કોંગ્રેસની તમામ પ્રેસનોટ જૂનથી ડિસેમ્બર 2023

કોંગ્રેસ – 85 હજાર શબ્દો છે.
વેબ પેઈઝ પર સર્ચના બટન પર સર્ચ કરવાથી તે જે વિષયની વિગતો મળશે.
તા.૩૦.૦૫.૨૦૨૩
અખબારી યાદી
• બીજ બુટલેગરો કેમ નાથવા તે દીશામા કોઇ પગલા નહી પરંતુ ખેડુતોએ બીલ વગર બીયારણ ન ખરીદવુ એટલુ માર્ગદર્શન આપી કૃષિ મંત્રીએ ફરજ પુર્ણ કરી- મનહર પટેલ
• રાજ્યમા બીટી કપાસ બીજના કાળા ધંધા કરતા બીજ બુટલેગરો મગફળી,મગ,તલ, દિવેલાના બીજમા  પણ ખેડુતોને છેતરી રહ્યા છે.  મનહર પટેલ
• બીજ બુટલેગરો માર્કેટ યાર્ડમાથી મગફળી ખરીદે, ફોલાવે, ગ્રેડીંગ કરાવી આકર્ષક પેકીંગમા બેગમા પેક કરી રહ્યા છે અને આ ૩૦ કીલોની બેગ ૨૫૦૦-૩૦૦૦ રુપીયાની ખેડુતો ખરીદવા મજબુર.- મનહર પટેલ
GAU ( ગુજરાત કૃષિ યુનિવર્સિટી) ની ઉત્પાદન ક્ષમતા ધરાવતી અને આશાસ્પદ જાતો : જે આજે રાજયના ખેડુતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
ગુજરાત મગફળી – ૨૦, સંશોધન વષઁ – ૧૯૯૨ (સમગ્ર ભારત)
ગુજરાત મગફળી – ૧૨, સંશોધન વષઁ – ૧૯૯૨
ગુજરાત તલ – ૨ , સંશોધન વષઁ – ૧૯૯૦
ગુજરાત જીરુ – ૪, સંશોધન વષઁ – ૨૦૦૪
ગુજરાત દિવેલા – ૭, સંશોધન વષઁ – ૨૦૦૮
ગુજરાત ઘંઉ-૪૯૬ , સંશોધન વષઁ – ૧૯૮૯
ગુજરાત મગ – ૪, સંશોધન વષઁ –  ૨૦૦૨
આ તમામ પાકોની જાતોનુ ગુજરાત કૃષિ યુનિવસિઁટીમા વષોઁથી વૈજ્ઞાનિકોશ્રીઓની અને કૃષિ કમઁચારીઓની મહેનતને કારણે ઉત્તમ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સેલ્ફ પોલીનેટેડ જાતો કે હાઇબ્રીડ આ જાતોનું સંશોધન થયેલુ છે. તેના કારણે રાજ્ય કે દેશના ખેડુતોને ખુબ મોટો ફાયદો થઈ રહેલ છે, અને આજની રાજ્યની ખેતીની ચમક-દમક પાછળ આ ૨૫ વર્ષ પહેલાનુ કૃષિ સંશોધનની આ જાતોને આભારી છે આ પાકોની જાતો આજે પણ અવ્વલ નંબરે છે.
કૃષિ યુનિવર્સિટીની જે જે પાકોની સંશોધિત કે હાઇબ્રીડ જાતોનુ બીજ ઉત્પાદન ગુજરાત રાજ્ય બીજ નિગમ (ગુરાબીની) કરે અને ખેડુતોને ઉત્તમ ખેતી પાકોની સુધારેલી જાતો મળી રહે તેવુ સરસ માળખું ગોઠવાયેલુ રહેતુ, પરંતુ છેલ્લા ૨૫ વષઁમા કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વૈજ્ઞાનિકોની જગ્યાઓ ખાલી રહે, સંશોધન પાછળ અપુરતા નાણાં ફાળવણી અને ભાજપા સરકારની આ દિશામા ઇચ્છાશક્તિના અભાવેના કારણે કૃષિ યુનિવર્સિટીમા કૃષિ સંશોધનની હાલત આજે કફોડી છે,અધુરામા પુરુ ગુજરાત કૃષિ યુનિવસિઁટીને ચાર ભાગમાં વહેંચીને ચાર કૃષિ યુનિવસિઁટી બનાવી ત્યાર પછી કૃષિ સંશોધનના માળખાને તોડી નાખ્યુ તેના કારણે કૃષિ સંશોધન મરણ પથારી પર છે એવુ કહેવું અતિશયોકિત ભયુઁ નથી.
જેવી કૃષિ યુનિ.જે હાલત છે તેના કરતા ખરાબ હાલત ગુજરાત રાજ્ય બીજ નિગમ (ગુરાબીની) છે,અગાઉ  રાજ્યમા કોંગ્રેસની પુવઁ સરકારો બીજ નિગમ રાજ્યના ખેડુતોને કોઇપણ પાકો માટે જરુરીયાત મુજબનો આશાસ્પદ અને ભરોસાપાત્ર બીજનો ૧૦૦ % જથ્થો સમયે અને વાજબી ભાવે કોઇ ફરિયાદીના અવકાશ વગર પુરો પાડતી હતી.પરંતુ રાજ્યમાં ભાજપા સરકાર આવી છે ત્યારથી તેના વહિવટ અને નિણઁયોમા ખેડુત વિરોધી માનસિકતાના અનુભવ સમગ્ર ખેડુત વગઁ કરી રહ્યો છે. અને ખેડુત અને ખેતીનું દુભાઁગ્ય કે આજે ગુજરાત રાજ્ય બીજ નિગમ (ગુરાબીની) એક સમયે ૩૯૬ અધિકારી / કમઁચારીથી ધમધમતું હતુ એની જગ્યાએ આજે ૫૦ અધિકારી / કમઁચારી નથી, તેના કારણે બીજ નિગમનુ ઉત્પાદન,ગુણવત્તા અને બિજ નિગમની વિશ્વસ્નિયતા ઘટી, તેની પાછળ રાજ્ય સરકારનો ખેડુત વિરોધી રવૈયો પ્રદશિઁત કરે છે.
ભાજપા સરકારના આ રવૈયાને કારણે ખેડુતોને બીજ માટે ખાનગી બીજ ઉત્પાદકોનો વિકલ્પ કરવાની ફરજ પડી છે. અને ધીરેધીરે ખેડુતોને ભરોસાપાત્ર,વાજબી ભાવે અને સમયસર બીજ મેળવવા માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ (ગુરાબીની)ના દરવાજા બંધ થવા લાગ્યા અને ખાનગી બીજ ઉત્પાદકોની દુકાનો ખુલવા લાગી અને આજે ભાજપા સરકારના પુણ્ય પ્રતાપે સાચા- ખોટા ૬૦૦ કરતા વધુ બીજ ઉત્પાદકોની દુકાનો આખા ગુજરાતમાં ધમધમે છે.અને તે પૈકીના વેઢે ગણાય તેટલાં બીજ ઉત્પાદકો પાસે પોતાનુ ખુદનુ કૃષિ સંશોધન કે તેની સંશોધિત પાકોની જાતો નથી.
ટુંકમા ૨૫ વષઁ પહેલા જે ગુજરાત  કૃષિ યુનિવસિઁટીએ સંશોધન કરીને જે જે પાકોની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ઉત્તમ જાતો બહાર પાડી હતી તે જ જાતોને નવા નવા રુપ રંગ / નામો આપીને આ ૬૦૦ પૈકીના ખાનગી બીજ ઉત્પાદકો ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાતોને ખુલ્લા બજારમાં ખેડુતો માટે મુકી રહ્યા છે.આ બીજ ઉત્પાદકો પાસે પુરતી માળખાગત સવલત કે કૃષિ નિષ્ણાતો છે તે બાદ કરતા બાકીના હોશિયાર બીજ બુટલેગરોના નબળા-નકલી-હલકા-અનઅધિકૃત કે માન્યતા વગરના બિયારણનો આથિઁક પાયમાલીનો ભોગ દર વષેઁ હજારો ખેડુતો બની રહ્યા છે.જે રાજ્યની ભાજપા સરકાર માટે ખાનગીકરણની નીતિના ભાગે સીધી મલાઇ મેળવવાનો રસ્તો બીજ ઉત્પાદકો પૈકીની બીજ બુટલેગર પ્રજાતિ સ્વરુપે મળી ગયો.
કૃષિના અભ્યાસુ અને ગુજરાત કોંગ્રેસની પ્રવકતાશ્રી મનહર પટેલ રાજ્ય સરકારને અને ગુજરાત કૃષિ યુનિવસિઁટીને ગંભીર સવાલ કયોઁ છે કે રાજ્યની કૃષિ યુનિવસિઁટીએ જે જે પાકોની નવી નવી સંશોધિત કે હાઇબ્રીડ જાતોના બહાર પાડી છે તે સંશોધનના માલિક રાજ્યની કૃષિ યુનિવસિઁટી છે, અને તે જાતોનું ઉત્પાદન જરુર મુજબ ખેડુતો પોતાની ખેતી માટે કરે અને સારુ ઉત્પાદન લઇને પોતની ખેતીને નફાકારક કરી શકે. તે કૃષિ યુનિવસિઁટીઓનો મુખ્ય ઉદ્દેશ હતો અને છે,પરંતુ રાજ્યની સરકારી કૃષિ યુનિવસિઁટીના સંશોધન કે ટેકનોલોજીનો ઉપયોગ કોઇ કંપની / પેઢી ધંધાકીય હેતુ માટે કરે તો રાજ્ય સરકારે તેમની પાસેથી સંશોધન રોયલ્ટી વસુલ કરવી જોઇએ. અને આ કરોડો રુપિયાની આવક કૃષિ સંશોધન અને કૃષિ શિક્ષણ પ્રવૃતિને ખુ સારો વેગ મળી શકે તેમ છે.
એટલે અમારી માંગ છે કે
 અમેરિકાની મોન્સાન્ટો કંપનીની બીટી કપાસની બોલગાડઁ ( GM ) બિયારણની જાત ટેકનોલોજી માટે ભારતની બીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી રોયલ્ટી વસુલે છે, તેમ ગુજરાત કૃષિ યુનિવસિઁટીની સંશોધિત કે હાઇબ્રીડ જાતો વેચતા ખાનગી બીજ ઉત્પાદકો પાસેથી રાજ્ય સરકાર રોયલ્ટી વસુલ કરે.
 ખેડુતોને બીયારણની ગુણવત્તાની ખાતરી રાજ્ય સરકાર અને બીજ નિષ્ફળતાનુ વળતર રાજ્ય સરકાર ચુકવે…..
 ખાનગી બીજ ઉત્પાદક માટે કૃષિ યુનિવર્સિટી સંશોધિત કે હાઇબ્રીડ જાતો બજારમા મુકવા માટે સરકારશ્રીની જુની રજી.ની પ્રથાનો તાત્કાલિક અમલ કરવામા આવે.
મનહર પટેલ
પ્રવક્તા,ગુજરાત કોંગ્રેસ
000000000000000
અખબારી યાદી તા. ૩૦-૦૫-૨૦૨૩
• છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૪૦૬૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા: જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે.
• રાજ્યમાં સરેરાશ દરરોજ ૨૨થી વધુ, દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાયા:
• સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ૧૮૫૭૮૩૨ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા: માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે
સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા અને ગુજરાતમાં વધતા મહીલઓને લગતા ગુન્હાઓ અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે મહિલા સુરક્ષાની વાતો – જાહેરાતો વચ્ચે  છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૪૦૬૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ ,મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાય છે. ન નોધાયેલા ગુન્હાઓનો આંકડાઓ પણ ખુબ મોટો છે. રાજ્યમાં ૨૦૧૭માં ૮૧૩૩, વર્ષ ૨૦૧૮માં ૮૩૨૯, વર્ષ ૨૦૧૯માં ૮૭૯૯, વર્ષ ૨૦૨૦માં ૮૦૨૮ અને વર્ષ ૨૦૨૧માં ૭૩૪૮ જેટલા મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
દેશમાં પણ સતત મહિલાઓને લગતા ગુના વધી રહ્યા છે. ભાજપ શાસનના નવ વર્ષના શાસનમાં મહિલાને લગતા ગુના અવિરત થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીનું ૨૦૨૦ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું તેમની સાથે કેવું ગેરવર્તણુક કરવામાં આવ્યું એ દેશે જોયું છે. દર વર્ષે દેશમાં સરેરાશ ૩૭૦૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે. માત્ર વર્ષ ૨૦૨૧માં જ ૪૦૯૨૭૩ જેટલા કેસો નોધાયા છે. જે દેશ માટે ખુબ જ ચિંતાનો વિષય છે. આદરણીય રાહુલગાંધીજીએ કહ્યું હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લીટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે તો જ મહિલાને લગતા ગુન્હાઓ અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે.
ક્રમ વર્ષ ગુજરાતમાં મહિલાને લગતાની ગુન્હાઓની સંખ્યા
૧ ૨૦૧૭-૧૮ ૮૧૩૩
૨ ૨૦૧૮-૧૯ ૮૩૨૯
૩ ૨૦૧૯-૨૦ ૮૭૯૯
૪ ૨૦૨૦-૨૧ ૮૦૨૮
૫ ૨૦૨૧-૨૨ ૭૩૪૮
કુલ ૪૦૬૩૭
હિરેન બેન્કર,
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ.
૯૭૨૩૫૫૦૩૫૫
0000000000000
અખબારીયાદી                તા. ૧૦-૦૬-૨૦૨૩
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે, કચ્છ અને ભાવનગરના મતદાતાઓએ દિલથી સહયોગ આપ્યો, હું ગુજરાતીઓનાં પ્રેમ અને આશીર્વાદ શુભ ચિંતકો ના કારણે અહીં સુધી પહોંચ્યો છું, તમામ ગુજરાતીઓને ખાતરી આપુ છું કે દિલ થી આપની સેવા કરીશ.. હું નાની ઉમરમાં ધારાસભ્ય થયો, વૈચારિક મતભેદ હોય શકે, મારી આ લડાઇ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુનઃ સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછું થાય તે માટેની લડાઇ રહેશે, ગુજરાતીઓનાં તમામ મુદ્દાઓ માટે મારી લડાઇ રહેશે, આપ સૌ ને આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ ભેગા મળી ને લડાઇ લડીએ, તા. ૧૮ જુન, રવિવારે સવારે 10 વાગે ગાંધી આશ્રમમાં પુ. મહાત્મા  ગાંધીજીને નમન કરી સાબરમતી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજાશે અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નો પદભાર સંભાળશે, માધ્યમોની ટીકાત્મક વાતો પણ હું સકારાત્મક લઈ ને કામ કરતો રહીશ. કર્ણાટક ની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ, ચૂંટણીમાં કોઈ ના કોઈ મુદ્દે મતદારો ને ગુમરાહ કરવાનો પ્રયાસ થતો હોય છે, હવે આવનારી ચુંટણી પણ મુદ્દા આધારિત રહેશે. આજે આંતરાષ્ટ્રીય બજારમાં ગેસ સસ્તો થયો તો પણ રાંધણ ગેસ મોંઘો મળી શકે છે, યુવાનો માટે જે વ્યવસ્થા છત્તીસગઢ , રાજસ્થાન આપી શકે શું ગુજરાત ના આપી શકે?
ચૂંટણીમાં સકારાત્મક પોલિટિકસ સાથે કોંગ્રેસ આગળ વધશે. કોંગ્રેસના ઘરવાપસી જેને કરવી હોય એના માટે દરવાજા ખુલ્લા છે, કોઈ પણ શરત વિના. ખાલી વાતમાં નહિ હકીકતમાં જય જય ગરવી ગુજરાત થાય એવું કામ કરવું છે, જેમ ૧૯૯૨માં થયું હતું એવું કામ હવે કરવું છે. નક્કર વિકાસ કરવો જરૂરી છે કાગળ પર નહિ, સત્તા નો દૂર ઉપયોગ કરી ને પક્ષ પલટો કરાવવામાં આવે છે, આવું રાજકારણ આપણા ભારતમાં નહોતું, ખાસ કરીને ગુજરાતમાં પણ નહોતું, સાંસદ માં ફકત બે જ સભ્યો ભાજપના હતા, ધાર્યું હોત તો ભાજપ મુક્ત પાર્લામેંટ થયું હોત, હું કોઈ જૂથ નો નહિ પણ પાર્ટી નો માણસ છું, જૂથબંધી મારા માટે કોઈ પડકાર નથી, મને ભૂતકાળમાં અનેક પીઢ નેતાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, કોંગ્રેસ પક્ષમાં ભાજપ જેવું સરમુખત્યાર શાહી વલણ નથી,
UPA શાસનમાં જે કહ્યું હતું એ કર્યું, શિક્ષણ અધિકાર, મનરેગા, અન્નસુરક્ષા સહીત અનેક કાયદાઓ આદિવાસી તેમજ ગરીબો માટે કામ કર્યું, જો ભાજપને લાગતું હોય કે કોંગ્રેસે ભષ્ટ્રાચાર કર્યો હોય તો 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો જેલમાં નાખો, એકપણ નેતાઓને જેલમાં નાખી શકતા નથી, મોંઘવારી દૂર કરવાના સૂત્રો સાથે આવેલી ભાજપ સરકાર માં મોંઘવારી સતત વધી રહી છે, દરેક જગ્યાએ નિષ્ફળ ગયા પછી બીજા પર ઠીકરું ફોડવું યોગ્ય નથી, વૈમનસ્ય નહી પણ સદભાવ, પ્રેમનું અસ્મિતાનું રાજકારણ હતુ. ગુજરાત માં એવુ વાતાવરણ ઉભુ થાય કે વૈચારીક મતભેદ વાળો ગુજરાત ના હિત માટે સાથે ઉભો રહે, આ વાતાવરણ પુન સ્થાપિત કરવાનું છે. ફિક્સ પગાર,મહેનતકશ ખેડુત, નોકરી માટે ઇચ્છુક બેરોજગારનો સહકાર ઇચ્છુ છું. રાજકારણમાં ન હોય તેવા લોકો પણ સક્રિય થાય. કાર્યકરો જરૂરી સુચનો કરી શકે, શિક્ષણ વગેરે મુદ્દા કેમ ન હોઇ શકે ? સકારાત્મક એજન્ડા સાથે ચૂંટણી લડીશું. પક્ષ એક પરિવાર કોઇને કંઇ મળે કંઇ ના મળે. આવો કોઇ મુદ્દો હોય તો તેનો નિકાલ કરીએ.
ભાજપ લોભ લાલચ આપી કુળ પલટો કરાવે છે. પક્ષ ના તમામ કાર્યકરોને કોઇ જુથ વિના સાથે આગળ વધે તે ઉદ્દેશ સાથે આગળ વધીશું. જબરદસ્તી કોઇને લાવવા નથી. સવારે ભુલો પડેલો ઘરે આવે તો વાંધો નથી. બીન શરતી કાંગ્રેસમાં જોડાઇ શકે. કોગ્રેસના પુર્વ નેતાઓમાં પરિવારને કોગ્રેસમાં જોડાવા આહવાન છે. મારી આ લડાઈ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુન: સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછુ થાય તે માટેની લડાઈ રહેશે.
 ડૉ.મનીષ દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
000000000000000
અખબારી યાદી
તા. ૧૨-૬-૨૦૨૩
·               ભારત ના દરિયા કિનારે ચક્રવાત નો બદલાયો રહ્યો છે ટ્રેન્ડ, અરબી સમુદ્ર બની રહ્યો છે વાવાઝોડાં નો હોટસ્પોટ.
·               અરબી સમુદ્ર માં બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો.
·               વર્ષ ૧૯૭૫- ૨૦૦૦ સુધી માં ૭ જેટલા મુખ્ય ચક્રવાત પ્રવુત્તિ જોવા મળી હતી,જ્યારે વર્ષ ૨૦૦૧-૨૦૨૩ વચ્ચે ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન જેવી પ્રવુત્તિ જોવા મળી છેઃ પ્રતિ વર્ષ સરેરાશ ૧૦.૧ મિલીડિગ્રી વધી રહ્યું છે દરિયાઈ સપાટી નું તાપમાન જેથી વધી રહ્યાં છે ચક્રાવાતો
·               સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ.
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા એ જણાવ્યું હતું જ્યારે બિપરજોય નામ નું વાવાઝોડાં ગુજરાત ના દરિયાકિનારે દસ્તક આપી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી અરબી સમુદ્ર ચક્રવાતો નું હોટસ્પોટ બની રહ્યું છે. ભારત ની આજુબાજુ ના દરિયાઈ કિનારા નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સામાન્ય રીતે બંગાળ ની ખાડી માં વધુ ચક્રવાતો જોવા મળતા હતા. બંગાળ ની ખાડી માં અરબી સમુદ્ર કરતા વધુ ઉષ્ણતા જોવા મળતી હતી. રિસર્ચ મુજબ છેલ્લા બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો થયો છે, જ્યારે વાવાઝોડાં ના સમયગાળા માં ૮૦% નો વધારો અને તીવ્રતા માં ૨૦ થી ૪૦% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે બંગાળ ની ખાડી માં વાવાઝોડાં માં ૮ % નો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૧૯૭૫-૨૦૦૦ ની વચ્ચે ૭ જેટલી મુખ્ય ચક્રવાતી પ્રવુત્તિ જોવા મળી જેની સામે ૨૦૨૧- ૨૦૨૩ સુધી માં ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન ની પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો છે. અલગ અલગ નિષ્ણાતો ના મત મુજબ દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારા થી વધી રહ્યા છે વાવાઝોડાં, સરેરાશ વર્ષે ૧૦.૧ મિલી ડિગ્રી દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા વાવાઝોડાં ચિંતાજનક છે, જે વાર્ષિક પ્રવૃત્તિ બની ગઈ હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૧૪- ‘નિલોફર’, ૨૦૧૫-‘ચાપલા’ અને ‘મેઘ’, ૨૦૧૯-‘વાયુ’, ‘ફાની’, ૨૦૨૦-‘નિસર્ગ’, ૨૦૨૧-‘તોક્તે’ અને ૨૦૨૩ માં ‘બીપરજોય’ જેવા વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો છે. દરિયાઈ સપાટી ના તાપમાન માં એક થી બે ડિગ્રી નો વધારા થી વાવાઝોડાં ના આવર્તન માં વધારો જોવા મળે છે. વર્ષ ૨૦૧૯ માં અરબી સમુદ્ર માં ૫ અને વર્ષ ૨૦૨૦ માં ૨ વાવાઝોડાં  જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય માં ૧૪ જેટલા જિલ્લા વાવાઝોડાંઓ માટે અત્યંત સંવેદનશીલ જિલ્લા છે. સરકાર અને પર્યાવરણ વિભાગે આવનારા સમય માં ચિંતા કરવી જોઈએ સાથે મૌસમ વિજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને  પ્રકૃતિ પ્રેમીઓ જોડે સંવાદ સ્થાપી અને નક્કર પગલાં લેવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગ ની સામે પર્યાવરણ નું જતન કરવું આપણા સહુ ની જવાબદારી છે, જે આપણે સહુ સાથે સ્વીકારીએ. પર્યાવરણ ને દંડવા નો પ્રયત્ન કરશું તો કુદરત છોડશે નહિ, અને પરિણામ ગંભીર થઈ શકે. આપણે સહુ એ પર્યાવરણ ના દરેક ભાગ ના સંવર્ધન અને જતન માટે ચિંતા કરવી પડશે.
મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૧૯૭૫ – ૨૦૦૦
ક્રમ
લેન્ડફોલ તારીખ
લેન્ડફોલ થનાર અને અસરગ્રસ્ત વિસ્તારનું નામ
1.
૨૨ ઓક્ટોબર ૧૯૭૫
પોરબંદર
2.
૩ જુન ૧૯૭૬
સૌરાષ્ટ્ર
3.
૮ નવેમ્બર ૧૯૮૨
વેરાવળ
4.
૧ નવેમ્બર ૧૯૮૯
વેરાવળ અને પોરબંદર
5.
૧૮ જુન ૧૯૯૨
દિવ
6.
૯ જુન ૧૯૯૮
પોરબંદર
7.
૨૦ મે ૧૯૯૯
કચ્છ
મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૨૦૦૧ – ૨૦૧૯
વર્ષ
પ્રવૃત્તિનો સમયગાળો
વર્ગીકરણ
અસરગ્રસ્ત વિસ્તાર
૨૦૦૧
૨૧-૨૯ મે
અતિ ગંભીર ચક્રાવાતી તોફાન
કંડલા, કોસંબા, જામનગર, વલસાડ
૭-૧૩ ઓક્ટોબર
ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૨૦૦૪
૩૦ સપ્ટેમ્બર -૧૦ ઓક્ટોબર
ગંભીર ચક્રાવાતી તોફાન
પોરબંદર
૨૦૦૫
૨૧-૨૨ જુન
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૧૪-૧૬ સપ્ટેમ્બર
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૨૦૦૬
૨૧-૨૪ સપ્ટેમ્બર
ગંભીર ચક્રાવાતી તોફાન
પોરબંદર, રાજકોટ
૨૦૦૮
૨૩-૨૪ જુન
ડીપ્રેશન
દિવ
૨૦૧૦
૩૦ મે – ૭ જુન
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા
૨૦૧૧
૧૧-૧૨ જુન
ડીપ્રેશન
ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તલાલા, ઉપલેટા
૨૦૧૪
૧૦-૧૪ જુન
ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૨૫-૩૧ ઓક્ટોબર
અતી ગંભીર ચક્રાવાતી તોફાન
કચ્છ, સૌરાષ્ટ્ર
૨૦૧૫
૨૨-૨૪ જુન
ડીપ્રેશન
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ
૨૦૧૬
૨૭-૨૯ જુન
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૨૦૧૭
૨૯ નવેમ્બર-૬ ડીસેમ્બર
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
સુરત, દહાણુ
૨૦૧૯
૧૦-૧૭ જુન
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ
૩૦ સપ્ટેમ્બર-૧ ઓક્ટોબર
ડીપ્રેશન
કંડલા (કચ્છ)
૨૨-૨૫ ડીસેમ્બર
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૩૦ ઓક્ટોબર-૭ નવેમ્બર
અતી ગંભીર ચક્રાવાતી તોફાન
દિવ
વર્ષ
ચક્રાવાતનું નામ
વાવાઝોડાના લીધે અતિ સંવેદનશીલ જીલ્લાઓ
૨૦૦૪
ઓનીલ
જુનાગઢ
સુરત
૨૦૦૬
મડકા (Mudka)
અમદાવાદ
ભરૂચ
૨૦૧૦
ફેટ (Phet)
કચ્છ
વલસાડ
૨૦૧૪
નિલોફર
ભાવનગર
રાજકોટ
૨૦૧૫
ચપાલા અને મેઘ
જામનગર
પોરબંદર
૨૦૧૭
ઓછકી
આણંદ
મોરબી
૨૦૧૮
લુબાન
નવસારી
ગીર સોમનાથ
૨૦૧૯
વાયુ અને ફાની
૨૦૨૦
નીસર્ગ
૨૦૨૧
તોકતે
૨૦૨૩
બીપરજોય
પાર્થિવરાજસિંહ કઠવાડિયા
પ્રવકતા, મો. 9898134146
0000000000000
અખબારી યાદી
તા ૧૨/૬/૨૦૨૩
• મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનશ્રી અબ્દુલ સત્તારે બોગસ બિયારણ વેચનાર બીજ બુટલેગરોને ઓછામા ઓછી 10 વર્ષની સજાની જોગવાય સાથે કાયદો લાવવાની જાહેરાત માટે તેમને અભિનંદન…- મનહર પટેલ
• મહારાષ્ટ્ર સરકારે બિયારણ મામલે ખેડૂતો સાથે છેતરપિંડી અને ખેડુતોની આત્મહત્યા રોકવાના મોટા નિર્ણયને   ગુજરાતના કૃષિમંત્રીશ્રી આવકારીને અને પોતાના રાજ્યમા બીજ બુટલેગરોને આજીવન કેદની સજાની જોગવાય માટે કાયદો લાવવાની જાહેરાત કરે  – મનહર પટેલ
મહારાષ્ટ્ર રાજ્યની સરકાર જે કાયદો લાવી રહી છે તે કાયદો ગુજરાતની ભાજપા સરકાર પોતાના રાજ્યના ખેડુતોને સુરક્ષિત કરવા માટે લાવવા તૈયાર નથી ?
સમગ્ર દેશમા સૌથી વધુ બોગસ બીજ ઉત્પાદન કરતા બીજ બુટલેગરો ગુજરાતના છે, જે દેશના છ રાજ્યોમા બોગસ બીજ વેચવાનુ ખુબ મોટુ સામ્રાજ્ય ધરાવે છે. તેને ગુજરાત સરકારમા કોણ હિંમત અને આશરો આપી રહ્યુ છે ?
રાજયમા ખેડુતો બોગસ બીયારણનો ભોગ ન બને તે માટે તેને સુરક્ષિત કરવા માટે રાજયના વર્તમાન કાયદાનુ પણ પાલન કરવામા રાજ્ય સરકાર નિષ્ફળ છે એ જ સ્પષ્ટ કરે છે કે ગુજરાતની ભાજપા સરકારને ખેડૂતોના મુદા નિવારવામા નહી બીજ બુટલેગરોની મલાઇમા વધુ રસ છે.
ખેડુતોની માંગને અમારુ સમર્થન છે કે બીજ બુટલેગરોને આજીવન કેદની સજાનુ કાયદામા પ્રાવધાન કરતો કાયદો વહેલામા વહેલીતકે ગુજરાતમા લાવવામા આવે.
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
000000000000000
અખબારી યાદી
તા. ૧૫-૬-૨૦૨૩
• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતાગણ વાવાઝોડા માં અસરગ્રસ્ત થઈ શકે તેવા કચ્છની મુલાકાતે
• કોંગ્રેસ ના દરેક કાર્યકરને ખડેપગે ગુજરાત ની જનતા ની સેવા કરવા ની કરી હાંકલ : જગદીશભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ.
• કોંગ્રેસ ના કાર્યકરોએ જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે શરૂ કર્યા હેલ્પલાઇન સેન્ટર અને ફૂડ પેકેજ વિતરણ ની વ્યવસ્થા : જગદીશભાઈ ઠાકોર
• કચ્છ માં કોગ્રસ ના કાર્યકર્તાઓ દ્વારા રાહત કેમ્પ શરૂ કરાયા : જગદીશભાઈ.
રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસવાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખૂબ ગંભીર વાવાઝોડાંના આપદાના સમયમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરાયેલ રાહત કાર્યોની વિગત આપવામાં આવી હતી.  ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલયમાં ૨૪ કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. ગંભીર વાવાઝોડાંને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ-સાંસદ રાજ્યસભા શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા સહિત વરિષ્ઠ નેતાગણ અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તાર કચ્છના પ્રવાસે. ગુજરાત કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ આપદાના સમયમાં સેવાકાર્યમાં જોતરાઈ તેવી પક્ષે હાંકલ કરી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ સહિતમાં જિલ્લાઓમાં તાલુકા લેવલે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર જામનગર માં ફૂડ પેકેજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય જિલ્લામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુન મોઢવાડિયા ખડેપગે સેવા કાર્યોમાં જોતરાયા છે, એમ્બ્યુલન્સ સેવાની વ્યવસ્થા કરવા માં આવી છે. ગુજરાત કોંગ્રેસ તંત્રને અપીલ કરે છે જે લોકો ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમને કેશડોલની વ્યવસ્થા તાકીદે કરવામાં આવે અને પશુધન માટે રિઝર્વ ઘાસ ચારાની વ્યવસ્થા કરવા આવે. વાવાઝોડાંનો ઘેરાવ ચિંતાજનક છે, પ્રબળ પવન અને ધોધમાર વરસાદની આગાહી છે ત્યારે માનવતા ધર્મનું પાલનકર્તા સેવા કાર્યમાં કોંગ્રેસ કાર્યકર્તા જોતરાયા છે.  અસરગ્રસ્ત વિસ્તારના લોકો વાવાઝોડુ થમે નહીં ત્યાં સુધી તંત્રની સુચનાનું પાલન કરે, સાવચેતી રાખે અને અફવાઓથી દુર રહે તેવી અપીલ કરીએ છીએ. વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં કવરેજ કરતા મીડીયા કર્મીઓ સાવચેતી રાખે તેવી વિનંતી છે. પ્રેસવાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી બિમલ શાહ અને શ્રી નઈમ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા.
પાર્થિવરાજસિંહ કઠવાડિયા
પ્રવકતા, મો. 9898134146
0000000000000000000000
અખબારી યાદી
તા. ૧૪-૦૬-૨૦૨૩
·               ‘અમે ખાતમુહૂર્ત કરીએ, અમે લોકાર્પણ કરીએ’ તેવી મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનાં ભ્રષ્ટાચારનાં બોલતા પુરાવારૂપે વારંવાર બ્રિજો તૂટી રહ્યા છે તે પણ એક સિદ્ધિ છેઃ ઉદ્ઘાટન પહેલા તાપીનો બ્રીજ તૂટી પડ્યો.
·               ભાજપ સરકારના ‘‘ભ્રષ્ટાચારી મોડલ’’ થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાનઃ ભ્રષ્ટ અધિકારીઓ, ભાજપના મળતિયા કોન્ટ્રકટરોની મિલીભગત સામે કડક પગલાં ક્યારે લેવાશે?
ગુજરાતમાં બ્રિજ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના અનેક નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ સહીત ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, સહિતના જિલ્લામાં બ્રિજ તૂટવાની ઘટનાની સાથે ઉદ્ઘાટન પહેલા જ તાપીમાં ધરાશાયી થયેલ બ્રીજની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વિનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશીએ  જણાવ્યું હતું કે, ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર અને દેગામા ગામને જોડતો પુલ તૂટી પડવાની ઘટના બની છે ત્યારે રાજ્યમાં વારંવાર પુલ તૂટી પડવાની ઘટનાઓ ક્યારે બંધ થશે? વ્યારાના પુલ ધરાશાયી થવાથી આજુબાજુના ૧૫ જેટલા ગામો પ્રભાવિત થયા છે. ભાજપ સરકારના ‘‘ભ્રષ્ટાચારી મોડલ’’ થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા મોરબી શહેરમાં ઝૂલતો પુલ દુર્ઘટનાગ્રસ્ત થવા અને લગભગ ૨૦૦ જેટલા લોકોના થયેલ અકાળે મૃત્યુ પામ્યા હતા. ભ્રષ્ટ અધિકારીઓ, ભાજપના મળતિયા કોન્ટ્રકટરોની મિલીભગત સામે કડક પગલાં ક્યારે લેવામાં આવશે? ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી, પદાધિકારી અને કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. લોકોની સલામતી અને સુખાકારીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ પરતું ભાજપ સરકાર માત્રને માત્ર જાહેરાતો-ઉત્સવો અને તાયફામાં વ્યસ્ત છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. ‘અમે ખાતમુહૂર્ત કરીએ, અમે લોકાર્પણ કરીએ’ તેવી મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનાં ભ્રષ્ટાચારનાં બોલતા પુરાવારૂપે વારંવાર બ્રિજો તૂટી રહ્યા છે તે પણ એક સિદ્ધિ છે.
નાગરીકોની જાન અને સંપત્તિના નુકસાન થાય ત્યારે જ સરકાર સફાળી જાગે અને સબ સલામતના નારા લગાવે એ કેટલે અંશે યોગ્ય? પુલ-બ્રીજ ધસી- તૂટી પડવાની ઘટના રોકાવાનું નામ લેતી નથી જે રાજ્ય માટે ખુબ ચિંતાજનક બાબત છે. ચૂંટણીમાં કરોડો રૂપિયા ફંડ આપનાર મળતિયા કંપનીઓને બ્રિજ બાંધકામ સહિત કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની લ્હાણી કરતી ભાજપ સરકાર બ્રિજ અકસ્માત / દુર્ઘટના મુદ્દે મૌન કેમ છે? બ્રિજનું બાંધકામ કરનાર માત્ર એક જ કંપનીએ કરોડો રૂપિયા ચૂંટણી ફંડ સત્તાવાર આપ્યું છે. અન્ય કંપનીઓની લેતી દેતી તો કરોડો રૂપિયા પહોંચી જાય છે. રાજ્યમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટના બાદ પણ ભાજપ સરકાર જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આડા કાન કરે છે. ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મુમતપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે ? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લેતી ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોનાં જીવ કેમ વારંવાર જોખમમાં મૂકી રહી છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ગુજરાતમાં સતત વધી રહેલા બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાઓમાં થયેલી ગુનાહિત બેદરકારી માટે જવાબદાર અધિકારી-પદાધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલીક તટસ્થ તપાસ કરવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
0000000000000000
તા. ૧૭-૦૬-૨૦૨૩
પ્રતિ,
જોઈન્ટ સેક્રેટરીશ્રી,
મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય,
કૃષિ ભવન,
નવી દિલ્હી- 110001
વિષય: આપની કચેરીમાથી તા.૦૭.૦૬.૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ મેમોરન્ડમ લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – ૨૦૨૩ના સંદર્ભ બાબત.
નમસ્તે.
અમે, પ્રાણી પ્રેમી અને જીવ દયાની ભાવનાને સમર્થન કરતા હોવાને કારણે આ બાબતે નીચે મુજબના વાંધાઓ ધ્યાનએ મુકીએ છીએ.
1.       લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – 2023 સૂચિત બિલ આશ્ચર્યજનક રીતે ઢોર અને પ્રાણીઓને કોમોડિટી તરીકે વ્યાખ્યાયીત કરે છે અને જીવંત સ્ટોકની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરે છે. આમ જીવિત પશુ, પક્ષીઓ અને ઢોરની નિકાસને આ રીતે હેરાફેરી કરીને દબાણ કરવું એ બંધારણની જોગવાઈઓ અને ભાવના વિરુદ્ધ છે.
                    અમે જીવતા પશુઓની નિકાસની પ્રથાની ટીકા કરીએ છીએ અને જીવતા પશુઓની નિકાસ બંધ કરવાની માંગણી કરીએ છીએ. આ બિલ પસાર થવાથી રાષ્ટ્રીય પશુ સંપત્તિના હિત પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, જ્યારે પશુધન ક્ષેત્ર પહેલેથી જ ભારતમાંથી મોટા પાયે માંસની નિકાસને કારણે સરકાર અને તેની તંત્રની ઘોર ઉપેક્ષા અને ઉદાસીનતાનો શિકાર છે. આ શોષણને રોકવા માટે ક્યાંકને ક્યાંક સરકારી સ્તરે બાઉન્ડ્રી લાઈન હોવી જોઈએ.
2.       તમારી વેબસાઈટમાં આપેલી માહિતી જણાવે છે કે તમારા મંત્રાલયનું અધિકારક્ષેત્ર માત્ર પ્રાણીઓની આયાતને લગતી બાબતો સુધી મર્યાદિત છે અને નિકાસની બાબત ડીજીએફટી, વાણિજ્ય મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેથી, ઉપરોક્ત સૂચિત બિલમાં લાવવામાં આવેલ નિકાસનો મુદ્દો તમારા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવતો નથી, તે સમગ્ર બિલની કાનૂની માન્યતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે.
3.       આ પ્રસ્તાવિત બિલને હિતધારકોની જાગૃતિ માટે પ્રિન્ટ મીડિયા દ્વારા યોગ્ય પ્રસિદ્ધિ આપવી જોઈતી હતી જે આપે આપી નથી, અને સામાન્ય રીતે હિતધારકો દ્વારા તેમના સૂચનો અને ટિપ્પણીઓ સબમિટ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવે છે, પરંતુ આપે આ માટે માત્ર 10 દિવસનો સમય આપ્યો છે જે અપૂરતો છે. આવા સામાન્ય માપદંડોને અવગણીને જ્યારે બિલ પસાર કરવામા આવી રહ્યુ છે તે વિદેશી પ્રભાવ હેઠળના સંકેત આપે છે. આમ આ બિલને પ્રાણી પ્રેમી અને જીવ દયાની ભાવનાને સમર્થન કચડીને ઉતાવળમાં પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
ઉપરોક્ત વાંધાઓને ધ્યાનમાં રાખીને, અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ
i) સૂચિત બિલને તાત્કાલિક રદ કરો અને ii) એક નવું બિલ લાવો જેનો હેતુ ફક્ત પ્રાણીઓ અને પક્ષીઓની આયાતના મુદ્દા સુધી મર્યાદિત હોય અને જે આપના મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવતુ હોય.
આભાર
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
સામેલ –
ભારત સરકારના મત્સ્ય,પશુ પાલન અને ડેરી મંત્રાલયે બહાર પાડેલ Office Memorandum – The live-Stock and live-Stock Products (Importation-Exportation)Bill – 2023 Reg.
000000000000000
અખબારી યાદી તા. ૨૬-૬-૨૦૨૩
• ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતાજનક: રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી: એક લાખની જન સંખ્યા માટે માત્ર ૧૨૭ પોલીસકર્મી
• રાજ્યમાં ૧૭,૩૫૦૦૦ પુરુષો- ૧,૮૫૦૦૦ મહિલાઓમાં ડ્રગ્સના બંધાણી.: ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ
• છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૬૪૫૬૧ હજાર કીલો ડ્રગ્સ, ૯૮૬ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૨૯૭૮ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા: મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે મજબુર બન્યા.
૨૬ જુન એટલે વિશ્વ ડ્રગ્સ દિવસ ડ્રગ્સ-નશાકારક પદાર્થોથી દુર રહેવા લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના ફુલેલો ફાલેલો કારોબારને કારણે રાજ્યના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે પરતું પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૬૪૫૬૧ હજાર કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૯૮૬ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૨૯૭૮ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે.મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કયા હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતા જનક છે
રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
ક્રમ ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ – નશીલા પદાર્થ પ્રતિ એકલાખએ પોલીસકર્મી
વર્ષ કિલો લીટર નંગ મહેકમ ભરતી
વર્ષ ૨૦૧૮ ૧૫૧૧૭.૮ ૦ ૨૭૧૨૬ ગુજરાત ૧૭૪ ૧૨૭
વર્ષ ૨૦૧૯ ૧૪૯૨૩.૪ ૦ ૪૨૦૦ દેશ ૧૯૬ ૧૫૨
વર્ષ ૨૦૨૦ ૧૩૨૧૩.૨ ૮૯૪.૩ ૩૩૦૩૦ ગુજરાતમાં ડ્રગ્સ બંધાણીની સંખ્યા
વર્ષ ૨૦૨૧ ૨૧૩૦૭.૦ ૯૨.૩ ૮૬૨૨ પુરુષ ૧૭૩૫૦૦૦
કુલ ૬૪૫૬૧.૫ ૯૮૬.૬ ૭૨૯૭૮ મહિલા ૧૮૫૦૦૦
હિરેન બેંકર, પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ
0000000000000000
અખબારી યાદી
તા. ૨૭-૬-૨૦૨૩
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના સૂચન અનુસાર જામનગર ખાતે કાર્યકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહજી ગોહિલના નેતૃત્વમાં પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા જામનગર ખાતે આવેલી સાધના કોલોનીમાં બનેલ દુઃખદ અકસ્માતની સ્થળ મુલાકાત કરવામાં આવેલ હતી. હાઉસિંગ બોર્ડની આવાસ કોલોનીમાં સરકારની બેદરકારીના લીધે મકાન ધરાશાય થતાં અકસ્માત સર્જાયેલ હતો જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયાં હતાં અને ચાર વ્યક્તિ ઘાયલ થયાં હતાં. મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ગુજરાત કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે જઈને રૂબરૂ મુલાકાત લીધી અને ત્યાંના સ્થાનીક રહેવાસીઓની વ્યથા સાંભળી હતી. મૃતકના પરિવારજનોને દસ લાખનું વળતર અને ઘાયલ લોકોનાં પરિવારજનોને પાંચ લાખનું વળતર મળે તેવી કોંગ્રેસ પક્ષ સરકાર સમક્ષ માંગ કરશે તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મૃતકોની 2 દીકરીઓને રૂપિયા 51000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ હાલમાં સાધના કોલોનીમાં જર્જરીત આવાસ ના મકાનોમાં રહેતાં પરિવારોને સલામત સ્થળે ખાલી આવાસ યોજનાની અંદર સ્થળાંતર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સર્વે કરવામાં આવેલ હતો.
          આ મુલાકાત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભારવાડીયા, વિરોધ પક્ષનેતા શ્રી ધવલભાઇ નંદા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા અને શ્રી ચિરાગભાઈ કાલરીયા, યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી તોષીફ પઠાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી શ્રી મહિપાલસિંહ જાડેજા, 78 વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ જેઠવા, જિલ્લા ઓબીસી પ્રમુખ શ્રી કલ્પેશ હડીયેલ, કોર્પોરેટરો, સેવાદળ જિલ્લા પ્રમુખ શ્રીમતી રચનાબેન નંદાણીયા, કોંગ્રેસ ના કોર્પોરેટરો શ્રી અસલમભાઈ ખીલજી, શ્રી આનંદભાઈ રાઠોડ, શ્રી અલ્તાફભાઈ ખફી, શ્રી જનમબેન ખફી, શ્રી નૂરમહંમદ પલેજા, શ્રી દાઉદભાઈ નોટીયાર સાથે જામનગર મુલાકાત કરી.
પાર્થિવરાજસિંહ કઠવાડિયા
00000000000000000
અખબારી યાદી
તા. ૨૮-૦૬-૨૦૨૩
·                    કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર કેમ મૌન છે?
·                     બેકાબૂ મોંઘવારીને લીધે ખર્ચમાં સતત વધારો થવાથી આર્થિક હાડમારીમાં લાખો પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યું છેઃ ટામેટાના ભાવમાં તો બમણો વધારો થયો છે. ટામેટા ઉપરાંત કોથમીર અને આદુના ભાવમાં પણ વધારો થયો છેઃ ખેડુતો ન મળે ભાવઃ કાળા બજારીયા – સંગ્રહખોરો માલામાલ
             ચારેબાજુ મોઘવારી અને સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ચોમાસાનો પ્રારંભ થતાં જ શાકભાજીની કિંમતોમાં ધરખમ વધારાને કારણે ગૃહિણીઓ- સામાન્ય-મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? તે પ્રશ્ન છે. મોઘવારીનો મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો, ભાષણથી ભૂખ મિટાવો’ હોય તે રીતે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ટામેટાની કિંમત પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો આદુની કિંમત ૩૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. કોથમીરની કિંમત ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રીંગણા, ભીંડો, કારેલા સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો વધારો થયો છે. બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે?. કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર કેમ મૌન છે?
            સંગ્રહખોરો, કાળા બજારીયાને નાથવામાં નાકામ ભ્રષ્ટ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદે શ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એકતરફ શાકભાજી પકવતા ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી અને વચેટીયાઓ બેફામ લુંટ ચલાવે છે. ભાજપ સરકાર કેમ આવા સંગ્રહખોરો – કાળા બજારીયાઓને રક્ષણ આપી રહી છે. ઘઉંનો લોટ, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જરૂરિયાતની ચિજવસ્તુઓમાં તો સતત ભાવ વધી રહ્યા છે પરંતુ છેલ્લા એક મહિનામાં ડુંગળી – બટાકાના ભાવમાં વધારો થયો છે.  એક મહિનામાં બટાકામાં ૬.૩ ટકાનો અને ડુંગળીમાં ૮.૪ ટકાનો ભા વ વધારો થયો છે. છ મહિના પહેલા તુવેરદાળની કિંમત ૧૧૫ રૂપિયા હતી જે વધીને ૧૪૮ રૂપિયા થઈ ગઈ છે. ગ્રોસરી સ્ટોરમાં એક કિલો બ્રાન્ડેડ અડદની દાળની કિંમત પણ ૨૧૯ ને પાર થઈ છે. રોટલી દાળ સાથે કે શાક સાથે બન્નેમાં આગ ઝરતી મોંઘવારીને કારણે સામાન્ય નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. દેશના કેટલાંક ભાગમાં જીરુની કિંમત ૭૦૦ રૂપિયા પ્રતિ કીલો સુધી પહોંચી છે. દાળ તો મોંઘી થઈ છે પરંતુ તેમાં તડકો લગાવવો પણ હવે મોંઘુ થઈ ગયું છે. એક અઠવાડિયામાં જીરાની કિંમતમાં ૧૫૦ થી ૧૭૫ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા આઠ વર્ષમાં ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી ૨૯ લાખ કરોડ રૂપિયાની લુંટ ચલાવી છે, ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ સીલીન્ડર કોંગ્રેસ શાસનમાં ૪૧૪ રૂપિયા મળતો હતો તે આજે ભાજપ સરકારે ૧૧૪૦ રૂપિયા જેટલો અતિ મોંઘો કરી દીધો છે. કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવ વધારોમાં ગુજરાતની ગૃહિણીઓનું ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે રોજબરોજની જીવન જરૂરિયાત વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો ઓછો કરવા સરકાર પગલા ભરે અને જનતાને તાત્કાલિક લાભ આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ
વસ્તુ
જુનો ભાવ
નવો ભાવ
1.
તુવેર દાળ (પ્રતિ કીલો)
૧૧૦
૧૫૦
2.
અડદ દાળ (પ્રતિ કીલો)
૧૪૦
૨૦૦
3.
મસુર દાળ
૬૦
૮૫
4.
ચણા દાળ
૪૯
૬૫
5.
કાબુલી ચણા
૧૦૦
૧૨૫
6.
રાજમા
૧૦૦
૧૩૫
7.
જીરુ
૨૮૦
૭૦૦
8.
લાલ મરચા
૩૧૦
૪૩૫
00000000000000000000
અખબારી યાદી
તા. ૨૯-૬-૨૦૨૩
·          છેલ્લા ૬ વર્ષ માં ઓર્ગેનિક ખેતી  થતી જમીનમાં એક ઈંચ નો વધારો નથી: લોકસભા માં અપાયેલા જવાબ મુજબ.
·          સમગ્ર દેશ માં PKVY હેઠળ ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા લાભાર્થી ખેડૂતો છે, જેમાં ગુજરાતના એક પણ નહિ? લોકસભા જવાબ મુજબ.
·          ૯૬૦૦૦૦૦ હેક્ટર જમીન માં માત્ર ૩૨૦૯૨ હેક્ટર માં થઈ રહી છે ઓર્ગેનિક ખેતી.
·          વર્ષ ૨૦૨૧- ૨૦૨૨ માં પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અપાતા રૂપિયા માં ગુજરાત ને ઠેંગો.: કારણ ધીમું અમલીકરણ અને ફંડ્સ નો નહિવત ઉપયોગ.
·          ભાજપ ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ, કરોડો રૂપિયા ના નામે કામ માં મીંડું.
·          ૬ વર્ષ જૂની એક માત્ર ઓર્ગેનિક યુનિવર્સિટી માં ચાલે છે માત્ર એક કોર્સ.
·          વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ માં PKVY હેઠળ ઓર્ગેનિક ખેતી પાછળ સુન્ય વપરાશ.
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભા માં અપાયેલ જવાબ મુજબ છેલ્લા ૬ વર્ષ માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતી ના નામે બજેટ માં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાત ના ખેડૂતો ને પ્રોત્સાહિત કરવા માં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે ૯૬૦૦૦૦૦ હેક્ટર જમીન માં ખેતી થાય છે તેમાં માત્ર ૩૨૦૯૨.૫૧ હેક્ટર જમીન માં ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. વર્ષ ૨૦૧૪- ૨૦૧૫ માં ૩૦,૦૯૨ હેક્ટર માં ઓર્ગેનિક ખેતી થતી હતી , તેમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ૨૦૦૦ હેક્ટર નો વધારો થયો. ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) ને લોન્ચ કરવા માં આવી હતી. ગુજરાત રાજ્ય માં પોતાની ઓર્ગેનિક ખેતી નીતિ ભૂતકાળમાં લાગુ કરવા માં આવી હતી, જે હાલમાં ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા માં નિષ્ફળ ગયી છે. PKVY હેઠળ સમગ્ર દેશ માં ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે, જ્યારે તે લીસ્ટ માં ગુજરાત ના એક પણ ખેડૂત નથી. શું ગુજરાત ના ખેડૂતો PKVY યોજના ના લાભાર્થી નથી? PKVY હેઠળ વર્ષ  ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન દેશ માં ૮૧૮૪.૮૧ કરોડ રિલીઝ કરવા માં આવ્યા પણ ગુજરાત ને (૦) રૂપિયા આપવામાં આવ્યાં છે. લોકસભા ના જવાબ મુજબ PKVY હેઠળ છેલ્લા બે વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨  માં ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ના ખેડૂતો ને આકર્ષવા માટે કે પ્રોત્સાહિત કરવા એક પણ પૈસો વાપરવા માં આવ્યો નથી. ગુજરાત સરકાર આનન ફાનન માં મોટી જાહેરાતો તો કરી નાખે છે પણ અમલીકરણ માં મીંડું હોય છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી યુનિવર્સિટી ની ૬ વર્ષ પેહલા જાહેરાત કરવા માં આવી હતી, તેમાં પણ માત્ર એક કોર્સ ચલાવવા માં આવી રહ્યો છે. ખેડૂત લક્ષી જાહેરાતોથી ખેડૂતોનું ભલુ નહીં થાય, સાચા અર્થમાં ખેડૂતો માટેની નીતિ નિયત સાથેના અમલીકરણથી જ શક્ય બની શકે છે. ગુજરાતની સરકારમાં ક્યાંક નિયત અને અમલીકરણ બેવમાં ખામી હોય તે આ વિગતો સ્પષ્ટ દર્શાવી રહી છે.
ગુજરાતમાં PKVY હેઠળ ઓર્ગેનીક ખેતી થતી હોય તેટલી જમીન હેક્ટરમાં
૨૦૧૪-૧૫
૨૦૧૫-૧૬
૨૦૧૬-૧૭
૨૦૧૭-૧૮
૨૦૧૮-૧૯
૨૦૧૯-૨૦
૨૦૨૦-૨૧
૨૦૨૧-૨૨
૩૦૦૯૨.૫૧
૨૦૦૦
PKVY હેઠળ ઓર્ગેનીક ખેતી કરતા લાભાર્થી ખેડૂતો
ગુજરાતમાં કુલ ખેતી લાયક જમીન
ગુજરાતમાં ઓર્ગેનીક ખેતી થતી જમીન
ભારત
ગુજરાત
આશરે ૯૬,૦૦,૦૦૦ હેક્ટર
૩૨૦૯૨.૫૧ હેક્ટર
૧૦૨૭૮૬૫
000000000000000000
અખબારી યાદી
તા. ૩-૦૭-૨૦૨૩
·                સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ મોટી તારાજી ખેતરોમાં પાણી ભરાવાના કારણે થઈ છે.
·                ઘેડ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને થયેલી મુશ્કેલીઓ નજરે જોવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સિનિયર આગેવાનોની એક ટીમ ઘેડ વિસ્તારની મુલાકાત લેશે.
·                પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા તેમજ સિનિયર આગેવાનશ્રી હીરાભાઈ જોટવા ઘેડ વિસ્તારની મુલાકાત લેશે.
·                અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શક્ય તે તમામ મદદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવશે.
        સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ મોટી તારાજી ખેતરોમાં પાણી ભરાવાના કારણે થઈ છે. ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનનો ચિતાર મેળવવા તથા ઘેડ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને થયેલી મુશ્કેલીઓ નજરે જોવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સિનિયર આગેવાનોની એક ટીમ ઘેડ વિસ્તારની મુલાકાત લેશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ઘેડ વિસ્તારની મુલાકાત લેવા જનારી ટીમનું નેતૃત્વ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા કરશે. શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા તેમજ સિનિયર આગેવાન શ્રી હીરાભાઈ જોટવા ઘેડ વિસ્તારની મુલાકાત લેશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમની સાથે જિલ્લાના તથા ઘેડ વિસ્તારના આગેવાનો પણ જોડાશે. ઘેડ વિસ્તારમાં અવારનવાર વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ અને અઢળક નુકસાન ભોગવવું પડે છે. હકીકતમાં સરકારે ચોમાસા પહેલાં જ વરસાદી પાણીનો દરિયા સુધી નિકાલ થઈ જાય તે માટેની કામગીરી કરવી જોઈએ અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ન ફરી વળે તે માટે પૂર સંરક્ષણ પાળાઓ અને પૂર સંરક્ષણ દિવાલો કરવી જોઈએ તે યોગ્ય રીતે કરવામાં આવતી નથી અને આ કામગીરી માટે નબળા કામો અને કાગળ ઉપરના કામો કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરવામાં આવે છે તેવી સ્થાનિકોની વારંવાર ફરિયાદ મળે છે.
          સ્થાનિક આગેવાનો તથા ખેડૂતો તરફથી મળેલી ફરિયાદો પ્રમાણે ખેડૂતોના ચોમાસુ પાકના બિયારણોનો સંપૂર્ણ નાશ થયો છે અને જમીન નવસાધ્ય કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાચા અને નાના ઘરોમાં રહેતા વ્યક્તિઓના ઘરોને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે. ઘેડ વિસ્તારના રસ્તાઓ અને વૃક્ષો અતિવૃષ્ટિના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાય દિવસોથી રોજનું કમાઈને રોજ ખાનારા વ્યક્તિઓ આવકવિહોણા બેઠા છે. આ સંજોગોમાં સરકાર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ઉદાર હાથે સહાય કરે તેમજ અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની રકમ તાત્કાલિક ચૂકવે તે અત્યંત જરૂરી છે.
          અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જનાર આગેવાનોનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શક્ય તે તમામ મદદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવે તેમજ સરકાર સુધી લોકોની વ્યથા પહોંચે તે માટે લોકપ્રશ્નોને ઉજાગર કરે.
  000000000000000000
  અખબારી યાદી
તા ૩૦/૬/૨૦૨૩
·               ભારતનો નકશો બનાવનાર ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર દેશનુ ગૌરવ, યુગ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ભુમિને ભાજપા સરકારનો અન્યાય યથાવત…- મનહર પટેલ
·               સરદાર ભુમિનો અવાજ આણંદને મહાનગરનો દરજ્જો કેમ નહી ?
·              વર્ષોથી કરમસદના લોકોની લાગણી અને માંગણી રહી છે કે કરમસદ ગામને રાષ્ટ્રીય ગામનો ખાસ દરજ્જો આપવામા આવે, જે ભાજપા સરકારે અવગણી છે.
ગુજરાતના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાના રાજય સરકારના નિર્ણયને આવકારીએ પરંતુ હયાત નગરપાલિકામા સૌથી વધુ વસ્તી ધરાવતી આણંદ નગરપાલિકા બહાર કેમ ?
ગાંધીધામ            ૪,૩૮,૦૦૦
મોરબી               ૩,૭૮,૦૦૦
નવસારી             ૩,૫૯,૦૦૦
સુરેન્દ્રનગર           ૨,૪૪,૦૦૦
વાપી                 ૨,૨૪,૦૦૦
આણંદ નગરપાલિકાની વસ્તિ સંખ્યા – ૪,૦૦,૦૦૦ છે જો કરમસદ-૪૭૦૦૦ અને વિદ્યાનગર-૩૨,૭૦૦ ની વસ્તી સંખ્યા ધ્યાનમા લેવામા આવે તો આણંદ નગરપાલિકા વિસ્તારની ૪,૭૯,૭૦૦ થાય છે. જે જાહેર કરેલ પાંચ નગરપાલિકા કરતા વધુ છે. છતા આણંદને બાકાત રાખવામા આવી છે.
આજે પણ સરદાર સાહેબની ભુમિ કરમસદના લોકો કરમસદ ગામને ખાસ રાષ્ટ્રીય દરજ્જો મળે તેની માંગ સાથે લડાઇ લડી રહ્યા છે અને પરંતુ ખાસ દરજ્જો આપવામા આવેલ નથી. ૨૦૧૭ ની ચુંટણી સામે હતી ત્યારે ભાજપાના પુવઁ પ્રદેશ પ્રમુખ કરમસદમા ધરણા પર બેઠેલ કરમસદવાસીઓને આ અંગે વચન આપીને તેને પારણા કરાવેલ.
આમ ભાજપા સરકાર દિવસેને દિવસે સરદાર સાહેબના નામ સાથે જોડાયેલ સરકારી સંપતિઓના નામો બદલીને ગુજરાતની અસ્મિતા ઉપર પ્રહાર કરી રહી છે, ઉપરાંત સરદાર સાહેબના નામ સાથે જોડાયેલ સંસ્થાઓ કે સ્મારકોને સરકારી રાહે મળતી સહાય આપવામા પણ ઓરમાયુ વર્તન ભાજપાની રાજ્ય કે કેન્દ્રની સરકાર કરી રહી છે જે જગ જાહેર છે.
આ સાથે વધુ એક સરદાર સાહેબની ભુમિનુ અપમાન કરવાની તક ભાજપા સરકારે ઝડપી લીધી છે,જે નિંદનીય છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતાશ્રી મનહર પટેલની રાજય કે કેન્દ્ર સરકાર પાસે સરદાર ભુમિના અવાજને સમર્થન આપીને જાહેર માંગ છે કે કરમસદને રાષ્ટ્રીય ગામનો ખાસ દરજ્જો આપવામા આવે અને આંણદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય સંકોચ વગર ત્વરિત કરે.
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
00000000000000
અખબારી યાદી
તા. ૧-૦૭-૨૦૨૩
·               વાવાઝોડાના અસરગ્રસ્ત પરિવારોને જે કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી જે થોડાક લોકોને સહાય ચુકવી તે પણ નજીવી છે.
·               બિપોરઝોય વાવાઝોડાને કારણે થયેલ ભારે નુકસાનનો પ્રાથમિક આંકડો જ ૨૫ હજાર કરોડ કરતા વધુનો થાય છે. કેન્દ્ર સરકારે તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે.
        બિપોરઝોય વાવાઝોડામાં થયેલ નુકસાન, અસરગ્રસ્તોની વ્યથા સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ વિવિધ જીલ્લાઓની રૂબરૂ મુલાકાત બાદ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડા બાદ નુકસાનીની જાત માહિતી માટે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં મુલાકાત કરી, સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે સરકાર પાકની નુકસાની પૂછે છે પાક બાજુમાં રહ્યો પણ ખેતર, પશુના સ્થળો, રહેવાની જગ્યા, બોર, વસાહત, તબેલાની જગ્યાએ કશું જ રહ્યું નહિ, મોટા ખાડા થઈને આખું વહેણ બની ગયું છે, જમીન ૮ ફૂટ કરતા પણ વધુ નીચે બેસી ગયું, સરકારે લોકોને સ્કૂલોમાં ખસેડ્યા અને કહ્યું કોઈએ બહાર નીકળવું નહિ, જે લોકો સલામત સ્થળે હતા ત્યાં જમવાની વ્યવસ્થા સામાજિક આગેવાનો, સ્વેચ્છીક સંસ્થાઓએ કરી, સરકારે જમવાની જે વ્યવસ્થા કરવાની હોય તે પણ ફરજ ચુકી ગયુ, બાળકો અને મહિલાઓ અને વૃધ્ધો વધુ પરેશાન થયા. કેશડોલ, પશુ માટે સહાય નહિ, મકાન માટે સહાય નહિ, હજારો એકર જમીન ધોવાણનું સર્વે કરાયો નહિ, સરકાર કહે છે એક પણ માણસનું મૃત્યુ થયું નથી પણ હકિકતમાં સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, બનાસકાંઠાના ત્રણ ગામમાં ૨૨૦ પશુઓના મૃત્યુ થયા, ૧૮૫૦ ખેડૂતોની જમીન ધોવાઇ, ૪૫૮ ખેડૂતોના પાક ધોવાઇ ગયા, ૪૩૭ પાકા, કાચા મકાનો ધોવાઇ ગયા, ૯ બોર આખા સાફ થઈ ગયા, ૯૦૦ ખેતરોમાં ટપક સિંચાઇની પાઇપ ધોવાઇ, ૭૦ દુકાનોમાં ૨૫ થી ૩૦ લાખનું નુકસાન, લારી,  ગલ્લા, રેકડી તણાઈ ગયું તેમ છતાં કોઈ સર્વે નહિ, પશુ ધન તણાઈ ગયું તેમ છતાં સરકાર વાત સાંભળવા તૈયાર નહિ, રાધનપુરના ગામ અને તાલુકામાં અઠવાડિયે પીવાનું પાણી મળે છે, ૪૦ થી ૫૦ કરોડનો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ખેતરોમાં મકાનોના છાપરા ઉડ્યા તેને કોજ વળતર નહિ, ભેસોના તબેલા સાફ થાય તેમને કોઈ વળતર નહિ, ૧૮ ગામમાં રાજસ્થાનના પાણીનો વહેણ આવે ત્યાં સર્વ જ નથી થયો, સેટેલાઈટ થી વહેણ અને રેતી દેખાય તો જ જમીન માપણી કરતા હોવાનું અધિકારીઓ કહે છે. વાવાઝોડાના અસરગ્રસ્ત પરિવારોને જે કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી જે થોડાક લોકોને સહાય ચુકવી તે પણ નજીવી છે.
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જામનગર, દ્વારકાની મુલાકાત લીધી, દરિયાઈ વિસ્તારમાં જે બોટ હોય તેમાં ખૂબ મોટું નુક્સાન થયું, માછીમારોની બોટમાં એક લાખથી ૫ લાખનું નુકસાન થયું, નાની બોટમાં ૫૦ હજારથી ૧.૫ લાખ નુકસાન થયું, માછીમારોની નેટ પણ તણાઈ ગઈ તેમાં પણ નુકસાન થયું, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના દરિયાઈ કાંઠે માછીમારોની બોટોને મોટુ નુકસાન, એન્જીન વગરની સાદી બોટોને પણ નુકસાન, ૨૦ થી ૨૫ દિવસથી માછીમારી વિના જીવન પસાર કરવુ આમ કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર આ દિશામાં હજુસુધી માત્ર જાહેરાતો કરે છે પણ ચુકવણું થતુ નથી. દરિયાકાંઠાના મકાનોના છાપરા ઉડી ગયા, લોકો હજુ વરસાદમાં છાપરા વગરના મકાનમાં રહે છે, જામનગર શહેરમાં હાઉસિંગના મકાન પડતાં એક પરિવારે જીવ ગુમાવ્યો, સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ કરી નથી, મકાન તૂટ્યા પછી તંત્રનો એક પણ માણસ સ્થળે ન ગયું, કોંગ્રેસ પક્ષે ભોગ બનનાર પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપી અને અનાથ દિકરીઓને ૫૧-૫૧ હજારની મદદ કરવામાં આવી, ભાજપ સરકાર વાતો કરે છે પણ જે મદદ કરવી જોઈએ તે કરતી નથી. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે ભોગ બનનાર પરિવારોને ૧૦-૧૦ લાખનું વળતર ચુકવવામાં આવે અને ગંભિર રીતે ઘાયલ થયેલાને ૫ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે. વાવાઝોડાને લીધે ખાસ કરીને ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો બેઘર થયા છે તેમની ઘરવખરી નાશ પામી છે તે તમામને તાત્કાલીક વળતર ચૂકવવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
          કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાની મુલાકાત કરવામાં આવી, બાગાયતી ખેતી, આંબા, ખારેક, કેળાના પાકોને નુકસાન, પાક લેવાની તૈયારીમાં તમામ પાક નાશ પામ્યો, ખેડૂતોની માંગણીનો યોગ્ય સર્વે કરવાંમાં નથી આવ્યો, વિજળીના થાંભલા પડ્યા ત્યારે ખેડૂતોએ પોતે વ્યવસ્થા કરી, જે ખેડૂતોના વૃક્ષોને ખુબ મોટા પાયે નુકશાન થયેલું છે તે નુકશાનીની આકારણી કે વળતર હજુ સુધી યોગ્ય રીતે અપાયું નથી. સરકારે જાહેરાત કરી પણ અધિકારીઓ અને સર્વેની ટીમ સ્થળ ઉપર સર્વે કરી રહી નથી. માછીમારોએ દરિયામાં ગુજા મૂક્યા, એક એક ગુંજા ની કિમંત ૨ લાખથી વધુ થાય તેનું પણ નુકસાન, ભાજપના આગેવાનોએ કહ્યું તમે કયા એમને મત આપો છો તો અમે મદદ કરીએ, માછીમારોને કાર્ડ, પાક નુકસાન નો સરખો સર્વે આવે તો માનવતાનું કાર્ય કહેવાશે, રાજકારણથી વિશેષ દુર્ભાગ્ય ગુજરાતનું હોય ન શકે, મહા આફતના સમયે રાજકારણ ભૂલી રાહત કરવી જોઇએ, પણ ભાજપ સરકાર કુદરતી આફતના સમયે પણ રાજનીતિ કરીને ભેદભાવ કરે તે કેટલે અંશે વ્યાજબી ? બિપોરઝોય વાવાઝોડાને કારણે થયેલ ભારે નુકસાનનો પ્રાથમિક આંકડો જ ૨૫ હજાર કરોડ કરતા વધુનો થાય છે. કેન્દ્ર સરકારે તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે.
          બિપોરઝોય વાવાઝોડાના લીધે સમગ્ર રાજ્યમાં જે જીલ્લાઓમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયા તે જીલ્લાઓમાં લોકોને ન્યાય મળે અને સરકારી તંત્ર તરફથી સહાય મળે તે બાબતે ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષના આગેવાનોને જે તે જીલ્લામાં મુલાકાત લઈ અસરગ્રસ્તોની વ્યથા સાંભળવાની જવાબદારી સોંપી હતી જેના ભાગરૂપે (૧) બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રિય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશભાઈ મેવાણી, (૨) કચ્છ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી જાવેદભાઈ પીરઝાદા તથા પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી, (૩) જામનગર અને દ્વારકા જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અમરીશભાઈ ડેર, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂર્વ ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયા, (૪) પોરબંદર જીલ્લામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, વરિષ્ઠ આગેવાનશ્રી ભીખુભાઈ વારોતરિયા તથા કિસાન સેલના અધ્યક્ષશ્રી પાલભાઈ આંબલિયા સહિત સ્થાનિક આગેવાનોની કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતાં. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે.
          આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, સહકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
ડૉ. મનિષ એમ. દોશી)
00000000000000
અખબારી યાદી
તા ૪/૭/૨૦૨૩
·        ગુજરાતમા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનુ બેરોકટોક ઉત્પાદન અને વેચાણ થઇ રહ્યુ છે અને બીજી બાજુ પ્રાકૃતિક ખેતી કરવા ખેડુતો ઉપર ભાર મુકાઈ રહ્યો છે. ભાજપા સરકાર માનવ જીવન અને સજીવ સૃષ્ટીના ભોગે ઉદ્યોગગૃહોને સાચવી રહી છે. – મનહર પટેલ
·       કેન્દ્ર સરકારે 10 ઓક્ટોબર 2005ના રોજ, Monocrotophos (Cancellation of Certificate of Registration) Order, 2005થી શાકભાજીના પાકોમાં મોનોક્રોટોફોસના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે અને WHO-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને પ્રાણ ઘાતક ગણાવી છે છતાં પદ્મ વિભુષણ રજનીકાંત દેવીદાસ શ્રોફની કંપની યુનાઈટેડ ફોસ્ફરસ લિમીટેડ ( UPL) કંપની ઉત્પાદન કરે છે. –  મનહર પટેલ
આજે ખેતી માટે જંતુનાશક દવા પૈકી કેટલીક પ્રતિબંધિત હોવાથી શાકભાજીના પાકમાં વાપરી શકાતી નથી કારણ કે તેનુ ઉત્પાદનની છુટ છે, Pesticide Act 1986 તથા Pesticide Rules 1971માં આવી હાનિકારક જંતુનાશક દવાઓનું વિતરણ/ વેચવા અંગે કડક જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 10 ઓક્ટોબર 2005ના રોજ, Monocrotophos (Cancellation of Certificate of Registration) Order, 2005થી શાકભાજીના પાકોમાં મોનોક્રોટોફોસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ મોનોક્રોટોફોસના છંટકાવ વેળાએ કૃષિ-શ્રમિકોના મોત થાય છે. આ જંતુનાશકનો છંટકાવ કર્યો હોય તેવી શાકભાજી હાનિકારક છે. મોનોક્રોટોફોસના ઘાતક ઝેરના કારણે WHO-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને શ્રેણી-1 જંતુનાશકમાં સામેલ કરી છે. શ્રેણી-1ના જંતુનાશકોમાં બેહદ ખતરનાક છે. આ જંતુનાશક દવાની થોડી માત્રા જીવ લઈ શકે તેટલી ખતરનાક છે.
CIBRC-સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડસ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી મુજબ 18 પેસ્ટિસાઈડ શ્રેણી-1 માં રજિસ્ટર્ડ થયેલાં છે. ઉપયોગમાં લેવાતા જંતુનાશક દવાઓમાં 30% શ્રેણી-1 ના જંતુનાશકો હોય છે.
2013માં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાના પૂર્વ પ્રોફેસર અનુપમ વર્માના અધ્યક્ષસ્થાને વિશેષજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ. આ સમિતિએ વિશ્વના કેટલાંક દેશોમાં પ્રતિબંધિત હોય તેવા 66 જંતુનાશકોની તપાસ કરવાની હતી. આ સમિતિની ભલામણ અનુસાર 2018માં શ્રેણી-1ના 3 અને 2021 મા શ્રેણી-1 ના 4 પેસ્ટિસાઈડ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે તે સૂચિમાં મોનોક્રોટોફોસ સામેલ ન હતું.
અભ્યાસના અંતે જાણવા મળ્યુ કે ખતરનાક પ્રતિબંધિત જંતુનાશક દવાનુ ઉત્પાદન કચ્છના રજનીકાંત દેવીદાસ શ્રોફની કંપની યુનાઈટેડ ફોસ્ફરસ લિમીટેડ ( UPL) કરી રહી છે અને તેમને ભારતના લોકોને આડકતરી રીતે ઝેર આપવાની આ ઉમદા સેવા બદલ ભારત સરકારે જાન્યુઆરી 2021માં રજનીકાંત શ્રોફનું પદ્મભૂષણથી સન્માન કરેલ હતું.
ભારત સરકારના પર પ્રતિબંધિત ભારત સરકારના દફતરે શ્રેણી ૧ બેહદ ખતરનાક જંતુનાશક યાદીમા મોનોક્રોટોફોસ આવે છે.USAમાં, 1995 થી જ monocrotophos તથા methamidophos પર પ્રતિબંધ છે.
એક તરફ ગુજરાતના ગવર્નર ઓર્ગેનિક ખેતી/ ગાય આધારિત કૃષિની ઝૂંબેશ ચલાવે છે; બીજી તરફ કેન્દ્ર સરકાર પ્રતિબંધિત જંતુનાશક દવાના ઉત્પાદકોનુ બહુમાન કરી રહી છે. રાષ્ટ્રના લોકોને ખતરનાક જંતુનાશક દવા કોઇને કોઇ ખેતી પાકોના માધ્યમથી માનવ શરિરમા જાય છે અને અનેક ગંભીર બિમારીમા દેશ આજે પીડાઈ રહ્યો છે. દર વર્ષે ભારતમા ૧૨ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે.અને લોકોના દર વર્ષે દુનિયાભરમા મોત થાય છે તેના ૬૦ % મોત ભારતમા થાય છે. એક સર્વે કહે છે કે દુનિયાની ૬૪ % ખેતી લાયક જમીન પર જંતુનાશક દવાના પ્રદુષણનો ખતરો મંડાઈ રહ્યો છે.(બીબીસી ઓકટો-૨૦૨૨)
થોડા ગંભીર સવાલ   –
1.    પ્રાકૃતિક ખેતી અને પ્રતિબંધિત જંતુનાશક દવાનુ ઉત્પાદન/ઉપયોગ ચાલુ રહે તે વિરોધાભાષી નથી ?
2.    શું સરકારે એવી કોઈ વ્યવસ્થા ગોઠવેલ છે કે ખેડૂતો Monocrotophos 36% SLનો ઉપયોગ શાકભાજીના પાક પર ન કરે?
3.    શું UPLનું મોનોક્રોટોફોસ છૂટથી મળતું નથી ? તેનો ઉપયોગ છૂટથી થતો નથી ? આ સંકેત મુજબ રાજ્ય સરકાર પ્રાકૃતિ ખેતી તરફ વાળવા ગંભીર છે ?
4.    મોનોક્રોટોફોસના ઉત્પાદન/સપ્લાઈ પર પ્રતિબંધ નથી, તો તેના ઉપયોગ પર પ્રતિબંધ શક્ય છે ?
5.    1995માં અમેરિકાએ જે ઝેર (મોનોક્રોટોફોસ) પર પ્રતિબંધ મૂક્યો છે તે ઝેર (મોનોક્રોટોફોસ)ના ઉત્પાદક  ભારતમા કરોડો માનવ જીવ અને સજીવ સૃષ્ટીના વિનાશનુ કારણ બની રહ્યા છે અને તેને ભારત સરકાર પદ્મભુષણ થી સન્માન કેટલુ વાજબી છે ?
યુનાઈટેડ ફોસ્ફરસ લિ.ના માલીક અને તેની પ્રતિબંધિત જંતુનાશક દવામા સમર્થન અને બચાવ કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 22 ફેબ્રુઆરી 2021ના રોજ, લોકસભામાં કહ્યું હતું. ‘કપાસ, અનાજ, મકાઈ, ચણા, અડદ, મગ, શેરડી, નારિયેળ,લીંબુ, કેરી, મરચા, ઈલાયચીના પાકોમાં મોનોક્રોટોફોસના ઉપયોગ પર પ્રતિબંધ નથી, આમ મોનોક્રોટોફોસના ઘાતક ઝેરના કારણે WHO-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને શ્રેણી-1 જંતુનાશકમાં સામેલ કરી છે. શ્રેણી-1ના જંતુનાશકોમાં બેહદ ખતરનાક છે. છતાં યુનાઈટેડ ફોસ્ફરસ લિ. કંપની પ્રત્યે ભાજપાનુ સમર્થન દેશ માટે ચિંતાનો વિષય છે.
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ 00000
00000000000000000
અખબારી યાદી
તા ૭/૭/૨૦૨૩
·              સંસદ સદસ્યતા ગઈ – ઘર ગયુ એવા ફક્કડ રાહુલ ગાંઘી એટલે આજની રાજનિતીના કબીર છે.અને કબીરથી તો સારા સારા ભયભીત હોય છે, આજે ફકકડ કબીર રાહુલ ગાંધીથી મોદી-શાહ ભયભીત છે.
એકવીસ સદીના ભારતની રાજનિતીના કબીર રાહુલ ગાંધી છે, નિડર છે, નિર્ભય છે અને સત્યના રસ્તે ચાલે છે તે વ્યક્તિ સત્યના વિશ્વાસને હાથમા લઈને ઉભા થયા છે અને એવી ફાંસીવાદી સત્તાનો મુકાબલો કરી રહ્યા છે જેને દેશમા પ્રેમ અને સૌહાર્દ તોડવાનુ કામ કર્યુ છે, જેને ભારતના પ્રતિમાન મુલ્યોને તોડવાનુ કામ કર્યુ છે.પરંતુ દેશનુ સાર્વભૌમત્વને અખંડ અને નફરતને દેશવટો આપવા મહોબ્બતની દુકાન ખોલવાની વાત કરી રહ્યા છે.
આવા ગંભીર પડાકારોને હિંમતથી ઉઠાવતા રાહુલ ગાંધીની બનતી લોકપ્રિય છબીને તોડવા ભાજપા એક પછી એક કારસ્તાનો અજમાવી રહી છે અને તે તમામ નાકામીયાબ બની રહ્યા છે..
દેશના પ્રધાનમંત્રીને રાહુલ ગાંધી સવાલ કરે છે અદાણી સાથે તમારો સંબંધ શુ ? વિદેશથી આવેલા ૨૦,૦૦૦ કરોડ રુપિયા કોના છે  ? ગભરાયેલ – ડરેલ – બોખલાયેલ મોદી સરકાર પાસે આ જવાબ આપવાની હિમ્મત નથી એટલે મોદી સમુદાયની માનહાની કેસના પરિણામની લુચ્ચા શિયાળની માફક રાહ જોઇ રહી છે.
દેશ અને દુનિયા કહેતી થઈ છે કે ભાજપાએ ૨૦૨૩ ના એક ફક્કડ વ્યક્તિ સાથે બથ ભીડવાની ભુલ કરી છે, ૪૦૦૦ કિમીની પદયાત્રા બાદ રાહુલ ગાંધીએ દેશની રાજનિતીના નવો પ્રતિમાન સ્થાપ્યો છે. અને સમગ્ર વિશ્વમા એક ફક્કડ અને કબીર નેતા તરીકે રાહુલ ગાંધી ઉપસી રહ્યા છે. અને ….
•   આ પ્રતિમાન છે સચ્ચાઈ ઉપર ઉભા રહીને દેશ બનાવવાની રાજનિતીનો છે.
•   એ પ્રતિમાન છે દેશમા હંમેશા પ્રેમ અને સૌહાર્દની રાજનિતી માટે સંઘર્ષ કરવાનો છે.
•   એ પ્રતિમાન છે નિર્ભય બનીને દેશના લોકો સાથે સંવાદ કરવાનો છે.
•   જે અમેરીકા-બ્રિટનમા રાહુલ ગાંધીએ સાબિત કરી દિધુ કે ટેલીપ્રોમ્ટર વગર સારુ બોલાય છે અને સવાલના જવાબ પણ આપી શકાય છે.
રાહુલ ગાંધી ઉપર ગમે તેટલા હુમલા થાય પરંતુ તે ફક્કડ કબીર છે, તે વધુ નિર્ભયતા સાથે દેશની જનતા સાથે ઉભા રહેશે અને દેશ બચાવવા નિરંતર લાગેલા રહેશે.
ભાજપાએ ચેતવા જેવુ ખરુ અને અટકવા જેવુ ખરુ…..
