, મહિલા હોય, ખેડૂત હોય, વેપારી હોય કે સામાન્ય કોઈ નોકરિયાત વર્ગ હોય, એ બધાનો જે તકલીફ છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળવા વાળું આ સરકારમાં કોઈ નથી. ત્યારે ગુજરાતીઓના હક-અધિકારની લડાઈને બુલંદ કરવા માટે, એક-એક ગુજરાતીના જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે રજૂઆતો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરીએ છીએ. હું આ આખા ગુજરાતના તમામ લોકોને આહવાન કરું છું, આમંત્રણ આપું છું કે આ યાત્રા કોઈ આજે ચૂંટણી માટે કે મત લેવા માટે નહીં પણ ગુજરાતીઓના હક-અધિકારની લડાઈને બુલંદ કરવા માટે, એક-એક ગુજરાતની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, આક્રોશ છે, એને વાચા આપવા માટેની આ યાત્રા છે. ત્યારે આવો, સૌ સાથે મળીને આ યાત્રામાં જોડાઈએ અને ગુજરાતની પ્રજા જે ઝંખી રહી છે કે ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર આવે, જનતાની સરકાર આવે, તો એ સંજોગોમાં યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ કરવા માટે હું સૌ ગુજરાતીઓને આમંત્રણ આપું છું

વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જનસભા અને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રને પડતા મૂકવાનું પગલું માત્ર ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે, કારણ કે દાહોદ જિલ્લાના ૮૦ ગામડામાં જ રૂ. ૪૩૪ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી. તેમણે નલ સે જલ યોજનામાં પણ મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો કે નળ લાગી ગયા છે, પરંતુ પાણી નથી.

શિક્ષણ અને બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું કે ૫,૬૪૬ શાળાઓમાં મેદાન નથી, ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની ઘટ છે, અને કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ આદિવાસી વિસ્તારના ૩.૨૧ લાખ બાળકો કુપોષિત છે.

કો.ે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મુક્તા સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી અને આ લડત ચાલુ જ રહેશે. ગુજરાતની વસ્તી આપણે ૬ કરોડની ગણીએ તો એમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે “ઉત્તર ગુજરાતના લોકો લાંબા સમયથી મુશ્કેલીઓ અને અપમાન સહન કરી રહ્યા છે. પાક બરબાદ થાય, દુષ્કાળ આવે, વધુ વરસાદ પડે, તો ખેડૂતોને ન્યાયથી વળતર નથી મળતું. યુવાનો રોજગાર માટે ભટકાઈ રહ્યા છે અને મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો ઊંડા છે.

આ વિસ્તારના પ્રશ્નોને સાંભળવા વાળું કોઈ નથી, અને એ કારણે આજે લોકોમાં ભારે આક્રોશ છે. આ ‘જન આક્રોશ યાત્રા’ એ આ અવાજને ઊંચો કરવાની, ન્યાયની માગને મજબૂત કરવાની અને શોષણનો અંત લાવવાની યાત્રા છે. જ્યારે પ્રજા ન્યાય માંગે છે ત્યારે સરકાર બહેરી બની જાય છે અને તેથી આજે અમારી ફરજ છે કે અમે પ્રજાના હક અને ગૌરવની રક્ષા કરીએ.”

ઉપસ્થિત સર્વે કો.ના આગેવાનોએ સંકલ્પ વ્યક્ત કર્યો કે આ ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે અને ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે.

ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, “આ યાત્રા ફક્ત રાજકીય પ્રચાર નથી, પરંતુ તમારા પ્રશ્નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો સંઘર્ષ છે. આ યાત્રા દરમિયાન અમે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દરેક શોષિત વર્ગ સાથે સીધો સંવાદ કરીશું, તેમને ‘જનમંચ’ આપીશું અને તેમના આક્રોશને બુલંદી આપીશું.

જો તમારા પ્રશ્નો વણઉકેલ્યા હોય, તમને અન્યાય થયો હોય, અથવા તમે ભ્રષ્ટાચારથી ત્રસ્ત હો, તો આ ‘જન આક્રોશ યાત્રા’માં જોડાઈને તમારો અવાજ સરકાર સામે બુલંદ કરો. કો. આ લડાઈને પરિણામલક્ષી બનાવીને ૨૦૨૭માં ગુજરાતમાં પરિવર્તન લાવીને જ રહેશે.

૧૧૦૦ કિલોમીટર ચાલનારી પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રાની થરાદ, ઢીમા ખાતેથી શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લા કો. સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા કો., યુથ કો., એન.એસ.યુ.આઈ, સેવાદળ, સોશિયલ મીડિયા સહિતના સર્વે સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને જન આક્રોશ યાત્રામાં ભાગ લીધો હતો.

હેમાંગ રાવલ
0000000000
• સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપે.

ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમા ની યોજના કાર્યરત છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતો નો શું વાંક છે? જો યોજના કાર્યરત હોત તો ગુજરાત ના લાખો ખેડૂતો ને આર્થિક વિનાશ થી બચાવી શક્યા હોત.

• જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશ થી ભાગનારા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?

• પશુધન માટે ઘાસચારાની અછત છે ત્યારે વિનામુલ્યે પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશ થી પાયમાલ થયેલ ખેડૂતોની સંવેદના સાથે સુર પુરાવતા ગુ.પ્ર. કો.ના પૂર્વ પ્રમુખ, સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે ગુજરાતના ખેડૂતોનું જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર સરકાર આપે. ગુજરાત રાજ્યમાં ૨૦૨૦થી પાક વીમાની યોજના બંધ કરી દેવામાં આવી છે, જો યોજના કાર્યરત હોત તો ગુજરાતના લાખો ખેડૂતોને આર્થિક વિનાશથી બચાવી શક્યા હોત. ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમાની યોજના કાર્યરત છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતોનો શું વાંક છે? ગુજરાત રાજ્યમાં ખેડૂતોની કફોડી સ્થિતિ છે, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના યુવા ખેડૂત એ સોનાની સામે ધિરાણ લઈને વાવેતર કર્યું હતું. પાકનો સર્વનાશ થતા ખેડૂતને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી, તેજ પ્રકારની આત્મહત્યાની કરૂણ ઘટના ગિર સોમનાથના ઉના તાલુકામાં બનેલ હતી તે હૃદયદ્રાવક છે. શક્તિસિંહ ગોહિલે અપીલ કરી હતી કે સંઘર્ષના સમય માં સમગ્ર ગુજરાત અને કો. પક્ષ ખેડૂતોના પડખે ઊભા છીએ ત્યારે ઘર પરિવારને ધ્યાનમાં રાખીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ના લેવા વિનંતી કરીએ છે.
ગુજરાત રાજ્યમાં જગતના તાત ખેડૂતો ઉપર આફત આવી પડી હોય ત્યારે સરકાર દ્વારા સર્વેના નામે ખેડૂતોને કનડકટ ઊભી કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સર્વે પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે સરકારે સર્વેના નાટક બંધ કરીને જેટલું ખેડૂતનું વાવેતર હોય તેટલું તેમને વળતર આપવું જોઈએ. ભૂતકાળમાં ખેડૂતો ના આફતના સમયે કો.ની યુપીએ સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતો ના ૭૨૦૦૦ કરોડના દેવા માફ કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પ્રચારમાં હાલના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર બનતા જ પહેલી જાહેરાત ખેડૂતોના દેવા માફીની થશે તે ૧૧ વર્ષ પૂર્ણ થયા બાદ થઈ નથી. જ્યારે ગુજરાતના ખેડૂતો ભારે આફતમાં હોય, ત્યારે ડબલ એન્જિનની સરકાર, ૫ ટ્રિલિયનની સરકારને દેવા માફી કરતા કોણ રોકી રહ્યું છે? જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશથી ભાગનારા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે તાત્કાલિક ગુજરાત ના ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ. કો.ની કર્ણાટક અને તેલંગાણાની સરકાર જો ખેડૂતોના ખાતામાં સીધા એકર દીઠ ૧૬૦૦૦ અને ૧૮૦૦૦ આપી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને વાવેતર જેટલું વળતર ચૂકવી દેવું જોઈએ. ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે પશુપાલકો પીડા અને તકલીફમાં છે, પશુધન માટે ઘાસચારો જે મગફળી અને સોયાબીન ના પાંદડાઓમાંથી મળતો તે નાશ થઈ ચૂક્યો છે. પશુધન માટે ઘાસચારાની અછત ઉભી થઈ છે ત્યારે ભૂતકાળની કો.ની સરકાર દક્ષિણ ભારત થી ટ્રેન દ્વારા વિનામૂલ્ય ઘાસચારો ઉપલબ્ધ કરાવતી હતી. સરકાર પશુધન માટે ઘાસચારો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવો જોઈએ, ફોરેસ્ટના ગોડાઉનમાં ઘાસચારો ઉપલબ્ધ હોય તેને પશુધન માટે આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા આગામી 6 નવેમ્બરથી ગુજરાત રાજ્યના જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીના નેતૃત્વ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ખેડૂત આક્રોશ યાત્રા નવેમ્બર 13 સુધી સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી ખેડૂતોની તકલીફ અને પીડાને વાચા આપવાનું કામ કરશે. ખેડૂત આક્રોશ યાત્રામાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રદેશના નેતાઓને જવાબદારી સોંપાઈ છે તે હેઠળ નવેમ્બર ૮ ના રોજ ખીજડીયા હનુમાન-અમરેલી થઈ ગઢડા સુધીની યાત્રામાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.

(ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા)
000000000000
તા.૨૦-૧૧-૨૦૨૫

• ગુ.પ્ર. મહિલા કો. દ્વારા ‘નેતૃત્વ સૃજન’ બે દિવસીય તાલીમ શિબીરનું મહિલા કો. રાષ્ટ્રિય અધ્યક્ષા મતિ અલકા લાંબા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું.

• મહિલા નેતૃત્વ સૃજન તાલીમ શિબીરમાં સંગઠન, ટીમ બિલ્ડીંગ, વિવિધ માધ્યમોનો સહયોગ, સંવિધાન, લોકતંત્ર સહિતના વિષયો પર વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો-રાષ્ટ્રિય નેતાઓ આપી તાલીમ.

ગુજરાત મહિલા કો. દ્વારા ‘નેતૃત્વ સૃજન’ તાલીમ શિબીર ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા કો.ના પ્રમુખ અલકાબેન લાંબા અને સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુપ્રિયા નેત ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મહિલા કો.ના પ્રમુખ અલકા લાંબાજીએ શિબિરને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત મહિલા કો. દ્વારા બે દિવસીય ‘મહિલા નેતૃત્વ સૃજન’ કાર્યક્રમ થકી મહિલાઓને મુખ્યધારામાં નેતૃત્વ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલા કો. મજબૂતાઈથી લડશે. શિબિરમાં સોશિયલ મીડિયા, મીડિયા, ટીમ બિલ્ડિંગ, કો. વિચારધારા, લોકશાહી અને સંવિધાન સહિતની ટ્રેનિંગ થકી મજબૂત મહિલા નેતૃત્વ કો. પક્ષને મળશે.

મહિલા નેતૃત્વ સૃજન શિબીરને સંબોધન કરતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત મહિલા કો.ની તમામ મહિલાઓ આગેવાની લે, ગુજરાતમાં મોઘવારી, બેરોજગારી, મહિલા અત્યાચાર સહિતના વિવિધ મુદ્દાઓને ઉજાગર કરવા માટેના કાર્યક્રમો કરી ગુજરાતની મહિલાઓના અવાજને મજબૂત બનાવે. કો. પક્ષ મહિલા નેતૃત્વ અને મહિલા સશક્તિકરણ માટે હંમેશા કટિબદ્ધ રહ્યો છે. મહિલા કો. રાજ્યની મહિલાઓનો પ્રબળ અવાજ બને.

વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ શિબિરને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલા નેતૃત્વ ખૂબ જ મહત્વનું છે ત્યારે ભાજપની જેમ મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોય તેમ નહીં પરંતુ ખરા અર્થમાં મહિલા કો. મહિલા સશક્તિકરણ માટે આગળ આવે. કો. પક્ષ તમામ સ્તરે મહિલાઓને તેમના હક્ક અને અધિકાર માટે સંકલ્પબદ્ધ છે.

શિબિરના પ્રથમ દિવસે સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુપ્રિયા નેતજીએ સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલું મહત્વનું અને ઉપયોગી થઈ શકે એ અંગે એપ્લિકેશન સહિત વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. ભાજપ દ્વારા કેટલી મોટી માત્રામાં ખોટો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેનો સામનો કરવા સત્ય અને તથ્ય સાથે સોશિયલ મીડિયામાં માહિતી મૂકવાની કામગીરી વધુ અસરદાર કઈ રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શિત કર્યા હતા. લોકશાહીમાં મહિલા નેતૃત્વ અને પ્રતિનિધિત્વ અંગે વિવિધ એક્ટિવિટી સાથે સ્કૂલ ઓફ ડેમોક્રસીનાં પ્રખરજીએ સેશન લીધો હતો. પૂર્વ સાંસદ ડૉ.અમીબેન યાજ્ઞિક, કેપ્ટન દાવરાએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. શિબીરમાં બીજા દિવસે તાલીમ વિભાગના વડા સચિન રાવ, નિવાસ વીવી, સોફીયાખાન, પ્રો. હેમંત પરિખએ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે. સમગ્ર નેતૃત્વ સૃજન શિબિરમાં પ્રદેશ હોદ્દેદાર, આગેવાન, ગુજરાતના તમામ મહિલા કો. જિલ્લા પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યા હતા.

(ડૉ. હિરેન બેન્કર)
00000000000
તા. ૧૬-૧૧-૨૦૨૫

ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને

વાચા આપવા ‘જન આક્રોશ યાત્રા’

ગુ.પ્ર. કો. સમિતિ ખાતે પ્રદેશ કો. પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા કો.
પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી દ્વારા “જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ”ની જાહેરાત.

· ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને યાત્રા દરમ્યાન ખુલ્લો પાડીશું : અમિતભાઈ ચાવડા

· ૫૦,૦૦૦ રૂપિયાની નુકસાની સામે ૩,૫૦૦ રૂપિયાનું વળતર મળે તો ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે ? ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો : અમિતભાઈ ચાવડા

· ‘જનઆક્રોશ યાત્રા’ એ પરિવર્તનનો શંખનાદ છે. ૨૦૨૭ માં ગુજરાતની જનતા સાથે રહી પરિવર્તન લાવીશું : અમિતભાઈ ચાવડા

· ગુજરાતની ૬ કરોડની વસ્તીમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે… આ ગુજરાતની વાસ્તવિકતા છે : ડૉ. તુષાર ચૌધરી

· કો.ે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી, અન્યાય સામે આ લડત ચાલુ જ રહેશે : ડૉ. તુષાર ચૌધરી

તા. ૨૧ નવેમ્બરથી કો. રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ઢીમા, ધરણીધર થી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.

ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતમાં ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસન સામે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી.

ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રોને ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલું ભાજપનું શાસન એ નીતિ અને રીતિ મુજબ પ્રજાને ગુલામ બનાવવા અને શોષણ કરવા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’નું નિર્માણ થયું છે, જ્યાં સરકારને બદલે અધિકારી રાજ પ્રવર્તે છે અને પ્રજાના સંવૈધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે.

કો. પ્રમુખે રાજ્યના બજેટ અને કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે થવાને બદલે માત્ર ઉત્સવો, તાયફાઓ અને ભ્રષ્ટાચાર પાછળ વેડફાય છે. તેમણે ખેડૂત વિરોધી નીતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ગુજરાતનો ખેડૂત રૂ. ૫૬,૦૦૦ના દેવામાં ડૂબેલો છે અને વારંવારની આત્મહત્યાઓ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી, ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ની નુકસાની સામે માત્ર રૂ. ૩,૫૦૦નું વળતર આપીને રાહત પેકેજના નામે મશ્કરી કરવામાં આવી છે. શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ થતા ગરીબ પરિવારો માટે ભણતર મુશ્કેલ બન્યું છે, જ્યારે દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીના કારણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે અને પોલીસ પણ જાણે હપ્તાખોરોની ગુલામ બની ગઈ છે.

આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘જન આક્રોશ યાત્રા’ની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના વાવ (ધરણીધર ભગવાન મંદિર, ભીમા)થી થશે અને ૩જી ડિસેમ્બરે બેચરાજી (બહુચર માતા મંદિર) ખાતે સમાપ્ત થશે. આ પ્રથમ તબક્કાની ૬૦ દિવસની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ કરવામાં આવશે.

વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રને પડતા મૂકવાનું પગલું માત્ર ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે, કારણ કે દાહોદ જિલ્લાના ૮૦ ગામડામાં જ રૂ. ૪૩૪ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી. તેમણે નલ સે જલ યોજનામાં પણ મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો કે નળ લાગી ગયા છે, પરંતુ પાણી નથી.

શિક્ષણ અને બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું કે ૫,૬૪૬ શાળાઓમાં મેદાન નથી, ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની ઘટ છે, અને કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ આદિવાસી વિસ્તારના ૩.૨૧ લાખ બાળકો કુપોષિત છે. તેમણે બેરોજગારીનો આંકડો ટાંકતા કહ્યું કે માત્ર ૫ સ્ટાફ નર્સની ભરતી સામે ૩,૧૫૦ અરજીઓ આવે તે ગુજરાતની ગંભીર સ્થિતિ દર્શાવે છે.

કો.ે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મુક્તા સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી અને આ લડત ચાલુ જ રહેશે. હાલમાં જ જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનું જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિન અધિકૃત રીતે જંગલના દાવાઓ ના મંજૂર કરવામાં આવે છે.

ગુજરાતની વસ્તી આપણે ૬ કરોડની ગણીએ તો એમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે… આ ગુજરાતની વાસ્તવિકતા છે.

કો.ના નેતાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે આ ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે અને ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે.

ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, “આ યાત્રા ફક્ત રાજકીય પ્રચાર નથી, પરંતુ તમારા પ્રશ્નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો સંઘર્ષ છે. આ યાત્રા દરમિયાન અમે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દરેક શોષિત વર્ગ સાથે સીધો સંવાદ કરીશું, તેમને ‘જનમંચ’ આપીશું અને તેમના આક્રોશને બુલંદી આપીશું.

જો તમારા પ્રશ્નો વણઉકેલ્યા હોય, તમને અન્યાય થયો હોય, અથવા તમે ભ્રષ્ટાચારથી ત્રસ્ત હો, તો આ ‘જન આક્રોશ યાત્રા’માં જોડાઈને તમારો અવાજ સરકાર સામે બુલંદ કરો. કો. આ લડાઈને પરિણામલક્ષી બનાવીને ૨૦૨૭માં ગુજરાતમાં પરિવર્તન લાવીને જ રહેશે.

ગુ.પ્ર. કો. સમિતિ ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં પ્રદેશ અગ્રણી ડૉ. હિમાંશુ પટેલ, ચેતન રાવલ, મીડીયા કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હેમાંગ રાવલ
000000000000
તા. ૧૧-૧૧-૨૦૨૫

ગુ.પ્ર. કો. સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે

વિવિધ સંગઠનોની મહત્વની બેઠકો યોજાઈ.

· શહેર-જિલ્લા, તાલુકા, નગરપાલિકા વોર્ડ પ્રમુખઓની બેઠક, યુથ કો.ના હોદ્દેદારઓની બેઠક, એન.એસ.યુ.આઈ.ની પ્રદેશ કાર્યકારાણી તથા સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટની કારોબારી સહિતની બેઠકો યોજાઈ.

· સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિત વિવિધ સંગઠનના વડાઓએ પક્ષની આગામી તૈયારીઓ અને કાર્યક્રમો તથા કો. પક્ષની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવા આહવાહન કર્યું.

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે સૌ પ્રથમ સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટની બેઠક મળી હતી. ઉપરોકત બેઠકમાં સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાતના સહપ્રભારી સુહાસીની યાદવ, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના ગુજરાતના પ્રભારી કે.કે. શાસ્ત્રીજી, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના પ્રમુખ ભુમન ભટ્ટ તથા મીડીયા કો-ઓર્ડીનેટર પ્રવક્તા હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્યારબાદ એન.એસ.યુ.આઈ.ની કારોબારી યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ એન.એસ.યુ.આઈ. અને યુથ કો. પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ યુથ કો. પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મંત્રી સંજય સોલંકી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને આવનારા દિવસોમાં યુવાઓને શિક્ષણના મુદ્દે વિશેષ જવાબદારી વિષે અવગત કર્યા હતા.

શહેર-જિલ્લા, તાલુકા, નગરપાલિકા વોર્ડ પ્રમુખઓની બેઠકમાં સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાતના સહપ્રભારી સુહાસીની યાદવ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સંગઠન સર્જન અભિયાનને વધુ મક્કમતાથી આગળ ધપાવી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બુથ સુધી જવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ઉપરોક્ત બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) ની મહત્વની કાર્યવાહીની કો. પક્ષના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

યુથ કો.ના હોદ્દેદારઓની બેઠકમાં સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, યુથ કો. પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, પૂર્વ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, રાષ્ટ્રીય યુથ કો.ના મંત્રી મહિપાલસિંહ ગઢવી, પવનસિંહ મજેઠીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બેરોજગારી, કોન્ટ્રાક્ટ પધ્ધતિ, ફિક્સ પગાર જેવા યુવાઓના મુદ્દે સડક થી લઈને વિધાનસભા સુધી લઈ જવા કટિબધ્ધતા દર્શાવી હતી.

હેમાંગ રાવલ
00000000000
તા. ૧૧-૧૧-૨૦૨૫

‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ

સહી ઝુંબેશ દ્વારા કો.ના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે સમર્થનમાં મેળવેલ સહીના કાગળો વાહન દ્વારા કો.ના મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે રવાના કરાયા.

કો.ના કાર્યકર્તાઓએ જનજન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનીક અધિકારો અને વોટચોરી અંગે જાગૃત કર્યા : મુકુલ વાસનિકજી

‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાનને ગુજરાત ભરમાં પ્રચંડ પ્રતિસાદ મળેલ છે : અમિત ચાવડા

કો.ના કાર્યકર્તાઓએ સહી ઝુંબેશ દ્વારા સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે લાખોની સંખ્યામાં સમર્થન મેળવેલ છે અને મિસ્ડ કોલ અભિયાન દ્વારા ૭.૫૦ લાખ કરતા વધુ નાગરિકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે : અમિત ચાવડા

ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કર્યા છેઃ ડૉ. તુષાર ચૌધરી ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા “વોટ ચોર- ગાદી છોડ” મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં જન-જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં. સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતીમાં કો.ના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે સમર્થનમાં મેળવેલ સહી રૂપી ફોર્મ વાહન દ્વારા કો.ના મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવામાં આવ્યાં હતાં.

સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા તારીખ 3 ઓક્ટોબર થી લઈને 10 ઓક્ટોબર સુધી”વોટ ચોર- ગાદી છોડ” મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં જન-જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવા જાહેર જનતાને તેમના સંવિધાનીક અધિકારો અને કઈ રીતે વોટ ચોરી થાય છે તે બાબતે માહિતગાર કરવામાં આવ્યાં હતાં અને સમગ્ર ગુજરાતના નાગરિકોને અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આખા દેશમાં વોટ ચોરીનું જે ષડયંત્ર ચાલતું હતું તેને સાબિતી સાથે ખુલ્લુ પાડવામાં આવ્યું છે. જે રીતે ભાજપ સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી પંચનો દુરુપયોગ કરી અને વોટ ચોરી કરીને ચૂંટણીઓ જીતી રહ્યાં છે એની સામે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે. દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગસ્વરૂપ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે. દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તે દરેકના મતની કિંમત સમાન છે. દેશના લોકોના બંધારણના અધિકાર છીનવવા માટે પારંગત એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાસે આ દેશના લોકો પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ આજે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગઈ છે. વોટ ચોરીથી લોકોના અધિકારો તો છીનવાઈ રહ્યાં જ છે પરંતુ તેમની ઓળખ પણ છીનવાઈ રહી છે.

‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાનને ગુજરાત ભરમાં પ્રચંડ પ્રતિસાદ મળેલ છે, મિસ્ડ કોલ અભિયાન દ્વારા આજદિન સુધીના ડેટા પ્રમાણે ૭.૫૦ લાખ નાગરિકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સાથેસાથે સહી ઝુંબેશ દ્વારા કો.ના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે લાખોની સંખ્યામાં સમર્થનમાં મેળવેલ સહી કરેલ છે. તે બદલ પ્રદેશ કો. સમગ્ર ગુજરાતની જાગૃત જનતાનો આભાર માને છે. ગુજરાત સહિત દેશના સમગ્ર રાજ્યોમાંથી પાંચ કરોડથી વધારે સમર્થન રૂપી લોકશાહી બચાવવા ચૂંટણી પંચ તથા મહામહિમ રાષ્ટ્રપતિ પાસે કો.નું શીર્ષ નેતૃત્વ જઈ અને લોકશાહી બચાવવાની લડાઈ રૂપે આ સહીઓ તેમને સુપ્રત કરવામાં આવશે. દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવિધાનોની રક્ષા માટે કો.નો એક-એક કાર્યકર વોટરક્ષક બનીનેપોતાની ફરજ બજાવવા કટિબધ્ધ છે.

વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે એટલા માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એકબાજુ મોંઘવારીથી પરેશાન છે, યુવાઓને રોજગાર નથી મળતો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, વેપારીઓના ધંધા-વેપાર ચોપટ થઈ ગયા છે, ગરીબ-સામાન્ય માણસને કોઈપણ અધિકાર કે ન્યાય નથી મળતો, બધા જ વર્ગ-વિસ્તારના લોકો પરેશાન છે. પણ સરકાર બિંદાસ છે કારણ કે સરકારને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું, ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને અમે વોટ ચોરી કરી ચૂંટણીઓ જીતી જઈશું. ભલે લોકો ખાડામાં પડે, ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે, ભરે પેપર ફુટે, ભલે યુવાનોને નોકરીઓના મળે, કર્મચારીઓ આંદોલન કરે, કામદારો પરેશાન હોય પણ સરકારનો કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટચોરી સાથે સીધા સંડોવાયેલા છે.

રાજીવ ગાંધી ભવન ખાતે સહી ઝુંબેશ દ્વારા એકઠા કરાયેલા ફોર્મ કો.ના મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા શહેર-જિલ્લા કો. સમિતિના પ્રમુખઓ, એન.એસ.યુ.આઈ., યુથ કો. તથા સોશીયલ મીડીયાના કાર્યકર્તાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

હેમાંગ રાવલ
000000000000
અખબારી યાદી તા.૦૧.૧૧.૨૦૨૫

* “સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: ભ્રષ્ટાચારમાં ભાજપ નહિ પરતું ભ્રષ્ટાચારમાં ભાજપ ગાળાડૂબ છે: ડો.હિરેન બેન્કર.

* ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ?: ડો.હિરેન બેન્કર.

* રાજ્યની ભાજપ શાષિત નગરપાલિકાઓમાં ભયમુક્ત બેફામ ભ્રષ્ટાચાર:સલાલા, લુણવાળા સહિતની ભાજપ શાષિત નગરપાલિકામાં ખુદ ભાજપના આગેવાનોની ફરિયાદો.

ગુજરાતમાં ભાજપ શાષિત નગરપાલિકાઓમાં થઇ રહેલા બેફામ ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે “સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર છે. અમરેલીમાં ભાજપમાં ભ્રષ્ટાચારને પગલે જૂથબંધી ચરમ સીમાએ થયો છે ચલાલા ન.પા.માં તમામ ૨૪ માંથી ૨૦ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાઓનું આયોજન કરવામાં નથી આવ્યું. છેલ્લા સાત મહિનામાં માત્ર એકમાત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજ દિન સુધી એકપણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે. લુણાવાડા નગરપાલિકામાં સ્વિમિંગ પુલના રૂ. ૪૦.૬૯ લાખના ચુકવણાને લઈને ભાજપના જ ૧૧ સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારની રજૂઆત કરી છે સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં પણમોટાપાયે ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે. જેમાં ૩૦૦ રૂપિયાની લાઈટની રૂ.૨૯૭૮માં ખરીદી કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઈટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઉપલેટા નગરપાલિકામાં ૨૦ લાખની ટ્યુબલાઈટ ખરીદી કરવા આવી જેમાં ૮૦૦ રૂપિયાની ટ્યુબલાઈટ ૧૯૦૦માં ખરીદી કરી હતી. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ફરિયાદો હવે ભાજપના જ ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ? આ ભ્રષ્ટાચારઓ સામે ક્યારે કાર્યવાહી થશે?
ગુજરાતની વિવિધ નગરપાલિકાઓની સ્થતિ દયનીય છે. નગરજનોને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ભ્રષ્ટાચારમાં ભાજપ નહિ પરતું ભ્રષ્ટાચારમાં ભાજપ ગાળાડૂબ છે.ભાજપના સતાધીશો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોય તેમ વર્તી રહ્યા છે. સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાની કંગાળ હાલત છે નગરપાલિકાઓનાં વીજબિલ ભરવાના ફાંફા છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ ૬૭ નગરપાલિકા અધધધ રૂ. ૩૯૫ કરોડની રકમ બાકી હતી અને તેમનું વીજ કનેકશન સંપૂર્ણ કાપી શકતા નથી તેમ વીજ કંપનીનાં અધિકારી જણાવી રહ્યા છે. નગરપાલિકાની તિજોરીનાં ખાલી ખમ થઇ ગઈ છે.વીજ બીલ ભરવા માટે પણ નગરપાલિકાઓએ વ્યાજે રૂપિયા લેવા પડે તેવી સ્થિતિ આવી છે. શું ભાજપના સત્તાધીશો નગરજનોને લૂટવા જ બેઠા છે?નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકાની તિજોરીને થતા નુકસાનને સ્તવરે અટકાવામાં આવે તેવી કો. પક્ષ માંગ કરે છે.
00000000000
૧૧.૧૦.૨૦૨૫
અખબારી યાદી

• ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને ન્યાય માટે માંગ કરી.
• સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરે : અમિત ચાવડા
• કો. શાસિત કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક ૩૨૦૦૦ રૃપિયા સીધા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે તેવી યોજના ગુજરાતમાં લાગુ કરે : અમિત ચાવડા
• ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા આવનારી ૧૫ ઓક્ટોબર ખેડૂતો ના હક્ક અધિકારોના મુદ્દે સૌરાષ્ટ્રના તાલુકા મથકો ઉપર ખેડૂત વિરોધી ભાજપ સામે કાર્યક્રમ આપવા માં આવશે. : અમિત ચાવડા
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સરકાર દ્વારા ખેડૂત દીઠ માત્ર ૭૦ મણ મગફળી ટેકાના ભાવ ખરીદી ની જગ્યાએ સરકારએ ખેડૂત દીઠ ૩૦૦ મણ ખરીદીની માંગ કરી છે. સરકાર દ્વારા જો ટેકા ના ભાવે મગફળી ખરીદી ના કરે તો ૧,૩૫,૦૦૦ રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતો ના ખાતા માં બજાર ભાવ અને ટેકા ભાવના ભાવફેરના રૂપિયા સીધા જમા થાય તેવી માંગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જ નિમાયેલી કમિટી ” ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી”એ આપેલા અહેવાલ મુજબ સરકાર દ્વારા ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ. કો. શાસિત કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક ૩૨૦૦૦ રૃપિયા સીધા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે તેવી યોજના ગુજરાતમાં લાગુ કરવી જોઈએ.ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોના ન્યાય માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે થી ૩૦૦ મણની ટેકા ના ભાવે ખરીદી માટે સમર્થન પત્ર લખાવવામાં આવશે. ગુ.પ્ર. કો. સમિતિ દ્વારા આવનારી ૧૫ ઓક્ટોબર ખેડૂતો ના હક્ક અધિકારોના મુદ્દે સૌરાષ્ટ્રના તાલુકા મથકો ઉપર ખેડૂત વિરોધી ભાજપ સામે કાર્યક્રમ આપવા માં આવશે.ખેડૂતો ની આવક બમણી કરવાની વાત કરનારી ભાજપએ ખેડૂતોના ખર્ચા બમણા કરી દીધા છે. ભાજપ સરકાર એ કમોસમી વરસાદ નો ભોગ બનનાર ખેડૂતો માટે કોઈ પણ પ્રકાર રાહત પેકેજ જાહેરાત નથી કરી. કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા કપાસ માં આયાત ઉપર ટેક્સ હટાવી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો જોડે હળહળતો અન્યાય કર્યો છે. વાવેતરના સમયે એ ખેડૂતો ને ખાતર ના મળે અને બજારમાં કાળાબજારી થાય , ભોગવે ખેડૂત. ભારતમાલા જેવા પ્રોજેક્ટમાં જબરદસ્તી જમીન સંપાદિત કરી સસ્તા ભાવે જમીન પડાવવા ના ધંધા ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કો. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ ખેડૂતોને પડી રહેલી મૂશ્કેલીઓ, ભાવફેર, વધતી આર્થિક પરેશાની ની વ્યથા જણાવી હતી. પ્રેસવાર્તામાં ગુજરાત કો.ના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, પ્રવક્તા ડો હિમાંશુ પટેલ, પ્રવક્તા ડો અમિત નાયક, પ્રવક્તા નિશાંત રાવલ, પંચમહાલ જિલ્લા કો.ના પ્રમુખ ચેતનસિંહ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન સહિતના ભાજપના નગરસેવકો એ ભાજપ પક્ષને તિલાંજલિ આપી હતી. ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કો. પક્ષના તિરંગા ખેસ પહેરાવીને તમામને આવકાર્યા હતા.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપા શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન જુસબ બરોયા, નગરસેવક વલીમામદ મલેક, અસગર હુંદડા, રેશ્માબેન કુંગડા, મામદ કુંગડા, રોશનબેન સુંભણીયા તથા ઝુબેદાબેન આજરોજ વિધિવત રીતે કો. પક્ષમાં જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટી (આપ)માંથી છેડો ફાડીને આપના ગુજરાત એકમના ઓબીસી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મનંતકુમાર બાધારસિંહ પટેલ તથા તેમની સાથેના ૧૦૦ જેટલા કાર્યકરો જોડાયા હતા.
0000000000000
તા. ૯-૧૦-૨૦૨૫

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે— પાંચ (NFHS-5) મુજબ દેશના 10 ટોચના કુપોષિત

જિલ્લાઓમાં પહેલા ચાર ગુજરાતના : આ છે ગુજરાતના વિકાસની સાચી હકીકત

રાજીવ ગાંધી ભવન ગુ.પ્ર. કો. સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વરિષ્ઠ આગેવાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, પોતાના વિકાસના મોડેલ માટે છાપરે ચડીને પ્રચાર કરનાર ગુજરાત સરકારની પોલ ખોલી નાખે તેવા આંકડાઓ બહાર આવ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અને તે ઉપર આધારિત એનાલિસિસ મુજબ દેશના ટોચના ૧૦ કુપોષિત જિલ્લાઓમાંથી ચાર ગુજરાતના છે. સિવિયર માલન્યૂટ્રીશન એટલે કે અતિકુપોષિત ૧૦ જિલ્લાઓની યાદી નીચે મુજબ છે.

(૧) ડાંગ (ગુજરાત) – 22.2% તેમજ (સિવિયર એનેમિક માલન્યુટ્રીશન—SAM)

(૨) પંચમહાલ (ગુજરાત) – 19.7% SAM

(3) તાપી (ગુજરાત) – 9.6% થી 17.1% SAM (મધ્યમ)

(૪) નર્મદા (ગુજરાત) – ખૂબ વધારે સ્ટેટિંગ 50.7%

(૫) ચંદ્રપુર (મહારાષ્ટ્ર) – 21.8% SAM

(૬) નાગપુર (મહારાષ્ટ્ર) – 20% SAM

(૭) કરીમગંજ (આસામ) – 30.5% SAM

(૮) શિઓહર (બિહાર) – 21.4% SAM

(૯) સરાઈકેળાં ખારસાવન (ઝારખંડ) – 23% SAM

(૧૦) ઔરંગાબાદ (બિહાર) – 18.5% SAM

આ જિલ્લાઓ દેશમાં ટોચના કુપોષિત જિલ્લાઓ છે જેમાંના કેટલાક ચિંતાજનક રીતે અતિકુપોષિત જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરી શકાય, જેમાં ગુજરાતના જિલ્લાઓની વિગત નીચે મુજબ છે.

(૧) ડાંગ (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 40.9%)

(૨) પંચમહાલ (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 35.7%)

(૩) તાપી (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 36.6%)

(૪) સાબરકાંઠા (ગુજરાત)

(૫) દોહાદ (ગુજરાત)

(૬) ખેડા (ગુજરાત)

(૭) અમરેલી (ગુજરાત)

(૮) ભરુચ (ગુજરાત)

(૯) મહેસાણા (ગુજરાત)

(૧૦) ઔરંગાબાદ (બિહાર)

ઉપરોક્ત વિગતો જોયા બાદ ગુજરાત કુપોષણ ક્ષેત્રે દેશમાં ટોચના સ્થાને છે એમ ભાગ્યે જ કહેવાનું રહે છે. નીતિ આયોગના ૨૦૨૩-૨૪ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ પાંચ વર્ષથી નીચેના લગભગ 40% બાળકો ગુજરાતમાં કાં તો ઓછું વજન ધરાવે છે અથવા સ્ટંટેડ એટલે કે ઓછી ઊંચાઈ ધરાવે છે. આની સામે ગુજરાતની કુલ વસ્તીના 38% નીતિ આયોગના અહેવાલ પ્રમાણે કુપોષિત છે અને તેમાંય મહિલાઓ તેમજ બાળકોના કુપોષણની સમસ્યા અતિ ગંભીર છે.

બાળકોમાં કુપોષણ

ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ (સ્ટંટિંગ) ધરાવતા બાળકોની ટકાવારી 25.1% છે જ્યારે 39.7 ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવતા (સ્ટન્ટેડ) બાળકોની ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ચોથા નંબરે આવે છે.

દેશના ટોચના કુપોષિત જિલ્લામાં ગુજરાતના ચાર

ઉપર જણાવ્યા મુજબ દેશના ટોચના 10 કુપોષિત જિલ્લાઓમાંથી ચાર જિલ્લા ગુજરાતના છે જ્યાં બાળકોમાં કુપોષણ સૌથી વિશેષ છે જે ગુજરાત રાજ્યમાં પણ કુપોષણની પરિસ્થિતિની દ્રષ્ટિએ અસમતુલા દર્શાવે છે અને આ ચાર જિલ્લાઓ ડાંગ, પંચમહાલ, તાપી અને નર્મદા મહદંશે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા છે જ્યાં કુપોષણ સૌથી વધુ જોવા મળ્યું છે. NFHS-5ના ડેટા મુજબ બાળકોમાં કુપોષણ દર્શાવતા માનકો નીચે મુજબ છે.

ઉંમર પ્રમાણે ઊંચાઈ ઓછી હોવી (સ્ટંટિંગ) : 35.5 ટકા

ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોવું (વેસ્ટિંગ): 19.3 ટકા

ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોવું: 32.1 ટકા

આ સિવાય એનિમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હોવાના કિસ્સા પણ ગુજરાતમાં ઊંચી ટકાવારી ધરાવે છે.

૬ થી ૫૯ મહિનાના બાળકો હિમોગ્લોબીન 11 મિલીગ્રામ/તા કરતાં ઓછું : 67.1%

ગર્ભવતી માતાઓ ન હોય તેવી 15 થી 49 વર્ષની સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની ઉણપ : 57.2%

15 થી 59 વર્ષની ગર્ભવતી માતાઓમાં હિમોગ્લોબીનની ઉણપ : 52.2%

આ ઉપરાંત ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોવાની તીવ્રતા ધરાવતા કિસ્સા 10.6% છે.

કુપોષણની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ઘણા ઊંચા પ્રમાણમાં આ ઉણપ આદિવાસી વિસ્તારોમાં જોવા મળી છે. ઉપરોક્ત વિગતો દર્શાવે છે કે કુપોષણની સમસ્યા ગુજરાતમાં જાહેર આરોગ્યના ક્ષેત્રે પાયાની અને મુખ્ય સમસ્યા છે. આવકની તીવ્ર અસમાનતા તેમજ જિલ્લાવાર પણ વિકાસની ભારે અસમતુલા આ માટેનું કારણ ગણી શકાય. આ આંકડાઓ જોઈએ તો ગુજરાત દેશનું એક વિકસિત રાજ્ય છે એ વાત હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સની દ્રષ્ટિએ ખોટી પુરવાર થાય છે. કોઈપણ કલ્યાણ રાજ્યના વિકાસનું અંતિમ માપ પ્રજાની સુખાકારી, કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ પરિસ્થિતિ, પૂરતી આરોગ્ય અને સેનિટેશન સુવિધાઓ તેમજ કુપોષણનો અભાવ હોવું જોઈએ. ભારતના ટોચના 10 જિલ્લા જે કુપોષણથી પીડિત છે અને જ્યાંના બાળકો હિમોગ્લોબીનની ઉણપ તેમજ ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન અને ઉમરના પ્રમાણમાં ઓછું વજન જેવી સમસ્યાઓનો શિકાર બન્યા છે કમનસીબે આ ચારેય જિલ્લા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લાઓ છે જે પુરવાર કરે છે કે ગુજરાતમાં વિકાસના ફળ આદિવાસી તેમજ ગરીબ વસ્તી ધરાવતા જિલ્લાઓ અથવા તાલુકાઓ સુધી પહોંચ્યા નથી અને એ રીતે ગુજરાત મોડેલ સમતુલિત વિકાસ માટેનું આદર્શ મોડેલ હોવાની ચકાસણીમાંથી પાર ઉતરતું નથી.

ગુજરાતમાં પાંચ મુખ્ય જિલ્લાઓ જ્યાં કુપોષણની સમસ્યા છે.

ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ કુપોષણની દ્રષ્ટિએ ટોચના 10 જિલ્લાઓમાં આવતા ડાંગ, નર્મદા, પંચમહાલ અને તાપી ઉપરાંત દાહોદ એમ પાંચ જિલ્લા કુપોષણની દ્રષ્ટિએ NFHS-5 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચ) મુજબ સૌથી ખરાબ અસર પામેલા જિલ્લાઓ છે. આ જિલ્લાઓમાં NFHS-૫ મુજબ કુપોષણગ્રસ્ત બાળકોની સંખ્યા ટોચના છ જિલ્લામાં નીચે મુજબ છે.

1.નર્મદા : 12,492

2. વડોદરા : 11,322

3. આણંદ : 9,615

4.સાબરકાંઠા : 7270

5. સુરત : 6967

6. ભરૂચ : 5863

સંખ્યાની દ્રષ્ટિએ આ છ ટોચના જીલ્લા છે. એ ઉપરાંત ડાંગ, પંચમહાલ, તાપી અને દાહોદ પણ નીચે મુજબના કારણોસર કૂપોષિત જિલ્લાઓમાં સ્થાન પામે છે.

(૧) ડાંગ : ભારતમાં પહેલા દસમાં પ્રથમ નંબરે વેસ્ટિંગ (ઉંમરની દ્રષ્ટિએ વજન ઓછું હોવું)

(૨) પંચમહાલ: ભારતના ટોચના 10 જિલ્લાઓમાં અતિ કુપોષિત તરીકે

(૩) તાપી: ભારતના ટોચના 10 જિલ્લાઓમાં અતિ કુપોષિત તરીકે

(૪) દાહોદઃ ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન ધરાવતા (સ્ટેટિંગ) બાળકોની ટકાવારીની દ્રષ્ટિએ

આમ ગુજરાતના કુપોષિત બાળકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, આણંદ, સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ પણ આવે છે જેના પરથી બે તારણો કાઢી શકાયઃ

પ્રથમ ગુજરાત અતિવિકસિત અને સમૃદ્ધ રાજ્ય છે તે ધારણાને NFHS-5ના આ આંકડા સમર્થન આપતા નથી અને એટલે ગુજરાત મોડેલ જેનો દેશભરમાં વિકાસના મોડેલ તરીકે ઢંઢેરો પીટવામાં આવે છે તે સાચો નથી.

બીજું ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ તેમજ મધ્યાહન ભોજન જેવી યોજનાઓની અમલવારીમાં પણ ગુજરાત ધારી સફળતા મેળવી શક્યું નથી, ખાસ કરીને આદિવાસી અને પછાત જિલ્લાઓ તેમજ વિકસિત જિલ્લાના પણ કેટલાક તાલુકાઓમાં કુપોષણની સમસ્યા બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓમાં દૂર કરી શકાઇ નથી. આ માટે આ અગાઉ જણાવ્યું તેમ આંગણવાડી યોજનામાં અપૂરતો સ્ટાફ તેમજ આંતરમાળખાકીય સવલતોનો અભાવ જેવી ક્ષતિઓ જવાબદાર છે, જેના પરથી પુરવાર થાય છે કે ગુજરાત સરકાર વિકાસની જે કાંઈ વાતો કરે છે તે માત્ર ધનિક વર્ગ તેમજ વિકસિત વિસ્તારો પૂરતો જ મર્યાદિત છે. ગુજરાત મોડેલ અસમતુલિત વિકાસ અને વ્યાપક કુપોષણને દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. NFHS-5 પ્રમાણે દેશના ટોચના 10 જિલ્લાઓ જેમાં બાળકો તેમજ સગર્ભા માતાઓમાં વ્યાપક કુપોષણ પ્રવર્તે છે તેમાં એકલા ગુજરાતના જ ચાર જિલ્લાઓ આવે છે જે વિકાસના ઉદ્દીપક તરીકે ગુજરાત મોડેલ કેટલું પોકળ છે અને ગરીબ તેમજ અવિકસિત વિસ્તારોમાં વિકાસના ફળ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયું છે તેના પુરાવા છે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુ.પ્ર. કો. સમિતિના મીડીયા કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ તથા ડીબેટ પેનાલીસ્ટ મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

હેમાંગ રાવલ
—————
૪-૦૯-૨૦૨૫

રાજ્ય સરકારની ઘેડ વિસ્તાર બાબત નિયત અંગે

પ્રદેશ કો.ના પ્રમુખ અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર

·ઘેડ વિસ્તાર માટે ગયા બજેટમાં રાજ્ય સરકારે જાહેર કરેલ ૧૫૦૦ કરોડની યોજના છેતરામણી અને ભ્રષ્ટાચાર વધારનારી બની રહેશેઃ અમિત ચાવડા

·ઘેડ વિસ્તારના ગામોની પ્રજા તેમજ ખેડૂતોની તકલીફો તો ઘટવાને બદલે વધી છે જે ભાજપની સંવેદનહીનતા અને ભય વગર ભ્રષ્ટાચારની નીતિ દર્શાવે છેઃ જયનારાયણ વ્યાસ

ગુ.પ્ર. કો. સમિતિના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદને સંબોધતા ઘેડ વિસ્તારના પ્રશ્ન બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારમાંથી અરધા સૌરાષ્ટ્રનું પાણી લઈને આવતી મોટી નદીઓ જેવી કે સાની, સોરઠી, વર્તુ, મીનસાર, ભાદર, ઓઝાત, ઉબેણ, ટિલોરી, છીપ્રાળી વગેરે અને તેના સિવાય અનેક નાની નાની નદીઓ જ્યાં દરિયાને મળે છે એ કાંઠાળા વિસ્તારને ‘ઘેડ વિસ્તાર’ તરીકે ઓળખાય છે.