જય હિંદ
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
000000000000000
અખબારી યાદી
તા. ૧૦-૦૭-૨૦૨૩
        અમદાવાદ સાબરમતિ રીવરફ્રન્ટમાં ક્રુઝ સંચાલકને ફાયદો કરાવવાના હેતુએ ૭૫ લાખ અમદાવાદીઓને બાનમાં લીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ માટે જવાબદાર ભાજપા સરકારના ભ્રષ્ટ શાસકોની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોન્સુન મેઈન કન્ટ્રોલ રૂમથી રાજ્ય સરકારના સિંચાઈના અધિકારીને સત્તાવાર ઈ-મેઈલ કરીને “૨જી જુલાઈના રોજ રીવરક્રુઝનું ઉદઘાટન છે ત્યારે સાબરમતિ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની લીમીટેડ (SRFDCL) તરફથી વિનંતી હતી કે સાબરમતિ નદીનું વોટરલેવલ ૧૩૪.૫ ફુટ વાસણા બેરેજમાં રાખવામાં આવે જેથી ક્રુઝનું યોગ્ય રીતે પરિક્ષણ થઈ શકે. જી૨૦ ની અગત્યની બેઠક જેમાં ૫૫ શહેરોના પ્રતિનિધિઓ અમદાવાદ આવવાના છે. એટલે વોટરલેવલ ૧૩૪.૫ ફુટ રાખવામાં આવે”. સાબરમતિ નદી રિવરફ્રન્ટમાં ક્રુઝ ચલાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતિ નદીનું લેવલ વધારી રાખ્યું. ભાજપા શાસકોએ ૭૫ લાખ શહેરી નાગરિકોની ચિંતા કરવાને બદલે ખાનગી ક્રુઝ સંચાલકની સુવિધા-સગવડતાની ચિંતા કરી. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોવા છતાં માત્રને માત્ર ખાનગી ક્રુઝ સંચાલકના ફાયદા માટે ભાજપ શાસીત કોર્પોરેશનના સત્તાધિશોએ જ સત્તાવાર રીતે ઈ-મેઈલ કરીને ૧૩૪.૫ ફુટની સપાટી જાળવી રાખવા માંગણી કરી હતી. ચોમાસામાં ભારે વરસાદની આગાહી હોય ત્યારે સામાન્ય રીતે સાબરમતીની સપાટી ૧૨૮ ફુટની આસપાસ રખાતી હોય છે. શુક્રવારે ૧ ઈંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ૧ ઈંચ જેટલો વરસાદ પડતા સી.જી. રોડ તેમજ મધ્ય ઝોનના પાંચકુવા, કાલુપુર, શાહપુર, રીલીફ રોડ, ગાયકવાડ હવેલી, જમાલપુર, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ૨૦૦ થી વધુ વિસ્તારોમાં રોડ રસ્તામાં મોટા પાયે ખાડા, મોનસૂન પ્લાન ના કરોડો રૂપિયા ફરી એક વખત પાણીમાં ગયા, ૧૦૦ થી વધુ ભૂવા પડ્યા. દર વર્ષે પડી રહેલા ભૂવા, ધોવાતા રસ્તા માટે ભાજપાના ભ્રષ્ટ શાસકોની જવાબદારી કેમ નક્કી થતી નથી ? ભાજપાના ભ્રષ્ટ શાસકોના કારણે હેરીટેજ સીટી – સ્માર્ટ સીટી અમદાવાદની ઓળખને મોટુ નુકસાન થાય તે રીતે ભૂવા નગરી – ખાડાબાદ બની ગયુ અમદાવાદ. ઠેર-ઠેર પાણી ભરાતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા. ઠેર-ઠેર પાણી ભરાતા ત્રણ થી ચાર કલાક વાહન ચાલકો – શહેરી નાગરિકો અટવાયા. નિર્ધારીત કરતા વધુ પાણીનો ભરાવો થતા સત્તાધીશોને વાંકે લાખો નિર્દોષ નાગરિકો પાણીમાં ફસાયા. કોર્પોરેશના ભ્રષ્ટ શાસકોના કારણે ૩૦ લાખ કરતા વધુ માનવ કલાકો વેડફાયા ત્યારે અમદાવાદના ૭૫ લાખ શહેરી નાગરિકોના જીવ-જીવનને મુશ્કેલીના ખાડામાં ધકેલી દેનાર ભાજપાના તધલખી શાસકો સામે પગલા ભરવા કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
000000000000000
અખબારી યાદી
તા. ૧૦-૦૭-૨૦૨૩
        તાજેતરમાં આવેલા ભારે વરસાદને કારણે જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘેડ વિસ્તારમાં ભારે પુર આવતા ખેડૂતોની જમીન, વાવેતર, રસ્તાઓ અને ઝાડ-પાનને ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ મુલાકાત દરમ્યાન અસરગ્રસ્તો પાસેથી જાત માહિતી મેળવી તે ઘણી જ ગંભીર અને ચિંતાજનક હોવા છતાં છેલ્લા વીસ વર્ષથી ભાજપ સરકાર ઘેડ વિસ્તાર સાથે ઓરમાયુ વર્તન દાખવી રહી છે ત્યારે પોરંબદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘેડ વિસ્તારના હજારો પરિવારોને કાયમી ન્યાય મળે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, તાજેતરના પુરના કારણે ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયા છે. વાવેતર કરેલ પાક સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે. ઘાસચારાનો નાશ થયો છે અને ગામડાઓમાં ઘણા બધા મકાનોને નુકશાન થયું છે. હજી પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેતરોમાં ભારે ધોવાણ થવાને કારણે અમુક ખેતરોમાં તો વાવેતર પણ થઈ શકે તેમ નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગામના મજુરોએ રોજી ગુમાવી છે તો મજુર વર્ગને ૨૦ દિવસની કેશ ડોલ્સ આપવા, ઘાસચારાના નુકશાનનું વળતર આપવા અને જે મકાનોને નુકશાન થયું છે તેમને નુકશાનીનું વળતર, જેમના ખેતરો ધોવાયા છે તે ખેતરોને સમથળ કરવા, જે ખેડૂતોના વાવેતરને નુકશાન થયું છે તે ખેડૂતોને તાકીદે નવું બીયારણ ખરીદવા અને પાક નિષ્ફળ ગયો છે તેમને ખાસ આર્થિક પેકેજની સરકાર તાત્કાલીક ઘોષણા કરે.
            ઘેડ વિસ્તારની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે રાજ્ય સરકારને હકારાત્મક સૂચનો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુન મોઠવાડીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામથી કેશોદ તાલુકાના બામણાસા થઈ ઘેડ થી બાલાગામ તથા માંગરોળ તાલુકાના અસા ગામ સુધીના ૧૬ કિ.મી. માં ઓઝત નદી છીંછરી અને સાંકડીથઈ જવાથી ભારે પુર વખતે ઓઝત નદીનું પાણી ઓવરફલો થઈને ખેતરોમાં જાય છે. આ પાણીને રોકવા કાંઠાના ખેડૂતોએ પાળા બાંધ્યા છે અને કુદરતી વોંકળાઓ બંધ થયા છે. આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં માટે બામણાસા સુધીની ઓઝત નદીને ઉંડી પહોળી કરવી જરૂરી છે. આ માટે આ નદી ઉપરના દબાણો ચકાસવા માટે નદીનો સર્વે કરીને નદીને પહોળી કરવામાં આવે તેવી માંગણી છે. આ કામ પુરૂ કરવા કોઈ વધારાનો ખર્ચ કર્યા વગર મોટા ભાગનું કામ લોક ભાગીદારી થી કરી શકાય તેમ છે. કાંઠા ઉપરના ખેડુતોને જ માટી ઉપાડવાની શરતે પ્લાન મુજબ નદીને પહોળી કરી શકાય તેમ છે. આ કામ દિવાળી ઉપર શરૂ કરવામાં આવે તો ચોમાસા પહેલા જ કામ પૂર્ણ થઈ શકે.
            ઘેડ વિસ્તારમાંથી પસાર થતી તમામ નદીઓ અને તેમાંથી બનાવેલી સ્પ્રેડીંગ કેનાલોને રીમોડેલ કરવા અને ઉડી પહોળી કરવાનું કામ પણ દિવાળી પછી તુર્ત જ કરવામાં આવે તેવું આયોજન કરવું જરૂરી છે. આ માટે ચોમાસામાં જ અંદાજો બનાવવા અને ટેન્ડર પ્રક્રિયાઓ પુર્ણ કરવામાં આવે. મેઢાક્રિક (હર્ષદ મિયાણી) થી પોરબંદર – માધવપુર – આદ્રી (ગીર સોમનાથ) સુધીની કોસ્ટલ કેનાલમાં મીસીંગ લીંકના કામો તાકીદે શરૂ કરાવીને પુર્ણ કરવામાં આવે. ક્ષાર-અંકુશ વિભાગમાં ટેકનીકલ સ્ટાફની જગ્યાઓ મોટાપાયે ખાલી છે જે તાકીદે ભરવામાં આવે તે જરૂરી છે.
            પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના ગામો માટેના જીવાદોરી સમાન અમીપુર ડેમના નવા વેસ્ટ વીયરનું કામ કોન્ટ્રાક્ટર સાથેના વિવાદને કારણે છેલ્લા છ વર્ષથી અટકેલું છે તેને કારણે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. વિવાદ ખતમ કરીને આવતાચોમાસા પહેલા કામગીરી પુર્ણ થાય તેવી માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.
            કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્યશ્રી વિમલ ચુડાસમા, શ્રી અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા, વરિષ્ઠ આગેવાનશ્રી હિરાભાઈ જોટવા સહિત સ્થાનિક જીલ્લાના આગેવાનો જોડાયા હતા અને ઘેડ વિસ્તારની ૨૦ વર્ષથી પડી રહેલી ભારે મુશ્કેલી અંગે માહિતી આપી હતી.
(ડૉ. મનિષ એમ. દોશી)
00000000000000
અખબારી યાદી
તા. ૧૨-૦૭-૨૦૨૩
•      જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ તો આસમાને પહોચ્યા જ છે પણ હવે તો રસોઈમાં વપરાતા મસાલામાં પણ અસહ્ય ભાવ વધારો: છેલ્લા છ મહિનામાં જુદા જુદા મસાલામાં ૨૫ ટકાથી લઈને ૪૦ ટકા સુધીનો ભાવ વધારો
•      મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપેઃ નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી
          ગરીબ વિરોધી ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, સીલીન્ડર, તેલ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોચ્યા જ છે હવે તો રસોઈમાં વપરાતા મસાલામાં થતા અસહ્ય ભાવ વધારા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપ સરકારના લુંટકાળમાં જાનલેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. દૂધ, દહીં, ધી, ચા, ખાંડ સહીતની રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે તેની સાથે સાથે ગૃહિણીના રસોડામાં આગ લાગી હોય તેમ મસાલાઓમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં જુદા જુદા મસાલામાં ૨૫ ટકાથી લઈને ૪૦ ટકા સુધીનો ભાવ વધારો થયો છે. જાન્યુઆરીમાં ૩૫૦-૩૭૫ રૂપિયે કિલો મળતું જુરું હાલ ૬૭૫-૭૦૦ રૂપિયે કિલો, લાલ મરચું ૨૨૦-૨૫૦થી વધીને ૩૨૫-૩૫૦ અને લવિંગ ૭૦૦-૮૦૦ રૂપિયે કિલો મળતું હતું એ આજે ૧૦૦૦-૧૧૦૦ પ્રતિકિલોને પાર થયું છે. આ સિવાય ધાણા, હળદર, સુંઢ, વરિયાળી, મેથી, અજમો, અને મરી સહીતના રોજીંદા વપરાશના મસાલામાં અસહ્ય ભાવ વધારાએ ગૃહિણીનું બજેટ ખોરવી નાખ્યું છે. ભાજપ સરકારના અણઘડ વહીવટ અને સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી નીતિઓને કારણે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને નાના ઉદ્યોગો-વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
            મોઘવારી દુર કરવાના વચનો આપનારી ભાજપ સરકારએ સાત વર્ષમાં કયાંય ભાવ ઘટાડો કર્યો નથી. મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે તો કઈક અંશે નાગરીકોને રાહત મળશે. માત્ર મોટી મોટી વાતો અને રૂપાળા સુત્રોથી રાહત નહિ મળે. લુંટકાળમાંથી રાહત માટે ભાજપ સરકાર સત્વરે નક્કર પાગલ ભરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ
જીવનજરૂરીની વસ્તુ
જાન્યુઆરી ૨૦૨૩
પ્રતિ કિલો
જુલાઈ ૨૦૨૩
પ્રતિ કિલો
લાલ મરચું
૨૨૦-૨૫૦
૩૨૫-૩૫૦
જીરું
૩૫૦-૩૭૫
૬૭૫-૭૦૦
લવિંગ
૭૦૦-૮૦૦
૧૦૦૦-૧૧૦૦
જીરું
૩૫૦-૩૭૫
૬૭૫-૭૦૦
હળદર
૧૭૫-૧૯૫
૨૦૦-૨૨૦
વરિયાળી
૧૭૫-૨૦૦
૨૦૦-૨૫૦
મેથી
૧૮૦-૨૦૦
૩૦૦-૩૨૫
ઘઉંનો લોટ
૨૫-૨૭
૩૪.૮૬
અડદની દાળ
૯૫
૨૧૯
૧૦
તુવેરની દાળ
૭૨
૧૮૦
૧૧
સુંઢ
૨૦૦-૨૫૦
૩૭૫-૪૦૦
 (હિરેન બેંકર
 0000000000000000
 અખબારી યાદી
તા. ૧૫-૦૭-૨૦૨૩
• ઘણું જ અપૂરતુ જાહેર કરેલ રાહત પેકેજમાં અનેક જીલ્લા – તાલુકાના નાના વેપારી, રોજનું કમાનાર, મોટા પ્રમાણમાં ખેડૂતો, માછીમારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે ખેતી, ખેડૂત, ગામડુ બચાવવા રાજ્ય સરકાર ભારે નુકસાની સામે પુરતુ વળતર ચુકવે તેવી કોંગ્રેસ પક્ષની માંગઃ શ્રી શક્તિસિંહ ગોહિલ
• વાવાઝોડાના કારણે નુકસાની સામે જાહેર થયેલ પેકેજ ઘણું અપૂરતું છે, ખરા અર્થમાં મોટા નુકસાનનો સાચો સર્વે જરૂરી
વાવાઝોડાના કારણે નુકસાની સામે જાહેર થયેલ પેકેજ ઘણું અપૂરતું છે, ખરા અર્થમાં મોટા નુકસાનનો સાચો સર્વે જરૂરી છે. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી ઘણું જ અપૂરતુ જાહેર કરેલ રાહત પેકેજમાં અનેક જીલ્લા – તાલુકાના નાના વેપારી, રોજનું કમાનાર, મોટા પ્રમાણમાં ખેડૂતો, માછીમારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે ખેતી, ખેડૂત, ગામડુ બચાવવા રાજ્ય સરકાર ભારે નુકસાની સામે પુરતુ વળતર ચુકવે તેવી માંગ કરતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિપોરઝોય વાવાઝોડામાં થયેલ નુકસાન, અસરગ્રસ્તોની વ્યથા સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ વિવિધ જીલ્લાઓની રૂબરૂ મુલાકાત બાદ લઈને જાત માહિતી લીધી હતી. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં મુલાકાત કરી, સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે સરકાર પાકની નુકસાની પૂછે છે પાક બાજુમાં રહ્યો પણ ખેતર, પશુના સ્થળો, રહેવાની જગ્યા, બોર, વસાહત, તબેલાની જગ્યાએ કશું જ રહ્યું નહિ, મોટા ખાડા થઈને આખું વહેણ બની ગયું છે, જમીન ૮ ફૂટ કરતા પણ વધુ નીચે બેસી ગઈ છે. પશુ માટે સહાય નહિ, મકાન માટે સહાય નહિ, હજારો એકર જમીન ધોવાણનું સર્વે કરાયો નહિ, ૩૦૦ દુકાનોમાં ૨૫ થી ૩૦ લાખનું નુકસાન, લારી,  ગલ્લા, રેકડી, ઘરવખરી તણાઈ ગયું તેમ છતાં આજદિન સુધી અસરગ્રસ્તોને રાહત અંગે સરકારે કોઈ નક્કર જાહેરાત કરી નથી. ખેતરોમાં મકાનોના છાપરા ઉડ્યા તેને કોઈજ વળતર નહિ, સેટેલાઈટ થી વહેણ અને રેતી દેખાય તો જ જમીન માપણી કરતા હોવાનું અધિકારીઓ કહે છે. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી.
કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર સહિતના દરિયાઈ કાંઠાના જીલ્લાની પણ મુલાકાત લીધી હતી. દરિયાઈ વિસ્તારમાં જે બોટ હોય તેમાં ખૂબ મોટું નુક્સાન થયું, માછીમારોની બોટમાં એક લાખથી ૫ લાખનું નુકસાન થયું, નાની બોટમાં ૫૦ હજારથી ૧.૫ લાખ નુકસાન થયું, માછીમારોની નેટ પણ તણાઈ ગઈ તેમાં પણ નુકસાન થયું, દરિયાઈ કાંઠે માછીમારોની બોટોને મોટુ નુકસાન, એન્જીન વગરની સાદી બોટોને પણ નુકસાન, ૨૦ થી ૨૫ દિવસથી માછીમારી વિના જીવન પસાર કરવુ આમ કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપ સરકારે માછીમારોને સહાય પેકેજથી સંપૂર્ણ વંચિત રાખ્યા છે. સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં મોટી નુકસાની છતાં રાહત પેકેજમાં કોઈ જાહેરાત નથી. વાવાઝોડાને લીધે ખાસ કરીને ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો બેઘર થયા છે તેમની ઘરવખરી નાશ પામી છે. માછીમારોને થયેલ નુકસાન માટે પુરતું વળતર ચૂકવવા આવે તેવી કોંગેસ પક્ષ માંગ કરે છે.
તમામ પાક નાશ પામ્યો, ખેડૂતોની માંગણીનો યોગ્ય સર્વે કરવાંમાં નથી આવ્યો, સરકારે જાહેરાત કરી પણ અધિકારીઓ અને સર્વેની ટીમ સ્થળ ઉપર સર્વે કરી રહી નથી.  કેન્દ્ર સરકારે તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે. વાવાઝોડામાં નુકસાન થયેલા તમામને પૂરતું વળતર ચૂકવવા આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
00000000000000000
અખબારી યાદી
તા ૧૭/૭/૨૦૨૩
ગુજરાત ભાજપા પ્રમુખને ગુજરાત કોંગ્રેસ પ્રવકતાશ્રી મનહર પટેલના ટુંકા બે સવાલ …
✔     ૨૦૧૪ ના નરેન્દ્ર મોદીનાં વચનો ૨૦૨૪ ની લોકસભાની ચુંટણીમા ફરી ઉપયોગ કરશો ?
✔     જે વચનોએ ભવ્ય ભારતની દિવ્ય અને તપોભુમિ ઉપર ૧૪૦ કરોડ જનતા ઉપર રાજ કરવાનો મોકો આપ્યો, તેનાથી ભાજપાને વિશ્વની સૌથી મોટી અને ધનવાન પાટીઁ બનાવી, સ્વયં ઘોષિત ચોકીદારની ઉપાધી મેળવી, વિશ્વ પ્રવાસી બનીને અનેક મિત્રોના લક્ષ પુણઁ કરવામા સફળ રહ્યા… પરંતુ ભારતની જનતાને હથેળીમા ચાંદ દેખાડીને દેશની ૧૪૦ કરોડ જનતાને શુ મળ્યુ ?
1.            ૧૦૦ નવા શહેરો આપીશ..
2.            રાષ્ટ્રીય વાઇફાઇ નેટવકઁ આપીશુ..
3.            કૃષિ ઉત્પાદન માટે અલગ રેલ્વે નેટવર્ક બનાવીશુ.
4.            ખેડુતોની આવક બમણી કરીશુ.
5.            સંગ્રાહખોરો અને કાળા બજારીઓ સામે ખાસ અદાલત બનાવીશુ.
6.            જજોની સંખ્યા બમણી કરીશુ
7.            અદાલતોની સંખ્યા બમણી કરીશુ
8.            ન્યાયપાલિકામાં મહિલાઓની સંખ્યા વધારીશુ
9.            બળાત્કાર પીડીતા માટે અલગ ફંડની જોગવાઇ કરીશુ
10.         મહિલા IIT ની સ્થાપના કરીશુ.
11.         મહિલા સંચાલિત બેંકોની સ્થાપના કરીશુ
12.         બેંકોની NPA ઘટાડવા ખાસ યોજના આપીશુ
13.         નદીઓની સફાઇ માટે ખાસ વિશેષ યોજના આપીશુ.
14.         વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય આપીશુ.
15.         ૫૦ ટુરીસ્ટ સર્કિટ બનાવીશુ…
સાહેબને પ્રેસ સામે ગભરાટ છે પરંતુ ગુજરાત ભાજપા પ્રમુખ આ સાહસ કરશે ?
મનહર પટેલ
000000000000
અખબારી યાદી
તા. ૧૮-૦૭-૨૦૨૩
          સુપ્રસિદ્ધ અમુલ ડેરીના ડાયરેક્ટર શ્રી જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. છેલ્લી બે ટર્મથી સતત અમુલમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા શ્રી જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના શાસનમાં રાજ્ય અને દેશને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડે તેવી સહકારી સંસ્થા ‘અમુલ’ની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે જગવિખ્યાત તો છે જ સાથોસાથ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારી તેમજ સહકારી માળખાનું ઉપયોગ દર્શાવતુ ઉત્તમ મોડલ છે. ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્ર વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. રાજકીય દખલગીરીને કારણે ગુજરાતમાં સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ તુટે, પેપર ફુટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે, ખેડૂતોની કોઈ સુનવાઈ નહી, યુવાનોને રોજગારી નહી, ફિક્સ પગાર, આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી યુવાનોનું શોષણ, ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલત, શહેરોમાં ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલ અને રોડ પર પડતા ખાડાઓની સમસ્યાઓ વિગેરે મુશ્કેલીઓ છે ત્યારે ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૨૧/૬/૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખશ્રી વશરામભાઈ સાગઠીયા સહિત ૩૦ જેટલા પદાધિકારીઓ-હોદ્દેદારશ્રીઓ, તા. ૦૫/૦૭/૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મનોજ ભૂપતાણી સહિત ૫૦ જેટલા પદાધિકારીઓ-હોદ્દેદારશ્રીઓ, તા. ૧૩/૦૭/૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી હરેશ કોઠારી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ-હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તે સૌને આવકાર કરુ છું.
આ પ્રસંગે શ્રી જુવાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમુલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે અને પરિણામે સભાસદોના હિતને પણ નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ખૂબ જ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ ન થાય તે માટે વિનંતી કરી હતી પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી ત્યારે જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છોડવી જોઈએ અને ગુજરાતમાં એક લોકસેવાની નવી પહેલ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં સામેલ થવાનો મેં મારા ટેકેદારો સાથે નિર્ણય કર્યો છે. અમુલ ડેરીના ડીરેક્ટર તરીકે સભાસદોના હિત માટે હું સતત લડતો રહીશ એમ પણ શ્રી જુવાનસિંહે જણાવ્યું હતું.
           અમુલ ડેરીના ડીરેક્ટરશ્રી જુવાનસિંહ કોંગ્રેસ પક્ષમાં જોડાયા ત્યારે કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો તથા કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, પ્રદેશ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી નટવરસિંહ ડાભી અને શ્રી કાળુસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેનભાઈ બેંકર, ખેડા જીલ્લા કોંગ્રેસના પ્રભારીશ્રી ભીખાભાઈ રબારી, ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ચંદ્રશેખર ડાભી, ખેડા જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી સુધાબેન ચૌહાણ, ખેડા જીલ્લા પંચાયતના સભ્યશ્રી દિલીપભાઈ સોઢાપરમાર, કોંગ્રેસના આગેવાનશ્રી બળદેવભાઈ લુણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
          અમુલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન, પ્રવર્તમાન ડીરેક્ટર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા કોંગ્રેસ પક્ષના આગેવાન અને અમુલના ડીરેક્ટર શ્રી સંજયભાઈ પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
  000000000000000
  અખબારી યાદી
તા ૧૮/૭/૨૦૨૩
·        મહારાષ્ટ્ર સરકારે બોગસ બીયારણ વેચતા બીજ બુટલેગરો સામે રક્ષણ આપતો કાયદો લાવવાની તૈયારી દેખાડી … ગુજરાત સરકાર ક્યારે ખેડુતોને બીજ બુટલેગરોથી ક્યારે રક્ષણ આપશે ?
·        બોગસ બીયારણ વેચતા વેપારીઓ મહારાષ્ટ્રમા માત્ર દંડાશે જ નહી જેલ પણ મળશે…
ગુજરાતમા જે પણ બીજ બુટલેગરો ઉપર આવા ગંભીર ગુના લાગ્યા છે એ વેપારીઓ પૈકી કેટલાક ગુજરાત રાજય સીડ એશો.ના નેતાઓ છે જેઓ કરોડોનો અનઅધિકૃત બીજનો વેપાર કરીને નજીવા દંડની જોગવાઇનો લાભ ઉઠાવીને છુટા ફરે છે…
ગુજરાતની ભાજપા સરકારને અનેક વાર પત્ર દ્વારા અને મીડીયાના માધ્યમથી કોંગ્રેસે ખેડુતોના હિતમા માંગ કરી છે કે બીજ ઉત્પાદન કરતા તમામ વેપારી બીજ બુટલેગર નથી પરંતુ જે અનઅધિકૃત બીયારણનો ખુલ્લે આમ વેપાર કરતા વેપારીઓ વિરુધ્ધ કડક કાયદો બને, તેમા દંડ સાથે ઓછામા ઓછી ૧૦ વષઁની સજાની જેગવાય કરવામા આવે….
ગુજરાતમા ૨૦-૨૦ વષઁથી અનેક વેપારીઓ અનઅધિકૃત રીતે બીટી કપાસ બીયારણનો વેપાર કરીને ખેડુતોને આથિઁક રીતે બરબાદ કરી રહ્યા છે,અને ખેડુતોની આત્મહત્યામા પણ આ એક મજબુત કારણ છે, આમ આ ધંધામા કરોડો રુપિયાની કમાણી કરીને વતઁમાન દંડની જોગવાય મુજબ તે મામુલી રકમ ભરીને આમ વષોઁથી આવા વેપારીને સરકાર અને તેનુ બીજ એશો. સાવરી રહી છે, જે મારા ગુજરાતના ખેડુતોનુ દુભાઁગ્ય છે કે રાજય સરકાર ખેડુતોને બચાવવા માટે કડક કાયદા બનવવા માગતી નથી.
ગુજરાતમા ૨૦-૨૦ વષઁથી બીટી કપાસ બીજનુ અનઅધિકૃત રીતે ઉત્પાદન કરી બીયારણ વેચતી ગુજરાતની ૩૦૦ કરતા વધુ કંપનીઓ ઉપર ભાજપા સરકારની મીઠી નજર બંધ ક્યારે થશે ? તેની સામે બીન જામીન પાત્ર ગુનાની કાયદામા જોગવાય કયારે થશે ?
બીજ બુટલગરો અનઅધિકૃત બીજનો કરોડો રુપિયાનો વેપાર કરીને કડક કાયદાની જોગવાયને અભાવે મામુલી દંડ ભરીને બીજ બીજ બુટલેગરો છટકી જાય છે,  અને કરોડોની નુકશાની ખેડુતો ભોગવી રહ્યા છે એ રાજય સરકાર જાણે છે છતા ખેડુતોને નબળા અને હલકા બીજ ખેડુતોને પકડાવતા બીજ બુટલેગરોથી રક્ષણ કેમ આપી રહી નથી ?
મહારાષ્ટ્ર સરકારે આ દિશામા  પહેલીવાર અનઅધિકૃત બીજનો વેપારી કરતી કંપનીઓથી (બીજ બુટલેગર) રક્ષણ આપવા કડક કાયદામા માત્ર દંડ નહી પરંતુ સજાની જોગવાય કરી રહી છે તે માટે મહારાષ્ટ્ર સરકારનુ આ પગલુ આવકાયઁ છે તે માટે અભિનંદન …
મહારાષ્ટ્ર સરકાર બોગસ બીટી કપાસના નકલી બિયારણો અને ખાતરોના કિસ્સામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કરવાની યોજના બનાવી  છે જે ગુનાને બિનજામીનપાત્ર રહેશે.જે ગુજરાત સરકાર પણ કરી શકે છે.
ગુજરાતની ભાજપા સરકાર પણ બોગસ બીયારણ/ખાતર/જંતુનાથક દવા વેચતા વેપારીઓ વિરુધ્ધ બીનજામીન લાયક કડક કાયદા બનાવે અને તેમા ઓછામા ઓછી ૧૦ વષઁની સજાની જોગવાય કરવામા આવે જેની અમલવારી પણ વહેલી તકે કરવામા આવે તેવી ખેડુતો અને ખેડુત સંગઠનેની વષોઁ જુની માંગને કોંગ્રેસ પક્ષ પણ તે લાગણીને આદર કરે છે. અને માંગ કરે છે.
મનહર પટેલ
00000000000000
અખબારી યાદી
તા. ૨૧-૦૭-૨૦૨૩
·                    ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લાઓમાં અતિ વરસાદને કારણે ખેડૂતો અને પ્રજાને થયેલી મુશ્કેલીઓની જાત માહિતી મેળવવા કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનોની ટીમો અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લેશે.
          સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લાઓ કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે તેવા પ્રભાવિત જીલ્લાઓના લોકો વચ્ચે કોંગ્રેસ પક્ષના આગેવાનો જશે અને લોક પ્રશ્નોને વાચા આપશે તેમજ પક્ષના કાર્યકર્તાઓ તરફથી શક્ય તે મદદ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી થયા મુજબ (૧) ગીરસોમનાથ જીલ્લામાં પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, (૨) જુનાગઢ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અંબરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર અને શ્રી બાબુભાઈ વાજા (૩) પોરબંદર જીલ્લામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલિયા મુલાકાત લેશે. કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત જીલ્લાના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળશે. આ ત્રણેય જીલ્લાના પ્રજાના પ્રશ્નો જેવા કે કેશડોલ્સ, ખેતીની જમીન સહિત ખેડૂતોને થયેલ નુકસાન, વિજળી, પીવાનું શુદ્ધ પાણી, પશુપાલકોને ઉભી થયેલી મુશ્કેલી, રોડ-રસ્તા વગેરે પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવા માટે તેમજ સ્થાનિક કક્ષાએ સરકારી સહાયમાં તંત્રના સંકલનમાં જરૂર પડે ત્યાં કોંગ્રેસનો કાર્યકર મદદરૂપ બને તે માટે કોંગ્રેસ પક્ષના સીનીયર આગેવાનોની ટીમો મુલાકાત લેશે. મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો જીલ્લા કક્ષાએ કલેકટરશ્રી અને જવાબદાર અધિકારીને લોકોની વ્યથા-મુશ્કેલીઓ અંગે અને ત્વરીત પગલા ભરવા રજુઆત કરશે. ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેનો અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજુ કરશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
          અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જનાર આગેવાનોનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શક્ય તમામ મદદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવે તેમજ સરકાર સુધી લોકોની વ્યથા પહોંચે તે માટે લોકપ્રશ્નોને ઉજાગર કરે. મુશ્કેલ સમયમાં કોંગ્રેસ પક્ષનો હાથ જનતાની સાથે છે.
  00000000000000000
  અખબારી યાદી
તા. ૨૧-૭-૨૦૨૩
·                   ગુજરાત ના ચાર મહાનગર માં ત્રણ વર્ષ માં અકસ્માત માં  ૧૮,૨૮૭ મૃત્યુ.
·                   ગુજરાત રાજ્ય માં અકસ્માત માં મૃત્યુ ના આંક માં સુરત શહેર મોખરે છે.
·                   એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરત માં અકસ્માત માં ૬૭૬૦ મૃત્યુ
·                   અમદાવાદ માં અકસ્માત માં ૫૪૯૫ , રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ
·                   ગુજરાત માં નેશનલ હાઇવે પર અકસ્માત માં મૃત્યુ ના મુખ્ય કારણ ઓવર સ્પીડીંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ..
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માત માં નિર્દોષ લોકો ના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્ય ના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષ માં ૧૮,૨૮૭ મૃત્યુ થયા. અકસ્માત માં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્ય માં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદ માં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.
             ગુજરાત રાજ્ય ના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ ૨૦૨૨ માં ઓવર સ્પીડિંગ ના લીધે નેશનલ હાઇવે માં અકસ્માત માં ૧૯૯૧ મૃત્યુ થયા .જ્યારે વર્ષ ૨૦૨૧ માં ઓવર સ્પીડિંગ માં ૧૯૭૧, વર્ષ ૨૦૨૦ માં ૧૭૧૮ અને વર્ષ ૨૦૧૯ માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨ માં રોંગ સાઇડ ડ્રાઇવિંગ ના લીધે અકસ્માત થી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૬૩, વર્ષ ૨૦૨૦ માં ૬૩ અને વર્ષ ૨૦૧૯ માં ૬૨ મૃત્યુ થયા. ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાત ને સ્પીડ મેનેમેન્ટ પ્લાન ની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર  વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.
મહાનગરમાં અકસ્માતમાં થયેલ મૃત્યુ આંક
વર્ષ ૨૦૧૯
વર્ષ ૨૦૨૦
વર્ષ ૨૦૨૧
કુલ
અમદાવાદ
૧૮૩૬
૧૭૬૮
૧૮૯૧
૫૪૯૫
સુરત
૨૩૫૩
૨૧૧૯
૨૨૮૮
૬૭૬૦
રાજકોટ
૧૩૮૦
૧૨૬૨
૧૨૯૨
૩૯૩૪
વડોદરા
૭૯૪
૫૯૭
૭૦૭
૨૦૯૮
ગુજરાત રાજ્યમાં આવેલ નેશનલ હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં મૃત્યુ આંક
વર્ષ ૨૦૧૯
વર્ષ ૨૦૨૦
વર્ષ ૨૦૨૧
વર્ષ ૨૦૨૨
ઓવર સ્પીડીંગ
૧૮૨૪
૧૭૧૮
૧૯૭૧
૧૯૯૧
રોંગ સાઈડ ડ્રાઈવીંગ
૬૨
૬૩
૬૩
૬૨
000000000000000
અખબારી યાદી
તા. ૨૧-૦૭-૨૦૨૩
સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગને ૩૫ કિમી દુર જીયાવ-બુડિયા સ્થળાંતર કરવાના મુદાને લઈને વકીલો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. સામાન્ય નાગરિકો-અસીલો-વકીલોને સમય –શક્તિનો વ્યય થશે. સાથે આર્થિક ખર્ચમાં વધારો થશે ત્યારે કોર્ટ સ્થળાંતર બાબતે તંત્રના તઘલખી નિર્ણય અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન શ્રી યોગેશ રવાણીએ જણાવ્યુ હતુ કે, તમામ સરકારી કચેરીઓ અહી કોર્ટની નજીકમાં જ આવેલી છે ત્યારે કોઈ પણ જુનીયર વકીલો અથવા મહિલા વકીલોને કોર્ટનું સ્થળાંતર મંજુર નથી. જો કોર્ટનું સ્થળાંતર જિયાવ બુઢીયા ખાતે કરવામાં આવશે તો સુરત સહિતના આસપાસના હજારો પરિવારને ઓછા ખર્ચે ન્યાય મેળવવાની જગ્યાએ શહેર થી  35 કિલોમીટર દૂર હાઈવે પર જવું પડશે.
કોર્ટ બિલ્ડિંગ ખસેડવાની વાત છે જે સત્તાધીશો એ આ નિર્ણય જાતે જ કર્યો છે અમારી માંગ છે કે કોર્ટની બાજુમાં જે કૃષિપંચની જગ્યા છે કલેકટર બંગલાની જગ્યા છે અથવા તો અહિયાં એક્સટેન્ડ થાય તથા  તંત્ર પાસે વૈકલ્પિક અનુકૂળ જગ્યા છે સુરતના નાગરિકોના હિતમાં કોર્ટ માટે ફાળવણી માટે તંત્રએ મોટું મન રાખવું જોઈએ. કોંગ્રેસના સમયમાં શહેરની મધ્યમાં ન્યાય મળે તે હેતુથી કોર્ટનું બાંધકામ થયું હતું. જ્યારે નવી કોર્ટ હવે 35 કિલોમીટર દૂર ઔદ્યોગિક વિસ્તારમાં થશે. જિયાવ બુડિયા વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ ઊંચું હોય છે ત્યારે વકીલો, પક્ષકારો અને અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે નહીં. વકીલો અને સામાન્ય નાગરિકો તો કોર્ટમાં કામ કરતા કર્મચારી પાસેથી કોર્ટના સ્થળાંતર માટે અભિપ્રાય લેવો જોઈએ. પરંતુ અહીં તંત્ર દ્વારા કોઈ વકીલ, પક્ષકારો, સાક્ષીઓ કે જાહેર જનતાનો મત લીધો નથી. અને માત્ર સત્તાધીશોએ તઘલખી નિર્ણય લઈને કોર્ટનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે. જો તંત્ર દ્વારા અભિપ્રાય લઈને અનુકૂળ નિર્ણય નહીં લે તો વકીલો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરવામાં આવશે.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં સુરતના વકીલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનરશ્રી બળવંત સુરતી, સુરત શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેનશ્રી અજય ગોંડલીયા, એડવોકેટ જમીર શેખ ઉપસ્થિત રહી સુરત કોર્ટના સ્થળાંતરના લીધે વકીલો-અસીલો-સાક્ષી-કોર્ટ કર્મચારીઓને પડનારી મુશ્કેલી અંગે માહિતી આપી હતી અને વકીલોના હીતમાં લડાઈ લડવાની જાહેરાત કરી હતી.
0000000000000000
અખબારી યાદી
તા ૨૨/૭/૨૦૨૩
•    દેશના નાગરિક, વેપારી કે સરકારને સાયબર હુમલા સામે સુરક્ષિત કરવા માટે મોદી સરકારને ૯ વર્ષનો સમય ઘટ્યો. ?
•    આજે ભારતને સાયબર હુમલા કે તેના ગુનાઓથી સુરક્ષિત કરવા માટે ૬ લાખ સાયબર સિક્યુરીટી એકસપર્ટની જરુર છે, કેન્દ્ર સરકાર પાસે કોઇ આંકડો છે ?
•    ચીન દેશની સીમા તોડીને ઘુસી રહ્યુ છે જ્યારે બીજી બાજુ અન્ય દુશ્મનો દેશની સિસ્ટમ તોડીને ઘુસી રહ્યા છે, આ કારણે મોદી સરકારમા દેશ સીમા પર કે સીમાની અંદર અસુરક્ષિતતાનો અનુભવ કરે છે.
દેશમા દર વર્ષે આશરે રુપિયા ૪૯,૬૦૦ કરોડનો સાયબર ક્રાઇમ બને છે, અને દર સેકન્ડે ૧૮ વ્યક્તિ આ ગુનાનો ભોગ બને છે તેમા ૬૩% મહિલાઓ અને ૭૧% પુરુષો હોય છે.દેશના સીમાડા આપણા જાબાઝ જવાનોને કારણે દેશની સીમા સુરક્ષીત છે, તે માટે દેશના જાબાઝ જવાનોને સો સો સલામ….
બીજી બાજુ દિવસેને દિવસે સાયબર સિક્યુરીટીની અદ્યતન ટેકનોલોજી અને ટેકનોક્રેટના અભાવે દેશના નાગરિક, વેપારી કે સરકાર સુરક્ષિત નથી.
નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર લેફ્ટનન્ટ જનરલ (ડૉ) રાજેશ પંતે સ્વીકારતા જણાવે છે કે ભારતમાં સાયબર ગુનાઓથી 2019માં રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું છે અને સાયબર ધમકીઓ વધતી રહી છે અને સાયબર ગુનાઓનુ પ્રમાણ ખુબ વધી રહ્યુ છે સંસદમા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે (10 ફેબ્રુઆરી ) માહિતી આપી તે મુજબ 2018 મા 2.08 લાખ, 2019 મા 3.94 લાખ,2020 મા 11.58 લાખ, 2021 મા 14.02 લાખ અને 2022 માં 13.91 લાખ સાયબર સુરક્ષાના બનાવો બન્યા છે.
તેનુ સૌથી ઉદાહરણ નવેમ્બર ૨૦૨૨ ના સાયબર એટેકમાં એઈમ્સ દિલ્હીના પાંચ સર્વર પ્રભાવિત થયા હતા અને 1.3TBs ડેટા એનક્રિપ્ટ કરવામાં આવ્યો હતો. દેશની પ્રીમિયર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આ એક મોટા સાયબર હુમલાનો હતો તેનાથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માળખાગત કામગીરીને લકવાગ્રસ્ત કરી દીધી હતી. આખરે, દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) વિંગ દ્વારા ખંડણી અને સાયબર આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ CERT-In, CBI, NIA સહિત અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આવી ગંભીર અને દેશ તોડનારી ઘટનાઓનો અંજામ સહજ રીતે દેશના દુશ્મનો આપી જાય છે, આપણને સૌને યાદ છે કે ૨૦૧૪ મા સ્વયંને ચોકીદાર ઘોષિત કરેલ, આજે ચોકીદાર ચુપ કેમ છે ?  ડબલ એન્જીન ધરાવતા રાજ્ય ગુજરાતમાં 5 વર્ષમાં સાયબર ક્રાઈમના કેસોમાં 235%નો વધારો થયો છે by National Crime Records Bureau (NCRB).આ ડબલ એન્જીન સરકારની ઘોર નિષ્ફળતાની નિશાની છે.
આમ એઇમ્સ ઉપરાંત બેંકો,કોર્પોરેટસ કે રાજકીય પાર્ટીઓને હેકર્સે લક્ષ બનાવી છે, ભાભા એટોમિક, ઇસરો, સીબીઆઇ, ભારતીય રેલ્વે, આરબીઆઇ, એચડીએફસી બેંક, એસબીઆઇ, ટાટા મોટોર્સ સુપ્રિમ કોર્ટ, ઇન્ડીયન આર્મી,સીએનએન, ફેસબુક અને ટ્વીટર, ઇલેકટ્રોનિક્સ કોર્પો ઓફ ઇન્ડિયા લી, ઉપરાંત દેશની ૧૦૦૦ થીવધુ વેબસાઇટ અને ઇમેઇલને પણ હેકર્સે હેક કરેલ છે અને તેની નુકશાનીનો અંદાજ આવી શક્યો નથી.
૨૦૧૩ મા દુનિયા સાથે કદમ મિલાવવા અને વિશ્વના દેશો સામે ટકી રહેવા માટે અનેક મોરચે તત્કાલિન શ્રી મનમોહનસિંહની UPA ની સરકારે દેશના હિતમા લાંબા ગાળાના આયોજનો કરીને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની મહત્વની જવાબદારીના ભાગે દેશની,નાગરિકોની અને વ્યવસાયોની સુરક્ષા માટે સરકારમા કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ ઘડી અને તેમા સમગ્ર દેશમા આવનાર ૫ વર્ષમા ૫ લાખ સાઈબર સિક્યુરીટી એકસપર્ટ તૈયાર કરવાનુ આયોજન કર્યુ હતુ, જેને ૨૦૧૪ મા મોદી સરકારે સંપુર્ણ અવગણીને અને તેના કારણે આજે સમગ્ર દેશનો નાગરિક,વેપારીઓ,સંસ્થાઓ અને ખુદ સરકાર સાયબર ગુનાઓનો વધુને વધુ ભોગ બની રહ્યા છે. કરોડો રુપિયાની આર્થિક નુકશાની દેશ ભોગવી રહ્યો છે.
UPA સરકારની નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ દાખલ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરીક,વ્યવસાય અને સરકારને સાયબર હુમલાઓથી બચાવવાનો રામ બાણ ઇલાજ હતો. તેમા ખાસ કરીને સાયબર માહિતી અને માહિતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવા, સાયબર ખતરાને રોકવા, નબળાઈઓ ઘટાડવા, સાયબર ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા તેમજ વિકાસમા બાધારુપ બાબતોને પહોચીને તમામ મોરચે જનતા કે રાષ્ટ્રને સુરક્ષિત કરવાનો હતો.
તત્કાલિન કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ લીધેના પગલાને મોદી સરકાર આગળ વધારે અને નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ને કાર્યરત કરે તેમજ દેશમા ૮ લાખ કરતા વધુ દેશમા સાયબર સીક્યુરીટી એકસપર્ટ ની જરુરીયાત છે તેને પહોચી વળવા માટે વિશ્વ કક્ષાની સાયબર યુનિ.સ્થાપવામા આવે એવી માંગ કરીએ છીએ.
સમાધાન સુત્રો…
•        આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સિક્યુરીટી એજન્સી કે જે વિશ્વના કોઈપણ ખૂણેથી ગુનેગારને પકડવાની ટેકલોજી ધરાવતી હોય તેની સાથે MOU કરવામા આવે તેની મદદ લેવામા આવે.
•        આંતરરાષ્ટ્રીય કક્ષાની નેશનલ સાયબર સિક્યુરીટી યુનિ. સ્થાપવામા આવે.
•        સાયબર ગુનાઓ અને તેના જોખમો બાબતે શિક્ષણ આપવામા આવે.
•        લોકોમા જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામા આવે.
આવનાર સમય અને પ્રવાહને ધ્યાને લેઈને દેશને ટેકનોલોજીના માધ્યમથી સુસજ્જ અને સુરક્ષિત કરવો એ આપણી જરૂરીયાત નહી પરંતુ અનિવાર્યતા છે.
મનહર પટેલ
0000000000000000
૨૧-૭-૨૦૨૩
·                   છેલ્લા ચાર વર્ષ માં રાજ્ય  માં  ઓવરસ્પીડિંગ અકસ્માત થી ૨૬,૫૫૩ મૃત્યુ
·                   ગુજરાત ના ચાર મહાનગર માં ત્રણ વર્ષ માં અકસ્માત માં  ૧૮,૨૮૭ મૃત્યુ.
·                   ગુજરાત રાજ્ય માં અકસ્માત માં મૃત્યુ ના આંક માં સુરત શહેર મોખરે છે.
·                   એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરત માં અકસ્માત માં ૬૭૬૦ મૃત્યુ
·                   અમદાવાદ માં અકસ્માત માં ૫૪૯૫, રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ
·                   ગુજરાતમાં નેશનલ હાઇવે પર અકસ્માત માં મૃત્યુ ના મુખ્ય કારણ ઓવર સ્પીડીંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ..
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માત માં નિર્દોષ લોકો ના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્ય ના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષ માં ૧૮,૨૮૭ મૃત્યુ થયા. અકસ્માત માં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્ય માં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદ માં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.
             ગુજરાત રાજ્ય ના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ ૨૦૨૨ માં ઓવર સ્પીડિંગ ના લીધે નેશનલ હાઇવે માં અકસ્માત માં ૧૯૯૧ મૃત્યુ થયા .જ્યારે વર્ષ ૨૦૨૧ માં ઓવર સ્પીડિંગ માં ૧૯૭૧, વર્ષ ૨૦૨૦ માં ૧૭૧૮ અને વર્ષ ૨૦૧૯ માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨ માં રોંગ સાઇડ ડ્રાઇવિંગ ના લીધે અકસ્માત થી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૬૩, વર્ષ ૨૦૨૦ માં ૬૩ અને વર્ષ ૨૦૧૯ માં ૬૨ મૃત્યુ થયા. ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાત ને સ્પીડ મેનેમેન્ટ પ્લાન ની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર  વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.
0000000000000
  ૨૨-૦૭-૨૦૨૩
·                   મણીપુરની દર્દનાક ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી એકતા મોરચા સહિત આદિવાસી સંસ્થાઓએ આપેલા બંધના એલાનને કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલ બર્બરતા પૂર્ણ કૃત્ય ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલા લઈ દોષીતોને સજા થાય તથા ૭૮ દિવસ કરતા વધુ દિવસથી ચાલી રહેલી હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે સમગ્ર દેશ ચિંતામાં છે. પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે. તાજેતરમાં જ એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે જેવા કોઈ હિંસક પશુ પણ ન કરે. આ દાનવોને માનવ ગણવા એ પણ માનવતાનું અપમાન છે.
આ નિર્લજ્જ રાક્ષસો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં એનું સરઘસ કાઢી રહ્યા છે અને એ અબળાઓ સાથે જાહેરમાં છેડછાડ પણ કરી રહ્યાં છે. સરઘસ કાઢવાથી શાંતિ ન મળી હોય એમ સરઘસના અંતે આ મહિલાઓ ઉપર સામુહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો અને હવે એ મહિલાઓના નિર્વસ્ત્ર વિડીયો પણ વાઈરલ પણ કરવામાં આવ્યા. સભ્ય સમાજમાં દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે ? આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને આવા દુષ્કર્મ કરનાર દોષીતોને સજા થાય જે એક દાખલો બેસાડવામાં આવે અને મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં ન્યાયતંત્ર માટે ઘણું દુઃખદ અને સરમજનક રીતે નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રીને તથા કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે.
આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદિવાસી સેવાભાવી સંસ્થાઓ દ્વારા મણિપુરમાં ઉભી થયેલ કરુણ પરિસ્થિતિ અને કેન્દ્ર સરકારના મણિપુર બાબતમાં લેવાયેલ વલણના વિરુદ્ધમાં ૨૩ જુલાઈના રોજ બંધનુ એલાન અપાયેલ છે. આદિવાસી સેવાભાવી સંસ્થાઓએ આ બંધને સમર્થન આપવા કોંગ્રેસ પક્ષને વિનંતી કરી હતી. જેથી  કોંગ્રેસ પક્ષ આ બંધને સંપુર્ણ સમર્થન આપશે. મણિપુરમાં ઉભી થયેલ પરિસ્થિતિ માટે ભાજપ સરકાર જવાબદાર છે.
કોંગ્રેસપક્ષના સાંસદશ્રી નારણભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, પૂર્વ સાંસદશ્રી કિશન પટેલ, ડૉ. પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદ ચૌધરી, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી પુનાજી ગામિત, શ્રી વજેસિંહ પણદા, શ્રી સુનિલ ગામિત, શ્રી ગેંદાલભાઈ ડામોર, ડૉ. મિતેશ ગરાસીયા સહિત સ્થાનિક આગેવાનોએ મણીપુરની દર્દનાક ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદીવાસી સંસ્થાઓએ આપેલા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપી સજ્જડ બંધ રાખવા અપીલ કરી હતી.
0000000000000000000
૨૨-૦૭-૨૦૨૩
·                   છેલ્લા આઠ વર્ષમાં ૧૧,૬૧,૯૬૫ જેટલા દેશના નાગરીકોને નાગરિકતા છોડી: નાગરિકતા છોડવાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે
·                   દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, રોજગારીની અપૂરતી તકો, વધતી જતી આર્થીક અસમાનતા, ધંધા રોજગારનું પ્રતિકુળ વાતાવરણ સહીતના કારણોને લીધે આજે દેશમાંથી લોકો વિદેશ તરફ દોડ મૂકી:  દેશમાંથી સતત થઇ રહેલા ‘બ્રેઈન ડ્રેઈન’ આપણા સૌ માટે ચિંતાનો વિષય
·                   છેલ્લા આઠ વર્ષમાં કેટલાય હાઈ નેટ વર્થ ઈન્ડીવિઝ્યુલ (HNWI) એટલે કે કરોડો-અરબોપતિઓ ઉદ્યોગપતિઓ અન્ય દેશમાં પોતાનો ઉદ્યોગ-વ્યાપાર કરવો યોગ્ય સમજી નાગરિકતાને છોડી
ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો, ઉદ્યોગસાહસીકો, ઉદ્યોગપતિઓ, વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં ભારતના નાગરીકો સતત પોતાની નાગરિકતા છોડી વિદેશમાં સ્થાયી થઇ રહ્યા છે ત્યારે દેશમાંથી મોટી સંખ્યામાં થઇ રહેલા ‘બ્રેઈન ડ્રેઈન’ અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં ૧૧,૬૧,૯૬૫ જેટલા દેશના નાગરીકોને નાગરિકતા છોડી અન્ય દેશમાં નાગરિકતા સ્વીકારી લીધી છે. વર્ષ ૨૦૧૫માં ૧૩૧૪૮૯, વર્ષ ૨૦૧૬માં ૧૪૪૬૦૩, વર્ષ ૨૦૧૭માં ૧૩૩૦૪૯, વર્ષ ૨૦૧૮માં ૧૩૪૫૬૧, વર્ષ ૨૦૧૯માં  ૧૪૪૦૧૭, વર્ષ ૨૦૨૦માં ૮૫,૨૫૬, વર્ષ ૨૦૨૧માં ૧૬૩૩૭૦ અને વર્ષ ૨૦૨૨માં ૨૨૫૬૨૦ જેટલા લોકોએ ભારતીય નાગરિકતાને ત્યજી અન્ય ૧૩૫ જેટલા દેશોમાં સ્થાયી થયા છે. દેશની નાગરિકતા છોડવાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. જયારે વર્તમાન વર્ષ ૨૦૨૩ના જુન સુધીમાં ૮૭૦૨૬ જેટલા લોકોએ પોતાની નાગરિકતા છોડી હતી. છેલ્લા આઠ વર્ષમાં કેટલાય હાઈ નેટ વર્થ ઈન્ડીવિઝ્યુલ એટલે કે કરોડો-અરબોપતિઓ ઉદ્યોગપતિઓ અન્ય દેશમાં પોતાનો ઉદ્યોગ-વ્યાપાર કરવો યોગ્ય સમજી નાગરિકતાને છોડી છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, રોજગારીની અપૂરતી તકો, વધતી જતી આર્થીક અસમાનતા, ધંધા રોજગારનું પ્રતિકુળ વાતાવરણ સહીતના કારણોને લીધે આજે દેશમાંથી લોકો વિદેશ તરફ દોડ મૂકી હોય તેમ જણાય છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટેન્ડઅપ ઇન્ડિયા’ ‘વોકલ ફોર લોકલ’ ‘સ્કીલ ઇન્ડિયા’અને ઇન્વેસ્ટ ઈડિયા જેવા નીતનવી યોજનાઓના યોગ્ય અમલીકરણ અને અણઘડ વહીવટને કારણે ધરાતલ પર આ યોજનોઓનો લાભ લોકોને આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.
ગુજરાતમાંથી પણ મોટા પાયે લોકો દેશ છોડી અન્ય દેશમાં જાય છે પરતું થોડા સમયથી ગેરકાયદેસર રીતે પણ  દેશ છોડી અમેરિકા, કેનેડા જવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે જે દર્શાવે છે કે મોઘું શિક્ષણ, ઘટતી જતી રોજગારીની તકો,રોજીંદા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં વધી રહેલો અસહ્ય ભાવ વધારો અને યુવાનોમાં વધતી બેરોજગારી, ભય મુક્ત ભ્રષ્ટાચાર વગેરેથી કંટાળી દેશ અને રાજ્યના નાગરિક અન્ય દેશમાં સ્થાયી થવાનો નિર્ણય લે. દેશ એ રાજ્ય સતત વધી રહેલા ‘બ્રેઈન ડ્રેઈન’ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.
ક્રમ
વર્ષ
નાગરિકતા છોડનારની સંખ્યા
1.
૨૦૧૫
૧,૩૧,૪૮૯
2.
૨૦૧૬
૧,૪૪,૬૦૩
3.
૨૦૧૭
૧,૩૩,૦૪૯
4.
૨૦૧૮
૧,૩૪,૫૬૧
5.
૨૦૧૯
૧,૪૪,૦૧૭
6.
૨૦૨૦
૮૫,૨૫૬
7.
૨૦૨૧
૧,૬૩,૩૭૦
8.
૨૦૨૨
૨,૨૫,૬૨૦
કુલ
૧૧,૬૧,૯૬૫
0000000000000000
૨૫-૦૭-૨૦૨૩
·               શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીની સ્પષ્ટ બેદરકારીથી ૧૨ દર્દીઓને આવેલ અંધાપા છતાં વગ ધરાવતા સંચાલકોને બચાવતી ભાજપ સરકાર.
·               શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છતાં, રાજ્ય સરકારના માત્ર અહેવાલથી નાણાંકીય દંડ સહિત નાના-નાના પગલા ભરીને સંતોષ માની રહી છે.
·               શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારીને લીધે મેડીકલ કોલેજ-હોસ્પીટલનું સંચાલન તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર હસ્તગત કરે
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીને આંખના ઓપરેશન બાદ ૧૨-૧૨ દર્દીઓના અંધાપાની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે આક્રોશને પગલે રાજ્ય સરકારને ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવાની ફરજ પડી. જેનો અહેવાલ આઠ મહિના પછી જાહેર કરવામાં આવ્યો જે પ્રકારની માનવજીંદગી સાથે રમાયેલ રમત પછી પણ, ભાજપ સરકાર વગ ધરાવતા લાભાર્થી કોલેજના સંચાલકને બચાવી રહી હોવાનો પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે અહેવાલ જાહેર થયો છે તેમાં માળખાકીય સુવિધાઓની ખામી, સાધન સામગ્રીની ખામી, સર્જન અને સ્ટાફની ખામી સહીતની તમામ બેદરકારી સ્પષ્ટ જોવા મળી છે. જેના પરિણામે ૧૨ જેટલા માનવ જીંદગીને આંખ ગુમાવવી પડી છે અને અંધાપાનો ભોગ બન્યા છે. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છતાં, રાજ્ય સરકારના માત્ર અહેવાલથી નાણાંકીય દંડ સહિત નાના-નાના પગલા ભરીને સંતોષ માની રહી છે.
ભાજપ સરકાર આવી ગંભીર બેદરકારી દાખવ્યા બાદ મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ? સરકારી નાણાંથી ઉભી થયેલ સીવીલ હોસ્પીટલ વગ ધરાવતા માલેતુજારને સોંપીને શું આવી ગંભીર બેદરકારી દાખવાના લાયસન્સ અપાઈ રહ્યા છે ? વગ ધરાવતા સામે શું માનવ જીંદગીની કોઈ કિંમત જ નહીં ?
બનાવની ગંભીરતા અંગે સંસ્થાની બેદરકારી અને દૃષ્ટી ગુમાવેલ દર્દીઓ પ્રત્યેની ઉદાસીનતાને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવી ગંભીર ઘટના બીજી કોઈ મેડીકલ કોલેજ – હોસ્પીટલમાં ન બને તે માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે મેડીકલ કોલેજ-હોસ્પીટલનું સંચાલન તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર હસ્તગત કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
  000000000000000
  ૨૬-૦૭-૨૦૨૩
·               રાજ્યની GMERS ની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ
સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનુ પૂર્ણ થાય તે માટે GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ MBBSમાં વર્ષ ૨૦૨૩માં કરવામાં આવેલ જંગી ફી વધારાને પરત ખેંચવાની મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા રાજ્ય સભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ, સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટા પાયે ઘટ છે ત્યારે ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારી કોટામાં ૬૭ ટકા અને મેનેજમેન્ટ કોટામાં ૮૮ ટકા અને NRI કોટામાં ૩૦૦૦ ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે. GMERS સોસાયટીની કોલેજોમાં તોતીંગ ફી નો વધારાને લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે.
ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ની રચના ૧૩ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે સમયે ‘રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે’ પરંતુ જે રીતે રાજ્ય સરકારે રાતોરાત GMERS ની મેડીકલ કોલેજોમાં જીંકાયેલો જંગી ફી વધારો જે તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. મેડીકલ અભ્યાસ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયાના ઘણા દિવસો બાદ ફી વધારો જાહેર કરાયો છે. એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮ ટકા સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. રાજ્યની GMERS ની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય – મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઈક અંશે ઓછી થાય.
0000000000000000000
અખબારી યાદી
તા ૨૬/૭/૨૦૨૩
•    દેશની કિસ્મત બદલવાનો એક માત્ર આખરી ઉપાય છે, બંધારણ મજબુત કરવુ, સંવિધાન એ દેશનુ ભવિષ્ય છે..
ચિંતન અને મંથન કરી સ્પષ્ટ બનીએ…
✔      જુમલાથી જનતાનુ ભલુ થવાનુ હો’ત તો અચ્છે દીન આવી જવા જોઇએ.
✔      અંગ્રેજોના શાસનમા દેશ ગુલામ હતો, એમા અને અંગ્રેજોના ચમચાઓના શાસનમા શુ ફરક ? આ અનુભવ ભુલાય તો દેશનુ દુભાઁગ્ય…
✔      અંગ્રેજોની ડીવાઇડ ઇન રુલ એના ચમચાઓની ડાઇવટઁ ઇન રુલ.ની નિતી બન્નેમા જનતા પરેશાન.
✔      ગોડસેને છાતીએ લગાવવો અને ગાંધીને પગ પડવાનુ, શાસકોનો આ વિરોધાભાસ દેશમા શાંતિ, અમન અને ભાઇચારો ન સ્થાપી શકે.
✔      મોદીને ઓળખવા માટે તેના ભાષણો પુરતા છે
નહેરુને ઓળખવા માટે પુસ્તકાલયમા જવુ પડે…
✔      નવી પેઢીઓના ઉજજવળ ભવિષ્યના કામોનો દિવો પ્રગટાવવાને બદલે પેઢીઓના અરમાનો સળગાવવાનુ કામ કરતા શાસનને જનતાએ હંમેશા યાદ રાખે છે.
✔      આજે દેશની પ્રાથમિકતા કઇ છે ? અને દેશ સામે પડકારો કયા ? ૯ વષઁથી ભાન ભુલી દેશ ઉપર તાનાશાહાઓ રાજ  કરે છે. ૭૦૦ સત્યાગ્રહી અન્નદાતાઓ જીવ ગુમાવે છે અને ક્રુર અને નિષ્ઠુર તાનાશાહ કહે છે કે મારા કારણે થોડા મયાઁ છે ? આ સમજ-શબ્દો ભારત સદીઓ સુધી યાદ રહેશે.
✔      ખુરશી હલતી દેખાય એટલે રામ, ગંગા અને ગાયમાતાનુ શરણુ લેનારાઓને દેશ ઓળખી ગયો છે. મને ૨૧ દિવસ આપો હુ કોરોના પ્રકોપ માથી બહાર કાઢી દઇશ, મને ૫૧ દિવસ આપો નોટબંધીની નુકશાનીમાથી દેશને બચાવી લઇશ, મને ૧૦૦ દિવસ આપો હુ મોંઘવારી દુર કરી દઇશ…આ તમામ ઘોર નિષ્ફળતાના અંતે છેલ્લે માથુ ટેકવવુ, હાથ જોડવા અને રડવાનુ….
જે રાજા તેની જનતા સામે સમયની ભીખ માંગે, માથુ ટેકવે, હાથ જોડે, વારંવાર આંસુડા સારે ,સંવિધાન બચાવી ન શકે, મહિલાઓ સુરક્ષિત ન રહે, દેશ ભયના ઓથાર નીચે રહે તો આવા ડરપોક રાજા પાસે પોતાની સુખાકારી કે સુરક્ષાની અપેક્ષા કેટલી રાખી શકાય તે બાબતે વિચારીએ… અને સ્પષ્ટ બનીએ.
મનહર પટેલ
00000000000000
૨૭-૦૭-૨૦૨૩
·               ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.
·               ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવેઃ ડૉ. મનિષ દોશી.
ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં ૧૬૫૭ સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. ૧૬૫૭ માંથી સૌથી વધુ ૧૩૬૩ શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની ૨૯૪ શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યની ૩૩ જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં ૨૧૩, અમદાવાદમાં ૯૮, રાજકોટમાં ૮૩, બનાસકાંઠમાં ૮૧, તાપીમાં ૮૦, મહિસાગરમાં ૭૭ અને દેવભૂમિ દ્વારકામાં ૭૩ શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. આ છે ભાજપ સરકારની શિક્ષણ અંગેની વ્યવસ્થાનો ચિતાર…!
શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયા ફાળવણીના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? કેન્દ્ર સરકારના જવાબમાં શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.
ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ? રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ?
ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતમાં બે હજાર થી વધુ સરકારી સ્કુલોમાં ઈન્ટરનેટની સવલત નથી. આ સંદર્ભેનો વર્ષ ૨૦૨૧-૨૨ નો એક રિપોર્ટ તાજેતરમાં જાહેર થયો હતો. ગુજરાતમાં ૨૦૧૮ સરકારી શાળામાં ઈન્ટરનેટની સુવિધા નથી. જે શાળાઓમાં ઈન્ટરનેટની સવલત ઊભી કરાઈ છે તે પૈકી કેટલી શાળાઓમાં અત્યારે ઈન્ટરનેટની સવલત ઠપ્પ છે તે વિશે રિપોર્ટમાં સ્પષ્ટતા કરાઈ નથી. ગુજરાતમાં વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૨-૨૩ ના અરસામાં ૭૧૯૯ શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, સમગ્ર દેશમાં ૧.૨૦ લાખ થી વધુ સ્કુલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજુરી અપાઈ હતી. હકીકતમાં અનેક શાળાઓમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે.
રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાન મુકી હતી. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવામાં આવે.
000000000000000000
૨૯-૦૭-૨૦૨૩
રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં એન.સી.પી. અને આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાત ના  હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાના યજ્ઞને વેગ મળશે. એન.સી.પી. અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છીએ ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
કોંગ્રેસમાં જોડાયેલા એન.સી.પી. અને આપના ૧૦૦૦ થી વધુ પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની ગુજરાત ની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનાર નો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. ૨૦૧૩-૧૪માં ગેસ નો બાટલો ૪૦૦ માં હતો આજે ૧૧૦૦ ની ઉપર ભાવ છે બ્રિજ નાં ઉદઘાટન પેહલા એ તૂટી જાય છે સેવાની સાધના નાં યજ્ઞ માં મોટી સંખ્યમાં લોકો જોડાયા તમામ નું સ્વાગત કરું છું મજબૂતીથી સેવા કરવાનું બળ મળવાનું છે. ક્યાંક અન્યાય થયો હોય તો તેની સાથે આપણે ધર્મ-જાતિ નહિ જોઈએ અને અંત સુધી લડશું આશા વર્કર, આંગણવાડી બહનો નાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. પહેલા કહ્યું હતું કે એક પત્ર લખજો ભાઈ બેઠો છે પણ આજે કોઈ ભાઈ જવાબ આપતો નથી. મણિપુર માં જે ઘટના બની તેનાથી શરમથી માથું ઝુકી જાય છે લંડન ની સંસદ માં મણિપુર ની ચર્ચા થાય છે પણ અહીં કોંગ્રેસ ને સાંસદ માં બોલવા દેવતા નથી કોંગ્રેસમાં મોટા પાયે એન.સી.પી. અને આપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
મણિપુર અંગે ચર્ચા થાય એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા દુનિયાએ જે ઘટનાની નોંધ લીધી એની ચર્ચા આપણી સંસદમાં થવી જોઈએ  સરકારે કહ્યું ટૂંકી મુદતમાં ચર્ચા થાય, નાની ઘટના હોય ત્યારે ટૂંકી મુદ્તમાં ચર્ચા થાય શું મણિપુરની ઘટના નાની છે? અમે સહમત થઇએ તો મેસેજ જાય કે અમે મણિપુરને સામાન્ય લઈએ છીએ સરકાર કોઈપણ પ્રકારે માનતી ના હતી એટલે મજબૂર કરવા અવિશ્વાસ લાવ્યા અવિશ્વાસ પ્રસ્તાવ પસાર નથી થવાનો પરંતુ ચર્ચા થાય એટલે લાવ્યા છીએ.
આજરોજ એન.સી.પી.ના અમદાવાદ શહેરના પ્રમુખ અને પ્રવક્તાશ્રી આકાશ સરકારની સાથે અમદાવાદ શહેરના ઉપપ્રમુખશ્રી નલિન રાઠોડ, મહામંત્રીશ્રી સમિર પટેલ, મંત્રીશ્રી પરેશ દૂધાત, મહિલા પ્રમુખશ્રઈ કાશ્મીરા પરમાર, મહામંત્રીશ્રી પલ્લવીબેન સોલંકી, સંગઠન મંત્રીશ્રી અભી ગજ્જર, વોર્ડ પ્રમુખશ્રી હારુનભાઈ પઠાણ, વોર્ડ પ્રમુખશ્રી જયેશભાઈ પરમાર, ચેરમેન એસ.સી. સેલશ્રી નટુભાઈ પંડ્યા, માયનોરીટી પ્રમુખશ્રી શેખ મોહમંદ હનીફ સહિત ૧૦૦૦ થી વધુ કાર્યકર્તા ભાઈ-બહેનો કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.
આજરોજ આમ આદમી પાર્ટીના ૧૦૦ થી વધુ હોદ્દેદારો જેમાં વર્ષાબેન, ગૌરીબેન, રાણાભાઈ ભરવાડ, રચનાબેન, સંકુતલાબેન, સરોજબેન, રઘુવીર ભરવાડ, નવગણભાઈ સહિત કાર્યકર્તા ભાઈ-બહેનો કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.
0000000000000000
૩૦-૦૭-૨૦૨૩
·                   એક પછી એક આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો અને વહીવટીતંત્ર ગુન્હાહીત બેદરકારી દાખવી રહી છે. ભ્રષ્ટાચારી તંત્રની લાપરવાહીને લીધે અનેક હોસ્પીટલોમાં ફાયરસેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાવ પૂરતીઃ ફાયરસેફ્ટીની મંજૂરીમાં પણ અનેક છીંડા-ગોઠવણો.
·                   ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવતી ભાજપાના શાસકોની ભ્રષ્ટ નીતિરીતિને કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છેઃ ડૉ. મનિષ દોશી.
એક બાદ એક હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓના વચ્ચે રાજસ્થાન હોસ્પીટલમાં લાગેલ ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પીટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પીટલોમાં દાખલ ૧૦૦ થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી હતી. અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની હોસ્પીટલોમાં આગની દુર્ઘટનાઓ સામે આવી હતી અને તેમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા હોસ્પીટલોમાં ફાયરસેફ્ટી અંગે જે ગુન્હાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે તે ચિંતાનો વિષય છે. આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો બેદરકારી રાખે છે. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલો જાગતી નથી. લોકો સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં આવે છે, ત્યારે સ્વસ્થ થવાના બદલે લોકો આગમાં હોમાઇ જાય તે કેટલે અંશે વ્યાજબી છે ? દુર્ઘટનાઓમાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. સરકારે હોસ્પિટલોને લૂંટનું સાધન બનાવ્યું છે. અગાઉ શ્રેય હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલમાં માનવ જીંદગી હોમાવા છતા સરકાર જાગતી નથી, અમદાવાદની અગાઉની ૯ ઘટના બાદ પણ સરકાર સુધરવાનું નામ નથી લેતી. થોડા મહિના અગાઉ આજ હોસ્પિટલને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. રેસિડન્સમાં ગેરકાયદેસર હોસ્પિટલના સત્તાધીશોને તંત્ર છાવરે છે.
અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનાર વહીવટીતંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય.
000000000000000000000
૩૧/૭/૨૦૨૩
એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ સફળ ઉમેદવારોના
પ્રતિનિધિ મંડળે ગુજરાત કોંગ્રેસને પોતાની ન્યાયીક રજુઆત કરી.
·                    ચૂંટણી પહેલા ઉમેદવારોને બાધા તોડાવી, પારણા કરાવી, સરકાર દ્વારા નોકરીના વચન આપ્યા છતાં પણ તેઓ આજદિન સુધી નોકરીથી વંચિતઃ શ્રી હેમાંગ રાવલ
·                    જો બેરોજગાર ઉમેદવાર ભાઈઓ-બહેનોને ન્યાય નહી મળે તો સરકારને ઈચ્છા મૃત્યુ માટે અરજી કરાશે.: ઉમેદવારોના પ્રતિનિધિ મંડળ
·                    ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં મહિલા કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિઃ શ્રી જેનીબેન ઠુંમર
·                    ચૂંટણી પહેલા કર્યા હતા નોકરીના વાયદા,હવે કરે છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં- LRDનું નામ પડતા જ ગાંધીનગર સચિવાલયમાં તેમનો પ્રવેશ વર્જીત કરવામાં આવે છેઃ શ્રી નિશાંત રાવલ
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ સફળ ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે પોતાની ન્યાયીક રજુઆત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સરકારે બાંહેધરી આપ્યા પછી પણ નોકરી આપી નથી. આ લાયકાત વાળા સમગ્ર ગુજરાતના ઉમેદવાર  બેરોજગાર બહેનો અને ભાઈઓના પ્રતિનિધિ મંડળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી જેનીબેન ઠુમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ અને પ્રવક્તા શ્રી નિશાંત રાવલને રજુઆત કરેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાને ઉદ્દેશીને આવેદનપત્ર તેમના વતી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ અને પ્રવક્તાશ્રી નિશાંત રાવલે આવેદનપત્ર સ્વિકાર્યું હતું.
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની ૬૧૮૯ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી ૩૫૩૪ જગ્યાઓ વધારીએ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટીફિકેશન મુજબ મહિલા ૩૩ ટકા એટલે કે ૧૧૬૩ જગ્યાઓ અને પુરુષો ૬૭ ટકા એટલે કે ૨૩૬૧ જગ્યાઓ કરીને કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરેલ.  ત્યારબાદ માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના વિડીયો કોન્ફરન્સ થી  LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ  લીસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. અને તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશન પણ કરેલ અને કહેલ કે તમને જલદી નોકરી માટે બોલાવી લેવામાં આવશે.જે અંગેની માહિતી લોકરક્ષક ભરતીબોર્ડ ની વેબસાઈટ પર મુકવામાં આવશે.
પરંતુ આ ઉમેદવારોને આજદિન સુધી નોકરી આપેલ નથી.અને ખાનગી રીતે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨  પુરુષ ઉમેદવારને લીધેલ છે. જેથી તેઓને LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટના જુદા-જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા ૫૬ બેહનો અને ૨૩ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે ૫ દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ.  તેમ છતાં આજદિન સુધી તેઓને આજ સુધી કોઈ ન્યાય મળેલ નથી. તેમજ માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી. માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ જાહેરમાં નિવેદન આપેલ છે કે, LRD  વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂક સમયમાં નિમણૂક આપવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવાસ્થા છે. જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને બાધા તોડાવી પારણાં કરાવી અભિંનંદન પણ આપ્યા હતા. આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનશ્રીને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલશ્રીને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષશ્રી મહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકારને માંગણી કરે છે કે, એક તરફ ગુજરાત સરકારમાં પોલીસ બેડામાં પ્રતિ લાખે માત્ર ૧૨૮ પોલીસ કર્મિઓ છે અને હજારોની જગ્યાઓ ખાલી છે, બીજી તરફ આ ભરતી પ્રક્રીયામાં નિમણૂક મેળવવા તમામ ભાઈઓ તથા બહેનોએ ઘરની બધીજ જવાબદારીમાંથી સમય કાઢી ખુબજ મહેનત કરેલ છે. અને ૨૦% વેઇટીંગ લીસ્ટમાં તેમના નામ હોવા છતા તેઓની ન્યાયીક રજુઆત સરકાર સાંભળતી નથી. તો તેમની હકીકતલક્ષી રજુઆત પરત્વે ન્યાય આપી તમામ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર અપાવવા માટે નમ્ર અનુરોધ છે. ઉપરોક્ત માંગણી અંગે ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં ગુજરાત કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિ.
000000000000000
૧-૦૮-૨૦૨૩
જીગ્નેશ મેવાણીઃ આગોતરી જાણ કરવા છતાં એક્સન નહીં લેનારા
અમરેલી એસ.પી.ને સસ્પેન્ડ કરી, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ અમરેલી એસ.પી.ને સસ્પેન્ડ કરવા અને તેમની સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દલિત સમાજ દ્વારા પોલીસને આગોતરી જાણ કરવામાં આવેલ કે અમારી હત્યા થવાની સંભાવના છે છતાં પણ પોલીસ દ્વારા અગમચેતી રૂપે સુરક્ષા આપવામાં આવતી નથી અને આવી લગભગ આઠ થી દસ જેટલી ઘટનાઓ બની છે કે જેમાં આગોતરા જાણ કર્યા પછી પણ પોલીસ સુરક્ષા ના મળી એટલે જાણ કરનારની હત્યા થઈ છે. ઉદાહરણ તરીકે છેલ્લે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના બગોયા ગામના અરવિંદ પરમારના વ્યક્તિએ અમરેલીના એસ.પી.ને ફોન કરીને જાણ કરી હતી કે મારી હત્યા થવાની સંભાવના છે. મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે પણ એસ.પી. દ્વારા અરવિંદ પરમારને ૧૦૦ નંબર ડાયલ કરવાની, નજીકના પોલીસ સ્ટેશનમાં જવાની વાત કરવામાં આવી પણ એસ.પી.એ સામે ચાલીને કોઈ સુરક્ષા આપવામાં પગલા લીધા ન હતા અને થોડા જ સમયમાં અરવિંદ પરમારની લાસ મળે છે. લાસ મળેને તેનું પોસ્ટ મોર્ટમ કર્યા વગર તેમની અંતિમવિધી કરવામાં આવે છે. મૃત્યુનું કારણ કોઈ પણ હોઈ શકે છે. પણ પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ કર્યા વગર આવા પ્રકારના કેસમાં અંતિમવિધી કરવા દેવામાં આવી એમાં અમરેલી એસ.પી.નો સંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવે છે અને આ પહેલા પણ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર દ્વારા સ્થાનિક પોલીસને જીલ્લાના એસ.પી.ને, ડી.આઈ.જી.ને રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીને આગોતરા જાણ કર્યા પછી પણ તેમની હત્યા થાય છે. આની પહેલા આજ પ્રકારે ધંધુકામાં પ્રવિણાબેન દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવે છે છતાં તેમણી પણ હત્યા કરવામાં આવે છે. ભાવનગરમાં અમરાભાઈ બોરીચા પણ પોલીસને અગાઉથી જાણ કરે છે કે તેમની જાનને જોખમ છે પોલીસ પ્રોટેક્શન મળતુ નથી અને તેમની હત્યા થાય છે. બોટાદના ઝાડીલા ગામે મંજીભાઈ સોલંકી સાથે પણ આ પ્રકારની ઘટના થાય છે.
ગુજરાતમાં એવુ લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત પોલીસને એવો નિર્દેષ આપેલો છે કે ગુજરાતના દલિતોની હત્યા થતી હોય તો થવા દેવાની. તેઓ અગાઉથી પોલીસને જાણ કરે કે તેમની સાથે કાંઈ ખોટુ થવાની સંભાવના છે તો અગમચેતીના કોઈ પગલા નહીં ભરવા. પંદર દિવસ પહેલા અમદાવાદના નરોડા ખાતેથી અનિતાબેન વાઘેલા નામના દલિત સમાજની દિકરીની લાસ શંકાસ્પદ હાલતમાં મળે છે. હજુ સુધી અમદાવાદ જેવા શહેરમાં પણ પોલીસ દિકરીના હત્યારાઓને પકડી શકી નથી. તે પોલીસની અને ગુજરાત સરકારની દલિતો પ્રત્યેની હિન્ન ભાવના દર્શાવે છે. બગોયા ગામની ઘટનામાં આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવે અને અમદાવાદની નરોડાની ઘટનાની તપાસ સુજાતા મજુમદારને સોંપવામાં આવે તેવી અમે માંગણી કરીએ છીએ.
અમદાવાદ જીલ્લાના મોડાસર ગામે વિક્રમ પરમાર દ્વારા પોતાની જાનને જોખમ હોવાની વાત અમદાવાદ એસ.પી.ને કરવામાં આવેલ છે. પહેલા તેમને પ્રોટેક્શન મળ્યું હતું અને પ્રોટેક્શન હટ્યા પછી તેમની ઉપર હુમલો થયો છે. વિક્રમભાઈને પણ જલ્દીથી સુરક્ષા આપવામાં આવે જેથી કરીને એક હત્યાને અટકાવી શકાય.
આજની પત્રકાર વાર્તામાં ગુજરાત કોંગ્રેસ એસ.સી. વિભાગના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
(હિરેન બેંકર)
0000000000000000
૨-૦૮-૨૦૨૩
·        છેલ્લા ૩ વર્ષમાં ૧૩.૧૩ લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ, ડબલ એન્જીનમાં ટ્રબલ આવી રહી છેઃ દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષયઃ શ્રી જેનીબેન ઠુંમર
·        મહિલા ગુમ થયાના આંકડાઓનાં વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છેઃ સંસદમાં આપેલ મહિલા ગુમ(missing) નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાખીઃ શ્રી હિરેન બેંકર
·        ગુજરાત રાજ્યમાં દૈનિક ૪ અઠાર વર્ષથી નીચેની દિકરીઓ ગુમ થાય છે, પાંચ મહિલાઓ ઉપર દુષ્કર્મ થાય છેઃ પાર્થિવરાજસિંહ કઠવાડીયા.
·        લોકસભામાં અપાયેલ દુષ્કર્મના આંકડા અને વિધાનસભામાં અપાયેલ દુષ્કર્મના આંકડામાં વિસંગતતા, લોકસભામાં આંકડા ઓછા દર્શાવવામાં આવ્યાં, સાચુ કોણ વિધાનસભા કે લોકસભા ? પાર્થિવરાજસિંહ કઠવાડીયા.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સ્થિતી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ સંયુક્ત પત્રકાર પરિષદને દ્વારા મહિલા સુરક્ષાની વાસ્તવિક સ્થિતી રજુ કરી હતી.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો બેટી પઠાવો’, સશક્તિકરણ, મહિલા સુરક્ષાની પોકળ રાજ્યનું તંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલ આંકડાઓ અનુસાર છેલ્લા ૩ વર્ષમાં ૧૩.૧૩ લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ, ડબલ એન્જીનમાં ટ્રબલ આવી રહી છે. દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. દિકરી ગુમ થયાના માત્ર વિચારથી જ કંપારી છુટી જાય, પ્રવાસમાં જાય તો પણ મા-બાપને ચિંતા થતી હોય ત્યારે મોટી સંખ્યામાં દિકરીઓ ગુમ થાય ત્યારે તેવા પરિવારોની શું હાલત થતી હશે ? ગુજરાત રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની ૪૧,૭૯૮ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ અને મહિલા ઉપર થતા દુષ્કર્મના વિરોધમાં મહિલા કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉગ્રવિરોધ પ્રદર્શન કરશે.
મહિલા અને છોકરીઓ ગુમ થયાના આંકડાઓમાં વિસંગતતા અને આંકડાઓ છુપાવવાની ભાજપ સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે કોરોના વેકસીનનાં આંકડા, કોરોના મોતના આંકડા સહિતના મહિલા ગુમ થયાના આંકડાઓનાં વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાં ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયાની વિગત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા હતા જે બાદ ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વીટર પર ૯૪.૯૦ ટકા મહિલાઓ પરત આવી અને માત્ર ૨૧૨૪ જેટલી મહિલાઓ જ ગુમ થઇ છે તેમ રજૂ કરવામાં આવ્યું હતું.  પરંતુ ગૃહમંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ ૨૦૨૦માં ૪૯૮૪ જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ-માહિતી મળી નથી. ભાજપ સરકાર આંકડા કેમ છુપાવી રહી છે ? સંસદમાં આપેલ મહિલા ગુમ(missing) નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે.
ગુજરાત કોંગ્રેસ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા  એ જણાવ્યું હતું કે સરકાર ના બેટી બચાવો ના દાવા પોકળ છે તે સરકાર ના આંકડા થી સાબિત થાય છે. ગુજરાત માં પ્રતિ દિવસ ૪ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિ દિન ૫ બળાત્કાર થાય છે. લોકસભાના જવાબ મુજબ ગુજરાત માં ૫ વર્ષ માં ૭૪૩૦ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ. વર્ષ ૨૦૨૧ માં ૧૪૭૪, વર્ષ ૨૦૨૦ માં ૧૩૪૫, વર્ષ ૨૦૧૯ માં ૧૪૦૩, વર્ષ ૨૦૧૮ માં ૧૬૮૦ અને વર્ષ ૨૦૧૭ માં ૧૫૨૮ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ. ગુજરાત વિધાનસભા માં ૧૦/૩/૨૦૨૨ ના આંકડા મુજબ ગુજરાત માં બે વર્ષ માં ૩૭૯૬ બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભા મુજબ પાંચ વર્ષ માં ૨૬૩૩ બળાત્કાર નો આંક આપવા માં આવ્યો છે. વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ૭૨૯ દુષ્કર્મની ઘટના અને ૧૬ જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના, સુરત શહેરમાં ૫૦૮ દુષ્કર્મ અને ૫ સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં ૧૮૩ દુષ્કર્મ અને ૪ સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં ૧૪૫ દુષ્કર્મ અને ૭ સલામુહિક બળાત્કારના કિસ્સા, લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાત માં બનતી દુષ્કર્મ ની ઘટનાઓ નો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્ર ના મંદિર માં જુઠું બોલતા ભાજપ ના મંત્રીઓ લોકતંત્ર ને શરમાવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે.
વર્ષ
૧૮ વર્ષથી ગુમ થતી બાળકીઓનો આંક
૨૦૨૧
૧૪૭૪
૨૦૨૦
૧૩૪૫
૨૦૧૯
૧૪૦૩
૨૦૧૮
૧૬૮૦
૨૦૧૮
૧૫૨૮
કુલ
૭૪૩૦
વિધાનસભામાં આપેલ બે વર્ષના દુષ્કર્મના આંકડા
લોકસભામાં આપેલ પાંચ વર્ષના દુષ્કર્મના આંકડા
૩૭૯૬
૨૬૩૩
સાચુ કોણ ?
સાચુ કોણ ?
000000000000000
૦૩.૦૮.૨૦૨૩
ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૭૧૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું:  આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત: હિરેન બેન્કર
ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ છે: આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા
દેશમાં માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૧૩,૬૫,૦૯૬ જેટલી મહિલાઓએ ગર્ભપાત(Abortion) કરાવ્યું
            પ્રગતિશીલ વિચાર અને માનવીય અભિગમ ધરાવતા ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત(Abortion)નાં કિસ્સાઓ જયારે બીજી બાજુ ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોકાવનારા હશે? તે અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરે જણાવ્યું હતું કે સ્ત્રીઓનાં જીવનમાં સગર્ભાવસ્થા એ ખૂબ ખાસ અને કુદરતનાં આશીર્વાદ સમાન સ્થિતિ હોય છે. ગર્ભવતી મહિલા જીવનમાં અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ ગર્ભપાત(Abortion) વિશે વિચારે છે. ગર્ભપાત કરવા ‘મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ’ છે જેમાં ચોક્કસ કારણોસર ગર્ભપાત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યસભામાં દ્વારા આપવામાં આવેલ ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૧૩,૬૫,૦૯૬ જેટલી મહિલાઓનું ગર્ભપાત(Abortion) થયું છે. જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં જ ૩૦૧૮૭ મહિલાઓની ગર્ભપાત કરવામાં આવ્યું છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે. આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૮૨૦૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૨૩૯૧, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૧૮૮૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮૬૬૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૦૧૮૭ જેટલી મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યો છે.
            આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભ્રુણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુન્હો છે. ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ છે. નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૧૧ કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં ૮૦૫૧.૬૩ કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે. શું માત્ર જાહેરાતોમાં જ માતૃ વંદના, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશું? સામાજિક જાગૃતિ અને સલામત માતૃત્વ માટે રાજ્ય સરકાર માત્ર પરિપત્રો કરીને વાહવાહી લુંટશે કે કોઈ નક્કર કામગીરી કરાશે તે યક્ષ પ્રશ્ન છે.
            ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત (Abortion) અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાત(Abortion)ના કિસ્સા અટકાવા માટે જનજાગૃતિ – સામાજિક જાગૃતિ માટે અસરકાર જાગૃતિ કાર્યકમ દ્વારા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ
વર્ષ
ગુજરાતમાં ગર્ભપાતની સંખ્યા
૨૦૧૬-૧૭
૨૮૨૦૪
૨૦૧૭-૧૮
૪૨૩૯૧
૨૦૧૮-૧૯
૪૧૮૮૩
૨૦૧૯-૨૦
૨૮૬૬૦
૨૦૨૧-૨૨
૩૦૧૮૭
કુલ
૧૭૧૩૨૫
00000000000000
૦૬-૦૮-૨૦૨૩
• ડમી અને ડુપ્લીકેટનાં ધમધમતા વેપલા અંગે ભાજપ સરકારનું ભેદી મૌન
• ગામથી લઈ ગાંધીનગર અને શહેર થી લઈ સચિવાલય સુધી આ ભ્રષ્ટાચાર ના ખેલમાં ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યાં છે.
ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતા જનક રીતે ડમી સ્કૂલોનો વેપાર ચાલી રહ્યો છે. રાજ્યમાં ડમી ડોક્ટરો અને ડમી શિક્ષકોની પણ વ્યાપક ફરિયાદો સામે આવી છતાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. CCC+ ના ડુપ્લીકેટ સર્ટીફીકેટ, SI ના ડુપ્લીકેટ સર્ટીફીકેટ, ગુણસુધારણા કોભંડો, ડમી કાંડ અને શાળા, કોલેજ, યુનીવર્સીટી અને સરકારી ભરતીમાં પેપર લીક દ્વારા કોરોડો રૂપિયાનો વેપાર એ ભાજપ સરકારની ઓળખ બની છે. રાજ્યમાં રોજ નીતનવા કૌભાંડોની હારમાળા વચ્ચે લાંબા સમયથી વિવિધ ક્ષેત્રમાં ચાલતા ડમી અને ડુપ્લીકેટના ધમધમતા વેપલા અંગે ભાજપ સરકારના ભેદી મૌનની સીલસીલાબંધ હકીકતો સાથે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં કૌભાંડોની હારમાળામાં એક જ પ્રકારે દેખાય છે અને તે છે ડમી અને ડુપ્લીકેટની બોલબાલા…! રાજ્યમાં શૈક્ષણીક પ્રવેશ માટે જાતિ પ્રમાણપત્રો, માર્કશીટો, પદવી પ્રમાણપત્રોનો ગેરકાયદેસર મોટા પાયે વેપલો ચાલી રહ્યો છે છતાં રાજ્ય સરકાર અનેક જિલ્લામાંથી ફરિયાદો છતા નક્કર કામગીરી કરવાને બદલે ઢાંકપિછોડો કરી રહી છે. સરકારી ભરતીમાં મોટા પાયે ડમીકાંડ એ ભાજપ સરકારની આગવી સિધ્ધી છે. મોટાપાયે ડમી રેકેટથી લાયકાત ધરાવતા હજારો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. રાજ્યમાં જેને કાયદો-વ્યવસ્થા-સુરક્ષાની જવાબદારી સ્વીકારવાની છે તે પોલીસ તંત્રમાં ડમી પી.એસ.આઈ. ડમી પોલીસના કિસ્સા સામે આવ્યા પછી માત્ર તપાસના નામે સમગ્ર બાબત પર ઢાંકપીછોડો કરવામાં સરકાર માહિર છે.
ગુજરાતમા મિ. નટવરલાલ, નકલી અધિકારીઓ બેરોકટોક કરોડો રૂપિયાના હેરફેર કરે છતાં તંત્ર સબ સલામતના દાવા કરે છે આ ડમી – ડુપ્લીકેટોના ખેલ એક સંયોગ છે કે પ્રયોગ ? પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી Z+ સિક્યુરીટી, બુલેટપ્રુફ વાહનોથી પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી જનાર કિરણ પટેલને કોના આર્શિવાદ હતા ? પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના ટેકનો સર્વેલન્સના અધિકારી તરીકે ઓળખ આપી મોટા પાયે કોન્ટ્રાક્ટ અપાવી મોટી રકમની હેરફેર કરનારને કોના આર્શિવાદ હતા ? પ્રધાનમંત્રી કાર્યાલયના સ્ટ્રેટેજી ડાયરેક્ટર તરીકે ઓળખ આપીને ખેલ રચનારને કોના આર્શિવાદ હતા ? ભારત સરકારના નિતિ આયોગના અધિકારી તરીકે ઓળખ આપી બેંકો સાથે ૫૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર સંદીપ શેરપુરીયાને કોના આર્શિવાદ હતા ? ઈન્કમટેક્ષના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપીંડી કરનાર પ્રિતેશ મિરજાને કોના આર્શિવાદ હતા ? સીબીઆઈના સોશ્યલ ઓફીસર તરીકે ઓળખ આપનાર રાજેશ મિશ્રાને કોના આર્શિવાદ હતા ? એન.આઈ.એ ના અધિકારી તરીકે ઓળખ આપનાર ગુંજન કાંતિયાને કોના આર્શિવાદ હતા ?
ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિ અને પોપાબાઈના રાજની જેમ નકલી / ડુપ્લીકેટોના બેરોકટોક વેપલા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્રો, રાજ્યના નકલી અને ડુપ્લીકેટ બેંક એકાઉન્ટ, આધારકાર્ડ, રેશનકાર્ડ, મરણના પ્રમાણપત્રો, નકલી દસ્તાવેજો, નકલી ચલણી નોટો, નકલી સ્ટેમ્પ પેપરો, નકલી બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ડુપ્લીકેટ ઈન્જેકશન, ડુપ્લીકેટ ઘી, તેલ, મસાલા, ખાદ્ય પદાર્થો સહિત અનેક રીતે કરોડો રૂપિયાનો ખેલ બેરોકટોક ચાલી રહ્યો છે. સમગ્ર વ્યવસ્થામાં ગામથી લઈ ગાંધીનગર અને શહેર થી લઈ સચિવાલય સુધી આ ભ્રષ્ટાચાર ના ખેલમાં ગુજરાતના હજારો નાગરિકો ભોગ બની રહ્યાં છે. છતાં ભાજપ સરકાર ભેદી મૌન ધારણ કરી રહી છે
00000000000000000
૭/૮/૨૦૨૩
·                   ડ્રગ્સ લેન્ડીંગ હબ માંથી ડ્રગ્સ પ્રોસેસિંગ, કન્ઝમશન અને એક્સપોર્ટ હબ બનતું ગુજરાત : શ્રી અમિત ચાવડા
·                   ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે : શ્રી અમિત ચાવડા
·                   ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં ઉડતું ગુજરાત અને બરબાદ થતું યુવાધન : શ્રી અમિત ચાવડા
·                   પ્રજા વતી કોંગ્રેસ પ્રશ્ન કરે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વિસ્તારમાં પકડાયેલ ૧૦,૦૦૦ કરોડના ડ્રગ્સ બાબતે મુખ્યમંત્રીશ્રી નિવેદન અને ખુલાસો કરે જેથી કરીને ગુજરાતની પ્રજા એ જાણી શકે કે અમારી આવનારી પેઢીઓ માટે સરકાર કેટલી ચિંતીત છે.
·                   ભાજપ સરકારની રહેમ નજર હેઠળ ફાર્માંસ્યુટીકલ કંપનીઓની આડમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારને રોકવામાં આવે : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા સરકારને પ્રેસ કોન્ફરન્સ કરીને વિનંતી પણ કરી હતી કે ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ ચાલીસ હજાર કરોડ કરતા વધારે ડ્રગ્સ પકડાયું, ગુજરાતમાં અત્યાર સુધી વિદેશથી ડ્રગ્સનું લેન્ડીંગ હબ બન્યું હતું તેનાથી આગળ વધીને પ્રોસેસીંગ હબ અને સાથે સાથે જે હકિકત અને આંકડા આવી રહ્યાં છે ગુજરાત ડ્રગ્સના એક્સપોર્ટ માટેનું પણ હબ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અમિત શાહના મતવિસ્તારમાં સાણંદ ખાતે ડ્રગ્સ પકડાયેલ હતું નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તા. ૨૪-૨૫-૨૬ જુન અને ૧લી જુલાઈએ આ અંગેની ન્યાયીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કોર્ટમાં ધરપકડ કરાયેલ ડારયેક્ટરની પુછપરછ માટે રીમાન્ડની માંગણી કરવામાં આવે છે. વર્ષોથી આ ડ્રગ્સનો વેપાર ચાલતો હતો અને એને ક્યાં મોકલવામાં આવતું હતું તેની વિગતો જાણવા માટે રીમાન્ડ માંગવામાં આવે છે અને ત્યાર પછી આ ચિંતા જનક વિષય પર કોર્ટ રીમાન્ડ મંજુર કરે છે. કોર્ટ સમક્ષ આરોપીના વકિલ દ્વારા આરોપીની જામીન માટે માંગણી કરવામાં આવે છે, નામદાર કોર્ટ જામીન પણ નામંજુર કરે છે. આ ઘટના કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વિસ્તારમાં બનેલી હતી, મુખ્યમંત્રીશ્રીના નજીકના વિસ્તારમાં બનેલી હતી. નાની નાની વાતે ૫૦ ગ્રામ ડ્રગ્સ પકડાયું હોય તો પણ ગૃહ રાજ્યમંત્રી આવીને પ્રેસકોન્ફરન્સ કરીને વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે આ સમગ્ર ઘટના ક્રમમાં ૧૦ હજાર કરોડ કરતા વધારેના આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતા ડ્રગ્સ પકડાવા છતાં આરોપીઓ પકડાય છે, કોર્ટ એને જેલમાં નાખે છે, જામીન આપતી નથી, તેમ છતાં ગુજરાત સરકાર ચુપ છે, ગૃહ રાજ્યમંત્રી ચુપ છે, રાજ્યના પોલીસ વડા ચુપ છે, આખી કહેવાતી સંદેવનશીલ સરકાર ચુપ છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે ફાર્માસ્યુકીટલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું રેકેટ અને કારટેલ ચાલી રહ્યું છે અને તેના મોટા માથાઓ ભાજપના મોટા માથાઓ સાથે સંપર્કમાં છે ? શું સરકારમાં બેઠેલા લોકો પ્રભાવીત છે અથવા દબાયેલ છે ? અથવા ક્યાંકને ક્યાંક તેમની ભાગીદારી હશે એટલે કદાચ તેઓ ચુપ છે ? ૫૦૦ કિલો ડ્રગ્સ પકડાય અને તેના પુરાવા હોય તેમ છતાં સરકાર ચુપ હોય ત્યારે અમે સરકારને પુછવા માંગીએ છીએ, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પુછવા માંગીએ છીએ, રાજ્યના ગૃહમંત્રીશ્રીને પુછવા માંગીએ છીએ, રાજ્યના પોલીસ વડાને પુછવા માંગીએ છીએ કે, ખરેખર આ એન.સી.બી.એ ૫૦૦ કિલો ડ્રગ્સ એ શું હતું ? શું કાર્યવાહી થઈ ? રાજ્ય સરકારનો શું રોલ હતો ? કેન્દ્રની એજન્સીઓનો શું રોલ હતો ? અને આ બધાને છુપાવવા માટેના શું કારણો છે ? કોની મીલી ભગત છે ? કોનુ દબાણ છે ? દિલ્હીમાં બેઠેલા લોકોનો કોઈ આદેશ છે ? ચુપ રહેવાનું શું કારણ છે તે પ્રજા વતી અમે પુછવા માંગીએ છીએ. સરકાર આ બાબતે નિવેદન અને ખુલાસો કરો. જેથી કરીને ગુજરાતની પ્રજા એ જાણી શકે કે અમારી આવનારી પેઢીઓ માટે સરકાર કેટલી ચિંતીત છે.
ડ્રગ્સ અને દારૂ ગુજરાત માટે, આપણી યુવા પેઢી માટે ખુબ ચિંતાનો વિષય છે. આજે જે રીતે ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઈ રહી એની પાછળ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કારણભૂત છે. પાછલા ત્રણ દાયકામાં પોલીસ પ્રશાસન અને સરકારની મિલીભગતના કારણે દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે પણ થોડા વર્ષોથી ગુજરાત ડ્રગ્સનું પ્રોસેસિંગ, કન્ઝમશન અને એક્સપોર્ટ હબ બન્યું છે. દારૂના દુષણથી પણ વધુ ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં વધ્યું છે. થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા જે હિટ એન્ડ રન પ્રકારનો એકસીડન્ટ કરીને નવ લોકોને કચડીને મારી નાખવાનો કિસ્સો સામે આવ્યો તેની પાછળ પણ ડ્રગ્સ જેવા દુષણો જવાબદાર હોઈ શકે છે જે આજની ટીનેજર પેઢીને બરબાદ કરી રહ્યું છે.
ગુજરાતમાં જયારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે સરકાર તેની વાહવાહી લુંટે છે પરંતુ તેમાં આજસુધી મંગાવનારા અને મોકલનારા કોઈ મોટા માથા પકડાયા હોય તેવું ક્યાય રેકોર્ડમાં નથી. હાલમાં જ સમાચાર પત્રોમાં છપાયેલ ખબર ઉપર સરકાર પણ હજુ સુધી ચુપ છે તેમાં જોવા મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતવિસ્તાર સાણંદ તાલુકામાં કેરાલા જી.આઈ.ડી.સી. માં એક ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં એન.સી.બી.એ પાડેલા દરોડામાં ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં પ્રોસેસમાં લેવાતું ડ્રગ્સ પકડાયું છે જેમાં આફ્રિકામાં એક્સપોર્ટ કરવા માટેનું ૫૦૦ કિલો પ્રતિબંધિત ડ્રગ્સ ૪૦૦ જેટલા ડ્રમમાં એન.સી.બી.ને જોવા મળ્યું. આ પ્રતિબંધિત ડ્રગ્સની કીમત આશરે ૧ કિલોની ૧ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે અને વિદેશમાં તેની ૨૦ ગણી કીમત આંકવામાં આવે છે તેવી માહિતી સમાચાર માધ્યમોથી પ્રાપ્ત થઇ રહી છે. આ પ્રમાણે જોઈએ તો સીઝ કરેલા ૫૦૦ કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કીમત આશરે ૧૦,૦૦૦ કરોડ થાય છે.
આટલી મોટી કિમતનું ડ્રગ્સ પકડાવાની માહિતી સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતી હોય તેમ છતાં તેની કોઈ ચર્ચા અને ઊંડી તપાસ સરકાર તરફથી ના થાય તે આપણા સૌ માટે ચિંતાજનક બાબત છે. સાથેસાથે આ શંકાનો પણ વિષય છે કે શું આમાં કોઈ મોટા માથા સંડોવાયેલા છે? આમાં કોની મિલીભગત છે? શું ગૃહમંત્રીનો મતવિસ્તાર હોવાથી ઉપરથી કોઈ દબાણ લાવવામાં આવ્યું છે? આ કેસમાં સામેલ અધિકારીઓની પણ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે તેવી માહિતી પણ સમાચાર માધ્યમોથી મળે છે. શું આમાં કોઈ મોટો તોડ થયાની શક્યતાઓ છે?
છેલ્લા ૭ વર્ષમાં આખા ગુજરાતમાંથી લગભગ ૪૦,૦૦૦ કરોડ કરતા વધુની કિમતનું ડ્રગ્સ પકડાયાની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે અને આજે જયારે સાણંદની કેરાલા જી.આઈ.ડી.સી.માંથી આટલી મોટી કિમતનું ડ્રગ્સ પકડાય તે છતાં સરકાર, પોલીસ, પ્રશાસન બધા ચુપ હોય તે ખુબ ચિંતાજનક બાબત છે. આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સની ખુબ મોટી કાર્ટેલ ચાલતી હોય, ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબની સાથેસાથે પ્રોસેસિંગ હબ બની રહ્યું હોય ત્યારે ફાર્માંસ્યુંટીકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું આખું નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હાલમાં જ સાવલી ખાતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું, તે પહેલા વાપી ખાતે પણ કરોડોની કિમતનું ડ્રગ્સ પકડાયું તે જોતા એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત હવે ડ્રગ્સનું લેન્ડીંગ, પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ હબ બની રહ્યું છે.
આ સંદર્ભે પાર્લામેન્ટમાં સરકાર દ્વારા અપાયેલ જવાબમાં રજુ કરવામાં આવ્યું કે ૨૦૦૬ થી ૨૦૧૩ અને ૨૦૧૪ થી ૨૦૨૨ દરમિયાન પકડાયેલ ડ્રગ્સના આંકડામાં ખુબ મોટો વધારો થયો છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં જપ્ત કરાયેલ ડ્રગ્સ ૨૨ લાખ ૪૫ હજાર કિલો હતું, જે નરેન્દ્રભાઈના કાર્યકાળમાં ૨૦૧૪ થી ૨૦૨૨ માં ૬૨ લાખ ૬૦,૦૦૦ હજાર કિલો સુધી પહોંચી ગયું જે બતાવે છે કે આમાં ૧૮૦% થી પણ વધુનો વધારો થયો છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં ૧૦ કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું ત્યારે ૨૦૧૪ થી ૨૦૨૨ માં ૧૩૪% ના વધારા સાથે તે આંકડો ૨૪ કરોડ યુનીટે પહોંચી ગયો છે. કિમતમાં જોવા જઈએ તો ૨૦૦૬ થી ૨૦૧૩ માં આ પકડાયેલ ડ્રગ્સની કીમત આશરે ૩૩,૦૦૦ કરોડ જેટલી હતી પણ ૨૦૧૪ થી ૨૦૨૨ માં આ રકમમાં ત્રણ ગણો વધારો થઈને ૯૭,૦૦૦ કરોડે પહોંચી ગઈ છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં ટોટલ કેસીસ ૧,૪૫,૦૬૨ નોંધાયા હતા જયારે તેમાં ૧૮૫% નો વધારો થઈને ૨૦૧૪ થી ૨૦૨૨ માં આ કેસીસની સંખ્યા ૪,૧૪,૬૯૭ સુધી પહોંચી છે. અને તે રીતે ગુનેગારો પણ ખુબ વધી ગયા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું હોમ સ્ટેટ હોવા છતાં ગુજરાતની અને દેશની આ પરિસ્થિતિ અને આ આંકડા ખુબ મોટી ચિંતાનો વિષય છે.
Description
1. Seized Drugs (in Kg)
2. Seized Drugs (in units)
3. Value in INR
4. Total Cases
5. Total Arrests
2006-2013
1. 22 Lakh 45 Thousand Kg
2. 10 Crore units
3. 33 Thousand Crore
4. 1,45,062
5. 1,62,908
2014-2022
1. 62 Lakh 60 Thousand Kg
2. 24 Crore units
3. 97 Thousand Crore
4. 4,14,697
5. 5,23,234
Change %
1. 180% more
2. 134% more
3. 3-times
4. 185%
5. 220%
આ ઉપરાંત ગુજરાતમાં ૨૦૧૬ થી ૨૦૨૩ સુધી જપ્ત કરાયેલ ડ્રગ્સ અને હેરોઈનના આંકડા પણ ખુબ ચોંકાવનારા અને ચિંતાજનક છે.
Ø    ગુજરાતમાંથી સાત વર્ષમાં પકડાયેલ ડ્રગ્સ ૪૦,૦૦૦ કરોડ કરતા વધુ કિંમતનું છે.
Ø    સાવલીની મોક્ક્ષી ગામેથી ૨૦૦ કિલો એમ.ડી. ડ્રગ્સ ૧૦૦૦ કરોડની કીમત જેટલું પકડાયું.
Ø    તા. ૧૪/૦૫/૨૦૨૩ ૧૨,૦૦૦ કરોડની આંતરરાષ્ટ્રીય કિમતનું ૨,૫૦૦ કિલો ડ્રગ્સ ૧૩૫ પેકેટ સાથે જામનગર નેવી ઈન્ટેલીજન્સ અને એન.સી.બી.એ પકડ્યું.
Ø    તા. ૧૩/૦૫/૨૦૨૩ ૨૧૪ કરોડની કિમતનું ૩૦ કિલો ડ્રગ્સ રાજકોટના ખંડેરી સ્ટેડીયમ પાછળથી પકડાયું.
Ø    તા. ૦૪/૦૫/૨૦૨૩ કચ્છમાંથી ૧.૭ કરોડની કિમતનું ૧.૭ કિલો મેથેમ્ફેટામાઈન ડ્રગ્સ પકડાયું. આ ડ્રગ્સ ૧ કિલોમાંથી ૧૫ થી ૨૦ કિલો એમ.ડી. ડ્રગ્સ બને એટલું સ્ટ્રોંગ હોય છે.
Ø    જુલાઈ ૨૦૨૨ મુન્દ્રા પોર્ટ પરથી ૭૫ કિલો હેરોઈન ૩૭૫ કરોડની કિમતનું પકડાયું.
Ø    તા. ૨૯/૦૪/૨૦૨૨ પીપાવાવ પોર્ટ પરથી ૪૫૦ કરોડનું ૩૯૦ કિલો ડ્રગ્સ ઝડપાયું.
Ø    23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
Ø    21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
Ø    3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Ø    12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું.
Ø    15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Ø    10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
Ø    10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
Ø    24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
Ø    12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
Ø    10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
Ø    27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
Ø    24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
Ø    23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
Ø    16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
Ø    ૬ જાન્યુઆરી ૨૦૨૧ જખૌ પાસેથી ૧૭૫ કરોડની કિમતનું ૩૫ કિલો હેરોઈન ઝડપાયું.
Ø    મે ૨૦૧૯ જખૌ દરિયા કિનારેથી ૨૮૦ કિલો ડ્રગ્સ ઝડપાયું.
Ø    માર્ચ ૨૦૧૯ ૫૦૦ કરોડની કિમતનું ૧૦૦ હેરોઈન અને ૨૫ કરોડની કિમતનું એમ.ડી. ડ્રગ્સ પોરબંદર ખાતેથી ઝડપાયું.
Ø    ઓગસ્ટ ૨૦૧૮ સલાયા નજીકથી ૧૫ કરોડની કિમતનું ૮ કિલો હેરોઈન પકડાયું.
Ø    ડીસેમ્બર ૨૦૧૬ મુન્દ્રા અદાણી પોર્ટથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં ૮૦૦ કિલો કોકેઇન પકડાયું જેની કીમત ૧૨૦૦ કરોડ હતી. આ કન્સાઇન્મેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું.
આ અંગે શ્રી અમિતભાઈ ચાવડાએ માંગણી કરતા જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાં ૧૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાય તેવું તમામ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થાય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કેમ ચુપ છે તે જવાબ આપે. સાથેસાથે સ્પષ્ટ કરે કે ત્યાં શું પકડાયું છે, કેવી રીતે પકડાયું છે, કોના દ્વારા પકડાયું છે, કોણ લોકો સામેલ છે, કોણ ગુનેગારો છે અને એમને પકડવામાં આવ્યા છે કે કેમ તે સ્પષ્ટ કરે. સાથે સાથે તેમણે માંગણી કરી કે ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે, આ ક્ષેત્રના નિષ્ણાતોને તેમાં સામેલ કરવામાં આવે અને ડ્રગ્સ કેટલા પ્રમાણમાં, કઈ રીતે, કઈ કાર્ટેલ દ્વારા ગુજરાતમાં આવે છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હાલમાં ફાર્માંસ્યુંટીકલ કંપનીની આડમાં આવા પ્રતિબંધિત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અને એક્ષપોર્ટ કરવામાં આવે છે અને સ્કૂલો, કોલેજો અને યુનીવર્સીટીની આસપાસ મળતા ડ્રગ્સના લીધે આજની યુવા પેઢી બરબાદ થઇ રહી છે તે માટે સરકાર એક ઝુંબેશ ઉપાડે અને આવી ફાર્માંસ્યુંટીકલ કંપનીઓ ઉપર કાયદાકીય પગલા લે અને યુવા પેઢીને બરબાદ થતા અટકાવે. પક્ષા-પક્ષીથી ઉપર થઈને ગુજરાતની આવનારી પેઢીને બચાવવા માટે પગલા ભરવા અમે માંગણી કરીએ છીએ.. અમે સરકારને પુછવા માંગીએ છીએ, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પુછવા માંગીએ છીએ, રાજ્યના ગૃહમંત્રીશ્રીને પુછવા માંગીએ છીએ, રાજ્યના પોલીસ વડાને પુછવા માંગીએ છીએ કે, ખરેખર આ એન.સી.બી.એ ૫૦૦ કિલો ડ્રગ્સ એ શું હતું ? શું કાર્યવાહી થઈ ? રાજ્ય સરકારનો શું રોલ હતો ? કેન્દ્રની એજન્સીઓનો શું રોલ હતો ? અને આ બધાને છુપાવવા માટેના શું કારણો છે ? કોની મીલી ભગત છે ? કોનુ દબાણ છે ? દિલ્હીમાં બેઠેલા લોકોનો કોઈ આદેશ છે ? ચુપ રહેવાનું શું કારણ છે તે પ્રજા વતી અમે પુછવા માંગીએ છીએ. સરકાર આ બાબતે નિવેદન અને ખુલાસો કરો. જેથી કરીને ગુજરાતની પ્રજા એ જાણી શકે કે અમારી આવનારી પેઢીઓ માટે સરકાર કેટલી ચિંતીત છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ  તથા પ્રવક્તા ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.
હેમાંગ રાવલ
કોકન્વીનર – પ્રવક્તા,
9898233038
00000000000000
૦૭.૦૮.૨૦૨૩
·        યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી ગુજરાતની આઠ યુનિવર્સિટીના અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો ભાજપ સરકારનો કારસોઃ શ્રી અમિત ચાવડા
·        યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી ભાજપ સરકાર યુનિવર્સિટીઓ પર સીધુ નિયંત્રણ કરવા ઈચ્છે છેઃ
ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
·        યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ વધશે – શિક્ષણ વધુ મોંઘુ થશે અને શિક્ષણનું વેપારીકરણ વધશેઃ ડૉ.મનિષ દોશી
·        યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં એન.એસ.યુ.આઈ. લડત આપશેઃ શ્રી નરેન્દ્ર સોલંકી.
ગુજરાતની યુનિવર્સિટીઓની સ્વાયત્તા ખતમ કરીને નિયંત્રણ કરવાના હેતુથી લાવવામાં આવેલ કોમન યુનિવર્સિટી બિલ કાયદો બનશે તો શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણને વેગ મળશે તેવી વિગતો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલતી વિવિધ ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓની એકેડેમીક અને નાણાંકીય સ્વાયતતા આ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થવાથી  ખતમ થઈ જશે. યુનિવર્સિટીમાં જાહેર જીવનના પ્રતિનિધિઓ – શિક્ષણવીદો  – વિદ્યાર્થી પ્રતિનિધિઓ – શિક્ષક  – પ્રોફેસરો – આચાર્યોના પ્રતિનિધિઓ, સેનેટ સીન્ડીકેટ સભ્યો ને સ્થાન ન મળતા ગુજરાતની સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ યુનિવર્સિટીઓમાં લોકશાહી ખતમ થઈ જશે. એરપોર્ટ વેચ્યાં, બંદરો વેચ્યાં, પી.એસ.યુ. વેચ્યાં એમ હવે યુનિવર્સિટીઓની કરોડો રૂપિયાની જમીન – મિલકતો પર ભાજપ સરકારનો ડોળો છે. ગુજરાતની આઠ યુનિવર્સિટીના અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો કારસો ભાજપ સરકાર રચી રહી છે. હાલમાં યુનિવર્સિટીઓ – કોલેજોમાં મોટા ભાગે સ્ટાફ ખાલી છે ત્યારે ભરતી પ્રક્રિયાનો કેન્દ્રીય કરણ થશે જેથી ભરતી પ્રક્રિયામાં વધુ વિલંબ અને ભ્રષ્ટાચાર થશે. આ કાયદામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એસ. સી., એસ.ટી., ઓ.બી.સી. કે ઈ.ડબ્લ્યુ.એસ.ને કોઈપણ પ્રતિનિધિત્વ નહી મળે જેથી ગુજરાતના શોષીત, વંચિત સમાજના લોકો – વિદ્યાર્થીઓનો અવાજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સુધી પહોંચશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કોમન યુનિવર્સિટી બીલની વિવિધ જોગવાઈઓમાં શિક્ષણ વ્યવસ્થાને થતા નુકસાન અંગે  રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ કાયદામાં પ્રવેશ પરિક્ષા પરિણામ વિશે કોઈ ઉલ્લેખ નથી. ભાજપ સરકાર માત્રને માત્ર યુનિવર્સિટીઓ પર સીધુ નિયંત્રણ કરવા ઈચ્છે છે. યુનિવર્સિટીઓ પાસે રહેલી શૈક્ષણીક સ્વાયતતા પણ આ કાયદાથી દુર થવા જઈ રહી છે. આ એક્ટમાં યુનિવર્સિટીની પ્રોપર્ટી ભાડે આપી શકાય, વેચાણ કરી શકાય અને ટ્રાન્સફર કરી શકાય તેવા પ્રાવધાન છે. દેશના શૈક્ષણિક ઈતિહાસમાં ક્યારેય ન લેવાયેલ આ નિર્ણય છે. વિશ્વ વિદ્યાલયોની સ્થાવર – જંગમ મિલકત વેચવાનો વિચાર જ શિક્ષણના અધઃપતન માટે પુરતો છે. જે શિક્ષણના ખાનગીકરણની ભાજપ સરકારની દાનત સ્પષ્ટ કરે છે. યુનિવર્સિટીના સર્વોચ્ચ આદેશ એટલે કે કુલપતિના નિયુક્તીમાં રાજ્ય સરકારે પસંદગી સમિતિમાં સરકારના શિક્ષણ વિભાગના સચિવને મુકવાનો નિર્ણય કર્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકારની નિયત માત્ર યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરવાની છે. આ કાયદામાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં લગભગ તમામ સભ્યો કુલપતિ અથવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે તેવી જોગવાઈ છે. તે દર્શાવે છે કે, સત્તા મંડળના સભ્યોમાં સરકાર એવા લોકો ઈચ્છે છે કે જે ચર્ચાથી નિર્ણય ન કરે પણ સરકારના આદેશનું પાલન કરે.
ગાંધી વિચાર પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠ પર જે રીતે કબજો કરીને મનફાવે તેવા નિર્ણય કરવાની જેમ જ કોમન યુનિવર્સિટી બીલ લાવી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ પર કબજો કરવાની ભાજપા સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓનો કેન્દ્રીયકરણ કરી મનફાવે તે રીતે નિર્ણય કરવાની સત્તા ભાજપ સરકાર મેળવવા માંગે છે. વિવિધ યુનિવર્સિટીઓમાં ૫૫ ટકા થી વધુ અધ્યાપકોની, ૪૫ ટકાથી વધુ વહિવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જ્યારે આ એક્ટને કારણે કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ વધશે. આ એક્ટના અમલવારથી શિક્ષણ વધુ મોંઘુ થશે અને શિક્ષણનું વેપારીકરણ વધશે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત વિશ્વ પ્રસિધ્ધ ગાંધી વિચારની ગુજરાત વિદ્યાપીઠ ભાજપ સરકારે કાવાદાવા કરીને બહુમતિના જોરે આંચકી લીધી છે. યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થવાથી રાજ્યની યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ કચેરીના એક્ટેન્શન સેન્ટર બની જશે. જેનાથી ઉચ્ચ શિક્ષણની વધુ અધોગતિ થશે અને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મોંઘા શિક્ષણ મેળવવા ફરજ પડશે.
યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, કોંગ્રેસ પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક અને પૂર્વ સીન્ડીકેટ સભ્યશ્રી અલ્પેશ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
હિરેન બેંકર,
000000000000000000
૧૧.૦૮.૨૦૨૩
·            પંચમહાલ જીલ્લાનાં શહેરા તાલુકાનાં ઉજડા ગામમાં મનરેગાના કામના બીલો બારોબાર ચૂકવાઈ ગયા: હિરેન બેંકર
·            પંચમહાલ જીલ્લાના ગામોમાં તટસ્થ તપાસ થાય તો માત્ર કાગળીયા પર કામ, બનાવટી કામગીરી, ખોટા જોબકાર્ડ, નકલી બીલો સહીતના કૌભાંડનો આંકડો ૨૦૦ કરોડને આંબી જાય તો નવાઈ નહિ.
·            લાખો-કરોડો રૂપિયાના મનરેગાના કામો માત્ર કાગળ ઉપર થઈ રહ્યાં છે: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મનરેગામાં કરોડો રૂપિયાનું સુનિયોજિત કૌભાંડની તટસ્થ તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષની માંગ
            પંચમહાલ જીલ્લાનાં શહેરા તાલુકાનાં ઉજડા ગામમાં મનરેગાના કામના બીલો બારોબાર ચૂકવાઈ ગયાના પુરાવા રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે પંચમહાલના શહેરા તાલુકાના ઉજડા ગામના જુદા જુદા સર્વે નંબર ઉપર કોઈપણ પ્રકારની ચેકવોલ, કુવો કે અન્ય કામગીરી ન હોવા છતાં લાખો રૂપિયાના બીલ ચુકવવામાં આવ્યાં છે. જ્યાં છ મહિના પહેલા જે સ્થળે કાગળ ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે જ સ્થળે ફરીથી કાગળ ઉપર કુવો બનાવવાનું ધુપ્પલ ચાલી રહ્યું છે. પેમેન્ટ શીટમા દર્શાવેલ શ્રમિકોએ કોઈ દિવસ કામ માટે અરજી પણ કરી નથી, મનરેગાની સાઈટ પણ જોઈ નથી મનરેગામા કામ પણ કર્યુ નથી તેવા લોકોના નામે જોબકાર્ડ બની ગયા, ખાતા ખુલી ગયા અને એમના ખાતામા લાખો રૃપિયાના પેમેન્ટ પણ થઇ ગયા અને ઉપડી પણ ગયા. કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની ગેરંટી આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર -‘મનરેગા’નો કાયદો લાવવામાં આવ્યો હતો.પરંતુ પંચમહાલનાં શહેરા તાલુકામાં એક ગામમાં જ ૪૦ લાખથી વધુનું સુનિયોજિત રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આખા જિલ્લામાં કેટલી મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલતું હશે? જે ચિંતાનો વિષય છે એક માત્ર શહેરા તાલુકમાં ૯૧ જેટલા ગામ આવેલ છે. જો એક માત્ર ઉજડા ગામમાં આ પ્રકારના લાખો રૂપિયાનું કૌભાંડ થતું તોય તો પંચમહાલના માત્ર શહેરા તાલુકા વિસ્તારમાં કાગળીયા પર કામ, બનાવટી કામગીરી, ખોટા જોબકાર્ડ, નકલી બીલો સહીતના કૌભાંડનો આંકડો ૨૦૦ કરોડને આંબી જાય તો નવાઈ નઈ. ચેકવોલ, માટી મેટલ અને કુવા જેવા અગત્યના કામોની માત્ર કાગળીયા પર કામગીરી થઈ રહી છે. સર્વે નંબર પર સ્થળ પર કોઈપણ પ્રકારની વાસ્તવિક કામગીરી ન હોવા છતાં લાખો રૂપિયાના બીલો બારોબાર જોબકાર્ડ બનાવી ભાજપના મળતીયાઓ દ્વારા સુનિયોજત રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
          કોંગ્રેસ પક્ષ દ્વારા ‘મનરેગા-રોજગાર ગેરંટી કાયદા’ થકી સ્થાનિક રોજગારી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું જેમાં મનરેગા કાયદામાં ૧૦૦ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા કાયદા હેઠળ સરેરાશ માત્ર ૪૧થી ૪૫ દિવસની રોજગારી આપવામાં આવે છે જે રાષ્ટ્રીય સરેરાશ રોજગારી કરતા પણ ઓછી છે. સમગ્ર દેશભરમાં અને ગુજરાત રાજ્યમા મનરેગા કાયદા હેઠળ ઘણા બધા ગરીબ – શ્રમિક પરિવારો મહેનત કરી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આ ‘સુનિયોજીત કૌભાંડ’ને કારણે ખરેખર જે ગરીબ છે તેમને મળવાપાત્ર કામ મળતું નથી. મળતિયાઓ મલાઈ ખાઈ જાય છે અને ખોટા લોકોના એકાઉન્ટો બનાવીને પૈસા ઉપાડી લેવામા આવે છે. ભ્રષ્ટાચારમાં કેટલા ભૂતિયા, ખોટા જોબકાર્ડ બનાવવામાં આવ્યા છે? કેટલા સાચા જોબ કાર્ડ છે અને કેટલા બંધ થઈ ગયા છે તેમજ ચાલુ કામ અને પૂર્ણ થઇ ગયેલા કામની ગુણવતા-ચુકવણી સહિતની બાબતોની સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરોડો રૂપિયાનું સુનિયોજિત કૌભાંડની તટસ્થ-યોગ્ય તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
            રાજીવ ગાંધી ભવન ખાતે મનરેગાનામાં ચાલતા સુનિયોજિત કૌભાંડ ઉજાગર કરતી પત્રકાર પરિષદમાં પંચમહાલ જીલ્લાના જાગૃત નાગરિક અને કોંગ્રેસ પક્ષના આગેવાન શ્રી ભગીરથસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
હિરેન બેંકર
000000000000000
14-08-2022
·               15મી ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસે યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાઓ ધ્વજવંદન કરશે
·               દેશમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે તે શરમજનક બાબત કહી શકાય: મનીષા પરીખ
·               “Super shakti SHE ” કાર્યક્રમ દેશની મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ છે:  પ્રવીણસિંહ વણોલ
દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતભરમાં ધુમધામથી કરવામાં આવશે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા દેશમાં દરેક રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે મહિલાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે તેના વિશે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે પત્રકારો સાથે વાતચીતમાં “Shakti Super SHE”  કાર્યક્રમની માહિતી આપી હતી.
તાજેતરમાં બેંગ્લોર ખાતે ભારતીય યુવા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી.  દેશને મજબૂત કરવા માટે મહિલાઓની ભાગીદારી અત્યંત જરૂરી છે.  યુવા કોંગ્રેસ દ્વારા “Shakti Super SHE” કાર્યક્રમ યોજીને 15મી ઓગસ્ટનાં દિવસે દેશભરમાં મહિલાઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવશે.
વધુમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે, મહિલાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે  તેને રોકવા માટે મહિલાઓને જાગૃત થવું જરૂરી છે. મહિલાઓ આગળ આવે અને અસમાનતાને દૂર કરવા માટે યુથ કોંગ્રેસે “Super Shakti SHE” પ્રોગ્રામ શરૂ કર્યો છે જેથી દેશની દરેક મહિલા તેના અધિકારો અને હિસ્સા માટે કોઈના પર નિર્ભર ન રહે. કોંગ્રેસ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ હંમેશા વધુને વધુ મહિલાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે ભારતીય યુવા કોંગ્રેસે સંગઠન સ્તરે 33% મહિલા અનામત હેઠળ સંગઠનમાં મહિલાઓની મહત્તમ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો છે. યુથ કોંગ્રેસ ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમો દ્વારા આવા પ્રયાસો કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલે કહ્યું કે “Shakti Super SHE” કાર્યક્રમ દેશની મહિલા શક્તિના સશક્તિકરણ માટે એક પ્રયાસ છે, જ્યારે ભારતની દરેક મહિલા તમારી સશક્ત નહી થાય ત્યાં સુધી ભારત એક મજબૂત રાષ્ટ્ર ન બની શકે. યુવા કોંગ્રેસ મહિલાઓ માટે અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અને મીડિયા પ્રભારી મુકેશ આંજણા, મહામંત્રી ગૌરાંગ મકવાણા, જયમીન સોનારા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન શેઠજી વગેરે યુવા કોંગ્રેસના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ આંજણા
(મહામંત્રી અને મીડિયા કોડીનેટર)
Mo-9723458158
00000000000000000
૧૫-૦૮-૨૦૨૩
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉદબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં પં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ. આ દિવસ આપણા બહાદુર નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ચિહ્નિત કરે છે, જેમણે દેશવાસીઓ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. દેશના ઘડવૈયાઓ, પૂર્વજોએ માત્ર રાજકીય આઝાદીની કામના નહોતી કરી તેમણે સામાજીક અને આર્થિક આઝાદીની પણ સંકલ્પના કરી હતી. પરંતુ જ્યારે ગુજરાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. એકતરફ કરોડો અબજો રૂપિયાની ધનસંપત્તિના લોકો હોય તે આપણા માટે ગૌરવ પૂર્ણ બાબત છે પરંતુ શ્રીમંતો અને ગરીબો વચ્ચેનો ભેદ ઓછો ન થાય તે દર્શાવે છે કે, હજુ આપણને આર્થિક આઝાદી નથી મળી. તેવી જ રીતે સમાજ સમાજ વચ્ચે સમન્વય, સમરસતા, પ્રેમ, ભાઈચારો હોય તે જરૂરી છે.
દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫ વર્ષ જેટલા લાંબા સમય સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યાં હતાં તે આપણા સૌ માટે ગર્વની બાબત છે. જ્યારે દેશમાં સોય પણ નહોતી બનતી આજે દેશમાં સેટેલાઈટ, હવાઈજહાજ, ઉદ્યોગો બની રહ્યાં છે.  દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. ‘જયજવાન જય કિસાન’ નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન રાઈટ ટુ ઈન્ફોર્મેશન (માહિતીનો અધિકાર), રાઈટ ટુ એજ્યુકેશન (શિક્ષણનો અધિકાર), રાઈટ ટુ ફુડ (અન્નનો અધિકાર), રાઈટ ટુ ફોરેસ્ટ (જંગલના જમીનનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર) સહિત અનેક અધિકારો દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે
આ સ્વતંત્રતા માટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણી છીએ, જેમના કારણે ભાવિ પેઢીઓ ભારતની મુક્ત હવામાં શ્વાસ લઈ શકે છે. આ દિવસ આપણને તે તમામ બલિદાનની યાદ અપાવે છે, જેમણે આપણી માતૃભૂમિને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન અને સંઘર્ષ કર્યો હતો.
          આદરણીય શ્રી રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. આ ખાસ અવસર પર, ભારતના લોકો ભારતની આઝાદી હાંસલ કરવા માટે મહાપુરુષો અને મહિલાઓના નિઃસ્વાર્થ બલિદાન અને અપ્રતિમ યોગદાનને યાદ કરે છે.  તે આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ તેમની ફરજ બજાવી છે અને હવે તે આપણા હાથમાં છે કે આપણે આપણા દેશના ભાવિને કેવી રીતે આકાર આપી શકીએ અને ઘડી શકીએ. તેઓએ તેમની ભૂમિકા ભજવી છે અને તે ખરેખર સારી રીતે ભજવી છે. દેશ હવે આપણી તરફ જુએ છે કે આપણે આપણી ભૂમિકા કેવી રીતે નિભાવીએ છીએ.
૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, શ્રી સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ-આગેવાનો, સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સેવાદળના સૈનિકોએ ધ્વજવંદનના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, એન.સી.સી.ના બાળકોએ દેશભક્તિની ધૂન ઉપર બેન્ડ વગાડીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં વિશેષ રીતે જોડાયા હતા.
00000000000000000
૧૭-૦૮-૨૦૨૩
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીને આવકારતા સાથે રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનારાષ્ટ્રીય નેતૃત્વને અનુભવી, નિષ્ઠાવાન અને પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચુકેલ અને લાંબા સમયથી એ.આઈ.સી.સી.ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા મુકુલજીને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી તરીકે કરેલી નિમણુંકને ગુજરાત કોંગ્રેસ આવકારે છે અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માને છે.
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની ગુજરાત ની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનાર નો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. ૨૦૧૩-૧૪માં ગેસ નો બાટલો ૪૦૦ માં હતો આજે ૧૧૦૦ ની ઉપર ભાવ છે બ્રિજ નાં ઉદઘાટન પેહલા એ તૂટી જાય છે. ક્યાંક અન્યાય થયો હોય તો તેની સાથે કોંગ્રેસ પક્ષ ધર્મ-જાતિ નહિ જોઈએ અને અંત સુધી લડશું આશા વર્કર, આંગણવાડી બહનો નાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે.
ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાત ના  હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, વરિષ્ઠ આગેવાનશ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી દિપક બાબરીયા, સાંસદશ્રી નારણભાઈ રાઠવા, ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. તુષાર ચૌધરી, શ્રી કદીર પીરઝાદા, શ્રી સોનલબેન પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, શ્રી સુખરામભાઈ રાઠવા સહિતના તમામ પદાધિકારીઓ અને કાર્યકરોએ આવકારીને અભિનંદન પાઠવ્યાં છે.
00000000000000000
૧૯-૦૮-૨૦૨૩
•          જેતપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ૧૯૯૧માં ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ રહેલ શ્રી પ્રમોદભાઈ આર. ત્રાડા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
•        પ્રમોદભાઈ ત્રાડા ૧૯૯૧થી સતત નગરપાલિકામાં છ વખત ચૂંટાયેલા છે.
•        ૨૦૨૨ની ચૂંટણીમાં લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર (૨૫,૦૦૦ મત) અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
•        જેતપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, અમદાવાદના રાજ્યકક્ષાના હોદ્દેદારો, અનેક વોર્ડ સમિતિના પ્રમુખો તેમજ આમ આદમી પાર્ટીના વિવિધ પાંખોના હોદ્દેદારો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
•        બિનરાજકીય સામાજિક સંગઠનોના કેટલાક આગેવાનો પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
•        ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ
•        સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાનાર તથા સમર્થન આપનાર ગુજરાતીઓનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આભાર વ્યક્ત કર્યો.
વિવિધ પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને સતત  છ ટર્મથી નગરસેવક તરીકે ચુંટાતા શ્રી પ્રમોદભાઈ આર. ત્રાડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. શ્રી પ્રમોદભાઈ ૧૯૯૧માં ભાજપના યુવા મોરચાના પ્રમુખ હતા અને પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાયા હતા. ૨૦૨૦થી શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. તેઓ ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, પ્રદેશ કક્ષાના મહામંત્રીથી લઈને અનેક હોદ્દેદારો, અનેક વોર્ડના પ્રમુખો તેમજ બિનરાજકીય સામાજીક સંગઠનોના આગેવાનો વિગેરેએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત કોંગ્રેસના જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
આજે કોંગ્રેસમાં જોડાયેલ જેતપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રી પ્રમોદભાઈ આર. ત્રાડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
આજે કોંગ્રેસ પક્ષમાં જોડાનારમાં શ્રી પ્રમોદભાઈ આર. ત્રાડાની સાથે લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર (25,000 મત), આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા પ્રમુખશ્રી નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખશ્રી સમીર વોરા, ખેડા જિલ્લાના મહામંત્રીશ્રી દિનેશભાઈ પરમાર, અમદાવાદ જિલ્લા મહામંત્રીશ્રી પ્રકાશ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી લક્ષ્મણ ચૌહાણ, પ્રદેશ સહ મંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, વિરમગામ વિધાનસભા સંગઠન મંત્રીશ્રી રાજુભાઈ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના મંત્રીશ્રી ભાવિન પટેલ, એજ્યુકેશન સેલ, ખેડા જિલ્લા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ ગોળ, અમદાવાદ જિલ્લા શિક્ષણ પરિષદના ઉપાધ્યક્ષશ્રી શિવરામ મકવાણા, અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જશ્રી સકીલ બેલીમ, અમદાવાદ શહેર એજ્યુકેશન સેલ મંત્રીશ્રી અરવિંદભાઈ સોલા, લધુમતી અમદાવાદ જિલ્લા મંત્રીશ્રી ગનીસૈયદ સાહેબ, શ્રમિક સેવા સંગઠનના મંત્રીશ્રી પંકજસિંહ બારડ, બંધારણ સમિતિ, મહેસાણાના અધ્યક્ષશ્રી હસમુખ પટેલ સહિત અનેક હોદ્દેદારો, આગેવાનોનો સમાવેશ થાય છે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000000
૨૦/૮/૨૦૨૩
·        ગુજરાતના કથળતા શિક્ષણની પોલ ખુલતી અટકાવવા ડ્રોપ આઉટ રેશિયો અટકાવવા રવિવારે પણ કવાયત
·        શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે અમદાવાદ જિલ્લાના ૧૦,૦૦૦ ડ્રોપઓઉટ વિધાર્થીઓ પાછા લાવવા આપેલા આદેશને ઓડિયો કલીપ દ્વારા જિલ્લા શિક્ષણાકારીએ શાળાઓને માહિતગાર કરી.
·        સમગ્ર ગુજરાતના ડ્રોપઆઉટ વિધાર્થીનો સાચો આંકડો ૧ લાખથી પણ વધુ – શ્રી હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર,લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. આજે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ ૮ માંથી પાસ થયેલા ૧૦,૦૦૦ જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થતા શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડાઓ છુપાવવા માંગે છે. શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપાઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે આજે રવિવારે ગુજરાતના શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યને શિક્ષકોને અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ ૮ માંથી ધોરણ ૯ માં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે આને જો પ્રોડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ ૮માંથી ૯માં એડમિશન ન લઈને ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓનો હોઇ શકે છે જે એક લાખથી વધુ હોઈ શકે છે. જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.
હેમાંગ રાવલ
000000000000000
૨૦-૦૮-૨૦૨૩
•              આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને ઉત્તર ગુજરાતના જાણીતા સામાજીક આગેવાન શ્રી ભેમાભાઈ ચૌધરી, કોંગ્રેસપક્ષમાં વિધીવત રીતે જોડાયા.
•              બિનરાજકીય સામાજિક સંગઠનોના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
•              ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ
•              ‘હાથ સે હાથ જોડો’ અભિયાનના કન્વીનર તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાઈ જવાબદારી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને ઉત્તર ગુજરાતના સામાજીક આગેવાન શ્રી ભેમાભાઈ ચૌધરી અને દાહોદ જીલ્લાના પ્રમુખ, ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રહી ચુકેલા શ્રી ગોવિંદભાઈ પરમાર આજ વિધીવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત કોંગ્રેસના જોડાઈ રહ્યા છે.
‘હાથ સે હાથ જોડો’ અભિયાનની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા બાદ સમગ્ર દેશના વિવિધ પ્રદેશમાં ‘હાથ સે હાથ જોડો’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ‘હાથ સે હાથ જોડો’ અભિયાન માટે કન્વીનર તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુને જવાબદારી સોંપવામાં આવી છે. ‘હાથ સે હાથ જોડો’ અભિયાન માટે સમગ્ર રાજ્યમાંથી ૨૦ જેટલા આગેવાનોને સોંપાયેલી જવાબદારીમાં તેઓ વિવિધ જીલ્લાઓમાં અસરકારક કામગીરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા બાદ શ્રી ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
આજે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાનાર નેતાઓ – કાર્યકરોના આવકાર કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000
૨૧/૮/૨૦૨૩
·        સરકારને નાલોશીથી બચાવવા શૈક્ષણિક ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનું કૌભાંડઃ શ્રી હેમાંગ રાવલ
·        શાળાઓની જાણ બહાર શિક્ષણ વિભાગે જાતેજ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ઓનલાઈન એડમીશન કરી દીધા.
·        ડ્રોપ હાઉટ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલી ને જણાવવાનું કે જો તમે તમારી જૂની શાળામાંથી એલ.સી. ન લીધું હોય તો જલ્દીથી એલ.સી. લઈ લો નહીતર તમારી જાણ બહાર તમારા પાલ્યને બીજીશાળામાં એડમીશનનો કારસો ઘડાઈ રહ્યો છે.
·        સમગ્ર ગુજરાતના ડ્રોપઆઉટ વિધાર્થીનો સાચો આંકડો ૧ લાખથી પણ વધુ – શ્રી હેમાંગ રાવલ
          રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે અમદાવાદ જિલ્લાના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો હતો તેની માહિતી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને શ્રી વિનોદ રાવના આદેશથી DEO એ શાળાઓને વોઇસ મેસેજ મોકલ્યો હતો કે તે વિધાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો. સામાન્ય સંજોગોમાં વાલીઓ શાળામાં એડમીશન લેવા આવે છે સાથે વિદ્યાર્થી હોય છે. ફોર્મ ભરે છે, ખાનગી શાળા હોય તો ફી ભરે છે અને ત્યારબાદ એડમીશન લે છે અને અંતમાં CRCને ઓનલાઈન એન્ટ્રી માટે માહિતી મોકલવામાં આવે છે. હાલમાં પ્રથમ ક્વાટર પણ પુર્ણ થયેલ છે ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને સરકારને નાલોશીથી બચાવવા શિક્ષણ વિભાગ અવનવા ગતકડા કરી રહ્યું છે.પરંતુ કથળતા શિક્ષણના લીધે વિધાર્થીઓએ અને વાલીઓએ પ્રતિભાવ ન આપતા DEO ના શિક્ષણ વિભાગના સ્ટાફ અને CRC એ વાલીઓ, વિદ્યાર્થીઓએ અને શાળાઓને જણાવ્યા વગર તે જ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરી દીધી. આજે સવારથી જ ખાનગી શાળાઓમાં શાળા દીઠ ૨૦-૨૫ એલ.સી. લઈ શિક્ષણ વિભાગના કર્મચારી આવે છે અને કહી રહ્યાં છે કે આ વિદ્યાર્થીઓને તમારે ભણાવવાના છે, અમે ઓનલાઇન એન્ટ્રી કરી દીધી છે. આચાર્ય જ્યારે પૂછે છે કે આ કોણ છે, અમે તે વિદ્યાર્થી, વાલીને ઓળખતા નથી, અમારે ત્યાં એક પણ વખત આવ્યા નથી ત્યારે તેમને જવાબ મળે છે કે એ બધી ચિંતા તમે ના કરો, બાળક તમારે ત્યાં આવે કે ન આવે આટલા વિદ્યાર્થીઓને તમારી શાળામાં દાખલ કરવાના છે અમોએ તમારી શાળાની ઓનલાઈન એન્ટ્રી કરી દીધેલ છે. તેમ કહીને એલ.સી. નો થપ્પો પકડાવી દીધો છે.
જ્યારે આ શાળાના સંચાલકો, આચાર્યએ આ વિદ્યાર્થીઓની ફી કોણ ભરશે અને કયારે ભરશે ત્યારે જવાબ મળ્યો કે જો ફી ન આવે અને ભવિષ્યમાં એલ.સી. લેવા આવે ત્યારે શું કરવું તે તમારા ઉપર છે. અમારે તો ઉપરથી આદેશ છે એટલે વિદ્યાર્થીઓને રજીસ્ટર કરી દીધા છે અને એલ.સી. જમા કરાવવાના છે.
આજે મીડિયાના માધ્યમથી હું વાલી તથા વિદ્યાર્થીઓને જણાવું છું કે જો તમે તમારી જૂની શાળામાંથી એલ.સી. ન લીધું હોય તો જલ્દીથી એલ.સી. લઈ લો નહીતર તમારી જાણ બહાર તમારા વિદ્યાર્થીને બીજીશાળામાં એડમીશનનો કારસો ઘડાઈ રહ્યો છે. જો શિક્ષણવિભાગના કર્મચારીઓ તમારા ઘરે એલ.સી. લેવા આવે તો તેમને પૂછજો કે જો વિદ્યાર્થી નવી શાળામાં દાખલ થાય તો તેની ફી ખાનગી શાળામાં મારે ભરવાની રહેશે કે ગુજરાતની ભાજપ સરકાર ચૂકવશે. ખાસ કરીને મારે વાલીઓને જણાવવાનું કે ભવિષ્યમાં ખાનગી શાળાઓ તેમની બાકી ફી લીધા સિવાય એલ.સી. છૂટું કરશે નહિ તે ધ્યાનમાં રાખીને આવનાર શૈક્ષણિક સ્ટાફને માહિતી આપવી.
ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર,લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. આજે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ ૮ માંથી પાસ થયેલા ૧૦,૦૦૦ જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થતા શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડાઓ છુપાવવા માંગે છે. શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપાઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે આજે રવિવારે ગુજરાતના શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યને શિક્ષકોને અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ ૮ માંથી ધોરણ ૯ માં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે આને જો પ્રોડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ ૮માંથી ૯માં એડમિશન ન લઈને ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓનો હોઇ શકે છે જે એક લાખથી વધુ હોઈ શકે છે. જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.
000000000000000000
૨૩-૦૮-૨૦૨૩
·           ભાજપના દિલ્હીના સાંસદની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ
·           સંસ્થા દ્વારા ગામની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફીસ જેવી સરકારી કચેરી પાસેથી મસ મોટું ભાડું વસુલાઈ રહ્યું છે
·           ખોટી રીતે કબજો કરનાર સંસ્થા સામે ‘લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ
ભાજપના દિલ્હીના સાંસદની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ કરતા કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતાશ્રી વી.કે. હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભૂકંપ પુનવર્સન જુન – ૨૦૦૧માં કચ્છનું પ્રથમ ગામ દુધઈનું લોકાર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના હસ્તે કરવામાં આવ્યું. કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના દુધઈ ગામનું પુનર્વસનની કામગીરી ‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’, દિલ્હી દ્વારા કરવામાં આવેલ જેના પ્રમુખ દિલ્હીના પૂર્વ સી.એમ. સાહિબસિંહ વર્મા હતા અને હાલ તેમના પુત્ર અને દિલ્હીના ભાજપા સાંસદશ્રી પ્રવેશ વર્મા છે. કચ્છમાં ભુકંપગ્રસ્ત પરિવારને પુનઃસ્થાપનમાં કોંગ્રેસની સરકારો દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર દ્વારા જવાહરનગર ચાંદ્રણી, કનૈયાબે અને વરસાણા આધોઈ અને વોંધ, કોટાય, ચંદિયા જેટલા ગામો પુનર્વસન કરેલ, કચ્છમાં ૧૦૦ થી વધારે સંસ્થાઓએ પુનર્વસન કરી અને ગ્રામજનો તેમજ પંચાયતને કબ્જા સુપ્રત કરી પરત ગયેલ જયારે રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા છેલ્લા ૨૨ વર્ષથી દુધઈ ગામનો કબજો જમાવી બેઠેલ છે. વર્ષ ૨૦૦૧માં માત્ર વાહવાહી મેળવવાના માટે મકાનોમાં શૌચાલય, ફલોરિંગ કર્યા સિવાય સહિતના અધૂરા મકાનો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યાં. આ સંસ્થા દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદેસર રીતે કોલેજો, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાઓ, કોમ્યુનીટી હોલ બનાવી અને કોમર્શીયલ ધોરણે મસમોટી રકમ ભાડા પેટે વસુલવામાં આવે છે જે ખરેખર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુન્હાપાત્ર છે. સંસ્થા દ્વારા જે મકાનો સરકારની લોકભાગીદારીથી બનેલ છે છતાં ઘણા મકાનો સંસ્થાએ કબજામાં રાખેલ છે અને આવા મકાનોમાં સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓ, શિક્ષકો અને અન્ય લોકો પાસે થી ભાડા વસુલવામાં આવે છે. ભાજપાના સાંસદની સંસ્થા દ્વારા કુલ ૬૪૮ મકાનો બનાવવામાં આવ્યા, જેમાં દુધઈ ગ્રામજનોને માત્ર ૪૭૬ મકાનો ગ્રામજનોને આપેલા હતા અને બાકીના ૧૭૨ જેટલા મકાનો સંસ્થાએ પોતાના કબ્જામાં રાખ્યા. જે પૈકી આ સંસ્થા ૮ થી ૧૦ લાખ રૂપિયા વસૂલી રાજ્ય બહારના તેમજ ભુકંપ પીડીત ન હોય તેવા અન્ય લોકોને ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેચાણ કરી દીધા છે. આ સંસ્થા દ્વારા ગામની સરકારી પર ગેરકાયદે કબજો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફીસ જેવી સરકારી કચેરી પાસેથી મસ મોટું ભાડું વસુલાઈ રહ્યું છે.
‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’ દ્વારા સર્વે નં. ૧૧૬માં અંદાજીત ૧૫૦ જેટલી દુકાનો બનાવી દુધઈ તેમજ દુધઈ બહારના લોકોને ૮ થી ૧૦ લાખ રૂપિયામાં ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રી કરાવ્યા વગર વેચાણ કરી રહેલ છે. આ સંસ્થા દ્વારા સ્કૂલો તેમજ જુદી-જુદી સંસ્થાઓને જેમ ડી.એ.વી. સ્કુલ તેમજ નિરાકારી સંસ્થાને ૧૦ થી ૧૫૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ફાળવી દેવામાં આવેલ છે. જે શાળા મસમોટી ફી વસૂલી રહી છે. આ સંસ્થા દ્વારા ગ્રામજનો માટે કોમ્યુનીટી હોલ સરકારની ભાગીદારીથી સાથે બનેલ હોવા છતાં ૧૫ થી ૨૦,૦૦૦ હાજર જેટલું ભાડું કોઈ પણ પ્રસંગ માટે વસુલ કરાય છે. આ સંસ્થા દ્વારા જે ખાનગી જમીનો ખરીદેલ છે જે પૈકી ઘણી જમીનો શ્રી સરકારની પણ છે અથવા તો નવી શરતની પણ છે. અને જે જમીનનું પ્રીમીયમ પણ ભરેલ નથી અને ગેરકાયદેસર રીતે આ સંસ્થા દ્વારા કબજો જમાવી બેઠેલ છે. આ સંસ્થા દ્વારા બાબા નાહરસિંહ ઇન્દ્રપ્રસ્થ કોલેજ, સંત નિરાકારી વિદ્યાભવન, હાઈસ્કુલ તેમજ પ્રાથમિક શાળા જેવા સરકારી જમીન ઉપર બિલ્ડીગો ઉભા કરી અને કોમર્શીયલ ધોરણે ફીસની પણ વાસુલાત કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે. આ સંસ્થા સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ જોડાયેલા છે જે ને કારણે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તાજેતરમાં જ સરકારી જમીન ગામતળ તરીકે પંચાયતને નીમ થઇ ગયેલ હોવા છતાં કબજો છોડવામાં આવતો નથી અને વહીવટી તંત્ર દ્વારા કબજો આપવામાં માટે કોઈ પણ કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ નથી જે ગંભીર બાબત છે. સામાન્ય માણસનું ઝૂંપડું તોડવામાં બહાદુરી બતાવનાર વહીવટી તંત્ર ભાજપનાં સાંસદની કેમ ઘૂંટણિયે છે ?. સમગ્ર કૌભાંડની ન્યાયાધીશનાં વડપણ હેઠળ તપાસ કરવામાં આવે અને કૌભાંડમાં ખોટી રીતે કબજો કરનાર સંસ્થા સામે ‘લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતાશ્રી વી.કે. હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તાશ્રી હિરેન બેંકર દસ્તાવેજી પુરાવા સાથે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
 (હિરેન બેંકર)
 000000000000000
 ૨૭-૦૮-૨૦૨૩
રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટ, 2023, શનિવારે નવી દિલ્હી અને અમદાવાદ ખાતેથી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજી પુરાવા સાથે 3,900 કરોડ રૂપિયા કેવી રીતે માનીતા ઉદ્યોગપતિને આપી દેવામાં આવ્યા છે તેની હકીકતો રજૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ ખોટી રીતે અપાયેલા 3,900 કરોડ રૂપિયા વસુલ કરવા જોઈએ તે સ્વીકારવાના બદલે ગઈકાલે ગુજરાત સરકારના એક મંત્રીશ્રી દ્વારા સંપુર્ણ કૌભાંડને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એકપણ સત્ય હકીકત કે કોઈને પણ ગળે ઉતરી શકે તેવી મુદ્દાવાર વાત કરવામાં આવી નહોતી ત્યારે આજે ગુજરાત સરકારના મંત્રીશ્રીએ કરેલા સંપુર્ણ આધારવિહીન ખુલાસા પછી કેટલાક વધારાના સવાલો ઉભા થાય છે અને હું પૂછવા માંગું છું કે, જે પત્ર મેં પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો તે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનો જ હતો અને એમાં કોઈપણ જાતની છેડછાડ થઈ હોય તેવું મંત્રીશ્રી પણ બોલ્યા નથી ત્યારે GUVNLના સરકારના તા. 15-5-2023ના પત્રમાં જ સ્પષ્ટ રીતે લખાયું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારના બિલો, સપોર્ટીંગ ડોક્યુમેન્ટ્સ કે રીપોર્ટ્સ પાંચ વર્ષ સુધી રજૂ કરવામાં નથી અને સ્પષ્ટ રીતે એ પત્રમાં જ લખાયું છે કે, જે કિંમત કોલસાની બતાવવામાં આવી છે તે બજારકિંમત કરતાં ખૂબ જ ઊંચી બતાવવામાં આવી છે. આ જ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, મંત્રાલય દ્વારા જ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ARGUSની કિંમતને જ ધ્યાને લઈને અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા ચૂકવી શકાય. ગુજરાત સરકારના મંત્રીશ્રી આ પત્રમાં જે વ્યવસ્થિત વસ્તુ લખાયેલ છે તે કેમ સ્વીકારતા નથી ? આ પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના બોર્ડમાં નક્કી થયું છે અને તે મુજબ કિંમત ધ્યાને લેતાં રૂ. 3,900 કરોડનું વધારાનું ચૂકવણું અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને કરી દેવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે ગુજરાત સરકારના મંત્રીશ્રી સરકારના જ પોતાના GUVNLના બોર્ડમાં થયેલ ઠરાવને શું ખોટો ગણે છે ? જો અધિકારીઓએ પોતે જ પોતાના પત્રમાં લખ્યું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ ઉંચા ભાવે કોલસાની વાત કરે છે જે બજારકિંમતે નથી અને બિલો કે ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરતા નથી, તો શું ગુજરાત સરકાર પોતાના જ વિભાગના અધિકારીઓના લખાયેલ પત્રને સ્વીકારતા નથી ? મંત્રીશ્રી દ્વારા કોઈપણ મુદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જો મેં પ્રેસ કોન્ફરન્સમાં આપેલો GUVNLનો પત્ર ખોટો હોય અથવા તેમાં કોઈ ચેડા થયા હોય તો મારી સામે સરકાર કેસ કરે અને નહીં તો GUVNL કે જે સરકારનું જ બોર્ડ છે તેને સંપૂર્ણ વિચારણાના અંતે તેમજ સરકારના ઊર્જા વિભાગે આપેલ સુચના મુજબ જ્યારે ARGUSના ભાવ મુજબ ગણતરી કરીને રૂ. 3,900 કરોડ પાછા આપી દેવા માટે જણાવ્યું છે તે પૈસા કેમ પાછા લેવામાં નથી આવતા? જે રૂ. 3,900 કરોડ વધારાના ચુકવાયા છે તેનું વ્યાજ ધ્યાને લેવામાં આવે તો બેંકના સાદા વ્યાજ મુજબ પણ પાંચ વર્ષ સુધી અપાયેલી રકમ વ્યાજની ઉમેરીએ તો રૂ, 3,900 કરોડ કરતાં આંકડો અનેકગણો મોટો થાય છે તે વસુલ કરવા પણ સરકારના મંત્રીશ્રી કેમ તૈયાર નથી ? ગુજરાત સરકારના મંત્રીશ્રી એવી પણ સ્પષ્ટતા કરતા નથી કે જ્યારે કોઈપણ બિલોના આધાર વગર ઉંચી કિંમતના પૈસા ચૂકવી દેવામાં આવ્યા ત્યારે જે વ્યક્તિ GUVNLમાં ડાયરેક્ટર (ફાયનાન્સ) હતા તે આજે અદાણીની કંપનીમાં CEO તરીકે છે તે વાત ખરી છે ? અને જો આ વાત સત્ય હોય તો આ બાબતમાં સરકાર શું પગલાં ભરવા માંગે છે ? તે પણ સરકાર જણાવે. બોગસ માંગણીઓ બિલો આપ્યા વગર કે ARGUSના ભાવ ધ્યાને લીધા વગર સરકાર ખાનગી કંપનીને પૈસાની લુંટ કરવાની છુટ આપે તો આખરે ગુજરાત રાજ્યના અનેક વીજળી ઉપયોગ કરતા ગુજરાતીઓના માથે કરોડો રૂપિયાનું ભારણ આવશે તે અંગે સરકાર કેમ ચુપ છે ? છેલ્લે એટલું જ જણાવવાનું છે કે જ્યારે સરકારના પોતાના જ પરિપત્રને સ્પષ્ટ ધ્યાને લઈએ તો સમગ્ર કેસ એ મની લોન્ડરીંગનો કેસ થાય છે અને ત્યારે આ પ્રકારના ભયમુક્ત ભ્રષ્ટાચારનો એજન્ડા લઈને ભાજપ ચાલી રહી છે અને માનીતા ઉદ્યોગપતિઓને પ્રજાના ઉપર ભારણ નાંખીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે તે અંગે યોગ્ય તપાસ શા માટે નહીં ?
000000000000000
૬-૦૯-૨૦૨૩
કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષકશ્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત નિરીક્ષકશ્રીઓ ચૂંટાયેલા સચિવો અને જે તે જીલ્લાના સંગઠન સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે.
તાલુકા પંચાયત – નગરપાલિકાના પદાધિકારીઓની નિમણુંક અંગેની સંકલન કામગીરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતાના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ચાવડા અને ઉપનેતાશ્રી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.
લખપત, અબડાસા ( કચ્છ ) – શ્રી ઈમરાન ખેડાવાલા (MLA), શ્રી ગ્યાસુદ્દીન શેખ
જસદણ, વીંછિયા (રાજકોટ) – શ્રી પુંજાભાઈ વંશ, શ્રી લલીતભાઈ વસોયા
ગારિયાધાર ( ભાવનગર) – શ્રી લલીતભાઈ કગથરા, શ્રી પ્રતાપભાઈ દુધાત
બગસરા, અમરેલી – શ્રી પરેશભાઈ ધાનાણી (Ex.CLP), શ્રી વિરજીભાઈ ઠુંમર (Ex.MP)
સતલાસણા ( મહેસાણા ) – ડૉ. સી.જે. ચાવડા (મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ)
આંકલાવ (આણંદ) –  શ્રી ભીખાભાઈ રબારી (પૂર્વ મંત્રી)
સોનગઢ ( તાપી ) –  શ્રી કિશનભાઈ પટેલ (Ex.MP), શ્રી ધર્મેશભાઈ પટેલ
સિદ્ધપુર, સરસ્વતી ( પાટણ) – શ્રી અલ્કાબેન ક્ષત્રિય (Ex.MP), શ્રી મુકેશભાઈ ચૌધરી
ભાણવડ ( દેવભૂમિ દ્વારકા ) –  શ્રી હિરાભાઈ જોટવા, શ્રી રામદેવભાઈ મોઢવાડીયા
ધંધુકા ( અમદાવાદ ) – શ્રી હિંમતભાઈ કટારીયા, શ્રી બળદેવભાઈ લુણી
કલોલ ( ગાંધીનગર ) – શ્રી બળદેવજી ઠાકોર, ડૉ. જીતુભાઈ પટેલ
માળિયા નગરપાલિકા (મોરબી) – શ્રી ઝાવેદ પીરઝાદા
કંજરી નગરપાલિકા ( ખેડા ) – શ્રી બિમલ શાહ
000000000000
૮-૯-૨૦૨૩
·                   ભારત જોડો યાત્રને  એક વર્ષ પૂરું થતા અનોખી ઉજવણી
·                   યુવા કોંગ્રેસ રાજ્યમાં આવનારા ત્રણ મહિનામાં મહત્વપૂર્ણ કાર્યક્રમો આપશે
·                   મોદી સરકારમાં બેરોજગારીનો  દર 7.95 ટકા થયો છે તે દેશવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા ભારતીય યુવા કોંગ્રેસ વિવિધ પ્રકારનાં  કાર્યક્રમો આપશે તેના વિશે અમદાવાદમાં    આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તામાં ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપમુખ અને મહામંત્રીએ માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશ  મનીષા પરીખે  જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચર્ચા ભારત દેશમાં માત્ર નથી  થઈ પણ વિદેશમાં ભારે ચર્ચા કરવામાં આવી હતી.રાહુલ ગાંધીની સકારાત્મક  સોચના કારણે  દેશમાં લોકપ્રિયતમાં વધારો થયો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગરીબો, વંચિતો , બેરોજગાર અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા યુથ કોંગ્રેસ રાજ્યમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપશે.
ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં યુવા કોંગ્રેસ સાથે મળીને પ્રદેશ કોંગ્રેસ સાથે  સંકલન કરીને ‘ભારત જોડો’ યાત્રનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર ‘મોહબ્બ્ત કી દુકાન’ બેનર હેઠળ કાર્યક્રમ આવપવામાં આવશે. સામાજિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ ‘ભારત જોડો’ યાત્રાનો  સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને ‘સ્પીક ઉપ ફોર ભારત જોડો’ કાર્યક્રમ અને વિવિધસ્તર  પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા કેન્દ્ર સરકાર  પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને જુઠા વચન આપીને સત્તા હાંસલ કરી છે. પ્રતિ વર્ષ 2 કરોડ નોકરી આપવાનો વાયદો  જૂઠો સાબિત થયો છે અને દેશના યુવાનો સાથે નીચે સરકારે ગદ્દારી કરી છે. ભારત દેશમાં મોટા ભાગના યુવાનો દસ પંદર હજારની નોકરી કોન્ટ્રાકટ પર કરીને પોતાના જીવનનો અમૂલ્ય સમય બરબાદ કરી રહ્યા છે. ભારતમાં બેરોજગારીનો દર 7.95 ટકા થયો છે  તે શરમજનક બાબત કહી શકાય છે. દેશમાં 9.64 લાખ  નોકરીની જગ્યા ખાલી પડી છે, સરકાર દ્વારા ભરવામાં આવી રહી નથી.
00000000000000
૯-૦૯-૨૦૨૩
·        સરકારનો ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર એ શિક્ષણ નીતિ અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત. – શ્રી હેમાંગ રાવલ
·        સરકારની નીતિથી મોટા ટ્યુશન ક્લાસિસોને ઓફિશિયલ નોન – અટેન્ડિંગ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો પરવાનો મળશે. – શ્રી હેમાંગ રાવલ
·        નવો પરિપત્ર પાછલે બારણે ડમી શાળાઓ અને ડે સ્કુલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલીને ટ્યુશન પદ્ધતિને પ્રોત્સાહન આપનાર. – શ્રી હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે હજી થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આધિકારીક આંકડો ૧,૧૫,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર શિક્ષણનું સ્થળ સુધારવાના બદલે અવનવા ગતકડા કરતી રહે છે અને એ ગતકડાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગનો પરિપત્ર એ વધુ એક ઉમેરો છે. ઉપરોક્ત પરિપત્ર મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી નહી આપે અને સત્રાંત પરીક્ષા નહી આપે તો પણ તેઓ ધોરણ ૮,૯,૧૦,૧૧ અને ૧૨ની સીધી જ પરીક્ષા આપી શકશે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીની જેમ જ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ માર્કશીટ આપશે. આ પરિપત્રમાં સૌથી મોટી બાબત એ છે કે, ૧૪ વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા આપી શકશે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં છ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને જો તે પ્રમાણે ગણવામાં આવે તો વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૬ વર્ષે આપે છે જ્યારે આ પરિપત્રમાં ૧૪ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની પાત્રતા બતાવવામાં આવી છે. એક તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાઓની દાદાગીરી અને ફરજિયાત ટ્યુશનમાં મોકલવાની પ્રવૃત્તિથી આર્થિક રીતે અને માનસિક રીતે પીસાઈ રહ્યા છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો જે રાફડો ફાટ્યો હતો તેને બંધ કરવાના બદલે આ પરિપત્રથી આવી સ્કૂલોને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ હાજરી નહીં આપે તો પણ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી શકશે તેનો સીધો જ ફાયદો લાખો રૂપિયાની મસ મોટી ફી લેતા કોટા સ્થિત એજ્યુકેશન સેન્ટરના માલિકોને કરાવવામાં આવી રહ્યો છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અને ગુજરાત ટ્યુશન અધિનિયમ મુજબ ગુજરાતની કોઈપણ શાળાના શિક્ષકો કે ટેકનિકલ સ્ટાફ કે શાળા પોતે શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું ટ્યુશન આપી શકતા નથી પરંતુ ઉપરોક્ત પરિપત્રથી માંડ માંડ આંદોલનથી બંધ થયેલી ડે સ્કૂલો અને સ્કૂલોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસો ફરીથી ધમધમી ઉઠશે. ઉપરોક્ત પરિપત્રમાં ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી નથી જેવી કે ધોરણ ૧૦ માં ૨૦ માર્ક ઇન્ટર્નલ આપવામાં આવે છે, તો શું એકસરખી પરીક્ષા લેવામાં આવનાર વિદ્યાર્થીઓને આ ઇન્ટર્નલ માર્ક એમનેમ જ આપી દેવામાં આવશે? વિદેશમાં વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તો ફોરેન યુનિવર્સિટીમાં ધોરણ ૧૧ અને ૧૨ની માર્કશીટ, ટ્રાન્સસ્ક્રીપ્ટ, એલઓઆર (લેટર ઓફ રિકમન્ડેશન) અને કેરેક્ટર સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. તો આવા વિદ્યાર્થીઓને રેગ્યુલર મોડમાં ન ભણેલાં હોય તો આ સર્ટિફિકેટ કઈ રીતે ઉપલબ્ધ થશે તે પણ જણાવાયું નથી. જે વિદ્યાર્થી શાળાએ નથી જઈ શકતા એ પુસ્તકાલય, પ્રયોગશાળા, વગેરે સુધી કેવી રીતે પહોંચે? તો એનો ખર્ચ તો થવાનો જ નથી. આ માટે શાળાઓને ખર્ચ કરતા અટકાવવી જોઈએ નહિતર ભૂતિયા વિદ્યાર્થીઓ જ ઉભરાશે. અને નિયમિત વિદ્યાર્થીઓના પણ એમાં GSOS માં ફોર્મ ભરાવશે. કારણ એમાં શાળાની પરીક્ષા, ગૃહકાર્ય વગેરેમાં મુક્તિ આપવામાં આવી છે. શાળાઓ નિયમિત વિદ્યાર્થી ઉપર ધ્યાન આપવાનું જ બંધ કરી દેશે. શાળાઓ માં માત્ર ફોર્મ જ ભરાય એવું હોવું જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય કાઉન્સિલ જો ધોરણ ૧૨ ઓપન બોર્ડ દ્વારા કરેલું હોય તો લૉ ફેકલ્ટીમાં એડમિશન આપતી નથી આ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકારની આ નીતિથી નવી શિક્ષણનીતિ અને રાઇટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓથી વિપરીત વાત થઈ રહી છે સાથે સાથે મોટા ટ્યુશન ક્લાસીસને ફાયદો કરાવવા ડમી સ્કૂલો અને ડે સ્કૂલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલીને ટ્યુશન પદ્ધતિને વેગ આપવાનો કારસો દેખાઈ રહ્યો છે.
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર, લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી. કોઈ પણ નિયમો ઘડતા પહેલા અમલીકરણની ઊંડાઈ તપાસ્યા સિવાય તઘલખી નિર્ણયો કરી ભાજપ સરકાર અને પ્રશાસન શિક્ષકો અને શિક્ષણનું મૂલ્ય ઘટાડી રહી છે. ભાજપના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતના શિક્ષણની અધોગતિ થઇ છે અને તેના પ્રકરણમાં આ પરિપત્રએ ગુજરાતના શિક્ષણના ભવિષ્ય માટે મરણતોલ ફટકા સમાન છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શિક્ષણ મંત્રીશ્રીને ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં ઉપરોક્ત પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવા વિનંતી કરે છે.
 રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષશ્રી પાલભાઈ આંબલીયા તથા પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
(હેમાંગ રાવલ)
000000000000000
૯-૦૯-૨૦૨૩
પાકવીમાંને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે
2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ
31 જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલાસો કરવા રજુઆત કરાઈ હતી
કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે તાલુકાના નામ જાહેર કરો.
તાલુકા પ્રમાણે કેટલા ટકા પાકવીમાની રકમ અપાઈ રહી છે જાહેર કરો
તાલુકામાં 10 ગામના 10-10 ખેડૂતને મળે ને બીજાને પાકવિમો ન મળે આવું કેમ ?? ગામમાં 10 ખેડૂત ને પાકવિમો મળે અને બીજા ને ન મળે આવું શા માટે સરકાર ખુલાસો કરે??
અડધી રકમ રાજય સરકાર સબસિડીના રૂપિયા આપશે પછી મળશે આવો મેસેજ કંપની શા માટે કરે છે ?? રાજ્ય સરકાર જવાબ આપે
ખેડૂતોને ખાલી મેસેજ આવ્યા છે એમને આ રૂપિયા ક્યારે મળશે ??
જેને પાકવિમો મળવાનો છે એવા ખેડૂતોનું લિસ્ટ શા માટે જાહેર કરવામાં આવતું નથી ??