આજથી ૩૦ – ૩૫ વર્ષ પહેલાં આ ઘેડ વિસ્તાર કુલ ૨૦ થી ૨૫ હજાર હેકટરમાં ફેલાયેલો હતો જે આજે અંદાજે ૧ લાખ ૨૫ હજાર હેકટરમાં ફેલાઇ ગયો છે. ૨૦૨૪માં આ ત્રણેય જિલ્લાના લગભગ ૬૫ થી ૭૫ ગામો અલગ અલગ સમયે ૩ દિવસથી ૧૩ દિવસ સુધી સંપર્ક વિહોણાં રહ્યાં હતાં જે સરકારી રેકર્ડ પર પણ ઉપલબ્ધ છે. ૩૦ – ૩૫ વર્ષ પહેલાં “ઘેડ વિકાસ સમિતિ” એક સરકારી નિગમ કે બોર્ડની જેમ આ ઘેડ વિસ્તારના લોકોના વિકાસ માટે કામ કરતી હતી. આ સમિતિ દ્વારા દર વર્ષે નદીઓમાં ઝાડી ઝાંખરાં સાફ કરવાં, નદીઓ ઊંડી પહોળી કરવી, દરિયામાં બારાં બનાવવાં, ગ્રામ્ય રસ્તાઓની ઊંચાઈ જમીન સપાટીથી ઉપર ન જાય તેની તકેદારી રાખવી જેથી ખેતરોમાં પાણી ન ભરાય, ઘેડ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે ખેડૂતોના ચણાના વાવેતરમાં હેલિકોપ્ટરથી જંતુનાશક દવાનો છંટકાવ સરકારી ખર્ચે કરવામાં આવતો હતો.

આજથી ૩૦ વર્ષ પહેલાંની સરકારો ઘેડના વિસ્તારનો ફેલાવો ન થાય તે માટે સંપૂર્ણપણે તકેદારી રાખતી જે સામે છેલ્લાં ૩૦ વર્ષમાં ભાજપ સરકારે તદ્દન ઉલટા કામો કર્યાં છે એટલું જ નહીં પણ જે કર્યા એમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાયું છે જે અંગેના મુખ્ય મુદ્દાઓ જોઈએ તોઃ

1) અગાઉ દર વર્ષે નદીઓને સાફ કરવી, ઝાડી ઝાંખરાં સાફ કરવાની કામગીરી કરવામાં આવતી હતી તે કામગીરી માત્ર કાગળ પર કરીને બિલ ઉધારવામાં આવતાં રહ્યાં જેના કારણે નદીઓ તૂટવાની ઘટના સામાન્ય બની ગઈ અને ઘેડના વિસ્તારનો ફેલાવો થતો રહ્યો

2) જ્યાં ૩ થી ૪ મહિના પાણી ભરાઈ રહે તેવા સ્થળોએ ડામર રોડ કરવાને બદલે RCC રોડ કરવા જોઈએ પરંતુ RCC રોડ કરવાની જગ્યાએ ડામર રોડ બનાવ્યા એટલે દર ચોમાસે આ ડામર રોડ ધોવાઈ જાય છે.

3) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામ્ય માર્ગો ૧ મીટરના ઊંચાઈના ફરજીયાત હોવા જોઈએ પરંતુ ૩૦ વર્ષ પહેલાંની કો. સરકાર દ્વારા ઘેડ વિકાસ સમિતિની માંગને ગ્રાહ્ય રાખી ઘેડ વિસ્તારમાં ફરજીયાત જમીન સપાટી બરાબરના રોડ બનાવવાની છૂટછાટ આપી હતી જેથી ખેડૂતોના ખેતરમાં પાણી ન ભરાય તેની સામે વર્તમાન સરકારે ઘેડ વિસ્તારના ગ્રામ્ય માર્ગોમાં ૧ મીટર થી લઈ ૪ – ૫ મીટરની ઊંચાઈના રોડ બનાવ્યા જે ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે.

4) ભાજપ સરકાર દ્વારા ચેક ડેમની યોજના બનાવવામાં આવી આ યોજના અંતર્ગત નદીઓમાં ચેક ડેમ બનાવવામાં આવતા પરંતુ ઘેડ વિસ્તારની નદીઓના પાણીના વહેણની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના જ નદીઓમાં જમીન સપાટી બરાબરના ચેકડેમ બનાવવામાં આવ્યા જેના કારણે નદીઓમાં ચેકડેમની આડસ આવતા નદીઓ છલકાઇને બહાર ખેતરોમાં ફેલાવા લાગી ને ખેડૂતોના ખેતરો દર વર્ષે ધોવાવા લાગ્યાં આમ ઘેડના વિસ્તારનો ફેલાવો થઈને ૨૫ હજાર હેક્ટરમાંથી પાંચ વધી આજે સવા લાખ હેક્ટરે પહોંચ્યો છે. ખેડૂત બેહાલ બન્યો છે.

5) આખા ઘેડ વિસ્તારને ચીરતો સોમનાથ પોરબંદર – દ્વારકા નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો આ નેશનલ હાઈવે બનાવતી વખતે ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈતી હતી તેમજ સિંચાઈ વિભાગના ઈજનેરો સાથે પરામર્શ કરવો જોઈએ પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા વગર જ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો જેમાં જ્યાં જ્યાં કુદરતી રીતે પાણીનાં વહેણ હતાં, નદીઓના પ્રવાહ હતા તેને ડિસ્ટર્બ કરવામાં આવ્યા જ્યાં જ્યાં જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા રાખવી જોઈએ ત્યાં પુલ મુકવામાં ન આવ્યા અથવા જો મુકવામાં આવ્યા તો તેની ક્ષમતા મુજબ મુકવામાં ન આવ્યા જેના કારણે ગયા વર્ષે ઘેડ વિસ્તારની નદીઓ નેશનલ હાઈવેની ઉપરથી વહેતી હતી આમ ઘેડના વિસ્તારનો ફેલાવો કરવાનું કામ નેશનલ હાઇવે એ પણ કર્યું છે.

6) દરિયામાં જ્યાં નદીઓ મળે છે તેને બારું કહેવામાં આવે છે જ્યાં જ્યાં આવાં બારાં હતાં ત્યાં જે તે સમયની સરકારો વન વે ઓટોમેટિક દરવાજા (માત્ર એક બાજુ ખુલતા દરવાજા) મુક્યા હતા જેથી ચોમાસાના સમયમાં નદીઓનું પાણી આવે દરવાજાને ધક્કો લાગે એટલે ખુલી જાય ને નદીનું પાણી દરિયામાં વહી જાય જેવું નદીમાં પાણી બંધ થાય એટલે દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય જેથી દરિયાનું પાણી જમીન પર ન આવે આ ઓટોમેટિક દરવાજાઓનો નાશ કરી તેની જગ્યાએ વર્તમાન સરકારે દીવાલો બનાવી દીધી જેના કારણે નદીઓનાં પાણી દરિયામાં જતા અટક્યા ને ઘેડના વિસ્તારમાં ફેલાવો થયો.

ઉપરોક્ત કારણોસર જે ઘેડ આજથી ૩૦ – ૩૫ વર્ષ પહેલાં ૨૫ હજાર હેકટરમાં ફેલાયેલો હતો એ આજે અંદાજે ૧ લાખ ૨૫ હજાર હેકટરમાં ફેલાયો છે ને તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છેલ્લા ૩૦ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર છે ગયા વર્ષે કિસાન કો.ના અધ્યક્ષ પાલ આંબલીયા સહિતના ખેડૂત આગેવાનો અને સ્થાનિકો તેમજ ઘેડ વિકાસ વિસ્તાર સમિતિ દ્વારા ઘેડના દરેક ગામનો બે બે વખત પ્રવાસ કરી જૂનાગઢ, પોરબંદર, દેવભૂમી દ્વારકા કલેક્ટરઓને લેખિત રજુઆત કરી ૨૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ “ખેડૂત મહાપંચયત” કરી હતી જેમાં ખેડૂત આગેવાન યોગેન્દ્ર યાદવ અને રમતવીર કુસ્તી પહેલવાન બજરંગ પુનિયા ઉપસ્થિત રહી સરકારનું ઘેડના પ્રાણપ્રશ્નો બાબતે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો અને સરકાર દ્વારા ઘેડ વિસ્તાર માટે ગયા બજેટમાં ૧૫૦૦ કરોડ જેવી માતબર રકમ ગુજરાત સરકારે ફાળવી અને એમાંથી માત્ર ૧૩૯ કરોડના જ કામો હાથ ધરાયા એટલે ગુજરાત સરકારની બજેટ અંગેની આ જાહેરાતો પણ પોકળ સાબિત થઈ એમ કહેવાય. આ ૧૩૯ કરોડનાં કામો પણ ૧૫ મે, ૨૦૨૫ના રોજ શરૂ થયા જ્યારે ચોમાસું ક્ષિતિજે ડોકાઈ રહ્યું હતું. આ કારણથી જે કામો થયાં તે બધાં જ પૂરમાં તણાઈ ગયાં. જો સરકારે સાચી દાનતથી કામ કરવું હતું તો ફેબ્રુઆરીમાં આ નાણા બજેટમાં ફાળવ્યા પછી કમસેકસ એપ્રિલથી કામ શરૂ કરી શકાયું હોત બજેટ મંજૂર કરાયા બાદ તરત જ કાર્ય શરૂ કરાયા હોત, જે નહીં કરીને પ્રજાનાં નાણાનો દુરુપયોગ થયો અને પ્રજાની મુશ્કેલી જેમની તેમ રહી.

નદીઓ સાફ કરવા માટે ધારિયા કે એવી વસ્તુઓ કામ લાગે, હિટાચી મશીન કામ ન લાગે. આમ છતાં હિટાચી મશીન ઝાડને મૂળિયા સહિત ખેંચે જે નદી તોડવાનું કામ કરે. આ અંગે મનસુખ માંડવીયાએ ત્રણ પ્રેસ કોન્ફરન્સ ઘેડ વિસ્તારમાં કરી. ખોટો જશ ખાટવાનો પ્રયત્ન કર્યો. માત્ર ૩૧ કરોડના ટેન્ડર જ થયા અને તે પણ ધોવાઈ ગયા. ઘેડમાં તળાવો ઊંડા નથી કરવાના નદી ઊંડી કરવાની છે, એટલે સુઝલામ સુફ્લામની માફક અહીં કામ ના થઈ શકે એ વાત સરકાર સમજવા જ તૈયાર નથી એટલે પ્રજાની હાડમારી ચાલુ રહે છે અને સરકારના નાણાં ચવાઈ જાય છે.

વાસ્તવમાં આ ૧૩૯ કરોડમાંથી ૯ કરોડના પણ કામો થયા નથી અમને શંકા છે કે ૧૩૯ કરોડમાંથી ૧૩૦ કરોડ રૂપિયા ખવાઈ ચવાઈ ગયા છે જો વાસ્તવમાં આ કામો થયા હોત તો આ વર્ષે ઓઝાત નદી અલગ અલગ ૧૦ થી ૧૨ જગ્યાએ તૂટી છે જેના કારણે હજારો હેકટર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

ભારતીય જનતા પક્ષની સરકારે ઘેડના પ્રશ્નોને અનુલક્ષીને ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમાં ૧૫૦૦ કરોડ જેવી રકમ ખર્ચવાની જાહેરાત કરી. આ જાહેરાત સંપૂર્ણપણે છેતરામણી છે. અત્યાર સુધીમાં માત્ર ૧૩૯ કરોડના કામો મંજૂર કરાયા તેમાંથી સામા ચોમાસે જે કામો હાથ ધરાયા તે બધા જ પૂરમાં તણાઈ ગયા પહેલા તો કામોમાં ભ્રષ્ટાચાર થયો અને હવે પાછા એના એ જ કામો ફરી કરશે આવું બેવડા ભ્રષ્ટાચારનું મોડેલ ભારતીય જનતા પાર્ટીની સરકારનું તંત્ર ચલાવે છે. તે સામે ઘેડ વિસ્તારના ત્રણ જિલ્લાના ગામોની પ્રજા તેમજ ખેડૂતોની તકલીફો તો ઘટવાને બદલે વધી છે જે ભારતીય જનતા પાર્ટીની સંવેદનહીનતા અને ભય વગર ભ્રષ્ટાચારની નીતિ દર્શાવે છે.

ગુ.પ્ર. કો. સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરી તાત્કાલિક ઘટતું કરવા વિનંતી કરી છે.પત્રકાર પરિષદમાં ગુ.પ્ર. કો. સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ તથા પ્રવક્તા ડૉ. હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

હેમાંગ રાવલ
————–
૧૭-૦૮-૨૦૨૫

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કો.ની વિચારધારા સાથે જોડાયા

• કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છેઃ મુકુલ વાસનીક

• લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ

સામે સૌએ એક થઈને લડવું પડશેઃ અમિત ચાવડા

• દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો

આવવાથી કો. પક્ષ વધુ મજબુત બનશેઃ ડૉ. તુષાર ચૌધરી ગુ.પ્ર. કો. સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે, કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કો.ની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કો. પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કો. સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌનેઆવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. ગુજરાત વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કો.માં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કો. પક્ષ વધુ મજબુત બનશે. કો.ની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે.

સુર્યસિંહ ડાભી-સ્ટેટ સેક્રેટરી આપ, ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ શહેર પ્રેસીડેન્ટ અને સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી આપ, કાન્તીજી ઠાકોર – કલોલ વિધાનસભા ઉમેદવાર -આપ, રામ યાદવ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, રાજેશ ભટ્ટ- જિલ્લા સેક્રેટરી – ગાંધીનગર, નરેન્દ્રસિંહ ડાભી – જિલ્લા સેક્રેટરી, નટવરસિંહ ડાભી – વોર્ડ પ્રેસીડેન્ટ, પ્રવિણ સાસલા – અમદાવાદ શહેર સેક્રેટરી, અશોક યાદવ – અમદાવાદ શહેરના લીગલ ચેરમેન – આપ, સહિત ૫૦૦ થી વધારે કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કો. પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કો.ને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કો. એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કો.ી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં સુરત જિલ્લા કો. સમિતિના પ્રમુખ અને એ.આઈ.સી.સી. મંત્રી આનંદ ચૌધરી, અમદાવાદ શહેર કો. પ્રમુખ સોનલબેન પટેલ, અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ, પંકજ શાહ, પ્રદેશ કો. મહામંત્રી નઈમ બેગ મિરઝા, ગાંધીનગર જિલ્લા કો. પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, ગુ.પ્ર. કો. મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

હેમાંગ રાવલ
0000000000000000
૧૭-૦૮-૨૦૨૫

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો

કો.ની વિચારધારા સાથે જોડાયા

· કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છેઃ મુકુલ વાસનીક

· લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ

સામે સૌએ એક થઈને લડવું પડશેઃ અમિત ચાવડા

· દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો

આવવાથી કો. પક્ષ વધુ મજબુત બનશેઃ ડૉ. તુષાર ચૌધરી ગુ.પ્ર. કો. સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી, ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે, કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કો.ની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કો. પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કો. સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌનેઆવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. ગુજરાત વિધાનસભા કો. પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કો.માં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કો. પક્ષ વધુ મજબુત બનશે. કો.ની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કો. પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે.