જુલાઈ મહિનાના ઉત્તરાર્ધમાં ખેડૂતોને નીચે મુજબ મેસેજ આવવા લાગતા ખેડૂતો અસમંજસમાં મુકાયા હતા આ મેસેજ આ મજબ હતો.
  પ્રિય  XYZ ખેડૂત ID: absdttvur યોજના: પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના. રૂ.નો આંશિક દાવો.  યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખરીફ 2019 માટે 9291.5 તમારી બેંક IDBI XXXXXXXXXCX માં મોકલવામાં આવ્યા છે.  રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચુકવણી પછી રૂ. 9291.5 નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે.  વિગતો: https://pmfby.gov.in/farmerLogin
કંપની તરફથી આવા મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા હતા કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યા છે, તો કેટલક ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય છે  જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી અને કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંકમાં રૂપિયા જમા થયા એનો બેન્ક તરફથી મેસેજ આવે છે આ 2019 ના ખરીફ પાકના પાકવીમાંના રૂપિયા ખેડૂતોને જમા થાય છે એ સમજાય છે પણ એમાં ખેડૂતો અસંજસમાં છે ત્યારે આ  બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે  તેવો પત્ર ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 31 જુલાઈ 2023 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખવામાં આવ્યો હતો અને ખેડૂતોને મુજવતાં નીચે મુજબના 18 જેટલા પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર તરફથી જાહેર ખુલાસો કરવામાં આવે તેવી માંગ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાખો ખેડૂતોને મુજવતાં પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યમંત્રીને  પત્ર લખ્યો તેને આજે એક મહિનો વીતવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. 31 જુલાઈ 2023 ના રોજ રાજ્ય સરકારને ખેડૂતોને મૂંઝવતા  નીચેના પ્રશ્નો પર ખુલાસો પૂછવામાં આવ્યો હતો
આ પાકવીમો ક્યા વર્ષનો છે ?? કયા પાક માટેનો છે ??? કયા કયા તાલુકાઓમાં મંજુર થયો છે ?? કેટલા ટકા મંજુર થયો છે ?? આ પાકવિમો આંશિક છે કે પૂરો છે ?? જો આંશિક છે તો પૂરો શા માટે નથી આપવામાં આવતો ?? કઇ કઈ પાકવીમાં કંપનીઓ દ્વારા આ પાકવિમો અપાઈ રહ્યો છે ??  આ પાકવિમો આંશિક હોય કે પૂરો હોય તો એક ગામમાં 10 ખેડૂતોને આવે ને બીજા ને કેમ નથી આવતો ?? પાક નુકશાની થઈ હોય તો ગામના તમામ ખેડૂતોને હોય તો આવું શા માટે ??  ખેડૂતોએ કરેલી પાક નુકશાની અરજીના આધારે તો નથી ને ?? જો એવું હોય તો 2019 માં અંદાજે 7 લાખ ખેડૂતોએ અરજી કરી હતી તો એ બધાને કેમ નથી આવતો ?? પાકવીમાં કંપની કે સરકાર લગત બેંકને મંજુર થયેલો પાકવીમાં વાળા ખેડૂતોનું લિસ્ટ શા માટે આપતા નથી ?? દરેક તાલુકામાં કેટલા ખેડૂતને કેટલા ટકા અને કુલ કેટલી રકમ જમા થઈ તેની વિગત શા માટે જાહેર કરવામાં આવતી નથી ??? જે ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યો છે તેને આ રૂપિયા ક્યારે મળશે ?? રાજ્ય સરકારની સબસિડી ક્યારે જમા થશે ને એ રૂપિયા ખેડૂતોને ક્યારે મળશે ??  ઉપરના મેસેજમાં આપ જોશો તો અત્યારે 50% રકમ કંપની આપે છે અને 50% રકમ રાજ્ય સરકાર સબસીડી આપશે ત્યારે જમા થશે એવું મેસેજમાં શા માટે લખે છે ??? ખેડૂતોને આપવાના રૂપિયા રાજ્ય સરકાર આપતી નથી તેવો આરોપ પાકવીમાં  કંપનીઓ શા માટે કરી રહી છે ??? આ મેસેજથી એક એક ખેડૂતને સમજાય છે કે રાજ્ય સરકાર ખેડૂતોને રૂપિયા આપતી નથી એટલે ખેડૂતોનો મંજુર થયેલો પાકવિમો પૂરો મળતો નથી. શું રાજ્ય સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતોને પાકવીમાની રકમ મળે ?? રાજ્ય સરકાર શા માટે ખેડૂત વિરોધી થઈ રહી છે ?? જે સબસીડી પાકવીમાં કંપનીઓને રાજ્ય સરકારે આપવાની છે એમાંથી વીમા કંપનીએ ખેડૂતોના જેટલા નાણાં આપવાના છે તે રાજ્ય સરકારે પાકવીમાં કંપનીની જેમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ
18) રાજ્ય સરકાર કેટલી ખેડૂતલક્ષી છે તે આ પરથી સમજાય છે કે ખેડૂતોનો 2019 નો મંજુર થયેલો પાકવિમો કંપનીઓ પાસેથી તેમના કાન પકડીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને નામદર ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી નામદર ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમાં કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી નામદર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે ???
       સામાન્ય રીતે તો રાજ્ય સરકાર ખેડૂતોને નાનું એવું તણખલું આપે તો પણ એને પહાડ ગણાવી પ્રેસ કોંફરન્સ કરી મોટી મોટી જાહેરાતો કરવામાં પાવરધી સરકાર આ પાકવીમાં બાબતે શા માટે મૌન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માગણી છે કે ખેડૂતોને મુજવતાં ઉપરોક્ત પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે, રાજ્ય સરકાર ખેડૂતોને જે રૂપિયા આપવાના છે તે સબસિડી આપતી ન હોવાનો મેસેજ કરી ખેડૂતોની નજરમાં સરકારને બદનામ કરતી પાકવીમાં કંપનીઓની વાત સાચી હોય અને રાજ્ય સરકારે પાંચ પાંચ વર્ષ સુધી ખેડૂતોને આપવાના રૂપિયા પેટે જે સબસિડી આપવાની હતી તે  આપી ન હોય તો તે તાત્કાલિક ચૂકવી ખેડૂતોના ખાતામાં જમા કરવા જોઈએ અને જો પાકવીમાં કંપનીઓએ રાજ્ય સરકારને બદનામ કરવા આવા મેસેજ કર્યા હોય તો રાજ્ય સરકારે પાકવીમાં કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક પાકવીમાં આપવો જોઈએ.
પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ
00000000000000
૧૧-૦૯-૨૦૨૩
·                    લમ્પી વાયરસ થી ગાયોના મોત મુદ્દે રાજ્યના મંત્રીશ્રીનું જુઠ્ઠાણું પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલ્લુ પડ્યું. લમ્પી વાયરસથી એકપણ પશુનુ મોત થયુ નથી તેવુ ખોટુ નિવેદન આપનાર પશુપાલન મંત્રી માફી માંગે.
·                    લમ્પી વાયરસ મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી સામે આવી.
‘સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીશ્રીએ ૨૭ ઓગષ્ટના રોજ નિવેદન આપ્યું હતું’. લમ્પી વાયરસ થી ગાયોના મોત મુદ્દે રાજ્યના મંત્રીશ્રીનું જુઠ્ઠાણું પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલ્લુ પડ્યું. ગાયમાતાના નામે સત્તા મેળવનાર ભાજપાએ ગાયમાતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે.  ગાયમાતાના ચિકિત્સા-સારવારમાં સદંતર નિષ્ફળ ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામ સહિત આસપાસના વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા હતા છતાં તા. ૨૭ ઓગસ્ટના રોજ રાજ્યના પશુપાલન મંત્રીએ વેરાકુઈ, બોરીયા ગામની ઉડતી મુલાકાત લઈ લમ્પી વાયરસના કારણે એકપણ પશુનું મોત માંગરોળ તાલુકામાં થયું નથી તેવુ જાહેર નિવેદન આપ્યું હતું. જે અંગે કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ વેરાકુઈ ગામ સહિત આસપાસના વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી અને મરણ થયેલ પશુના પોષ્ટમોર્ટમ કરાવતા લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ૩૩ કરોડ દેવતાનો જેમા વાસ એવા હિન્દુ ધર્મની આસ્થાનુ પ્રતિક ૪.૪૨ લાખ ગૌમાતાઓની સારવાર, નિભાવ અને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપા સરકારે ગુજરાતની જનતા બાદ ગાયમાતા સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.
એક વર્ષ પહેલા ગુજરાત રાજ્યના 18 જિલ્લાના 4 હજાર થી વધુ ગામોમાં લમ્પી વાઈરસની અસર મોટા પાયે જોવા મળી હતી, જે વિસ્તારમાં લમ્પી ગ્રસ્ત ગાયો વધુ છે ત્યાં દૂધ ઉત્પાદન સૌથી વધુ ઘટ્યું હતું. પશુ ડોક્ટરોના પદ ખાલી – ન દવા – ન સુવિધા, રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમા પોતાના જીવન અસ્ત્તિત્વ સામે લડી રહેલી ગૌમાતા માટે નિષ્ઠુર ભાજપા સરકારનુ રુવાડુ પણ ફરકતુ નથી. ન દવા – ન સુવિધા. કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી કોરોના કાળમાં ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્ટની ૨૯૪ જગ્યા ખાલી છે. પટાવાળાની ૪૦૫ જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્સક અધિકાર એટલે કે ૨૬,૨૫૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. સરકારના નિયમ મુજબ 10 ગામદીઠ અથવા 10 હજાર પશુ દીઠ એક નિરીક્ષક હોવા જોઈએ. હકીકત રાજ્યમાં કુલ પશુધન અને  ગામોની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 20-30 ટકા થી કામગીરીના લીધે લમ્પી ગ્રસ્તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરત,  ડાંગ, નર્મદા, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા જીલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં જ હજારો ગાયમાતાના મોત થયાની વિગતો જે તે સમયે સામે આવી હતી. “જ્યાં રસી હોય ત્યા સ્ટાફ ન હોય, જ્યાં સ્ટાફ હોય ત્યા રસી ના હોય” આ ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે. ત્યારે ભાજપ સરકાર પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨, ડ્રેસર, એટેંડન્ટની, પશુ નિરિક્ષક સહિતની પશુ દવાખાનામાં ખાલી પડેલ જગ્યા તાકીદે ભરે, રાજ્યમાં લમ્પી વાયરસને કારણે મોતને ભેટેલ ગાયમાતા, પશુધનના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને લમ્પી વાયરસની સામે સરકારી તંત્ર ગાયમાતા સહિતના પશુધનને બચાવવા માટે વિશ્વાસ પડે તેવા વાસ્તવિક પગલા ભરે.
ક્રમ
મહેકમનું નામ
કુલ સંખ્યા
ખાલી જગ્યા
પશુધન માટેની વાસ્તવિક સ્થિતી
1.
પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
૬૫૭
૨૯૦
૭૩૪૭૭ પશુધન પર ૧ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
2.
ડ્રેસર વર્ગ-૪
૨૩૫
૧૫૭
૩૪૫૭૧૮ પશુધન પર ૧ ડ્રેસર વર્ગ-૪
3.
એટેંડન્ટ
૩૯૮
૨૯૪
૨૫૯૨૮૮ પશુધન પર ૧ એટેંડન્ટ
4.
પશુધન નિરીક્ષક
૫૨૯
૨૭૪
૧૦૫૭૪૯ પશુધન પર ૧ પશુધન નિરીક્ષક
5.
પટાવાળા
૪૮૪
૪૦૫
૩૪૧૩૪૨ પશુધન પર ૧ પટાવાળા
000000000000000
 ૧૧-૦૯-૨૦૨૩
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીઓને લોકસભા બેઠકોની જવાબદારીની વહેંચણી કરી છે. જે અન્વયે એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝાજી, શ્રી બી.એમ. સંદીપજી અને શ્રી ઉષા નાયડુજીને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
શ્રી રામકિશન ઓઝાજી
અમદાવાદ પૂર્વ
અમદાવાદ પશ્ચિમ (એસ.સી.)
ખેડા
આણંદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
શ્રી બી.એમ. સંદીપજી
ભાવનગર
અમરેલી
સુરેન્દ્રનગર
રાજકોટ
જુનાગઢ
પોરબંદર
જામનગર
કચ્છ (એસ.સી.)
શ્રી ઉષા નાયડુજી
પંચમહાલ
દાહોદ (એસ.ટી.)
વડોદરા
છોટા ઉદેપુર
ભરૂચ
બારડોલી (એસ.ટી.)
નવસારી
સુરત
વલસાડ (એસ.ટી.)
00000000000000
૧૨-૦૯-૨૦૨૩
·      આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા.
·      ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫,૦૦૦થી વધુ વોટ મેળવનાર શ્રી અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
·      બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ભાજપના અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
·      છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષશ્રી આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
·      ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ જોરદાર પ્રતિસાદ.
ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫૦૦૦થી વધુ વોટ મેળવનાર શ્રી અર્જુનભાઈ રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી શ્રી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારીશ્રી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જશ્રી શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખશ્રી વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રીશ્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખશ્રી શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
ભાજપમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી સોલંકી હેમરાજજી મુળજી, ભાજપના આગેવાનશ્રીઓ શ્રી ઉપલાણા અશોકભાઈ, શ્રી પરેશભાઈ ચૌધરી, શ્રી લાલજીભાઈ ચૌધરી, શ્રી ધવલભાઈ ચૌધરી, શ્રી વિજયભાઈ રાજપુત, શ્રી પ્રતાપજી રાજપુત, શ્રી કોમલબેન ચાવડા સહિત ભાજપના આગેવાનો પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.
ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષશ્રી આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલ ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારશ્રીઓ અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે. ભાજપના કુશાસનમાં યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ગુજરાતના લોકોના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી હોઈ જનહિતમાં ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના લોકોએ સમગ્ર પક્ષને કોંગ્રેસમાં વિલીન કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
00000000000000
૧૪-૦૯-૨૦૨૩
·                     ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ ભાજપ સરકાર તાત્કાલીક રદ કરેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ
·                     ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક સત્વરે કરવામાં આવે.
          ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચાણક્યએ કહ્યું હતું કે, ઉત્તમ શિક્ષણ વગર ઉત્તમ રાષ્ટ્ર સંભવ નથી ત્યારે રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક થઈ રહી છે. ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવામાં આવે. રાજ્યની ભાજપ સરકાર ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવું કેટલા અંશે વ્યાજબી? તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાન મુકી હતી. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના વ્યાપક હિત માટે જ્ઞાન સહાયક યોજના તાત્કાલીક રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી-શિક્ષણ મંત્રીશ્રીને પત્ર લખી માંગ કરી છે.
—————————————————————————————————–
          પત્રકાર દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરમુખત્યારશાહી એટલી વધી છે કે, હવે ભાજપ પોતાના જ કાર્યકર્તાઓ-આગેવાનો-ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી મતદાન કરતા રોકી રહી છે. શિહોર, બગસરા સહિત ઘણી જગ્યાએ નગરપાલિકા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અંતરાત્મા જાગ્યો અને તેમણે ભાજપ વિરુધ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું ત્યારથી જ ભાજપે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિતનવા હતકંડા અપનાવીને મતદાન કરતા રોકી લોકશાહીનું હનન કર્યું હતું. સરમુખત્યારશાહી સામેના અંતરઆત્માના અવાજને રાવણ પણ રોકી શક્યો ન હતો તો ભાજપ ક્યાથી રોકી શકશે.
—————————————————————————————————–
          પત્રકાર દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટાયેલ સભ્ય પક્ષની શિસ્તમાં ન રહે, પક્ષ વિરૂધ્ધ મતદાન કરે તો તેના માટે ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ છે તે અંતર્ગત પગલા લેવામાં આવશે. ક્યાંય પણ પક્ષ વિરૂધ્ધની ઈરાદા પૂર્વકની કામગીરી હશે તો ચોક્કસ પગલા લેવામાં આવશે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખુલાશો કરશે અને આગામી દિવસોમાં પક્ષની શિસ્તને વળગીને રહેશે તો તેમના માટે પુનઃ વિચારણા કરવામાં આવશે.
  000000000000000000
  ૧૪-૦૯-૨૦૨૩
·        તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ
·        તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ના આદેશના ઉલ્લંઘન કરી ગેરહાજર રહેનાર 9 સભ્યોને તાત્કાલિક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો.
          તાજેતરમાં તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે નિર્ણય કરેલ છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર વિવિધ તાલુકા પંચાયતમાં ગારીયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિધ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવાના સભ્યોનો સમાવેશ થાય છે ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષના આદેશ વિરુદ્ધ ગેરહાજર રહેનાર નવ સભ્યોને પણ પક્ષ તરફથી તાત્કાલિક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
  0000000000000000000000000
  ૬/૯/૨૦૨૩
•    રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ વંચિત રાખવાનુ મહાપાપ કરતી ભાજપા સરકાર….
•    પાંચ પ્રકારના શિક્ષકોના નામોનુ સજઁન કરીને ભાજપા સરકાર સાબિત શુ કરવા માંગે છે ?
•    શિક્ષણ આપવાના સમાન કામ સામે સમાન વેતન નહી આપીને શિક્ષકને સાધારણ સાબિત કરતી ભાજપા સરકાર.
•    સંવેદન અને નિણાઁયક ભાજપા સરકારની રાજયના ૨૫ વષઁના અંતે શિક્ષણની અધોગતિની જે ફલશ્રુતિ છે તે તેની શુધ્ધબુધ્ધી અને સભાન અવસ્થામા થયેલા વહિવટનુ પરિણામ છે ?
•    રાજયનુ ૩૫,૦૦૦ કરોડ રુપિયાનુ શિક્ષણ બજેટ છે અને રાજયની ૭,૬૫૨ પ્રાથમિક શાળામા પીવાનુ અને ૨૨,૦૦૦ પ્રા.શાળામા ટોઇલેટમા પાણી નથી આ વહિવટના પરિણામ બાબતે મા. શિક્ષણ મંત્રીને શરમ નથી આવતી ?
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય અને ગુજરાત રાજય આદિજાતિ વિકાસ વિભાગના વન બંધુ કલ્યાણ યોજના અંતગઁત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજયુકેશન સોસાયટી  (GSTES) સંચાલિત, સરકારી મોડલ સ્કુલો એકલવ્ય મોડેલ રેસી. સ્કુલ (EMRS) અને ગલ્સઁ લિટરેસી રેસી.સ્કુલ (GLES)  નામે આશરે ૧૫ ટ્રાઇબલ જીલ્લામા ૨૦૦ સ્કુલો વષઁ ૨૦૦૮ મા શરુ કરવામા આવેલ.
સરકારના દાવા મુજબ તેમા ૯૦,૦૦૦ વિદ્યાથીઁઓ અભ્યાસ કરે છે અને પાંચ પ્રકારના ( તાસ પધ્ધતિ શિક્ષક, LMC શિક્ષક, સોસાયટી શિક્ષક, વિદ્યાસહાયક શિક્ષક અને શિક્ષણ સહાયક શિક્ષક) ૩૦૦૦ શિક્ષકો અભ્યાસ કરાવે છે.
ભાજપાની સંવેદન અને નિણાઁયક સરકાર સવાલોનો જવાબ આપે..
1.  આ શિક્ષકોને એક સામાન કામ છે પરંતુ એક સમાન વેતન કેમ નહી ?
2.  ૧૫ વષઁથી આ શિક્ષકો કામ કરે છે તેને કાયમી કેમ કરવામા નથી આવતા ?
3.  અમુક શિક્ષકોને શરુઆતમા ૨૦૦/- , ૨૫૦/- અને હવે ૪૧૭/- પ્રતિદિન રોજમદારી ચુકવાય છે આ શિક્ષકોનુ આથિઁક શોષણ કેમ કરવામા આવે છે ?
4.  મોટાભાગની શાળાઓ અંતરીયાળ વિસ્તારમા આવેલી છે તો શિક્ષકોને વિશેષ ભથ્થાનો લાભ કેમ નહી ?
5.  આ શિક્ષકોને કાયમી કયારે કરવામા આવશે? અથવા “સમાન કામ સમાન વેતન”નો લાભ આપવામા આવશે કે નહી?
મનહર પટેલ
000000000000000
૧૬-૯-૨૦૨૩
·                   જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસના કાર્યક્રતાઓની અટકાયત કરવામાં આવી
·                   યુથ કોંગ્રેસે હુવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેના માટે પ્રાર્થના કરી
જ્ઞાન સહાયક  યોજના યુવા વિરોધી   હોવાથી યુવા કોંગ્રેસ દ્વારા હવન કરીને સરકારને સદબુદ્ધિ આવે  તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા  પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાનો સરકાર દ્વારા  અમલ કરવાથી અનેક યુવાનો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે તેની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરવામાં  આવી હતી. જેને લઈને આજે યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો.જો કે પોલીસે હવનકુંડ સાથે  યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર જણાવ્યું હતુ કે આજે બેકારીનો દર ખૂબ ઊંચો છે. વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે પરંતુ સરકાર ખાલી પડેલી નોકરીની જગ્યા ભરતી નથી. જ્ઞાન સહાયક યોજના એ  યુવા વિરોધી છે અને કરાર આધારિત ભરતી વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા છે, સરકાર સામે વિરોધ દર્શાવીએ છીએ કે આ યોજના રદ કરીને કાયમી ભરતી કરવામાં આવે.
મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી, યુથ કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ખોખરા સર્કલ પાસે આવેલ હનુમાનજીના મંદિર બહાર જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો હતો. જ્ઞાન સહાયક યોજનામાં કાયમી ભરતી કરવામાં આવે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા હવન કર્યો હતો.મંદિર બહાર હવન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની હવનકુંડ સાથે પોલીસે અટકાયત કરી હતી.તમામ કાર્યકરોની અટકાયત કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનાર, હેમાલ  પટેલ, પાર્થ  કોષ્ટી અને યશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તા જોડાય હતા અને તેઓની અટક્યાત કરી હતી.
 0000000000000
 ૧૮-૦૯-૨૦૨૩
·        સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં: કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું
·        માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના સત્તાધિશો સામે તાત્કાલીક કાનુની કાર્યવાહી કરવાની માંગ: ડૉ. મનિષ દોશી.
            સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું, હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું ત્યારે માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે તાત્કાલીક કાનુની કાર્યવાહી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર પરિયોજના – બંધ સંચાલન અધિકારીઓની ગેરજવાબદાર-લેટ લતીફીને લીધે ફરી એક વખત નર્મદા બંધના નીચેના વિસ્તાર પુરગ્રસ્ત બન્યો. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલકર્વનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે, તા. 14, 15, 16 સપ્ટેમ્બર ના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના ખરગોન, મંડલા, નરસિંહપુર, સિણની, બાલાઘાટ, હરદા જબલપુર અને ખંડવામાં વરસાદ શરૂ થઈ. જેના 14/09 ના આંકડા ઉપલબ્ધ છે. જેના લીધે સરદાર સરોવર યોજનામાં પૂર આવ્યું. હવામાન ખાતાના તા. 16 સપ્ટેમ્બરના સવારના 8-30 કલાકે જીલ્લાવાર વરસાદના આંકડા ખરગોન, અલીરાજપુર, દેવાસ, ધાર, હરદા, જાબુઆ, ખંડવા અને નર્મદાપુરમ માં ભારે વરસાદની માહિતી સ્પષ્ટ છે. સીડબલ્યુસી અને એસએસપી અધિકારીઓને દર કલાકે થતા વરસાદના આંકડા મળે છે જેના આધારે સરદાર સરોવર પરિયોજનામાં કેટલું પાણી બંધમાં આવશે તેનું પુર્વાનુમાન કરી શકે અને આનુસંગિક પગલા ભરી શકે.
            નર્મદા બંધ ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે, જો કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારત છે,  ૧૪ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો હતો, નર્મદામાં ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયું, સંચાલનકર્તા અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ના કર્યું, સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે, અધિકારીઓની બેદરકારીના કારણે ૧૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો એકદમ છોડવામાં આવ્યો. એકસાથે પાણી આવતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરીવળ્યા, ગુનાહીત બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય, ફરજ ચૂક બદલ એમની સામે કાર્યવાહી કરી રકમ વસૂલવામાં આવે, ત્રણ જિલ્લાઓમાં કરોડોના માલ-સામાનને નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી ના આપ્યું અને આયોજનના અભાવે પાણી દરિયામાં ચાલ્યું ગયું.
            ડેમ સત્તાવાળાઓએ 17 સપ્ટેમ્બરની સવાર સુધી ડેમમાંથી ધીમે ધીમે અને સતત પાણી છોડવાનું ટાળ્યું હતું જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ડેમ સાઈટ પર આયોજિત સમારોહ હાથ ધરવામાં આવે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકાય. સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP) ડેમ ઓપરેટરોની મોડેથી, સુસ્તીભરી અને બિનજવાબદારીભરી ક્રિયાઓએ ફરી એકવાર ગુજરાતમાં ભારે અને મોટા પ્રમાણમાં ટાળી શકાય તેવા પૂરમાં ફાળો આપ્યો છે. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પાણીનું સ્તર (ઉચ્ચ પુર સ્તર)ની નજીક આવી રહ્યું હતું, પરંતુ જો સરદાર સરોવર પરિયોજના સત્તાવાળાઓએ અગાઉના આધારે પગલાં લીધાં હોત તો SSP અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને વિસ્તારો માટે આ પૂર નોંધપાત્ર રીતે નીચા અને ઘણા ઓછા વિનાશક બની શક્યા હોત.
            જો સરદાર સરોવર પરિયોજના (SSP) સત્તાવાળાઓ અને સેન્ટ્રલ વોટર કમિશને (CWC) તેઓને મળતા કલાક દીઠ કેચમેન્ટ વિસ્તાર વરસાદના આંકડાઓના આધારે પ્રવાહની આગાહી શરૂ કરી હતી, તેઓ આ આંકડાઓને ધ્યાનમાં લેતા, 14 સપ્ટેમ્બરના રોજ SSP તરફથી ડાઉનસ્ટ્રીમ રિલીઝમાં વધારો કરવાનું શરૂ કરી શક્યા હોત. 16 સપ્ટેમ્બર 2023ના રોજ 08-30 કલાકે પૂરા થતા 24 કલાક માટે હવામાન ખાતા દ્વારા નોંધાયેલ જીલ્લા મુજબનો વરસાદ ઘણો વધારે હતો. ખરગોન (144.6 મીમી), અલીરાજપુર (108.2 મીમી), દેવાસ (149.7 મીમી), ધાર (80.4 મીમી), હરદા (205.2 મીમી), ઝાબુઆ (92.4 મીમી), ખંડવા (147.6 મીમી) અને નર્મદાપુરમ (131.7 મીમી), અન્ય વચ્ચે. CWC અને SSP સત્તાવાળાઓ કેચમેન્ટમાં વરસાદ અંગે કલાકદીઠ અપડેટ મેળવે છે, તેથી IMD દ્વારા 08-30 કલાકે આ 24 કલાકના આંકડાની જાણ થાય તે પહેલાં જ તેઓ પ્રવાહની આગાહી અને ડાઉનસ્ટ્રીમ નદીની વહન ક્ષમતામાં વધારો કરી શક્યા હોત. નર્મદા પરના બર્ગી ડેમના દરવાજા 14 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરની મોડી સાંજ સુધીમાં, નર્મદા પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને ડેમના સ્તરમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હતું, જેમ કે સેન્ટ્રલ વોટર કમીશન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. બંને ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમ મોડી કલાકો સુધીમાં તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર)ની નજીક હતાં. SSP સત્તાવાળાઓ માટે 14 અને 15 સપ્ટેમ્બરે SSPના દરવાજા ખોલવાનું શરૂ કરવાનો આ બીજો સંકેત હતો કારણ કે આ અપસ્ટ્રીમ ડેમમાંથી છોડવામાં આવતું પાણી SSP પાસે આવવાનું બંધાયેલ હતું. જો કે, 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી, આઘાતજનક રીતે, સરદાર સરોવર પરિયોજનામાંથી એસએસપી સત્તાવાળાઓએ હજુ પણ કોઈપણ ગેટ ખોલ્યા ન હતા, રીલીઝ ફક્ત રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) માંથી હતા. નદીમાં પાણી છોડવાનું શરૂ કરવા માટે પૂરતી કાર્યવાહી કરવા યોગ્ય માહિતી ઉપલબ્ધ હતી. આ સ્પષ્ટ હકિકત પછી કોના આદેશથી બંધનું સંચાલન રુલકર્વ મુજબ કરવામાં ન આવ્યું ? બેજવાબદારી અને લેટ-લતીફી દાખવનાર અધિકારીઓ કોના ઈશારે કામ કરી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતના નાગરિકોને મળવો જોઈએ.
000000000000000000
૨૨-૦૯-૨૦૨૩
·                    અગમ્ય કારણોસર ગુજરાતે આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને કારણે ઉભી થઈ.
            માનવસર્જિત પુરની આપદાથી ભરૂચ-વડોદરા-નર્મદા જીલ્લામાં પાણી ફરી વળતા મોટાપાયે તારાજી થઇ અને લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે ભાજપ સરકારની લીપાપોથી વલણ પર આકરા પ્રહાર કરતા ડૉ. જયનારાયણ વ્યાસએ જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમનું પહેલું અને પાયાનું કામ હેઠવાસમાં થતી તબાહી રોકવા ફલડ રેગ્યુલેટર એટલે કે પૂર નિયંત્રક તરીકેનું છે. 6ઠ્ઠી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થયો અને ઉત્તરોત્તર ત્યાર પછીના પાંચ થી છ દિવસમાં એનું જોર વધતું ગયું. દાહોદથી માંડી મધ્યપ્રદેશના આ વિસ્તારમાં નવી લો પ્રેસર સિસ્ટમ શરૂ થઈ ગઈ હતી, તેને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી ભારત સરકારના હવામાન ખાતાએ સ્પષ્ટ રીતે કરી હતી. જ્યારે મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થયો સરોવરની ઉપરવાસમાં મધ્યપ્રદેશના બંધ એફઆરએલ(ફૂલ રીસોર્વોયર લેવલ) ની નજીક એટલે કે છલોછલ ભરાઈ ગયા જેથી મધ્યપ્રદેશના બંધમાંથી પાણી છોડવું પડે. ઉપરવાસમાં વરસાદ એટલો ભારે હતો જેને કારણે આ બંધોના લગભગ બધા જ ગેટ ખોલવા પડે, જે પ્રક્રિયા 14-15 સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઈ હોવી જોઈએ. આ પાણી સતત સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે તે ખ્યાલ અનુભવી ઈજનેરો અને મહેસુલ ખાતાના અધિકારીઓને 7મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બરે સુધી કેમ ન આવ્યો?
          મધ્યપ્રદેશેમાંથી ઉપરવાસના આ બંધોના ગેટ ખોલવાનું શરૂ કર્યું ત્યારે ગુજરાતને નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટીને પાણી રોકી ન રાખવાને બદલે સરદાર સરોવર ડેમનું પાણી રીલીઝ કરવાનું ચાલુ કર્યુ હોત તો હેઠવાસમાં પૂરની આટલી ભારે અને નુકસાનકારક સ્થિતિ ના સર્જાત. કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને કારણે ઉભી થઈ. માનવ સર્જિત પુરની આફત માટે સતાધીશો અવનવા તર્ક આપી રહ્યા છે. વાદળ ફાટવાની તર્કથી વિહીન વાતો કરી રહી છે. પ્રવકતામંત્રીશ્રી કહે છે કે “અતિ પાણીનો જથ્થો આવી જતા પાણી છોડવું પડ્યું” અને આ પરિસ્થિતિ થઇ. “સરદાર સરોવર નિગમની સત્તાવાર અખબારી યાદી વાદળ ફાટવાના કારણે વધુ પાણીની આવક થઇ”. ક્યાં વાદળ ફાટ્યું? રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ- હવામાન ખાતાએ કેમ કોઈ વિગતો જાહેર ન કરી?  અમરકંટકથી સરદાર સરોવર સુધી વરસાદ અને રનઓફના આંકડા રોજેરોજ મળે તેવી સિસ્ટમ છે. આ સિસ્ટમ રીઅલ ટાઈમ સિસ્ટમ છે એટલે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી પાસે સરદાર સરોવરમાંથી આવતા પાણી અંગે અદ્યતન ડેટા હોવા છતાં આ પ્રકારની હોનારત કેવી રીતે થઇ ? દર વર્ષે દરેક મધ્યમ અને મોટા બંધ માટે ફલડ મેમોરેન્ડમ બને છે. આમાં તેમાંથી કેટલા લેવલે પાણી છોડવામાં આવે તેમજ કેટલો વિસ્તાર / ગામ ડુબે તેના વિગતવાર અંદાજો મળી જાય છે. ચાલુ વર્ષનું ફલડ મેમોરેન્ડમ નર્મદા વિભાગે રેવન્યુ વિભાગે કેમ અપલોડ કર્યું નથી ? આ મેન્યુઅલમાં મૂકેલ રૂલકર્વને આધારે પાણી ક્યારે છોડવું, કેટલું છોડવું અને ક્યા લેવલે પાણી છોડે ત્યારે કેટલો વિસ્તાર / ગામ ડૂબે તે માહિતી વિગતવાર હોય છે.
          નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટી એમની વેબસાઈટ પર આ બધી માહિતી રોજ મુકે છે, જે 6ઠ્ઠી સપ્ટેમ્બર પછીની સ્થિતિ બતાવતી વેબસાઈટ કેમ બંધ કરી દેવામાં આવી છે? જેના કારણે હેઠવાસમાં રેવન્યુ વિભાગ અથવા સિંચાઈ વિભાગ તેમજ ગાંધીનગર આવેલ ફૂલડ કન્ટ્રોલ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને કોઈ જ વિગત મળે નહીં. ફલડ મેમોરેન્ડમ ક્યાં તો તૈયાર કરવામાં આવ્યું નથી અથવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું નથી, જે અગાઉ સરદાર સરોવર નર્મદા વિભાગ અને મહેસુલ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેતું. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા 6 સપ્ટેમ્બર બાદ ‘ડેઈલી રીપોર્ટ’ પણ મૂકવાનું બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે વેબસાઈટ ઉપલબ્ધ નથી.
  0000000000000000
  ૨૧-૦૯-૨૦૨૩
·        પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે: સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને માનવસર્જિત પુરને કારણે મોટાપાયે નુકશાની માટે તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે: કોંગ્રેસ.
·        માનવસર્જિત આફતની ન્યાયધીશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે : કોંગ્રેસ
·        માનવસર્જિત આફતથી ભરૂચ-નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી: અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી, તંત્રની નિષ્ક્રિયતા સામે આવી
            માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર રજુ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરદાર સરોવર પરિયોજનામાં 18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે.  ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી દડા, સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ કરતા મકાન, ઘરવખરી, દુકાન, ધંધાઉદ્યોગ, ખેતી,પશુધનને ખુબ મોટું નુકશાન થયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવ કીચડ અને ગંદગીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે. ત્યારે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી સરકાર પ્રભાવિત વિસ્તારો રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગની ટીમો મોકલવામાં આવે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે, માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે, માનવસર્જિત પુરઆફતની ન્યાયધીશની વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
            ખેડૂતોનો ઉભો પાક ખતમ થઈ ગયો છે, આજે પણ ખેતરોમાં દોઢ ફૂટ પાણી છે, ખેતરોમાં રેતી આવી ગઈ છે, કાદવ છે. ખેડૂતોએ ખૂબ મોટી જહેમત ઉઠાવવી પડશે. સોસાયટીમાં પાણી ભરાવાથી સામાનને નુકસાન થયુ છે, ઘરોમાં 10-10 ફૂટ પાણી ભરાયેલા હતા વિસ્તારના સામાન્ય-મધ્યમવર્ગના લોકો ખુબ હાલાકીની સામનો કરી રહ્યા છે. સ્થાનીકો સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યુ કે ભૂતકાળમાં જ્યારે પાણી છોડાતુ તો જાણ કરાતી હતી પરંતુ આ વખતે કોઈ જ જાણ કરાઈ નહોતી. ભલે કલેક્ટરની એસી ઓફિસોમાં બેસે પરતું આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જાય. જે લોકોના મકાન તબાહ થયા છે તેમને ઘર આપવામાં આવે,  જેમની સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે તેને વળતર આપવામાં આવે,  દુકાનોમાં વેપારીઓને જે નુકસાન થયુ છે તેનો સત્વરે સર્વે કરાવી વળતર આપવામાં આવે, પશુધન મૃત્યુ પામ્યા છે તેનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરે.  ત્રણેય જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયુ છે તેના માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે
            ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલએ જણાવ્યું હતું કે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં છે, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલજીની સુચનાથી વડોદરા-ભરૂચ-નર્મદા જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળવા પ્રતિનિધિ મંડળએ મુલાકતની લીધી હતી. અને આખેદેખ્યો તારાજીનો ચિતાર મેળવ્યો હતો. નર્મદા ડેમમાંથી છોડાયેલા 18 લાખ ક્યુસેકથી વધુ પાણીએ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જી છે. અસરગ્રસ્ત લોકોને તબાહીમાં હજુ સુધી કોઈ સરકારી સહાય હજુ મળી ન હોવા અંગે સ્થાનિક લોકોએ આકોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણને પણ મોટું નુકશાન થયું છે. વેપારીઓના માલસામાન સંપૂણપણે નાશ પામ્યા છે. લોકોની ખાનગી મિલકતોની સાથે મોટાપાયે સરકારી મિલકતોને પણ નુકશાન થયાની વિગતો સામે આવી છે. ઉત્સવ-તાયફાપ્રિય ભાજપ સરકારની ઘેલછાને કારણે માનવસર્જિત પુરથી લોકોને ભારે નુકશાન અને દુઃખ વેઠવું પડ્યું છે ભરાયેલા પાણી ઉતર્યા બાદ પણ કોઈ સહાય ન ચુકવતા લોકોમાં મોટો રોષ જોવા મળ્યો છે જે ભાજપના જીલ્લા પ્રભારી મંત્રીશ્રી પર ગુસ્સો લોકોએ ઠાલવ્યો હતો.
            માનસવર્જીત આફતથી ભરૂચ, નર્મદાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મળેલ પ્રતિનિધિ મંડળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહ, મહામંત્રીશ્રી બળદેવભાઈ લુણી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
00000000000000
૨૩/૯/૨૦૨૩
•              મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. – મનહર પટેલ
•              મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?
(1)     ખેડૂતોને વળતર અપાવવા…
(2)     નકલી બિયારણના કાયદાઓમાં વધારાની અસહ્ય સજા કરવાની જોગવાઈ….
(3)     ખતરનાક અસામાજિક પ્રવૃતિ (પ્રિવેન્શન ઑફ ડેન્જરસ એક્ટિવિટીઝ ઑફ સ્લમલોર્ડ્સ, બુટલેગરો, ડ્રગ-અપરાધીઓ, ખતરનાક વ્યક્તિઓ, વિડિયો પાઇરેટ્સ, રેતીના દાણચોરો અને ખાતર-બિયારણ અને જંતુનાશક દવાના વેપારીઓ)
ત્રણ નવા કાયદાઓ વિધાનસભાના આગામી સત્રમાં પસાર કરવા જઇ રહી છે. …
ખેડૂતોને વર્ષોથી છેતરતી આવી કંપનીઓ મહારાષ્ટ્રમા ખેડૂતોના આપઘાતનું મોટું કારણ છે, અને તેના કારણે મહારાષ્ટ્ર સરકારનું ખેડૂતોના વિશાળહિતમા લેવાયેલ નિર્ણય સમગ્ર મહારાષ્ટ્રના ખેડૂત સમાજ આવકારી રહ્યા છે..
મહારાષ્ટ્રમાં ગુણવત્તાયુક્ત ખેતીવાડીના ઈનપુટ્સનો વેચાણ કરતી કંપનીઓ આ કાયદાઓને નિર્ભયપણે આવકારે છે અને સન્માન કરે છે, પરંતુ જે લેભાગુ કંપનીઓ છે કે જે ખેડૂતોને છેતરવના જ ધંધા કરે છે તેમને મહારાષ્ટ્રમાંથી બિસ્તરા પોટલા બંધાવાની નોબત આવશે.
આ ત્રણેય કાયદાની મજબૂત અમલવારીથી રાજ્યના ખેડૂતોને છેતરાવાની, નકલી કે હલકી ગુણવતાના બીજ – જંતુનાશક દવા કે ખાતર આપવાની કોઇ હિંમત નહિ કરે અને ખેડૂતોના આપઘાતના કિસ્સાઓને રોકી શકાશે.માટે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના ભવિષ્ય માટે અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા ખુબ મહત્વનો સાબિત થશે…
મહારાષ્ટ્રના સીમાડે ગુજરાતમાં પણ દિવસેને દિવસે નકલી બિયારણ – જંતુનાશક દવા અને રા.ખાતરોની આર્થિક બરબાદીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે તેથી મહારાષ્ટ્ર સરકાર જે ત્રણ કાયદાઓ લાવવા જઈ રહી છે તે ગુજરાતમાં પણ વહેલામાં વહેલીતકે લાવવામાં આવે તેવી રાજ્ય સરકારને ખેડૂત સમાજની માંગ ઉઠી છે…
છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાત સરકાર નબળા – નકલી અને અનઅધિકૃત બિયારણ વેચતા બીજ બુટલેગરોને રોકી-અટકાવી શકતી નથી કે નથી તેની નુકશાનીનો આર્થિક ભોગ બનેલ ખેડૂતોને વળતર ચૂકવી શકતી આ હકીકત છે.
માટે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તાશ્રી મનહર પટેલની માંગ છે કે ગુજરાત સરકાર ગુજરાતની ખેતી અને ખેડૂતને બચાવવા માટે આ ત્રણેય કાયદાઓ લાવે.
0000000000000000000
૨૩-૦૯-૨૦૨૩
            માનવ સર્જિત આપદાને કારણે નર્મદા પુરમાં થયેલી મોટી તારાજી પછી સરકારના “મંત્રી હોય કે સંત્રી”જન આક્રોશનો ભોગ બની રહ્યા છે. ત્યારે ભોગ બનેલા હજારો અસરગ્રસ્તોને નજીવી સહાય જાહેર કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આંખે પાટા બાંધી ચાંપલૂસી માટે પાણી છોડવામાં આવ્યું હતું. માનવ સર્જિત આપત્તિને કુદરતી આપત્તિ પ્રસ્થાપિત કરવા ભાજપ સરકાર રોજ નીત નવા વિગતો જાહેર કરી રહી છે. ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાની આશરે ૭૦ લાખ કરતા વધુ વસ્તીમાં મોટાભાગના વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોને કરોડોનું નુકસાન થયું છે. નર્મદા-ભરૂચ-વડોદરા સહિતના જીલ્લામાં મોટાપાયે નુકસાન સામે સરકારે “કુટુંબદીઠ કપડા સહાય તરીકે રૂ. 2,500/- અને ઘરવખરી સહાય તરીકે રૂ. 2,500/- એટલે કે કુલ રૂ. 5,000/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ. 2,000/- મળી કુલ રૂ. 7,000/- (કુટુંબદીઠ) કપડા અને ઘરવખરી” માટેની નજીવી જાહેરાત કરી છે જે પૂરગ્રસ્ત લોકોની સૌથી મોટી મશ્કરી સમાન છે. 3,500/- માં આખા પરિવારના કપડા અને 3500/- માં ઘરવખરી ક્યાં મળે ? તે ભાજપ સરકાર જણાવે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ તાત્કાલિક પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રતિનિધિ મંડળને મોકલ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જાત તપાસ કરતા મકાન, ઘરવખરી, દુકાન, ધંધાઉદ્યોગ, ખેતી,પશુધનને ખુબ મોટું નુકશાન થયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવ કીચડ અને ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે. કહેવાતી સંવેદનશીલ ભાજપ સરકારમાં માનવતા પણ પૂરમાં વહી ગઈ છે ત્યારે ભાજપ સરકારે માનવીય અભિગમ,સંવેદનશીલ વ્યવહાર રાખીને નુકસાન માટેનું વળતર ચુકવવા ને બદલે નજીવી રકમ જાહેર કરીને વધુ એક વાર મજાક કરી છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસનો તાયફો ગુજરાતને કરોડોમાં પડ્યો છે. ભાજપ સરકારમાં ઉભી થયેલી માનવસર્જિત પુરના પાપ પર મલમ લગાવવા માટેના પેકેજ હજારો અસરગ્રસ્તોની મશ્કરી સમાન છે. ભાજપના સંત્રી-મંત્રી વિસ્તારોમાં મુલાકાતે જઈ શકતા નથી સ્થાનિક લોકોના આક્રોશને કેમ કરીને બંધ કરવા તે માટે જેમતેમ કરીને પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પુનઃવસન ના થાય ત્યાં સુધી સરકારી જાહેર કાર્યક્રમો બંધ કરી તેના રૂપિયા અસરગ્રસ્તોના પુનઃવસનની કામગીરીમાં ઉપયોગ કરવામાં આવે તેવી કોંગ્રસ પક્ષ માંગ કરે છે. પુર અસરગ્રસ્ત લોકો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ સહીત સ્થાનિક આગેવાનો દ્વારા સતત ધરણા-પ્રદર્શન અને અનશન કરી રહ્યા છે.
          ભરૂચ, નર્મદા અને વડોદરામાં ‘માનવસર્જિત આપદામાં મોટાપાયે ખેતીને નુકસાન થયું છે. મોટાભાગાની જમીનનું ધોવાણ થયું છે. આ ત્રણ જીલ્લામાં સીમાંત ૧,૭૧,૬૨૧ નાના ૧,૧૫,૬૪૬, અર્ધ મધ્યમ ૮૨,૬૬૭, મધ્યમ,૪૫,૩૭૨ એટલે કે ૪ લાખ કરતા વધુ ખેડૂતોમાંથી મોટાભાગના ભોગ બન્યા હોય ત્યારે ખેડૂત-ખેતીને પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકારએ જાહેર કરેલ સહાય મજાક સમાન છે. વારંવાર કુદરતી આપદામાં આર્થિક બોજમાં દબાયેલા ખેડૂતો માનવ સર્જિત નર્મદા પુર બાદ સંપૂર્ણ રીતે આર્થિક દેવામાં ધકેલાઈ ગયા છે. અસરગ્રસ્ત લોકોને તબાહીમાં હજુ સુધી કોઈ સરકારી સહાય હજુ મળી ન હોવા ,અંગે સ્થાનિક લોકોએ આકોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણને પણ મોટું નુકશાન થયું છે.  વેપારીઓના માલસામાન સંપૂણપણે નાશ પામ્યા છે. મોટા ભાગના વિસ્તારમા કેળ અને શાકભાજીનો પાક છે. શાકભાજીને પણ બાગાયતની માફક વળતર  ચૂકવવુ જોઈએ, બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮-અમાં જણાવેલ  તમામ  જમીન  માટે વળતર ચૂકવવું જોઈએ. ગામડાઓમાં ગ્રામસેવક નો અભાવ છે તલાટી સર્વે કરવા શક્તિમાન નથી ત્યારે ડ્રોન સર્વે અથવા સેટેલાઈટ સર્વેના આધારે તમામ પાણી ભરાયેલ વિસ્તારોના ખેડૂતોને ૩૩ ટકા ની મર્યાદા રદ કરી તમામ નુકસાન ગણી વળતર ચૂકવવું જોઈએ તેવી કોંગ્રેસ પક્ષએ માંગ કરે છે.
  00000000000000
  ૨૪-૦૯-૨૦૨૩
            અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખશ્રીઓ, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે. આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો અને સંગઠન નિમણૂક પર ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રીને લોકસભાની બે થી ત્રણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે જ્યાં તે લોકસભા બેઠકોમાં તાત્કાલીક પ્રવાસ કરશે અને સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની આગામી ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજીક સમિકરણો અને સ્થાનિક પ્રશ્નો, પક્ષના કાર્યક્રમો, પ્રજાકીય આંદોલનો અંગે ગહન પ્રવાસ કરશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને સંપૂર્ણ અહેવાલ આપશે. રાજ્યની હાલની સ્થિતી અને લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ તેમના સૂચનો રજૂ કર્યા હતા.
ગુજરાતના કોંગ્રેસ સંગઠનના 33 જીલ્લા અને 8 શહેરોના પ્રમુખશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલજીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4000 કિ.મી. જેટલી પદયાત્રા કરીને ઐતિહાસીક રેકર્ડ બનાવ્યો છે. આપ સૌ શહેર-જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઈને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવંતુ બનાવશો તો સફળતા નિશ્ચીત મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.
33 જીલ્લા અને 8 મહાનગરોના સંગઠનના પ્રમુખશ્રીઓ સાથેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. હાથ સે હાથ જોડો અભિયાનની સભ્ય નોંધણી ઝુંબેશ માટે સોંપાયેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવી જરૂરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નર્મદાના પુરથી નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લામાં ભારે નુકસાન થયું છે. સરકારે નજીવી સહાય કરીને અસરગ્રસ્તોની મશ્કરી કરી છે ત્યારે અસરગ્રસ્તોને પુરતુ વળતર મળે તે માટે કોંગ્રેસ પક્ષ તમામ લડાઈ લડશે.
            વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી શ્રી રામકિશન ઓઝા, શ્રી ઉષા નાયડુ, શ્રી બી.એમ. સંદીપ, કાર્યકારી પ્રમુખશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી શક્તિસિંહ ગોહિલ – છોટા ઉદેપુર, ભરૂચ
શ્રી જગદીશભાઈ ઠાકોર – અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા,
શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ – ખેડા, આણંદ, મહેસાણા
શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા – બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, કચ્છ
શ્રી ભરતસિંહ સોલંકી – પંચમહાલ, વડોદરા, નવસારી, સુરત
શ્રી અમિતભાઈ ચાવડા – ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર
શ્રી પરેશભાઈ ધાનાણી – ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગર
શ્રી સુખરામભાઈ રાઠવા – દાહોદ, બારડોલી, વલસાડ
00000000000000000
૨૫-૯-૨૦૨૩
·                    મહિલા આરક્ષણ બિલ થી મહિલા અધિકાર ની વાત કરતી ભાજપ, નવા સંસદ ના વિશેષ સત્ર માં બોલીવુડ એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કેમ નહિ? શ્રીમતી રજની પાટીલ સાંસદ રાજ્યસભા.
·                    પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી દ્વારા ૧૯૮૯ માં લાવેલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ૩૩% મહિલા અનામત નો વિરોધ ભાજપ ના નેતા અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિંહા અને રામ જેઠમલાણી એ કર્યો હતો.
·                    મહિલા આરક્ષણ થી દેશ ની ૫૦% આબાદી ના મહિલા અધિકારો ના વિચારો ના પાયા માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની દૃઢતા અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી ની દીર્ઘદ્રષ્ટિ.
·                    ગુજરાતમાં કોંગ્રેસમાં મહિલા પ્રતિનિધિત્વના સવાલના જવાબમાં શ્રીમતી પાટીલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ૧૯૮૫ થી ૨૦૧૭ સુધીની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૯૭ મહિલા ઉમેદવાર આપ્યા જ્યારે ભાજપે ૭૬ મહિલા ઉમેદવારો આપ્યા છે.
·                    મહિલા આરક્ષણ બિલ માં એસ.સી, એસ. ટી અને ઓબીસી મહિલા ના આરક્ષણ ની જોગવાઇ થાય તેવી માંગ.
રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતાં શ્રીમતી રજની પાટીલ સંસદ રાજ્યસભા મહામંત્રી એ.આઇ.સી સી એ ભાજપ ની કથની અને કરની ઉપર સવાલ ઉપાડ્યા હતા. શ્રીમતી રજની પાટીલ એ કેન્દ્ર ની ભાજપ સરકાર ઉપર સવાલ કર્યો હતો કે સંસદ ના નવા સદન ના વિશેષ સત્ર દરમિયાન મહિલા આરક્ષણ બિલ ના પ્રચાર માટે મુંબઈ થી એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ને કેમ નહિ? મહિલા આરક્ષણ બિલ ને ચૂંટણીલક્ષી જુમલો ગણાવતા, ૨૦૨૯ માં આરક્ષણ લાગુ થશે કે નહીં તેવી શંકા વ્યકત કરી હતી.  ઈતિહાસને યાદ કરતા શ્રીમતી રજની પાટીલ એ જણાવ્યું હતું કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા ૧૯૮૯ માં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ માં ૩૩% મહિલા અનામત નું બિલ રજૂ કર્યું હતું ત્યારે ભાજપ ના દિગ્ગજ નેતા ગણાય તેવા શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી યશવંત સિંહા અને રામ જેઠમલાણી જેવા નેતાઓ એ વિરોધ કર્યો હતો જેના લીધે સાત મતો થી બિલ નિષ્ફળ ગયું હતું. છતાં દ્રઢ અભિગમ થી પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહમા રાવ ના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ સરકાર દ્વારા મહિલાઓ ને પંચાયત અને નગરપાલિકાઓમાં ૩૩% અનામત નું બિલ પસાર કરવા માં આવ્યું હતું તે બાદ સ્થાનિક સ્વરાજ માં મહિલા આરક્ષણ તે કાયદો બની ગયો છે. કોંગ્રેસ ના દીર્ઘદ્રષ્ટિ ના નિર્ણય થી આજે ૧૫ લાખ મહિલાઓ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ માં નેતૃત્વ કરી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રીશ્રી મનમોહનસિંહ ના નેતૃત્વ ની યુ.પી.એ સરકાર દ્વારા મહિલા આરક્ષણ બિલ ને રાજ્યસભા માં મંજૂર કરવા માં આવ્યું. છેલ્લા નવ વર્ષ ના ભાજપ શાસન માં કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા ૨૦૧૬ અને ૨૦૧૭ માં પ્રધાનમંત્રી ને પત્ર લખી ને મહિલા આરક્ષણ બિલ ને મૂકવા ની માંગ કરી હતી. વર્ષ ૨૦૧૮ માં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી ને પત્ર લખી ને મહિલા આરક્ષણ બિલ ની માંગ કરવા માં આવી હતી તથા મહિલા આરક્ષણ મુદ્દે બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. છેલ્લા સાડા નવ વર્ષ થી લોકસભામાં બહુમતી હોવા છતાં ભાજપ સરકાર ને મહિલા આરક્ષણ બિલ કેમ યાદ ના આવ્યું તે સવાલ ઊભો થાય છે. મહિલા આરક્ષણ બિલ લાવતી વખતે સામાજિક આર્થિક અને જ્ઞાતિ આધારિત જનગણના અને સીમાંકન ની શરતો શું કામ મૂકવા માં આવી છે. યૂ. પી.એ ના શાસન માં ૨૦૧૧-૨૦૧૨ ના સેન્સસ માં આંકડા સરકાર જાહેર કરે તે હિસાબે મહિલાઓ ને તેમનો અધિકાર આપે તેવી કોંગ્રેસ માંગ છે.
મહિલા આરક્ષણ બિલ માં એસ.સી, એસ.ટી અને ઓ.બી.સી ની મહિલાઓ ને તેમની વસ્તી મુજબ આરક્ષણ નો અધિકાર મળે તેવી કોંગ્રેસ માંગ કરે છે. ભાજપ નું નેતૃત્વ મહિલા સશક્તિકરણ ની ખોખલી વાતો કરે છે , જ્યારે મહિલાઓ ને જરૂર હોય ત્યારે ચૂપ હોય છે. દેશ ની મહિલા પહેલવાનો ન્યાય માંગી રહ્યા ત્યારે પ્રધાનમંત્રી-ભાજપ સાંસદો ચૂપ કેમ?. કઠુવા, ઉન્નાઓ, હથરસ કે બિલ્કિસ ની ઘટના ઉપર પ્રધાનમંત્રી-ભાજપના સાંસદો ચૂપ કેમ?
પત્રકાર મિત્ર ના કોંગ્રેસ માં મહિલાઓ ના પ્રતિનિધિત્વ ઉપર સવાલ ના જવાબ માં શ્રીમતી રજની પાટીલ એ જણાવ્યું હતું કે ૧૯૮૫ થી ૨૦૧૭ સુધી માં ગુજરાત માં કોંગ્રેસ એ ૯૭ મહિલા ઉમેદવાર આપ્યા જ્યારે ભાજપ એ ૭૬ ઉમેદવાર જે દર્શાવે છે કોંગ્રેસ ની મહિલાઓ પ્રત્યે ની સંવેદનશીલતા અને તેમના હક્ક અધિકારો ની ચિંતા.  આવતીકાલ ના પ્રધાનમંત્રી ના ગુજરાત પ્રવાસ ઉપર ના સવાલ ના જવાબ માં શ્રીમતી પાટીલ એ પ્રધાનમંત્રી ના પ્રેસ કોન્ફરન્સ ની માંગ કરી અને ગુજરાત માં મહિલાઓ ઉપર વધતા અપરાધો  ઉપર સવાલ ઉપડ્યા હતા.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ શ્રી જેનીબેન ઠુમ્મર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયા, અમદાવાદ શહેર કાર્યકારી પ્રમુખશ્રી કામિનીબેન સોની ઉપસ્થિત રહ્યાં હતાં.
0000000000000000
૨૬-૦૯-૨૦૨૩
            ‘હાથથી હાથ જોડો’ અભિયાન માટેના નવનિયુક્ત હોદેદારશ્રીઓને નિમણુંક કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતા આદરણીયશ્રી રાહુલ ગાંધીજી કન્યા કુમારીથી કાશ્મિર સુધી 4000 કિ.મી. થી વધુની ભારત જોડો પદયાત્રા કરી હતી. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનું અભિયાન હાથ ધર્યું હતું. અહંકારી ભાજપ સરકારના કારણે જનતા તમામ ક્ષેત્રે પીસાઇ રહી છે. અસહ્ય મોંઘવારી, ભયમુક્ત ભ્રષ્ટાચાર, ભયંકર બેકારી, ગુનાખોરી, કાળાબજારી, કાયદાનો બેફામ રીતે દુરુપયોગ, શિક્ષણમાં મનફાવે તેવા પ્રયોગો કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં લઇ જવું, મહિલાઓની અસલામતી, નોકરીયાત અને ધંધાદારીઓ પર કમરતોડ ટેક્સ, પ્રેસ અને પત્રકારોને ડરાવી ધમકાવીને દમન કરવું, ખેડૂતોની આત્મહત્યાઓ, ગરીબીમાં વધારો સહિતની મુશ્કેલીઓમાં દેશનો સામાન્ય-મધ્યમ વર્ગનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, “હાથ સે હાથ જોડો” અભિયાનનો અર્થ છે કે આપણે કોંગ્રેસના તમામ કાર્યકરોએ હાથમાં હાથ મીલાવી તાલમેળથી ભાજપની અણઘડ નીતિઓ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે.
          ‘હાથ સે હાથ જોડો’ના પ્રદેશ કન્વીનરશ્રી ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા નકલી જુઠ્ઠા વિકાસનો ઢોલ વગાડ્યા કરે છે. વિદેશોમાં જુઠ્ઠો પ્રચાર કરે છે અને દેશ વિકાસ કરી રહ્યો છે તેવા ખોટા બણગા ફૂંકે છે. નિર્દોષ પ્રજાને સામ, દામ, દંડ અને ભેદની નિતીથી દબાવી રાખી છે. લોકોને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર નિતનવા હથકંડા અપનાવે છે,ત્યારે લોકોને સાચો સત્યનો રસ્તો બતાવવાનો છે.
          ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે ‘હાથ થી હાથ જોડો’  અભિયાનમાં આપણે સૌએ તન-મનથી જોડાઇને બને તેટલા વધુ કાર્યકર્તા-લોકોને જોડવાના છે. આવનાર લોકસભાની ચૂંટણી માટે ‘હાથથી હાથ જોડો’ અભિયાન ખૂબ મહત્વની સાબિત થશે.
          રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત હાથથી હાથ જોડો અભિયાન માટે હોદ્દેદારોશ્રીઓની નિમણુંક-સંવાદ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં હાથ થી હાથ જોડો અભિયાનના નવનિયુક્ત અધિકારીઓ, કાર્યકરો કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
  00000000000000000
  ૨૭-૦૯-૨૦૨૩
            પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારના ગુજરાતના પ્રવાસ આવેલા પ્રધાનમંત્રીના ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિહ ગોહિલજીએ જણાવ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ગુજરાતની ધરતી પર વડાપ્રધાનશ્રી પાસે સત્યની આશા-અપેક્ષા હતી. શ્રી વડાપ્રધાનશ્રીએ ગુજરાતની વાત કરવાને બદલે માત્ર રાજકીય અવલોકન કર્યા. રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સરકારમા થયેલા કાગળ પરના એમઓયુને બદલે સાચું મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે. રાજ્યમાં લાખો લોકોને રોજગાર મળવાના દાવા કર્યા હતા પરતું કેટલા લોકોને રોજગાર મળ્યો તે ભાજપ સરકાર જાહેર કરે. બધુ પોતે કર્યાનો દાવો કરતી ભાજપએ ઈતિહાસ ભૂલવો ન જોઈએ. જયારે ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર ૧ હતું. એશિયાની સૌથી મોટી બે રીફાઇનરી ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં સ્થપાઈ. પંચમહાલમાં જનરલ મોટર્સ ઓટોમોબાઇલ કંપની કોંગ્રેસના શાસનમાં સ્થપાઇ હતી. આજે દિલ્હીમાં તમારી સરકાર છે રોડા નાખનાર કોઇ નથી ત્યારે ગુજરાત રોકાણમાં ક્યાં નંબરે છે? ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તે આક્ષેપ સંપુર્ણ પાયાવિહોણા-ખોટો આક્ષેપો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. જો તેમની પાસે આધારપુરાવા, કોઈ માહીતી હોય તો તે જણાવે અથવા કાંગ્રેસના નેતા સામે કેસ કરે, વિપક્ષના નેતાઓ, અડવાણીજી અને અરૂણ જેટલીજી સહિતના વિપક્ષના નેતાઓએ ક્યારેય પણ આ અંગે ગૃહમાં-સંસદમાં કઈ પણ કહ્યું નથી.
            ભાજપ શાસનમાં વારંવાર પેપરલિક થાય અને વડાપ્રધાશ્રી અન્ય રાજ્યમાં પેપરલીકની વાતો કરે છે. મધ્યપ્રદેશમાં દેશનું સૌથી મોટું ભરતી કૌભાંડ ‘વ્યાપમ’ કૌભાંડ થયું છે અને આખા દેશમાં સૌથી વધુ ૨૪ વાર ગુજરાતમાં પેપર લિક થયા. ચંપાવતે તો ભાજપના નેતાના મંત્રીનું પણ નામ આપ્યું હતું ત્યારે અત્યારસુધી કેમ કોઈ ચમરબંધી પકડાયું નથી ? ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમને પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીક માં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું, પેપરલીક અંગે વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ  કહેવું જોઈએ.
          ગુજરાતની અસ્મિતાને શર્મસાર કરતું ગોધરાકાંડ અંગે તત્કાલીન વડાપ્રધાનશ્રી તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને ઠપકો આપતા રાજધર્મ નિભાવવા કહ્યું હતું. આ બધુ ગુજરાતમાં જ બન્યુ હતું, ગુજરાતની જનતા બધુ જાણે છે ત્યારે વડાપ્રધાનશ્રી પાસે તેમની જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના કાઠા વિસ્તારમાં માનવસર્જીત આપદા અંગે, ખેડુતો-નાગરિકોને થયેલા પારાવાર મુશ્કેલીઓ અંગે વાત કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ વડાપ્રધાનશ્રીએ માત્રને માત્ર રાજકીય અવલોકનો કર્યો પણ તે પુર અંગે એક શબ્દ ન બોલ્યા, ભાજપ સરકારે જાહેર કરેલા મશ્કરીરૂપ સહાય પેકેજ અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યું. વડાપ્રધાનશ્રી પાસેથી આશા હતી કે પુર ની હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ રચના કરાય પરંતુ વડાપ્રધાનશ્રીએ આવી કોઇ જ જાહેરાત ન કરી, ગુજરાતના પ્રવાસમાં આટલો સમય આપ્યો છે તો નર્મદા અને ભરૂચના પુરગ્રસ્ત ખેડૂતો, નાગરિકોને મળે, વડાપ્રધાનશ્રી જન્મ દિવસ માટે ડેમ ભરી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડનાર સરકારને ફટકાર લગાવે, જેને જેટલુ નુકસાન થયુ છે તેટલી સહાયની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી પરંતુ આ પ્રકારનું વડાપ્રધાનશ્રીએ કશું જ પણ કર્યું નહીં, માત્ર ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો કરી રાજકીય અવલોકન કર્યા જે દુર્ભાગ્યપૂર્ણ છે.
  00000000000000000
  નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારમાં માનવસર્જીત હોનારતમાં ખેડુતો-નાગરિકોને થયેલા નુકશાન અંગે મહામહિમ રાજ્યપાલશ્રી ને આવેદન આપવામાં આવ્યું.
માનવસર્જિત હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ રચના કરવામા આવે તેમજ પીડિત લોકો ન્યાય અને નુકશાન નું આંકલન કરી તત્કાળ સહાય ચુકવવામાં આવે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ રાજ્યપાલશ્રીને મળેલ જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી નીશિત વ્યાસ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ મહામંત્રીશ્રી સંદિપ માંગરોળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલ જોડાયા હતા.
————————————
તા. 28-09-2023
પ્રતિ,
મહામહીમ રાજ્યપાલશ્રી,
ગુજરાત રાજ્ય
રાજ ભવન,
ગાંધીનગર.
વિષય :        દક્ષીણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકસાનનું યોગ્ય વળતર ચુકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવા બાબત.
બારેમાસ બે કાંઠે વહેતી નર્મદા નદી, સરદાર સરોવર ડેમને કારણે ચોમાસાની ઋતુ સિવાયના દિવસોમાં સૂકાઈ જાય છે અને તેને કારણે સરદાર સરોવર ડેમની નર્મદા નદી પર નભતાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો બધા પરિવારોએ પોતાની રોજગારી ગુમાવવી પડે અને કાંઠા વિસ્તારના લોકો, નર્મદાના પાણી પર નભતા લોકોને પારાવાર દુઃખો વેઠવાનો વારો આવે છે. સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાંથી વધારાનું પાણી આવી જાય તો ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોની કોઈપણ વિચાર્યા વિના ડેમનું બધું પાણી ડાઉન્સ્ટ્રીમમાં છોડી દેવામાં આવે છે. ડેમ સત્તાવાળાઓએ ધીમે ધીમે સતત પાણી છોડવાનું ટાળ્યું હતું જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા ડેમ સાઈટ પર આયોજિત સમારોહ હાથ ધરવામાં આવે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ૧૭મિ સપ્ટેમ્બરએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકાય. આ ચાપલુસી એટલી ભારે પડી કેમાનવ સર્જિત પુર આવ્યું અને લાખો લોકો બેઘર બન્યા. સરદાર સરોવર ડેમનો મુખ્ય હેતુઓ લોકોને પુરથી રક્ષણ કરવાનો છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન અને અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, પશુપાલકો, માછીમારોની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ૧૯ લાખ ક્યુસેક પાણી છોડી દેવાને આવ્યું જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લામાં પુરનું મોટી માત્રમાં પાણી ખેતરો, રહેણાંક વિસ્તારમાં ફરી વળતા મોટી સંખ્યામાં પશુ ધનનું અને સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, ભરૂચ વડોદરા સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર મેળવવા કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી દડા, સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ માટે પોહચી સાચી માહિતી મેળવી હતી. ઘણાં બધા ગામોમાં લોકોના ઘર પુરા પાણીમાં ડૂબી ગયા જયારે ફ્લેટના પહેલા માળ સુધી પાણી આવી જતા સ્થાનિકો પોતાના પરિવાર સાથે ઉપરના માળે રહેવા મજબુર થયા હતા. લોકો ડરના માહોલમાં જીવી રહેલા છે. ખેડૂતોની મહામૂલી જમીનો પુરના પાણીના વહેણને લીધે મોટા પાયે  ધોવાઈ ગયેલી છે, ખેતીની જમીન હવે ખેતી લાયક રહી નથી. ભોગ બનેલા ખેડૂતો કેવી રીતે ખેતી  કરી શકશે? સ્થળાંતરિત થયેલ લોકોની ઘરવખરી અને ખેતીની નુકશાની સાથે સાથે રોજિંદી આવક-રોજગારી પણ ગુમાવવી પડી છે. પશુપાલકોની સાથે સાથે માછીમારોને પણ આ માનવસર્જીત આપદાથી મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે. આખો માછીમાર સમુદાય માનવસર્જીત આપદાને કારણે અતિ આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયો છે..
અસરગ્રસ્ત લોકોને થયેલ નુકશાન લાખો ક્યુસેક પાણી છોડી દેવાને કારણે થયું છે. ભૂતકાળમાં પણ અને દર વર્ષે સરદાર સરોવર ડેમ ઓથોરિટી દ્વારા તથા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આવી ઘણી ભૂલો નિયમિતપણે થયેલી હોવા છતાં આવી મોટી માનવસર્જિત ભૂલોનો ભોગ ગરીબ અને સામાન્ય લોકો વધુ એકવાર બન્યા છે. કેટલાય દિવસો સુધી પૂરના પાણીમાં ફસાયેલા પરિવારો ભૂખ્યાં તરસ્યા તડપી રહ્યા હતા. નાના બાળકોની હાલત પણ ખૂબ કફોડી બની હતી. કયા હેતુથી લાખો કયુસેક પાણી અચાનક છોડી દેવામાં આવ્યું? તે વિશે સરકારે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું, હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું ત્યારે માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે તાત્કાલીક કાનુની કાર્યવાહી કરવામાં આવે. સરદાર સરોવર પરિયોજના – બંધ સંચાલન અધિકારીઓની ગેરજવાબદારને લીધે ફરી એક વખત નર્મદા બંધના નીચેના વિસ્તાર પુરગ્રસ્ત બન્યો. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલબુકનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે. તા.૧૪,૧૫,૧૬ સપ્ટેમ્બરના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના ખરગોન, મંડલા, નરસિંહપુર, સિણની, બાલાઘાટ, હરદા જબલપુર અને ખંડવામાં વરસાદ શરૂ થઈ. જેના ૧૪ સપ્ટેબરના આંકડા ઉપલબ્ધ છે. જેના લીધે સરદાર સરોવર યોજનામાં પૂર આવ્યું. હવામાન ખાતાના તા. ૧૬ સપ્ટેમ્બરના સવારના ૮-૩૦  કલાકે જીલ્લાવાર વરસાદના આંકડા ખરગોન, અલીરાજપુર, દેવાસ, ધાર, હરદા, જાબુઆ, ખંડવા અને નર્મદાપુરમ માં ભારે વરસાદની માહિતી સ્પષ્ટ છે. સીડબલ્યુસી અને એસએસપી અધિકારીઓને દર કલાકે થતા વરસાદના આંકડા મળે છે જેના આધારે સરદાર સરોવર પરિયોજનામાં કેટલું પાણી બંધમાં આવશે તેનું પુર્વાનુમાન કરી શકે અને આનુસંગિક પગલા ભરી શકે.
            નર્મદા બંધ ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે પરંતુ આ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોનારત છે. ૧૪ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો અને નર્મદામાં ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયો. ડેમ સંચાલનકર્તા અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ન કર્યું. સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે. અધિકારીઓ-સત્તાધીશોની બેદરકારીના કારણે ૧૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરી વળ્યા. ગુનાહીત બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય, ફરજ ચૂક બદલ એમની સામે કાર્યવાહી કરી રકમ વસૂલવામાં આવે, ત્રણ જિલ્લાઓમાં કરોડોના માલ-સામાનને નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી ન  આપ્યું અને આયોજનના અભાવે પાણી દરિયામાં ચાલ્યું ગયું. સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP) ડેમ ઓપરેટરોની મોડેથી, સુસ્તીભરી અને બિનજવાબદારીભરી ક્રિયાઓએ ફરી એકવાર ગુજરાતમાં ભારે અને મોટા પ્રમાણમાં ટાળી શકાય તેવા પૂરમાં ફાળો આપ્યો છે. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પાણીનું સ્તર (ઉચ્ચ પુર સ્તર)ની નજીક આવી રહ્યું હતું, પરંતુ જો સરદાર સરોવર પરિયોજના સત્તાવાળાઓએ અગાઉના આધારે પગલાં લીધાં હોત તો SSP અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને વિસ્તારો માટે આ પૂર નોંધપાત્ર રીતે નીચા અને ઘણા ઓછા વિનાશક બની શક્યા હોત.
            જો સરદાર સરોવર પરિયોજના (SSP) સત્તાવાળાઓ અને સેન્ટ્રલ વોટર કમિશને (CWC) તેઓને મળતા કલાક દીઠ કેચમેન્ટ વિસ્તાર વરસાદના આંકડાઓના આધારે પ્રવાહની આગાહી શરૂ કરી હતી, તેઓ આ આંકડાઓને ધ્યાનમાં લેતા, 14 સપ્ટેમ્બરના રોજ SSP તરફથી ડાઉનસ્ટ્રીમ રિલીઝમાં વધારો કરવાનું શરૂ કરી શક્યા હોત. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૦૮:૩૦ કલાકે પૂરા થતા ૨૪ કલાક માટે હવામાન ખાતા દ્વારા નોંધાયેલ જીલ્લા મુજબનો વરસાદ ઘણો વધારે હતો. ખરગોન (૧૪૪.૬ મીમી), અલીરાજપુર (૧૦૮.૨ મીમી), દેવાસ (૧૪૯.૭ મીમી), ધાર (૮૦.૪ મીમી), હરદા (૨૦૫.૨ મીમી), ઝાબુઆ (૯૨.૪ મીમી), ખંડવા (૧૪૭.૬ મીમી) અને નર્મદાપુરમ (૧૩૧.૭ મીમી), અન્ય વચ્ચે. CWC અને SSP સત્તાવાળાઓ કેચમેન્ટમાં વરસાદ અંગે કલાકદીઠ અપડેટ મેળવે છે, તેથી IMD દ્વારા ૦૮:૩૦ કલાકે આ ૨૪ કલાકના આંકડાની જાણ થાય તે પહેલાં જ તેઓ પ્રવાહની આગાહી અને ડાઉનસ્ટ્રીમ નદીની વહન ક્ષમતામાં વધારો કરી શક્યા હોત. નર્મદા પરના બર્ગી ડેમના દરવાજા ૧૪ સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યા હતા. ૧૫ સપ્ટેમ્બરની મોડી સાંજ સુધીમાં નર્મદા પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને ડેમના સ્તરમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હતું. જે અંગે સેન્ટ્રલ વોટર કમીશન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. બંને ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમ મોડી કલાકો સુધીમાં તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર)ની નજીક હતાં. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાનું શરૂ કરવાનો આ બીજો સંકેત હતો કારણ કે આ અપસ્ટ્રીમ ડેમમાંથી છોડવામાં આવતું પાણી SSP પાસે આવવાનું બંધાયેલ હતું. જો કે ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યા સુધી, આઘાતજનક રીતે, સરદાર સરોવર પરિયોજનામાંથી એસએસપી સત્તાવાળાઓએ હજુ પણ કોઈપણ ગેટ ખોલ્યા ન હતા, રીલીઝ ફક્ત રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) માંથી હતા. નદીમાં પાણી છોડવાનું શરૂ કરવા માટે પૂરતી કાર્યવાહી કરવા યોગ્ય માહિતી ઉપલબ્ધ હતી. આ સ્પષ્ટ હકિકત પછી કોના આદેશથી બંધનું સંચાલન રુલકર્વ મુજબ કરવામાં ન આવ્યું ? બેજવાબદારી દાખવનાર અધિકારીઓ કોના ઈશારે કામ કરી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતના નાગરિકોને મળવો જોઈએ.
ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાની આશરે ૭૦ લાખ કરતા વધુ વસ્તીમાં મોટાભાગના વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોને કરોડોનું નુકસાન થયું છે. નર્મદા-ભરૂચ-વડોદરા સહિતના જીલ્લામાં મોટાપાયે નુકસાન સામે સરકારે “કુટુંબદીઠ કપડા સહાય તરીકે રૂ. 2,500/- અને ઘરવખરી સહાય તરીકે રૂ. 2,500/- એટલે કે કુલ રૂ. 5,000/- કુટુંબદીઠ કપડા અને ઘરવખરી માટેની નજીવી જાહેરાત કરી છે જે પૂરગ્રસ્ત લોકોની સૌથી મોટી મશ્કરી સમાન છે. 2500/- માં આખા પરિવારના કપડા અને 2500/- માં ઘરવખરી ક્યાં મળે ? તે ભાજપ સરકાર જણાવે.
કહેવાતી સંવેદનશીલ ભાજપ સરકારમાં માનવતા પણ પૂરમાં વહી ગઈ છે ત્યારે ભાજપ સરકારે માનવીય અભિગમ, સંવેદનશીલ વ્યવહાર રાખીને નુકસાન માટેનું વળતર ચુકવવા ને બદલે નજીવી રકમ જાહેર કરીને વધુ એક વાર મજાક કરી છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસનો તાયફો ગુજરાતને કરોડોમાં પડ્યો છે. ભાજપ સરકારમાં ઉભી થયેલી માનવસર્જિત પુરના પાપ પર મલમ લગાવવા માટેના પેકેજ હજારો અસરગ્રસ્તોની મશ્કરી સમાન છે.  ભરૂચ, નર્મદા અને વડોદરા આ ત્રણ જીલ્લામાં સીમાંત ૧,૭૧,૬૨૧ નાના ૧,૧૫,૬૪૬, અર્ધ મધ્યમ ૮૨,૬૬૭, મધ્યમ,૪૫,૩૭૨ એટલે કે ૪ લાખ કરતા વધુ ખેડૂતોમાંથી મોટાભાગના ભોગ બન્યા હોય ત્યારે ખેડૂત-ખેતીને પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકારએ જાહેર કરેલ સહાય મજાક સમાન છે.
સરદાર સરોવર બંધમાંથી૧૯ લાખ કયુસેક પાણી વગર વિચારે છોડી દેવાને કારણે થયેલી માનવસર્જિત આપદાથી ભોગ બનેલા ભરૂચ-નર્મદા અને વડોદરા સહિતના લાખો અસરગ્રસ્ત લોકોનું પુનઃવસન, પુનઃસ્થપાન અને ખાસ કરીને ખેડૂતો, માછીમારો, નાના વેપારીઓ, રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લારી ગલ્લાવાળા, પાથરણાવાળાને સંપૂર્ણ વિશેષ પેકજ દ્વારા ન્યાય મળે તેમને કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ આપશ્રી સમક્ષ માંગ કરીએ છીએ
1)       દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમાં પશુધન,ખેતી, ધંધા-ઉદ્યોગ, રોજગાર અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે
2)      ભરૂચ-નર્મદા-વડોદરા સહિતના જીલ્લાઓ માનવસર્જિત આફતને કારણે થયેલ તારાજી અંગે કોણ કોની ગુનાહિત બેદરકારી છે તે જાણવા ન્યાયધીશના વડપણ હેઠળ ‘સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ’ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે.
3)      સરદાર સરોવર ડેમ યોજનાના કામે World Bank તરફથી તથા Morse Commission તથા M S University અને અન્ય સંસ્થાઓ તરફથી ડાઉન્સ્ટ્રીમ પરની અસરો પર થયેલા અભ્યાસોનું ગુજરાત સરકાર તરફથી પાલન કરવામાં આવે અને સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમમાં નર્મદા નદી કિનારે અસર પામનારા પરિવારો, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને માછીમારોના પરીવારો અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવતાં હોય, આ તમામ લોકોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે.
4)     સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમના અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ તથા માછીમાર પરિવારોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત પરિવારો તરીકેના આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે.
5)      હાલના પુરના પાણીથી સ્થળાંતરિત કરવામાં આવેલા 4500 થી વધુ પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ₹ 5000/- વળતર સ્થળાંતર ભથ્થું તરીકે આપવામાં આવે તથા તેઓ તમામના ઘર અને બીજી મિલ્કતોના બાંધકામને તથા માલ સામાનની સંપૂર્ણ નુકશાનીનું વળતર આપવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોના ઘણા પરિવારોને ૯ દિવસ સુધી કેશડોલ ચૂકવવામા નથી આવી જેની વિલંબ અંગેની જવાબદારી નક્કી કરી કસૂરવાર સામે પગાલા ભરવામા આવે. જે પરિવારોને મળી છે એ કેશડોલ માત્ર ૧ કે ૨ દિવસ માટે જ કેમ ચૂકવી છે? કેશડોલ ૧૦ દિવસ ની ચૂકવવામા આવે.
 6)      હાલના પુરના કારણે સ્થળાંતરિત કરવામાં આવેલા દરેક પશુ દીઠ પશુપાલકોને દૈનિક ₹ ૨૦૦૦/- નુંવળતર આપવામાં આવે. તેમજ મૃત્યુ પામનાર પશુંધનનું પુરેપુરૂ વળતર આપવામા આવે.
7)      ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશવાથી લોકોના ઘરો અને મિલકતો, માલ સામાનનું થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવીને તેનું વળતર ચુકવવામાં આવે.
8)     ભરૂચ શહેરમાં ચાર રસ્તા ફુરજા વિસ્તાર તથા દાંડિયા બજાર, ધોળીકુઈ બજાર વિસ્તારની આશરે ૫૦૦થી વધુ વેપારીઓની દુકાનોમાં હાલના પુરના પાણી પ્રવેશવાથી વેપાર ધંધાને થયેલા દૈનિક નુકસાનના ₹૫૦૦૦ /- તથા આ વિસ્તારમાં આવેલા રહેણાંકના ઘરો અને દુકાનોના બાંધકામને તથા માલ સામાનની નુકશાનીનું સર્વે કરાવી સંપૂર્ણ વળતર ચુકવવામાં આવે.
9)      અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોમાં ધંધા રોજગારને પણ મોટું નુકશાન થયું છે. ત્યોહારના સમય માટે લાવેલા માલસામાનને પણ મોટાપાયે નુકશાન ત્યારે માલ સામાનની નુકશાનીનું સર્વે કરાવી સંપૂર્ણ વળતર ચુકવવામાં આવે.
10)   હાલના પુરના કારણે ખેડૂતોની ખેતીને થયેલ નુકશાનીનું એક હેકટરનુ ₹ ૨,૦૦,૦૦૦/- વળતર આપવામાં આવે.  બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮-અમાં જણાવેલ તમામ જમીન માટે તાત્કાલિક સર્વે કરાવી સંપૂર્ણ નુકશાનનું વળતર ચૂકવવામા આવે.
11)     માછીમાર પરિવારોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત જાહેર કરી માછીમાર પરિવારોને વળતર ચૂકવામાં આવે અને કાયમી વૈકલ્પિક રોજગારીનું વ્યવસ્થા કરવામાં આવે તથા હાલના પુરના કારણે માછીમારોને પોતાની ફિશિંગ બોટ લાંગરવી પડતી હોય અને પગડિયા માછીમારોનું ફિશિંગ થઈ શકતું ના હોય, દરેક માછીમારને દૈનિક ₹ ૧૦૦૦૦ /-નું વળતર આપવામાં આવે.
12)   સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમમાં પુરના કારણે ધોવાણમાં ગયેલી તમામ જમીનોનો સર્વે કરાવીને જમીનોનું વળતર ખેડૂતોને ચુકવવામાં આવે.