સુર્યસિંહ ડાભી-સ્ટેટ સેક્રેટરી આપ, ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ શહેર પ્રેસીડેન્ટ અને સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી આપ, કાન્તીજી ઠાકોર – કલોલ વિધાનસભા ઉમેદવાર -આપ, રામ યાદવ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, રાજેશ ભટ્ટ- જિલ્લા સેક્રેટરી – ગાંધીનગર, નરેન્દ્રસિંહ ડાભી – જિલ્લા સેક્રેટરી, નટવરસિંહ ડાભી – વોર્ડ પ્રેસીડેન્ટ, પ્રવિણ સાસલા – અમદાવાદ શહેર સેક્રેટરી, અશોક યાદવ – અમદાવાદ શહેરના લીગલ ચેરમેન – આપ, સહિત ૫૦૦ થી વધારે કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કો. પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કો.ને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કો. એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કો.ી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં સુરત જિલ્લા કો. સમિતિના પ્રમુખ અને એ.આઈ.સી.સી. મંત્રી આનંદ ચૌધરી, અમદાવાદ શહેર કો. પ્રમુખ સોનલબેન પટેલ, અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ, પંકજ શાહ, પ્રદેશ કો. મહામંત્રી નઈમ બેગ મિરઝા, ગાંધીનગર જિલ્લા કો. પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, ગુ.પ્ર. કો. મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

હેમાંગ રાવલ
————
૦૨-૦૮-૨૦૨૫

* પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના માટે વર્ષ ૨૦૨૪-૨૫માં સુરત,નવસારીમાં એક પણ અરજી નહિ: અમલીકરણમાં ગંભીર નિષ્ફળતા
* પાંચ વર્ષમાં ૧૯૫૪૬ અરજી વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને માત્ર ૭૭૯૩ અરજીઓ આવી: રોજગાર સર્જન માટેની યોજના આદિવાસી વિસ્તારમાં માત્ર નામપુરતી
* છેલ્લા પાંચ વર્ષમાં ૭૨૬૯ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાગ્યા તાળા: ૩૩૩૬૧ લોકોએ રોજગાર ગુમાવ્યો.
રોજગાર સર્જનની મોટી મોટી જાહેરાતો વચ્ચે રાજ્યમાં બંધ થઇ રહેલા ઉદ્યોગનો વધતો આંકડો એ ભાજપ સરકારની નિષ્ફળતાનો નમુનો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર લાગી રહેલા તાળા અંગે ચિંતા વ્યક્ત કરતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રવક્તા ડો.હિરેન બેન્કરે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં PMEGP યોજના હેઠળ અરજીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં તો શૂન્ય અરજીઓ નોંધાઈ છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર યુવાનોને રોજગારી સર્જન પૂરી પાડવામાં માટેની યોજનાનો લાભ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. કરોડો રૂપિયાની જાહેરાતો, પ્રચાર-પ્રસાર છતાં પણ વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રધાનમંત્રી રોજગારી સૃજન પ્રોગ્રામ અંતર્ગત માટે નવસારી અને સુરત જેવા મહત્વના જિલ્લાઓમાં એક પણ અરજીઓ નોંધાઈ નથી આ જ સ્પષ્ટપણે અમલીકરણની નિષ્ફળતા દર્શાવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ દરમિયાન PMEGP હેઠળની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૯૬૫૪ અરજીઓ મળી હતી, જે ૬૦% થી વધુ ઘટીને વર્ષ ૨૦૨૪-૨૫માં માત્ર ૭૭૯૩ થઈ ગઈ છે. આ ઘટાડો દર્શાવે છે કે યોજનાનો લાભ લેવામાં યુવાનોને મુશ્કેલી પડી રહી છે. જે અત્યંત ચિંતાજનક છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ડાંગમાં માત્ર ૭, મહીસાગરમાં ૭, છોટા ઉદેપુરમાં ૧૬, નર્મદામાં ૨ અરજીઓ બેંક દ્વારા સ્વીકારવામાં આવી. રોજગાર સર્જન માટેની યોજના આદિવાસી વિસ્તારમાં માત્ર નામપુરતી હોય તેમ ઉદાસીન કામગીરી જણાય છે.કેન્દ્ર સરકારની રોજગારલક્ષી જેવી મહત્વની યોજના પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી છે. યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ રહી છે. ભાજપ સરકાર એક તરફ રોજગારી સર્જનના મોટા દાવાઓ કરે છે, પરંતુ બીજી તરફ PMEGP જેવી યોજનાઓની આ દયનીય સ્થિતિ તેમના ખોટા દાવાઓની પોકળતા છતી કરે છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં તેની અસરકારકતા ઘટી છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૭૨૬૯ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ખંભાતી તાળા લાગી ગયા છે જેમાં ગુજરાતનાં ૩૩૩૬૧ લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો. વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૭ ઉદ્યોગ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૯૨, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦૭૪, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩૦૭, વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૩૨૯ લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થઇ ગયા છે. માત્ર વર્ષ ૨૦૨૫ના વર્ષમાં જ ૧૪૭૪૬ લોકોએ ઉદ્યોગ બંધ થતા રોજગાર ગુમાવ્યો છે. ભાજપ સરકારે તાત્કાલિક લઘુ અને મધ્યમ ઉદ્યોગની નીતિ અને યોજનાના અમલીકરણની સમીક્ષા કરે અને માત્ર જાહેરાતોમાં નહિ જાહેર હિતમાં યુવાનોને સરળતાથી રોજગાર મળી રહે તે માટે યોજનાઓની ખામીઓ દૂર કરી યુવાનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરે તેવી કો. પક્ષ માંગ કરે છે.
વર્ષ MSME યુનિટ બંધ થયા કેટલા લોકોએ
રોજગાર ગુમાવ્યો. વર્ષ PMEGP અંતર્ગત કરવામાં આવેલ અરજીઓ મંજૂર કરાયેલી લોન અરજીઓની
૨૦૨૦-૨૧ ૬૭ ૩૦૨ ૨૦૨૦-૨૧ ૧૯૬૫૪ ૪૨૬૫
૨૦૨૧-૨૨ ૪૯૨ ૨૬૩૨ ૨૦૨૧-૨૨ ૧૦૫૬૮ ૪૧૫૭
૨૦૨૨-૨૩ ૧૦૭૪ ૪૮૪૩ ૨૦૨૨-૨૩ ૧૦૦૧૦ ૪૧૬૯
૨૦૨૩-૨૪ ૨૩૦૭ ૧૦૮૩૮ ૨૦૨૩-૨૪ ૯૮૯૯ ૪૫૨૪
૨૦૨૪-૨૫ ૩૩૨૯ ૧૪૭૪૬ ૨૦૨૪-૨૫ ૭૭૯૩ ૨૭૩૩
કુલ ૭૨૬૯ ૩૩૩૬૧

ડો.હિરેન બેન્કર,
00000000000
૦૪-૦૭-૨૦૨૫

ફાર્મસી કોલેજની મંજૂરી અને નીયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમનેની ઓફીસ અને નિવાસ સ્થાને CBIના દરોડાની વિગત સામે આવી છે. દેશની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોને મંજૂરી અને અભ્યાસ ક્રમ સહીત નીયમન કરતી કાઉન્સિલોના કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની માંગ કરતા ગુ.પ્ર. કો. સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલનો સીધો નાતો ભાજપના પદાધિકારી તરીકે હતો અને આજે પણ નિકટતા ધરાવે છે. મોન્ટુ પટેલ પહેલા સ્ટેટ કાઉન્સિલમાં ચેરમેન હતા ત્યાર બાદ નેશનલ કાઉન્સિલમાં ચેરમેન તરીકે ગયા. ભાજપના છેલ્લા 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. નેશનલ મેડિકલ કમીશન, ફાર્મસી કાઉન્સિલ, નર્સિંગ કાઉન્સિલ, આર્કિટેક કાઉન્સિલ હોય કે એ.આઈ.સી.ટી.ઈ., એન.સી.ટી.ઈ. હોય તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે. તેનો જીવતો જાગતો વધુ એક નમુનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મોટા ભાગની કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાખો રૂપિયા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ અલગ છે.

ગુજરાતમાં ફાર્મસીની ૧૦૪ કોલેજો છે જેમાંથી માત્ર ૩ સરકારી અને ૩ ગ્રાન્ટેડ કોલેજ છે અને ૯૮ કોલેજો ખાનગી છે જેની મંજૂરી ૪ મહિના કરતા વધુ સમય થી લટકી પડી છે. જેના કારણે ફાર્મસીના એડમિશનોમાં વિલંબ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલેજોની મંજૂરી અંગે લાંબો સમય સુધી નિર્ણય ન થવાથી ગુજરાતને મોટો અન્યાય થઈ રહ્યો છે. વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ની માત્ર ૩૮૦ બેઠકો છે જયારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ૧ લાખ થી ૨.૫ લાખ સુધીની માતબર ફી વસુલે છે. સરકારે છેલ્લા ૧૫ વર્ષથી સરકારી કે ગ્રાન્ટેડ એકપણ કોલેજને મંજૂરી આપી નથી. ખાનગી કોલેજોમાં કઇ રીતે વેપાર ચાલે છે ? કઇ રીતે ફીની લૂંટ ચાલે છે ? એ અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? ભાગની વહેંચણીને લઈને આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવું અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપ સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલા સગવડ હતી પછી કંઈક અગવડ ઉભી થઇ અને એ અગવડતામાં જ કંઇક રંધાયું હોય તે પણ ચર્ચાનો વિષય છે.

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શુ ચાલી રહ્યું છે ? જુદા જુદા રાજ્યોની ફાર્મસીની પદવીની ચકાસણીમાં શું ગોઠવણ કરવામાં આવે છે ? કોઈ પણ દવાની દુકાન ચલાવવા માટે ફાર્મસીસ્ટની પદવી જરૂરી હોય છે પણ ગુજરાતમાં અનેક દવાની દુકાનો ભાડાની પદવી ઉપર અથવા તો ખોટી રીતે ધમધમી રહી છે જે અંગે અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છતાં રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. આ ગોઠવણ માટે ફ્રુડ અને ડ્રગ્સ વિભાગના હપ્તા રાજની અનેક ફરિયાદો પણ સામે આવી છે. લાંબા સમય સુધી ફાર્મસીસ્ટ એસોસિએશને આંદોલન કર્યું હતું પણ સરકારે કોઈ પગલા ભર્યા નથી.

કો. પક્ષ માંગ કરે છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં લૂંટનો કાળો કારોબાર ચાલ્યો એમાં કેટલી કોલેજોને નિયમ વિરુધ મંજૂરી આપવામાં આવી ? એક જ કેમ્પસમાં બે કે ત્રણ ફાર્મસી કોલેજને મંજૂરી આપવા પાછળ કઈ કઈ ગોઠવણો થઇ ? કેટલી લેતી દેતી થઇ ? આ કોલેજોની માન્યતા આપવામાં શુ શુ ખેલ થયો હતો ? તેની તપાસ કરવામાં આવે. માત્ર ફાર્મસી નહીં પણ મેડીકલ, નર્સિંગ, ડેન્ટલ, આર્કીટેક્ચર સહીત જ્યાં જ્યાં કાઉન્સિલ આવે ત્યાં વારંવાર આવેલી વિવિધ ફરિયાદો અંગે પણ તટસ્થ તપાસ કરવામાં આવે.
0000000000000
તા. ૦૧-૦૮-૨૦૨૫

1. કો.નું મજબુત સંગઠન આવનારા દિવસોમાં યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજો, પીડિતો, શોષિતોનો અવાજ બનશે, સડકથી લઇ સંસદ સુધી લડાઈ લડીશું : અમિત ચાવડા

2. કો.ની વિચારધારા સર્વ સમાજ, સર્વ ધર્મના અને સર્વ વર્ગના લોકોને સાથે રાખી સર્વના કલ્યાણ માટે કામ કરવાવાળી વિચારધારા છે : અમિત ચાવડા

3. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૨ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના તમામ તાલુકાના, નગરપાલિકાના અને મહાનગરોના વોર્ડના પ્રમુખોની નિયુક્તિ માટે નિરીક્ષકો જશે, કાર્યકરો સાથે પરામર્શ કરી નિમણુંક પ્રક્રિયા કરશે : અમિત ચાવડા

4. યુવાનો, શિક્ષિત અને પક્ષની વિચારધારાને વફાદાર લોકોને સંગઠનમાં અગ્રિમતા અપાશે : અમિત ચાવડા

5. આગામી દિવસોમાં કો. પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંગે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપીંડી કરી છે : ડૉ. તુષાર ચૌધરી

અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૫ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જેના ભાગ રૂપે સંગઠનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત કો.ને પસંદ કરવામાં આવ્યું. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતના ૪૧ શહેર-જિલ્લા પ્રમુખોને પ્રક્રિયા આધારિત પસંદ કરવામાં આવ્યા. સંગઠન સૃજન અભિયાન અન્વયે તાલુકા અને વોર્ડના સંગઠન માટેની પ્રક્રિયા અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. જિલ્લાથી લઈ તાલુકાને વેગવંતુ બનાવવામાં આવશે, પ્રજાના પ્રશ્નોને લઈ કો.નો કાર્યકર દરેક ઘર સુધી પહોચવાના હેતુથી ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ. કો. પક્ષના રાષ્ટ્રીય નેતા અને જનનાયક રાહુલ ગાંધીએ ગુજરાત આવી તમામ કાર્યકર્તા અને નેતાઓની વાત સાંભળી, રાજ્યમાં નિરીક્ષકોની નિમણુંકો કરી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આણંદમાં 3 દિવસની શિબિર યોજાઈ, જિલ્લા પ્રમુખની જેમ જ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ પ્રમુખોની નિમણુંકો થશે, તા. ૨ ઓગસ્ટથી સમગ્ર રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પ્રદેશ કક્ષાએથી નિયુક્ત 2 નિરીક્ષકો, સ્થાનિક પ્રમુખ તાલુકાઓમાં જશે, સંગઠન સૃજન અભિયાન હેઠળ નિરીક્ષકો જિલ્લા, તાલુકા કક્ષાએ પ્રવાસ કરી ઝોન વાઇઝ કાર્યકરોને સાંભળવામાં આવશે. નવા યુવાનોને તક મળે તે માટે વોર્ડ, તાલુકા કે શહેર કક્ષાએ 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અગ્રિમતા અપાશે, 5 વર્ષથી વધુ સમયથી જવાબદારી નિભાવતા હોય તો તેમના સ્થાને અન્યને જવાબદારી અપાશે, નિરીક્ષકો પ્રવાસ બાદ એક રિપોર્ટ પ્રદેશ કક્ષાએ આપશે, નિરીક્ષકો કાર્યકર્તાઓને મળશે અને સંગઠન અંગે પણ અભ્યાસ કરાશે, કોઈને અન્ય તાલુકા, જિલ્લા કે પ્રદેશ લેવલ કામ કરવું છે તો એ બાબતે પણ નિરીક્ષકો સાંભળશે, કો. બધા માટે છે, કો. બધાની છે માટે જે લોકો કો.ની વિચારધારા સાથે જોડાઈને કામ કરવા માંગતા લોકોને જોડાવા અપીલ છે. કો. પક્ષ હંમેશા સંવિધાનમાં જે મૂળભૂત સિદ્ધાંતો છે માનવતા, સર્વ સમાવેશ નીતિ-રીતિમાં વિશ્વાસ ધરાવે છે. તાલુકા, શહેર, વોર્ડ સમિતિ, જિલ્લા કક્ષા અને પ્રદેશ સ્તરે કામ કરવા માગતા લોકો માટે સંગઠન સૃજન અભિયાનનો તાલુકા કક્ષા માટે પ્રારંભ થઇ રહ્યો છે. તા. 2 થી 10 ઑગસ્ટ સુધીમાં સંગઠન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તમામ નિમણુંકો પૂર્ણ કરી લોકોના પ્રશ્નો બાબતે કો. પક્ષ સડકથી સંસદ સુધી લડાઈ લડવા જઈ રહ્યા છીએ.

ગુજરાત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કો. પક્ષ દ્વારા સંગઠન માટેની પ્રક્રિયા જિલ્લા કક્ષા બાદ તાલુકા કક્ષા તરફ આગળ વધી રહી છે. જે બાબતે સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે વિવિધ વાર્તાલાપ કરીને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપાશે. જે રીતે ભાજપ સરકાર આદિવાસી સમાજને અન્યાય કરી રહી છે તે અંગે આગામી દિવસોમાં કો. પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંગે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપીંડી કરી છે.
0000000000000
તા. ૧–૩–૨૦૨૫
સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડીંગ ભસ્મીભૂત થયું છે. ૯૦૦ જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ધરાવતા હતા. લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે. એકતરફ ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓ પાસે ઘણો સ્ટોક ભરાયેલો પડ્યો હતો અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી છે કે આ નાના-નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય ત્યારે સરકાર આવા સમયે એ વેપારીઓ કે જેમનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે તેવા વેપારીઓની પડખે ઊભી રહે. આપણા કાયદાઓમાં, જુની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે, જ્યારે આવી આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે સરકારતેમને સહાય આપે છે . સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે, શરૂઆતમાં ૧-૩૦ વાગ્યાના સમયે આગ લાગી, સાંજ સુધી ફાયરબ્રિગેડની મહેનત થઈ અને આગ કાબુમાં આવી ગઈ એવું માની લેવામાં આવ્યું. ધુમાડો થોડો નીકળતો હતો, વેપારીઓ સાથે વાત મુજબ , ખરા અર્થમાં પૂરતી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી ન થઈ હોત. અધિકારીઓ આગ હવે કાબુમાં આવી ગઈ છે તેમ કરીને જતા રહ્યા, નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે.

અમને જાણવા મળ્યા મુજબ માન. વડાપ્રધાન રોડ-શો કરવા માટે સુરત પધારી રહ્યા છે ત્યારે માન. વડાપ્રધાનને પણ હૃદયપૂર્વક વિનંતી કે, આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાખ થઈ છે ત્યાં થોડા સમય માટે મુલાકાત કરજો, આ સુરતના વેપારીઓ સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફંડ જે છે તેમાંથી પણ આ વેપારીઓને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરજો.

સુરતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ફાયરબ્રિગેડની તૈયારીઓ અને સાધનો ટાંચા હોય છે. ભૂતકાળમાં આપણે જોયું હતું કે, તક્ષશિલા વખતે પણ સીડી એટલી નહોતી કે ઉપરના માળ સુધી પહોંચી શકાય. આપણી આર્થિક રાજધાની જેવું સુરત શહેર કે જ્યાં લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય ત્યારે તેમની સલામતી માટે જ વ્યવસ્થા બરાબર ન થાય તે યોગ્ય નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપે છે અને અનેક લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. સુરતની પરિસ્થિતિ છે એમાં ૨૯ મે, ૨૦૧૪માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં આ જ રીતે ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને ત્રણ દિવસ સુધી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને સંપૂર્ણ નુકસાન થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી, ૨૦૨૦માં સારોલી રોડ ઉપર પુણા-કુંભારિયા ખાતે રઘુવીર સીલીયમ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી અને આખું માર્કેટ બળીને ખાખ થઈ ગયું હતું. આ પહેલી ઘટના નથી. જ્યાં-જ્યાં ટેક્સટાઈલની કે જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે કરવું જોઈએ. એક-બે ઘટના પછી આપણે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ ક્યાંક આગ લાગી જાય તો એ આગ વિશાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે આગોતરું આયોજન થતું હોય છે તેવું આગોતરું આયોજન આપણે કેમ ન કરી શકીએ ? આપણું આગોતરું આયોજન હોવું જોઈએ.

એક અધિકારીએ માહિતી આપી કે, આવા પ્રકારના જે સિન્થેટિક કાપડ હોય કે ઝડપથી સળગી ઊઠતું કાપડ હોય ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ, જેનાથી ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થોની આગને ઝડપથી કાબુમાં લઈ શકાય. ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયરબ્રિગેડના અધિકારીઓ-કર્મચારીઓ જહેમત લેતા હતા તેમાં પૂરતી વ્યવસ્થા નહોતી. લિફ્ટ-ક્રેન દ્વારા પાણીનો પ્રવાહ ઉપર પહોંચાડવાની જે વ્યવસ્થા હોય તેમાં પણ ક્યાંકને ક્યાંક પૂરતી વ્યવસ્થા નહોતી. તો હું ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરીશ કે બંને જગ્યાએ એક જ પક્ષની ભારતીય જનતા પક્ષની સરકાર છે ત્યારે આ ઘટનાની અનદેખી ન કરવામાં આવે, પૂરતી રાહત આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે. માન. મુખ્યમંત્રી અને માન. વડાપ્રધાનને પણ વિનંતી છે કે, રાજકીય કાર્યક્રમો અને બીજું બધું ચાલ્યા કરતું હોય છે, પરંતુ લોકો જ્યારે તકલીફમાં છે ત્યારે ત્યાં આપ તાત્કાલિક પહોંચીને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરશો. કો. પક્ષની સ્થાનિક આગેવાનોની સ્થળ પર ગયેલી અને લોકોને જે મુશ્કેલી પડે છે તેનો તાજો ચિતાર મેળવીને મારી સાથે વાત કરેલી અને ફરી એક ટીમ પણ ત્યાં જે લોકો છે તેમના પ્રશ્નો સાંભળીને જવાબદાર વિરોધપક્ષ તરીકે સરકાર સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સરકારને ક્યાંય પણ જે મુશ્કેલીમાં આવ્યા છે તે લોકોને રાહતની કામગીરીમાં અમારી જરૂર હશે તો કો. પક્ષના કાર્યકર્તાઓ સ્વયંસેવક બનીને તેમાં મદદરૂપ બનશે.
0000000000000
૨૪-૨-૨૦૨૫

· કો. પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.૮ અને ૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પુ.મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જન્મભૂમી ગુજરાતમાં યોજાશે: દેશભરમાંથી ૩૦૦૦થી વધુ એ.ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે.

·ગુજરાત રાજ્યનું દેવું સતત અધધ વધીને વર્ષ ૪,૪૩,૭૫૩.૩ કરોડ: રાજ્યના એક વર્ષના કુલ બજેટના કરતા પણ દેવું વધુ: વિધાનસભામાં એક આંકડા જયારે લોકસભામાં અલગ આંકડા: ડબલ એન્જીનની ભાજપ સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશપુ.મહત્મા ગાંધી સરદાર સાહેબનાં પાવન ધારા ગુજરાત પર ભારતીય રાષ્ટ્રીય કો.નાં અધિવેશન માટે યજમાન બનવા માટે કો. પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદમાં ખાતે કો. પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.૮ અને ૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાશે. કો. પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, કો. પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા છે જેમાં વર્ષ ૧૯૩૮માં ૫૧મું અધિવેશન બારડોલીના હરીપુરા ખાતે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલની દેખરેખ હેઠળ યોજાયું હતું જેમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા. હરીપુરા અધિવેશનમાં પ્લાનીગ કમીશનની વિભાવના સુભાષચંદ્ર બોઝ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેને પ્રથમ વડાપ્રધાન પં.જવાહરલાલ નહેરુએ લાગુ કર્યું હતું.હરીપુરા અધિવેશનમાં જાણીતા ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા સાત ચિત્રો રજુ કરવામાં આવ્યા હતા જે ચિત્રોની કૃતિને દિલ્હી ખાતેના કો. પક્ષના નવીન રાષ્ટ્રીય કાર્યલયમાં ઇન્દિરા ભવનમાં રજુ કરવામાં આવ્યું છે. કો. પક્ષનું ગુજરાત ખાતે વર્ષ ૧૯૬૧માં ૬૬મુ કો. પક્ષનું અધિવેશન ભાવનગર ખાતે નીલમ સંજીવા રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયું હતું. ભાવનગરના અધિવેશનમાં પં.જવાહરલાલ નહેરૂ સહિત ટોચના કો.ના નેતાઓ આવ્યા હતા વર્ષ ૧૯૬૧માં ભાવનગરમાં યોજાયેલા કો. અધિવેશનમાં તત્કાલિન વડાપ્રધાન પં.જવાહરલાલ નહેરૂ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંઘ, શ્રવણસિંગ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. સાંપ્રત સમયમાં જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલ ખોટા આંકડા અંગે ભાજપ સરકારની પોલ ખોલતા ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં હંમેશાથી સત્ય અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત રાજ્યનું કુલ દેવું ૩,૭૦૦૦૦ કરોડ જેટલું છે તેમ દર્શાવામાં આવ્યું છે. પરતું લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ જવાબમાં ગુજરાત રાજ્ય પર ૪,૪૩,૭૫૩.૩ કરોડ જેટલું દેવું દર્શાવવમાં આવ્યું છે. લોકસભામાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજુ કરવામાં આવેલ રીપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સ: એ સ્ટડી ઓફ બજેટ ઓફ ૨૦૨૩-૨૪’ અંતર્ગત આપવામાં આવેલ વિગતો દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં રાજ્ય પર ૯૦,૯૫૫.૭ કરોડ દેવું હતું જે અધધ વધીને વર્ષ ૪,૪૩,૭૫૩.૩ કરોડ અને વર્ષ ૨૦૨૫માં ૪,૯૪,૪૩૫.૯ કરોડ થઇ જશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટના કરતા પણ વધુ છે. પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી. જયારે ભાજપ સરકારએ કરોડો રૂપિયા દેવું કરીને પણ ગુજરાતના નાગરીકોને ૫૦૦ રૂપિયે ગેસનો બાટલો નથી મળતો, મહિલાઓને મફત બસ પ્રવાસ આપવામાં નથી આવતો. આ જ દર્શાવે છે કે ભાજપ સરકારએ માનીતા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.
00000000000
૧૩-૧-૨૦૨૫

અમદાવાદ શહેર યુથ કો.ના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી.

ભાજપના કાર્યકર્તાએ રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી.

દાણીલીમડા વિસ્તારમાં હાર ભાળી ગયેલી ભાજપ રાજકીય બદલો લેવા યુવા કો.ના હોદ્દેદાર ઉપર ફરીયાદ કરાવી.

અમદાવાદ શહેરમાં આવતા દાણીલીમડા વિસ્તારમાં રહેતા શહેર યુવા કો.ના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી પર રાજકીય કિન્નાખોરી રાખીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ભાજપના દબાણમાં આવીને ઈમરાન શેઠજી પર ફરિયાદ નોંધી છે. જે ગંભીર અને કમનસીબ છે.

અમદાવાદ શહેર યુવા કો.ના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી સતત લોકો વચ્ચે રહીને અને પોતાના વિસ્તાર દાણીલીમડામાં કામ કરી રહ્યાં છે. પોતાની કાર્યશેલીની આગવી ઓળખના લીધે દાણીલીમડાના તમામ વર્ગના લોકોને ઉપયોગી થતા આવ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ભાજપ મૃતપ્રાય છે. અમદાવાદ શહેર કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી પર રાજકીય કિન્નાખોરી દાખવીને ભાજપ દ્વારા રાખીને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર યુવા કો.ના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપર ખોટી ફરીયાદ છે અને તેમની રાજકીય યુવા કારકિર્દી ઉપર અસર થાય તે માટે આ રાજકીય રીતે ષડયંત્ર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વ્યક્તિઓનો ઝઘડો થયો ત્યારે અમદાવાદ શહેર યુવા કો. કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઘટના સ્થળે હાજર ન હતા અને પાછળથી બે માણસો વચ્ચે ઝઘડો થયો ત્યારે સમાધાન કરાવવા ગયા હતા એવા સમયે ઘટના સ્થળે ભાજપના કાર્યકર્તા પહોંચી જઈને ઈમરાન શેઠજી સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું અને તેઓની સામે રાજકીય કિન્નાખોરી રાખીને અને આ વિસ્તારમાં હાર ભાળી ગયેલી ભાજપ જાણે તેનો બદલો લેવાની ભાવના અર્થે સરકારના દબાણ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે. આખી સમગ્ર ઘટના પોલીસ જાણે ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે તેવું પણ જણાઈ આવે છે. આ સમગ્ર ઘટનાને ગુ.પ્ર. યુવા કો. વખોડી રહ્યું છે.
0000000000000
૨૧-૧૨-૨૦૨૪

“પર્યાવરણ બચાવો, કચ્છ બચવો” ના નારા સાથે યુથ કો.નો GHCL કંપનીની હેડ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન

કેમિકલ પ્લાન્ટ સ્થાપવા થી પર્યાવરણ પર ખતરો ઊભો થશે, પશુપાલનના વ્યવસાય પર ગંભીરઅસરો ઉભી થઈ શકે છે, દરિયાઈ કાંચબા, માછલી અને સમુદ્રમાં રહેતા અન્ય સજીવો પર જીવલેણ અસર થશેઃ ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજા

કચ્છ-માંડવીના બાડા ગામે ખાતે GHCLકંપનીદ્વારા કેમિકલ પ્લાન્ટ સ્થાપના માટે જઈ રહી છે તેને લઈને અમદાવાદ ખાતે આવેલી તેની હેડ ઓફિસ સામે ગુ.પ્ર. યુવા કો. દ્વારા હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કો.ે એવો આક્ષેપ કર્યો હતો કે આ કંપનીના લીધે પર્યાવરણ પર અને માનવ જીવન પર ગંભીર અસર થઈ શકે છે.

આ અંગે સ્થાનિક રહેવાસી ગુ.પ્ર. યુવા કો.ના મહામંત્રી ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કેમાંડવીના બાડા ગામ ખાતે કંપની દ્વારાસ્થાપવા માટે જઈ રહી તે સજીવો માટે ખૂબ જ નુકસાનકારકછે. સમુદ્ર માં છોડનારું પાણી સંપૂર્ણ શુદ્ધ હોતું નથી તેના લીધે તેમાં પ્રતિ લિટરએક હજાર સસ્પેન્ડેડ સોલિડ્સ હોવાની સંભવનારહેલી છે. સસ્પેન્ડેડ સોલિડસના લીધે પાણી દુધિયું થઈ જશે સમુદ્રમાં એફલ્યુએન્ટના નિકાલ થીસમુદ્રીજૈવ વૈવિધ્ય મરીન ઇકોલોજી પર સંભવિતઅવળી અસરો થઈ શકે છે. સમુદ્રીયજીવ સૃષ્ટિ સુધીઅસરો થશે એવું તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કંપનીને પર્યાવરણ ક્લીયરન્સનું સર્ટીફીકેટ જે ખાનગી કંપની પ્રશિક્ષણથી આપવામાં આવ્યું છે તે શંકાના દાયરામાં છે. હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસના નેજા હેઠળ એક કમીટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગણી વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી હતી. કચ્છ જીલ્લા જીવ દયા માટે પશુ, પ્રકૃતિની ચિંતા કરવામાં હંમેશા માટે અગ્રેસર છે અને આ પ્લાન્ટના કેમીકલ યુક્ત પાણી છોડવામાં આવશે ત્યારે જમીનને પણ ખુબ નુકસાન થશે સાથેસાથે વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓ કચ્છના માંડવી દરિયા કિનારે પ્રજનન કરવા આવતા હોય છે પરંતુ આવા કેમીકલ યુક્ત પાણીના લીધે તેના પર પણ ગંભિર અસર થઈ શકે છે. અંત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓના પ્રજનન કરવા માટે ઓરિસ્સા અને કચ્છમાં આવેલ માંડવી દેશમાં માત્ર આ બે જ જગ્યા છે.

વધુ તેઓ કહ્યું હતું કે કચ્છ-માંડવીના દરિયાઈ કિનારેના GHCLકંપનીના પ્લાન્ટમાં સોડા-એશ જેવા પદાર્થનું ઉત્પાદન થશે જેને લઈને સમુદ્રી વિસ્તારમાં કાચબા, માછલીઓ પર પણ તેની ગંભીર અસરો થશે અને વનસ્પતિ પર પણ તેની અનેક અસરો થશે, તેના લીધે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાની સંભવના રહેલી છે. પર્યાવરણ વિનાશના ભોગે સ્વાર્થીવિકાસની કોઈ જરૂર નથી તેવું તેઓ જણાવ્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું હતું રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના પક્ષીઓ અને પ્રકૃતિનું નિકંદન થવાની સંભવના છે. બાડા ગામે માંડવીના દરિયા કિનારે દેશ વિદેશથી કાચબા સહિત અનેક પક્ષીઓ આવતા હોય છે, સમુદ્રકાંઠે લાખો યાયાવર પંખીઓ આવે છે ત્યારે અહિયાં પાલન્ટ સ્થાપશે ત્યારે શુદ્ધ હવા મળશે નહીં તેના લીધે પક્ષીઓ અને માનવ જીવન પર પણ તેની જીવલેણઅસરો થશે તેને લઈને ગુ.પ્ર. યુવા કો.ે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગુ.પ્ર. યુથ કો.ના મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ વણોલ, અંજલી ગોર, મુકેશ આંજણા, કચ્છ જીલ્લા યુથ કો.ના પ્રમુખ નિતેષ લાલન, અમદાવાદ શહેર યુથ કો.ના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી તેમજ યુવા કો.ના હોદેદારો મોટી સંખ્યામા જોડાયા હતા.