13)    પુનઃવસન ન થાય ત્યાં સુધી સરકારી જાહેર કાર્યક્રમો બંધ કરી તેના રૂપિયા અસરગ્રસ્તોના પુનઃવસનની કામગીરીમાં ઉપયોગ કરવામાં આવે
14)   અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની પાઠ્યપુસ્તક, શૈક્ષણિક દસ્તાવેજો સહીતની શૈક્ષણિક સાધનો-સામગ્રીને પણ સંપૂર્ણ થયું છે ત્યારે તમામ વિધાર્થીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે નવા પાઠયપુસ્તક, શૈક્ષણિક સાધનો આપવામાં આવે અને શૈક્ષણિક સામગ્રી માટે આર્થિક સહાય ચુકવવા આવે.
15)   ભરૂચ-વડોદરા અને નર્મદા જીલ્લાઓમાં વસતા તમામ શ્રમિકો મનરેગા સહીતની યોજનાઓમાંથી પોતાની આજીવિકા ચાલવતા હતા. માનવસર્જિત આપદાને કારણે આ તમામ શ્રમિકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે ત્યારે પુરગ્રસ્ત વિસ્તારમાં વસતા તમામ શ્રમિકોને યોગ્ય આર્થિક સહાય ચુકવવા આવે
 16)   મોટા ભાગના વિસ્તારમા કેળ અને શાકભાજીનો પાક છે. શાકભાજીને પણ બાગાયતની માફક વળતર  ચૂકવવુ જોઈએ, બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮-અમાં જણાવેલ  તમામ  જમીન  માટે વળતર ચૂકવવું જોઈએ.
 17)    ગામડાઓમાં ગ્રામસેવકનો અભાવ છે તલાટી સર્વે કરવા શક્તિમાન નથી ત્યારે ડ્રોન સર્વે અથવા સેટેલાઈટ સર્વેના આધારે તમામ પાણી ભરાયેલ વિસ્તારોના ખેડૂતોને ૩૩ ટકા ની મર્યાદા રદ કરી તમામ નુકસાન ગણી વળતર ચૂકવવું જોઈએ
 0000000000000000000
 ૨૯-૦૯-૨૦૨૩
·                    કચ્છની ખાડીમાંથી 800 કરોડનું કોકેઈન ઝડપાયું. ડ્રગ્સનો વેપાર કરનાર કેમ પકડાતા નથી ? અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ પણ મોકલનાર કે ખરીદનાર કેમ પકડાતા નથી ? ગજબ કહેવાય… !
·                    દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ ? કરોડો રૂપિયાનું ડ્રગ્સ-નશીલા મુદ્દામાલ વારંવાર ઠલવાઈ રહ્યા છે, શું આ છે ભાજપનું સુશાસન મોડલ ?
            દેશના ભવિષ્ય સમા યુવાનોને નશા, વ્યસનના અધંકારમાં ધકેલવાનું સુનિયોજિત ષડયંત્રને ડામવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતનો ઈતિહાસ ગાંધી-સરદારનો વારસો છે. પરંતુ ભાજપ સરકારે ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધું છે. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશદ્વાર કેમ ગુજરાતની ભૂમિ બની રહી છે? કચ્છમાંથી 800 કરોડ રૂપિયાનું 80 કિલોથી વધુ ડ્રગ્સ કોકેઈન દરિયાકિનારે બિનવારસી સ્થિતીમાં મળી આવ્યું. દેશમાં ડ્રગ્સ-નશીલા પદાર્થોના વેપારનું મુખ્યદ્વાર ભાજપ સરકારનાં શાસનમાં ગુજરાત રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં નશીલા પદાર્થ – ડ્રગ્સ પહોંચાડવા માટેનું ગુજરાત રાજ્ય એપી સેન્ટર બન્યું છે. સરકારની ઢીલી નીતિના કારણે ડ્રગ્સ પેડલર્સ – ડ્રગ્સ માફીયાઓમાં પોલીસ અને પ્રશાસનને જરાય ડર રહ્યો નથી. જેના પગલે ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ, જુગારની સાથે સાથે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. જે આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છાસવારે પકડાતું ડ્રગ્સ અને નશીલા પદાર્થોના નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છો પકડવામાં અને ડ્રગ્સના નેક્શસને તોડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. તેવું એક પછી એક ઘટનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ડ્રગ્સ – માદક – નશીલા પદાર્થોના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. સુનિયોજીત રીતે ચાલતા ડ્રગ્સના વ્યાપારને રોકવાને બદલે ભાજપ સરકારના શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે ત્યારે નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ, ડી.આર.આઈ., ઈ.ડી., સી.બી.આઈ. સહિતની સંસ્થાઓને વિપક્ષના નેતા – આગેવાનો પાછળ લગાવવાના બદલે ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી હોત તો આજે ગુજરાત ડ્રગ્સના વેપારનું એપી સેન્ટર ન બન્યું હોત… !
છેલ્લા પાંચ વર્ષમાં 6000 કિગ્રા થી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો જેની કિંમત આશરે 50,000 કરોડ થી વધુ થાય છે ત્યારે ન પકડાયેલ જથ્થો કેટલો જંગી હશે તેની કલ્પનાથી દેશના યુવાનોના ભવિષ્ય કેટલું બરબાદ થશે ? તે અતિ ચિંતાજનક છે. ગુજરાતમાં કોકેન, એમ.ડી., એલ.એસ.ડી., ક્રીમ ચરસ, બ્રાઉન શુગર કે ગાંજો પળવારમાં હોમ ડીલીવરી થઈ જાય છે. ભાજપ સરકાર દારૂ બંધી – વ્યસન બંધી સામે માત્ર તપાસના આદેશ આપી સમગ્ર ઘટના લીપાથોપી કરે છે. મોટા પાયે હપ્તાનું ગોઠવણ લાભાલાભ ન હોય તો આટલુ મોટુ ડ્રગ્સ માફીયાનું સુનિયોજીત વેપાર તંત્ર કઈ રીતે ચાલી શકે ? અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના વિદેશોમાંથી આવતુ ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે ત્યારે સરહદી વિસ્તાર અને 1600 કિ.મી.ના દરિયાકિનારા પર ઠલવાઈ રહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરનાર અને કરાવનાર માફીયાઓના મુળ સુધી પગલા ભરવા જોઈએ.
તારીખ – કિ.ગ્રા.
સપ્ટેમ્બર-2023 – 80 kg
ઓગસ્ટ-2022 – 112.50 kg
મે-2022 – 50 kg
એપ્રિલ-2022 – 28 kg
એપ્રિલ-2022 – 205.6 kg
સપ્ટેમ્બર-2021 – 2998 kg
એપ્રિલ-2021 – 30 kg
જાન્યુઆરી-2020 – 35 kg
મે-2019 – 280 kg
માર્ચ-2019 – 100 kg
ઓગસ્ટ-2018 – 100 kg (હેરોઈન)
જુલાઈ-2017 – 1500 kg (હેરોઈન)
0000000000000000
૨૯-૦૯-૨૦૨૩
·                    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા અનામત બિલ માં ઓબીસી, એસસી, એસટી અને માઈનોરિટી સમાજ ની મહિલાઓ ને અનામત નાં લાભ  તાત્કાલિક મળે તે રીતે મહિલા અનામત બિલ લાગુ કરવાં અમદાવાદ ખાતે ધરણાં દેખાવો નો કાર્યક્રમ આપવામાં આવેલ.
            કેન્દ્ર ની ભાજપા સરકાર દ્વારા લોકસભા ની ચૂંટણીઓ પહેલા મતબેંક ની રાજનીતિ નાં મલિન ઇરાદા થી આનન ફાનન માં ઉતાવળે લોકસભા માં મહિલા અનામત બિલ લાવવામાં આવ્યું છતાં પણ કોંગ્રેસ અને તેનાં ગઠબંધન INDIA નાં સાથી પક્ષો નાં તમામ સાંસદો દ્વારા ઉપરોકત મહિલા અનામત બિલ ની તરફેણ માં મતદાન કરવામાં આવેલ છતાં પણ કેન્દ્ર ની મોદી સરકાર ઉપરોકત બિલ માં નીતિ વિષયક સુધારા બાદ જ બિલ લાગુ કરવાની વાત લાવી લોલીપોપ બતાવવાં માં આવી જેનાં લીધે ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિતિ દ્વારા દેશ નાં તમામ રાજ્યો નાં કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ને તેમના રાજ્યો માં પ્રતીકાત્મક ધરણાં દેખાવો કરી કેન્દ્ર ની મોદી સરકાર ને કુંભકર્ણ નિંદ્રા થી જાગી મતબેંક ની લાલચ વગર તાત્કાલીક અસર થી ઉપરોકત મહિલા અનામત બિલ પસાર કરવા માંટે ની માંગણી કરવામાં આવી.
            ઉપરોકત ધરણાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં ઓબીસી ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન ઘનશ્યામ ગઢવી ની આગેવાની માં કરવામાં આવેલ જેમાં તેમણે જણાવ્યું કે હાલ દેશમાં 52% જેટલી ઓબીસી સમાજ ની વસતિ છે અને દેશ નાં પ્રધાનમંત્રી ખુદ ઓબીસી સમાજ થી હોવાનું કહી જાહેર મંચ પર થી મત ની માંગણી કરતાં હોય ત્યારે આ સમાજ ની અવગણના અને ખાસ કરી ઓબીસી મહિલાઓ નાં અનામત પ્રત્યે તેમની નિષ્ક્રિયતા ઉડી ને આંખે આવે છે . ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા ભાજપા સરકાર અનામત વિરોધી અને એસસી, એસટી અને ઓબીસી સમાજ નું શોષણ કરવાની નીતિઓ માં માનતી હોવાનો આક્ષેપ કરી તાત્કાલીક મહીલા અનામત બિલ ને લાગુ કરવાની માંગણી કરી હતી અને જો ભાજપ સરકાર આ બાબતે ગંભીરતા સાથે નહિ વર્તે તો દેશ વ્યાપી તેના માઠા પરિણામ ભવિષ્ય માં ભોગવવા માટે ની તૈયારી રાખે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
            ઉપરોકત કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલ ચેરમેન ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ sc સેલ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક, રતનાંબેન વોરા, ઓબીસી સેલ પ્રદેશ ઉપ પ્રમુખ મુકેશ ગઢવી, અમદાવાદ ઓબીસી સેલ પ્રમૂખ જયસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સંજય ગઢવી, નલિન બ્રહ્મભટ્ટ, ઓબીસી પ્રદેશ મંત્રી વ્રજ રાવ અને મોટી સંખ્યા માં ઓબીસી, એસટી, એસસી ડિપાર્ટમેન્ટ નાં કાર્યકર્ ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.
ડૉ. અમિત નાયક
00000000000000000
૩-૧૦-૨૦૨૩
·               મુખ્યમંત્રી કાર્યાલય માં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ અડીંગો જમાવી બેઠા છે
·               સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકાર
·               સરકારી કર્મચારીઓ પાસેથી નિયમ પ્રમાણેના કામ લેવામાં નિષ્ફળ ભાજપ સરકાર કર્મચારીઓ પાસે મનમાની કરાવા વધુ એક પરિપત્ર દ્વારા ભય ઉભો કરી રહી છે.
મુખ્યમંત્રી કાર્યાલય માં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકારના બેવડા ધોરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના સરકારી વિભાગોમાં જાહેર સેવા અંગેના નાગરિક સંસ્થા નિયમ-2013નો 10 વર્ષથી લાગુ ન કરીને ગુજરાતની જનતાને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. નાગરીક અધિકાર કાયદો લાગુ ન થવાથી ગુજરાતના નાગરિકોના હક્ક અધિકાર મેળવવા પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. મહત્વના પદ પર નિવૃત્ત બાદ કરાર આધારિત અધિકારીઓ અડીંગો જમાવીને બેઠા છે. કર્મચારીઓના કામગીરી મુલ્યાંકન કરવા માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી.  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. સરકાર કાયમી ભરતી પ્રક્રિયા ન કરીને 10 લાખથી વધુ આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
રાજય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતનો વિભાગ એક્સટેન્શન વાળા અધિકારીઓનુ જ રાજ ચાલી રહ્યયુ છે.તો લાયકાત ધરાવતા અધિકારીઓ બઢતી મેળવ્યા વગર જ રિટાયર્ડ થઈ જાય છે.પરિણામે વિભાગની કામગીરીને સીધી અસર જોવા મળે છે. આ નિવૃત્ત અધિકારીઓ નિવૃત્તિ બાદ 8-10 વર્ષથી એક્સટેન્શન આપવામાં આવતું હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવાર લાયકાત અધિકારીઓ ની બઢતી રોકાઈ ગઈ છે અને વિભાગમાં નિષ્ક્રિયતા અને શુષ્ક વાતાવરણ થઈ જાય તે સ્વાભાવિક છે.
શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ૬ હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.  રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારના વધુ એક નિર્ણય થી કર્મચારીમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યાં છે, જુની પેન્શન યોજના, કાયમી ભરતી, ફિક્સ પે દુર કરો સહિતની માંગ સાથે કર્મચારી આંદોલન ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકાર લાંબા સમયથી ભરતી કરતી નથી, ગુજરાતના હજારો યુવાનો નોકરીની રાહ જોઈને વયમર્યાદા વટાવી રહ્યાં છે. અનેક અધિકારીઓ સામે ગંભીર ખાતાકીય તપાસ છતાં નિવૃત્તી સુધી તપાસના નામે નાટક ચાલે છે અને નિવૃત્તી બાદ કરાર આધારિત મહત્વની નિમણુંક કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ પાસેથી નિયમ પ્રમાણેના કામ લેવામાં નિષ્ફળ ભાજપ સરકાર કર્મચારીઓ પાસે મનમાની કરાવા વધુ એક પરિપત્ર દ્વારા ભય ઉભો કરી રહી છે.
0000000000000
૫-૧૦-૨૦૨૩
            રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગની કાર્યકરણીને બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વસ્તીને આધારે મળવાપાત્ર બજેટ ભાજપ સરકાર ફાળવતી નથી,જેના લીધે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચનાં લોકોને નુકશાન થઇ રહ્યું. ઉત્સવો અને તાયફા પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ એસસી, એસટી અને ઓબીસી સમાજના બાળકોને મળવાપાત્ર લાભથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
          ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષનાં સંગઠનમાં મહિલાઓને 33% અનામત સાથે યોગ્ય સ્થાન મળવું જોઈએ. સંગઠનની નિમણુંકમાં વધુ મહિલાઓને સ્થાન મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ભાજપ સરકાર એસસી, એસટી અને ઓબીસી નિગમોને યોગ્ય અને પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ આવનાર સમયમાં ગુજરાતમાં ઝોન પ્રમાણે સંમેલનો બોલવામાં આવશે. ભાજપ સરકાર દલીતો અને વંચિતો સાથે સતત અન્યાય કરી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દેશના નાગરિકો અને દલીતો સામે સંવિધાનને બચાવી રાખવું સૌથી મોટો પડકાર છે. દરેક તાલુકા જિલ્લામાં બહુજન ગ્રામપંચાયત અને સંવિધાન રક્ષક બનાવવામાં આવશે. કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકારનાં મનરેગા કાયદા થકી બેરોજગારી હટાવી શકાય છે પણ ભાજપ સરકાર મનરેગાનો યોગ્ય ઉપયોગ કરવા માંગતી નથી. દેશમાં 22 કરોડ લોકોએ નોકરી માટે અરજીની સામે ભાજપ સરકારે માત્ર થોડા જ યુવાનોને જ નોકરી આપી છે.
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે 26 નવેમ્બર 1949 ના રોજ બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે બંધારણ બન્યું હતું તેનો ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ર્ડા રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તે દિવસની આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ વર્ષે 2023ને 26 નવેમ્બરથી બંધારણની અપનાવવામાં આવ્યું હતું તેને 75 મું વર્ષ ચાલુ થાય છે તો આપણે બધાએ આ વર્ષે 26 નવેમ્બર 2023 થી 26 નવેમ્બર 2024 સુધી આખું વર્ષ સુધી બંધારણને લગતા અલગ આ કાર્યક્રમો કરવાના છે. ગુજરાતમાં દલિત અત્યાચારની ઘટનાઓ સતત વધતી જાય છે. તે મોટો ચિંતા નો વિષય છે.
ગુજરાતમાં સરેરાશ ૪ એટ્રોસિટીની ઘટનાઓ પોલીસને ચોપડે નોંધાઈ છે અને બે ઘટનાઓ શહેરી વિસ્તારમાં નોંધાય છે. એસસી ડિપાર્ટમેન્ટની કારોબારીમાં સંવિધાન રક્ષક બનાવવા, બહુજન ગ્રામ પંચાયત, બહુજન મીડિયા, સોશિયલ મીડિયા, મહિલા અનામત, ગુજરાતમાં વધતી દલિત અત્યાચારની ઘટનાઓ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે કારોબારીના પદાધિકારીઓ-હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દલિતો, શોષિતો, વંચિતોના હક્ક-અધિકાર માટે લડતો આવ્યો છે અને લડતો રહેશે. ગુજરાતીઓના સેવાના સાધનાના યજ્ઞમાં આપણે સૌ જોડાઈએ. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, હોદ્દેદારશ્રીઓ અને દરેક જિલ્લાઓમાંથી તાલુકા કક્ષાથી આવેલા પદાધિકારીઓ-આગેવાનો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
———————————————————————————————————–
રાજીવ ગાંધી ભવન ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ સમાજના સામાજિક આગેવાન અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેકર શ્રી દક્ષિણભાઈ છારા તેમની ટીમને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે તિરંગો ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રસ પક્ષમાં જોડાયા હતા. ભારતમાં લગભગ 12 થી 15 કરોડ ડીએનટી સમાજનાં લોકો રહે છે. ગુજરાતમાં 28 વિચરતી અને 12 બિન-સૂચિત જાતિઓ છે જેઓ રાજકીય ક્ષેત્રે સંપૂર્ણ રીતે ઓછા પ્રતિનિધિત્વ ધરાવે છે.
દક્ષિણ છારા નાટ્યકાર, ફિલ્મમેકર અને કર્મશીલ જે સતત 25 વર્ષથી વંચિત સમાજો માટે કલાના માધ્યમથી લડી રહ્યા છીએ. તેઓ એ ઇંગ્લેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ લીડ્સ માં અભ્યાસ કરેલ છે અને આના માટે તેમને વિશ્વ વિખ્યાત ફોર્ડ ફાઉન્ડેશન ફેલોશિપ મળેલ હતી. દક્ષિણની આત્મકથા અને નાટકોની પુસ્તક “બુઢાં બોલતા હૈ’ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દવારા મહાત્મા ગાંધી દ્વિવાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલ. આ સિવાય દક્ષિણને ભાષા અને રાજીવ ગાંધી ફેલોશિપ વિચારતી અને વિમુક્ત જનજાતીઓની કલાઓના અભ્યાસ અર્થે મળેલ. તેઓએ પોતાની ફિલ્મો માટે, લેખન માટે અને નાટકો માટે સંખ્યાબધ્ધ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ મળેલ એવા એક માત્ર વિમુક્ત જનજાતિના કલાકાર છે. જેમને સંયુક્ત રાષ્ટ્રએ વિચરતી અને વિમુક્ત જનજાતીઓ પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરેલ હતા. છેલ્લા ૨૫ વર્ષથી આખા દેશમાં વિચરતી અને વિમુક્ત જનજાતીઓને સંવિધાનમાં વિશેષ અધિકાર મળે તેના માટે સતત કાર્યરત રહ્યા છે અને નાટક અને ફિલ્મોના માધ્યમથી તેમને ઘણા વંચિત સમાજોના યુવક યુવતીઓને કલાની ટ્રેનિંગ આપી છે. તેમને કુલ 12 નાટકોનું નિર્દેશન કરેલ છે, એમના નાટકો માં “બુધન’ નામનું નાટક ખુબ જાણીતું છે અને આ નાટકના ભારતની અને વિદેશની ઘણી ભાષાઓ મેં ભાષાંતર કરીને છાપેલ છે. ત્યારે શ્રી દક્ષીણ છારા જેવા યુવાન નેતૃત્વ પોતાની ટીમ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડવાથી કોંગ્રેસ પક્ષનાં સેવાની સાધનાના યજ્ઞને વધુ બળ મળશે.
00000000000000000
૬-૧૦-૨૦૨૩
            ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી આદરણીય રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવતી ભાજપની હિંસક માનસિકતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે આદરણીય રાહુલ ગાંધીનું વિકૃત પોસ્ટર બનાવી અપપ્રચાર કરવા બદલ અને ભાજપની વિકૃત માનસિકતાને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહીલના આદેશ અનુસાર કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય રાહુલ ગાંધીજીએ ૪ હજાર કિમીની પદયાત્રા કરી “નફરત છોડો ભારત જોડો” ના સુંદર વિચાર સાથે ભારતને જોડવા પ્રયાસ કર્યો તેની વિરુદ્ધ આ પ્રકારના કુપ્રચારથી ભાજપે પોતાના સંસ્કારો છતા કર્યા છે. અમારો વિરોધ વ્યક્તિ માટે નહીં પણ ભાજપની વિચારધારા સામે છે. દેશવ્યાપી INDIA ગઠબંધન અને “જુડેગા ભારત જીતેગા ઈન્ડિયા” નારાથી ભાજપ ડરી ગઈ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થવાનો છે ત્યારે નવો વિવાદ કરવા ભાજપ આવી હરકતો કરી રહી છે
ભાજપના સત્તાવાર હેન્ડલ પર આદરણીય રાહુલ ગાંધીજીને જાણી જોઈને વિકૃત માનસિકતાથી પોસ્ટરમાં રજુ કરવાનો અસલી ઈરાદો શું હતો? ભાજપની નીતિ-રીતિ અને નિયત ભાગલા પાડો નફરત ફેલાવો અને રાજ કરોની રહી છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ પ્રમુખશ્રી રાહુલ ગાંધી સામે હિંસા ભડકાવવા અને ઉશ્કેરવાનો ઇરાદો હોય તેમ સ્પષ્ટ જણાય છે. દેશમાં ભાગલા પાડવા માંગતી શક્તિઓ વિરૂધ્ધ રાહુલજીના પિતા સ્વ. રાજીવજી અને દાદી સ્વ. ઈન્દિરાજીએ ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાની જાન ન્યોછાવર કરી હતી. ભાજપ પેથોલોજીકલ જૂઠ્ઠાણા અને નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય રહી છે તેનો આ પુરાવો છે.  વર્ષ 1945માં પણ કાર્ટૂન અગ્રણી મેગેઝીનમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પણ આવી જ વિકૃત રીતે દર્શાવાયા હતા. કે જેના સંપાદક નાથુરામ ગોડસે હતા. પૂજ્ય મહાત્મા ગાંધી અને કોંગ્રેસ હંમેશા ભાજપ-આર.એસ.એસ.ના નિશાના પર રહ્યા છે, પરંતુ તેઓ ન તો ત્યારે ડરતા હતા, ન આજે ડરતા હતા અને ન તો ભવિષ્યમાં ડરવાના છીએ.
કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખશ્રી બીમલ શાહ, શ્રી અશોક પંજાબી, એ.આઈ.સી.સી. સહમંત્રીશ્રી લાલાભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બળદેવ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. સેલના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. ના કાર્યકર્તા-આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપની હિંસક માનસિકતા સામે આક્રમક દેખાવો કર્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ બાદ તેઓની અટકાયત થઈ હતી.
  0000000000000000
  ૧૦/૧૦/૨૦૨૩
ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલ નુકશાન, ખાસ કરીને અભ્યાસ કરતા તમામ બાળકોને પુસ્તકો/બેગ/ફી સહીતમાં સહાય આપવા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લામાં પુરના કારણે શિક્ષણ વ્યવસ્થાને પણ મોટું નુકશાન થયું છે. ભરૂચ, નર્મદા વિસ્તારમાં ધો. ૧ થી ૧૨માં બે લાખ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. માનવસર્જિત પુરના કારણે અનેક બાળકોના અભ્યાસક્રમના પુસ્તકો-બેગ-શૈક્ષણિક સામગ્રી પુરના કારણે ધોવાઇ ગઈ છે. નાશ પામી છે. આ સંજોગોમાં ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાના અસરગ્રસ્ત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પુન:શૈક્ષણિક વ્યવસ્થામાં જોડવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની સહાય કરે તેવી વિનંતી જેથી ગરીબ-સામાન્ય-માધ્યમવર્ગના બાળકો અભ્યાસકીય પ્રવુતિઓ સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. ભરૂચ-નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુરથી ભોગ બનેલા પરિવારો આર્થિક રીતે પારાવાર મુશ્કેલીઓમાં મુકાઇ ગયા છે. ત્યારે તેમના સંતાનો કે જે પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરે છે. તેઓને એક સત્રની ફી ની વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષએ માંગ કરી છે. રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવીને સત્વરે હકારાત્મક નિર્ણય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
સરદાર સરોવર ડેમનો મુખ્ય હેતુ લોકોને પુરના પાણીથી રક્ષણ આપવાનો છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન અને નિર્દોષ નાગરિકોની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ૧૯ લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું, જેના કારણે નર્મદા, ભરૂચ અને વગેરે સહિતના જિલ્લામાં પુરનું પાણી મોટી માત્રામાં રહેણાંક વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણાં બધાં ગામોમાં લોકોના ઘર પુરના પાણીમાં ડૂબી ગયા હતા અને ફ્લેટના પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના કારણે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું,  નર્મદા બંધ ઓવરફ્લો થાય એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે તે વાજબી છે, પરંતુ આ તો કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોનારત જ હતી.
ડૉ.મનીષ દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
————————————————————-
તા.૧૦.૧૦.૨૦૨૩
મહોદયશ્રી,
નમસ્કાર
ગુજરાતના ખેડૂતો બીટી કપાસના બિયારણના વેપારીઓથી પરેશાન છે,છેલ્લા ૨૦ વર્ષ ખૂબ મોટા પ્રમાણમાં નકલી-હલકા અને અનઅધિકૃત એવા બિયારણોનો ખેડૂતો ભોગ બને છે અને કરોડોનો વેપાર કરનાર લેભાગુ બીટી કપાસ બિયારણના વેપારીઓ ઉપર અનેક ગુના નોંધાય છે પરંતુ પ્રવર્તમાન કાયદાઓની જોગવાઇ મુજબ સામાન્ય દંડ ભરીને ગંભીર ગુના આચરનારા લેભાગુ વેપારીઓ છૂટી જાય છે. અને અંતે ખેડૂતો જ આર્થિક  નુકસાની ભોગવતો રહ્યો છે, આ બાબતે આપ સાહેબને ખેડૂતોના વિશાળ હિતમાં વિનંતિ છે કે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને છેતરનારાઓ વિરુદ્ધ ત્રણ કાયદા લાવવા જઈ રહી છે. તે દિશામા ગુજરાતે પણ આગળ આવીને ખડૂતોને નકલી – હલકા અને અનઅધિકૃત બીટી કપાસ કે કોઈપણ એગ્રી ઈનપુટ્સથી આર્થિક નુકસાની અંગે સુરક્ષિત કરી શકાય.
✔ નકલી-હલકા અને અનઅધિકૃત ઇનપુટ્સ વેચાણ કરે છે તેના વિરુદ્ધ કાયદાઓમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સજા કરવાની જોગવાઈ.
✔ અનધિકૃત ઇનપુટ્સથી થયેલ નુકશાનીનું ખેડૂતોને વળતર અપાવવા…
✔  આવી લેભાગુ વેપારવૃત્તિને ખતરનાક અસામાજિક પ્રવૃતિમા મૂકવી.
ઉકત બાબતો મુજબ કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવશે તો ખેડૂતોને વર્ષોથી છેતરતી લેભાગુ કૃષિ ઈનપુટસ ઉત્પાદક કંપનીઓ કાબુ આવશે અને ખેડૂતોના આપઘાતના કિસ્સા ઘટશે તેમજ ખેડુતોને ગુણવત્તા સભર એગ્રી ઇનપુટ્સ મળતા થશે અને વળતરની જોગવાઇથી આર્થિક નુકશાની બાબતે ખેડૂતો સુરક્ષિત થશે,જે ગામડા અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા ખુબ મહત્વનો સાબિત થશે.
આભાર
  0000000000000000
  ૧૨-૧૦-૨૦૨૩
·                   ભારતીય ક્રિકેટ બોર્ડનો  અણઘડ વહીવટ VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ
·                   ભારતીય ક્રિકેટ બોર્ડ ટિકિટના કાળા બજાર કરવામાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી: પ્રવીણસિંહ વણોલ
·                   ભારતીય ક્રિકેટ બોર્ડએ પોતાના મળતિયાઓને  ટિકિટો આપીને કાળા  બજાર કર્યા: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી:મુકેશ આંજણા
·                   ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવનો અણઘડ વહીવટ: ગુજરાત પ્રદેશ યુવા  કોંગ્રેસ મહામંત્રી: પ્રવીણસિંહ વણોલ
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે યુવાનો આતુર  છે. અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચ શનિવારના દિવસે રમાવાની  છે, તેવા સમયે ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી અને VIP (વીઆઈપી)  ક્લચર  ટિકિટો વેચાણ કરવામાં હાવી થતા મધ્યમવર્ગ માંથી આવતા યુવાનો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે, ટિકિટોનાં કાળા બજાર કરવા માટે જાણે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે  તેવા આરોપ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા અને પ્રવીણસિંહ વણોલે સંયુક્ત રીતે કર્યો હતો.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં  કહ્યું હતું કે જયારે વિશ્વ કપની  ઉદ્ઘાટન મેચ હતી ત્યારે book  My  Show  પર દેખાડવામાં આવ્યું હતું કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ તે મેચમાં માત્ર દોઢ હજાર  જેટલા પ્રેક્ષકો હાજર હતા, તે શું પ્રેક્ષકો  બાબરું ભૂત બનીને મેચ જોઈ હશે એ પણ સવાલ થાય છે? ખરેખર તો કોઈ મોટી ગોલમાલ છે અને બેલ્કમાં ભારત પાકિસ્તાનની ટિકિટો વેચે છે તો વેચનાર પાસે આટલી ટિકિટો કેવી રીતે આવી આ એક સવાલો ઉદભવે છે. ભારત પાકિસ્તાનની મેચમાં ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મનફાવે તેમ વર્તન કરીને VIP  લોકોને વેચાણ કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન મેચની ટિકિટો બેલ્કમાં વેચાઈ રહી છે ED-CBI ને કાળું  ઘન  દેખાતું નથી. BOOK MY SHOW પર બે કલાક સુધી વેઇટિંગ રહેવા છતાં ટિકિટો મળી નથી અને ટિકિટ એક મિનિટમાં 18  હજાર જેટલી વેચાઈ જાય  છે તે પણ શંકા ઉપજાવે છે
વધુમાં  ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણા કહ્યું હતું ભારત પાકિસ્તાનની મેચમાં ટિકિટો વેચાણ કરવામાં ફેસબુક  અને ઇન્સ્ટાગ્રામના પેજ પર રાફડો ફાટ્યો છે અને બેફામ રીતે મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને લૂંટવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે મેચમાં રીતસર  ક્રિકેટ પ્રેમીઓને ભારતીય ક્રિકેટ બોર્ડમાં બેઠેલા હોદેદારોએ નારાજ કર્યા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં કાળા બજાર કરનાર અનેક લોકો છે તેનો સૌથી મોટો ભોગ યુવાનો અને વિદ્યાર્થીઓને  લેવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણમાં ભારે ગોલમાલ થઈ છે અને  બિન અનુભવી માણસને ભારતીય ક્રિકેટ બોર્ડનો વહીવટ સોંપવામાં આવ્યો છે તેનું પરિણામ છે.  લોખંડી પુરુષ સરદાર પટેલનું નામ હટાવી નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે, આપણે ત્યા ડમી રાઇટરો, નકલી રીતે નોકરી  મેળવનારાઓની સઁખ્યા ઓછી નથી અને હવે ક્રિકેટની ટિકિટો પણ બાકાત રહી નથી અને કાળા બજાર કરીને વિદ્યાર્થીઓને અને યુવાનોને બેફામ લૂંટવામાં આવ્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. આ સરકારમાં બધું નકલી થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.
વધુમાં પ્રવીણસિંહ વણોલે કહ્યું હતું ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં વેચાણમાં ભારતીય ક્રિકેટ બોર્ડ ગેરરીતી કરવામાં સામેલ હોય એવુ લાગે છે.
000000000000000
૧૬-૧૦-૨૦૨૩
• સતત વધતા જતા કસ્ટોડીયલ ડેથ ગુજરાતની કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે.
• કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે: છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં મોત.
• ૨૦૧૯-૨૦ની તુલનાએ વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ મોત સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો
• ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ
• સુપ્રિમ કોર્ટના ૨૦૧૫ ના ચુકાદા પછી પણ રાજ્યમાં ૧૩૦ જેટલા પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા આજદિન સુધી લગાવવામાં આવ્યાં નથી.
• કસ્ટોડીયલ ડેથના બનાવો ઉપર રોક લાગે તે માટે ગુજરાત સરકાર કાયદાકિય પુરતા પગલા ભરે તો જ માનવ અધિકારનું રક્ષણ થશે.
ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગુજરાત લૉ-કમીશનનો અહેવાલ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે ત્યારે ભ્રષ્ટાચારમાં અવ્વલનંબર ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ- (સિવિલ સોસાયટી) એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ને વારંવાર ખુલો પાડી રહ્યું છે. ગુજરાત લો-કમીશનના અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઉભો થાય છે કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે અને રક્ષકને બદલે ભક્ષકની કામગીરી કરી રહ્યાં છે. ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તે માટે પણ તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે. માનવ અધિકારનું સન્માન એ સુશાસનના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. લોકતંત્રમાં રાજ્ય સરકારની જવાબદારી બને છે કે માનવ અધિકારનું સંરક્ષણ અને માનવ અધિકારને પ્રોસાહીત કરવાનું કામ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કસ્ટોડીયલ ડેથ રોકવા માટે પોલીસ તંત્રમાં સતત સુધારા પણ કરવા જોઈએ અને પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી છે.
સુપ્રિમ કોર્ટના ૨૪ જુલાઈ ૨૦૧૫ના ચુકાદામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં ૧૩૦ પોલીસ સ્ટેશનમાં આજદિન સુધી સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા નથી. સી.સી.ટી.વી. કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધિશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે. સુપ્રિમકોર્ટના ચુકાદા પછી જો રાજ્ય સરકાર સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હોત તો અનેક કિસ્સામાં કસ્ટોડીયલ ડેથ રોકી શકાયા હોત. ઘણાં કિસ્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોવા છતાં કાર્યરત નથી તે ઘણી ચિંતાનો વિષય છે.
છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગના સત્તાવાળાનો અસંવેદનશીલ – અમાનવીય ચહેરો ખુલ્લો કરે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.
ભાજપ સરકાર ‘MAY I HELP You?’ની જાહેરાતોના બોર્ડ લગાવે છે પરતું વાંચવામાં સારા લાગતા સુત્રોને હકીકતમાં પોલીસ સ્ટેશનમાં ‘MAY I HELP You ?’સુત્રનો અહેસાસ થાય એ જરૂરી છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા મારવા- ટોર્ચર, જ્યારે કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત કારણે આરોપીનો જીવ ગયો છે.
ક્રમ રાજ્ય પાંચ વર્ષમાં વિવિધ રાજ્યોમાં થયેલ કસ્ટોડીયલ ડેથમાં આંકડા
૧ ગુજરાત ૮૦
૨ મહારાષ્ટ્ર ૭૬
૩ ઉત્તરપ્રદેશ ૪૧
૪ તમિલનાડુ ૪૦
૫ બિહાર ૩૮
ક્રમ વર્ષ ગુજરાતમાં થયેલા
કસ્ટોડીયલ ડેથમાં
૧ ૨૦૧૭-૧૮ ૧૪
૨ ૨૦૧૮-૧૯ ૧૩
૩ ૨૦૧૯-૨૦ ૧૨
૪ ૨૦૨૦-૨૧ ૧૭
૫ ૨૦૨૧-૨૨ ૨૪
હિરેન બેન્કર,
000000000000000
૧૯-૧૦-૨૦૨૩
·                   ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા.
·                   ધરમપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ ડી. પટેલ સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
·                   રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં સુવર્ણ પદક વિજેતા બેરીસ્ટર આરીફ અંસારી આપ પક્ષ છોડીને વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ કોંગ્રેસ પક્ષમાં જોડાનાર તમામ આગેવાન-કાર્યકરોને આવકાર સાથે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ વાસીઓ મોંઘવારી, બેરોજગારી સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ખેડૂત-ખેતીને બચાવવામાં દેશ હિતમાં કામ કરવાની જરૂર છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ-બહેનો સક્રિય પણે કોંગ્રેસ પક્ષ જોડાઈ રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા ભાજપ અને આપ પક્ષના પદાધિકારીઓ, કાર્યકરોને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધું છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ, આપ અને બી.ટી.પી. છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાનાર બેરીસ્ટર આરીફ અંસારી, પૂર્વ ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલ, કોડીનાર તાલુકા ભાજપાના પૂર્વપ્રમુખ અને સહકારી આગેવાનશ્રી પ્રવિણસિંહ ઝાલા, નર્મદા જીલ્લાના આપના પૂર્વ પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સંતરામપુર શહેર ભાજપાના શ્રી સુનિલભાઈ ભોય, નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રી હર્ષદભાઈ મહેતા, આપના વ્યાપાર વિભાગના જીલ્લા પ્રભારીશ્રી ગણેશ જૈન, ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન મંત્રી શ્રી મીરાબેન પંચાલ, સાબરકાંઠા જીલ્લા આપના મહિલા પ્રમુખશ્રી ઈન્દુબેન ગામેતી, શ્રી દીતાજી ખટાર, ભાજપના હરીશભાઈ પરમાર, ચંદુભાઈ લીંબાત, બી.ટી.પી.ના ગોવિંદભાઈ પારઘી સહિત ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તમામને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.
  00000000000000000
  ૨૧/૧૦/૨૦૨૩
•        ભાજપા સરકારે ગુજરાતને ગાંજાનુ ગુજરાત બનાવ્યુ. ક્યા છે કાયદો ? ક્યા છે સરકારી તંત્ર ? અને ક્યા છે કહેવાતી નિર્ણાયક સરકાર ?
•        ગુજરાતમા અનઅધિકૃત રીતે સતત વધતુ દારુ-ડ્ર્ગ્સ-ગાંજો-અફીણ જેવા માદક પદાર્થોનુ ઉત્પાદન-વેચાણ અને સેવન વિરુદ્ધ કામ કરવામા આજ દિવસ સુધી ભાજપા સરકાર નિષ્ફળ હતી હવે સમર્થક હોય તેવા સંકેત મળે છે.
•        ગુજરાતના બંદરે ડ્ર્ગ્સ, ગુજરાતમા દારુ અને ગુજરાતના ખેતરોમા ગાંજાનુ વાવેતર સતત પકડાય છે આ ગેરકાયદેસર ધંધા કરતી માફિયાગીરીને વિશ્વાસ કોણ આપે છે ?
•        છેલ્લા ૨૫ વર્ષથી બુટલેગરો અને માફિયાને રાજ્ય સરકાર ખોળે બેસાડીને સરકાર ચાલાવી છે અને તેના કારણે જ ગુજરાતમા બુટલેગરો અને માફિયાઓ અજર–અમર છે
1.         બનાસકાંઠાના કાંકરેજના વડા ગામમાંથી ગાંજાની ત્રણ વીઘામાં વાવ્યા હતા ગાંજાના છોડ. તેની બજાર કિંમત આશરે એક કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
2.         માંગરોળના ઓસા (ઘેડ) ગામમાંથી ગાંજાના 34 છોડ અને 630 ગ્રામ સુકા ગાંજાનો જથ્થો પકડાયો.
3.         સુરેન્દ્રનગરના મોટા કાંધાસરના ખેડૂતના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુ અને 2 કિલો ગાંજો પણ જપ્ત કર્યો હતો.
4.         અમદાવાદના સરખેજમાં ઓર્ચિડ લેગસી ફ્લેટમાં ગ્રીન હાઉસની માફક ગાંજાની લેબ શરૂ કરવામાં આવી હતી. ઘરમાથી જ 100 થી વધુ ગાંજાના કુંડા મળી આવ્યા હતા.
5.         ગુજરાત યૂનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
6.         અરવલ્લી જિલ્લામાં મેઘરજના વાવમેલાણા ગામમાં ખેતરમાંથી ગાંજાના 41 છોડ મળી આવ્યો અને 10.7 કિલો ગાંજાનો જથ્થો પકડાયો.
7.         નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી ગાંજાના 19 જેટલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.
આ તમામ ગુના જાગૃત નાગરિકોની બાતમીના આધારે પકડાયા છે પરંતુ ગુજરાતનુ સરકારી  તંત્ર અને સરકાર ક્યારે દેશના દુશ્મન સમા માફિયાઓના પુણ્યપ્રતાપમાથી બહાર આવી અનઅધિકૃત અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓને ઉગતી ડામવામા સક્રીય ક્યારે થશે ?
ગુજરાતના ખમીરવંતા નવ યુવાન ભાઇ-બહેનોને નમ્ર અપિલ કે સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી આપ સર્વો માદક પદાર્થોના વ્યસનોથી દુર રહેશો…
મનહર પટેલ
0000000000000000
૨૧-૧૦-૨૦૨૩
·                   બનાસકાંઠા વિસ્તારના સામાજિક-રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીશ્રીઓને તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા.
·                   ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં જોડાવા લોકો સક્રિય થઈ રહ્યા છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીશ્રીઓને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં જોડાવા લોકો સક્રિય થઈ રહ્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા હોય કે અન્ય પાર્ટીમાં ગયા હોય એ પણ હવે જોડાઈ રહ્યા છે. ગુજરાતીઓની મુશ્કેલીમાં લોકો કોંગ્રેસ સાથે જોડાઈ મદદ કરે એ જરૂરી છે. આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી, ગુજરાતની પ્રજા સમજુ છે આ વખતે મતોનું વિભાજન નહી થાય અમે અહંકારી બની તમામ લોકસભા બેઠકો જીતવાનો દાવો નથી કરતા. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણીમાં ગુજરાતના પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક હશે. બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પૂર્વે મોટી સંખ્યામાં બનાસકાંઠા વિસ્તારના સહકારી, સામાજિક અને પૂર્વ પદાધિકારીઓ હોદ્દેદારશ્રીઓ-આગેવાનો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી બળવંતભાઈ બારોટ, શ્રી મફાભાઈ કે. રબારી, શ્રી કાનાજી ઠાકોર, શ્રી કૈલાશદાન ગઢવી, શ્રી મહાદેવભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી પ્રભુજી રાજપૂત, વશરામભાઈ ગલચર, મગનભાઈ સોલંકી સહિત 70 થી વધુ અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, પૂર્વ સાંસદ અને બનાસકાંઠા જીલ્લાના પ્રદેશ પ્રભારીશ્રી અલ્કાબેન ક્ષત્રિય, પ્રદેશ ઉપપ્રમુખશ્રી દિનેશ ગઢવી, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મહામંત્રીશ્રી ઝાકીર ચૌહાણની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં સામાજીક-રાજકીય આગેવાનોએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.
  0000000000000000
  ૨૩-૧૦-૨૦૨૩
·                   ભાજપના ભ્રષ્ટાચારમાં વધુ એક પૂલ તુટી પડ્યો.
·                   વારંવાર પુલ તુટવા, વારંવાર પેપર ફુટવા એ ભાજપના ભ્રષ્ટાચારના બેનમુન નમૂના છે.
ગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના લાખો નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે, તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ અને ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા અને આજે પાલનપુરમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ  જણાવ્યું હતું કે, પાલનપુર એક નિર્માણધીન ઓવરબ્રીજ ધરાશાઈ થતાં પાલનપુર આર.ટી.ઓ. સર્કલ નજીક આ ઓવરબ્રીજ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે. ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ચૂંટણીમાં કરોડો રૂપિયા ફંડ આપનાર મળતિયા કંપનીઓને બ્રિજ બાંધકામ સહિત કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની લ્હાણી કરતી ભાજપ સરકાર બ્રિજ અકસ્માત / દુર્ઘટના મુદ્દે મૌન કેમ છે ? છેલ્લા આઠ વર્ષમાં બ્રિજ બાંધકામ / અકસ્માતમાં બે નાગરિકોના મોત અને ૧૪થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્રિજનું બાંધકામ કરનાર માત્ર એક જ કંપનીએ કરોડો રૂપિયા ચૂંટણી ફંડ સત્તાવાર આપ્યું છે. સાથોસાથ અંડરટેબલ લેતી-દેતીની રકમનો અધધ આંકડો જાણવા મળે છે.
રાજ્યમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટના બાદ પણ ભાજપ સરકાર જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આડા કાન કરે છે. અમદાવાદમાં શાંતિપુરામાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ગંભીર ઘટનામાં પણ બ્રિજ નિર્માણની કામગીરી બ્લેકલિસ્ટ કંપનીને કેમ વારંવાર કામ આપવામાં આપે છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ સરકારના ‘‘ભ્રષ્ટાચારી મોડલ’’ થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ, રાજકોટ, મહેસાણા જિલ્લામાં સાત જેટલી બ્રિજ અકસ્માતની ઘટનામાં બે નાગરિકોના પોતાનો જીવ ગુમાવ્યો છે. કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લેતી ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોની સલામતીને નેવે મૂકીને માત્ર ચૂંટણી ફંડ મેળવવા માટે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ગુજરાતમાં સાત જેટલા બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાઓમાં થયેલી ગુનાહિત બેદરકારી માટે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલીક તટસ્થ તપાસ કરવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે તોજ આવી ગંભીર દુર્ઘટના અટકાવી શકાશે અને માનવજીંદગી બચાવી શકાશે.
2022
માધાપર ચોકડી, માધાપર
રાજકોટ
બોપલ રીંગ રોડ
મુમતપુરા
બોરસદ ચોકડી
આણંદ
હાંડોડ
લુણાવાડા
નાંદેલાવ
ભરૂચ
ઉંઝા હાઈવે
મહેસાણા
સિંઘરોટ
વડોદરા
2021
શાંતિપુરા-મુમતપુરા
અમદાવાદ
2020
ફલાય ઓવર (દિવાલ) આજી ડેમ ચોકડી
રાજકોટ
મહેસાણા બાય પાસે, પોદાર સ્કુલની બાજુમાં,
મહેસાણા
2019
સટોડાક ગામ, જામનગર – જુનાગઢ રોડ
રાજકોટ
2016
પીપલોદ ફલાય ઓવર Anuvratdwar ઉધના રોડ,
સુરત
2007
ઉધના દરવાજા, મજુરા ગેટ અને અઠવા લાઈનને જોડતો બ્રીજ
સુરત
———–
૨૫/૧૦/૨૦૨૩
•     ખેતીવાડી અધિકારીએ ૨૦૦૧ મા હલકી જંતુનાશક દવા વેચતા વેપારી ઉપર કરેલ ફરીયાદનુ સમન્સ નિવૃત અધિકારીને ૨૨ વર્ષે આવ્યુ (હાજર હો ૨૫.૧૦.૨૦૨૩)
•     ગુજરાતમા હલકી ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, બિયારણ અને ખાતરને કારણે આર્થિક નુકશાની ભોગ બનતા ખેડુતોને ન્યાય આપવા રાજ્ય સરકાર ખાસ ફાસ્ટ કોર્ટ શરુ કરે.
•     જે વેપારીઓના હલકા અને નબળા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) થી છેતરાતા ખેડુતોને રાજ્ય સરકાર ત્વરિત વચગાળાની આર્થિક રાહત આપવાની જોગવાય કરે.
•     રાજ્યમા ખેડુતોના આપઘાતનુ કારણ અમુક વેપારીઓના હલકા અને નબળા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) સાબિત થાય તો તેવા વેપારીઓ ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામા આવે.
નબળા – હલકા એગ્રી ઇન્પુટસના વેચાણ સામે રાજયમા મજબુત કાયદા નથી અને કાયદામા ગુનેગારોને સજાની જોગવાય નથી, તેના કારણે અમુક વેપારીઓ ભય અને ડર વગર નબળા અને હલકા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) ખેડુતોને વેચીને કરોડો રુપિયાની કમાણી કરે છે. જે રાજ્ય સરકાર માટે કલંક.
ગુજરાતના કૃષિ વિભાગના ઇમાનદાર અધિકારીઓ આ દિશામા કામ કરવા મજબુત છે પરંતુ ખોખલા કાયદાઓ, કાયદામા સજાની જોગવાય નહી અને અમુક અંશે મંદ ગતિથી ચાલતી ન્યાય પ્રક્રીયાને કારણે ખેડુતોને ન્યાય મળતો નથી.
એક ઇમાનદાર ખેતીવાડી અધિકારીએ હલકી અને નબળી જંતુનાશક દવાના વેપારી ઉપર શિહોર કોર્ટમા કેસ ફાઈલ કર્યો,તેની વિગત સરકારની ખેડુત વિરોધી નિયત અને માનસિકતા છતી કરે છે.
એક ખેતીવાડી અધિકારીએ વર્ષ ૨૦૦૧ મા હલકી ગુણવત્તાની જંતુનાશક દવાનો કેસ ભાવનગરના શિહોર કોર્ટમા દાખલ કરેલ, વર્ષ ૨૦૦૩ સુધી કેસની મુદત પડતી અને દર વર્ષે ચાર-પાંચ મુદત આવતી, ૨૦૦૩  સુધી મુદતની જાણ મજકુર ખેતીવાડી અધિકારીને હતી અને ત્યા સુધી તે કોર્ટમા હાજરી પણ આપતા હતા, પરંતુ વર્ષ ૨૦૦૩ પછી તે ખેતીવાડી અધિકારીને મુદતની તારીખ જાણ થતી જ બંધ થઈ ગઈ અને વર્ષ ૨૦૨૩મા એટલે કે હવે આ અધિકારી નિવૃત થયા બાદ કેસ બોર્ડ ઉપર આવેલ છે. આમ એક પેઢી જેટલા લાંબા સમય સુધી આ નબળા અને હલકા એગ્રી ઇનપુટસ વેચતા રહ્યા, આમ આટલા લાંબા સમય પછી કોર્ટમા કેસ બોર્ડ ઉપર આવતા હોય તો શુ ખેડુતોને ન્યાય મળવાની અપેક્ષા જીવંત રહે ? ઇમાનદાર ખેતીવાડી અધિકારીએ પોતાની ફરજ દરમ્યાન નબળા અને હલકા એગ્રી ઇન્પુટસ વેચતા વેપારીઓ ઉપર ફરિયાદ કરીને કોર્ટ કાર્યવાહી કરી તેનુ અંતે પરિણામ શુ આવ્યુ ? સરકારમા ફરજ બજાવતા આવા ઇમાનદાર ખેતીવડી અધિકારીઓને કામ કરવાનો ઉત્સાહ રહે ? આમ ગોકળગાયની મંદગતિએ ચાલતી વહીવટી પ્રક્રીયાથી રાજ્ય સરકાર ખેડુતોને ન્યાય અપાવી શકે ?
ટુંકમા ગુજરાત સરકારની ખેડુત વિરોધી માનસિકતા હલકી અને નબળી ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, બિયારણ અને ખાતર વેચતા વેપારીઓને સીધી અને આડકતરી રીતે પ્રોત્સાહન પુરુ પાડે છે, અને તેના કારણે આવા અનઅધિકૃત એગ્રી ઇન્પુટ્સ વેચતા વેપારીઓનો વિશ્વાસ વધે છે અને રાજયના ખેડુત વર્ષે કરોડો રુપિયાની આર્થિક નુકશાની ભોગવે અને  અને તે પૈકીના અમુક આત્મહત્યાના પગલા ભરવા મજબુર થાય છે.
મા કૃષિ મંત્રી અને સરકારને અમારી વિનંતી છે કે સરકારની વર્તમાન કાર્ય પદ્ધતિ અને કાયદાની જોગવાઇઓ ખેડુતોના ભોગે વેપારીઓ માટે સુરક્ષિત કરનારી છે,તેમા ઘનિષ્ટ વિચારણા થાય અને રાજ્યનો કોઇપણ ખેડુત ખેતી સામગ્રીની ખરીદીમા છેતરાઈ નહી તે આર્થિક નુકશાનીનો ભોગ ન બને તે માટે અમારા ઉપરોકત સુચનોને ધ્યાને લઈને વહેલીતકે નિર્ણયો કરવામા આવે.
સામેલ – સમન્સની નકલ
મનહર પટેલ
————-
૨૬-૧૦-૨૦૨૩
વિધાનસભા – ૨૦૨૨ની ચૂંટણી સમયે તેમની કામગીરી અંગે થયેલ ફરિયાદના આધારે શિસ્ત સમિતિ દ્વારા નીચેના આગેવાનોને જે તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
તેમના સસ્પેન્શન અંગે તેઓશ્રી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ સસ્પેન્શન પરત ખેંચવા વિનંતી પત્ર રજુ કર્યા હતાં જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના અધ્યક્ષશ્રી નટવરસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં સમિતિના સભ્યશ્રી બાલુભાઈ પટેલ, શ્રી રાજકુમાર ગુપ્તાની ઉપસ્થિતીમાં કરેલ ખુલાસાને ગ્રાહ્ય રાખી તેઓશ્રીનું સસ્પેન્શન પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તે રીતે કેટલીક જગ્યાએ કાર્યકરો-આગેવાનો જાહેર નિવેદનો કરે છે તે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. કોંગ્રેસ પક્ષને લગતી કોઈ પણ રજુઆત પક્ષના પ્લેટફોર્મ પર લેખિત-મૌખિક ધ્યાન પર મુકી શકાય પણ, જાહેર માધ્યમોમાં કે સોશિયલ મીડીયામાં આવી કોઈ પ્રવૃત્તી ગેર શિસ્ત ગણાશે અને તેઓશ્રી સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરાશે.
શ્રી ઈકબાલભાઈ મકલાઈ – ગીર સોમનાથ
શ્રી ખુમાણભાઈ જીવાભાઈ સિંધવ – જુનાગઢ
શ્રી રણજીતસિંહ ખુમાણસિંહ પરમાર – જુનાગઢ
શ્રી રાજુભાઈ બાબુભાઈ સોલંકી – જુનાગઢ
શ્રી રાવણભાઈ લાખાભાઈ પરમાર – જુનાગઢ
શ્રી વાલભાઈ ખેર – જુનાગઢ
શ્રી વિજયભાઈ બારૈયા – ભાવનગર
શ્રી રાજભાઈ મહેતા – ભાવનગર
શ્રી અજમલજી નાથુજી રાનેરા – બનાસકાંઠા
શ્રી નરેન્દ્રસિંહ પટેલ – પંચમહાલ
શ્રી ગુલાબસિંહ બારીયા – પંચમહાલ
શ્રી સ્નેહરશ્મિ ચૌહાણ – પંચમહાલ
શ્રી બળવંતસિંહ રાવ – બનાસકાંઠા
શ્રી મફાભાઈ રબારી – બનાસકાંઠા
શ્રી કૈલાસદાન ગઢવી – બનાસકાંઠા
00000000000000000
અખબારી યાદી
૨૬-૧૦-૨૦૨૩
પાલનપુર ખાતે નિર્માણધન બ્રીજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો છે તેમ છતાં તંત્ર દરેક દુર્ઘટના પછી “સબ સલામતના દાવા” અને “ચમરબંધીને છોડવામાં નહિ આવે” તેવી મોટી મોટી વાતો કરી રહી છે. ભાજપ સરકારના ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે દુર્ઘટનામાં ભોગ બનેલ નિર્દોષ નાગરીકોના પરિવારને સાંત્વના પાઠવવા અને દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ તારીખ ૨૮ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે કલેકટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે પાલનપુર બ્રીજ દુર્ઘટનામાં ભોગ બનેલ પરિવાર પ્રત્યે સહાનભૂતિ વ્યક્ત કરીને  આધાર ગુમાવનાર પરિવારને ન્યાય મળે અને  જવાબદાર સામે કડક પગલા ભરવા માંગ કરી છે આ પ્રકારની ગંભીર દુર્ઘટના રોકવા જાહેર બાંધકામની ગુણવત્તા, જાળવણી માટે સરકાર ભ્રષ્ટાચારી વ્યવસ્થા માંથી બહાર આવે જેથી આવી વારંવાર દુર્ઘટના અટકાવી શકાય.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય  શ્રી જીગ્નેશ મેવાણી, પૂર્વ સાંસદ અને સંગઠન પ્રદેશ પ્રભારી શ્રી અલ્કાબેન ક્ષત્રીય, શ્રી મુકેશભાઈ દેસાઈ, શ્રી ભચાભાઈ આહીર, ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, શ્રી અમરતજી ઠાકોર, શ્રી કાન્તીભાઈ ખરાડી, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશ પટેલ, શ્રી શીવાભાઈ ભુરીયા, શ્રી બનાસકાંઠા જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી આશાબેન રાવલ સહીતના આગેવાનો મૃતકના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવશે અને પરિવારને ન્યાય માટે સંપૂર્ણ લડતમાં જોડાશે.
( હિરેન બેન્કર )
પ્રવક્તા
————————————————
અખબારી યાદી
૨૬-૧૦-૨૦૨૩
ગુજરાતમાં ડમીકાંડ, પેપરકાંડ મોટાભાગની પરીક્ષાઓમાં સામે આવે તેમ છતાં ઇડી અને સીબીઆઈ કૌભાંડીઓ-ચમરબંધીઓ પર સકંજો કસવા કેમ ગુજરાતમાં દરોડા પડતા નથી? તેવો વેધક પ્રશ્ન પૂછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પેપર ફૂટે અને રાજકીય હિસાબ ચૂકતે કરવા ચુંટણી સમયે ઇડી પહોચી જાય તો પછી ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના ૧૪થી વધુ પેપર ફૂટે ૫૦થી વધુ વખત ગેરરીતી સામે આવે અને અનેક વખત મેરીટ-પરિણામમાં ગોટાળા સામે આવ્યા છે છતાં કેન્દ્રીય એજન્સી ઇડી-સીબીઆઈ કેમ સરકારી ભરતીઓના એક પણ કૌભાંડીઓ પર રેડ કરતી નથી? શું ઇડી-સીબીઆઈને ચોક્કસ રાજ્ય માટે જ વિશેષ જવાબદારી સોપાઈ  છે? રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની  તલાટી, મુખ્યસેવિકા, નાયબ ચીટનીસ જેવી ૧૪થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. જુનિયર ક્લાર્ક, લોક રક્ષક દળ (LRD), વીજ સહાયક, વન સહાયક, બિન સચિવાલય સહીતના પેપરો  ફૂટ્યા હતા. જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાના આવા અનેક બોલતા પુરાવા છે. ચુંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓ થકી રાજકીય રેડના મરણીયા પ્રયાસથી કઈ થશે નહિ. ઇડીની આ રાજકીય રેડ ના હોય તો હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પેપર ફૂટવા અને ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા ઇડી – સીબીઆઈ ક્યારે રેડ કરીને કૌભાંડીઓ પર સંકજો કસશે ? લાખો યુવાનો ન્યાય માટે જાણવા માંગે છે
વર્ષ ગુજરાતમાં પેપર લીકની વર્ષવાર વિગતો.. કેન્દ્રીય એજન્સીની સ્થિતિ
2014 GPSC ચીફ ઓફિસરનું પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2015 તલાટી પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2016 જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2018 TAT -શિક્ષક પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2018 મુખ્ય-સેવિકા પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2018 નાયબ ચિટનિસ પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2018 LRD-લોકરક્ષક દળ ઇડી-સીબીઆઈ ક્યાં ?
2019 બિનસચિવલય કારકુન ઇડી-સીબીઆઈ ક્યાં ?
2021 હેડ ક્લાર્ક ઇડી-સીબીઆઈ ક્યાં ?
2021 DGVCL વિદ્યુત સહાયક ઇડી-સીબીઆઈ ક્યાં ?
2021 સબ ઓડીટર ઇડી-સીબીઆઈ ક્યાં ?
2022 વનરક્ષક ઇડી-સીબીઆઈ ક્યાં ?
2023 જુનિયર ક્લાર્ક. ઇડી-સીબીઆઈ ક્યાં ?
000000000000000000
૨૮-૧૦-૨૦૨૩
·                    ભાજપ સરકારમાં નકલી અધિકારીઓ બાદ આખી નકલી સરકારી કચેરી પણ ધમધમે, આ તો કેવી સરકાર?
·                    મોટી રાજકીય વગ, મોટા અધિકારીઓના આશિર્વાદ અને મેળાપીપણા વગર નકલી સરકારી કચેરી બે-બે વર્ષ સુધી શું ચાલી શકે ? કરોડોના કૌભાંડના અસલી ખેલાડી કોણ ?
·                    રાજ્યમાં રોજ નીત નવા કૌભાંડોની હારમાળા વચ્ચે લાંબા સમયથી વિવિધ ક્ષેત્રમાં ચાલતા ડમી અને ડુપ્લીકેટના ધમધમતા વેપલા અંગે ભાજપ સરકાર કેમ લીપાથોપી કરી રહી છે ? ગુજરાતની જનતા જાણવા માંગે છે.
ભાજપ સરકારમાં નકલી અધિકારીઓ બાદ આખી નકલી સરકારી કચેરી પણ ધમધમે, આ તો કેવી સરકાર? મોટી રાજકીય વગ, મોટા અધિકારીઓના આશિર્વાદ અને મેળાપીપણા વગર નકલી સરકારી કચેરી બે-બે વર્ષ સુધી શું ચાલી શકે ? કરોડોના કૌભાંડના અસલી ખેલાડી કોણ ? સંડોવાયેલા સાચા ખેલાડીઓ બેનકાબ થાય, સંપૂર્ણ તપાસ થાય તેવી માંગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર શ્રી, સિંચાઈ પ્રોજેક્ટ ડીવીઝનલ બોડેલી નામની બનાવટી કચેરી બનાવીને ૨૬ જુલાઈ, ૨૦૨૧થી ટ્રાયબલ સબ પ્લાન કચેરી, છોટાઉદેપુર ના સરકારી નાણાં ખંખેરી રહ્યા ની હકીકત બહાર આવી છે. આ બનાવટી કચેરીએ અત્યાર સુધીમાં ૯૩ સરકારી કામો કરવા ના નામે કુલ ૪.૧૫કરોડ રુપિયા ખંખેરી લીધા છે.  આ બનાવટી અધિકારી અત્યાર સુધી આયોજનની મિટિંગોમા પણ આવ્યો છે. જેમાં પ્રભારી મંત્રી શ્રી,કલેકટર શ્રી, ટ્રાયબલ સબ પ્લાન ઓફિસર, ધારાસભ્યો, સાંસદ, તાલુકા પ્રમુખશ્રીઓ, જીલ્લા પ્રમુખ. સલાહકાર સમિતિ સભ્યો બેસતા હોય છે. આમાં સવાલ એ થાય કે,
·           શું એટલા અભણ અધિકારીઓ બેઠા છે કે નકલી ફાઈલો પણ પાસ કરશે ?
·           નકલી સરકારી કચેરીના નામે ૭૧ ફાઈલો પાસ થઇ ગઈ કોને ખબર ન પડી ?
·           નકલી સરકારી કચેરીની જંગી રકમની ચુકવણી કોની મીઠી નજર હેઠળ થઇ ?
·           શું પ્રયોજન વહીવટદારની કચેરીની રહેમ નજર હેઠળ આમ થયું છે ?
·           ગ્રાન્ટ ફાળવણી અને બીલો ચુકવવાની પ્રક્રિયા પારદર્શિત કેમ ન થઇ ?
·           બે-બે વર્ષ સુધી ભેજાબાજો કાંડ આચરતા રહ્યા, શું તંત્ર ઊંઘતું હતું ?
·           દરખાસ્ત પસાર કરવવા સાત કોઠા વીંધવા જેવી સ્કીમમાં કૌભાંડ કઈ રીતે રચાયું ?
·           ખોટી સરકારી કચેરીના નામે ૯૩ કર્યો કેવી રીતે થયા પાસ ?
·           સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપરી અધિકારીઓ એ કેમ કરી પાસ ?
·           આટલા લાંબા સમય સુધી ૯૩ જેટલા  સરકારી કામો ને આટલી મોટી રકમ કેવી રીતે વાપરી ?
·           તેના કામોની ભલામણ કોણે કરી ? તેને  મળેલા સરકારી નાણાં કોના એકાઉન્ટ માં જમાં થયા?
રાજ્યમાં રોજ નીત નવા કૌભાંડોની હારમાળા વચ્ચે લાંબા સમયથી વિવિધ ક્ષેત્રમાં ચાલતા ડમી અને ડુપ્લીકેટના ધમધમતા વેપલા અંગે ભાજપ સરકાર કેમ લીપાથોપી કરી રહી છે ? ગુજરાતની જનતા જાણવા માંગે છે.
00000000000000000
૩૦-૧૦-૨૦૨૩
તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રદેશ કારોબારીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હુતં કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે. શિક્ષણ, રોજગાર, ઘાંસચારાના પ્લોટ સહિત અનેક વિવિધ યોજનાઓ દ્વારા એસ.સી., એસ.ટી. ખાસ કરી ઓ.બી.સી. પરિવારોને ન્યાય મળે અને તેમનું સશક્તિકરણ થાય તે માટે કાયદાની જોગવાઈ કોંગ્રેસ પક્ષે કરી, કમ નસીબે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે.
આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ જાતિગત ગણના થાય તે માટે પ્રતિબધ્ધ છે. જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર આવશે તો કોંગ્રેસ પાર્ટી કાસ્ટ સેન્સર (જાતિજનગણના) માટે પ્રતિબધ્ધ છે અને જે લડાઈ લડવી પડે તે લડશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાતિ જનગણના દ્વારા જ ઓ.બી.સી. સમાજ, કેટલીક ટકાવારીમાં છે તે સુનિશ્ચીત કરી શકાય અને તે પ્રમાણે સત્તામા તેમની ભાગીદારી હોવી જોઈએ. જાતિજનગણના અને ઓ.બી.સી. માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલ પર અને બહાર પણ લડત આપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકીએ આજના દિવસે ભૂતકાળમાં ગુજરાતમાં ઓ.બી.સી. મુદ્દે પૂર્વ માધવસિંહજીની સરકારે સત્તાનાં બદલે સામાજિક ન્યાયને પ્રધાન્ય આપી સરકારનું બલિદાન આપેલ, તેમનું બલિદાન ઓ.બી.સી.ની જ્ઞાતિઓએ હંમેશા યાદ રાખશે. આવનારા સમયમાં ઓ.બી.સી. સમાજ એક થઈ ભારતીય જનતા પાર્ટીની ખોખલી હિન્દુત્વની નીતિ, આર.એસ.એસ.ની વિચારધારા સામે લડત લડવાનું આહવાન કરેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોરે ઓ.બી.સી. અનામત અને મહિલા અનામત મુદ્દે જાતિગત ગણના થાય અને તે પ્રમાણે મહિલાઓનું નેતૃત્વ વધે અને તે માટે લડત આપવાની વાત કરી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ આજના કાર્યક્રમ નિમિત્તે ચાર ઠરાવને કાર્યકરો અને પક્ષના મોભીઓ સમક્ષ યથાર્થ કર્યો. ઠરાવ નં. (૧) પ્રદેશ અને દેશમાં ૩૩ ટકા મહિલા અનામતમાં ઓ.બી.સી. મહિલાઓની સત્તાની ભાગીદારી વસ્તિ ગણતરી પ્રમાણે હોવી જોઈએ. ઠરાવ નં. (૨) જાતિ આધારિત વસતિ જનગણના થાય તથા જનગણના સાથે આર્થિક સર્વે પણ થાય અને આર્થિક સર્વેના આધારે તથા ડીલીમીટેશન પ્રમાણે સત્તામાં મહિલાઓની ભાગીદારી ફરજિયાત થવી જોઈએ. ઠરાવ નં. (૩) છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારના રાજમાં કહેવાતા તત્કાલીન ઓ.બી.સી. મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી) તથા નાણામંત્રી (વજુભાઈ વાળા) હોવા છતાં બજેટમાં પુરા એક ટકા પણ ઓ.બી.સી. જ્ઞાતિઓને ફાળવણી કરવામાં આવતી નહોતી ત્યારે આ ઠરાવ મુદ્દા મુજબ ૫૦ ટકા ઓ.બી.સી. વસતિ પ્રમાણે બજેટમાં ફાળવણી થવી જોઈએ. ઠરાવ નં. (૪) રાજ્યમાં નોકરીઓ બહાર પડે ત્યારે ઓ.બી.સી. અનામતની ૨૭ ટકા સીટો કરાર આધારિત અનામત લાગુ કરી ભરવામાં આવશે.
0000000000000000000000000
૧-૧૧-૨૦૨૩
·                    જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત”
·                    બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.
એક તરફ વધતી જતી મોંઘવારી, વધતા જતા ખર્ચ, બીજી બાજુ સતત ઘટતી આવક, ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સીનીયર સીટીઝન પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ” જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત” તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. 2014માં 400 રૂપિયાનો બાટલો આજે 800 રૂ. જેટલી વસૂલાત થઈ રહી છે. મહિલાઓને મોંઘવારીની ભેટ આપતી ભાજપ સરકારમાં જીત પછી અહંકાર, નિરંકુશતા અને મોંઘવારીના દિવસોના લીધે દેશની અને રાજ્યની જનતા સામનો કરી રહી છે. તહેવાર ટાણે જ મોંઘવારીનો બુસ્ટર ડોઝ પેટે વધુ એક વાર એલ.પી.જી. સીલેન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝીકવામાં આવ્યો છે.
“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ છે. કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. સીંગતેલ – કપાસીયા તેલના ડબ્બાના બમણા ભાવ, તેલમિલરો અને ભાજપ સરકારની સાંઠગાંઠથી જનતા પરેશાન છે. તેલ, મસાલા, સાબુ, સોડા, સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ થી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.
વર્ષ 2014-15 થી વર્ષ 2022-23ના નવ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 30 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી છે, લૂંટ ચલાવાઈ છે. દૂધ. દહી. છાસ. શાકભાજીના આસમાનને આંબતા ભાવ થી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે.
બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની નીતિના લીધે બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે.
ઓક્ટો-2022/kg
ઓક્ટો-2023/kg
તુવેરદાળ
110
152
અડદદાળ
107
120
મગદાળ
100
115
ચણા દાળ
70
83
 00000000000000
અખબારી યાદી
તા. ૨-૧૧-૨૦૨૩
પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શ્રી પી.ડી. વસાવા ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. થોડા સમય માટે કોંગ્રેસ થી દૂર થયા હતા અને હવે તેઓ પુનઃ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજના ન્યાય અધિકાર માટે કામ કરતી રહી છે. શોષિત, પીડીત, દલિત, આદિવાસી સમાજને સામાજિક ન્યાય મળે તે માટે હંમેશા કોંગ્રેસ પક્ષ લડાઈ લડતો રહ્યો છે અને આગળ પણ લડતો રહેશે. સત્તામાં ના હોવા છતાં પણ આદિવાસી સમાજ હંમેશા કોંગ્રેસ પક્ષને પસંદ કરે છે તે દિલમાં વસેલા છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવાએ આજરોજ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે. દેશમાં મોંઘવારીનો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતૃત્વનો આભાર માનું છું કે મને ફરી કોંગ્રેસ પક્ષમાં સેવા કરવાની તક આપી છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા કાર્યકરો-આગેવાનોના આવકાર સમારંભમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી બળદેવ લુણી, શ્રી સંદીપ માંગરોલા, નર્મદા જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી રોહિત પટેલ, કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા નર્મદા જીલ્લાના કાર્યકરો-આગેવાનોને આવકાર આપ્યો હતો.
00000000000000
૨-૧૧-૨૦૨૩
·                   યુથ કોંગ્રેસ દ્વારા ‘ પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરી
·                   દેશમાં ભય નફરતનું વાતાવરણ દૂર કરવા લોકસભાની ચૂંટણીમાં 18થી 24 વર્ષના યુવાનોને ‘પેહેલા વોટ  મોહબ્બ્ત કે નામ’ કરવા માટે યુવા કોંગ્રેસ આહવાન કર્યું.
·                   ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ‘પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનમાં જોડાવા માટે ૮૮૬૦૮૧૨૩૪૫ નંબર પર મિસ્કોલ કરીને જોડાઈ શકે છે. આગામી સમયમાં યુવા કોંગ્રેસ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડવાનું કામ કરશે.
દેશમાં લોકસભાની ચૂંટણી લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે  તેવા સમયે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. 18 થી 24 વયના યુવાનો પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ‘મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને દેશમાં પરિવર્તન કરવા માટે પોતાની ભાગીદારી નોંધાવશે આ વિષયને લઈને ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રીએ માહિતી આપી હતી.
ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી રાજેશ સિન્હાએ ‘મેરા પહેલા વોટ ફોર ઇન્ડિયા’ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં  2024ની દેશમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે જઈ રહી છે ત્યારે યુવાનો  દેશમાં પરિવર્તન કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આજના સમયમાં દેશમાં ભય અને નફરતનો માહોલ છે અને દેશ ખૂબ જ ખરાબ દશામંથી પસાર થઈ રહ્યો છે. ભાજપની સરકાર ધર્મના નામે  જુઠ્ઠાણા  ફેલાવીને, નફરત ફેલાવીને માનવ સમુદાય વચ્ચે વેર ઝેર પેદા કરે છે તેના લીધે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે દેશમાં યુવાનો પરિવર્તન ઈચ્છે છે, કારણકે હાલના સમયમાં યુવાનો પાસે ડિગ્રીઓ છે પણ નોકરી નથી, બેરોજગારીનો દર  ખૂબ જ વધી રહ્યો છે, યુવાનોને નોકરી મળી રહી નથી તેના કારણે  આત્મહત્યા કરવા તરફ ધકેલાઈ જાય છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં 18  થી 24  વર્ષના વય ધરાવતા યુવાનો પહેલી વખત મતદાન કરશે, આ યુવાનો દેશમાં પરિવર્તન કરશે. આ વખતે યુવાનો પોતાનો પ્રથમ વોટ બેરોજગારી, નફરત, મોંઘવારી સામે કરીને દેશમાં પરિવર્તન કરશે તેમાં કોઈ  શંકાને સ્થાન નથી તેવું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું  હતું કે યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં પહેલા ‘વોટ ફોર ઇન્ડિયા’ કેમપેઈનની શરૂઆત કરવામાં આવશે. 18 થી 24 વર્ષની વય યુવાનો માટે અતિશય મહત્વની હોય છે, આ વખતે યુવાનો પોતાનો પહેલો વોટ દેશના ભવિષ્ય માટે કરશે જેમાં મોંધવારી,  બેરોજગારી, નફરતને ઉખાડી ફેંકીને શાંતિ, ભાઈ ચારાનું વાતાવરણ સ્થાપિત કરવામાં માટે પહેલો વોટ કરશે. ૧૮થી૨૫ વર્ષના યુવાનો ‘પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનમાં જોડાવા માટે ૮૮૬૦૮૧૨૩૪૫ નંબર પર મિસ્કોલ કરીને જોડાઈ શકે છે. આગામી સમયમાં યુવા કોંગ્રેસ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડવાનું કામ કરશે.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય કોડીનેટર પવન મજેઠીયા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇમરાન શેઠજી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000000000
અખબારી યાદી
તા ૭/૧૧/૨૦૨૩
•     રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચાઈ છે અને ખેડૂતો આર્થિક નુકશાન ભોગવે છે, તે અંગેની ભાજપા સાંસદની ચિંતા વાજબી છે..
રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ ખેડૂતોને પધરાવીને – છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરો હવે ભાજપ સાંસદની નજરમાં પણ આવ્યા…તેમના કાર્યને આવકારુ છું.પરંતુ આ કિસ્સો ભાજપ – કોંગ્રેસનો નથી આપણા રાજ્યના અન્નદાતાઓનો છે, તમામ ધારાસભ્ય અને સાંસદોએ બાહર આવવુ જોઈએ..
ગુજરાત રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતાં બીજ માફિયા – બીજ બુટલેગરોને નાથવા માટે કોંગ્રેસ પક્ષે ૬ થી વધુ વાર મુખ્યમંત્રી/ પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રીને વિનંતી પત્રો લખ્યા છે…પરંતુ ભાજપા સરકારએ અમને એકપણ પત્રનો જવાબ નથી આપ્યો જે રાજ્ય સરકારનુ ખેડૂતોની પીડા અને પરેશાની ઉપરનું વલણ છે..
કોંગ્રેસ પક્ષના પ્રવક્તાશ્રી મનહર પટેલ વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને સરકારી સમસ્યાથી મુક્તિ આપો અને ખેતી-ખેડુતોને બચાવો..
આ ગંભીર સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારને અમારા સકારાત્મક સૂચનો છે, અને તે દિશામાં આગળ વધે તો અમને વિશ્વાસ છે કે અનઅધિકૃત બીટી બીજ ઉત્પાદન અને વેચાણ અટકાવી શકીશુ અને તો જ ખેડૂતોને કરોડો રૂપિયાની આર્થિક નુકસાનીમાથી બચાવી શકાશે…
Ø સીડ પોલિસી બનાવવી જોઈએ
Ø ખેડૂતોને નુકસાનીનું વળતરની કાયદામા જોગવાઈ..
Ø ગુનોનો કારોબાર કરનાર વેપારીને દંડ નહીં ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદની જોગવાઈ.
Ø આ અનઅધિકૃત વેપારને ખતરનાક ગુનાની શ્રેણીમા મૂકવામાં આવે.
Ø એક વાર પકડાઈ તે ફરી કોઇ પણ પ્રકારનું બીજ ઉત્પાદન કે વેચાણ ન કરી શકે તેવી જોગવાઈ .
Ø ખેડૂતની કોઈપણ ફરિયાદના  કેસ માટે ફાસ્ટ સ્ટ્રેક કોર્ટની રચના થાય..
Ø જિનેટિકલ ટેક્નોલોજીનું કોઈપણ બિયારણ સરકારી રાહે સંશોધન અને ઉત્પાદન થાય ખાનગી પેઢી ઉત્પાદન નહીં કરવાની જોગવાઈ કરવામાં આવે..
આશા રાખું કે આ તમામ મુદ્દે રાજ્ય સરકાર આગળ વધવા ગંભીરતા દાખવશે તો અનેક સમસ્યાનો અંત આવશે…
મનહર પટેલ
000000000000000
૭-૧૧-૨૦૨૩
·              “હવે ભેળસેળીયાઓની ખેર નથી” અને જાહેર બાંધકામની ગુણવત્તાની ચકાસણી માટે સુચના આપતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ વાત જ ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં સુનિયોજીત ચાલતા ભ્રષ્ટાચારનું એકરારનામું
·              કમીશન વગર કોન્ટ્રાક્ટ નહીની નીતિના લીધે સરકારી જાહેર બાંધકામોમાં ગુણવત્તામાં મોટા પાયે સમાધાન થઈ રહ્યું છેઃ કમલમ અને કૌભાંડ એકબીજાના પર્યાય..!
“હવે ભેળસેળીયાઓની ખેર નથી” અને જાહેર બાંધકામની ગુણવત્તાની ચકાસણી માટે સુચના આપતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ વાત જ ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં સુનિયોજીત ચાલતા ભ્રષ્ટાચારનું એકરારનામું છે ત્યારે લાખો નાગરિકોના જીવન સાથે ચેડા કરતી ભાજપા સરકારની ભ્રષ્ટાચારી રીત રસમો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કમલમ અને કૌભાંડ એકબીજાના પર્યાય બની ગયા છે. કમીશન વગર કોન્ટ્રાક્ટ નહીની નીતિના લીધે સરકારી જાહેર બાંધકામોમાં ગુણવત્તામાં મોટા પાયે સમાધાન થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી માત્ર કેબીનેટ પૂરતી વિગત આપી ચર્ચા કરી ફેસ સેવિંગ ન કરે. મુખ્યમંત્રી પાસે જ શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગ તો નક્કર પગલાં કેમ આજદિન સુધી લેવામાં આવતા નથી ? મુખ્યમંત્રી સુચના આપી હેડલાઈન બનાવવાના બદલે નક્કર કાર્યવાહી કરે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે. ગુજરાતમાં વારંવાર રસ્તા તુટવા, કેનાલ તુટવી અને બ્રીજ ધરાશાયી થવાની ઘટના એ ભાજપા સરકારના ભ્રષ્ટાચારના બેનમૂન ઓળખ છે. શાળાઓના ઓરડાઓનું બાંધકામ ગુણવત્તા વિનાનું તો જવાબદાર કોણ ? એક જગ્યાએ મંત્રીએ ચકાસણી કરતાં હકિકત સામે આવી અન્ય શાળાઓનું શું ? બાંધકામ થયું હોય તેના સુપરવિઝન અને ચકાસવાની જવાબદારી કોની ? નવા નિર્માણ પામનારા બ્રીજમાં પણ આ પ્રકારની સ્થિતિ છતાં આજદિન સુધી નક્કર પગલા કેમ ભરાતા નથી ? ઓવર કોસ્ટીંગ ટેન્ડર આપવાનું અને ચૂંટણી ફંડ કમલમ પહોંચે, આ ગોઠવણ ના લીધે જનતાના ટેક્ષના નાણાં બારોબાર સગેવગે થઈ રહ્યા છે. ગુજરાતના જાહેર બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના કારણે ગુણવત્તા રહેતી નથી. બાંધકામમાં અનેક પ્રકારની ગેરરીતિઓ આવે છે સામે છતાં સરકાર વારંવાર સબસલામતના દાવા કરી રહી છે. ભ્રષ્ટાચારના આરોપમાં કોઈ એક પણ વ્યક્તિને પકડવામાં આવ્યો નથી અને જે પકડાય છે તે નાની માછલીઓ રજુ કરાય છે. મગરમચ્છો માલામાલ થઈ ભાજપ સાથેની ગોઠવણથી જનતાના નાણાંની સીસ્ટમ લૂંટ લાંબા સમયથી ચાલી રહી છે.
હવાથી લઈ પાણી, મેવાથી લઈ મેડીસીન સુધી અશુધ્ધ અને હાનિકારક પદાર્થ બેફામ પણે વેચાણ કરવામાં આવે તે ખુબ ચિંતાનું કારણ છે. ભેળસેળ યુક્ત અશુધ્ધ ખોરાકથી મોટા પાયે જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું છે. સરકારની ભેળસેળ નિવારણ કાયદો માત્ર કાગળ પર છે. જુદી જુદી ભેળસેળ ચકાસવા અને ગુણવત્તા ચકાસવા માટેની પ્રાદેશીક ખોરાક પ્રયોગ શાળાની કામગીરી શંકાના દાયરામાં છે. મરચાની ભૂકીમાં લાકડાનો વહેર, ચાની અંદર જીણી લોખંડની કણીઓ, દૂધની અંદર સ્ટાર્ચ, દળાયેલી ખાંડમાં સોજી, ધોવાનો સોડા કે ચોકનું મિશ્રણ, ઘી અને માખણમાં વનસ્પતિનું મિશ્રણ, કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ, ખાદ્ય તેલમાં ખનીજ તેલનું મિશ્રણ ખુલ્લે આમ થતું હોય તેમ છતાં ભેળસેળથી બચવાના અભિગમનો સદંતર અભાવ અને ભેળસેળીયાઓને જાણે કે ખુલ્લોદોર મળી ગયો હોય તેમ કરોડો રૂપિયાનો વેપાર થાય તેમ છતાં સરકારની ઉંઘ ઉડતી નથી. આજ દર્શાવે છે કે, ભાજપ સરકારના મેળાપીપણાને કારણે લાખો ગુજરાતીઓના જાહેર સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડી રહી છે તે માટે જવાબદાર કોણ ? ગુજરાત જાણવા માંગે છે.