(મુકેશ આંજણા)
000000000000
૯–૦૧–૨૦૨૫ કેન્દ્રની ભાજપા સરકારની આર્થિક નીતિઓ ખાસ કરીને જી.એસ.ટી.ના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ, ગેરરીતિઓને લીધે ઉભી થયેલી વિકટ આર્થિક પરિસ્થિતિ સાથે સતત આર્થિક વિકાસ વૃધ્ધિદરમાં પીછેહટ, રૂપિયાનું અવમુલ્યન સહિત આર્થિક મોરચે સદંતર નિષ્ફળતા પર આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કો. સમિતિના પ્રવક્તા મોહન કુમારમંગલમ્ એ જણાવ્યું હતું કે, તર્કહીન જીએસટીની સીધી અસર દેશના અર્થ વ્યવસ્થા પર પડી છે. જીડીપી દર ૫ આંકના તળિયે પહોચ્યો છે. ઐતિહાસિક રીતે પહેલી વાર કોર્પોરેટ ટેક્ષ ઘટયો જ્યારે વ્યક્તિગત ટેક્ષ વધી ગયો છે. સામાન્ય મધ્યમ વર્ગ હવે પર્સનલ લોન લેવા મજબૂર બન્યો છે. કેન્દ્ર સરકાર ધનવાનોની, ધનિકો દ્વારા, ધનવાનો માટેની સરકાર છે. આ એક એવી સરકાર છે જે ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગ વિરોધી છે. ડૉ.મનમોહનસિંહનાં વિત્તમંત્રીના કાર્યકાળ દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલ આર્થિક ઉદારીકરણની નીતિનો લાભ તમામ ભારતીય લોકોને, વ્યાપારીઓની, ઉદ્યોગ સાહસિકોને મળ્યો હતો પરંતુ છેલ્લા દસ વર્ષમાં દેશમાં અણઘડ જીએસટીનાં અમલીકરણને કારણે નાના વ્યાપારીઓ, સામાન્ય મધ્યમ વર્ગ અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જ્યારે અમુક માનીતા કોર્પોરેટ ગૃહને લાભ મળી રહ્યો છે. GST એ વપરાશ પરનો કર છે. ગરીબો તેમની મોટાભાગની આવકનો ઉપયોગ કરે છે, જ્યારે અમીરો તેમની આવકનો મોટો હિસ્સો બચાવે છે. પરિણામે GST ગરીબોને વધુ અસર કરે છે. ૨૦૨૧-૨૨માં કુલ GSTનો લગભગ બે તૃતીયાંશ અથવા ૬૪% વસ્તી નીચેની ૫૦% વસ્તીમાંથી આવ્યો હતો. ટોચના ૧૦%માંથી માત્ર ૩% GST આવે છે. તે ગરીબો પરનો ટેક્સ છે જે સતત વધી રહ્યો છે. જીવન અને આરોગ્ય વીમો જેવી આવશ્યક સેવાઓ પર GST દર – બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ – ૧૮% છે. મોદી સરકાર દર વર્ષે રેકોર્ડ બ્રેક કલેક્શનનો દાવો કરીને લોકો પાસેથી કેટલી રકમ લીધી તેની ઉજવણી કરે છે. પરંતુ જ્યારે મંતોની વાત આવે છે, ત્યારે તેણે ૨૦૧૯માં રૂ. ૨ લાખ કરોડના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. ૨૦૧૩-૪માં કોર્પોરેટ ટેક્સની આવકના ૮૨% એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ કલેક્શન હતું. કોર્પોરેટ ટેક્સના પ્રત્યેક રૂ. ૫ માટે, સરકારે એક્સાઇઝ ટેક્સના રૂ. ૪ વસૂલ્યા હતા. ૨૦૨૩-૨૪માં કોર્પોરેશન ટેક્સના GST વધીને ૧૩૭% થયો. કોર્પોરેશન ટેક્સના પ્રત્યેક રૂ. ૫ માટે, મોદી સરકાર હવે જીએસટીના રૂ. ૭ વસૂલે છે.

પીએમ મોદી અબજોપતિ/અરબપતિઓ માટે કરવેરા કાપ આપે છે, અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે કરમાં વધારો કરવાનું સુનિશ્ચિત કરે છે. GSTને સમજવું અશક્ય બન્યું છે. ૨૧ ડિસેમ્બરે વિત મંત્રીએ વિવિધ પ્રકારના પોપકોર્ન પર ત્રણ જુદા જુદા દર – 5%, 12% અને 18% – લાદવાના અતાર્કિક નિર્ણય કર્યો. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ, GSTના આર્કિટેક્ટ્સમાંના એક, આને “રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી છે, GST જે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ બનવાનો હતો તેની ભાવનાનું ઉલ્લંઘન કરે છે”. વિવિધ ઉત્પાદનો માટે 0%, 0.25%, 1.5%, 3%, 7.5% અને 28%નો સમાવેશ કરીએ તો હાલમાં કુલ નવ GST દરો છે. જો આપણે વાહનો, લક્ઝરી ચીજવસ્તુઓ, તમાકુ વગેરે પર સેસ રેટ ઉમેરીએ, તો સુબ્રમણ્યમે પોતે કહ્યું છે: “ત્યાં ૫૦ (અલગ અલગ) સેસ દરો છે”. આ એક પ્રકારની મૂંઝવણ ઊભી કરે છે. જેણે ગ્રાહકોને ભ્રમિત કરે છે અને નાના ઉદ્યોગો માટે વેપાર કરવું મુશ્કેલ બનાવે છે. પરંતુ આ મૂંઝવણનો ફાયદો કોઈને થઈ રહ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા કરવેરા છેતરપિંડી અંગેનો તાજેતરનો ડેટા અક્ષમતાનું પ્રમાણ અને તિજોરીને થયેલ નાણાકીય નુકશાન દર્શાવે છે.કો. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા મોહન કુમારમંગલમ્ એ જણાવ્યું હતું કે, ૨૦૨૩-૨૪માં ૨લાખ કરોડ રૂપિયાની GST ચોરી થઈ જે ચિંતાજનક બાબત છે, જે ૨૦૨૩-૨૪માં ૧ લાખ કરોડ રૂપિયાની ચોરી કરતાં બમણી હતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છેતરપિંડી સામાન્ય છે, અને રૂ. ૩૫,૧૩૨ કરોડની છેતરપિંડી ઓળખવામાં આવી હતી, જેની વસૂલાત દર માત્ર ૧૨% થયો. ૧૮૦૦૦ છેતરપિંડી કરનાર એકમોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમને કરચોરીમાં રૂ. ૨૫૦૦૦ કરોડની ચોરી કરી હતી. આવી હજારો વધુ કંપનીઓ સંભવતઃ શોધાયેલ નથી. પૂર્વ PM ડૉ. મનમોહન સિંહે 2017માં કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીએ GSTને સમર્થન આપ્યું હતું, પરંતુ “યોગ્ય કાળજી અને પૂરતી તૈયારી કર્યા પછી તેનો અમલ કર્યો હોત. 2024ની લોકસભા ચૂંટણી માટેના તેના ન્યાય પત્રમાં, કો. પાર્ટીએ રિફ્રેશ અને સરળ GST 2.0 માટે હાકલ કરી હતી. તાજેતરના મહિનાઓમાં, મોદી સરકારે કો.ના મેનિફેસ્ટોની ઘણી દરખાસ્તોની નકલ કરી છે અને કંપનીઓ માટે રોજગાર-સંબંધિત પ્રોત્સાહનો અને બેરોજગાર યુવાનો માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ લાવ્યા છે. હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર અમારા મેનિફેસ્ટોમાંથી બીજો વિચાર ચોરીને આગામી કેન્દ્રીય બજેટમાં GST 2.0 લાવે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિષદમાં ગુ.પ્ર. કો. સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા હિરેન બેન્કર, મહામંત્રી નઈમ મીરઝા, સીએ મેહુલ પટેલ, હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
00000000000
૧૭-૧૨-૨૦૨૪

ગુ.પ્ર. યુથ કો. દ્વારા રાજીવ ભવન ખાતે યુથ કો.નો રાષ્ટ્રીય પ્રોગ્રામ ‘યંગ ઇન્ડિયા બોલ’ સિઝન-5લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગુ.પ્ર. યુવા કો.ના મહામંત્રી ડૉ. પ્રવીણસિંહ વણોલજણાવ્યું હતું કે,ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી ત્યારથી, નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર 0.3%ને જ સરકારી નોકરી મળી છે. એટલે કે, દર 1,000 અરજદારોમાંથી માત્ર 3 લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘2022માં રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે 2014થી સરકારને મળેલી 22 કરોડ અરજીઓમાંથી માત્ર 22,311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 22 કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે.

યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમ વિશે બોલતા, યુથ કો.ના પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રવીણસિંહ વણોલ કહ્યું કે, આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કો.ને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે. આ વિચાર હેઠળ ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ‘યંગ ઈન્ડિયા કે બોલ’ ની સિઝન-5 મુખ્ય મુદ્દાઓડ્રગની સમસ્યા અને બેરોજગારીનો સમસ્યાનું નિરાકરણ લાવવાભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફ્ળ ગઈ છે. આ કાર્યક્રમ ભારતીય યુવા કો.ના રાષ્ટ્રીય અભિયાન ‘નૌકરી દો, નશા નહીં’ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને આ બેજવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. તમારા મંતવ્યો સરકારને જણાવો.’ તેમણે કહ્યું, ‘આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2024થી ‘With IYC એપ’ દ્વારા શરૂ થશે. રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વિડિયો સબમિટ કરવાના રહેશે. આ કાર્યક્રમના સહભાગીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે, અને તેમને ભારતીય યુવા કો.ના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, તેઓને સંબંધિત મુદ્દાઓ પર પક્ષના વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે, અંતમાં, તેમણે દેશના યુવાનોને અપીલ કરી કે, ‘ બધાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે. બેરોજગારી ઘટાડવામાં સરકાર અને તેમને ડ્રગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા દબાણ કરે છે. તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે.

‘યંગ ઈન્ડિયા કે બોલ’ ગુ.પ્ર. યુવા કો.ના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, એ દેશભરના યુવાનો માટે તેમના વિચારો વ્યક્ત કરવા અને અમારી સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ છે. આ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો રજૂ કરશે. આજે દેશના યુવાનો પાસે રોજગાર નથી. સ્થિતિ એવી છે કે IIT-IIMના વિદ્યાર્થીઓને પણ રોજગાર નથી મળી રહ્યો. તેમણે એમ પણ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. 55% વસ્તી યુવાનો છે, વિશ્વનો દરેક પાંચમો યુવા ભારતીય છે. ભારત ક્યારેય આટલું જુવાન નહોતું. આટલી યુવા વસ્તી, શિક્ષિત લોકો, પરંતુ વાસ્તવિકતા શું છે? એક કલાકમાં બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનોની આત્મહત્યાએ ખેડૂત આત્મહત્યાના દરને પણ વટાવી દીધો છે. તે કેટલું દુઃખદાયક છે કે આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ કરતાં આગળ નીકળી ગયો છે. એક ષડયંત્ર હેઠળ આ યુવાનોને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે. યુવક હોશમાં હશે તો નોકરી માંગશે. તેથી તેને નશામાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે દેશના યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાનો જીવ ન ગુમાવે. તમે જે કરી શકો તે કરો, યુથ કો. ખુલ્લા દિલે તમારા માટે પ્રતિબદ્ધ છે.

આ દરમિયાન યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેર યુવા કો.ના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપસ્થિત રહ્યાં.
0000000000000
૨૫-૧૧-૨૦૨૪

ઓલ ઈન્ડિયા યૂથ કો.ના પ્રમુખ ઉદયભાનુ ચિબનો ગુજરાત ખાતે ત્રણ દિવસનો પ્રવાસ

અમદાવાદ, રાજકોટ અને કચ્છ ખાતે યુવા કો.ના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે

રાજકોટ ખાતે‘શક્તિસુપર શી’ મહિલા ટીમ દ્વારા શક્તિ સંગમ- ધ વોઇસ ઓફ વુમન કાર્યકમ યોજવામાં આવશે અને મુંન્દ્ર- કચ્છ ખાતે‘નોકરી દો, નશાનહીઁ’યૂથકો. દ્વારાકાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે ઓલઈન્ડિયા યુથ કો.ના પ્રમુખ ઉદયભાનુ ચિબપ્રદેશની યુવા કો.ની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રહેશે

ભાજપ સરકારને અદાણી બચાવવામાં રસ છે, યુવાનોને નોકરી આપવામાં નહીં- આદિત્યસિંહ ગોહિલ

તાજેતરમાં ઓલ ઈન્ડિયા યૂથ કો.ના પ્રમુખ તરીકે ઉદયભાનુચિબની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદગુજરાત રાજ્યના ત્રણ દિવસના પ્રથમ વખત પ્રવાસે આવી રહ્યા છે.આ મહિનામાં તા. 27, 28અને 29ના દિવસેગુ.પ્ર. યુવાકો. દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને તાલુકા, જિલ્લા અને પ્રદેશના હોદેદારો સાથેવિસ્તૃત કારોબારીમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કો.ની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરશે.

ગુ.પ્ર. યુવા કો.ના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુંકે ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે . આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીનેયુવાને બરબાદ કરવાનું ષડયંત્રરચવામાં આવી રહ્યુંછે.તેઓએવધુમાં જણાવ્યું હતું કે ગુ.પ્ર. યુવા કો. દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઈન્ડિયા યુથ કો.ના પ્રમુખ ઉદયભાનુ ચિબના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. તા. 27નાદિવસેરાજકોટ ખાતેશક્તિ સુપર શી નાઅનેતા. 28ના દિવસે મુંન્દ્ર- કચ્છખાતે‘ નોકરી દો,નશા નહીઁ’ કાર્યક્રમયોજવામાં આવશે અનેતા. 29મીએ અમદાવાદ ખાતેઠાકોર દેસાઇ હોલ , લો ગાર્ડનખાતે નોકરી દો, નશા નહીઁ’ કાર્યકમ યોજવામાં આવશે.

યૂથ કો. દ્વારા રાજકોટ ખાતે ‘શક્તિ સુપરશી’નો કાર્યક્રમ યોજાશે.

ગુ.પ્ર. યુવા કો. ઉપપ્રમુખ આદિત્યસિંહ ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું ગુ.પ્ર. યુવા કો.દ્વારા રાજકોટખાતે 27. 11. 2024ના દિવસે હેમુ ગઢવી હૉલ ખાતે ‘ શક્તિ સુપરશી‘નો કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં ગુજરાત રાજ્યમાંથી ‘ શક્તિ સુપરશી‘ની મહિલા હોદેદારો ઉપસ્થિત રહેશે અને ગુજરાતની મહિલા શક્તિ સંગમ થશે. ગુજરાતરાજ્યમાં મહિલાઓનીદિનપ્રતિદિન પરિસ્થિત કથળતી જાય છે. ખાસ કરીને આજ સમયમાં નશાનું પ્રમાણ વધતું જાય છે તેના લીધે પારિવારિક રીતે ગંભીર અસર થાય છે જેથી કરીને અનેકકુટુંબો બરબાદ થઈ રહ્યાછે,ગુજરાની અંદરછેલ્લા 27 વર્ષથીભાજપની સરકાર છે પરંતુ બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાંગુજરાતરાજ્યમાંગૂસાડવામાં આવીરહ્યું છે તે ક્યાંકને ક્યાંક સરકારનાઇશારે કામ થઈ રહ્યું છે અને ભાજપ સરકારને અદાણી બચાવવામાં રસ છે, યુવાનોને નોકરી આપવામાં નહીં તેવા આરોપ યુથ કો. દ્વારા કરવામાં આવ્યા છે. યુથ કો. દ્વારા આયોજિત કાર્યકમમાં ‘શક્તિ સંગમ- ધ વોઇસ ઓફ વુમન’ કાર્યકમમાં મહિલાનો પ્રેરણા મળે તેવું હેતુસર કાર્યકમનું આયોજનકરવામાંઆવેલ છે

આ પ્રસંગે ગુ.પ્ર. યુવા કો.ના મીડીયા ચેરમેન અને મહામંત્રી મુકેશ આંજણા, ડૉ. પ્રવિણસિંહ વણોલ, અમદાવાદ શહેર યુથ કો. પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
00000000000
૨૫-૧૦-૨૦૨૪

• વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કો. પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના ઉમેદવારી પત્રક ભરતા પહેલા જંગી જાહેરસભા યોજાઈ.
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કો. પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના ઉમેદવારી પત્રક ભરતા પહેલા યોજાયેલ જંગી જનસભાને ગુ.પ્ર. કો. સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કો. પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ મતિ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનોએ જનસભાને સંબોધીને ભાજપાના અહંકારી જનવિરોધી શાસન પર આકરા પ્રહાર કર્યા હતા.
વાવ વિધાનસભા કો. પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થનમાં યોજાયેલ સભામાં ધારાસભ્ય કાંતિ ખરાડી, દિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, શિવા ભૂરીયા, નાથા પટેલ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, યુવક કો.ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, મહિપાલસિંહ ગઢવી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના આગેવાન કે.પી. ગઢવી, ઠાકરશી રબારી, રાજુ જોષી, રામજી રાઠોડ, ડામરાજી, શૈલેષ સહિત હજારોની સંખ્યામાં જનમેદની જનસમર્થન સભામાં જોડાઈ હતી.
000000000000
Press Statement of Shri Shaktisinhji Gohil,

President, Gujarat Pradesh Congress Committee

GIDC scam

A huge scam is being committed by the GIDC in land allotment in Dahej and Saykha.

Instead of auctioning of land plots that can fetch Rs 10000 per sq meter price, GIDC is allotting land plots at mere Rs 2845 per sq metre, causing massive revenue loss to the state treasury.

GIDC has already made allotment of more than five lakh square metres plots at Rs 2845 per square metre.

GIDC is planning to allot nearly two million or 20 lakh square meters lands in Dahej and Saykha at the same rate.

If the auction is conducted, it can fetch Rs 10000 per square metre.

It’s a scam of more than Rs 2000 crore. It’s a direct loss of more than Rs 2000 crore to the state exchequer. Why CM is not visiting the GIDC office in Gandhinagar?

Why CM Bhupendra Patel did not object when GIDC board flip flopped and first declared Dahej and Saykha as saturated zones and then reversed the decision. Besides the GIDC management, industries department, who else are involved in the scam?

By not auctioning the land plots, the GIDC officials are causing massive loss of revenues to the state treasury. The GIDC officials and entire industries department are committing money laundering.

I demand that the CM must order a probe by the ED for money laundering.

Gujarat Government has become synonymous with escalating corruption and incompetence. Perhaps, this is the most corrupt and incompetent government in the entire country today. In this corrupt regime, every department, every PSU, every board or corporation of the state is neck deep in corruption, irregularities and malpractices.

I have repeatedly highlighted with help from media persons/journalists about corruption in GSPC, GUVNL and other departments and PSUs. This regime has not spared any government entity while turning the entire state and its vast resources into money making machines for its ruling party leaders, ministers, its functionaries and handpicked bureaucrats.

Today, I am exposing the mind boggling corruption in one very important corporation of the state. This corporation ever since it was created during the past Congress government played a vital role in industrial development of th state.

Gujarat Industrial development Corporation (GIDC) is known for aiding process of industrialisation in Gujarat. In the past during the successive Congress governments, GIDC was a key part of the government to make the state an industrial hub. It was during the Congress governments that GIDC successfully helped develop industrial belt from Vapi to Vatva, from Dahej in Bharuch to Kalol and Chhatral in Mehsana to Halol in Panchmahal.

Thanks to the progressive policies during those governments and proactive approach, the state became a magnate for industrial development.

Unfortunately in last more than two decades, corruption has become the main industry during the BJP government.

What is happening in GIDC is not only shocking for the government, it’s shocking for the business and entrepreneurs community and people of Gujarat, who are known for their business acumen and entrepreneurial abilities and spirit.

A handful of people, ministers, bureaucrats and BJP leaders are exploiting GIDC at the cost of public exchequer and extorting the businessmen and corporates.

I’m disclosing explosive details about the workings and happenings in the GIDC, a nodal agency for development of industrial estates in the state.

In April 2023, GIDC had invited applications for plots ranging from 20000 to 60000 square metre for Sykha GIDC, which is a chemical zone where land is highly sought after.

The GIDC received many applications in response to the advertisement. In June 2023, the GIDC management decided to reject all applications and decided to declare Sykha and Dahej GIDCs as saturated GIDC. And a GR was issued for the same.

When you declare any area or GIDC as saturated; that means there were only few plot available and all the remaining plots in the possession of GIDC would be sold via auction, which would bring in more revenue for the state.

In 2023 in the same area, a leading paint maker Asian Paints bought a plot there at Rs 7000 per square metre, plus stamp duty, transfer charges, lease deed and GST. Another company Meghmani also bought the plot at Rs 8500 per square metre plus other charges.

It may be noted that demand for plots in Saykha and Dahej is massive due to their locations, infrastructure and also due to shortage of land there.

Suddenly before the Lok Sabha polls, in a highly suspicious and mysterious manner, the GIDC management and the industries department in February 2024, reverted its earlier decision of declaring Saykha and Dahej as saturated estates. This was for the first time, the GIDC reverted such a decision.

Both Dahej and Saykha estates were overnight declared unsaturated, which means plots can be allotted at Jantri rate, which is Rs 2845 per square metre for Dahej and Rs 3075 per square metre for Saykha estate.

In the year 2022, GIDC had conducted auctions of plots in chemical zone in Jhagadia and Panoli GIDC estates where base prices were fixed at Rs 6000 and Rs 7500 per square metre respectively. The auction was successful and all plots were sold immediately. At that time, allotment rate of Jhagadia GIDC was at Rs 1660 per square metre and for Panoli, it was Rs 2180 per square metre while in auction, the plots were sold at above Rs 6000 and for Panoli above Rs 7500.

I demand the state government to explain why it had to revert its decision with regard to Dahej and Saykha GIDC estates?

At whose behest the board took that decision?

Why the government does not want to hold public auctions of the plots available in GIDC estates in Dahej and Saykha.

As per the settled law, auction of natural resources should be the most effective method as per the Supreme Court order in the case of coal block allotments and telecom spectrum. Why the same is not being done for land plots in GIDC. This entire saga smacks of corruption and irregularities.

00000000000000000
ભારતીય રાષ્ટ્રીય કો.ના પ્રવક્તા પવન ખેરા દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ મોંઘવારી મુદ્દે પત્રકાર વાર્તાની અખબારી યાદી આ સાથે સામેલ છે.


प्रेस विज्ञप्ति

भारतीय राष्ट्रिय कोंग्रेस के प्रवक्ता श्री पवन खेराजी की प्रेसवार्ता को सम्बोधन

महँगाई की मार – नए साल का मोदी उपहार

सभी देशवासियों को नव वर्ष की शुभकामनाएं! आपका नया साल मंगलमय हो, सुख-समृद्धि प्रगति उत्साह से भरा रहे। याद कीजिए हम हर नए वर्ष पर एक दूसरे की समृद्धि की कामना करते हैं, बधाई देते हैं। मगर कभी आपने सोचा है कि हमारी सरकार हमारी सुख-समृद्धि के लिए हमें नए वर्ष पर क्या दे रही है, हमारे लिए क्या कामना कर रही है? तो हम बताते हैं, बीते सात वर्षों की तरह इस वर्ष भी देश की जनता को जो उपहार मोदी सरकार द्वारा दिया जा रहा है, वो है – ‘महँगाई की मार का उपहार’।

2022 के पहले दिन ही मोदी सरकार ने हमें नए साल का तोहफा 2022 की नई महंगाई के रूप में दे डाला। यह नई महंगाई और इसके साथ 2021 के पूरे साल में लगभग 10 प्रतिशत की ऊँची बेरोजगारी दर।
क्या इसके लिए हमें मोदी जी को धन्यवाद देना चाहिए?
महंगाई का बोझ बढ़ता जा रहा है। नवंबर 2021 में होलसेल प्राईज़ इंडैक्स 14.23 प्रतिशत रहा, जो पिछले 10 सालों में सबसे ज्यादा था। नए साल में इसका प्रभाव बहुत जल्दी महसूस होने लगेगा। इसलिए नए साल में प्रवेश करते हुए हमें हर सामान, चाहे वो दैनिक उपयोग का हो या सुख-समृद्धि का, रोजमर्रा की उपभोक्ता वस्तुएं हों, या स्टील, सीमेंट व बिजली, सब पर हमें और ज्यादा पैसा खर्च करने की तैयारी कर लेनी चाहिए। रोजमर्रा एटीएम से पैसे निकालने तक या फिर टोल टैक्स, हर चीज़ महंगी होने वाली है।

1 जनवरी, 2022 से मोदी निर्मित अत्यधिक महंगाई के कारण हमारे जीवन पर पड़ने वाले दुष्प्रभाव देखिएः-

कांग्रेस पार्टी व कांग्रेस शासित प्रदेशों के विरोध के चलते तथा 5 राज्यों के चुनाव सामने देख अब इस बढ़ोत्तरी को आनन-फानन में 28 फरवरी तक मुल्तवी कर दिया गया है। चुनावों के कारण शायद यह तिथि 1 महीना और बढ़ा । गौर रहे कि निर्णय वापस नहीं लिया गया। चुनाव होते ही जनता पर यह टैक्स फिर लगा दिया जाएगा।

1 जूते-चप्पलों की भी बढ़ेंगी कीमतें
जूते-चप्पलों (प्रति जोड़ा ₹1000 तक की कीमत वाले) पर जीएसटी दर को 5 प्रतिशत से बढ़ाकर 12 प्रतिशत कर दिया गया है। यह गरीब तथा आम जनमानस पर प्रहार है।

2 FMCG (Fast Moving Consumer Goods) उपभोक्ता वस्तुओं में 10 प्रतिशत तक की बढ़ोत्तरी
FMCG उपभोक्ता वस्तुओं की कीमत 6 प्रतिशत से 10 प्रतिशत बढ़ेगी। वो डाबर हो, पारले, ब्रिटानिया, मैरिको या अन्य कंपनियां, सबके सब बिस्कुट से लेकर साबुन तक की कीमतें बढ़ा रहे हैं।

3. एटीएम से अपना ही पैसा निकालने के लिए देना होगा और टैक्स
आरबीआई ने निशुल्क ट्रांज़ैक्शन की निर्धारित सीमा पूरी होने के बाद एटीएम से कैश निकालने पर शुल्क बढ़ाने की अनुमति दे दी है। आरबीआई के मुताबिक, निशुल्क ट्रांज़ैक्शन की सीमा पूरी होने के बाद, बैंक अपने ग्राहकों से ₹21 प्रति ट्रांज़ैक्शन शुल्क की वसूली करेंगे।

4. ऑनलाईन टैक्सी/ऑटो रिक्शा की बुकिंग भी अब पड़ेगी जेब पर ज्यादा भारी
ओला और ऊबर जैसे ऐप एग्रीगेटर्स द्वारा ऑटो रिक्शा की राईड्स बुक करने पर ज्यादा पैसे चुकाने के लिए तैयार हो जाईये। 1 जनवरी से सरकार मौजूदा छूट को समाप्त कर ऑनलाईन ऑटो राईड बुक करने पर 5 प्रतिशत का जीएसटी शुल्क वसूलना शुरू कर देगी।

5. कार या ऑटोमोबाईल खरीदना हो जाएगा महंगा
नए साल, 2022 में मारुति सुजुकी, रेनॉल्ट, होंडा, टोयोटा, और स्कोडा सहित लगभग सभी कार एवं ऑटो कंपनियों की कारें खरीदना और ज्यादा महंगा हो जाएगा। लागत बढ़ने के कारण ऑटो कंपनियां कीमतों में बढ़ोत्तरी करेंगी। टाटा मोटर्स ने 1 जनवरी, 2022 से अपने कमर्शियल वाहनों के मूल्य में 2.5 प्रतिशत की वृद्धि करने की घोषणा कर दी है।

6. सीमेंट की कीमतें बढ़कर हो जाएंगी ₹ 400 प्रति बैग
2021 में भी सीमेंट की कीमतें 15 प्रतिशत – 20 प्रतिशत तक बढ़ीं। हालत यह है कि एक साल पहले तक ₹330/ ₹340 में बिकने वाला सीमेंट का 50 किलो का बैग अब ₹400 पार करने की तैयारी में है।
7. स्टील की कीमत भी आसमान पर पहुँची
साल 2020 से दिसंबर 2021 के बीच स्टील की कीमतों में स्टील कंपनियों ने 215 प्रतिशत वृद्धि की। अकेले नवंबर, 2021 में स्टील कंपनियों ने स्टील की कीमत ₹3000- ₹3500 प्रति टन बढ़ाई। कारण – स्टील उद्योग में कंपटीशन खत्म और अब ये मुट्ठीभर कंपनियों के हाथ में है – टाटा स्टील, जिंदल स्टील, आर्सलर मित्तल स्टील। मोदी सरकार की मूक सहमति है, कीमतें बढ़ रही हैं और लोग पिस रहे हैं। 2022 में फिर कीमतें बढ़ाने की तैयारी है।

8. इंडिया पोस्ट पेमेंट बैंक ने शुल्क बढ़ाया
इंडिया पोस्ट पेमेंट बैंक (आईपीपीबी) खाताधारकों को 1 जनवरी से एक विशेष सीमा के ऊपर कैश निकालने या जमा करने के लिए शुल्क देना पड़ेगा। बेसिक बचत खाते से हर माह 4 बार पैसा निकालना निशुल्क होगा। इसके बाद, हर बार पैसा निकालने पर 0.50 प्रतिशत शुल्क अदा करना होगा।

नए साल के इन उपहारों के लिए मोदी जी, आपका बहुत-बहुत धन्यवाद!

जानिए 2014 में सत्ता में आने के बाद, बीते सात सालों में मोदी सरकार ने महंगाई से कैसे आपको लूटा है:-
o ₹71 प्रति लीटर का पेट्रोल और ₹56 प्रति लीटर का डीज़ल 100 रु. पार कर दिया।
o ₹400 का खाना बनाने की गैस का सिलेंडर ₹1000 पार कर दिया।
o खाने का तेल ₹90 से बढ़ाकर ₹200 से ₹250 तक कर दिया।
o ‘दाल’ के दाम ₹60 प्रति किलो से बढ़कर ₹150 किलो को पार कर गए।

o लोग सुकून से एक चाय की प्याली भी नहीं पी सकते। ₹120 किलो की चाय अब ₹300 से ₹400 किलो तक महंगी हो गई है। इतना ही नहीं, जिस जनता का नमक खाकर सत्ता की सौगंध खाई थी, भाजपा के लोगों ने उस नमक के साथ भी धोखा किया। नमक की कीमत भी ₹12 प्रति किलो से बढ़कर ₹22 प्रति किलो तक हो गई है। दाल, चना, राजमा, टमाटर, प्याज, सब्जी – हर खाने-पीने की चीज़ गरीब की थाली से दूर होती जा रही है।

साफ है कि देश की जनता कह रही है:-
o मोदी है तो महंगाई है।
o मोदी सरकार ही महंगाई है।
• मोदी और महंगाई, दोनों देश के लिए हानिकारक हैं।