  00000000000000
  ૧૧-૧૧-૨૦૨૩
સુરત રેલ્વે સ્ટેશન પર તાપી ગંગા ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર થયેલી સવારે ભાગદોડના કારણે એક યાત્રીનું  કમકમાટી ભર્યું મોત નીપજ્યું જેના માટે રેલ્વે તંત્રની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડમાં ભાગદોડના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. ભારે ભીડના કારણે અનેક યાત્રીઓના શ્વાસ રૂંધાયા, ત્રણ યાત્રીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાની માહિતી મળી રહી છે. ભારતીય તહેવારોમાં વિશેષ માંગ હોવા છતાં મુસાફરો માટે યોગ્ય આયોજન કરવામાં રેલ્વે વિભાગનું રેઢીયાળ તંત્ર સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે.  દિવાળી અને ઉત્તર ભારતીયોના છઠ્પુજાના તહેવારોનું આગવું મહત્વ હોવા છતાં રેલ્વે તંત્ર મુસાફરોની માંગને ધ્યાને લઈ આગોતરી વ્યવસ્થા કરવામાં ફરી એકવાર ધ્યાન ન આપતા એક પ્રવાસીએ જીવ ગુમાવવો પડે આના થી મોટી કઈ કરૂણતા હોઈ શકે ? સુરત, નવસારી સહિત ગુજરાતમાં ધંધા-રોજગાર અર્થે આવેલા લાખો ઉત્તર ભારતીયોની વારંવારની માંગ છતાં જાહેર પરિવહન વ્યવસ્થા-રેલ્વે તંત્ર જાહેરાતો અનેક કરે પણ વાસ્તવમાં રેલ્વે તંત્રની જાહેરાતો પાટા ઉપર ન દોડતા હજારો ઉત્તર ભારતીયો સુરત, નવસારી થી વતનમાં જવા માટે દર વર્ષે હેરાન પરેશાન થઈ રહ્યા છે. મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થામાં નિષ્ફળ રેલ્વે તંત્રનો ભોગ નિર્દોષ મુસાફરો બની રહ્યાં છે. ગતવર્ષ ટ્રેનમાં એક મુસાફર ગુંગળાઈને મોત થયું હતું.
રેલ્વે તંત્રની ગંભીર બેદરકારી આયોજનના સદંતર અભાવ માટે ભાજપાના સાંસદ, મંત્રીઓ કેમ મૌન છે? ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી ને લાખો મુસાફરોની વેદના ક્યારે સમજાશે ? ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરીને સત્તા મેળવનારા સાંસદો, સંત્રી, મંત્રી અને ધારાસભ્યો રેલ્વેની વ્યવસ્થા સુધારવા માટે કેમ સક્રિયતા દાખવતા નથી ? રેલવે તંત્રનું અણઘડ આયોજનના કારણે સુરતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો,  ત્રણ જેટલા વ્યક્તિઓ ગુંગળાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી રહી છે. જે નાગરિકો તેમની શ્રમશક્તિથી રાજ્યની આર્થિક વ્યવસ્થામાં યોગદાન આપતા હોય, જેના લીધે રાજ્યમાં આર્થિક પ્રગતિમાં યોગદાન ઉમેરાતું હોય ત્યારે તેમના પરિવાર સાથે વતનમાં તહેવારો માટે ઉત્સાહભેર જતા નાગરિકોની વ્યવસ્થા માટે રેલ્વે તંત્ર કેમ જાગતુ નથી ? લાંબા અંતરની ટ્રેનો માટે વધારાના કોચીસ જોડવા અને વધારાની ટ્રેન માટે રેલ્વે તંત્ર કેમ વિચારતુ નથી ? વારંવારની બનતી દુર્ઘટના પછી પણ રેલ્વે તંત્ર સુધરતું નથી તેના કારણે આવી ઘટના બને છે, રેલવે સુવિધા સુરક્ષાની વાત કરે છે પણ સાદી વ્યવસ્થા આપવામાં પણ નિષ્ફળ નીવડી છે. સુવિધાના નામે મોંઘી ટિકિટ અને ઉંચુ ભાડું વસૂલવામાં અવ્વલ ઠેકેદારો, મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે ક્યારે વિચારશે ? જે નાગરિક પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર માટે જઈ રહ્યું હોય જેનું અવ્યવસ્થાના કારણે કમકમાટી ભર્યું મૃત્યુ પામે તેના માટે રેલવે તંત્રની બેદરકારી સીધી જવાબદાર છે.
00000000000000000
તા. ૨૨/૧૧/૨૦૨૩
·         રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરી
·         કરાર આધારિત કુલપતિઓ ના કરાર લંબાવવા ની મેલી રમત રમાઈ રહી છે જેથી સરકાર અનુકુળતા મુજબ મનફાવે તેવા નિર્ણયો કરાવી શકે
·         કુલપતિ પસંગી માટેની સર્ચ કમિટી આગળ કામગીરી કરીને કાયમી કુલપતિ પસંદગીને આખરી ઓપ ના અપાય અને બીજી બાજુ સંસદની ચૂંટણીને ધ્યાને લઇ અનેકને ગાજર લટકાવી શકાય તે પ્રકારનો ખેલ ગોઠવાઈ રહ્યો છે
રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી યુનીવર્સીટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલ કાયદા થી શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકશાન થઇ રહ્યું છે. રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીઓના કુલપતિઓની કાયમી નિમણુંકો ન થાય તે માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે.  રાજ્ય સરકાર ખુદ શિક્ષણ વ્યવસ્થા ખાડે ધકેલવા આગળ વધી રહી છે બહુમતીના જોરે શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરતો પબ્લિક યુનીવર્સીટી એક્ટના નિયમોનું મનફાવે તે રીતે અર્થઘટન શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. રાજ્યની સરકારી યુનીવર્સીટીની વ્યવસ્થાઓ જાણી જોઇને ખોરવાય, મનમાની ચલાવી શકાય તે દિશામાં રાજ્ય સરકાર એક પછી એક પગલા ભરી રહી છે. કરાર આધારિત કુલપતિઓ ના કરાર લંબાવવા ની મેલી રમત રમાઈ રહી છે જેથી સરકાર અનુકુળતા મુજબ મનફાવે તેવા નિર્ણયો કરાવી શકે. શું આ છે ભાજપનું શિક્ષણ મોડલ ?
સર્ચ કમિટીમાં નિયુક્ત કરવામાં આવેલ સભ્ય યેન – કેન પ્રકારે કાયદા મુજબ ન હોવાથી સર્ચ કમિટીની કાર્યવાહી માંથી મુક્ત થવું પડે તે શિક્ષણ વિભાગની મંશાને ખુલી પાડે છે. રાજ્યની માત્ર ૩ સરકારી યુનીવર્સીટી જી.ટી.યુ., ગુજરાત યુનીવર્સીટી અને એમ.એસ. યુનીવર્સીટમાં કાયમી કુલપતિ છે અન્ય આઠ યુનીવર્સીટી કરાર આધારિત અને કાર્યકારી કુલપતિથી વહીવટ ચાલી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ડમી સરકારી ઓફિસો, ડમી આઈએએસ, આઇપીએસ, વિગેરે ઓફિસર, મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીની કાર્યાલયના અધિકારીઓ, ની જેમ કુલપતિને સર્ચ કમિટીના ત્રણ સભ્યોના નામોમાં પણ ડમી નામો આવી ગયા તે જવાબદારી કોની? સર્ચ કમિટીમાં પણ ડમી નામો રાખીને કરાર આધારિત કુલપતિઓને સમય લંબાવી આપવાનું મોટુ કૌંભાડ થઇ રહ્યાનું જણાય છે. સરકારી અધિકારીઓને ખબર જ હોય છે કે નામ કોનું મૂકી શકાય ? કાયદા મુજબ શું જોગવાઈ છે ? તેમ છતાં કુલપતિ પસંગી માટેની સર્ચ કમિટી આગળ કામગીરી કરીને કાયમી કુલપતિ પસંદગીને આખરી ઓપ ના અપાય અને બીજી બાજુ સંસદની ચૂંટણીને ધ્યાને લઇ અનેકને ગાજર લટકાવી શકાય તે પ્રકારનો ખેલ ગોઠવાઈ રહ્યો છે. અને આ ખેલમાં હાલના કાર્યકારી કુલપતિઓનો કરાર લંબાવાઈ જાય તેવું સ્પષ્ઠ આયોજન ચાલી રહ્યું છે જે શિક્ષણ જગત માટે નુકશાન જનક છે.
0000000000000000
   તા. ૨૫–૧૧–૨૦૨૩
• પાટીદાર આગેવાન, એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને એપીએમસી ભાવનગરના પૂર્વ ચેરમેનશ્રી ભીખાભાઈ ઝાઝડીયા સહિત ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
• ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ
ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
પાટીદાર આગેવાન, એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને એપીએમસી ભાવનગરના પૂર્વ ચેરમેનશ્રી ભીખાભાઈ ઝાઝડીયા, એનસીપીના ભાવનગર શહેરના પ્રમુખશ્રી ભરતભાઈ ભટ્ટ, ઉપપ્રમુખશ્રી નરેશભાઈ તન્ના, શહેર યુવા પ્રમુખશ્રી આશુતોષભાઈ ચુડાસમા, ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રમુખશ્રી સુનિલભાઈ ચૌહાણ, શ્રી કલ્યાણભાઈ, ચિત્રા-ફુલસર વોર્ડ પ્રમુખશ્રી હિંમતભાઈ, ખેડૂત આગેવાન શ્રી દિનેશભાઈ, વાલજીભાઈ ભોજાણી, સરદારનગર દક્ષિણ વોર્ડ પ્રમુખશ્રી કમલેશભાઈ રોહિડા સહિતના મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકરો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને એઆઈસીસીના મંત્રીશ્રી રામકૃષ્ણ ઓઝાજીના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહ, હાથ સે હાથ જોડોના કન્વીનર શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
000000000000000000
 ૨૮-૧૧-૨૦૨૩
*ડ્રોન ઊડાડીને કોવિડ સમયે માસ્ક વગર નાગરિકોને પકડવામાં આવતા હતા અને કરોડો રૂપિયા દંડ વસૂલાયો તો પછી કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનનો સર્વે કેમ ૪૮ કલાકમાં ડ્રોન દ્વારા કરવામાં આવતો નથી ? ભાજપ સરકાર જવાબ આપે.
ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે સમગ્ર ગુજરાતમાં ખેડૂત-ખેતીને ભારે નુકસાન થયું છે ત્યારે ભાજપ સરકાર “સર્વે કરવું” “વળતર ચુકવીશું” તેવી લોલીપોપ આપવાને બદલે ખેડૂતોને તાત્કાલીક વળતર ચુકવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે વારંવાર કુદરતી આપદાથી ગુજરાતના ખેડુતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુનું દેવું છે. તાજેતરમાં થયેલ વાવાઝોડા અને કમોસમી વરસાદે મોટા પાયે નુકસાની કારણે ખેડૂત વધુ દેવાદાર બની ગયો છે. બીપરજોય વાવાઝોડા અને કમોસમી વરસાદમાં થયેલ નુકસાન અંગે સરકારે કરેલી જાહેરાત મળવા પાત્ર અછત સહાય અનેક ખેડૂતોને આજ દિન સુધી મળી નથી. સરકારમાં અનેક વખત રજુઆત છતા તંત્ર ભોગ બનનાર ખેડૂતોનું સાંભળતી નથી.
ડ્રોન ઊડાડીને કોવિડ સમયે માસ્ક વગર નાગરિકોને પકડવામાં આવતા હતા અને કરોડો રૂપિયા દંડ વસૂલાયો તો પછી કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનનો સર્વે કેમ ૪૮ કલાકમાં ડ્રોન દ્વારા કરવામાં આવતો નથી ? ભાજપ સરકારની જનતાને દંડ દેવા માટે ડ્રોન કેમેરા, સીસીટીવી સહિત બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોને ન્યાય-રાહત માટે મહિનાઓ પસાર કરવાના ? આ છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ…!
કમોસમી વરસાદ અને અન્ય સમસ્યાઓ માં કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ આપવામાં આવતી નથી. ખેડૂતોને ખરા અર્થમાં કેન્દ્ર સરકાર તરફથી જે મદદ મળતી હતી તે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં મોદી સરકારે ગત વર્ષે ૭૪૨૬.૫૦ કરોડ રૂપિયા કાપી લીધા હતા. UPA સરકારના સમયથી ચાલતી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં મોદી સરકારે ગત વર્ષે ૮૧૫૬.૨૨ કરોડ રૂપિયા કાપી લીધા હતા. આમ ખેડૂતોને મદદ કરવાની તો એક બાજુ રહી પરંતુ જે લાભો મળતા હતા તે પણ ઓછા કરવામાં આવ્યા છે.
00000000000000000
૦૧-૧૨-૨૦૨૩
ફેકટરી સેફટી અને ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને તંત્ર અને સરકાર માત્ર જોવાનું અને દુર્ઘટના વખતે જ દોડવાનું બાકી આરામ કરવાનું કામ કરી રહી છે જેના લીધે શ્રમિકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે તેવો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાત થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. એથર કંપની સહિત તેનાં જેવી બીજી સાતેક કંપનીઓ વિરુધ્ધ પ્રદુષણ-માનવ સલામતિને લગતી સુનિયોજીત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતના રિજનલ ઓફિસરને અનેક રજુઆત કરી હતી છતાં ઔદ્યોગિક સલામતિ મુદ્દે દુર્લક્ષ સેવતાં એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનું જ પરિણામ છે. ગંભીર દુર્ઘટના બને તુરંત જ સંચાલકો તરફથી મૃતકો અને ઘાયલો માટે રાહતની જાહેરાત કરીને આવા જધન્ય અપરાધથી બચી ન શકે. એથર કંપનીમાં બનેલી આ વિનાશક ઘટના એ કંપનીના સંચાલકો અને સરકારી અધિકારીઓના મેળાપીપણાનું જ પરિણામ છે. કંપનીના મેનેજમેન્ટ સામે સરકારે પ્રાઈમાફેસી માનવ વધનો ગુન્હો દાખલ કરીને ભોગ બનેલ મૃતક અને ઘાયલોના પરિવારને ન્યાય આપવો જોઈએ. કંપની સાથે સંકળાયેલા લોકો ખુબ જ વગદાર અને ભાજપ સાથે નજીકના સંપર્ક હોય, જીપીસીબીના સંબંધિત અધિકારીઓ પણ ઘોર બેદરકારી દાખવી રહયાં છે. ત્યારે સંબંધિત તમામ અધિકારીઓને નીલંબિત કરીને આ ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશના વડપણ નીચે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના રોકવા માટે ઉદ્યોગો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય, અકસ્માતો નિવારવા માટે સરકાર તરફી ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેમજ એનું પાલન કરાવવા માટે એક અલાયદું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવે, તો જ માનવ જીંદગીને બચાવી શકાશે.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં માત્ર સુરત જીલ્લામાં જ ઔદ્યોગિક દુર્ઘટનામાં ૩૦૦ જેટલા મોત થયા છે દરેક ઔદ્યોગિક દુર્ઘટના પછી સરકાર કમીટી બનાવે છે પણ એક પણ અહેવાલ જાહેર કેમ કરતી નથી ? સરકારે બનાવેલી કમીટીનો અહેવાલ, આપેલ ભલામણોનો અમલ કેમ કરવામાં આવતો નથી ? શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સીરામીક, હિરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ જેવા ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી ફીક્સ કરીને સખત પગલા ભરવા જોઈએ. ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતમાં શ્રમિકોના મોતના આંકડાઓમાં ગુજરાત નંબર વન બનવા પાછળ ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપા સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ધમધોકાર ચાલી રહી છે, આવી કેમિકલ ફેકટરીઓવાળાના તાર મુખ્‍યમંત્રીશ્રી કાર્યાલય સુધી પથરાયેલા છે.
ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. ૨૦૧૪-૨૧માં ૧૭૦૦ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૫૫૦૦ વધુ શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૩૦૩ શ્રમિકો, અમદાવાદમાં ૨૬૧ શ્રમિકો, ભરૂચમાં ૨૫૨ શ્રમિકો, વલસાડમાં ૧૫૬ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૬૫૯ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૩૧ જેટલા શ્રમિકોએ છેલ્લા સાત વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યા માત્ર કહેવા પુરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ-ભ્રષ્ટાચારની નીતિ રીતી ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે. ગુજરાતમાં અનેક કેમીકલ કં૫નીઓમાં ફાયર અને અન્‍ય સેફટીની પુરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્‍યા બાદ હરકતમાં આવે છે અને ૨-૪ દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે ફરીથી તંત્ર હપ્‍તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિદોર્ષ શ્રમિકો જાન ગુમાવે ત્‍યારે સરકાર મૃતકના પરીવારજનોને ૨-૪ લાખની સહાય આપીને સંતોષ માને છે.
  00000000000000000
  •       ગુજરાત હાઈકોર્ટમાં પ્રસાદ મીલની રૂ. ૫૦૦ કરોડની કિંમતની જમીન , કામદારોના ૪૦ વર્ષના વિલંબ માટેના બેન્કના સરેરાશ વાર્ષિક ડીપોઝીટ જેટલા વ્યાજ સાથેના રૂ. ૧૮૦ કરોડના લ્હેણાંની રકમની સામે રૂ. ૭ કરોડમાં પતાવટ કરી સ્કીમના નામે રૂ. ૨૫ કરોડમાં આપી દેવાની દરખાસ્ત ને ગુજરાત હાઇકોર્ટમાં બિલ્ડરો સાથેના મેળાપીપણામાં મજુર મહાજનની મંજૂરી એ મીલ કામદારો સાથેનો  કારમો વિશ્વાસઘાત.
•       પ્રસાદ મિલના કામદારોને ન્યાય મળે તે માટે એક અગત્યની બેઠક સોમવારે બપોરે ૨-૦૦ કલાકે સરદાર પટેલ સ્મારક સભાગૃહ, લાલદરવાજા ખાતે બંધ મિલ કામદાર પુનઃસ્થાપન સમિતિના સંયોજકશ્રી દિપક બાબરીયાની ઉપસ્થિતીમાં મળશે અને પ્રસાદ મિલ કામદારોને સાચો ન્યાય મળે તે માટેની કાનૂની લડત માટે રણનિતિ ઘડી કાઢવામાં આવશે.
•       ૪૦ વર્ષથી પોતાના હક અને લ્હેણાંની વ્યાજબી રકમ માટે ઝઝૂમતા કામદારોને મોટામાથાઓ સાથેની વગવાપરી ડુબાડી દેવા માંગતા સ્થાપિતહિતો સામે કામદારોમાં ભારે આક્રોશ.
•       બંધ મિલ કામદારોના ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે કાનૂની લડત લડાશે.
________________________________________________________________
૧૯૮૩ માં બંધ થયેલી પ્રસાદ મીલમાં ૧૪૦૦ થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા જેમાંથી આજ સુધીમાં  ૫૦ ટકા જેટલા કામદારો ન્યાયની આશામાં ૪૦વર્ષથી રાહ જોતા મૃત્યુ પામ્યા છે. ૧૯૮૬ માં મીલનું લીકવીડેશન જાહેર થયેલ અને કામદારોની લ્હેણાની રકમ રૂ. ૮ કરોડ નિર્ધારીત કરવામાં આવેલ. મીલની મશીનરી, બિલ્ડીંગ તેમજ અન્ય મિલકતો વેચતા તેમાંથી કામદારોને તેમના હિસ્સાની ફક્ત ૧૦ થી ૧૨ ટકા રકમ જ પ્રાપ્ત થયેલ.
બાકીની રકમ જમીનના વેચાણમાંથી જ પ્રાપ્ત થઇ શકે તેવી પરિસ્થિતિ હતી પરંતુ આ મિલની જમીન લીઝની જમીન હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં સપડાઈ ગયેલ અને સુપ્રીમ કોર્ટની કામદારોના હિતમાં સ્કીમ કરી મિલને પુન: જીવંત કરવાની ટકોરનો લાભ લઇ કેટલાક બિલ્ડરો દ્વારા – મિલની શહેરની વચ્ચોવચ વિક્ટોરિયા ગાર્ડન-લાલ દરવાજા પાસે આવેલ આશરે  ૩૫૦૦૦ ચો.મી. જમીન પાણીના મુલ્યે હડપ કરીજવાના ઈરાદે એક સ્કીમ રજુ કરવામાં આવેલ. આજરોજ આ જમીનનું મૂલ્ય છેલ્લાં  ૪૦ વર્ષમાં ૨૫ ગણું થઇ ગયું હોવા છતાં, જમીનનો ભાવ રૂ.૧.૩૦ લાખ પ્રતિ મીટર થઇ ગયો હોવા છતાં કામદારોને તેમના ૪૦ વર્ષ પહેલા ગણતરી થયેલા બાકી રૂ.૭ કરોડ રકમની ફક્ત ૪ ટકા સદા વ્યાજ સાથે રૂ. ૨૦ કરોડમાં પતાવટ કરવાની દરખાસ્ત કરેલ.
ગુજરાત હાઈકોર્ટમાં કામદારોની રૂ. ૧૮૦ કરોડની વ્યાજ સાથેની લ્હેણી રકમની            રૂ.૨૦ કરોડમાં પતાવટ કરી સ્કીમના નામે મીલની રૂ. ૫૦૦ કરોડની જમીન રૂ. ૨૦ કરોડમાં બિલ્ડરોને આપી દેવાની મંજૂરી આપી કામદારોની આર્થિક હત્યા અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
          કોઈપણ સ્કીમ મુક્તા સમયે જે તે લેણદારોને જનરલ બોડીની મીટીંગ બોલાવી સ્કીમ અંગેની સમજ અને મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં મજૂર મહાજન સંઘ દ્વારા છાના ખૂણે કામદારોને વિશ્વાસમાં લીધા સિવાય કામદારોને હળાહળ અન્યાય કરતી સ્કીમને મંજૂરી આપી દેવામાં આવેલ. પરંતુ સ્થાપિત હિતોની  આ સાંઠ ગાંઠની રમત અને મીલની કરોડો રૂપિયાની જમીનને હડપવાના ખોટા ઇરાદા સાથે રજુ કરવામાં આવેલ સ્કીમ અંગેનો કામદારોનો સખત વિરોધ  નામદાર હાઈકોર્ટની નજરમાં  આવી જતા તે સ્કીમ ને  સને ૨૦૧૯માં સિંગલ જજ ની બેંચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
          સૌથી મોટી વાત એ છે કે OL દ્વારા મીલનું વેલ્યુએશન, કામદારોના અને લ્હેણદારોના લ્હેણાં ની ચકાસણી પ્રક્રિયા બાકી હોવા છતાં, કામદારોની ૪૦ વર્ષના વિલંબિત ચુકવણી માટે બેન્કના આ વર્ષોના સરેરાશ વાર્ષિક વ્યાજ સાથે રૂ. ૧૮૦ કરોડ ની રકમની માંગણી ની સામે માત્ર રૂ. ૭ કરોડમાં પતાવટ અને રૂ. ૫૦૦ કરોડ ની મિલકત રૂ. ૨૫ કરોડમાં સોપવા માટે સુનાવણી  કરાઈ રહી છે ત્યારે મજૂર મહાજન દ્વારા ધારણ કરવામાં આવેલ મૌન હાઇકોર્ટના વર્તુળોમાં અને લોક જીભે ચર્ચાનો વિષય બન્યા છે.
          વર્ષોથી હક્ક-અધિકારના નાણાં મેળવવા માટે ઝઝુમતા પ્રસાદ મીલના કામદારોમાં હતાશા અને ચિંતાની લાગણી પ્રસરી છે. તેઓએ જે વગદાર લોકો / સ્થાપિત હિતો કામદારોના હક લૂંટી લેવા માંગે છે તેમની તપાસ કરી કામદારોને તેમનો હક મળે તે નિશ્ચિત કરવા અને ગરીબ માણસોના અધિકારો અને હકો સાથે  રમત કરતા પરિબળોને દાખલારૂપ સજા કરવામાં આવે.
          પ્રસાદ મિલના કામદારોને ન્યાય મળે તે માટે એક અગત્યની બેઠક સોમવારે બપોરે ૨-૦૦ કલાકે સરદાર પટેલ સ્મારક સભાગૃહ, જૂના કોંગ્રેસ ભવન સામે, લાલદરવાજા ખાતે બંધ મિલ કામદાર પુનઃસ્થાપન સમિતિના સંયોજકશ્રી દિપક બાબરીયાની ઉપસ્થિતીમાં મળશે અને પ્રસાદ મિલ કામદારોને સાચો ન્યાય મળે તે માટેની કાનૂની લડત માટે રણનિતિ ઘડી કાઢવામાં આવશે.
(દીપક બાબરીઆ)
સંયોજક
બંધ મીલ કામદાર પુનઃસ્થાપન સમિતિ
મો. ૯૮૯૮૫૭૦૬૮૫
0000000000000000
૭–૧૨–૨૦૨૩
·               સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિ ના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે.
·               ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિનો ભોગ ગુજરાતના મહેનતકશ યુવક-યુવતીઓ બની રહ્યાં છે.
·               સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકાર
સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિ ના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે ગુજરાતના મહેનતકશ યુવક-યુવતીઓ. ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) પ્રાથમીક પરીક્ષાઓ યેનકેન પ્રકારે વારંવાર રદ કરી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૩ દરમ્યાન પ્રસિધ્ધ થનાર જાહેરાતો માંથી મોટાભાગની પ્રાથમીક પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ રહી નથી. તૈયારી કરતા હજારો મહેનતુ ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપા સરકાર રમત રમી રહી છે. જીપીએસસીની પરીક્ષાઓની પહેલા જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ ન યોજવા પાછળ કોઈ કારણ જણાવાતું નથી. છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રાથમીક પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા ૬ મહિનામાં જી.પી.એસ.સી. દ્વારા ૨૦ જેટલી પરીક્ષાઓ ‘વહીવટી’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ કરવાનો ખેલ ચાલી રહ્યો છે. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી.
મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ મહત્વના પદ પર અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકારના બેવડા ધોરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે.
શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ૬ હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.  રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો / અધ્યાપકોની 15 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ? તલાટી ભરતી માટે 15 – 15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 4.5 થી 5 લાખ જગ્યા લાંબા સમયથી ખાલી છે. અબજો રૂપિયાના રોકાણ, કરોડો રોજગારીના દાવા સાથે યોજાતી વાઇબ્રન્ટ સમિટના નામે ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી રહી છે. છેતરપીંડી કરી રહી છે. છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે  આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે.  ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.
  0000000000000000000
  ૮–૧૨–૨૦૨૩
·               ગુજરાત કોંગ્રેસના શહેર-જિલ્લાના પ્રમુખશ્રીઓની જાહેરાતઃ ચાર પૂર્વ ધારાસભ્યોને સોંપાઈ જવાબદારી.
·               કોંગ્રેસ પક્ષની ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિમાં વરિષ્ઠ આગેવાનો સાથે યુવા સાથીઓનો સમાવેશ.
            અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેજીની મંજૂરીથી આજરોજ ગુજરાતના ૧૦ શહેર-જીલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખશ્રીની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં ૪૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ નેતાઓ, વરિષ્ઠ આગેવાનો, અનુભવી અને સાથે યુવા આગેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેર – જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓને અભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સમયાંતરે બદલાવ એ વ્યવસ્થાનો ભાગ છે. જે શહેર જિલ્લામાં અગાઉ જેમની જવાબદારી હતી તેની કોંગ્રેસ પક્ષ સાદર નોંધ લે છે અને ભવિષ્યમાં તેમની કામગીરીના મૂલ્યાંકન આધારે પક્ષ તરફથી યોગ્ય જવાબદારી સોંપવામાં આવશે.
શહેર – જિલ્લા કોંગ્રેસમાં ચાર પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ મેયર તથા પક્ષના સ્થાનિક કક્ષાએ જે વિવિધ તબક્કે કામગીરી કરતા હતા તેઓને જવાબદારી સોંપાઈ છે. નવનિયુક્ત શહેર – જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા ફરજ નિભાવશે તેવી આશા વ્યક્ત કરું છું.
અમદાવાદ શહેર           –        શ્રી હિંમતસિંહ પટેલ (પૂર્વ ધારાસભ્ય બાપુનગર)
રાજકોટ જિલ્લા          –        શ્રી લલીતભાઈ વસોયા (પૂર્વ ધારાસભ્ય ધોરાજી)
જુનાગઢ જિલ્લા          –        શ્રી ભરતભાઈ જે. અમીપરા
અમરેલી જિલ્લા           –        શ્રી પ્રતાપભાઈ દુધાત (પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા)
પંચમહાલ જિલ્લા         –        શ્રી ચેતનસિંહ પરમાર
ખેડા જિલ્લા               –        શ્રી ચન્દ્રશેખર ડાભી
આણંદ જિલ્લા            –        શ્રી વિનુભાઈ કે. સોલંકી
વડોદરા જિલ્લા           –        શ્રી જશપાલસિંહ પઢીયાર (પૂર્વ ધારાસભ્ય પાદરા)
નર્મદા જિલ્લા             –        શ્રી પ્રફુલભાઈ પટેલ
ડાંગ જિલ્લા               –        શ્રી મુકેશભાઈ પટેલ
00000000000000
૧૧/૧૨/૨૦૨૩
·               રાજય સરકાર ગુજરાતનો દરિયા કાઠો પસંદગીના પરિવાર હવાલે કેમ કરી રહી છે ?
·               ગુજરાત સરકારે ભાવનગરના ગામોની દરિયા કાંઠાની જમીન મીઠા ઉદ્યોગ માટે લીઝ ઉપર ગેરકાયદેસર રીતે ફાળવીને વર્ષોથી ખેતી કરતા ખેડુતોની આજીવિકા છિનવી રહી છે.
·               દરીયા કાંઠાની ખારી જમીનને નવસાધ્ય કરવા પુર્વ સરકારોએ કરોડો રુપિયાનો ખર્ચ કરેલ છે તે નવસાધ્ય થયેલ જમીન ઉપર ફરી મીઠાના ઉદ્યોગ માટે આપીને ખારી કરવામા આવી રહી છે
ઉપરાંત દરીયા કાંઠાની જે સરકારી જમીન મીઠા ઉદ્યોગ માટે લીઝ ઉપર રાજ્ય સરકાર આપી રહી છે તેના પણ ચોક્કસ ધોરણો છે તેને ધ્યાનમા રાખીને જ અરજદારોને ફાળવી જોઇએ.જેમ કે,
ü   એક અરજદારને ૧૦ એકર ની મર્યાદામા અને પહેલી પસંદગી સ્થાનિક SC / ST / OBC / બી પી એલ બાદ અન્ય કંપની અને પેઢીની અરજીને ધ્યાનમા લેવામા આવે.
ü   અને કંપની હોય તો તેની આર્થિક સદ્ધરતા ૧૦ એકરે / ૫ લાખ  જરુરી અથવા બેન્ક ગેરેન્ટી , આઈટી રીટર્ન , ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ  રજુ કરવાના હોય છે .
ü   જમીન માંગણીની વ્યકિતએ પહેલા કરી હોય અને કંપનીએ પાછળથી કરી હોય તો પહેલા વ્યકિતને આપવાની ઠરાવ માં જોગવાય છે…
પરંતુ ભાવનગર કલેકટર અને રાજ્ય સરકારે કોઇપણ ધોરણો /કાયદાઓની પરવા કર્યા વગર હજારો એકર જમીન પસંદગીના લોકોની કંપનીઓને મીઠાના અગર માટે ફાળવી દીધી છે.
ü   ખાનગી કંપનીને ફાળવેલ જમીનમા અગ્રીમતાનુ ધોરણોનુ પાલન કરવામા આવ્યુ નથી.
ü   ગામના સ્થાનિક અરજદારની ૨૦ વર્ષથી માંગણી પેન્ડિગ હતી, તેને (વર્ષ ૨૦૧૫  ૨૦૧૬ અને ૨૦૧૭ ) દફતરે કરી ,
ü   જે કંપનીઓ ૨૦૧૮ મા અરજી કરે અને ૨૦૧૮-૧૯ મા ભાવનગરમા આશરે ૧૨ થી ૧૫ હજાર એકર લીઝ મળી જાય
ü   રાજય સરકારે મંજુર કરેલ મોટા ભાગની ફાઈલો ત્રણ પરિવારની જ.
ü   આ ત્રણ પરિવાર મહેસુલી વિભાગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ પોષણ આપી રહ્યુ છે.
ü   CRZ / GMB / GPCB ની NOC મેળવેલ નથી.
ü   લીઝ ડીડમા જોગવાઇ મુજબ CRZ ની NOC સિવાય કામ પણ શરુ ન થઈ શકે.
ü   ફોરેસ્ટ / કાળીયાર અભિયારણની NOC નથી
ü   ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટની કેન્દ્રીય કચેરી છે તેમનો પણ અભિપ્રાય નથી.
ü   મત્સ્ય ઉદ્યોગ અભિપ્રાય (મત્સ્યઉદ્યોગ થઈ શકે તેવી જમીન ને મીઠા માટે નહિ આપવા અને મત્સ્ય ઉદ્યોગ માટે રિઝર્વ રાખવાનો અભિપ્રાય છે તેની અવગણા કરવામાં આવેલ છે)
ü   કલ્પસર પ્રોજેક્ટની NOC નથી.
ü   એક પરિવારમા એકને જ મળે તે નિયમનુ ઉલ્લંઘન થયેલ છે.
ü   મીઠાના બે અગર વચ્ચે ૨૫૦ મીટર નું અંતરનુ પાલન નહી.
ü   ૪ હેક્ટર કરતા વધારે મોટો અગર હોય તો તેને દરિયાઈ પાણી નો ઉપયોગ કરવો પરંતુ  બોરના વોટર નો ઉપયોગ ન કરવો. આજે આ તમામ કંપનીઓ બોર કરીને પાણી કાઢીને મીઠુ પકવે છે જેના કારણે નવસાધ્ય જમીન પણ ખારી થઈ રહી છે.
ü   એક કરતા વધારે જમીન માંગણીદાર હતા, તેમા કોઇ લાયકાતના ધોરણોની અવગણના થયેલ છે .
ü   CRZ 1A / CVCA ( ક્રીટીકલ વેલનરેબલ કોસ્ટલ એરીયા ) મુજબ રદ થવાને પાત્ર છે.
ü   CRZ નો કાયદો કુદરતી સંપદા બચાવવા માટેનો છે તે સચવાયો નથી.
સરકારી રહેમ કૃપાથી ગેરકાયદેર મીઠાના અગરો ચાલુ છે અને કરોડોની રેવન્યુની નુકશાની રાજ્ય સરકાર ભોગવી રહી છે, છતાં જો રાજ્યમા ભાજપાના ભાગીદારોનુ બધુ ચાલે છે તેના થોડા દાખલો.
Ø   ગ્રાસિમ ઇન્ડ નો ૧૫૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ૨૦૧૨ મા વિલાયત / પાતાળગંગામા CRZ ની મંજુરી ન હોવાથી આજે બંધ.
Ø   HA solt ૨૭૦૦ એકર માંગણી કરી તેમા ૧૦૦૦ એકર ફોરેસ્ટ નિકળી તો કહે તે બાદ કરી દો ૧૭૦૦ એકર આપો – જો સામાન્ય અરજદારની અરજી હોય તો સીધી દફતરે થઈ હોય
Ø   સીકારપુરમા ૫૦૦૦ એકર ઉપરના ૪ કારખાને આજે ચલુ છે ગુગલ પર જોઇ શકાય છે તેની એક પણની સરકારી લીઝ માન્ય નથી .
Ø   આજે પણ ગેરકાયદેસર રીતે કડોલ / નાના રણમા ગેરકાયદેસર મીઠાનુ ઉત્પાદન થઈ રહ્યુ છે..
Ø   ભાવનગરના ૭૦ % સોલ્ટ વર્કસ પાસે આજે ફોરેસ્ટની NOC નથી કાળીયા /વરુ / શિયાળ /ખેતીવાડી અને ફોરેસ્ટની વ્યાખ્યામા આવે છે છતાં આજે ચાલુ છે.
Ø   ભાવનગરના ૩૨ અગર માથી માત્રે ૫ પાસે જ લીઝ રીન્યુઅલ મંજુરી છે બાકીના ગેરકાયદેસર ચાલે છે.
સ્થાનિક ૧૩ ગામના ખેડુતોની અને આમ જનતાની માંગ
v   બે પેઢીથી ખારી જમીનને ઉપજાવ જમીન કરી અને હવે ત્યા મીઠાના અગર શા માટે ?
v   કલ્પસર યોજનાનો હેતુ જમીન નવસાધ્ય કરવાનો છે તેના વિરુદ્ધનુ પગલુ શા માટે ? આમા સરકારનો કલ્પસરનો હેતુ સરકારે ખુદ કોરાણે મુક્યો.
v   અગરના પાળા બાંધવાથી ગામોમા પાણી ઘુસ્યા,પાણીનો ભરાવો થયો જેના કારણે કાળિયાર-હરણ પાણીમા ડુબવાથી મરી રહ્યા છે અને વાહન વ્યવહાર ઠપ થાય છે.
v   જેમ હેકટરે ૩૦૦/- રુપિયા પ્રતિ હેકટર મીઠા ઉદ્યોગને લીઝ પર આપવામા આવે છે તેમ એજ દરે ખેતી માટે જમીન ફાળવવામા આવે તેવી વર્ષો જુની અમારી માંગની ગ્રાહ્ય રાખવામા આવે છે.
v   ખેડૂતોને હેકટરે ૯૦૦૦ રુપિયા દંડની નોટીસો આપી છે તે પરત ખેચો …
v   ગુજરાતનો દરિયા કાઠો શુ ૩ પરિવારને દફતરે થઈ રહ્યો છે તે નિર્ણય રાજ્ય સરકાર ગંભીરતાથી ફેર વિચારણા કરી સ્થગિત કરે.
મનહર પટેલ
00000000000000000
૧૪–૧૨–૨૦૨૩
·                ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 14,000 કરોડથી વધારે ટેક્સની વસુલાત
·                રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે.
·                દર વર્ષે કરોડોનો ખર્ચ છતા પરિસ્થિતિ નથી બદલાતી, નેશનલ હાઈવે ઓથોરિટીની ઉંઘ ક્યારે ઉડશે ?
ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલબુથ પરથી વાહનચાલકો પાસેથી 4520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલટેક્સ વસુલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઉંઘ ક્યારે ઉડશે ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓર્થોરીટીના ગુજરાતમાં 6635 કિ.મી.ના જુદા જુદા 38 રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 49 ટોલ બુથ આવે છે. તાજેતરમાં ગુજરાતના તમામ 49 ટોલ ટેક્સના બુથ પર ભાવ વધારા જીંકવામાં આવ્યો છે. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 14,000 કરોડથી વધારે ટેક્સની વસુલાત કરાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલ ટેક્સની આવકમાં 60 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22માં ભારત દેશને નેશનલ હાઈવે પર કુલ રૂપિયા 34,742 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ માંથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષ 2022-23માં ટોલટેક્ષ થી 48028.22 કરોડ જેટલી માતબર રકમ વસૂલાઈ છે. જેમાંથી પચાસ ટકા ટોલટેક્ષ તો માત્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામીલનાડુના નેશનલ હાઈવે ટોલટેક્ષ પેટે વસૂલાત કરાઈ છે.
સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં ગાબડા વાહન ચાલકો માટે અકસ્માતના ખાડા બની ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ ખાડાને લીધે ઓવરટેક કરનાર વાહન ચાલક અકસ્માતને નોતરે છે ત્યારે બેદરકાર નેશનલ હાઈવે ઓથોરિટી પ્રત્યે વાહન ચાલકોનો ભારે રોષ છે અને માર્ગ દુરસ્ત કરવાની વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે. લાખો રૂપિયાનો ટોલટેક્સ આ માર્ગો પર ઉઘરાવાય છે. પરંતુ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે દર વર્ષે આ ખાડા અને માર્ગ રીનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે અને આ હાઈવે પર ગુણવત્તા વિહીન કામ થવાથી હજારો વાહન ચાલકોની મુશ્કેલીમાં મુકાય છે અને જીવલેણ અકસ્માતમાં માનવજીંદગી પણ હોમાઈ રહી છે. દર વર્ષે કરોડોનો ખર્ચ છતા પરિસ્થિતિ નથી બદલાતી, નેશનલ હાઈવે ઓથોરિટીની ઉંઘ ક્યારે ઉડશે ?
વર્ષ
કિ.મી. રસ્તા (નુકસાન)
વર્ષ
ટોલટેક્સની વસુલાત
2019-20
190 કિ.મી.
2018-19
2745.42
2020-21
195 કિ.મી.
2019-20
2983.91
2021-22
222 કિ.મી.
2020-21
7220.31
2022-23
304 કિ.મી
2021-22
3662.40
2022-23
4518.96
-0000000000000
૧૭/૧૨/૨૦૨૩
·          આપના ફાઉન્ડર મેમ્બર શ્રી આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કુનાલસિંઘ સુરી સહિત જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અનેક પૂર્વ હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
·          કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ હોદ્દેદાર-કાર્યકરોનો નિર્ણય
·          ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ અવિરત પ્રતિસાદ
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને અવિરત પ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
આજે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અમદાવાદ શહેર, ગાંધીનગર જિલ્લા, ભુજ-કચ્છ, સુરત, વડોદરા ખાતેથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આપના ફાઉન્ડર મેમ્બર શ્રી આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કુનાલસિંઘ સુરી, ગાંધીનગર શહેર-જિલ્લાના આપના મહામંત્રી શ્રી અનંત યાજ્ઞિક, ગાંધીનગર શહેર-જિલ્લાના કરણી સેનાના પૂર્વ પ્રમુખ શ્રી વિજયસિંહ સોલંકી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો. શૈલેશભાઈ જોષી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ શ્રી દક્ષાબેન બારોટ સહિત સમાજવાદી પાર્ટી, એનસીપીના પૂર્વ હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે અસલી બિયારણ-યુરિયા ખાતર પૂરતું નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી બની છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં સત્તા પરિવર્તન અત્યંત જરૂરી બન્યું છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય આ હોદ્દેદાર-કાર્યકર્તાઓએ કરેલ છે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, અમદાવાદ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પ્રદેશ હોદ્દેદારશ્રી બળદેવભાઈ લુણી, પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000
૧૯-૧૨-૨૦૨૩
ચૂંટાયેલા ધારાસભ્યને યેનકેન પ્રકારે તોડવાની ભાજપાની નિતિ લોકતંત્ર માટે ખતરનાક સાબિત થઈ રહી છે ત્યારે, ભાજપાની અનૈતિક અને ગેરલોકતાંત્રિક પ્રવૃત્તી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકશાહીની પ્રણાલીને સુદૃઢ કરવાની જગ્યાએ કેમ કરીને લોકશાહીના પાયાને હચમચાવી નાખવાનું અને ધોળેદહાડે હત્યા સમાન કૃત્ય-ખરીદ વેચાણ સંઘ ભાજપા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ધાક-ધમકી, લોભ-લાલચ જેવા હથકંડાઓ અપનાવીને ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યાં છે. તેવા સમયમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા, આર્થિક લાભોની સામે ગાંધી વિચારધારા-સિધ્ધાંતોને નેવે મુકનાર લોકોને ગુજરાતની જનતા જોઈ રહી છે. પક્ષદ્રોહ અને તેનાથી પણ વધુ પ્રજાદ્રોહ કરનાર ધારાસભ્યને જનતાના જનમતનું અપમાન કર્યું છે. જો ખરેખર ભાજપ સરકારે પ્રજાલક્ષી કામગીરી કરી હોત તો કોંગ્રેસમાંથી ઉછીના નેતા લેવાની જરૂર ન પડત.
આસમાને મોંઘવારી અને બેરોજગારી સમસ્યામાં જનતાને રાહત આપવાને બદલે માત્રને માત્ર વિપક્ષના ધારાસભ્યોને તોડવા માટે જે અનૈતિક કાવાદાવા થઈ રહ્યા છે તે ગાંધી-સરદારના ગુજરાત માટે અતિ ચિંતાજનક છે.
00000000000000000
૨૨/૧૨/૨૦૨૩
• કેન્દ્રની મોદી સરકારના ઈશારે ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય એ લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહીત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઇ
• લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્ય આપણી સંસદને મૃત અવસ્થમાં ફેરવી દીધી છે
• ભાજપા લોકશાહીના મંદીર સંસદ ગૃહમાં પ્રશ્ન પૂછનાર સાંસદોને જવાબ આપવાને બદલે સસ્પેન્શન પકડાવીને જવાબ આપવાથી ભાગી રહી છે.
કેન્દ્રની મોદી સરકારના ઈશારે ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય એ લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામ ઉપસ્થિત કાર્યકરો, ભાઈ – બહેનોને સંબોધન કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો ધરણા દેશહિતમાં સમગ્ર દેશમાં યોજાઈ રહ્યા છે. મોંઘવારી – બેરોજગારી આસમાને છે. સામાન્ય માણસની જીંદગી સતત મુશ્કેલી ભર્યું બનતું જાય છે. સંસદમાં સુરક્ષા ચૂક થાય છે. તે અંગે સત્તાધારી પક્ષ જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનાર કોંગ્રેસ પક્ષ સહિતના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જે સંપૂર્ણ પણે ગેર લોકતાંત્રિક કાર્યવાહીથી દેશવ્યાપી આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો નારા સાથે કોંગ્રેસ પક્ષ દેશહિતમાં લડાઈ લડી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે લોકશાહી પક્ષના કલંકિત હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.  લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્ય આપણી સંસદને મૃત અવસ્થમાં ફેરવી દીધી છે જે લોકતંત્ર માટે ચિંતાનું વિષય છે. ભાજપના શાસનમાં સંસદ પણ અસલામત છે, ભાજપાની તાનાશાહી માનસિકતા લોકશાહી માટે ખતરારૂપ છે. દેશના મુળ પ્રશ્નો મોંઘવારી, બેરોજગારી, વધતી જતી અસમાનતા, મહિલા સુરક્ષા સહિતના અનેક મોરચે નિષ્ફળ ગયેલી ભાજપા લોકશાહીના મંદીર સંસદ ગૃહમાં પ્રશ્ન પૂછનાર સાંસદોને જવાબ આપવાને બદલે સસ્પેન્શન પકડાવીને જવાબ આપવાથી ભાગી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોર સમિતિના સભ્ય – પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા શ્રી રોહન ગુપ્તા, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષદોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને શહેર સંગઠન પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, પ્રદેશ હોદ્દેદાર શ્રી પંકજભાઈ શાહ, શ્રી ગીતાબેન પટેલ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શહેજાદખાન પઠાણ, શ્રી સુરેન્દ્ર બક્ષી, શ્રી ઇકબાલ શેખ, શ્રી સી.એમ. રાજપૂત, શ્રી નઈમ મિર્જા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કામીનીબેન સોની, યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિશાલ ગુર્જર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ શ્રી આસિફ પાવર સહિતના પદાધિકારીઓ, કાર્યકરો  – આગેવાનો, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્ર સરકારની તાનાશાહી સામે મોટા પાયે સુત્રોચ્ચાર કર્યા હતા.
———————————————————————-
કેન્દ્રની મોદી સરકારના ઈશારે ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય એ લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહીત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઇ પોલીસ દ્વારા બળજબરી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનને અટકાવામાં આવ્યા સમગ્ર રાજ્યમાં ધરણા – પ્રદર્શનમાં મોટા પાયે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો – લોકશાહીની હત્યા અટકાવો – ભાજપ તારી તાનાશાહી નહિ ચલેગી સહીતના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા
00000000000000
૨૭-૧૨-૨૦૨૩
·               ‘ભારત ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુર થી પ્રારંભ થશેઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લીકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે.
·               ૬૫૦૦ કિ.મી. ની ‘ભારત ન્યાય યાત્રા’ ૧૪ રાજ્યોમાંથી પસાર થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા ની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધી ના નેતૃત્વ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત ન્યાય યાત્રા’ યોજાશે. ‘ભારત ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મણિપુર થી પ્રારંભ થશે. ભારત ન્યાય યાત્રા ૬૨૦૦ કિલોમીટર લાંબી યાત્રા ૧૪ રાજ્યો માં થી પસાર થશે. ભારત ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરી એ પ્રારંભ થઇ અને મુંબઈ  માં ૨૦ માર્ચ ના રોજ પૂર્ણ થશે. ભારત ન્યાય યાત્રા મણિપુર થી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થી પસાર થશે. દેશ માં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ ભારત ન્યાય યાત્રા ‘ ની શરૂઆત કરવા માં આવશે.  ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત ન્યાય યાત્રા ‘ નું આયોજન કરવા માં આવશે.
કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વ ના કોઈ પણ રાષ્ટ્રીય નેતા એ ના કરી હોય તેમ સૌથી લાંબી  કન્યાકુમારી થી કાશ્મીર સુધી ૪૫૦૦ કિલોમીટર ની સફળ ભારત જોડો યાત્રા યોજવા માં આવી હતી. સમગ્ર દેશ માં નફરત ના વાતાવરણ ને દુર કરી પ્રેમ અને ભાઈચારા નો સંદેશો લઈ શ્રી રાહુલ ગાંધી એ યાત્રા નું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રા માં બાળપણ ની ઇજા હોવા છતાં વેદના સહન કરી ને દેશ માં જાત પાત ધર્મ ભાષા થી ફેલાતી નફરત ને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા. ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર ના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના અલગ અલગ વર્ગ ના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષ માં સહભાગી થવા નો પ્રયત્ન કર્યો હતો. ટ્રક ડ્રાઇવર, કુલી, મજદુરો, ગેરેજ માં મિકેનિક જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો.
ડુંગળી પકવતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયી રહ્યાં છે તેવા પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરતી કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી અને ખર્ચ બમણો થઈ ગયો છે. ડુંગળી પકવતા ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડત લડી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાત્કાલીક નિકાસબંધી ઉઠાવી લેવી જોઈએ. જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
0000000000000000
૧૩-૧૦-૨૦૨૧
                 કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી થનાર સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદશ્રી રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજ્યમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજ્ય સરકાર ૧૩૦ કરોડ નાણાં ફાળવશે તેવુ જણાવ્યું. જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે. પણ મેડીકલ કોલેજ સ્થાપવા માટેની કેન્દ્ર સરકારની નીતીની વિરુધ્ધ થઈને ગુજરાત સરકારે નવસારી, પોરબંદર અને રાજપીપળા ત્રણેય મેડીકલ કોલેજો ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ને સોંપી દેવાનુ નક્કી કર્યું છે. આયોજનપંચના નાણાંથી સરકારી નાણાંથી સ્થપાયેલ મેડીકલ કોલેજોને સોસાયટીમાં તબદીલી કરવાથી સામાન્ય – મધ્યમવર્ગના તેજસ્વી બાળકોને ૩.૫૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફી ભરવી પડે છે. સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહેજ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જિલ્લા / સરકારી હોસ્પીટલો / સિવિલ હોસ્પીટલો / રેફરલ હોસ્પીટલો સરકારી નાણાંથી ઊભી થયેલ છે તો પછી સોસાયટીના નામે મેડીકલ એજ્યુકેશન કેમ મોંઘુ ? * કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ (૬૦ ટકા) અને ૧૩૦ કરોડ (૪૦ ટકા) અન્વયે સ્થપાનાર મેડીકલ કોલેજો હોય તો પછી તેના ફી ના ધોરણો કેમ પ્રતિવર્ષ ૩.૫૦ લાખ રૂપિયા? જેના લીધે *સરકારી નાણાંથી ઉભી થયેલ કોલેજો સામાન્ય અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી એમ.બી.બી.એસ. માટે પ્રતિ વર્ષ ૩.૫૦ લાખ જેટલી ઉંચી ફી વસુલ કરશે. જે સંપૂર્ણ પણે અન્યાયકર્તા અને ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માટે પણ વ્યાજબી નથી. ગુજરાતમાં છ સરકારી મેડીકલ કોલેજમાં પ્રતિ વર્ષ ૨૫,૦૦૦, સરકારી નાણાંથી ઉભી થયેલ જી.એમ.ઈ.આર.એસ. ની ૮ કોલેજોમાં ૩.૫૦ લાખ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પ્રતિ વર્ષ ૮.૬૫ લાખ થી ૧૭ લાખ જેટલી અધધ ફી વસુલવામાં આવી રહી છે.
                ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરીતિ. ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણુંકમાં ભ્રષ્ટાચાર. ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) સંલગ્ન તમામ મેડીકલ કોલેજોમાં નાણાંકીય ગેરરીતી અંગે સત્વરે કેગ દ્વારા ઓડીટ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે. રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજોમાં અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ નિમણૂંકમાં રાજ્ય સરકારનું બેજવાબદાર નીતીથી મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ૪૫ થી ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મેડીકલ કોલેજોમાં સ્ટાફની અછત થી તબીબી શિક્ષણ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં તબીબી સારવાર પર ગંભીર અસર પડી રહી છે.
  00000000000000
  તા.૦૮-૦૪-૨૦૨૩
● આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાની માત્ર વાતો કરતી ભાજપ શાસનમાં સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે જે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક.
● મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ અને મહિલા કર્મચારીઓને રોજગાર આપવામાં ભાજપ સરકાર મોટાપાયે નિષ્ફળ હોવાના પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે રસોઈથી રોજગાર, લઘુ ઉદ્યોગથી લઈને લોકસભા સુધી દેશમાં મહિલાનું યોગદાન મહત્વનું છે. સશક્ત ભારતના નિર્માણ સશક્ત મહિલાઓથી જ શક્ય બનશે. આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાની બણગા ફૂક્તી ભાજપ સરકારનાં શાસનમાં સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલયના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા માત્ર ૧૬.૬૨ ટકા, ગુજરાતનાં લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૯.૦૪ ટકા જેટલી છે. જયારે લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની ટકાવારીની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૫૯ છે એટલે કે ગુજરાત ટકાવારીની દ્રષ્ટીએ રાષ્ટ્રીય સરેસાશ કરતા અડધી જેટલી છે. લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સરેસાશ ૧૨.૭૦ ટકા છે જયારે ગુજરાત આંકડાની દ્રષ્ટીએ માત્ર ૯.૦૪ ટકા.જે ભાજપ સરકારના મોટા મોટા દાવાની પોલ ખોલે છે. ગુજરાતમાં વિવિધ શ્રેત્રે મહિલાઓની ભાગીદારીની વાતો કરતી ભાજપા સરકાર મહિલાઓના મત મેળવવા માટે ઉપયોગ કરે છે પણ જયારે સાચા અર્થમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા સહીત મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓનું અમલીકરણનું નિરાશાજનક ચિત્ર ભાજપની મહિલા વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો, સ્વરોજગારીમાં મોટાભાગની મહિલાઓ મળવાપાત્ર સહાય, સુવિધાઓ મળતી નથી અને મોટાભાગની યોજનાઓથી વંચિત રહે તે પ્રકારે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર માટે વાતાવરણ-વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે. જે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક છે.
મહિલાઓને આત્મનિર્ભર, સશક્ત અને વ્યવસ્થામાં ભાગીદારી માટે જરૂરી વાતાવરણ, વિવિધ યોજનાઓના લાભો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર જાહેરાતોને બદલે જાહેર હિતમાં કામ કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનના રીપોર્ટ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્સપર્ટ કમીટીના અહેવાલ અનુસાર મહિલા ઉદ્યોગ સાહસીકોને નાણાંકીય સહાય આપવામાં પૂર્વગ્રહ, સરકાર દ્વારા યોજના થકી અપુરતી મદદ, નાણાંકીય સહાય – લોન અંગે અપુરતી માહિતી સહિતના કારણો મહિલાઓની ધંધા-રોજગારમાં ભાગીદારીમાં અડચણ રૂપ છે. ગુજરાત કરતા સિક્કીમ, બિહાર, મેઘાલય અને ત્રિપુરા જેવા આર્થિક રીતે નબળા રાજ્યોમાં સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓની ભાગીદારીમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. ઇનિશિએટિવ ફૉર વ્હૉટ વર્ક્સ ટુ ઍડ્વાન્સ વુમન ઍન્ડ ગર્લ્સ ઇન ધ ઇકૉનૉમી (IWWAGE) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવી દલીલ કરવામાં આવી છે કે શ્રમમાં મહિલાઓની ભાગીદારી ઓછી હોય તેવાં રાજ્યોમાં મહિલાઓ અને છોકરીઓ સામેના ગુનાઓ વધુ નોંધાયા હતા. વર્લ્ડ ઇકોનીમી ફોરમનાં ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્ષ રિપોર્ટમાં ભારત ૧૩૫માં ક્રમાંકે છે. દેશમાં મહિલાઓની ભાગીદારી વધારવાને બદલે છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૭-૨૦૨૨માં લગભગ ૨.૧ કરોડ મહિલાઓ વર્કફોર્સમાંથી કાયમીપણે બહાર નીકળી ગયા છે.જે દેશની પ્રગતી સામે ગંભીર પડકાર છે.
ક્રમ રાજ્ય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો  સેક્ટરમાં મહિલા કર્મચારીઓ (ટકામાં)
૧. મણીપુર ૩૯.૫૪
૨. સિક્કીમ ૩૩.૦૯
૩. તમીલનાડુ ૩૦.૭૫
૪. આંદ્રપ્રદેશ ૨૯.૪૪
૫. છત્તીસગઢ ૨૨.૭૩
૬. રાજસ્થાન ૨૦.૮૨
૭. ગુજરાત ૧૬.૮૨
000000000000000000
૨૩/૦૫/૨૦૨૩, મંગળવાર
ગાંધીનગર
• ખરીફ સીઝન પહેલા પાક નુકસાની વળતર ચૂકવે સરકાર : અમિત ચાવડા
• ગુજરાતમાં સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ : અમિત ચાવડા
• બીજ બુટલેગરો ઉપર દરોડા પાડી જેલના સળિયા પાછળ નાખો : અમિત ચાવડા
આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, કિસાન સેલના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા અને ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા શ્રી મનહરભાઈ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને નકલી બિયારણ ના મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવ્યો.
આ પ્રેસ વાર્તામાં શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, કમોસમી વરસાદ સહાયથી હજુય કેટલાયે ખેડૂતો વંચિત, પાક નુકસાની સહાયમાં થયેલી ગેરરીતિ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે અને તે માટે જનમંચ અને જનઆંદોલન થકી અવાજ ઉઠાવવામાં આવશે. કમોસમી વરસાદના લીધે થયેલા નુકસાન માટે કરેલ સર્વેના દસ્તાવેજો સાથે છેડછાડ થઈ હોવાનું પ્રમાણ રજૂ કર્યું અને સર્વેમાં ભૂલો અંગે કોંગ્રેસે કરેલા દાવાઓ સાચા પડ્યા. પાક નુકસાની સર્વે પત્રકમાં નુકસાનીની ટકાવારીના કોલમમાં છેડછાડ કરવામાં આવી. સરકારે પોતાને સાચી સાબિત કરવા ખોટી રીતે ખોટું પંચ રોજકામ કર્યું. જસદણ તાલુકાનાં આટકોટ ગામના પાક નુકસાની સર્વેના છેડછાડવાળા પત્રકો રજૂ કરવામાં આવ્યા. માર્ચ ૨૦૨૩ માં પડેલા કમોસમી વરસાદનો સર્વે મે ૨૦૨૩ માં સરકારે કરાવડાવ્યો જેથી ખેડૂતોને સમયસર કોઈ વળતર મળ્યું નહીં. ફક્ત અમુક જ તાલુકાનો સર્વેમાં સમાવેશ કરવાથી ઘણા તાલુકા વળતરથી વંચિત રહી ગયા. તા. ૦૩/૦૩/૨૦૨૩ એ પડેલા વરસાદનો સર્વે જો તા. ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ કરવામાં આવે તો ત્યાં સુધી કોઈ ખેડૂત પાક રાખે નહીં.
બીજ બુટલેગરો ઉપર દરોડા પાડી નકલી બિયારણ કારોબાર બંધ કરી ફક્ત દંડ નહીં પણ એ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે જરૂરી છે. બીજ બુટલેગરો સરકારની રહેમ નજર હેઠળ બેફામ રીતે ગુજરાતમાં કારોબાર કરી રહ્યા છે. નકલી બિયારણ અને ખાતરનું બેફામ વેચાણ સમગ્ર રાજયમાં થઈ રહ્યું છે અને જ્યારે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે ઊભો છે. ગુજરાત કોંગ્રેસ પ્રવકતા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યુ કે સમગ્ર રાજયમાં ૪ હજાર કરોડથી વધુના નકલી બિયારણનો વ્યવસાય સરકારની મિલીભગતથી ચાલે છે અને આ ગેરકાયદેસર વ્યવસાય કરતાં જો કોઈ પકડાય તો ફક્ત ૧ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે જે બિલકુલ હાસ્યાસ્પદ છે. Vip3A Gene માન્ય નથી છતાં ૮૦ ટકા બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ મોટા જોખમો રહેલા છે. જો ભારતમાં કોરોનાની વેક્સિન ૩ મહિનામાં તૈયાર થતી હોય તો ૧૩ વર્ષથી ભારતમાં ખેડૂતો માટે નવી કપાસની GM ટેક્નોલૉજી કેમ વિકસાવી ન શક્યા. મોન્સાન્ટો કંપનીએ ૨૦૧૭ થી તેમની GM ટેક્નોલૉજી ભારતમાંથી DE REGULATE કરી છે છતાં બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે.
આ પ્રેસ વાર્તામાં નકલી બિયારણના પેકેટો જાહેર કરી કિસાન સેલના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા અને કોંગ્રેસે, સરકારની પોલ ખોલી અને સાબિત કર્યું કે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત બીટી કોટન ૪જી અને ૫જી બિયારણનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
શ્રી અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ પક્ષ ખેડૂતોની આ લડાઈમાં સરકારને લડત આપશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે.
00000000000000
 અખબારી યાદી
તા. ૨૩/૦૫/૨૦૨૩, મંગળવાર
ગાંધીનગર
• જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરિયાદોના પરિણામલક્ષી નિવારણ માટે જનસભાથી વિધાનસભા સુધી લડત લડીશું: અમિત ચાવડા
• ગુજરાતની મહેનતુ અને સ્વાભિમાની જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે ૧લી મે ગુજરાતનાં સ્થાપના દિનથી કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે તાલુકે જનમંચ કાર્યકમની શરૂઆત કરવામાં આવી : અમિત ચાવડા
• બેરોજગારી, ગેરવહીવટ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતી, મનરેગા, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના પ્રજાના પ્રશ્નોને જનતાએ કોંગ્રેસનાં જનમંચ ઉપર આવીને ઉજાગર કર્યા : અમિત ચાવડા
આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા એ જનમંચ કાર્યક્રમ હેઠળ થયેલા જનસંપર્ક વિષે વાત કરી. આ પ્રેસ વાર્તામાં શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, ૧લી મે ગુજરાતનાં સ્થાપના દિનથી જનમંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જનમંચ કાર્યક્રમ ગુજરાતની જનતાને મંચ આપે છે જે થકી તેઓ પોતાનો અવાજ બુલંદ કરી શકે અને પોતાના તમામ પ્રશ્નોની રજૂઆત કરી શકે.
આ કાર્યક્રમ આવનારા સમયમાં ૨૫૦ તાલુકા, ૧૬૦ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓ સુધી લઈ જવામાં આવશે. સરકારની ખોટી નીતિઓ, ભ્રષ્ટાચારી તંત્ર, મળતીયાઓ અને વહીવટદારો દ્વારા ચાલતી સિસ્ટમ ઉપર જનમંચ અને જનતા પ્રહાર કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જનતા પોતાના પ્રશ્નોને દસ્તાવેજો સાથે જનમંચ દ્વારા રજૂ કરે છે અને તેમની ફરિયાદોને જનમંચ અને કોંગ્રેસનાં પ્રતિનિધિઓ સાંભળે છે. ત્યારબાદ જે તે પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત સરકારી વિભાગોમાં પત્રો લખવામાં આવે છે.
અત્યાર સુધી જનમંચ કાર્યક્રમ ૭ જિલ્લા, ૧૪ તાલુકા અને ૮ નગરપાલિકામાં આયોજિત કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતા ઉપસ્થિત રહી. જનમંચ કાર્યક્રમ અત્યાર સુધી સફળતાપૂર્વક પાલનપુર, વડગામ, મહેસાણા, ખેરાલુ, ઓલપાડ, મહુવા, ચીખલી, નવસારી વિઝલપોર, ભરુચ, વાગરા, દાહોદ, ફતેપુરા, લુણાવાડા અને સંતરામપુર ખાતે યોજાઇ ગયો. જેમાં સામાન્ય જનતાએ સરકાર તરફથી પડતી મુશ્કેલીઓ, બેરોજગારી, ગેરવહીવટ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતી, મનરેગા, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૫૬ બેઠકો મેળવીને જંગી બહુમતીના ગુમાનમા રાચતી ડબલ એન્જિન સરકાર ઉત્સવોમાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે ત્યારે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ જનતાને બોલવા માટે મંચ આપી રહ્યો છે.
જનમંચ કાર્યક્રમ ગુજરાતમાં લોકચાહના મેળવી રહ્યો છે અને જનતાની તકલીફોને વાચા આપી રહ્યો છે. શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આ જનલક્ષી અભિગમ ને જનતા તરફથી અપાર જન સમર્થન મળી રહ્યું છે. જનમંચ કાર્યક્રમની સોશ્યલ મીડિયા લીંક અત્રે આપેલી છે.
 00000000000000000
 જનમંચ કાર્યક્રમ
તારીખ: ૨૬/૦૫/૨૦૨૩ શુક્રવાર
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ
અખબારી યાદી
મળતીયાઓ, ભ્રષ્ટાચારીઓ અને વહિવટદારો ની સરકાર
રોજગારી ના જુમલા
વિકાસ ના જુમલા
જનમંચ થી જનનેતા શ્રી અમિતભાઇ ચાવડા નો હુંકાર
જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૨૬/૦૫/૨૦૨૩ શુક્રવાર, સુરેન્દ્રનગર ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું.
જેમાં સુરેન્દ્રનગર ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજનું મોટા પ્રમાણમાં ખનન થાય છે, મોટો ભ્રષ્ટાચાર છે.
૨. ગાંધી હોસ્પીટલમાં ડોકટર નથી, સ્ટાફ નથી, સિટી સ્કેન અને બીજા સાધનો નથી, દર્દીઓ હેરાન પરેશાન થાય છે, ખાનગી હોસ્પિટલોમાં લૂંટ ચલાવવામાં આવે છે.
૩. સ્થાનિક ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, કોન્ટ્રાક્ટ  પ્રથાના નામે શોષણ થાય છે.
૪. નગરપાલિકા વિસ્તારમાં ટેકસ ભરવા છતાં પાકા રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અનેક વિસ્તારોમાં અભાવ, લોકોને હાલાકી.
૫. કોરોનામાં જે સ્વજનોના મૃત્યું થયા, સરકારી નોકરી કરતા હતા તેમને હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય કે લાભ નથી મળ્યા.
૬. નગરપાલીકા સફાઈ કામદારોને પૂરતો પગાર નથી આપતી, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે.
૭. દારૂ, જુગારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલે છે, પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે.
સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં સુરેન્દ્રનગર ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
સુરેન્દ્રનગર જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ચોટીલા શ્રી રૂત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય પાટડી દસાડા શ્રી નૌશાદ સોલંકી , જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000000000
 જનમંચ કાર્યક્રમ
તારીખ: ૨૭/૦૫/૨૦૨૩ શનિવાર
જૂનાગઢ તથા માણાવદર ખાતે યોજાયેલ
અખબારી યાદી
ભ્રષ્ટાચારી, લૂંટારુ, અસંવેદનશીલ સરકાર
નલ સે જલ યોજના ફકત કાગળ પર
ખેડુતો સાથે અન્યાય, ગૌચર ની જમીન મા ભ્રષ્ટાચાર,
ખનન માફિયા બેલગામ, ખાડે ગયેલા કાયદો ને વ્યવસ્થા
નગરપાલિકામાં ૬ દિવસે પાણી મળે તેની સામે લોકોમાં ઉગ્ર રોષ :
જનમંચ થી જનનેતા શ્રી અમિતભાઇ ચાવડા નો હુંકાર
જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૨૭/૦૫/૨૦૨૩ શનિવાર, જૂનાગઢ તથા માણાવદર ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં જૂનાગઢ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. TP માં ૪૦% કપાત કરીને આચરેલો ભ્રષ્ટાચાર.
૨. મજેવાડી ગામની નદીમાં પ્રદૂષિત પાણીના લીધે ખેતીને મોટું નુકશાન.
૩. કપાસના ભાવ ૨૦૦૦ થી ૨૫૦૦ થી ઘટીને ૧૪૦૦ રૂ. પહોંચ્યા, ખેડૂતોને મોટું નુકશાન પણ સરકાર તરફથી કોઈ સહાય નથી મળતી.
૪. ગૌચરની જમીન સંપાદનના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર.
૫. કોર્પોરેશન અને રેવન્યુ બંને જગ્યાએથી ટેકસ વસૂલવામાં આવે છે જે યોગ્ય નથી.
૬. પીવાનું પાણી નથી મળતું પણ દારૂ બધે મળે છે જેથી મહિલાઓની સલામતી જોખમાય છે.
૭. મોંઘા શિક્ષણને લીધે ડ્રોપ આઉટ નો રેશિયો વધ્યો.
૮. BPL સર્વે ૨૦૧૧ માં થયો હતો, એ પછી કોઈ સર્વે નથી જેના લીધે જરૂરત વાળા લોકો સુધી સહાય પહોચતી નથી.
૯. સુજલામ સુફલામ્ યોજના અને ઓજસ તથા ઓપન નદીમાં મોટો ભ્રષ્ટાચાર, રેતી ખનન નો ગેરકાયદે વેપાર.
૧૦.માંગરોળ અને આસપાસના ગામોમાં રી-સર્વેના કામમાં ગોટાળા, કામ જલ્દી પૂરું કરવા માંગણી.
૧૧. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પડેલા માર માં પણ સરકાર તરફથી કોઈ સહાય નથી.
૧૨. ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદીમાં વહેવડાવામાં આવે છે.
૧૩. ભાજપના રક્ષણથી બેફામ બનેલા ભૂમાફિયાઓ, ગેરકાયદેસર ખનિજનું ખનન મોટા પાયે ચાલુ.
૧૪. નવા ગામતળની નકલ નીકાળવામાં પણ લોકોને મુશ્કેલીઓ.
૧૫. માછીમારો ના ડીઝલ માંથી સબસિડી પણ કાઢી નાખવામાં આવી.
૧૬. ક્રેડિટ સોસાયટી માંથી FD નાં પૈસા પણ મળતા નથી.
સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
માણાવદર ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. APMC નું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં, કોઈ પણ પ્રકારના શેડ ની વ્યવસ્થા નથી
૨. GIDC બનાવવાની બહોળી માંગ,  સ્થાનિક યુવાઓ રોજગાર થી વંચિત.
૩. મેંદરડા શહેર મધુમતી નદી પર થી પસાર થતાં બ્રિજ નું કામ બંધ છે જે સત્વારે ચાલુ કરાવવુ
૪. તલાટીઓ તેમજ તાલુકા પંચાયતમાં સ્ટાફની અછત,
૫.CHC સેન્ટરમાં અધિક્ષકની નિમણુંક નથી થઈ રહી, નગરજનોના આરોગ્ય સાથે છેડા.
૬. સિટીમાં સર્વે અધિકારી ન હોવાથી સામાન્ય લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે.
૭. ગ્રામ પંચાયતમાં VC ની કાયમી નિમણુંક કરવી.
૮. SC વિદ્યાર્થીઓ ની ૨૦૨૨ ની સ્કોલરશીપ બાકી.
૯. ૨૦૧૯ નો પાક વીમો હજુ સુધી ચુકવવા માં આવ્યો નથી.
૧૦. નાના ચેકડેમ, તળાવ ઊંડા કરવાની ખાસ જરૂરીયાત.
૧૧. બેફામ ગેરકાયદેસર ખનન, ખનન માફીયાઓ ની દાદાગીરી
૧૨. માણાવદર નગરપાલિકામાં ૬ દિવસ પાણી મળે છે, લોકો પાયાની સુવિધાથી પણ વંચિત.
૧૩. નગરપાલિકામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા નિષ્ફળ, લોકોને પડતી હાલાકી.
૧૪. ભાજપના લોકો જ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિષ્ફળ.
૧૫. BPL યાદીનો સર્વે નથી થતો.
૧૬. સસ્તા અનાજની દુકાનોમાં ભાજપના મળતિયાઓને ભ્રષ્ટાચાર.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં જૂનાગઢ તથા માણાવદર ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
જૂનાગઢ તથા માણાવદર જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા , પૂર્વ ધારાસભ્ય શ્રી રૂત્વિક મકવાણા, ધારાસભ્ય સોમનાથ શ્રી વિમલ ચુડાસમા, ધારાસભ્ય માણાવદર શ્રી અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા, જિલ્લા વરિષ્ઠ આગેવાન શ્રી હીરાભાઈ જોટવા, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000000
૩૧/૦૫/૨૦૨૩ બુધવાર
અમદાવાદ
અખબારી યાદી
ભાજપના ભ્રષ્ટાચારના પ્રતીક સમા હાટકેશ્વર બ્રિજ નીચે અમરાઈવાડી વિધાનસભામાં જનમંચ.
પ્રજાના ટેક્સના પૈસે નેતાઓ, અધિકારીઓ પગાર મેળવે છે, જવાબ માંગવો અને સુવિધાઓ મેળવવી એ જનતાનો અધિકાર : અમિત ચાવડા
કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ડ્રેનેજની સુવિધાના અભાવથી અનેક વિસ્તારની જનતા ત્રાહિમામ : અમિત ચાવડા
જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૩૧/૦૫/૨૦૨૩ બુધવાર અમદાવાદ ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં અમદાવાદ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
1. ભારે અને કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ડ્રેનેજની સુવિધાના અભાવથી અનેક વિસ્તારની જનતા ત્રાહિમામ
2. ખારીકટ કેનાલની સાફ સફાઈ થતી નથી, ગંદકી અને દુર્ગંધથી આસપાસ રહેનારા લોકો પરેશાન.
3. મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત, ઘર કેમ ચલાવવું તેની ચિંતામાં શહેરજનો.
4. હાઉસિંગ કોલોની જર્જરિત અવસ્થામાં, લોકોને જીવનું જોખમ, સરકાર સાવ બેદરકાર.
5. RCC ના બદલે ડામર રોડ અને એમાં પણ ભાજપના લોકોનો ભ્રષ્ટાચાર.
6. કચરાના પ્રબંધન અને સાફ સફાઈ જેવા કામમાં પણ ભાજપના મળતિયાઓને વ્યાપક ભ્રષ્ટાચાર.
7. નવ વર્ષથી આંગણવાડી બની હોવા છતાં શરૂ કરવામાં આવતી નથી, વિકાસની વાતો ફકત કાગળ પર.
8. કોમન પ્લોટ પચાવી પાડવામાં બાહુબલી ગુંડાઓને ભાજપના મળતિયાઓનો સાથ.
9. પબ્લિક પાર્કિગની રોડ પર કોઈ વ્યવસ્થા નથી અને દર વર્ષે વરસાદના લીધે પાણી ભરાઈ જવાથી રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા સાવ ખરાબ દશામાં.
10. દારુ, જુગાર, ડ્રગ્સ ખુલ્લેઆમ મળે છે, કાયદો વ્યવસ્થા ખાડામાં.
11. પૂર્વ વિસ્તારમાં કમાણી કરીને પશ્ચિમ વિસ્તારમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.
12. એકસપ્રેસ-વે પાસે જ બસસ્ટેન્ડ હોવાથી કાયમ ટ્રાફિકની સમસ્યા યથાવત. સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં અમદાવાદ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઇ ઠાકોર, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા,  આગેવાનો શ્રી ધમભાઈ પટેલ અને શ્રીમતી ગીતાબેન પટેલ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000
અખબારી યાદી
તા. ૧૧-૦૭-૨૦૨૩
■ ભાજપની ડબલ એન્જીન સરકારમાં ડબલ ગતિએ વિકાસ પામતો ભ્રષ્ટાચાર : અમિત ચાવડા
■ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે મહેસુલ વિભાગ : અમિત ચાવડા
■ જમીન માપણી, રી-સર્વેના ગોટાળા – કૌભાંડ, જમીન સંપાદનમાં ભેદભાવ- અન્યાય, ખેડૂતોની જમીનો ઉપર અધિકારીઓ – પોલીસ – નેતાઓ દ્વારા જબરજસ્તી કબ્જા, લેન્ડ-ગ્રેબીંગ, ગૌચરની જમીન પર માથાભારે લોકો દ્વારા કબ્જો, ગણોતીયાના હક્કો ડુબાડી જમીનોના કબ્જા લેતી સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી ત્યારે આવી તમામ રજુઆતો, ફરિયાદો માટે ઓગસ્ટના પ્રથમ અઠવાડીયે ગાંધીનગર ખાતે કોંગ્રેસ યોજશે જનમંચ : અમિત ચાવડા
■ વ્યાપક ગોટાળા – ભ્રષ્ટાચારવાળી જમીન માપણી – રી-સર્વે રદ કરવામાં આવે : અમિત ચાવડા
■ જમીન માપણી  – રી-સર્વે માટે સરકાર શ્વેતપત્ર બહાર પાડે : અમિત ચાવડા
■ ગુજરાતમાં આશરે ૫ કરોડ ચો.મી. ગૌચરની જમીન ઉપર દબાણ : અમિત ચાવડા
■ અધિકારીઓ, પોલીસ અને સરકારની મિલીભગતથી જમીનો નામે કરવા, કબ્જા લેવા, હડપ કરવાનું નેટવર્ક ડબલ એન્જીન સરકારમાં ડબલ ઝડપે આગળ વધી રહ્યું છે : અમિત ચાવડા
■ ખેડુતોની જમીન હડપતી સરકાર, ખેડુતોના નિસાસા લેતી સરકાર, ગાયનું ચારણ ખાતી સરકાર, દાદાગીરીથી દબાણ કરતી સરકાર, જમીન પચાવી પાડતી સરકાર : અમિત ચાવડા
આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા એ પ્રેસ વાર્તા અંતર્ગત જમીન માપણીના ગોટાળા, રી-સર્વેમાં થતો ભ્રષ્ટાચાર, નેતાઓ, અધિકારીઓ અને મળતીયાઓ દ્વારા પચાવી પાડવામાં આવતી જમીનો ઉપર આ ડબલ એન્જિનની ભ્રષ્ટાચારી સરકારને આડે હાથ લેતા વેધક સવાલો પૂછ્યા. સાથેસાથે સરકાર જનતાને અને ખેડૂતોને જવાબ આપે તેવી માંગણી કરી.
સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો દ્વારા  અનેક ફરિયાદો મળી છે. જે રજૂઆતો મળી છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ગતિથી વધતા ભ્રષ્ટાચારમાં જો સરકારમાં ભ્રષ્ટાચાર માટે નંબર આપવાનો થાય તો મુખ્યમંત્રીશ્રીના હસ્તકનું વિભાગ એટલે મહેસુલ વિભાગને પહેલો નંબર આપવો પડે. વારસાઈની નોંધથી લઈને જમીનના રિ-સર્વે સુધીની તમામ મહેસૂલની કામગીરીમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર ડબલ ગતિથી વધી રહ્યો છે અને એટલા જ માટે પ્રજા તરફથી વારંવારની રજૂઆતો-ફરિયાદો-આંદોલનો- લડતો છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી.
લગભગ ૨૦૧૧-૧૨ થી રી-સર્વેની કામગીરી ગુજરાતમાં શરૂ કરવામાં આવી. ભાજપના નેતાઓની સીધી સંડોવણી દ્વારા તેમના આર્થિક હિતો સચવાય તે રીતે એજન્સીની પસંદગી કરવામાં આવી. ખોટી ભૂલ ભરેલી આ જમીન માપણીની અનેક ફરિયાદો થઈ છતાં એજન્સીઓની તરફેણ કરીને એમને મોટી રકમ પણ ચૂકવવામાં આવી.
રી-સર્વેની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે ૨૦૧૦-૧૧ માં જમીન માપણીની શરૂઆત કરવામાં આવી ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં શરૂઆત કરવામાં આવી હતી. જેના નિયમો, ગાઈડલાઈનની અનદેખી કરવામાં આવતી હતી અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાથી શરૂ કરીને ગ્રાઉન્ડ લેવલ સુધી દરેક જગ્યાએ સતત લડત લડવામાં આવી કે આ ભૂલ ભરેલી માપણી થઈ રહી છે અને ખેડૂતોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
૨૦૧૮ માં ખુબ વિરોધ થયો ત્યારે આ સરકારે જમીન માપણી રદ કરવાની જાહેરાત કરી અને ત્યારે લગભગ ૧૨ હજાર ગામમાં પ્રમોલગેશનની કામગીરી પહોંચી હતી ત્યારે જમીન માપણી સ્થગિત કરી હતી અને ત્યાર પછી વ્યાપક ફરિયાદોના નિકાલ માટે ચાર મિનિસ્ટરોની કમિટી બનાવવામાં આવી. જામનગર અને દ્વારકા જિલ્લાના બે ગામો સાપર અને પીપળની પસંદગી કરવામાં આવી, આજ દિન સુધી આ કમિટીએ શું કર્યું? શું તપાસ કરી એનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો, આ કમિટીએ તપાસ કરેલા રિપોર્ટમાં સાબિત થઈ ચૂક્યું છે કે મોટા પ્રમાણમાં ગેરરીતીઓ થઈ છે. શ્રી અમિતભાઈ ચાવડાએ સરકાર જોડે માંગણી કરી કે આવતા એક અઠવાડિયાની અંદર રિપોર્ટ જાહેર કરો અન્યથા માહિતી અધિકારમાં અમારી પાસે રિપોર્ટને લગતી જે વિગતો છે એને અમે આવતા અઠવાડિયાથી જાહેરાત કરવાની શરૂઆત કરીશું.
જમીન માપણીની કચેરીઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતી થઈ છે, માથાભારે લોકો અને ભાજપના મળતિયાઓ દ્વારા આ રી-સર્વેની કામગીરી દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં સરકારી જમીન ઉપર કબજો લેવામાં આવી રહ્યો છે. આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં સરકારી ગૌચર ઓછું થયું છે. સરકારી પડતર ખરાબાની જમીન ઓછી થઈ છે. સાથે સાથે જે સરકારી જમીનો ઓછી થાય કા તો બીજાના નામે ટ્રાન્સફર કરવાની થાય તો ૩૭(૨) મુજબ ડેપ્યુટી કલેકટરે એ અંગેનો કેસ ચલાવવાનો હોય, કાર્યવાહી કરવાની હોય, કલેક્ટરની મંજૂરી લેવાની હોય પણ એવું કંઈ પણ થતું નથી. આજે વ્યાપક પ્રમાણમાં રી-સર્વે ના નામે ખાનગી લોકો દ્વારા જમીન ઉપર કબજો લેવામાં આવી રહ્યો છે ત્યારે એ વિષયમાં વારંવાર રજૂઆતો કરી ફરિયાદો કરી પણ સરકાર સાંભળતી નથી ત્યારે આવનારા દિવસોમાં એના માટેની લડત અને સુનવાઈ કોંગ્રેસ પક્ષ કરશે.
ગાયના નામે મત તો લીધા, હિન્દુત્વના નામે રાજકારણ તો કર્યું પણ ત્રણ દાયકાથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગૌચરની જમીનો ઓછી થઈ રહી છે, ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવી રહી છે એમના મળતિયાઓ દ્વારા કબ્જા કરવામાં આવી રહ્યા છે એના કારણે ગાયના મોઢામાંથી ચારો છીનવાનું કામ આ ભાજપની સરકારના રાજમાં થઈ રહ્યું છે. ૧૦૦ ગાય હોય તો એના માટે ૪૦ એકર ગૌચર હોવું જોઈએ પણ ત્રણ દાયકાના ભાજપના શાસનમાં સ્થિતિ એવી થઈ કે ૧૮૦૦૦ માંથી લગભગ ૯૦૦૦ ગામોમાં તો ગૌચર નિયમ કરતા ઓછું છે અને ૩૦૦૦ ગામમાં તો ગૌચર જ નથી તો ગાયો કે પશુઓ ચરવા જાય ક્યા. ગુજરાતમાં ગૌચરની જમીન ઉપર દબાણો છે એને તોડવાની હિંમત આ સરકારમાં નથી કારણ કે એમના મળતીયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.
 રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧.૭૫ કરોડ ચોરસ મીટર ક્ષેત્રફળમાં જમીન પર દબાણો છે, અમદાવાદમાં ૧૩ લાખ ૩૫ હજાર ચોરસ મીટર, સુરતમાં ૧ લાખ ૫૨ હજાર ચોરસ મીટર, ભાવનગરમાં ૪૯ લાખ ૯૬ હજાર ચોરસ મીટર, એમ આખા ગુજરાતમાં ગણીએ તો ૫ કરોડ ચોરસ મીટર આશરે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવેલ છે.
ભાજપના રાજમાં આ ભૂમાફિયા બેફામ કેમ થાય કારણ કે આ રાજમાં સરકારમાં બેઠેલા નેતાઓ, અધિકારીઓ અને પોલીસ તંત્ર ત્રણેયની મિલીભગતથી આખા ગુજરાતમાં સરકારી અને ગરીબ લોકોની જમીનોને હડપ કરી દેવાનું, એનો ખોટી રીતે વેપાર કરીને કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના મુલસાણા ગામમાં ૨૨૦૦ વીઘા જેટલી જમીન ગણોતિયાના હકો ડુબાડીને, નિયમોની એસીતેસી કરીને પોતાના નામે કરી ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે નો વેપાર થયો. એ જ રીતે ખેડા જિલ્લામાં ફાગવેલ પાસે એક પૂર્વ મંત્રીના મળતીયાઓ દ્વારા આખા ગામે ગામ પોતાના નામે કરીને મોટા પ્રમાણમાં જમીનો હડપવામાં આવી રહી છે .
અમદાવાદ, રાજકોટ, વડોદરા, કે સુરત એની આસપાસની જે કિંમતી જમીનો છે એ આજે મોટા પ્રમાણમાં અધિકારીઓ, પોલીસ તંત્ર અને સરકારમાં બેઠેલા લોકોની મીલીભગતથી ગરીબો પાસેથી, ગણોતીયાના હક્કો ડુબાડી, દાદાગીરી કરીને જમીનો હડપવામાં આવી રહી છે. નોકરીના બદલે વધારે સમય આ જમીનોનો વહીવટ કરવા માટે, જમીનોના સેટલમેન્ટ કરવા માટે અને જમીનોના કબજા લેવા માટે પગાર મળતો હોય એવી રીતે કામ કરી રહ્યા છે.
સરકારી જમીન સંપાદનના ૨૦૧૩ ના યુ.પી.એ.ની કેન્દ્ર સરકારના જે તે સમયના કાયદા મુજબ વળતર મળવું જોઈએ અને ખેડૂતની/જમીન માલિકની સંમતિ હોવી જોઈએ. એ રીતે ભારત માલા પ્રોજેક્ટ હોય કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે બાયપાસ રોડના પ્રોજેક્ટ હોય કે આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગોના વિકાસ માટે ડેવલપમેન્ટના નામે પ્રોજેક્ટ હોય કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે નો પ્રોજેક્ટ હોય એમાં જમીન સંપાદનના નામે માનીતાઓને લાભ કરાવવાનો જે ભેદભાવ થઈ રહ્યો છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે માનીતા ના હોય તેને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કામ થઇ રહ્યું છે તેવી ફરિયાદો જનમંચના માધ્યમ દ્વારા અમારી પાસે આવી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોને એમની નુકસાની નું વળતર ન મળે અને બાજુમાં ભાજપના પ્રદેશના અધ્યક્ષનું મત ક્ષેત્ર હોવાથી એમના વિસ્તારના કેટલાક ખેડૂતોને વળતર વધારે મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એવી જ રીતે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે તેમાં જે હયાત રોડ છે તેને પહોળા કરવાને બદલે જંગલોમાંથી રોડ પસાર કરીને આદિવાસીઓની જમીનો હડપ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો મોરબી નવલખી બંદર રોડ હોય કે ભાવનગર સોમનાથ પોરબંદર દ્વારકા રોડ હોય કે આવા અનેક પ્રોજેક્ટ છે જેમાં જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને વળતર નથી મળતું, એમની સંમતિ લેવામાં નથી આવતી અને એમના વાંધા વિરોધ છતાં ખેડૂતો પાસેથી જબરજસ્તીથી કબજા લેવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરના ભાજપના એમ.પી., રાજકોટના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ અને ભાજપના નેતા ચંદ્રેશ પટેલે પણ સ્વીકાર્યું છે કે આ જમીન માપણી સર્વેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને પૈસા લીધા વગર કોઈ કામ થતું નથી.
ગુજરાતમાં પ્રજાની સુનવાઈ ના થતી હોય, પ્રજાની વ્યાજબી ફરિયાદ સાંભળવામાં ન આવતી હોય, ત્યારે  જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહેસુલ વિભાગના જે પ્રશ્નો છે કે જો તમારી જમીનમાં તમારા ગણોતિયાના હક્ક ડુબાડવામાં આવ્યા હોય, રી-સર્વેની કામગીરીમાં ગોટાળા થયા હોય, ભ્રષ્ટાચાર થયો હોય, એની કોઈ સુનવાઈ ના થતી હોય, જમીનોની કોઈ ફરિયાદ હોય કે કોઈ માથાભારે તત્વો દ્વારા જમીનનો કબજો લેવાતો હોય, તમારા ગામની ગોચર જમીન ઉપર કોઈએ ખોટો કબજો લીધો હોય, તમારી જમીનો રી-સર્વેમાં કોઈકના નામે બતાવી દીધી હોય, સરકારી જમીન પર કોઈક લોકોએ કબજો કરી લીધો હોય એવા તમામ કિસ્સાઓ અને તમારી જમીન પર પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જબરજસ્તીથી કબજો કરવાનો પ્રયત્ન થતો હોય, તમારી જમીનમાં જમીન સંપાદનનું પૂરતું વળતર ના મળતું હોય, કોઈ હેરાનગતિ થતી હોય, તમારી જમીનના જે મહેસુલ વિભાગમાં પ્રકરણો ચાલે છે એના અંગે કોઈ પૈસા માંગતું હોય તો આવી જે પણ જમીનને લગતી, ખેડૂતોને લગતી ફરિયાદો છે જેની સરકાર સુનવાઈ નથી કરતી એવા તમામ લોકોને શ્રી અમિતભાઈ ચાવડાએ મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો કે તમારી વ્યાજબી ફરિયાદો-રજૂઆતો માટે કોંગ્રેસ પક્ષ ચિંતિત છે અને એના માટે જે પણ હકક અધિકારની લડાઈ છે એ કોંગ્રેસ પક્ષ લડશે. આ હેતુ અંતર્ગત ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાશે શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું .
0000000000000000000
 જનમંચ કાર્યક્રમ
તારીખ: 14/07/2023 શુક્રવાર
માણસા અને બેચરાજી
અખબારી યાદી
નગરપાલિકામાં ટેક્સ ભરવા છતાં અનેક વિસ્તારોમાં પીવાનું  પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ ની સુવિધાથી લોકો વંચિત : અમિત ચાવડા
ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજારભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બેહાલ : અમિત ચાવડા
બહુચરાજી નગરમાં ઠેર-ઠેર ગંદકી, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી અનેક સોસાયટીઓના રહીશો ગંદકીમાં જીવવા મજબુર, રહીશોમાં વ્યાપક આક્રોશ : અમિત ચાવડા
૮૫% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રો ઘોળીને પી જતા ઉદ્યોગો સામે યુવાનોમાં વ્યાપક આક્રોશ : અમિત ચાવડા
જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: 14/07/2023 શુક્રવાર માણસા અને બેચરાજી ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં માણસા ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
1. કોઠા વિસ્તારમાં રસ્તા , પાણી, સિંચાઈ સુવિધાથી વંચિત, સરકારનો વિકાસ કામોમાં ભેદભાવ.
2. નગરપાલિકા વિસ્તારની જનતા રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા, દબાણોને કારણે ત્રસ્ત.
3. વિધાર્થીઓ અને ગામડાના લોકો એસટી બસની સુવિધા ના હોવાથી પરેશાન.
4. નગરપાલિકામાં ટેક્સ ભરવા છતાં અનેક વિસ્તારોમાં પીવાનું  પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ ની સુવિધાથી લોકો વંચિત.
5. ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજારભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બેહાલ.
6. લોદ્રા ગામે સરકારી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ.
7. ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તાથી અનેક ગામ પરા વિસ્તાર વંચિત, ચોમાસામાં અનેક રસ્તા ધોવાયા,  સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
બેચરાજી ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. બહુચરાજી નગરમાં ઠેર-ઠેર ગંદકી, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી અનેક સોસાયટીઓના રહીશો ગંદકીમાં જીવવા મજબુર, રહીશોમાં વ્યાપક આક્રોશ.
૨. બહુચરાજીમાં બિલ્ડરોને લાભ કરાવવા શંખલપુર રેલ્વે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજને  બદલે અંડરબ્રિજ બનાવતા સમગ્ર વિસ્તારના રસ્તા વરસાદી પાણી ભરાવાથી બંધ, જનતા પરેશાન.
૩. તાલુકામાં મારૂતિ સુઝુકી, આઇ.આર.સી. લિમિટેડ, ટી.ડી.એસ.જી. પ્લાન્ટ જેવા અનેક ઉદ્યોગો આવ્યા પણ સ્થાનિક યુવાનો રોજગારથી વંચિત, ૮૫% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રો ઘોળીને પી જતા ઉદ્યોગો સામે યુવાનોમાં વ્યાપક આક્રોશ.
૪. ગ્રામ પંચાયતોમાં વહીવટદારો કોઈનું સાંભળતા નથી, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાત્કાલિક કરાવવા માંગણી.
૫. વાલ્મિકી સમાજના લોકો દ્વારા વિકાસના કામોમાં ભેદભાવની રજૂઆત.
૬. પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ સહિત તમામ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને, ગૃહિણીઓમાં મોઘવારી સામે વ્યાપક ગુસ્સો.
૭. રસ્તાઓ બિસ્માર હાલતમાં, વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો.
૮. સર્વોદય શાળા જેવી સંસ્થાઓ બંધ થવાથી વાલીઓ ખાનગી સ્કૂલમાં બાળકો ભણાવા માટે મજબૂર.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
ખુબ મોટી સંખ્યા માં માણસા અને બેચરાજી ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
માણસા અને બેચરાજી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુજી ઠાકોર, મુખ્ય આયોજક ભારતીય સેવા દળ શ્રી લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બહુચરાજી શ્રી ભરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર શ્રી ચંદનજી ઠાકોર, શ્રી રણજીતભાઈ જીલ્લા પ્રમુખ, શ્રી અરવિંદભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
99999999999999999
22 ઓગસ્ટ 2023
■ એસ.સી,એસટી, ઓ.બી.સી અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવભરી નીતિ સામે બોલાવશે મહાપંચાયત : અમિત ચાવડા
■ ડબલ એન્જીનની સરકાર માં ડબલ  અન્યાય, અનામત છીનવી લીધી અને બજેટ ની ફાળવણી મા અન્યાય : અમિત ચાવડા
■ 82% વસ્તી ને દર વર્ષ બોર્ડ નિગમ મા 166 કરોડ ની ફાળવણી અને 18% વસ્તી ને 500 કરોડ ની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : અમિત ચાવડા
આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજાયેલ સ્વાભિમાન ધરણા જે બિન રાજકીય આયોજન ઓજસ – ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા યોજવામાં આવેલ. જેમાં ઓબીસી સમાજ ના તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે આંદોલનનો પાયો નાખનાર શ્રી અમિતભાઈ ચાવડા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી  જગદીશભાઈ ઠાકોર, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સેવાદળના ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, સાથે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી એ, તમામ નેતાગણ અને હજારો લોકો સમગ્ર ગુજરાતમાંથી હાજર રહ્યા હતા.
આજના સ્વાભિમાન ધરણામા શ્રી અમિતભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ગુજરાત માં 82% વસ્તી ધરાવતા OBC, ST, SC, Minority સમાજને પોતાના હક અધિકાર માટે ધરણા કરવા પડે એ જ બતાવે છે કે ડબલ એન્જીન સરકારમાં ખુબ જ અન્યાય થઈ રહ્યો છે.
અમે સરકારમાં બેઠેલા ઓ.બી.સી સમાજ ના નેતાઓને પણ આ ધરણામાં આવવાનું આમંત્રણ આપ્યું પણ કોઈ જ આવ્યા નહિ. સમાજ ની અવગણના કરી ને તેઓ તેમના પક્ષ ના આદેશ મુજબ હાજર રહયા નહિ. અમે સરકારના નેતા અને મંત્રીઓ ને કહેવા માંગીએ છીએ કે જે સમાજે તમને આ સ્થાન પર બેસાડ્યા છે, જે સમાજ ના લીધે તમે ચૂંટાયા છે એ સમાજને જ્યારે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારે પણ સમાજ માટેની લડાઈમાં મંચ પર આવવું જોઈએ.
ડબલ એન્જિન ની સરકાર માં ગુજરાતના ઓ.બી.સી સમાજ ના ગરીબોને ડબલ અન્યાય થઈ રહ્યો છે. એક તો રાજકીય રીતે અનામત નાબૂદ કરીને આ સમાજને ખતમ કરવાનુ કામ થઈ રહ્યુ છે અને બીજી બાજુ તેના માટે પુરતુ બજેટ નહી ફાળવીને સમાજને ડબલ અન્યાય કરવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નાબૂદ કરીને આ અન્યાયી સરકાર એક સંદેશો આપવા માંગતી હતી. રાજકીય રીતે અનામત ખતમ કરીને અને પરીક્ષણ કરીને સરકાર જોવા માંગતી હતી કે આવનારા દિવસોમાં આ અનામત શિક્ષણ અને નોકરીઓ માંથી ખતમ કરે તો પ્રતિક્રિયા કેવી આવે છે પણ આ બિનરાજકીય ઓબીસી સમિતિ ને અભિનંદન કે આપણા સૌની પહેલથી આ લડાઈ શરુ થઈને સરકારે જસ્ટીસ ઝવેરી ની આગેવાની માં એક સમર્પિત આયોગ બનાવવુ પડ્યુ, જ્યા ઓબીસી સમાજે પોતાની તમામ માંગણીઓ રજુ કરી.
આવા સમયમાં જયારે ૭૧૨૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયત, ૨૦ તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને ત્યાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે  સૌના વતી અમે આ ચાર માંગો સરકાર સમક્ષ મુકવા માંગીએ છીએ.
૧. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.
૨. સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને તમામ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ માં  ઓબીસી સમાજને ૨૭% અનામત આપવામાં આવે.
૩. રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે ૨૭% રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબ પ્લાનની જેમ ઓબીસી સબ પ્લાન કમિટીઓ દરેક સ્તરે બનાવવા માં આવે.
૪. સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી, લઘુમતી સમાજ માટે અનામત લાગુ કરવામાં આવે.
સામાજિક ન્યાય અધિકારીતા અંતર્ગત સરકારે બનાવેલા 9 નિગમમાંથી 8 નિગમમાં SC ST લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે પ્રતિવર્ષ 166 કરોડ ફાળવણી કરવામાં આવે છે જ્યારે 18% વસ્તિ જે બિન અનામત વર્ગ માટે બનેલ નિગમ મા 500 કરોડ ફાળવણી કરવામાં આવે છે. આ હળહળતો ભેદભાવ અને અન્યાય છે. જેમ બિન અનામત ના આંદોલન સમયે સૌ સમાજ ભેગા થઈ ને લડત લડ્યા હતા એ જ રીતે આજે ગરીબોની લડાઇ માટે સૌ સમાજ ને અપિલ છે કે આવો સૌ ભેગા થઈને આ લડત લડીએ.
આવનારા સમયમાં શિક્ષણ , નોકરી, અનામત, બજેટની ફાળવણી અને રાજકીય અનામત ના સંદર્ભે એસ.સી,એસ ટી, ઓ.બી.સી અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવભરી નીતિ સામે મહાપંચાયત બોલાવશે તેમ અમિતભાઈ ચાવડા એ જણાવ્યું હતું.
 000000000000000000
 ભાજપના ત્રણ દાયકા ના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા
પબ્લિક યુનિવર્સિટી બિલથી  ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા
સેનેટ સિન્ડિકેટ હટાવી દેવાને કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓના મજબૂત પ્રતિનિધિઓના બદલે સરકારના માનીતા અને હાં માં હાં ભરનારા જ મેમ્બર્સ જ બનશે: અમીત ચાવડા
પબ્લિક યુનિવર્સિટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું, “ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરા, ભવ્યતા અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થયુ, શિક્ષણનું વેપારીકરણ થયું અને હવે આપણે જે રીતે અલગ અલગ કાયદા બનાવીને શિક્ષણનું સરકારીકરણ કરવા જઈ રહ્યા છીએ. તેનાથી આવનારા દિવસોમાં આપણી જે ભાવિ પેઢી છે, જે આપણે શિક્ષણનો એક ઉચ્ચ વારસો છે તેને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે એટલે મારી  માનનીય મંત્રી શ્રી ને વિનંતી છે કે, સરકાર પાસે અનેક જવાબદારીઓ છે ભાજપ સરકારે અનેક રીતે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું છે તો આ એકત્રીકરણ કરી અને સત્તાનું કેન્દ્રીયકરણ કરી અને જે યુનિવર્સિટીની ઓટોનોમી- સ્વાયત્તા છે તે ખતમ કરવા માટે જે બિલ લાવવામાં આવી રહ્યું છે તેના પર ચોક્કસ પુનઃવિચાર કરવો જોઇએ કારણ કે આ બિલ લાવતા પહેલાં મંત્રીશ્રીએ કહ્યું કે તેનો જે ડ્રાફટ હતો પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યો અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.”
વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,” હું માનુ છું કે તેના માટે શિક્ષણવિદો સાથે વિદ્યાર્થીના નેતાઓ કે તેના યુનિયનો સાથે પ્રાધ્યાપકો હોય, આચાર્યો હોય, ટીચીંગ નોન- ટીચીંગ સ્ટાફ સાથે કે જેમણે આ શૈક્ષણિક સંસ્થા ઉભી કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યુ છે તેવા અનેક લોકો સાથે જો પરામર્શ કર્યો હતો, રૂબરૂ બોલાવીને ચર્ચા કરી હોત તો આમાં આપણે ઘણું બધુ સારું પણ કરી શકયા હોત અને જે ઓટોનોમી ખત્મ કરવાવાળી કેટલીક તમે જે કલમો લીધી છે તેને આપણે દૂર પણ કરી શકયા હોત. અત્યારે જે ૧૧ યુનિવર્સિટી છે તેમાંથી શૈક્ષણિક ઓટોનોમી ખતમ થઈ જશે, તેમની ફાયનાન્સિયલ ઓટોનોમી ખતમ થઇ જશે અને સાથે સાથે તેમની એકેડેમીક ઓટોનોમી છે તે પણ ખતમ થઇ જશે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મધ્ય ગુજરાતમાં શરૂ થઇ અને આજે આખા વિશ્વમાં તેની નામના છે, તે જ રીતે આપણી ૧૧ એ ૧૧ યુનિવર્સિટીએ અલગ અલગ ક્ષેત્રમાં તેનુ ખૂબ ઉમદા પ્રદાન રહ્યું છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાંથી  ભણી ગણીને આજે અનેક જગ્યાએ ઉમદા પદો ઉપર બિરાજમાન થઇને પોતાની સેવા અને તેમનુ જે જ્ઞાન છે તેમાંથી સમાજને યોગદાન પણ આપી રહ્યાં છે ત્યારે આપણે એ ઓટોનોમી ખતમ કરવા માટે આ બધાને એક જગ્યાએ લાવવા માટેનો જે પ્રયત્ન છે તેનાથી હું માનુ છું કે દરેક જગ્યાની જે અલગ અલગ વિવિધતા છે, દરેક જગ્યાનું જે અલગ અલગ સ્પેશ્યલાઇઝેશન છે, અલગ અલગ જે કોર્સીસની સ્વતંત્રતા છે તે ખતમ થઇ જવાથી જે મૌલિકતા છે, જે તે વિસ્તાર કે જે તે યુનિવર્સિટીના લોકો માટેની જે અલગ વ્યવસ્થાઓ હતી તેના ઉપર મોટી તરાપ મારવા બરાબર થઇ જશે.”
ઉપરાંત શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને અહીં ઘણાં બધા મિત્રો બેઠા છે કે તેમના જાહેર જીવનની શરૂઆત એક વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી નેતાથી થઇ. અહીંયા ડોકટર સાહેબ કહેતા હતા કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ અને તેના સંગઠનોની એક દખલગીરી ઓછી થશે. યુવાન વયે જયારે કોલેજમાં કોઇ દીકરો કે દીકરી જાય ત્યારે તેનામાં જે સ્વતંત્રતા, એના વિચારો રજૂ કરવાની તેની અભિવ્યકિતની આઝાદી અને કંઇક નવું જોવાની, જાણવાની, શીખવાની અને કંઇ પણ ખોટું થતું હોય તો તેની સામે લડવાનો જે જોશ અને ઉત્સાહ હોય છે તે ધીમે- ધીમે કરીને તેમાંથી નેતા બહાર આવતો હોય છે.
તેના જ કારણે અલગ-અલગ પક્ષના સંગઠનોમાં પણ વિદ્યાર્થી કાળથી જ લોકો જોડાતા હોય છે. તેમાંથી અનેક લોકો આગળ વધીને ઉચ્ચ સ્થાન સુધી પણ પહોંચ્યા છે. આ નવો એક્ટ બનાવાને કારણે આપણે ત્યાંથી સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ થઇ જશે. સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, અધ્યાપકોના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, ટીચિંગ- નોન ટીચિંગ સ્ટાફમાંથી અલગ- અલગ પ્રતિનિધિઓ આવતાં, આચાર્યના પ્રતિનિધિઓ પણ આવતાં અને સરકાર દ્વારા નોમિનેટ થતાં પ્રતિનિધિઓ પણ આવતાં. જે લોકો ચૂંટાઇને આવે અને જે લોકો નોમિનેટ થઇને આવે એ બંનેમાં એટલો ફરક હોય છે કે ચૂંટાઈને આવનાર વ્યક્તિમાં સામર્થ્ય હોય છે. ર્નાવમાં અભિવ્યક્તિ માટેની આઝાદી હોય છે.”
વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “કોઇની પણ શરમ રાખ્યા સિવાય તેઓ પ્રતિનિધિત્વ કરે છે, વિદ્યાર્થી નેતા સેનેટ- સિન્ડિકેટમાં ચૂંટાઇને આવે અને વિદ્યાર્થીઓને સહેજ પણ તકલીફ પડતી હોય, હૉસ્ટેલનો પ્રશ્ન હોય, પરીક્ષાનો પ્રશ્ન હોય, ફીનો પ્રશ્ન હોય કે બીજો કોઇ પણ નાનો પ્રશ્ન હોય તો તેના માટે સેનેટ- સિન્ડકેટ સામે ભીડાતા પણ એને સહેજ પણ સંકોચ કે ડર રહેત સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ ના બદલે સરકાર દ્વારા માનીતા લોકોની બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂકની જે પદ્ધતિ છે તેમ થવાથી જે લડાયક લોકો છે તેમનું અસ્તિત્ત્વ ખતમ કરી નિમણૂક કરવામાં આવશે. તેનાથી એટલું સ્પષ્ટ છે કે આ તમામ નિમણૂક સરકાર દ્વારા કે કુલપતિ દ્વારા કરવામાં આવશે તો લડવાવાળા અને બોલવાવાળા લોકો તો નહીં જ હોય પણ કુલપતિના માનીતા કે તેમની હા માં હા કરનારા લોકોની નિમણૂક થવાની ભીતિ છે.
અલગ- અલગ વર્ગનો અવાજ રજૂ થતો હતો, તેમના ન્યાય માટેની લડાઇ લડવાવાળા લોકો પણ દૂર થઇ જશે અને સરકારે અથવા કુલપતિએ નક્કી કરેલો એજન્ડા ફોલો થશે અને તેનાથી આ સમયમાં શૈક્ષણિક વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થશે. આપણા બંધારણની કલમ- ૧૯માં નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવી છે. સરકાર આ બીલમાં જે જોગવાઇઓ લઇને આવી છે તેનાથી ‘આપણી યુનિવર્સિટીઓના કોઇ પણ કર્મચારી કે અધ્યાપકને કોઇ પણ જાતની અભિવ્યક્તિની આઝાદી નહિ રહે, તે લખી પણ નહિ શકે, પોતાના વિચારો પણ વ્યક્ત નહિ કરી શકે. કોઇ પણ બાબતમાં રજૂઆત કરવાની આવશે તો પણ એને ડર લાગશે, મૌલિકતાથી લખવાની છૂટ નહીં હોય, મૌલિકતાથી અભિવ્યક્તિ કરવાની છૂટ નહીં હોય.
કવિતા લખવાની વાત હોય કે બીજો કોઇ લેખ લખવાની વાત હોય કે, પત્ર લખવાની વાત હોય કે બીજી કોઇ રીતે પોતાની અભિવ્યક્તિ કરતા હોય તો એના પર રિસ્ટ્રિકશન આવશે. તેના કારણે ડર અને ભયનો માહોલ ઊભો થશે. આ શૈક્ષણિક સંસ્થાઓ છે. તેમાંથી આપણું ભવિષ્ય તૈયાર થવાનું છે. એ ભવિષ્ય તૈયાર કરનારા પ્રાધ્યાપકો, આચાર્યોની અભિવ્યક્તિ છિનવવા માટેની કલમો આ બીલમાં કોઇ પણ રીતે સ્વીકાર્ય ન હોઇ શકે એવું હું માનું છું.  સાથે- સાથે આ બીલમાં ટ્રાન્સફરની વ્યવસ્થા માટે પણ જોગવાઇઓ કરવામાં આવી છે. એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં બદલી કરી શકાશે. આ જોગવાઇના કારણે પણ કર્મચારીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે કે ક્યાંક કુલપતિના આદેશની સામે પોતાની વાત રજૂ કરી હોય. ક્યાંક કોઇ રાજકીય પાર્ટીના એજન્ડાને અનુસર્યા ના હોય, ક્યાંક કોઇ રાજકીય પાર્ટીએ આપેલા કાર્યક્રમોમાં હાજરી ન પુરાવી હોય કે કોઇપણ નાનો મોટો વિવાદ થાય અને તેના કારણે આવી જોગવાઇઓ કરવાથી તેમાં ડર અને ભયનો માહોલ ઊભો થશે. ભવિષ્યમાં તેના કારણે તેનો દુરુપયોગ થવાની પણ ભીતિ છે.  આ બાબતે પણ માનનીય મંત્રીશ્રી જ્યારે વાત કરે ત્યારે પ્રકાશ પાડે.”
શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને અહીંયા જે મિલકતોની તબદીલીની વાત થઇ તો આ તમામ યુનિવર્સિટીઓની મોટાભાગની મિલકતો વર્ષો પહેલા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. ક્યાંક સરકારે પણ તેમાં યોગદાન આપ્યું હશે અને જાહેર જીવનના શ્રેષ્ઠીઓએ મળીને આ યુનિવર્સિટીઓની મોટાભાગની મિલકતો વસાવી છે. આટલા વર્ષો સુધી આ યુનિવર્સિટીઓમાં ક્યારેય તેની તબદીલી માટે રાજ્ય સરકાર સુધી મંજૂરીનો પ્રશ્ન નહોતો આવ્યો. અત્યાર સુધી કોઇએ એવું ખોટું કર્યુ પણ નથી. આ જોગવાઇઓ રદ્દ કરવા માંગણી કરીએ છીએ.
રાજ્ય સરકારનો હિડન એજન્ડા લાગે છે. ક્યાંકને ક્યાંક સરફ મંજૂરી આપીને મિલકતોનું વેચાણ/તબદીલી થાય. એક સંપદાની પણ તબદીલીની વાત આવી. આપણી રીસર્ચ માટેની લેબોરેટરી કે બીજી વ્યવસ્થાઓને તબદીલ કરવા માટેની વ્યવસ્થાઓ સહિતની જોગવાઇઓ આવનારા સમયમાં સંસ્થાઓ માટે ખૂબ ભયજનક બનશે. ખાસ કરીને આ બિલ આવવાથી શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ થવાની સાથે અલગ અલગ યુનિવર્સીટીઓની ખાસિયત અને નામના તેની ઓટોનોમીના કારણે હતી તે છીનવાઇ જવાની છે. સત્તાના આ કેન્દ્રીકરણથી આવનારા સમયમાં દુરુપયોગ થવાની શક્યતાઓ રહેલી છે.”
અંતમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ તમામ બાબતે અલગ અલગ સમાજમાંથી બધા લોકોનો વિરોધ આવી રહ્યો છે. કોમન યુનિવર્સિટી એક્ટના નામે ડ્રાફ્ટ પ્રસિદ્ધ કર્યો, પબ્લિક ડોમેનમાં મૂક્યો ત્યારે અદ્યાપકો, કર્મચારી મંડળો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ખૂબ વિરોધ થયો પણ આજે આપણે નામ બદલીને ભલે બીજી રીતે લાવ્યા હોય પણ બિલનો હાર્દ હજુ પણ તે જ છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર સ્વાયત્તતા ખતમ કરીને પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે. આ શૈક્ષણિક સંસ્થાઓનું સરકારીકરણ કરવા માગે છે.
હવે યુનિવર્સિટીના કર્મચારીઓ સરકારી કર્મચારી જેવી માનસિકતાથી કામ કરશે. યુનિવર્સિટીને શિક્ષણ વિભાગ ચલાવતો હોય તેવી સ્થિતિનું નિર્મણ થવાનું છે ત્યારે હું માનું છું કે આ બિલ તમામ રીતે ગુજરાતની આવનારી પેઢીને, શૈક્ષણિક વ્યવસ્થાઓને, આપણા ઉચ્ચ શૈક્ષણિક- વારસાને નુકસાનકારક થવાનું છે. તેને ખૂબ મોટી હાનિ થવા માટે આ બિલ આવી રહ્યું છે ત્યારે અમારા બધાની લાગણી છે કે આ બિલ પર પુનઃ વિચાર કરવામાં આવે. અમે સત્તાનું કેન્દ્રીકરણ અને શૈક્ષણિક ઓટોનોમી ખતમ થઇ રહી છે એટલા માટે આ બિલનો વિરોધ કરીએ છીએ.”
00000000000000000
જનમંચ કાર્યક્રમ
તારીખ: 02/10/2023,સોમવાર
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે
અખબારી યાદી
         જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યા, ફરિયાદ ના પરિણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: 02/10/2023 સોમવાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
✅ ૧૫૬ સીટની બહુમતી વાળી ડબલ એંજિન સરકાર કોઈનું સંભાળતી નથી, ત્યારે જનતાના પ્રશ્નોને વાચા એટલે કોંગ્રેસ જનમંચ .
➡️ ઝાલોદ ખાતે જનમંચમાં સ્થાનિક જનતાએ ખુબજ આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા .
અમે જનતાના હક અધિકારની લડાઈ લડીશું,
➡️  ઝાલોદ નગરપાલિકા પ્રશાસન લારીગલ્લા, પાથરણાવાળા , રિક્ષાવાળાને રોજિંદા હેરાન કરે છે.
➡️  નગરપાલિકામાં વહીવટદાર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
➡️  સમગ્ર વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે.
➡️  પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણે ઘટ, શાળાના ઓરડા જર્જરીત,અનેક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે . શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે.
➡️  નળ સે જળ યોજના માત્ર કાગળ પર, ગામે ગામ વ્યાપક ભ્રષ્ટાચાર.
➡️  ઝાલોદ તાલુકા પંચાયત મનરેગા માં  વ્યાપક ભ્રષ્ટાચાર , ભાજપના મા નેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચાલે છે.કામ મંજૂર કરાવવા લાંચના રૂપિયાની માંગ થાય છે.
➡️  શિક્ષિત યુવાનોને નોકરી મળતી નથી,બેરોજગારી મોટા પ્રમાણમાં, રોજગાર માટે દર દર ભટકવું પડે છે.
➡️  ગુંડા તત્વો દ્વારા મિલકત પચાવી પાડવા માટે વારંવાર
ધાક ધમકી આપવામાં આવે છે.કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક હદે ખરાબ.
➡️  કોલીવાડા વિસ્તારમાં નદીમાં  નગરપાલિકા ગટરનું પાણી છોડતી હોવાથી નદીમાંથી પીવાનું પાણી મેળવતા ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો
➡️  ભારે વરસાદ અને પવનને કારણે મકાઈ , ડાંગર અને સોયાબીન ના પાકોને ખૂબ જ નુકસાન થયેલ છે . સરકાર દ્વારા હજુ સુધી સર્વે અને વળતર માટે કોઇ જ કાર્યવાહી કરી નથી.
➡️  તાલુકાના પાંચ ગામોને ઝાલોદ પોલીસ સ્ટેશનમાંથી સાકરીયા પોલીસ સ્ટેશનમાં જોડતા ગ્રામજનો ખૂબ જ  મુશ્કેલીમાં , ફરી થી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જોડવા માંગ.
➡️  ભારતમાલા પ્રોજેક્ટ માં અનેક ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય , મોટા પ્રમાણમાં માટીકામ ને કારણે અનેક ફળિયા મા વરસાદી પાણી ભરાયા.
જનતાના અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
ખુબ મોટી સંખ્યા માં ઝાલોદ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રી, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર શ્રી ઓ, સેલ/ફ્રન્ટલના હોદ્દેદાર શ્રી, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000000
ઓબીસી સમાજના સ્વાભિમાન આંદોલનના ડરથી સરકારે એક વર્ષ બાદ અનામતનો નિર્ણય લીધો: શ્રી અમીત ચાવડા
સરકારની ઓબીસી સમાજને ૨૭ ટકા અનામતની જાહેરાત સમાજને ગેરમાર્ગે દોરનારી અને અન્યાયકર્તા છે: શ્રી અમીત ચાવડા
સમર્પિત આયોગના ઓબીસી અનામતના રીપોર્ટને સરકાર ઘોળીને પી ગઈ: શ્રી અમીત ચાવડા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામતની જાહેરાતમાં સુપ્રીમકોર્ટની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન: શ્રી અમીત ચાવડા
આજેપણ સ્પષ્ટ માંગણી, ઓબીસી સમાજની જેટલી વસ્તી, એટલી જ અનામત: શ્રી અમીત ચાવડા
ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્ય માં અનામતની ‘સ્વાભિમાન ની લડાઈ ચાલુ રહેશે’: શ્રીં અમીત ચાવડા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી સમાજને અનામત મુદ્દે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અન્યાયના મુદ્દે જસ્ટીસ ઝવેરી કમિશનના રીપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત માટે જે અલગ અલગ જોગવાઈ અને વ્યવસ્થા હતી, તેના બદલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્ય પોતાના વિસ્તારોમાં ઓબીસીની વસ્તી ગણતરી કરાવી, યુનિટ અનુસાર એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તેને એક યુનિટ ગણી, તે યુનિટમાં ઓબીસીની વસ્તી ગણતરી કરાવીને સુપ્રીમ કોર્ટમાં રીપોર્ટ જમા કરાવી, અનામતની જોગવાઈઓ લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ગુજરાત સરકારે આટલા વર્ષો સુધી કઈ ના કર્યું, તેના લીધે જયારે ૨૦૨૧ માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારપછી ગુજરાત સરકારે જુલાઈ ૨૦૨૨ માં પંચાયતોની ચૂંટણી માટે બહાર પાડેલા જાહેરનામાંમાં ઓબીસી સમાજની દસ ટકા અનામત નાબુદ કરવામાં આવી એટલે કે ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ્યમાંથી રાજકીય અસ્તિત્વ નાબુદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ઓબીસી સમાજ દ્વારા ખૂબ ઉગ્ર વિરોધ થયો. અમે સૌ લડ્યા, કોંગ્રેસ પક્ષ પણ લડ્યો અને તેના કારણે સરકારે ઝવેરી કમીશન બનાવવાની ફરજ પડી.
૨૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ જસ્ટીસ ઝવેરીજીના નેતૃત્વમાં સમર્પિત આયોગ બનાવવામાં આવ્યું. ૯૦ દિવસમાં રીપોર્ટ આપવાનો હતો તેના બદલે બે વખત મુદત વધારી. ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઇ ગઈ હોવા છતાં રીપોર્ટ આપવામાં ના આવ્યો, ત્યારે વિધાનસભા સત્રમાં પણ અમે સૌએ સરકારને વિરોધ સાથે રજૂઆત કરી, આ રીપોર્ટ ના આવવાને કારણે ઓબીસી સમાજને અન્યાય થાય છે તો બીજીતરફ તેના કારણે ગુજરાતમાં ચૂંટણીઓ ના થતા વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. તેમ છતાં સરકારે કોઈ કાર્યવાહી ના કરી.”
વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ કોંગ્રેસનું ડેલીગેશન ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ગવર્નરને મળ્યું અને તેઓને સરકારને આદેશ આપવા માટે રજૂઆત કરી, ગવર્નરશ્રીના આદેશ બાદ ૧૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સરકારે સમર્પિત આયોગના રિપોર્ટનો સ્વીકાર કર્યો. અમને આશા હતી કે ૧ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે તો સરકાર આ રીપોર્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરશે પણ એપ્રિલમાં આપવામાં આવેલા આ રીપોર્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. તેના જ કારણે ફરીથી ગુજરાતભરના ઓબીસી આગેવાનોએ એકત્રિત થઈને બિનરાજકીય આંદોલન કરવાનું નક્કી કર્યું, કોંગ્રેસે આંદોલનને સમર્થન કર્યું,
૨૨ ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સ્વાભિમાન ધરણા થયા અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ઓબીસી સમાજના લોકો ગાંધીનગરમાં ઉમટ્યા અને મંચ પરથી નક્કી કરવામાં આવ્યું કે સરકાર કાર્યવાહી નહીં કરે તો રસ્તા પર ઉતરીને હક્ક અધિકારો માટે લડીશું. એક વર્ષથી ઊંઘતી સરકાર સ્વાભિમાન આંદોલન થતા જાગી, પાંચ મંત્રીઓની કમિટી બનાવી તાત્કાલિક નિર્ણય કરવા માટે આ કેબીનેટની બેઠકમાં મુદ્દો લીધો. જે રીતે સરકાર તરફથી મંત્રીએ જાહેરાત કરી છે તે જોતા સ્પષ્ટ લાગે છે કે સરકારની પહેલા પણ મંશા સારી નહોતી અને આજેપણ નથી, એટલા માટે કે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ હતો કે દરેક રાજ્યે પોતાના રાજ્યમાં યુનિટ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા અને જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાને યુનિટ ગણી તેમાં જેટલી ઓબીસીની વસ્તી હોય તે મુજબની વસ્તી ગણતરી કરાવી અનામત આપવા જણાવેલું.”
વડુ માં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સમર્પિત આયોગના રીપોર્ટમાં પણ સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે. ગુજરાતના જે આઠ મહાનગરો- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર છે તેમાં સરેરાશ ૪૦ ટકા વસ્તી ઓબીસી સમાજની વસ્તી છે. ગુજરાતની ૧૬૦ નગરપાલિકામાં સરેરાશ ૫૪ ટકા ઓબીસી સમાજની વસ્તી છે, આખા ગુજરાતમાં પેસા એક્ટ હેઠળના વિસ્તાર સિવાયના જિલ્લાઓમાં એવરેજ ૫૪ ટકા વસ્તી ઓબીસી છે. આ અનુસાર અનામત મળે તેવો સ્પષ્ટ ઉલ્લેખ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે, ૪૯ ટકાની જે અપર લીમીટ નક્કી થઇ છે. તેમાં પણ આજની તારીખે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને ૧૦ ટકા અનામત મળે છે, એસ.સી. અને એસટી સમાજને એમની જેટલી વસ્તી છે એ જે તે યુનિટમાં છે એ મુજબ અનામત આપવામાં આવે છે. ત્યારે ૫૦ ટકાની લીમીટમાં એસ.સી. અને એસ.ટી. સમાજને વસ્તીના ધોરણે અનામત મળતી હોય તો ઓબીસી સમાજને પણ વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે.
જો કોઈ યુનિટમાં એસસી સમાજને ૭ ટકા અને એસટી સમાજને ૧૪ ટકા અનામત આપવામાં આવતી હોય તે યુનિટમાં ઓબીસી સમાજને ૨૭ ટકા અનામત આપવામાં આવે તો વાંધો હોઈ શકે નહીં, પણ જો એસસી એસટી સમાજને ઓછી અનામત આપવામાં આવતી હોય તો ૫૦ ટકાની મર્યાદામાં ઓબીસી સમાજને ૪૭ ટકા અનામત આપવામાં આવે ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની ૧૯૨ બેઠકો છે, જેમાં શહેરમાં એસ.ટી. સમાજની ૧ ટકા વસ્તી છે તો તે અનુસાર એસ.ટી. અનામત આપવામાં આવે, એસ.સી. સમાજની ૮ ટકા વસ્તી છે તો તે અનુસાર એસ.સી. અનામત આપવામાં આવે ત્યારે ૪૯ ટકાની અપર લીમીટમાં બાકી બચતી ૪૦ ટકા અનામત ઓબીસી સમાજને આવે તો કોઈને પણ અન્યાય ના થાય, તેવી જ ઝવેરી કમિશનના રિપોર્ટમાં પણ ભલામણ કરવામાં આવી છે પણ સરકાર આ રિપોર્ટને ઘોળીને પી ગઈ છે અને સુપીર્મ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે. સરકારે રાજકીય નફા- નુકસાનના એજન્ડા સાથે જાહેરાત કરી છે. આ જાહેરાત કોઈપણ સંજોગોમાં સ્વીકારી ના શકાય, આ જાહેરાત ઓબીસી સમાજને અન્યાયકર્તા છે, ઓબીસી સમાજનો હક્ક અધિકાર છીનવવા બરાબર છે.”
00000000000000000
તા. ૦૫-૧૦-૨૦૨૩
·       રાજ્યમાં સંસાધનો, બજેટ , સામાજિક ,રાજકીય ક્ષેત્રે જેની જેટલી વસ્તી તેની એટલી ભાગીદારી સુનિશ્ચિત કરવા જાતી આધારિત વસ્તી ગણતરી કરવામાં  આવે. – અમિત ચાવડા
·       પ્રધાનમંત્રી શ્રી દેશમાં ઓબીસી – ગરીબોના નામે રાજનીતિ કરે છે. તો ગુજરાત માં  SC,ST,OBC, લઘુમતી અને EWS સમાજને ન્યાય અને હિસ્સેદારી આપવા ગુજરાતમાં જાતી આધારિત વસ્તીગણતરી કરાવે. – અમિત ચાવડા
·       બિહાર સરકારે જાતિ આધારિત વસ્તીગણતરી કરાવી શકે તો ગુજરાત સરકાર કેમ નહિ? – અમિત ચાવડા
        ગાંધીનગર ખાતે આયોજિત પ્રેસ વાર્તામા સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આખા દેશમાં વર્ષોથી પીડિત, શોષિત, વંચિત સમાજને કઈ રીતે મુખ્ય પ્રવાહમાં લાવવો, એને વિકાસમાં સમાનતા, એનો અધિકાર મળે. જયારે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવી, તમામ વસ્તી ગણતરીના જે પણ ડેટા જોઈએ તેમાં પણ જાતિ આધારિત ડેટા મળી રહે છે. દેશમાં જે સંશાધનો છે, બજેટ છે, સામાજિક, આર્થિક, રાજકીય અને તમામની ભાગીદારી છે. જેની જેટલી વસ્તી તે મુજબ તેની ભાગીદારી હોવી જોઈએ એટલા માટે જ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી વર્ષોથી માંગ ઉઠતી આવી છે. અને તેને ધ્યાનમાં રાખીને દેશમાં જયારે કોંગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ સરકાર દેશમાં શાસન કરતી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો. બહુમતી સમાજની લાંબા સમયથી માંગણી છે કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને એટલા જ માટે ૨૦૧૧ માં સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ SECC-૨૦૧૧ કરવામાં આવ્યો. એ મુજબ આખા દેશમાં દરેક ગામમાં દરેક ઘરમાં સામાજિક, આર્થિક પરિસ્થિતિનો સર્વે કરવામાં આવ્યો તેની સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ મેળવવામાં આવ્યો, સરકાર દ્વારા રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો.
        કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બદલાઈ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ ની સરકાર બની. ૨૦૧૧ ની વસ્તી ગણતરીનો ડેટા સરકાર પાસે હોવા છતાં, વારંવાર માંગણીઓ કરવા છતાં રીપોર્ટ જાહેર કરવામાં આવતો નથી. એની સામે ૨૦૧૫ માં આજ ડેટા પૈકીનો ધાર્મિક વસ્તી ગણતરીનો ડેટા હતો એને મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો. એનાથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ આર્થિક, સામાજિક અને રાજકીય હિસ્સેદારી માટે જે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી એ વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવાની માંગણી કરવામાં આવી તેની સદંતર અનદેખી મોદી સરકાર દ્વારા કરવામાં આવી. જો આ સર્વે જાહેર કરવામાં આવ્યો હોત તો દેશના સંશાધનો, દેશનું બજેટ, જમીન, ઉદ્યોગ, વેપાર, નોકરીઓ મૂડી, વિકાસ એ બધામાં કોની કેટલી હિસ્સેદારી છે, કોને કેટલો લાભ મળ્યો અને કોણ વંચિત રહ્યું છે એ આખો દેશ અને દુનિયા જાણી શકી હોત. જાણીજોઈને આ ૨૦૧૧ ની વસ્તી ગણતરીનો ડેટા મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવ્યો. સમાજમાં એક વર્ગ એવો છે કે જેને પૈસા ક્યાં મુકવા એની ચિંતા છે, અને બીજી બાજુ એક વર્ગ એવો છે કે જેને રોજ સવારે ઉઠીને પોતાના બાળકો માટે દુધની એક થેલી ખરીદવી હોય કે ઘર માટે શાકભાજી ખરીદવી હોય એ પૈસા ક્યાંથી લાવશે એની ચિંતા છે. ત્યારે આ જે અસમાનતા ને દુર કરવા માટે જાતિ આધારિત ડેટા ખુબ જરૂરી છે. આજે એ સ્થિતિ છે કે એક બાજુ જેની બહુમતી છે, વસ્તી વધારે છે તેને પુરતું બજેટ ફાળવામાં આવતું નથી, તેને પુરતી નોકરીઓ મળતી નથી, એને સંસાધનોમાં પુરતો ભાગ નથી મળતો, એને જે હિસ્સેદારી મળવી જોઈએ તે મળતી નથી અને સ્થિતિ એવી છે કે “એકને ગોળ અને બીજાને ખોળ” એ સ્થિતિમાં આ સમાજ જે વંચિત છે, પીડિત છે, શોષિત છે કે જે સતત માંગણી કરતા આવ્યા છે કે અમને ન્યાય, અધિકાર મળવો જોઈએ.
        દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે અનામત બાબતોના પ્રશ્નો ઉદભવ્યા તેના કારણે સુપ્રીમ કોર્ટ સુધી આ લડતો ચાલી અને ૨૦૧૦ અને ૨૦૨૧ માં સુપ્રીમ કોર્ટે આદેશો પણ આપ્યા એ મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે આખા રાજ્યમાં ઓ.બી.સી.ની કેટલી વસ્તી યુનિટ દીઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતની જોગવાઈ કરવામાં આવી. પણ કમનસીબે ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી જે આ સમાજો માટે અન્યાય અને ભેદભાવ કરતી આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ ગુજરાતમાં ઓબીસી માટેની વસ્તી ગણતરી કરવાની કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. ત્યાર પછી છેલ્લે ૨૦૨૧ ચુકાદો આવ્યો અને એના માટે ઝવેરી કમીશન બનાવવામાં આવ્યું. ઝવેરી કમિશને પણ આખા ગુજરાતનો અભ્યાસ કર્યો અને તેનો ડેટા મેળવી અને સરકારને જે રીપોર્ટ કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજ એના યુનિટ દીઠ વસ્તીના આધારે અનામત મળવી જોઈએ. પણ આ સરકાર બહુમતીના જોરે ઝવેરી કમિશનના રીપોર્ટને પણ ઘોળીને પી ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશોની પણ સદંતર અવગણના કરવામાં આવી. ફક્ત ને ફક્ત રાજકીય કે એજન્ડાને લાભ મુજબ અનામતની જાહેરાત કરવામાં આવી. પણ હમણા જ જે રીતે કે આખા દેશની નજર હતી કે દેશના અલગ અલગ રાજ્યોમાં પહેલા પણ પ્રયત્ન થયો, કર્ણાટકમાં પણ પ્રયત્ન થયો,  ઓડીસા હોય કે કેરલા હોય કે તેલંગાણા હોય એવા અનેક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રયત્નો થયા પણ બિહાર સરકારે પ્રદેશના લોકોની જે માંગ હતી તે મુજબ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી અને એ વસ્તી ગણતરીની સામે કેટલાય લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા પણ બંને કોર્ટોએ તેને અટકાવવાની જે માંગ હતી તેને ખારીજ કરી. અને બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે પણ ડેટા હતો તેની જાહેર જનતા સમક્ષ રજુ કર્યો છે અને આખો દેશ અને દુનિયાએ જોયો છે. એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે ૨૦૧૧ પછી એસસી. એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજની વસ્તીમાં ખુબ વધારો થયો છે અને એ વસ્તીના વધારા પ્રમાણે એને જે બજેટની ફાળવણી થવી જોઈએ, એને જે સંશાધનોનો લાભ મળવો, એને જે નોકરીઓ, શૈક્ષણિક સંથાઓ, અને જે રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ તે એટલા પ્રમાણમાં મળતી નથી. જો બિહાર જેવું રાજ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી પોતાના રાજ્યની સુખાકારી માટે, કે વિકાસ માટે કે વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કરી શકે તો ગુજરાતમાં ૫૨% વસ્તી ઓ.બી.સી સમાજની હોય સાત ટકા વસ્તી એસ.સી સમાજની હોય ૧૪% વસ્તી એસ.ટી સમાજની હોય, ૯% વસ્તી માઈનોરીટી સમાજની હોય આમ ટોટલ સરવાળો કરવા જઈએ તો ૮૦% કરતા વધુ જે વસ્તી છે એને આજે બજેટની જરૂરિયાત છે, આજે શિક્ષણની જરૂરિયાત છે, વિકાસની જરૂર છે, સંશાધનોની જરૂર છે, રાજકીય અને નોકરીઓમાં અનામતથી સંરક્ષણની જરૂર છે એવા સંજોગોમાં આ ભાજપની સરકાર જે ડબલ એન્જીનની કહે છે જો એના હૈયે ખરેખર ગુજરાતની વંચિત, પીડિત સમાજનું હિત હોય, તેમને લાભ આપવાની વાત હોય, ન્યાય અને અધિકાર આપવા માંગતા હોય તો જે રીતે બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ડેટા જાહેર કર્યા એજ રીતે ગુજરાત સરકાર પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી અને એના ડેટા જાહેર કરે જેથી કરીને ગુજરાતમાં એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને માઈનોરીટી સમાજનો જે વર્ગ વંચિત છે, શોષિત છે, પીડિત છે, તેમને પણ લાભ મળે. અમે માંગણી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. અમે દેશના પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તમે ગુજરાતથી આવો છો, ઓબીસી સમાજમાંથી આવો છો, ગરીબ પરિવારમાંથી આવો છો તો એવા સંજોગોમાં ગુજરાતના જે ગરીબો છે, શોષિતો છે, પીડિતો છે, એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજ છે એને ખરેખર તમે ન્યાય આપવા માંગતા હોય અને ખરેખર તમે જે દિવસો ગરીબીમાં જોયા અને જેનો પ્રચાર તમે વિશ્વમાં કરો છો એ જ રીતે ભવિષ્યમાં આ સમાજના બાળકો આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, તેને શિક્ષણ, આરોગ્ય, વિકાસનો લાભ મળે, પુરતું બજેટ મળે તેમને સંશાધનોમાં લાભ મળે અને જેની જેટલી વસ્તી છે એટલી એની હિસ્સેદારી એના અભિગમને ધ્યાનમાં રાખી માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ સરકારને સુચના કરે, સરકારને એ મુજબનું માર્ગદર્શન આપે કે બિહારમાં જે મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી તે મુજબ ગુજરાતમાં પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પક્ષ તરફ્થી માંગણી કરીએ છીએ.
00000000000
06/10/2023 શુક્રવાર
ગાંધીનગર
અખબારી યાદી
■ ધોમધખતા તાપમાં યોજાયો જનમંચ, હજારો ની સંખ્યા માં શિક્ષક મિત્રો હાજર
■ શિક્ષણ બચાવો ધરણાં ને કોંગ્રેસ પક્ષ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા એ સમર્થન જાહેર કર્યું.
■ સરકાર ના નેતા વિશ્વગુરુ બનવા નીકળયા છે પણ એક ગુરુ ની ઇજ્જત આબરુ તેમણે સાચવી નથી. આ સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ : અમિત ચાવડા
■ ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે : અમિત ચાવડા
■ જિલ્લા વાઇઝ કન્વીનર બનાવો, 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર પાસે જઇ ને એમનો સપોર્ટ માંગો, શિક્ષક, ડોક્ટર, સામાજિક નેતા, ધાર્મિક નેતા જોડે ધરણાં ના સમર્થન માં વિડીયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર મૂકો : અમિત ચાવડા
■ ચલો ગાંધીનગર કૂચ કરીએ અને 2 લાખ લોકો ને આંદોલન માં સામેલ કરીએ. આ આંદોલન થી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પોતે અહીં નિમણૂંક પત્ર આપવા આવશે : અમિત ચાવડા
સરકારે શિક્ષણ નું ખાનગીકરણ કર્યુ અને શિક્ષણ નું વેપારીકરણ કરી ને શિક્ષણ મોંઘુ કર્યુ. હવે આ સરકાર જ્ઞાન સહાયક ના નામે શિક્ષણ નું કોન્ટ્રેકટીકરણ (કરાર આધારિત) કરી ને યુવાનો ને કાયમી રોજગારી થી વંચિત રાખીને, બાળકોના ભવિષ્ય ને અંધકારમય બનાવવા જઇ રહી છે. આ માટેની લડત માં શિક્ષણ બચાવો ધરણાં નો કાર્યક્રમ આજરોજ ગાંધીનગર ખાતે તારીખ: 06/10/2023 શુક્રવારે જનમંચ ના બેનર હેઠળ યોજાયેલ હતો. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષક મિત્રો, યુવાનો, મહિલાઓ એ પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. કોંગ્રેસ પક્ષ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા એ આ ધરણાં, લડત અને આંદોલન ને સમર્થન જાહેર કર્યું.
આજ ના ધરણાં કાર્યક્રમ માં શ્રી અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે, આ લડાઈમાં પરિણામ સુધી લડી લેવાના મક્કમ ઇરાદા થી લડવા માટે કોંગ્રેસ તૈયાર છે. તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર ના નેતા વિશ્વગુરુ બનવા નીકળયા છે પણ એક ગુરુ ની ઇજ્જત આબરુ તેમણે સાચવી નથી. આ સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ છે. આ સરકાર શિક્ષક મિત્રો ની વાત સાંભળતી નથી અને કોઈ ને રજુઆત કરવાનો અધિકાર પણ આપતી નથી. ગુજરાત ના ખૂણે ખૂણે થી આવેલા શિક્ષક મિત્રો ને બોલવા માટે સરકાર કોઈ મંચ આપતી નથી. આવા સમયે આ શિક્ષક મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી અમિતભાઇ ચાવડા ને મળવા ગયું અને તેમણે આ લડાઈમાં સાથ આપવા ની બાંહેધરી આપી.
આ સાથે મંચ ઉપર પ્રહાર કરતા કહ્યું કે જયારે 156 સીટો વાળી સરકાર બની હોય ત્યારે ગુજરાત માં તો રામરાજ્ય આવી ગયું હોવું જોઈએ. બધા ખુશ હોવા જોઈએ. કોઈ ને પણ કોઈ જાતની તકલીફ કે ફરીયાદ ના હોય, પણ થોડા સમયમાં લોકો ને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે અમે તો સાહેબ ના જુમલામાં આવી ગયા. મંદિર ની વાત, જાતિ ધર્મ ની વાતો માં આવી ને જનતા ભોળવાઇ ગઇ. અત્યાર સુધી આંગણવાડી બહેનો આંદોલન કરતા હતા, ફિક્સ પગાર વાળા, મધ્યાહન ભોજન વાળા, તલાટી, કલાર્ક, વિદ્યાર્થી, કોંગ્રેસ ના નેતા ઓ વગેરે બધા જ આંદોલન કરતા હતા. હવે શિક્ષક મિત્રો ને સરકાર હેરાન કરી રહી છે. આ સરકાર જનશક્તિ થી ડરે છે કારણકે સંવિધાન માં બધા ના વોટ ની કિંમત એક સરખી છે. હાલમાં જ બક્ષીપંચ અનામત ના ધરણાં કાર્યક્રમ ના લીધે સરકાર ને ઝૂકવું પડયું. કોંગ્રેસ ના અને જનમંચ ના બેનર હેઠળ ના ધરણાં ની આ તાકાત છે.
ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ સૂત્ર સાથે શ્રી અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે. આપણે આંદોલન સિવાય મીડિયા અને સોશિયલ મીડિયા ના માધ્યમથી પણ આ લડાઈ લડવાની છે. તેમણે ખૂબ જ પ્રેરક સૂચનો આપ્યા હતા કે આ મંચ થી થયેલા બધા ભાષણ ને તમામ શિક્ષક મિત્રો લાઇવ કરે, પોતપોતાના સોશિયલ મીડિયા ગૃપ માં મૂકી ને વધુ લોકો સુધી પહોંચાડે. કોન્ટ્રેકટ આધારિત ભરતી ના લીધે આવનારા ભવિષ્ય ના બાળકો ને નુકશાન થશે એટલે આ આંદોલન ને ગુજરાત ના ખૂણે ખૂણે સુધી પહોંચાડો. ગુજરાત માં 156 સીટ વાળી સરકાર સામે કોંગ્રેસ ના 17 ધારાસભ્યો લડવા માટે તૈયાર છે.
જનમંચ એક એવો મંચ છે જેને કોંગ્રેસ જનતા માટે ખુલ્લો મૂકે છે અને જયારે જયારે સરકાર દ્વારા અન્યાય થશે ત્યારે કોંગ્રેસ સાથ આપવા તૈયાર હશે. આ લડાઈ ને તબક્કાવાર આગળ લઇ જવા માટે આગળ નો કાર્યક્રમ નક્કી કરવો પડશે. એક એક જિલ્લા વાઇઝ કન્વીનર બનાવવા માટે તેમણે સૂચના આપી. સાથે કહ્યું કે તમે જેને મત આપ્યા છે એવા 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો ના ઘરે જઇ ને એમનો સપોર્ટ માંગો. એ માટે પહેલો કાગળ મારો લખાવી જજો કે જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી શિક્ષકો ની ભરતી કરવા માટે શ્રી અમિતભાઇ ચાવડા નું સમર્થન છે. આવો સમર્થન પત્ર તમામ 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો પાસે લખાવવા જાવ. તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર પાસે જઇ ને એમનો સપોર્ટ માંગો એટલે ખબર પડશે કે એ આપણા છે કે પારકા. સાથે સાથે આપણી આસપાસ માં જે કોઈ શિક્ષક, ડોક્ટર, સામાજિક નેતા, ધાર્મિક નેતા હોય એમની જોડે આ ધરણાં ના સમર્થન માં એક વિડીયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર મૂકો. ઘરે બેઠેલા 40000 શિક્ષક મિત્રો ને પણ કહો કે તમે તમારા જિલ્લા મથકોએ ધરણાં કાર્યક્રમ કરો. સાથે બધા ને વિનંતી કરી કે બીજા જેટલા લોકો આંદોલન કરી રહ્યા છે એ બધા ને તમે સપોર્ટ કરો.
ખોટું કરવા વાળા કરતા એ સહન કરવા વાળા વધારે જવાબદાર છે. એટલે દિવાળી સુધી માં આગળ નો કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. આજ દિવાળી કાલ દિવાળી, દિલ્લી વાળા ની છેલ્લી દિવાળી એવો નારો એમણે આપ્યો. ચલો ગાંધીનગર કૂચ કરીએ અને 2 લાખ લોકો ને આંદોલન માં સામેલ કરીએ. આ આંદોલન થી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પોતે અહીં નિમણૂંક પત્ર આપવા આવશે.
ધરણાં કાર્યક્રમ ના અંત માં શ્રી અમિતભાઇ ચાવડા એ શપથ લેવડાવ્યા હતા કે આ જ્ઞાન સહાયક રદ કરાવી ને જ રહીશું.
આજ ના જનમંચ ના બેનર હેઠળ યોજાયેલ ધરણાં કાર્યક્રમ માં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી ૠતવિકભાઈ મકવાણા, વાંસદા ચીખલી ના યુવા ધારાસભ્ય શ્રી અનંતભાઇ પટેલ, કાંકરેજ ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, પૂર્વ કેબીનેટ મીનીસ્ટર શ્રી બાબુજી ઠાકોર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી જેનીબેન ઠુમમર, ગુજરાત કોંગ્રેસ ઓબીસી સેલ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, ગુજરાત કોંગ્રેસ એસ.સી. સેલ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઇ પીઠડીયા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અરવિંદસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા શ્રી ડૉ. અમિતભાઇ નાયક, ગુજરાત કોંગ્રેસ આગેવાન શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ સહિત અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો અને શ્રી યુવરાજ સિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ સાથે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.
0000000000000000
તા. ૨૮-૧૧-૨૦૨૩
·         “ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી છે” પહેલા અતિવૃષ્ટિ પછી વાવાઝોડું અને હવે કમોસમી વરસાદના કારણે ખેડૂત બરબાદ થયો :-  અમિત ચાવડા
·         સરકાર ૧૦ દિવસમાં સર્વે પૂરો કરી ખેડૂતોને ખરેખર થયેલ નુકસાની જેટલું વળતર આપે:- અમિત ચાવડા
·         માવઠાના કારણે મોટા પ્રમાણમાં પશુધનને પણ નુકસાન થયું છે તેનો સર્વે કરીને બજાર કિંમત મુજબ પશુપાલક પશુ ખરીદી શકે એટલી રકમ નક્કી કરી પશુના મૃત્યુનું પણ વળતર ચુકવવામાં આવે
 :- અમિત ચાવડા
·         વારંવારની કુદરતી આપદાઓથી ખેતીને થતા નુકસાન, ખેડૂતની આર્થીક પાયમાલી માટે સુરક્ષા-કવચ મળે તે માટે રાજ્ય સરકાર પાક વીમા યોજના ચાલુ કરે :- અમિત ચાવડા
·         વીજળી પડવાથી મૃત્યુ પામેલના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે:- અમિત ચાવડા
        આજરોજ પ્રેસ વાર્તામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતની ખેડૂતો અને ખેતીની સ્થિતિ છે એ જોતા એટલું સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના માથે પનોતી છે. પહેલા અતિભારે વરસાદ ત્યાર પછી બિપોરજોય વાવાઝોડું અને હવે કરા સાથે, પવન સાથે કમોસમી વરસાદથી ખેતી અને ખેડૂતો બરબાદ થઇ ગયા છે, દેવાદાર બની રહ્યા છે. ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવા ભાષણો અને વાયદાઓતો થયા પણ વાયદાઓ તો પુરા ના થયા પણ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર ચોક્કસ ગુજરાતમાં બન્યા છે.
        આર્થિક બરબાદીની સાથે અત્યારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો એના કારણે આર્થિક બરબાદી તો થઇ મોટા પ્રમાણમાં ગુજરાતમાં જાનહાની પણ થઇ છે. લગભગ ૨૫ કરતા વધારે લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે, પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે. ઉત્તર ગુજરાતમાં ૭ વર્ષની બાળકીથી લઇ ૭૦ વર્ષના વૃદ્ધ જે ખેતી કામ સાથે જોડાયેલા હતા, ખેતરમાં કામ કરતા હતા તેમના મૃત્યુ થયા છે. સરકારમાં છેલ્લા ૬ મહિનાના જે આંકડા બહાર આવ્યા છે. ગુજરાતમાં અતિવૃષ્ટિ થઇ હોય, ભારે વરસાદ થયો હોય કે કુદરતી હોનારતો થઇ હોય તેમાં ૧૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે.
        ઉત્તર ગુજરાતમાં પવન સાથે જે કરા પડ્યા અને વરસાદ પડ્યો જેનાથી એરંડાના ઉભા પાક તથા અનેક જગ્યાએ જીરૂની વાવણીને પણ અસર થઇ, રાયડાના પાકને પણ ખુબ મોટા પ્રમાણ માં નુકસાન થયું છે, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ કપાસની છેલ્લી વાવણીઓની શરૂઆત હતી જેમાં વરસાદ અને પવનને કારણે મોટું નુકસાન થયું. સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે. એકબાજુ મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર, મોંઘી વીજળી, મોંઘુ પાણી હોય, અને પાછો ઉત્પાદનમાં પુરતો બજાર ભાવ પણ ન મળવાથી પહેલેથી જ ખેડૂત દુઃખી હતો અને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ આ ગુજરાત સરકારે ઉભી કરી છે. જયારે પણ ગુજરાતમાં કોઈ કુદરતી આફતો આવે ત્યારે સરકાર સહાયની, વળતરની જાહેરાતો ખુબ મોટી કરે છે.  પરંતુ ચુકવણી યોગ્ય રીતે થતી નથી.
        ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિ થઇ તેમાં જુનાગઢ અને એની આજુબાજુના અનેક વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, સરકારે મોટા મોટા પેકેજ પણ જાહેર કર્યા પણ આજદિન સુધી એમાંથી કોઈને પણ સહાય મળી નથી એજ રીતે બિપોરજોય વાવાઝોડું આવ્યું એમાં પણ ખુબ તબાહી થઇ, નુકસાન થયું એમને સહાયની જાહેરાતો તો થઇ પણ આજદિન સુધી કેટલાને સહાય અપાઈ એનો જવાબ પણ સરકારે આપવો પડશે. જ્યારે આવી કોઈ અતિવૃષ્ટિ થાય કે કુદરતી આફતો આવે ત્યારે સરકાર એસ.ડી.આર.એફ. કે એન.ડી.આર.એફ.માંથી સહાયની જાહેરાતો તો કરી દે છે, પેકેજો બહાર પાડે છે પણ સાચા અર્થમાં ખેડૂતોને, લોકોને નુકસાન થાય છે તે મુજબનું વળતર મળતું નથી. ગુજરાતમાં આજે એવી કોઈ પાક વિમાની યોજના નથી કે ખેડૂતોને કોઈ કુદરતી આફતથી નુકસાન થાય તો એને પૂરેપૂરું વળતર મળે કારણ કે જે પેકેજો જાહેર થાય છે, એન.ડી.આર.એફ. કે એસ.ડી.આર.એફ. ના જે ધોરણો છે તે ખરા અર્થમાં જર નુકસાની થાય છે તે મુજબની સહાય નથી મળતી પણ ટોકન સહાય મળે છે.
        પ્રધાનમંત્રી ફસલ વિમાની ખુબ મોટી જાહેરાતો થઇ ૨૦૧૬-૧૭ થી શરુ કરીને દર વર્ષે સરકારે હજારો કરોડ રૂપિયાનું પ્રીમીયમ પણ ચુકવ્યું, આજે જે આંકડાઓ છે ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ આ બધા જ વર્ષના સરકારે જે પ્રાઈવેટ વીમા કંપનીઓને પ્રીમીયમ ચુકવ્યું એના આંકડા જોઈએ તો લગભગ દર વર્ષે ૪ હજાર કરતા વધારેની રકમ રાજ્ય સરકારે પ્રીમીયમ પેટે સરકારે વીમા કંપનીઓને ચૂકવી.  ૨૦૨૦ માં આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી. આજદિન સુધી બીજી કોઈ વીમા યોજના સરકારે ચાલુ કરી નથી અને બીજી બાજુ મુખ્યમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાની જાહેરાતો થઇ પણ સરકાર જણાવે કે આ યોજનામાં કેટલા ખેડૂતોને લાભ થયો, કેટલી રકમનો લાભ આપ્યો એ કોઈ આંકડા સરકાર બહાર પડી શકે તેમ નથી કારણ કે કોઈને પણ લાભ નથી મળ્યો, એવા સંજોગોમાં આજે જયારે ખેડૂતોને કોઈપણ રીતે નુકસાન થાય તેના પાકનું કોઈ વીમા રક્ષણ ના હોય, કોઈ કવચ ના હોય અને જયારે કુદરતી આફતો આવે છે ત્યારે ખેડૂતોને આપઘાત સિવાય કોઈ રસ્તો બચતો નથી. એટલા માટે ખાસ સરકાર પાસે અમારી માંગણી છે કે જે પ્રાઈવેટ વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનું પ્રીમીયમ ચુકવતા હતા તો તેટલી જ રકમ સરકાર કેમ ખેડૂતોને સીધી મળતી નથી? ખેડૂતોનો પાક બરબાદ થાય છે, ખેડૂત બરબાદ થાય છે, તો એને કાયમી રક્ષણ મળે કવચ મળે એટલા માટે રાજ્ય સરકાર તાત્કાલિક પોતાના બજેટમાંથી જોગવાઈ કરી અને કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે. જયારે આવી કુદરતી આફતો આવે અને ખેડૂતોને નુકસાન થાય તો એને કોઈ સહાય કે પેકેજની રાહ જોયા વગર એણે જે પાક વીમો લીધો છે એનું એને પૂરેપૂરું વળતર મળી રહે એ માટે રાજ્ય સરકાર કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે એવી માંગણી કરીએ છીએ.
        ગત વર્ષે અતિવૃષ્ટિનો વિમાની સર્વે કર્યા પછી પણ એની સહાય આજદિન સુધી ખેડૂતોને મળી નથી. આથી માંગણી કરવામાં આવે છે કે તાત્કાલિક એક ચોક્કસ સમય મર્યાદામાં આખું તંત્ર કામે લાગે, જે નુકસાન થયું છે અને ખેડૂતો બરબાદ થયા છે એનો સર્વે ૧૦ દિવસમાં પૂરો કરવામાં આવે અને ઉચક રકમો નહિ પણ જેટલી નુકસાની થઇ છે એ એક્ચુઅલ નુકસાનીનું પૂરેપૂરું વળતર ખેડૂતોને મળવું જોઈએ એવી માંગણી કરીએ છીએ. મોટા પ્રમાણમાં પશુધનને પણ નુકસાન થયું છે એનું પણ સર્વે કરીને બજાર કિંમત મુજબ પશુપાલક પશુ ખરીદી શકે એટલી રકમ નક્કી કરી પશુના મૃત્યુનું પણ વળતર ચુકવવામાં આવે. ૨૫ કરતા વધુ લોકોનું વીજળી પડવાથી મૃત્યુ થયા છે એમને સરકાર સંવેદનશીલતા રાખી ૪ લાખને બદલે ૧૦ લાખ રૂપિયાની સહાય મૃતકના પરિવારોને સહાય આપે તેવી પણ માંગણી કરવામાં આવે છે. અને ખાસ કરીને વારંવાર જે ખેડૂતોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એમાંથી રક્ષણ મળે અને કાયમી આ પ્રશ્નનું નિરાકરણ થાય, ખેડૂતોને સથવારો મળી રહે અને ખેડૂતોને આવી પરિસ્થિતિમાં કોઈ આશંકા આ રહે મારો પાક નિષ્ફળ થશે કે મારું મૂડી રોકાણ કે મારા પરિવારની જે અપેક્ષા છે એ ધૂળધાણી ન થઇ જાય એટલા માટે રાજ્ય સરકાર કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે તેવી માંગણી કરીએ છીએ.
000000000000000
૨૧-૦૬-૨૦૨૩
આમ આદમી પાર્ટીથી મોહભંગ થતાં રાજીવ ગાંધી ભવન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ-રાજકોટ જીલ્લા સહિત પ્રદેશના આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓએ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરનારને કોંગ્રેસ પક્ષમાં આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી વશરામ સાગઠીયા અને પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતિ કોમલબેન ભારાઈ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે સૌરાષ્ટ્ર-રાજકોટ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું, ચૂંટણી ટાણે માત્ર ઉપયોગ કરવાનું કામ કરે છે જ્યારે કોંગ્રેસમાં કોઈને અપમાનિત કરવાનું કામ થતું નથી અને જોડાયેલા સૌ આગેવાન – કાર્યકરશ્રીઓનું સૌનું માન જળવાય છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં શ્રી વશરામ સાગઠીયા સહિત મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આપ સૌ માધ્યમ બનશો.
રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યા બાદ શ્રી વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો છે. ભાજપની બી-ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે દેશમાં લોકશાહી ટકાવી હોય તો કોંગ્રેસ પક્ષ  સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હાલના શાસકો લોકશાહી – બંધારણને કેવી રીતે ખતમ કરવું તે વિચાર પર ચાલી રહ્યાં છે ત્યારે હું ભાજપને ઘેર મોકલવા માટેની મહત્વની લડાઈનો ભાગ બનવા માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. કોંગ્રેસ પક્ષે મને ભૂતકાળમાં ઘણુ બધુ આપ્યું છે, ૧૯૮૯માં શ્રી શક્તિસિંહજીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષનો હોદ્દેદાર હતો અને હવે જ્યારે ગુજરાત કોંગ્રેસને શ્રી શક્તિસિંહ ગોહિલના રૂપમાં ખુબ મજબુત નેતૃત્વ મળ્યું છે ત્યારે હું કોંગ્રેસ પક્ષમાં પરત ફર્યો છું.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રદિપ ત્રિવેદી, કા. પ્રમુખશ્રી સંજય અજુડીયા, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી. સહમંત્રીશ્રી નિલેશ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકી, શ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી મનહરભાઈ પટેલ, હિરેન બેંકર, પાર્થિવરાજસિંહ કઠવાડિયા, રત્નાબેન વોરા, ડૉ. અમિત નાયક, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ તમામ આગેવાનો-કાર્યકરોને આવકાર્યા હતા.
————————————————————————————————————–
          સાબરમતી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન ખાતેની આયોજીત પદયાત્રા દરમ્યાન કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ કાર્યકરને અકસ્માત નડ્યો હતો જેને લીધે તેને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષનું વરિષ્ઠ નેતૃત્વ તેમની સારવાર દરમ્યાન ખડેપગે રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલને ટેલીફોનીક વાત કરી સારવારની માહિતી મેળવી ચિંતા વ્યક્ત કરી હતી.       ખરા અર્થમાં સંવેદનશીલ પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે વ્યક્તિગત મુલાકાત લઈ કોંગ્રેસ કાર્યકરના ખબર અંતર પુછ્યાં હતાં. સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
————————————————————————————————————–
          જગન્નાથ મંદિરની ઐતિહાસિક યાત્રા દરમ્યાન દરિયાપુર ખાતે જર્જરીત બાલ્કની પડતા થયેલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રધ્ધાળુઓ-નાગરિકોની સિવિલ હોસ્પીટલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ ખબર અંતર પુછીને જલ્દી સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી.
          સિવિલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત શ્રધ્ધાળુઓના પરિવારજનો સાથે પણ વાતચીત બાદ સમગ્ર મેડીકલ ટ્રીટમેન્ટ અંગે હાજર તબીબો સાથે પણ પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
  000000000000000
  ૧૯-૦૬-૨૦૨૩
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૪૬મી ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, પૂર્વ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, શ્રી ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થભાઈ પટેલ સહિત  વરિષ્ઠ આગેવાનોએ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરી ગુજરાતના નાગરિકોની સુખાકારી સાથે ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ પરંપરાગત રીતે રથની પૂજાની વિધી નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજીનાં દર્શન અને પવિત્ર રથની પૂજા બાદ રાજ્યના નાગરિકો અને શહેરવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરતા રાજ્યસભા સાંસદ અને  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આજે જવાબદારી મળી છે તેના આર્શિવાદ મળે તેના માટે દર્શન કર્યા છે. માત્ર સત્તા માટે નહીં પણ પ્રજા માટે કામ કરવાનો મોકો મળે તેવા આશીર્વાદ પણ માંગ્યા. આ સેવાના યજ્ઞ કામ કરવા પ્રજા પણ મદદ કરે. રાજ્યમાં નાગરિકોને સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે. રાજ્યમાં વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ઘણાં જિલ્લાઓમાં મોટેપાયે જાનમાલને નુકસાન થયું છે.ભાજપ સરકારએ ખેડૂત, માછીમારો, નાના દુકાનદારો સહિત નાગરિકોને થયેલા નુકસાન માટે આર્થિક વળતર જાહેર કરી સહાયતા કરવી જોઈએ. રાજ્યમાં નાગરિકો મોંઘવારી, બેરોજગારી સહિતના મુશ્કેલી-હાલાકીઓ ભોગવી રહ્યાં છે ત્યારે ભાજપનો પન્ના પ્રમુખ પણ વિચાર કરે અને તેને પણ કોંગ્રેસમાં જોડાવવું હોય તો આવી શકે છે.
00000000000000
૧૬-૦૬-૨૦૨૩
·                    ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકેલા ‘બિપરજોય વાવાઝોડા’ ને રાષ્ટ્રીય આપદા જાહેર કરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ સત્વરે પાલન કરવામાં આવેઃ કોંગ્રેસ
·                    ‘બિપરજોય વાવાઝોડા’ના અસરગ્રસ્ત કચ્છ વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતાશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનો.
ગુજરાતમાં ત્રાટકેલા ‘બિપરજોય વાવાઝોડા’ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આટલી મોટી કુદરતી આફતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર  બિપરજોય વાવાઝોડાનો પ્રકોપ થઈ રહ્યો છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રાજ્યમાં ખુબ નુકશાન થયું છે ત્યારે આ કુદરતી આફતના સમયે કોંગ્રેસનો એક-એક કાર્યકરો – આગેવાનો સાથે મળીને તંત્રની સાથે ખભેથી ખભો મીલાવીને જ્યાં પણ વ્યક્તિગત રીતે જરૂર પડતી હોય ત્યાં વ્યવસ્થાતંત્રને મદદરૂપ બનશે. ફ્રુડ પેકેટ અને જમવાની વ્યવસ્થા સહિતની કામગીરીમાં કોંગ્રેસ કાર્યકર-આગેવાન-હોદ્દેદારો જોડાયા છે. રાજ્યમાં કુદરતી આપદાની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખુબ મોટા પાયે ખેડૂતો, માછીમારો,નાના વ્યાપારીઓ, માલધારીઓ અને લોકોના જાનમાલને નુકશાન થયેલું છે. આ કુદરતી આપદાને રાષ્ટ્રીય આપદા તરીકે તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈનું સત્વરે પાલન કરવામાં આવે, આ કપરા સમયમાં સરકાર ઉદાર હાથે આર્થિક સહાય કરે, જેથી કરીને ખેડૂત, નાનાં વ્યાપારીઓ સહિત જેમને નુકસાન થયું છે તેમનાં ધંધા-રોજગારનું જલ્દીથી પુનઃસ્થાપિત કરી શકાય. કેટલાય ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે, કેટલાય વિસ્તાર સંપર્ક વિહોણા થાય છે ત્યાં  સરકારી તંત્ર સત્વરે પહોંચી કામગીરી કરે તેવી માંગ કરી હતી. તમામ અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે કાર્યકરો-આગેવાનોને હાંકલ કરી હતી.
કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાશ્રી અમીત ચાવડાએ જણાવ્યું છે. આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છીએ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે આ વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ સ્થાપિત થાય તે આવશ્યક છે વીજ પુરવઠો ખોરવાવાને કારણે શુધ્ધ પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને જયાં ટેન્કરો દ્વારા પાણીના પહોંચાડવામાં સમય લાગે એમ હોય ત્યાં જનરેટર દ્વારા વિજળી પુરી પાડવી જરુરી છે. આ સિવાય સામાન્ય માણસોની ઘરો, ઝુંપડાઓ અને રોજગાર સ્થાનોને નુકશાન થયું છે તે લોકોને તાત્કાલિક પુન:વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે.
રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી રૂત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, જીલ્લા પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા અને જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાશ્રી વી.કે. હુંબલ સહિતના તમામ હોદ્દેદારો – પદાધિકારીઓએ અરસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કચ્છ કલેકટરને મળીને વિવિધ સુચનો કર્યા હતા.
0000000000000
૨-૦૬-૨૦૨૩
·                    ‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતું જીવતા પશુઓની નિકાસ માટેનું પ્રસ્તાવિત બિલ ભાજપ સરકાર રદ કરેઃ ડૉ. મનિષ દોશી
·                    ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં ૩૫ ટકા જેટલો અધધ વધારો નોંધાયોઃ “પીન્ક રીવોલ્યુશન” તરફ આગળ વધતી ભાજપ સરકારની નિતિ-નિયત ખુલી પડી.
          દેશની ‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતો જે જીવતા પશુઓની નિકાસ કરતો ક્રુર કાયદો કેન્દ્રની ભાજપ સરકાર લાવવા જઈ રહી છે ત્યારે દેશમાં વધી રહેલા “પીન્ક રીવોલ્યુશન” અને પશુ નિકાસ કાયદા બિલ પરત ખેંચવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દેશની સંસ્કૃતિ સાથે ચેડા કરી રહી છે. ‘ઋષી’ અને ‘કૃષી’ ના દેશમાં કીડીને કણ અને હાથીને મણ સાથે પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી કુતરાને આપવાની પરંપરા છે ત્યાં જીવતા પશુઓની નિકાસ કરવાના ક્રુર કાયદા લાગુ થવાથી ગાય, ભેસ, ઘેટા સહિતના પશુધનની મોટા પાયે નિકાસ થશે. ભાજપ માત્ર પ્રવચનમાં બુદ્ધ, મહાવીર અને મહાત્મા ગાંધીની વાતો કરે છે. પરંતુ ગાય અને પશુ ધનના ગૌચરો ખાઈ જવાય, ગૌચર વેચી દેવાય, ગૌચર ગાયબ કરી દેવાય, પશુધનને ઘાસચારા વિના રસ્તા ઉપર રખડતા કરી દેવાની ભાજપની નીતિઓ વારંવાર ખુલ્લી પડી છે. બુદ્ધ અને મહાવીરના સિદ્ધાંતોની બે મોઢાની વાતો કરનાર ભાજપ સરકારની ચાલ, ચલન અને ચરિત્ર ખુલ્લુ પડી ગયું છે.
            વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માંસની નિકાસ અંગે “પીન્ક રીવોલ્યુશન” તરફ આગળ વધતી ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં ૩૫ ટકા જેટલો અધધ વધારો નોંધાયો છે. માત્ર વર્ષ ૨૦૨૧માં જ ૧૪.૨ બીલીયન એટલે કે ૧૦.૮૬ લાખ મેટ્રીક ટન માસ-બીફ ૭૦થી વધુ દેશોમાં નિકાસ થયો છે. આજ રીતે નિકાસ ચાલતો રહેશે તો વર્ષ ૨૦૨૬ સુધીમાં માસ-બીફની નિકાસ ૧૯.૩૦ લાખ મેટ્રીક ટન જેટલી ઉચ્ચ સપાટીએ પહોંચી જશે. ગાયના નામે મત માંગનારી ભાજપ જીવીત પશુ અને પશુધનના નિકાસ કરે ત્યારે ગૌરક્ષા માટે મોટી મોટી વાતો કરતી વિશ્વ હિંદુ પરિષદ, આર.એસ.એસ. કેમ મૌન છે? કેમ આ જીવતા પશુઓના નિકાસના બિલનો વિરોધ કરતી નથી? આ સ્પષ્ટ દર્શાવે છે કે, ભાજપ-આર.એસ.એસ. માત્ર મત મેળવવા માટે ગાય, જીવીત પશુનો સહારો લઈ મતની ખેતી કરે છે.
લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – ૨૦૨૩ સૂચિત બિલ આશ્ચર્યજનક રીતે ગાય, ભેંસ અને પ્રાણીઓને કોમોડિટી તરીકે વ્યાખ્યાયીત કરે છે અને જીવંત સ્ટોકની નિકાસને કાયદેસર બનાવવાનો સ્પષ્ટ મુસદ્દો છે. આમ જીવિત પશુ, પક્ષીઓ અને ઢોરની નિકાસને આ રીતે હેરાફેરી કરીને દબાણ કરવું એ બંધારણની જોગવાઈઓ અને ભાવના વિરુદ્ધ છે. આ બિલ પસાર થવાથી રાષ્ટ્રીય પશુ સંપત્તિના હિત પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી મોટા પાયે માંસની નિકાસને કારણે સરકાર અને તેની તંત્રની ઘોર ઉપેક્ષા અને ઉદાસીનતાનો શિકાર મુંગા પશુધન બની રહ્યાં છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જીવતા ગાય, ભેંસ સહિતના પશુઓને નિકાસ કરવાનો કાયદો બનવા જઈ રહ્યો છે જે જીવદયા પ્રેમી માટે ઘેરી ચિંતાનો વિષય છે.
            મૃત પશુઓના માંસની નિકાસમાં અવલ્લ સિધ્ધી હાંસલ કરવા તરફ આગળ વધતી મોદી સરકાર હવે જીવતા પશુઓની નિકાસ માટે કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે, સંત-મહાત્મા, જૈન મુનિશ્રીઓ સહિત તમામને નમ્ર અપીલ છે કે, બહુમતિના જોરે અહંકારી ભાજપ સરકારના ભારતીય સંસ્કૃતિ વિરોધી પગલા સામે આક્રોશ સાથે  રૂકજાવ આંદોલનમાં આશિર્વાદ સાથે જોડાય. સૂચિત બિલને તાત્કાલિક રદ કરવાની કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
00000000000000000000
૧/૭/૨૦૨૩
·        રાજય સરકાર ગુજરાત રાજ્ય બીજ નિગમ ચલાવમા તો નિષ્ફળ પરંતુ ખેડુતોને ગુણવત્તા સભર અને વાજબી બિયારણના વિકલ્પ આપવામા પણ નિષ્ફળ. – મનહર પટેલ
·        રાજય સરકાર પાસે કપાસના બિયારણની કૃષિ યુનિવર્સિટીઓની જાતો નથી એટલે ખાનગી કંપનીઓ માટે સરકારી ખર્ચે નિદર્શન કાર્યક્રમો કરવો પડે છે. આ છે રાજ્યનો આ 27 વર્ષનો વિકાસ ? – મનહર પટેલ
·        ખેડુતોને ગુણવત્તા સભર અને વાજબી ભાવે બીજ પુરુ પાડવામા રાજ્ય સરકાર સંપુર્ણ નિષ્ફળ  એટલે રાજ્યનો કૃષિ વિભાગ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓના એજન્ટ બનીને કામ કરે છે.- મનહર પટેલ
·       રાજય સરકાર મોંઢુ સંતાડ્યા વગર જવાબ આપે કે પુર્વ સરકારમા ઉભુ કરેલ કૃષિ યુનિ.નુ 27 વર્ષનુ સંશોધન અને તેનુ માળખુ ક્યા ગયુ ? – મનહર પટેલ
કેન્દ્ર સરકાર બાજરા વર્ષ  ઉજવવાની જાહેરાત કરી ચુક્યુ છે અને બાજરા બિયારણ ખાનગી કંપનીનું આપવાની સ્થિતિ આવી ગઈ છે.
ખેડુત પાંચ મહિના મહેનત કરીને બાજરાનુ બીજ ઉત્પાદન પ્રોગ્રામ કરે ખેડુતોને કિલોના ૧૯૦/- રુપિયા ચુકવે છે અને બીજ નિગમ પેકીંગ કરીને ખેડુતોને ડબલ ઉપર ભાવ કરીને બે કીલોના ૮૮૮/- રુપિયે વેચે છે. આમ બીજ ઉત્પાદન કરતા ખેડુતોને નજીવી રકમ ચુકવીને ખેડુતો બીજ ઉત્પાદન પ્રોગ્રામ કરતા બંધ થાય અને બીજ મોંઘા ભાવે ખેડુતોને વેચાય રહ્યુ છે.કંપનીઓ તગડા નફા ખેડુતો પાસેથી વસુલે છે.આ વહીવટ અંતે બીજ નિગમને તાળા મારવાનુ ભાજપા સરકારનુ કારસ્તાન છે
એવી રીતે ગુજરાત રાજ્ય બિજ  નિગમ મકાઇનુ બિયારણ ખેડુત પાસેથી 8 વર્ષથી ૬૫/-રુપિયે ૧ કિલો ખરીદવાનો પ્રોગ્રામ આપે છે અને બિજ નિગમ વેચાણ કરે ૧૨૫/- રુપિયે કિલો. (૪ કિલો પેકીગ ૫૦૦/- રુપિયે.) આમ રાજયના બિજ નિગમના બીજ ઉત્પાદનના પ્રોગ્રામ લેવામા સામેથી ખેડુતો ના પાડે તેવા પ્રયાસો કરીને ખાનગી બીજ ઉત્પાદકોને લાભ આપવાનો આ ભાજપા સરકારનો રવૈયો છે. આવા અનેક પાકના બીજ ઉત્પાદન પ્રોગ્રામોની સ્થિતિ છે.
વધારામા આજે ગુજરાત રાજ્ય બિજ પ્રમાણિત એજન્સી પાસે બિલકુલ સ્ટાફ નથી તેના કારણે સરકારી ધારા ધોરણો મુજબ ટેગીંગ કર્યા વગર ખાનગી કંપનીઓનુ બિયારણ વેચાઈ રહ્યુ છે., આ સાથે સીલ વગરની દિવેલાની એક બીજ પ્રમાણિત એજન્સીની હકીકત દર્શાવે છે, આ કારણોસર જ બીજની ગુણવત્તા ઉપર મોટા પ્રશ્નો ઉભા થયેલા રહે છે.
આમ રાજ્ય સરકાર બીજ ઉત્પાદનનો પ્રોગ્રામ કરતા ખેડુતો કે બીજ ખરીદતા ખેડુતો હોય બે માંથી એક પણ પ્રત્યે નૈતિકતાના ધોરણે ફરજ નિભાવવામા નિષ્ફળ છે. અને આ કોઇ સહજ કે શરતચુક નથી ભાજપા સરકારની ખેતી અને ખેડુત વિરોધી નિતીનો આ નિચોડ છે.
00000000000000000
૧/૭/૨૦૨૩
·                   ઓનલાઈન ગેમના ચસ્કા – સરકાર માટે ધન કમાવના નુસ્ખા
·                   ૧૮૬૭ના પબ્લિક ગેમિંગ એક્ટ મુજબ રાજ્યોને જુગાર ન રમવા માટે કાયદો બનાવવાની સત્તા છે. ગુજરાતે પણ કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુની જેમ ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ
·                   કોંગ્રેસ દ્વારા ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશનને પ્રતિબંધ કરવા ધરણા પ્રદર્શન.
          ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી રાજેશ સોની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોર્ડીંનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક તથા શહેર કોર્પોરેટરશ્રીઓ અને શહેર આગેવાનશ્રીઓની ઉપસ્થિતીમાં ઓન લાઇન ચાલતા જુગાર પર તાત્કાલિક રોક લગાવવા માં આવે અને જે અભિનેતાઓ આવી એપ્લિકેશન ને પ્રમોટ કરી રહ્યા છે એનો વિરોધ કરી દેશના યુવા ધનને જુગાર થી બચાવવામાં આવે એવી માંગણી સાથે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સરકારને ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવા માગણી કરવામાં આવી તથા ઓનલાઈન જુગારના રાક્ષસનું દહન કરવામાં આવ્યું.
          દેશમાં ઓનલાઈન સટ્ટા અને જુગારની એપ્લિકેશનના કારણે દેશ નું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તાજેતરમાં આ એપ્લિકેશન ના કારણે ઘણા યુવાનોએ નાદાન થઈને આત્મહત્યા સુધીના પગલાં લીધેલા છે વળી આવી એપ્લિકેશનની જાહેરાત માટે પણ ફિલ્મસ્ટારોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને લોકો તેમની વાતોમાં આવીને આ એપ્લિકેશનમાં પોતાના રૂપિયા બરબાદ કરી રહ્યા છે. જો પોલીસ લોકોને ઘરમાં તીનપત્તિ કે અન્ય જુગાર રમવા પર ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરતી હોય તો શા માટે ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન સામે કાર્યવાહી થતી નથી?  સરકારશ્રીએ તાકીદે પગલા લઈને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
          સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે મોટા ભાગની ઓનલાઈન ગેમ હોય છે તેમાં આ પ્રકારની જુગારની લત લાગતી ગેમિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઑફિશિયલ ઉંમર ૧૮ વર્ષની છતાં ૧૭ વર્ષના અને તેનાથી નાના દીકરા – દીકરીઓ પણ કેવી રીતે આ ગેમ ડાઉનલોડ કરી શકે? તે મુખ્ય તપાસની વાત છે. તરુણ યુવાનોના મગજ સાથે સાયકોલોજીકલ રમત રમી આ પ્રકારના કાદવમાં તેમને ફસાવવામાં આવે છે. ગુજરાતમાં ૩ વર્ષમાં સાઇબર ક્રાઈમના ૩૬૦૩ ગુના નોંધવામાં આવ્યા પરંતુ એક પણ ગુન્હામાં કોઈને સજા થઇ નથી. IT કાયદા હજી કેમ એટલા મજબૂત નથી થયાં કે ઓનલાઈન ફ્રોડ કરતાં આરોપીઓને પકડે અને સજા આપે?
          સોશ્યલ મિડીયાએ વરદાન અને અભિશાપ બન્ને છે આ માટે સરકાર અને સમાજ બન્નેએ એક બીજાના અંગ બનીને કામ કરવું જરૂરી બને છે.
          ૧૮૬૭ના પબ્લિક ગેમિંગ એક્ટ મુજબ રાજ્યોને જુગાર ન રમવા માટે કાયદો બનાવવાની સત્તા છે. ગુજરાતે પણ કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુની જેમ ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ
          અમદાવાદ ખાતે આયોજિત ઓનલાઈન ગેમ્બલિંગ સામેના ધરણા-પ્રદશનમાં કોર્પોરેટરશ્રી જુલ્ફીખાન પઠાણ અને વોર્ડ પ્રમુખશ્રી ઘનશ્યામ પરમાર, શ્રી હર્ષ યાજ્ઞિક, મોટી સખ્યાંમાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં
  00000000000000000
   ૧૧-૭-૨૦૨૩
·          બી.એસ.સી. નર્સિંગની ચોથા વર્ષની પરીક્ષામાં માનીતા વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ NSUI – યુથ કોંગ્રેસ દ્વારા પકડી પાડવામાં આવ્યું.
·          યુનિવર્સિટીના પરીક્ષા એસેસમેન્ટ સેન્ટરમાંથી 28 ઉત્તરવાહીઓ ગૂમ.
·          શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો- ગુજરાત યુનિવર્સિટી શર્મશાર.
·          કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સમક્ષ કુલપતિશ્રીએ પોલીસ ફરિયાદ અને તટસ્થ તપાસની બાંહેધરી આપી.
            આજ રોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા પેપરમાં પાસ કરાવવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી નાં બોટની વિભાગમાં પેપર એસેસમેન્ટ વિભાગમાં વહેલી સવારે 7 વાગે પહોંચી પરીક્ષા નિયામક અને  રજીસ્ટ્રાર તેમજ કુલપતિ શ્રી ની હાજરીમાં તપાસ કરાવવામાં આવી હતી કે  B.Sc. નર્સિંગ નાં ચોથા વર્ષની ચાલી રહેલી પરીક્ષા જે પેપર નું નામ Midwifery & Obstetrical Nursing  કે જે ગઈ કાલે  એટલે તારીખ 10/07/2023 નાં રોજ સમય બપોરે 03 થી સાંજે 06 વાગ્યા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી નાં વિવિધ પરીક્ષા સેન્ટરો યોજાઈ એ પછી જેની ઉત્તરવહીઓ યુનિવર્સીટી નાં બોટની વિભાગ માં પેપર એસેસમેન્ટ માટે જમાં કરવામાં આવ્યા તે પછી એ વિભાગ માંથી  રાતો-રાત યુનિવર્સીટી માંથી મળતીયાઓ દ્વારા જે વિદ્યાર્થીઓ પાસેથી પાસ કરાવવાના રૂપિયા લીધા છે તે વિદ્યાર્થીઓની ઉત્તરવહી વિભાગ માંથી ઉઠાવી વિદ્યાર્થીઓને રાતે લખવા ઘરે આપવામાં આવી જેની જાણ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોને થતા આખી ઘટના સામે આવી હતી. જેમાં પેપર 1 માં 14 અને પેપર 2 માં 14 એમ કુલ બને પેપર નાં સમાન 14 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા હંમેશા જ્યાં પેપર એસેસ્મેન્ટ થાય ત્યાં સી.સી.ટી.વી ફરજિયાત હોવા જોઈએ પણ પૂર્વ આયોજિત કાવતરું અને ગુનો હોવાથી તમામ કેમેરા પણ બંધ રાખવામાં આવ્યા હતા જેની જાણ બોટની વિભાગના વડાએ યુનિવર્સિટીના સત્તાધિશોને જાણ કરી હતી કે અમારા વિભાગમાં સીસીટીવી કેમેરા બંધ છે તેથી ચાલુ કરવા માટે જાણ કરી હતી. સમગ્ર કૌભાંડને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષભાઈ દોશીની આગેવાની હેઠળ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો સાથે  ઉગ્ર વિરોધ સાથે કુલપતિશ્રીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોના કહેવાથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ? કેટલા સમયથી ચાલે છે ? કઈ કઈ પરીક્ષાઓમાં આવા કૌભાંડ થાય છે ? તેની વહીવટી તપાસની માંગણી કરી હતી. નાની માછલી ને ટાર્ગેટ  કર્યા વગર મોટા માથાઓ કે જે સરકારનાં માણસો આમાં સંડોવાયેલા છે ?  શું  આ કૌભાંડનાં તાર ગાંધીનગર મંત્રાલય સુધી અડે છે. શું આવી બધી પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને પાસ કરવામાં આવે છે ? આ ઘટનામાં સામેલ તમામ ચમરબંધીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમજ FIR કરી કાયદેસર ની  કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને આ ઘટનામાં સામેલ તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે દિવસ ત્રણ માં સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી અને જો કોઈ પગલાં લેવામાં નહિ આવે તો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
00000000000000000
૧૨-૦૭-૨૦૨૩
        સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા આદરણીયશ્રી રાહુલ ગાંધીજી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં “મૌન સત્યાગ્રહ”નું કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ” યોજવામાં આવ્યો હતો. દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આદરણીયશ્રી રાહુલ ગાંધીજી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી. શ્રી રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે. શ્રી રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે. શ્રી રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે આદરણીય રાહુલ ગાંધીજીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદરણીય રાહુલ ગાંધીજીના સમર્થનમાં ઉભો છે.
ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે આદરણીય રાહુલ ગાંધીજીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં. આદરણીય રાહુલ ગાંધીને ખોટી અને બદલાની ભાવનાથી કરવામાં આવેલી ગેરલાયકાતથી સમગ્ર દેશમાં આજે ખુબ આક્રોશ છે.
ગાંધી આશ્રમ સામે આદરણીય રાહુલ ગાંધીજીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતાશ્રી મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, રાજ્ય સભા સાંસદશ્રી અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી રામકિશન ઓઝા, શ્રી બી.એમ. સંદિપ, શ્રી નિલેશ પટેલ, કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ, ડૉ. વિજય દવે, શ્રી નીશિત વ્યાસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા, શ્રી અમિત નાયક, શ્રી રત્નાબેન વોરા, યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર, શ્રી સી.જે. ચાવડા, શ્રી ઈમરાન ખેડાવાલા, વરિષ્ઠ નેતા ડૉ. કનુભાઈ કલસરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, શ્રી કનુભાઈ બારૈયા, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, શ્રી વિરજીભાઈ ઠુંમર, શ્રી ચંદ્રિકાબેન બારીયા, શ્રી  આનંદ ચૌધરી, શ્રી મોહંમદ પીરઝાદા, શ્રી ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પો. નેતાશ્રી શેહઝાદખાન પઠાણ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રદેશ અને જીલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
0000000000000000000000
૧૩-૦૭-૨૦૨૩
          ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને નુકસાન કરવા, સતાથી દૂર રાખવા ભાજપની બી-ટીમ તરીકે સક્રીય એવી ‘આપ’ પાર્ટીમાંથી મોહભંગ થતા રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે, જી.એસ.ટી.નું અણઘડ અમલીકરણ, ટેક્ષનો બોજો અને ટેક્ષ ટેરેરીઝમને કારણે ગુજરાતના નાના ઉદ્યોગકાર-વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
        કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી હરેશ કોઠારી, પૂર્વ પ્રમુખ ઉત્તર-પશ્ચિમ ઝોન અમદાવાદ શ્રી રાજેશકુમાર પ્રજાપતિ, મધ્યઝોન અમદાવાદ શહેર અધ્યક્ષશ્રી જાહિદ એચ. શેખ, મહિલા પ્રદેશ મંત્રી શ્રીમતિ રમીલાબેન ડાભી, અમદાવાદ શહેર મંત્રી શ્રી રેખા મેવાણી, પ્રદેશ મહિલા મંત્રીશ્રી શ્રધ્ધાબેન પટેલ, શ્રી મનિષાબેન પટેલ, શ્રી કમળાબેન પટણી, અમદાવાદ શહેર પૂર્વમંત્રીશ્રી દિનેશ ટાંક, પૂર્વ મહામંત્રીશ્રી અશોક ગોહિલ, અમદાવાદ શહેર ઓ.બી.સી. પ્રમુખશ્રી ઉમેશ પ્રજાપતિ, ગુજરાત સ્ટેટ સોશીયલ મીડીયા ઈન્ચાર્જશ્રી હેમાંગ વ્યાસ, ઘાટલોડીયા વોર્ડ પ્રમુખશ્રી હસમુખ પટેલ, વટવા વોર્ડ સંગઠનમંત્રીશ્રી ધર્મેન્દ્ર રાજપુત, સંગઠન મંત્રી પૂર્વઝોન શ્રી ભરતભાઈ ભૂત, ખાડીયા કોર્પોરેશન ઉમેદવાર અને મધ્યઝોન સેક્રેટરીશ્રી શેખ અયાજ અહમદ, જમાલપુર વોર્ડ મંત્રીશ્રી પ્રતિક ઠક્કર, ઘાટલોડીયા વોર્ડ શ્રી હસમુખ પટેલ, શ્રી અમિત ઓઝા, શ્રી હેમંત પટેલ, શ્રી પ્રવીણ ડાભી, શ્રી રાજેશ પંચાલ, શ્રી જૈમીન પ્રજાપતી, શ્રી નીતાબેન ગોસ્વામી, ગળતેશ્વર તાલુકા સંગઠન મંત્રીશ્રી મલીક મુસ્તાક અહેમદ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો-કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સૌ માધ્યમ બનશો.
          આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, શ્રી બળદેવ લુણી, શ્રી સી.એમ. રાજપુત, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ તમામ આગેવાનો-કાર્યકરોને આવકાર્યા હતા.
—————————————————————————————————-
          સુરેન્દ્રનગરમાં બે દલિત દિકરાઓની થયેલ નિર્મમ હત્યા અંગે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સામાજીક સમરસતા ભાજપના શાસનમાં ડહોળાઈ રહી છે. વોટબેંકના પોલિટીક્સમાં વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. દલિત આગેવાનની પેઢીઓની જમીન હયાત છે. જ્યારે ખેતીકરવા જાય ત્યારે માથાભારે તત્વો હેરાન કરે છે. સુરેન્દ્રનગર જીલ્લાના સમઢીયાળીનાં ચુડા ગામના દલિત પરિવાર પોતાની વડિલોપાર્જીત જમીન પડાવી લેવા ભૂમાફીયા વિરૂધ્ધ પોલિસ રક્ષણ અવારનવાર માંગવા છતાં ભાજપ સરકારના પોલીસતંત્રએ ગંભિરતાથી નોંધ લીધી ન હોવાથી ગત રાત્રીએ કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કરી બે સગાભાઈની નિર્મમ હત્યા કરી છે. અસામાજીક તત્વો દ્વારા વારંવાર પરેશાન કરવા અંગે પીડિતાના પરિવારે અગાઉ પોલીસ, કલેકટરને જીવના જોખમ અને પોલીસ રક્ષણ માટે અરજી આપી હતી, જેની નકલ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રીને મોકલવામાં આવી હતી. આમ છતાં તેમને ન તો પોલીસ રક્ષણ મળ્યું કે ન તો કોઈ કાર્યવાહી થઈ. જો રક્ષણ અપાયું હોત તો જાનહાની ના થઈ હોત આ ઘટના માટે જવાબદાર કોણ ? ભાજપ સરકાર જવાબ આપે. ગુજરાતમાં જ્યારે પણ કોઈની સાથે અન્યાય થાય છે ત્યારે અન્યાય કોણ કરે છે? તેની ચિંતા કર્યા વગર અમે પીડિતાની જાતિ, ધર્મ કે રાજકીય પક્ષને ધ્યાનમાં લીધા વિના તેની સાથે ઊભા રહીશું. દલિત સમાજ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે આ ભાજપ સરકાર દલિત સમાજને ન્યાય આપવામાં અસંવેદનશીલ બની છે તે કેટલે અંશે વ્યાજબી ?
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં અતિશય દુઃખદ ઘટના અંગે સમાચાર મળતા જ રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એસ.સી. સેલના પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઢવી, પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકી, શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ સાથે પ્રદેશનાં હોદ્દેદારોશ્રીઓ- સાથીઓ સાથે દલિત પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. બબ્બે ભાઈ ગુમાવનાર, ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તે માટે તંત્ર તાત્કાલીક કડક પગલા ભરે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી.
0000000000000000
૧૫/૭/૨૦૨૩
·                   અમદાવાદ મહાનગર પાલિકાની સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતીની પરીક્ષામાં વ્યાપક ગેરનીતિની ફરિયાદો : હેમાંગ રાવલ
·                   હોલ ટીકીટમાં દર્શાવેલ સીટ નંબર અને પ્રશ્નપત્ર તથા ઉત્તરવાહીમાં અલગ સીટ નંબર ફાળવવા આવ્યા, પરીક્ષા ઉત્તરવહી આપ્યા બાદ ૪૦મિનિટ બાદ લેવાઈ, એક હોલમાં ત્રણ બ્લોક ફાળવાયા : હેમાંગ રાવલ
·                   પરીક્ષાના સેન્ટરના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, હાલ પૂરતું પરિણામ સ્થગિત કરવામાં આવે અને જો કોઈ ગેરનીતિ થઈ હોય તો ભરતી પરીક્ષા રદ કરવામાં આવે તેમજ સત્વરે તાજેતરમાં વિધાનસભામાં પસાર થયેલ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, ૨૦૨૩ના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે : હેમાંગ રાવલ
          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ની સરકારના ત્રણ દાયકામાં પેપર ફૂટવાની તવ તારીખ સમગ્ર ગુજરાતની જનતાએ જોયેલી છે અને ગુજરાતની અંદર પેપર ફૂટવાની ઘટનાઓએ ઇતિહાસની કાળીટીલી સમાન છે અત્યાર સુધી GPSC ચીફ ઓફિસર, તલાટી, જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી પરીક્ષા, TAT -શિક્ષક, મુખ્ય-સેવિકા, નાયબ ચિટનિસ, LRD-લોકરક્ષક દળ, બિનસચિવાલય કારકુન,હેડ-ક્લાર્ક લગભગ ૨૨ વખત પેપર ફૂટ્યા છે અને દર વખતે કહેવામાં આવ્યું છે કે, “ચમરબંધીઓને છોડવામાં નહીં આવે” પરંતુ આજ સુધી કોઈપણ મોટા માથાનો વાળ વાંકો થયો નથી.
પહેલા તો ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો  થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ સરકારી નોકરી મેળવી શકો છો અને તે પણ પોલીસની નોકરી… કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વિના જોડાઈ જાવ અને પગાર મેળવો જેવા ભ્રષ્ટાચારી કૌભાંડની ઘટનાને અનુલક્ષીને ગુજરાતની જનતા અને ખાસ કરીને ૬૦ લાખ બેરોજગારોમાં ખૂબ જ રોષ વ્યાપેલો છે.
ગુજરાતમાં મોટાભાગના સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભાજપ સરકાર ભરતી કરતી નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતી કરવાને બદલે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટપ્રથાથી ગુજરાતના યુવાનોનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઈ રહ્યું છે.
ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે અને સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ! ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે એવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ૭૫ જગ્યાઓની નોકરી માટે જાહેરાત કરવામાં આવી હતી જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮ માર્ચ ૨૦૨૩ હતી ઉપરોક્ત પરીક્ષામાં જેઓના ફોર્મ ભરાઈ ગયા અને પૈસા પણ ભરાઈ ગયા હોય અને વેરિફિકેશન થયા બાદ તેઓની લેખિત પરીક્ષા ગત રવિવારે તારીખ ૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ લેવાઇ હતી. ઉપરોક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક ગેરનીતિની ફરિયાદો કરાઈ રહી છે. સામાન્ય રીતે જ્યારે આ પ્રકારની ભરતી પરીક્ષાઓ લેવાય છે ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઈન હોલ ટિકિટમાં જે સીટ નંબર લખેલો હોય છે તે જ સીટ નંબર પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને મળતા પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં દર્શાવેલ હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ૭૫ જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર જે સીટ નંબર હતો તે નંબર પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં અલગ દર્શાવવામાં આવેલ હતો વળી એલ.ડી એન્જિનિયરિંગ સેન્ટર ખાતે લેવામાં આવેલ પરીક્ષામાં ૦૯:૦૦ વાગે પરીક્ષાર્થીઓએ હાજર થવાનો સમય હતો અને ૧૦:૩૦ વાગે પરીક્ષાનો સમય હતો પરંતુ પ્રશ્નપત્ર આપ્યા બાદ ૪૦ મિનિટ બાદ ઉત્તરવાહી આપવામાં આવી હતી. આમ આવા પ્રકારની મોડસ ઓપરેન્ડી કોઈ મોટા કૌભાંડની ચાડી ખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પ્રદેશ કોંગ્રેસ પ્રશ્ન કરે છે કે,
·        શા માટે હોલ ટિકિટ અને પરીક્ષાના દિવસે આપવામાં આવેલ પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં અલગ અલગ સીટ નંબર દર્શાવવામાં આવ્યા હતા?
·        એવા કયા કારણો હતા કે ૧૦:૩૦ કલાકે શરૂ થનાર પરીક્ષા ઉત્તરવાહી આપ્યા પછી ૪૦ મિનિટ મોડી લેવાઇ?
·        સામાન્ય રીતે ભરતી પરીક્ષામાં ફાળવેલા બ્લોકમાં વિદ્યાર્થીઓને એક એક બેન્ચ છોડીને દૂર દૂર બેસાડવામાં આવતા હોય છે પરંતુ અહીં શા માટે એક જ હોલમાં ત્રણ બ્લોકના વિદ્યાર્થીઓને એક પણ બેન્ચ છોડ્યા સિવાય આગળ પાછળ બેસાડવામાં આવ્યા?
આજે આ પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ શક સેવી રહ્યા છે કે સીટ નંબરોની અદલા બદલી અને મોડી લેવાયેલ પરીક્ષા તથા તેઓના અણઘડ બ્લોક મેનેજમેન્ટએ લાગતા વળગતાને ફાયદો કરાવવા માટેનો કારસો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ માંગણી કરે છે કે ઉપરોક્ત પરીક્ષાના સેન્ટરના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, હાલ પૂરતું પરિણામ સ્થગિત કરવામાં આવે અને જો કોઈ ગેરનીતિ થઈ હોય તો ઉપરોક્ત પરીક્ષા રદ કરવામાં આવે તેમજ સત્વરે તાજેતરમાં વિધાનસભામાં પસાર થયેલ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, ૨૦૨૩ના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડવાની ગેરનીતી કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ આ વખતે છટકે નહીં તે જોવાની જવાબદારી સરકારની છે.
હેમાંગ રાવલ
0000000000000000
૧૭/૭/૨૦૨૩
રાજ્ય સરકારની આંખે પટ્ટી બાંધી પાઠ્યપુસ્તક મંડળ જૂના પુસ્તકો વેચીને
ભરેલ ગોડાઉન કરી રહ્યું છે ખાલી
·                    પાઠ્યપુસ્તક મંડળના છબરડાં, વાલી – વિદ્યાર્થીઓને નાહકના ઘસરડા, જુના પુસ્તકોમાં પેજ વધારે, નવામાં પેજ ઓછા છતાં ભાવ સરખો રાખીને નફો કમાવવાનું કૌભાંડ ?
– હેમાંગ રાવલ
·                    ગુજરાત કોંગ્રેસ પાઠ્યપુસ્તક મંડળને અપીલ કરે છે કે શાળાઓ નવા પાઠ્યપુસ્તકો માટે વિદ્યાર્થીઓને દબાણ કરતી હોય વાલી – વિદ્યાર્થી હિત માટે જૂના પુસ્તકોની સામે નવા પુસ્તકો વિના મૂલ્યે બદલી આપે – હેમાંગ રાવલ
        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તેના ભ્રષ્ટાચારી નીતિ રીતિ અને છબરડાઓ માટે કુખ્યાત બની ગયું છે.
વર્ષ ૨૦૨૩ના ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોમાં ઐતિહાસિક રીતે લાખો વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને શિક્ષણ બોર્ડ તથા શાળાઓએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધા હતા. સરકારને ખબર છે કે ઓછા શિક્ષકો, લિમિટેડ રિસોર્સ અને પાયામાં સુચારુ ભણતર આપી શક્યા નથી અને પાયો મજબૂત કરી શક્યા નથી માટે ૨૦૨૩ માં જે પરિણામ આવ્યું તેવું જ પરિણામ આગળ પણ આવી શકે તેમ હોય ૨૦૨૩માં અચાનક ધોરણ ૬ થી ધોરણ ૧૨ ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા અને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધો. ૬ થી ધો. ૧૨ માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. ૬ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે, જે મુજબ મંડળ દ્વારા ચાલુ વર્ષે જૂન-૨૦૨૩થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધો. ૬ થી ૧૨ ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો મુદ્રિત કરેલા છે તે બજારમાં ઉપલબ્ધ થશે. હાલ બજારમાં, શાળાઓમાં તથા વાલી કે વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ હોય તો તેને પણ ચલાવવા આવશે.
ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં સામેલ પત્રકમાં દર્શાવેલ વિગત મુજબના પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે, જેથી ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને પણ ઉપયોગ કરી શકાશે, શિક્ષક દ્વારા ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓની નોંધ વિદ્યાર્થીના પુસ્તકમાં કરાવવાની તકેદારી રાખવાની રહેશે.
આમ, ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના ઘટાડેલ પાઠ્યક્રમ સાથેના ચાલુ વર્ષે મુદ્રિત થયેલા નવા પાઠ્યપુસ્તક અનુસાર શાળાઓમાં ભણાવવામાં આવે અને જો ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તેવી કાળજી રાખવાની રહેશે.
આ ઘટાડેલા પાઠ્યક્રમના પુસ્તકો મફત અને ફરજિયાત શિક્ષણના ભાગરૂપે ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને મફત મોકલવાના હોય તેના બદલે પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં પડેલા જૂના કોર્સના પાઠ્યપુસ્તકો શાળાઓમાં પધરાવી દીધા. એ જ પ્રમાણે ગુજરાતના ૮૦૦૦ થી વધારે પુસ્તક વિતરકોને પણ જૂના કોર્સના પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળે વેચીને નફો ઘર કરી દીધો.
એક તરફ પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કર્યું તેની સામે અન્ય એજન્સીએ આ જ ગુણવત્તાના પેપર સરકારના અન્ય વિભાગોને ૮૭ રૂપિયા કિલો આપ્યું અને પાઠ્યપુસ્તક મંડળને પાર્ટી બનાવીને હાઇકોર્ટમાં જઈને આ જ પેપર ૮૭ રૂપિયે કિલો આપવા માટે પિટિશન કરી. ત્યારે સમજી શકાય છે કે, એક જ વ્યક્તિને એક જ સંસ્થાને શા માટે આ પ્રકારનું ટેન્ડર વધારે ભાવે છેલ્લા ૧૫ વર્ષથી અપાઇ રહ્યું છે.
અત્યારે બજારમાં જુના કોર્સના પુસ્તકો ઉપલબ્ધ છે અને નવા કોર્સના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ધોરણ ૧૦ ના ગણિતના જુના કોર્સના પુસ્તકમાં ૩૧૮ પેજ હતા (વજન – ૮૩૦ ગ્રામ) અને તેની કિંમત ૧૨૬ રૂપિયા હતી નવા કોર્સમાં અભ્યાસક્રમ ઓછો કરીને ૨૩૦ પેજનું ગણિતનું પુસ્તક બનાવવામાં આવ્યું (વજન – ૬૦૫ ગ્રામ) પરંતુ તેનો ભાવ ૧૨૬ રૂપિયા જ રાખવામાં આવ્યો. આમ ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક મંડળ વાલી અને વિદ્યાર્થીઓ પાસે નફો રળી રહ્યું છે. આજે શાળાઓના શિક્ષકો પણ ખૂબ જ અસમંજસમાં છે કે પ્રકરણો કઈ રીતે ભણાવવા અને કેટલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે. સાથે સાથે વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે કે તમારી પાસે જૂના કોર્સના પુસ્તકો હોય તો તે પુસ્તકો બદલીને ફરીથી નવા અભ્યાસક્રમ પ્રમાણેના પુસ્તકો ખરીદીને લાવો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકારને અપીલ કરે છે કે, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આજે જૂના અને નવા કોર્સના પાઠ્યપુસ્તકોને લઈ અસમંજસમાં છે તથા શાળાઓ માત્ર નવા જ પાઠ્યપુસ્તકો વસાવા દબાણ કરી રહી છે ત્યારે સરકાર જૂના કોર્સના પુસ્તકો પાછા લઈને વિદ્યાર્થીઓને નવા કોર્સના પુસ્તકો વિનામૂલ્યે બદલી આપે જેથી કરીને તેમના ભણતર પર કોઈ અસર ન થાય અને ગત વર્ષ કરતા પરિણામમાં સુધારો આવે.
000000000000000000
૯-૦૭-૨૦૨૩
·                             સરકારી અહેવાલ મુજબ 100% ભૂલ વાળા જિલ્લાને જ 100% એક્યુરસી કામગીરીનો “ભૂમિ સન્માન” એવોર્ડ !??
·                             ગુજરાતના કોઈપણ જિલ્લાને સારી કામગીરીના એવોર્ડ મળે તે આવકારદાયક પણ, ખેડૂતોની જમીન લૂંટાઈ, ખેડૂતોને અન્યાય કરનારી સરકારને મળેલ. આ એવોર્ડ ખેડૂતોને ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે
·                             4 કેબિનેટ મંત્રીઓની કમીટી દ્વારા આ અહેવાલ મંગાવ્યો હતો
·                             અહેવાલમાં આકૃતિ નકશા ફેરફાર 100%
·                             અહેવાલમાં કબજા અવલધોમ 49.72%
·                             અહેવાલમાં 37 પથ્થર સામે  જર્જરિત હાલતમાં 1 જ પથ્થર મળી આવ્યો
·                             અહેવાલ મુજબ જે ગામને માપતા 24 દિવસ લાગે એને કંપનીએ એક જ દિવસમાં માપી દીધું
·                             અહેવાલ મુજબ 5% થી વધારે ક્ષેત્રફળ ફેરફાર વાળા413 સર્વે નંબર
·                             અહેવાલ મુજબ દબાણ રજીસ્ટરમાં ફેરફાર 62%
·                             અહેવાલ મુજબ ટોપોલોજિકલ ફીચર ગામમાં 1267 બતવવા જોઈતા હતા ત્યાં માત્ર 22 જ બતાવ્યા
·                             જમીન માપણીનો દૂધ નું દૂધ અને પાણીનું પાણી કરતા અહેવાલ ને સરકાર 2018 થી શા માટે દબાવી રાખ્યો ? : પાલ આંબલિયા
વર્ષ 2010-11 થી ગુજરાતમાં જમીનના રેકર્ડ મોર્ડનાઈઝ કરવાના ઉદ્દેશથી જામનગર અને બનાસકાંઠા ને પાઇલોટ પ્રોજેક્ટ થી શરૂઆત કરી ગુજરાતના 18047 ગામોના 1 કરોડ 25 લાખ સર્વે નંબરની જમીન માપણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કામગીરી ભાજપના મળતીયાઓની અલગ અલગ 8 કંપનીઓને કામગીરી સોંપવામાં આવી હતી આ કંપનીઓએ ભાજપના મળતીયાઓના ઈશારે ગુજરાતના ગામડાઓમાં સરકારી ખરાબાઓ અને ગૌચર ભાજપના આગેવાનો, મળતીયાઓને નામે કરવાની એક્યુરેસી કામગીરી કરવા સિવાય ખેડૂતોના ખેતરના આકૃતિ, નક્શા, અને ખેતરોને ઉપાડી ને 2 – 5 કિલોમીટર દૂર બેસાડવા જેવી કામગીરી કરી ખેડૂતોમાં અંદરોઅંદર વેરઝેર ઉભું થાય એવી કામગીરી કરી હતી
    ગુજરાત કિસાન કોંગ્રેસ 2016-17 થી સતત આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સામે લડી રહ્યું છે કિસાન કોંગ્રેસની સતત લડતના ભાગરૂપે રાજ્ય સરકારે 2018 માં જમીન માપણી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો જ્યારે આ નિર્ણય થયો ત્યારે ગુજરાતના 12000 ગામોની માપણી અને તેને માન્યતા એટલે કે પ્રમોલગેસન થઈ ગયા હતા તેને રદ્દ કરવાની કિસાન કોંગ્રેસની સતત માંગ છે ત્યારે રાજ્ય સરકારે 4 કેબિનેટ કક્ષાના મંત્રીઓની સમિતિ બનાવી રાજ્યના તમામ SLR, DILR, સેટલમેન્ટ કમિશ્નર સહિતની બેઠક બોલાવી 2 ગામોની માપણી સરકારી સર્વેયરો દ્વાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ કમિટીના પ્રમુખ નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલે ત્યારે કહ્યું હતું કે “” આ રિપોર્ટ આવશે એટલે જમીન માપણીમાં સાચું શું છે તેનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે””
આ સમિતિએ આદેશ કર્યો હતો એ મુજબ જામનગર અને દ્વારકા જિલ્લાના 2 ગામો પસંદ કરી તેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો આ અહેવાલ મુજબ
અહેવાલમાં આકૃતિ અને નકશા 100% ભૂલો સામે આવી, કબજા અવલધોમ  એટલે કે એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના નામે ચડી જવાની 49.72% ભૂલ સામે આવી, જેનો રેફરન્સ લઈ માપણી કરવાની હતી તેવા પીપર ગામમાં 37 પથ્થર ખોડવાના હતા તેને GPS કોર્ડિંનેટ આપવાના હતા આવ 37 પથ્થર સામે  જર્જરિત હાલતમાં 1 જ પથ્થર મળી આવ્યો, આ અહેવાલ મુજબ જે ગામને માપતા 24 દિવસ લાગે એને ખાનગી કંપનીએ એક જ દિવસમાં માપી દીધું હતું, સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 15 સેમી. વધારે ભૂલ ચલાવવાની નહોતી તેની સામે  આ અહેવાલ મુજબ 5% થી વધારે ક્ષેત્રફળ ફેરફાર વાળા 413 સર્વે નંબર સામે આવ્યા હતા જે ગંભીર પ્રકારની ભૂલ હતી, આ અહેવાલ મુજબ સરકારી ખરબાઓમાં  દબાણમાં  62% ભૂલ સામે આવી હતી, અહેવાલ મુજબ ખેતરમાં આવેલા અલગ ટોપોલોજિકલ ફીચર ગામમાં 1267 બતવવા જોઈતા હતા ત્યાં માપણી કરતી ખાનગી કંપનીએ   માત્ર 22 જ બતાવ્યા હતા
આમ સરકારે પોતે કરેલી માપણી અને તેના રિપોર્ટે જમીન માપણીમાં કેટલી એક્યુરેસી સાથે કામ થયું તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું. ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયા અને વાઈસ ચેરમેનશ્રી ગીરધરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, 2018 માં આ અહેવાલ તૈયાર થયા પછી રાજ્ય સરકારમાં જામનગર જિલ્લાના SLR દ્વારા મોકલવામાં આવ્યા પછી આ અહેવાલને સતત દબાવવામાં આવતો હતો નાની બાબતમાં પણ પ્રેસ મીડિયાને બોલાવી વાર્તા કરતી સરકારે આ બાબતે એકપણ પ્રેસ કોંફર્ન્સ શા માટે ન કરી ??? આ અહેવાલ શા માટે જાહેર ન કર્યો ???
    ગઈકાલે આ 100% ભૂલ ભરેલી જમીન માપણીની કામગીરીને 100% એક્યુરેસી વાળી કામગીરી છે તેવું જાહેર કરી મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે “ભૂમિ સન્માન” એવોર્ડ આપવામાં આવ્યો અને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે જામનગર DILR શ્રી એ જ ભૂતકાળમાં સરકારશ્રીને ઉપરોક્ત 100% ખામી વાળી કામગીરી છે તેનો અહેવાલ મોકલ્યો હતો અને એજ DILR શ્રી રાષ્ટ્રપતિશ્રી ના હસ્તે 100% એક્યુરેસી કામગીરીનો બેસ્ટ એવોર્ડ લેવા જાય આનાથી મોટી શરમજનક બાબત કઈ હોઈ શકે ??? આ તો એવું થયું કે જે બિલ્લીએ 100 ઉંદર મારી નાખ્યા હોય એ જ બિલ્લીને “બેસ્ટ અહિંસા એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે
    ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ પક્ષની માંગ છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજીના આધારે સુધારો શક્ય નથી એટલે જે 12000 જેટલા ગામોમાં પ્રમોલગેસન થયું છે તે તમામ ગામોમાં જમીન માપણી રદ્દ કરવાનો હુકમ કરવામાં આવે, સરકારી સર્વેયરો દ્વારા તેને ફરીથી માપણી કરવામાં આવે.
00000000000000000
૨૦-૦૭-૨૦૨૩
મણીપુરની ૭૬દિવસથી ચાલતી હિંસા અને તેમાં પણ મણીપુર દીકરીને નિવસ્ત્ર કરવાની દર્દનાક અને સૌ માટે શર્મજનક ઘટના પર કેન્દ્રના ગૃહમંત્રીશ્રી, મણીપુરના મુખ્યમંત્રીશ્રીની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષશ્રી જેનીબેન ઠુમર એ જણાવ્યું હતું કે, પોલિસ કસ્ટડીમાંથી આ મહિલાઓને લઈ જવામાં આવી. નગ્ન કરીને પરેડ કરાવવામાં આવે છે. ભાઈની હત્યા એમની સામે જ કરી દેવામાં આવી. ૧૮ મે માં એફ.આઈ.આર. થઈ આજે ૨૦ મે સુધી અરેસ્ટ નથી કરી શક્યા. હજુ કોણ કોણ હતા એ પાષાણ યુગમાં પણ ૨૧મી સદીના દ્રશ્યો જોવા નહિં મળ્યા હોય. ડબલ એન્જિનની સરકાર છે. એટલે હજુ સુધી મણિપુરમાં સરકાર યથાવત છે. રાજસ્થાનમાં થઈ રહેલ મહિલાઓ પરના અત્યાચાર પર જે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા હતા પ્રધાનમંત્રી એ જ પ્રધાનમંત્રી પહેલવાન મહિલાઓ પરના અત્યાચારો, મણિપુરની મહિલાઓ માટે ચુપ રહ્યા. આપણે ક્યાં સમાજમાં રહીએ છીએ. ૧૬૦ થી વધારે લોકો મર્યા ૧૦૦૦ થી વધારે ઘાયલ છે. ૬૫૦૦૦ લોકો બેઘર છે. ૫૦૦૦ થી વધારે ઘટનાઓ ઘટી છે. ૬૦૦૦ ફરીયાદો દાખલ થઈ છે. માત્ર ૧૪૪ ધરપકડ થઈ છે. ૩૬૦૦૦ પોલીસ કર્મી ૪૦ જેટલા આઈ.પી.એસ. ઓફીસર, ઈન્ડીયન આર્મી ત્યાં હાજર છે. મુખ્યમંત્રી સહિત તમામ મહિલાઓ કે જે સત્તામાં બેઠેલી છે એ તમામ મહિલાઓ ને હું સવાલ પૂછવા માંગું છું. તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સત્તાધીશો કે જેમની દિકરીઓ છે બહેન છે માતાઓ છે.
ઘણા બધા લોકોએ મણિપુરનો કુકી મહિલાઓ સાથે જે કૃત્યો થયા એ નહિં જોયો હોય હું આશા રાખું કે સંવેદનશીલ વર્ગે એ વિડીયો જોવો પણ ના જોઈએ. જે પ્રમાણેનું કૃત્ય થયું છે એ જોઈને એકવાર તો દેશની સરકાર પર અને એની સંવેદનહીનતા પર ફીટકાર વરસાવાઈ જશે. આજે દેશનું કોઈપણ રાજ્ય હોય કોઈપણ વર્ગ હોય સમાજ હોય એ ચુપ રહેવાના અધિકારી નથી. પુરૂષોની ભીડથી ઘેરાયેલી ૨ નિવસ્ત્ર મહિલાઓ માટે બોલવું પડશે. આ ઘટના એ સાબિત કરી બતાવ્યું છે કે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ના નારાઓ ફક્ત મતની રાજનીતિ કરવા માટે જ આપ્યા છે. આનો કોઈ મતલબ આખા દેશમાં દેખાતો નથી. ‘અચ્છે દીન’, ‘સબકા સાથ સબકા વિકાસ’. દ્રોપદીનું વસ્ત્રહરણ અમૃતકાળમાં થઈ રહ્યું હતું ત્યારે જે લોકો રોકી શકતા હતા બોલી શકતા હતા પણ ના રોક્યું ના બોલ્યા અને આખા કુળનું નિકંદન નિકળી ગયું એ જ રીતે અત્યારે સત્તાના કેફમાં મદમસ્ત લોકો અને સત્તાની સાંકળોમાં જકડાયેલું મીડીયા જે પ્રમાણે ચુપકી સાધી લીધી છે એ તમારા ભયાનક અંતની આગાહી છે કે મહિલાઓ અને બાળકોની હાય તમને બરબાદ કરશે.
મણિપુર હિંસા સત્તાધીશો, સત્તાના ભૂખ્યા લોકો જ્યાં જ્યાં આ રાજરમતો રમે છે. તે લોકો થકી જ આખો દેશ વિશ્વમાં બદનામીની ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. માનવ સંવેદનાઓ સંપૂર્ણ ગુમાવી ચૂક્યા છે. મણિપુરમાં થયું અહીં નહિં થાય એ માની લેવાની બીલકુલ ભૂલ ના કરતા ક્યાંય પણ આ ઘટનાઓ જોવા મળી શકે છે કોઈ પણના ઘર સુધી. ભારત કઈ દિશામાં જઈ રહ્યો છે એનું નાનકડું એવું ભયાનક ચિત્તાર આપણા સામે રજૂ થયો છે. લો એન્ડ ઓર્ડરના ચિંથરા ઉડાવવાનો નોબેલ પારીતોષક ભારતીય જનતા પાર્ટીની સરકારોને આપવો જ ઘટે. બંગડીઓ તો સ્મૃતિ ઈરાનીજી પાસે છે એ લઈને પેરી લેવા વિનંતી.
ડૉ. મનમોહનસિંહજીને મૌનમોહનસિંહજી કરીને બોલાવનારાઓ આજે ફક્ત મૌન નથી ભેદી મૌન ધારણ કરીને બેઠાં છે. ભારત દેશમાં સૌથી સસ્તું કંઈ રાખ્યું હોય તો એ માણસનો જીવ સસ્તો કરી દીધો છે. આ સરકારે એનું ઉદાહરણ પણ આજે એસ.જી. હાઈવે પર જોઈ લીધું.
00000000000000000
૨૪-૦૭-૨૦૨૩
·                છેલ્લા ૨૮ વર્ષમાં ઘેડ વિસ્તારમાં નક્કર કામગીરી ન થવાને કારણે લોકો પૂર જેવી પરિસ્થિતિથી હાલાકીનો સામનો ભોગવી રહ્યાં છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા
·                ઘેડ માથી પસાર થતી કેનાલ અને તળાવો ઊંડા કરવા, રાહતદરે પશુપાલકોને સૂકો ઘાસચારો આપવા,પુનઃ વાવેતર માટે વિનામૂલ્યે બિયારણ, એક મહિનાથી ઘરે બેઠેલા લોકોને કેશડોલ અને ઘેડ માટે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નુકસાનીમાં સહાયની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત જીલ્લાના લોકોને મળીને જુનાગઢ, પોરબંદર, અમરેલી, ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્રના જીલ્લાના પ્રજાના પ્રશ્નો જેવા કે કેશડોલ્સ, ખેતીની જમીન સહિત ખેડૂતોને થયેલ નુકસાન, વિજળી, પીવાનું શુદ્ધ પાણી, પશુપાલકોને ઉભી થયેલી મુશ્કેલી, રોડ-રસ્તા વગેરે પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવા માટે તેમજ સ્થાનિક કક્ષાએ સરકારી સહાયમાં તંત્રના સંકલનમાં જરૂર પડે ત્યાં કોંગ્રેસનો કાર્યકર મદદરૂપ બન્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલે છે છેલ્લા ૨૮ વર્ષમાં ઘેડ વિસ્તારમાં નક્કર કામગીરી ન થવાને કારણે લોકો પૂર જેવી પરિસ્થિતિથી હાલાકીનો સામનો ભોગવી રહ્યાં છે. થોડા વરસાદમાં ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે. જૂનાગઢમાં કુદરતી નાળાઓ ખુલ્લા હતા અને પાણી નિકાલ થતો હતો પરંતુ નાળાઓ અને વહેણ પર દબાણ થતાં જુનાગઢ જળબંબાકાર થયું છે. ઘેડ સહિતના વિસ્તારમાં વાવેતર નિષ્ફળ રહ્યું છે. વરસાદના કારણે માત્ર જૂનાગઢમાં જ ૨૦૦ કરોડનું નુકસાન થયું છે. ઘેડ માથી પસાર થતી કેનાલ અને તળાવો ઊંડા કરવા, રાહતદરે પશુપાલકોને સૂકો ઘાસચારો આપવા,પુનઃ વાવેતર માટે વિનામૂલ્યે બિયારણ, એક મહિનાથી ઘરે બેઠેલા લોકોને કેશડોલ અને ઘેડ માટે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદમા પશુધન મુંગા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અંગે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓની જાત તપાસ બાદ બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ અતિ ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓમાં અતિ નુકસાની જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાયેલા છે. ત્યાંનાં ગામડાઓમાં NDRFની ટીમો મોકલીને તાકીદે મેડિકલ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે પશુઓ ઘાસચારા વિનાના છે ત્યાં તાકીદે સૂકો ઘાસચારો રાહત દરે વન વિભાગ મારફતે પૂરો પાડવામાં આવે. રોજીરોટી ગુમાવનારને ૧ મહિનાનું કેશ ડોલ્સ તથા ઘરવખરીને થયેલ નુકશાન પેટે વળતર આપવામાં આવે, ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, જુવાર સહિતના બિયારણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે, પાક નિષ્ફળ બાબતે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, જુનાગઢ શહેરમાં વોંકળા અને નાળા સાફ કરવામાં આવે, ઘેડ વિસ્તારની નદીઓ, કેનાલો અને તળાવો ઊંડા અને પહોળા કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં દર વખતે વરસાદ વખતે ગામ-શહેરોમાં રહેલા રહેઠાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાવવાથી સ્થળાંતર કરવું પડે છે. આવા ગરીબ પરિવારોને ઊંચાણવાળા સ્થળો પર મકાન-જમીન આપીને પુનઃ વસવાટ કરવામાં આવે,પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ ૨૪૪૮ આવાસ યોજનાના ઘરોમાં પાણી લીકેજ થાય છે તેની તપાસ કરીને આવાસોને રીપેર કરી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
00000000000000000
૨૫-૭-૨૦૨૩
·                   લોકસભા માં અપાયેલ જવાબ મુજબ ગુજરાત રાજ્ય ની ૬૬% થી વધુ યુનિવર્સિટી અને ૭૮% કોલેજો ને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટૈશન કાઉન્સિલ( NAAC) ની માન્યતા નહિ.
·                   ગુજરાત ની ૮૩ પૈકી ૫૫ યુનિવર્સિટી ને NAAC ની માન્યતા નહિ
·                   ગુજરાત ની ૧૭૬૭ કોલેજો ને NAAC ની માન્યતા નહિ
·                   યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ના આદેશ મુજબ NAAC ફરિજયાત
·                   મૂલ્યાંકન માં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓ ની સુવિધા, અભ્યાસક્રમ જેવી અનેક બાબતો નો સમાવેશ.
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ની કથળતી શિક્ષણ વ્યવસ્થા નો ચિતાર લોકસભા માં ૨૪/૭/૨૦૨૩ ના દિવસે મળેલ જવાબ માં પ્રદર્શીત થાય છે. યુનિવર્સિટી  ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ NAAC ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો  એ માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ની ૬૬% વધુ યુનિવર્સિટી એ NAAC ની માન્યતા લીધેલ નથી, જેમાં રાજ્ય ની ૫૫ યુનિવર્સિટી નો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય ની ૭૮% કોલેજો એ NAAC ની માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ૨૨૬૭ કોલેજો પૈકી ૧૭૬૭ કોલેજો એ NAAC ની માન્યતા લીધેલ નથી.
         દેશ અને ગુજરાત ને ગ્લોબલ શિક્ષણ ડેસ્ટિનેશન બનાવવા ના દાવા પોકળ હોય તે આ આંકડા થી પ્રસ્થાપિત થાય છે. NAAC ના મૂલ્યાંકન માં સાત જેટલા મુખ્ય સુચકો નો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજો માં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતર નું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓ ના સપોર્ટ ની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થા ના મૂલ્યો ના આધારે ૧૦૦૦ ગુણ માં થી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકન માં અભ્યાસક્રમ ની ડીઝાઈન, પૂરતા અને ગુણવત્તા વાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓ નું પરફોર્મન્સ,રિસર્ચ ને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટે ની વ્યવસ્થા જેવા મુદ્દાઓ ને આવરી લેવા માં આવે છે. આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજો ને A, B, C અને D કેટેગરી માં મૂકવા માં આવે છે.
           કેટલીક કોલેજો અને યુનિવર્સિટી ની NAAC મૂલ્યાંકન ની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી. ગુજરાત ની યુનિવર્સિટીઓ અને કોલેજો માં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓ નો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓ થી હાટડીઓ બનેલી શૈક્ષણિક સંસ્થાઓ ને નિમ્ન કક્ષા નું મૂલ્યાંકન મળે તેનો ડર સતાવી રહ્યો છે કે શું? તે સવાલ ઊભો થાય છે. ગુજરાત સરકાર જો સાચા અર્થ માં શિક્ષણ ના સુધાર ની દિશા માં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજો એ NAAC નું ફરિજયાત મૂલ્યાંકન કરાવું જોઈએ. NAAC મૂલ્યાંકન ફરિજયાત  થવું જોઇએ તેવી માંગ છે. જો શૈક્ષણિક સંસ્થાઓ  મૂલ્યાંકન ના કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધી ની કાર્યવાહી કરવી જોઈએ. શિક્ષણ માટે ની વ્યવસ્થા માટે સરકાર કારગર પગલાં નથી લઈ રહી તે લોકસભા ના આંકડા સ્પષ્ટ પણે દર્શાવે છે.
NAAC એક્રેડિટેશન નહીં મેળવેલ યુનિવર્સિટી
NAAC એક્રેડિટેશન નહીં મેળવેલ કોલેજો
૫૫
૧૭૬૭
00000000000000000
૮-૮-૨૦૨૩
·                   ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકાર થી વંચિત.
·                   ૯૧૧૮૩ આદિવાસીઓ ને  જંગલ જમીન અધિકાર થી વંચિત રખાયા, અરજી કરનારા ૪૯.૮% આદિવાસીઓ ને લાભ નહિ મળે.
·                   ૫૭૦૫૪ અરજીઓ ને નામંજૂર કરવા માં આવી, ૩૪૧૨૯ આદિવાસીઓ ના જંગલ જમીન અધિકાર ની અરજીઓ ઉપર કોઈ નિર્ણય નહીં.
·                   અલગ અલગ કાયદા લાવી ને જંગલ ની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે પણ ગરીબ આદિવાસીઓ ને તેમનો અધિકાર નહિ?
·                   નામંજુર થયેલ અરજીઓ ઉપર ફેર વિચારણા થવી જોઈએ, પેન્ડીંગ અરજીઓ ઉપર ત્વરીત નિર્ણય થાય તેવી માંગ.
·                   ૧૬૦૦૦ હેક્ટર થી વધુ જંગલ ની જમીન બિન જંગલ ઉપયોગ માં આપી દેવા માં આવી..
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થઈ રહી હોય ત્યાં આદિવાસી ભાઈઓ બહેનો ને જંગલ જમીન ના અધિકાર થી વંચિત રાખવા માં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુપીએ સરકાર આદિવાસીઓ માટે જંગલ જમીન અધિકાર કાયદો લાવી અને ગરીબ આદિવાસીઓ ને જમીન મળે તે માટે ની વ્યવસ્થા ઊભી કરવા માં આવી હતી. રાજ્યસભામાં તા. ૮-૨-૨૦૨૩ના રોજ અપાયેલ વિગત મુજબ ગુજરાત રાજ્ય ના ૯૧,૧૮૩ આદિવાસીઓ ને જંગલ જમીન અધિકાર થી વંચિત રખાયા છે. જંગલ જમીન કાયદા હેઠળ અરજી કરનારમાંથી ૪૯.૮ % આદિવાસી ભાઈઓ-બહેનો તેમના લાભથી વંચિત. ગુજરાત રાજ્ય ના ૫૭૦૫૪ આદિવાસીઓ ની જંગલ જમીન ના અધિકાર ની અરજીઓ ને નામંજૂર કરવા માં આવી છે. ૩૪,૧૨૯ અરજીઓ પેન્ડિંગ હાલત માં છે, હજી તે ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી.
ભાજપ દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી જાહેરાતો થાય છે, જ્યારે ગરીબ વંચિત આદિવાસીઓ ને અધિકારો આપવાની વાત હોય ત્યારે તે આદિવાસીઓ ને લાભ થી વંચિત રાખવા માં આવે છે. ગુજરાત રાજ્ય ની ૧૬૦૦૦ હેક્ટર થી પણ વધારે જમીન ને બિન જંગલ ઉપયોગ માં લેવા માં આવી છે. અલગ અલગ કાયદા લાવી ને ગરીબ આદિવાસીઓ ની જમીન છીનવી ને પોતાના ના મળતીયાઓ ને લાભ માટે નું વ્યવસ્થા તંત્ર થઈ ગયું હોય તેમ છે. લોકડાઉન માં ગરીબ આદિવાસીઓ ઉપર જમીન ના મુદ્દે બળજબરી કરતા તંત્ર ને આપણે સહુ એ જોયું છે. તંત્ર અને સરકાર ને આદિવાસીઓ ની જમીન ને ઉદ્યોગો અને કોર્પોરેટ ને આપતા જોયા છે. અંબાજી થી ઉમરગામ ના ગરીબ આદિવાસીઓ એ પોતાના ના હક્ક ની લડાઈ લડવા માટે રોડ ઉપર ઉતરવું પડે છે.
ગુજરાત ના ગરીબ આદિવાસી સમાજ ની જંગલ જમીન અધિકાર ની નામંજૂર અરજીઓ ઉપર ફેર વિચારણા સરકાર એ કરવી જોઈએ. જંગલ જમીન અધિકાર ની પેંડિંગ અરજીઓ પર ત્વરિત નિર્ણય થાય તેવી સરકાર સમક્ષ માંગ કરીએ છીએ.
જંગલ જમીન અધિકારથી વંચિત રખાયેલ આદિવાસીઓ – ૯૧૧૮૩
જંગલ જમીનના અધિકારની આદિવાસીઓની નામંજુર કરેલ અરજીઓ – ૫૭૦૫૪
જંગલ જમીનના અધિકારની આદિવાસીઓની પેન્ડીંગ અરજીઓ – ૩૪૧૨૯
0000000000000000 \
અખબારી યાદી
તા. ૮-૦૮-૨૦૨૩
રાજ્યમાં નગરપાલિકાની પેટા ચૂંટણીના આશાસ્પદ પરિણામ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહે જણાવ્યું હતું કે, નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય થયો છે. રાજ્યમાં ૧૮ નગરપાલિકાની ૨૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષનો એટલે કે ૯ બેઠક પર વિજય થયો છે. આઠ બેઠકો અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે. યોજાયેલ પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ બની છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે. સુરત શહેરની મહાનગરપાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે.
હંમેશા એવું જોવાતુ હોય છે કે પેટા ચૂંટણીમાં સત્તા ધારી પક્ષની જીત થતી હોય છે પણ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યો છે અને જનતાએ નાની ચૂંટણીમાં પણ ભાજપા સરકારની નિતીઓ ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓથી ત્રસ્ત થઈને મતદાન કર્યું છે, જે પરિણામોમાં ઊડીને આંખે વળગે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જે મત વિસ્તારમાં છે ત્યાં માત્ર ૨૩ ટકા મતદાન થયું હતું જે દર્શાવે છે કે જનતા ભાજપા શાસકોના વચન-વાયદાથી ત્રસ્ત થઈ નિરાશાજનક મતદાન જોવા મળ્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક પરિણામો આપવા બદલ તમામ સુજ્ઞ મતદાતાઓનો હાર્દિક આભાર માન્યો હતો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા આગેવાનોએ ખુબ  જ સારી મહેનત કરી તે અભિનંદનને પાત્ર છે.
ક્રમ
નગરપાલિકાનું નામ
વોર્ડ નંબર
બેઠક
અગાઉ ક્યા પક્ષની હતી
કોંગ્રેસ પક્ષની જીત
1.
પાલીતાણા
1
1
ભાજપ
કોંગ્રેસ
2.
2
ભાજપ
કોંગ્રેસ
3.
3
ભાજપ
કોંગ્રેસ
4.
જંબુસર
7
1
ભાજપ
કોંગ્રેસ
5.
આમોદ
6
1
ભાજપ
અપક્ષ (કોંગ્રેસ પ્રેરીત)
6.
ડીસા
9
1
અપક્ષ
કોંગ્રેસ
7.
પાલનપુર
4
1
કોંગ્રેસ
કોંગ્રેસ
8.
મોડાસા
7
1
મીમ
કોંગ્રેસ
9.
આણંદ
5
1
અપક્ષ
કોંગ્રેસ
  0000000000000000000
  ૮-૦૮-૨૦૨૩
·                   રાજ્યમાં મેડીકલની પ્રવેશ પ્રક્રિયા સમયે જ તોતીંગ ફી વધારાથી ઉંચા મેરીટ સ્કોર ધરાવતા સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર.
·                   મેડીકલની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ-અવઢવભરી સ્થિતિ માટે આરોગ્ય વિભાગ સીધો જવાબદાર.
·                   ગુજરાતની GMERSની ૧૩ મેડીકલ કોલેજોના બેફામ ફી વધારા કરવાનો નિર્ણય સંપૂર્ણ ગેરવ્યાજબી અને વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક હતો.
વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષના વ્યાપક વિરોધ પછી પરત ખેંચવાની ફરજ પડી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારી નાણાંથી પ્રજાના ટેક્ષના નાણાંથી ઊભી થયેલ GMERSની ૧૩ મેડીકલ કોલેજોને સંપૂર્ણ પણે સરકારી ફી ધોરણે મેડીકલ કોલેજોમાં રૂપાંતર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એક સાથે GMERSની અભ્યાસક્રમની મેડીકલ ફીમાં ૬૭ થી ૮૮ ટકા સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફી નો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો હતો.ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગતા હતા તે વિદ્યાર્થી-વાલીઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી હતી. જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીને લેખીત પત્રથી અસરકારક રજુઆત કરી હતી અને રાજ્યની ૧૩ જેટલી GMERS ની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય – મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે ત્યારે મેડીકલ અભ્યાસક્રમનો તોતીંગ ફી વધારો પરત ખેંચવાની જાહેરાત આવકાર્ય છે અને રાજ્ય સરકાર ખુદ ઉંચી ફીની મેડીકલ કોલેજોને બદલે સરકારી ફીના ધોરણે GMERS કોલેજોને તબદીલ કરવામાં આવે જેથી ઓછી ફીમાં સામાન્ય-મધ્યમવર્ગના ઉચ્ચ મેરીટ ધરાવતા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ ડૉક્ટર બને અને ગુજરાતની આરોગ્ય સેવાને ફાયદો થાય.
00000000000000000
 ૧૦-૦૮-૨૦૨૩
·       ભાજપના જ કાર્યકરોએ ચલાવેલા પત્રિકા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ભૂંડી ભૂમિકા
·       સામાન્ય નાગરિકો સાચી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જતાં ડરે છે અને પોલીસ ફરિયાદીઓ સાથે મોટા ભાગે ગુનેગારો જેવો વહેવાર કરે છે પરંતુ ભાજપના કૌભાંડો છુપાવવા પોલીસ સીધી ફરિયાદો નોંધે છે.
·       ગુજરાત પોલીસના અધિકારીઓ – કર્મચારીઓનો પગાર જનતાના ટેક્સમાંથી ચૂકવાય છે ત્યારે અધિકારીઓ ભાજપ કે તેના આગેવાનોની સૂચના પ્રમાણે નહીં પરંતુ ભારતના બંધારણ અને કાયદા મુજબ કામગીરી કરે.
·       પેન ડ્રાઈવ હાઇ કમાન્ડને પહોંચાડનાર સામે ફરિયાદ કરીને જેલમાં પુરવાને બદલે પેનડ્રાઈવ – પત્રિકામાં કરેલ આક્ષેપોની તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા
ભારતીય જનતા પાર્ટીના સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના દિગ્ગજ આગેવાનોના કૌભાંડો સંદર્ભે ભાજપના જ કાર્યકરોએ ચલાવેલા પત્રિકા કાંડમાં ત્રાસવાદીઓ જેવા સંગઠીત ગુનાખોરીને રોકવા અને તપાસ કરવા માટે ગૃહ વિભાગે ઉભી કરેલી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ભૂંડી ભૂમિકા ઉપર આકરા સવાલો ઊભા કરીને ગુજરાત પોલીસની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝાટકણી કાઢી હતી.
શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ આજે રાજીવ ગાંધી ભવન ઉપર પત્રકાર પરિષદ યોજીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ સહિતના આગેવાનોના ભ્રષ્ટાચાર બાબતે પત્રિકાઓ, પેન ડ્રાઈવ સહિતની બાબતોમાં સુરત, અમદાવાદ અને વડોદરામાં જે તે શહેરના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાને બદલે ગંભીર ગુનાઓની તપાસ કરતી એજન્સીઓ માં સીધો જ ગુનો નોંધવાની ઘટના ઉપર આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા. સામાન્ય નાગરિકો કે વેપારીઓ વિરુદ્ધ આક્ષેપો કરતી પત્રિકાઓ કે વક્તવ્યની પોલીસ નોંધ સુધ્ધાં લેતી નથી. સામાન્ય નાગરિકો સાચી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જતાં ડરે છે અને પોલીસ ફરિયાદીઓ સાથે ક્યારેક તો ગુનેગારો જેવો વહેવાર કરે છે. પરંતુ ભાજપ ના દિગ્ગજ આગેવાનો  સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી પત્રિકાની ઘટનામાં તો પત્રિકા કોને છાપી? તેની પાછળ ભાજપ ના કયા નેતાનો હાથ છે? સહિતની તપાસ માં સીધા જ ત્રાસવાદ અને સંગઠીત અને ગંભીર ગુનાની તપાસ માટે જ કામગીરી કરતી ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ મેદાનમાં આવી ગયા!
ગુજરાત પોલીસના અધિકારીઓ સહિતના પગાર જનતાના ટેક્સમાંથી ચૂકવાય છે અને આ અધિકારીઓ ભાજપ કે તેના આગેવાનોની સૂચના પ્રમાણે નહીં પરંતુ ભારતના બંધારણ અને કાયદા મુજબ કામગીરી કરવાની છે. પરંતુ છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારની સુચનાથી વિરોધીઓને, વેપારીઓને, જમીનના વ્યવસાય સાથે સંકળાયેલાને કે પછી વિશેષ રીતે હેરાન કરવા માટે પોલીસ પંકાયેલી હતી પણ હવે તો ભાજપનો ભ્રષ્ટાચાર, જુથબંધી, ભાગબટાઈમાં એટલા બધા કામો અને નામો વધી ગયા કે ભાજપના જ નેતાઓ તેમના જ પક્ષના લોકો માટે હિસાબ ચુકતો કરવા અને મોં બંધ કરાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીધી સુચના આપે છે. જેની પોલીસ પણ અમલવારી કરી રહી છે. જેનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ આવવુ જરૂરી છે.
ભારતીય જનતા પાર્ટી ના આંતરિક વિગ્રહ અને ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહારો કરતાં શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોને કારણે અગાઉની વિજય રૂપાણીની સરકારના મંત્રીમંડળના તમામ પ્રધાનો સહિતની સરકારને 2022 ની ચૂંટણી પહેલા બદલવાની ફરજ પડી હતી. વિદાય થયેલી સરકાર વખતે રાજકોટ ના પોલીસ કમિશ્નર સહિતના પોલીસ અધિકારીઓ ખંડણી ઉઘરાવતા હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈએ પુરાવા રજૂ કરતાં રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના પોલીસ અધિકારીઓની બદલી કરાઇ હતી. ભ્રષ્ટાચાર ના આરોપસર જ ભાજપ ના પ્રદેશ મહામંત્રીઓ અને બીજા આગેવાનો પાસેથી રાજીનામાં લેવાયા છે અને હજુ પણ દરેક જીલ્લા-તાલુકાઓમાં ભ્રષ્ટાચારના થોકબંધ આક્ષેપો ખુદ ભાજપના જ આગેવાનો કરી રહ્યા છે. પરંતુ જો પગલાં લેવાની શરૂઆત કરાય તો ભાજપ ના 90% મોટા આગેવાનો ને કાઢવા પડે તેવી સ્થિતિ છે.
શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ માંગણી કરતાં જણાવ્યું હતું કે પેન ડ્રાઈવ હાઇ કમાન્ડને પહોંચાડનાર સામે ફરિયાદ કરીને જેલમાં પુરવાને બદલે પત્રિકામાં કરેલ આક્ષેપોની તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
0000000000000000
 ૨૧-૦૮-૨૦૨૩
·        સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી : ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે.
·        સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ : ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ – ૨૦૨૩માં વિગતો સામે આવી.
·        કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું.
સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-૨૦૨૩માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જીનીયર)એ જણાવ્યું હતું કે, સ્કીલ ઈન્ડિયા – ૨૦૨૩ માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ–૫ રાજ્યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી. સ્કીલ રીપોર્ટ-૨૦૨૩માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ. ૨ લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ–૫ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી. ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં ૫૦ ટકા ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. નાના-મધ્યમ  કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
છેલ્લા ૧૦ વર્ષના સ્કીલ રીપોર્ટથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આટલી ગંભિરતા હોવા છતાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર ગંભિરતા દાખવતી નથી, જેના લીધે મોંઘુ શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત રહે છે. બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BOP, KPKPO બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના ૧૧ થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી. ભાજપ શાસકોના છેલ્લા ૨૭ વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્ય’ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તી કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.
વધુ રોજગાર ક્ષમતા ટોપ-૫ રાજ્યો
રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-૫ શહેરો
ઉચ્ચ રોજગાર લક્ષી પ્રતિભા ધરાવતા શહેરો
ઉત્તરપ્રદેશ
મુંબઈ (મહારાષ્ટ્ર)
મુંબઈ
મહારાષ્ટ્ર
લખનૌ (યુ.પી.)
લખનઉ
દિલ્હી
મેંગ્લોર (કર્ણાટક)
મેંગ્લોર
આંધ્રપ્રદેશ
ન્યુ દિલ્હી
ન્યુ દિલ્હી
રાજસ્થાન
પુણે (મહારાષ્ટ્ર)
પુણે
0000000000000000
૨૪-૦૮-૨૦૨૩
•       નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર
•       ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ ચોક્કસ દવાનું સૂચન કરે તો તેના પર દંડનાત્મક કાર્યવાહી સંપૂર્ણ અયોગ્ય.
•       ભારત સરકાર જેનરીક દવાઓની ગુણવત્તા માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી.
•       બ્રાન્ડેડ દવાઓની કિંમત જો ઊંચી હોય તો તેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સરકારની છે.
•       જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પોતાના અનુભવે યોગ્ય દવા લખવાનો ડોક્ટરનો અધિકાર સંપૂર્ણપણે અબાધિત રહેવો જોઈએ.
•       નેશનલ મેડિકલ કમિશનનો સંપૂર્ણપણે અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું નેશનલ મેડિકલ કમિશનનું જે ફરમાન છે તે સંપૂર્ણપણે અવિચારી અને દર્દીઓના જીવન સાથે ચેડા કરનારું તેમજ આપણા દેશના ડોક્ટરો જાણે વિશ્વાસ કરવાને પાત્ર જ ન હોય તે પ્રકારનું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે. કોઈ દર્દી જો બીજા કોઈ રોગથી પીડાતા હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ખૂબ જ ઓછી હોય તો ડોક્ટર તેને ચોક્કસ બ્રાન્ડેડ દવા કે જેનો તેને અનુભવ અને વિશ્વાસ છે તે જ દવા લખે તે વ્યાજબી ગણાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સાથી સંલગ્ન વિભાગો અવિચારી રીતે ગમે ત્યારે મનઘડંત નિર્ણયો કરતા હોય છે અને પછી ક્યારેક યુ ટર્ન પણ લેવાનો વારો આવતો હોય છે. સરકારે ખરા અર્થમાં આપણા નાગરિકો અને દર્દીઓને સસ્તી દવા આપવી હોય તો બ્રાન્ડેડ દવાઓ ઉપરના કિંમતના નિયંત્રણો યોગ્ય રીતે કરવા જોઈએ જે કરવામાં આવતા નથી. જેનરીક દવાઓ જે બજારમાં મળે છે તેની ગુણવત્તા(ક્વોલિટી)ની જાળવણી માટે સરકાર સહેજ પણ ચિંતિત નથી અને પરિણામે જેનરીક દવાઓનો વપરાશ કરતા પહેલાં બધાને ચિંતા અને પ્રશ્નાર્થ ઉભો થાય છે. સરકારની જવાબદારી છે કે જેનરીક દવાઓની ગુણવત્તા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જે ડોક્ટર પોતાના અનુભવથી પોતાના દર્દી માટે કઈ દવા ઉત્તમ રહેશે તે માટે વિચારીને પોતાની ચોઈસ ઓફ ડ્રગ દર્દીને પ્રિસ્ક્રાઈબ કરે તેમાં સરકારને વાંધો ન હોવો જોઈએ. વ્યક્તિના જીવનથી વધારે કિંમતી કશું જ ન હોઈ શકે. ડોક્ટર જ્યારે ચોક્કસ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય ત્યારે દર્દી પોતે જેનરીક દવા માટે સૂચવી પણ શકે અને મેડિકલ સ્ટોર ઉપર પણ બ્રાન્ડેડના બદલે જેનરીક દવા ખરીદવા માટે સ્વતંત્ર છે. આ બધા જ સંજોગોમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી નિર્ણય કરીને માત્ર જેનરીક દવા જ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરી શકે અને ન કરે તો તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનો જે પરિપત્ર કર્યો છે તેને સત્વરે રદ્દ કરવો જોઈએ તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલી છે. શ્રી ગોહિલે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીશ્રી તથા આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી કે જેઓ બંને ગુજરાતના છે તેઓને નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી પરિપત્ર કરાયો છે તેને તાત્કાલિક રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
000000000000000
૨૭-૦૮-૨૦૨૩
નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી, એ.આઈ.સી.સી. મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ એરપોર્ટ થી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું. શ્રી મુકુલ વાસનીકજીએ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી આશીર્વાદ મેળવ્યાં હતાં ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે વિસ્તૃત કારોબારીમાં ભાગ લીધો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીને સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારો સંબંધ ઘણો જુનો છે. એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કામગીરી વખતે ગુજરાત આવવાનો અવસર મળ્યો હતો ત્યારથી લઈને છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાત સાથે જોડાયેલો છું. ગુજરાતે હંમેશા મને સ્નેહ અને પ્રેમ આપ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત  બનાવવામાં આવશે તે માટે તાલુકા-જીલ્લા અને પ્રદેશ કક્ષા સ્તરે પણ ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રતિભા ધરાવતા લોકોને યોગ્ય કામગીરી-જવાબદારી સાથે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે. આવનાર લોકસભાની ચૂંટણીમાં ૨૦૦૪માં આવેલા ચોકાવનારા પરિણામ જેવા જ સકારાત્મક પરિણામ આવશે તે માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધતા રાખી ‘ગો ટુ ધ પીપલ’ એટલે કે જનસંપર્ક કાર્યક્રમો કરશે. ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો, યુવાનો હેરાન – પરેશાન થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દલીત, આદિવાસી, વંચિત અને લઘુમતિ સમાજના લોકો પર અત્યાચારોની ઘટના વધી રહી છે. જ્યારે તેમાં કન્વીક્શન રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ખુબ ઓછો છે. મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં છડેચોક મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. મણીપુરમાં મહિલાને નિવસ્ત્ર કરી પરેડ કરવામાં આવે જે ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના થઈ નથી તેમ છતાં વડાપ્રધાનશ્રી હરફ ઉચ્ચારે નહીં એ ખુબ ગંભિર બાબત છે. જ્યારે પણ કોઈ મહિલા ઉપર બળાત્કાર – હત્યા – અત્યાચારની ઘટનાઓ એ ભારતની આન,બાન, શાન પર પ્રહાર સમાન છે.
રાજ્યમાં ટેટ-ટાટ, જુનિયર કલાર્ક, તલાટી, ઉર્જાવિભાગ સહિતના સરકારી ભરતીના પેપર ફૂટવાની ઘટનાને લીધે લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાની ઘટનામાં ભાજપના મોટા માથા સંડોવાયાનું ખુલી રહ્યું છે. તલાટી, ગ્રામ સેવક, સચિવાલય કલાર્ક, ગુજરાત વિદ્યુત બોર્ડ, નાયબ ચીટનીશ, મુખ્ય સેવિકાની ભરતીમાં મોટા પાયે ગેરરીતિની વ્યાપક ફરિયાદો મળી હોવા છતાં ભાજપ સરકાર ગેરરીતિ કરનારાઓને બચાવી રહી છે અને ફરિયાદ કરનારને આરોપી બનાવવાનો કારસો કરી રહી છે. મધ્યપ્રદેશના “વ્યાપમ કૌભાંડ” કરતા પણ વધુ “વ્યાપક ભરતી કૌભાંડ” ભાજપ શાસનમાં ગુજરાતમાં થઈ રહ્યો છે. આજે ગુજરાતના ૪૭.૫૧ લાખ ખેડૂતોના માથે કુલ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે જ્યારે આખા દેશમાં લગભગ ૧૬ કરોડ ખેડૂતો ઉપર કુલ ૨૧ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ રૂ. ૧.૩૫ લાખ દેવું છે જ્યારે ગુજરાતના ખેડૂતો ઉપર માથાદીઠ ૫૬૮૬૮ દેવું છે. રાજ્યના યુવાનોને સન્માન સાથે રોજગાર મળે, સરકારી નોકરીઓમાં-ભરતીમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ બંધ થાય તે માટે તેમજ આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજનની બહેનો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગના નામે થતાં આર્થિક શોષણ સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે.
ગુજરાત કોંગ્રેસ સંગઠનના નવનિયુક્ત પ્રભારી, કુશળ સંગઠક એવા એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં ઉષ્માભેર આવકાર આપીને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ‘મિત્ર’ ઉદ્યોગપતિઓના લાભાર્થે સરકારી તિજોરી લૂંટાવી રહી છે, કરોડો રૂપિયાના કૌભાંડ થાય અને સરકાર આંખ આડા કાન કરે ત્યારે તેનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. નોટબંધીની લાંબી કતારો, જી.એસ.ટી.ની જાળમાં ફસાયેલા નાના વ્યાપારી હોય કે આત્મહત્યા કરતો ખેડૂત, પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. પૂજ્ય બાપુએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ જેવી પવિત્ર સંસ્થા પર અપવિત્ર રીતે કબ્જો જમાવવો, ગણ્યાગાંઠ્યા સાનુકૂળ ઉદ્યોગપતિઓને સરકારી તિજોરીના ભોગે વધુ ન્યાલ કરવા, રાજ્યના અર્થતંત્રને ખાડે નાંખવું, ગરીબીમાં વધારો, શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસલામતી, દલિત-આદિવાસી, બક્ષીપંચ અને લઘુમતિ સમાજના લોકો સાથે સતત દુર્વ્યવહાર અને ઉપેક્ષા ચિંતાનો વિષય છે. ગુડ ગવર્નન્સની, વિકાસ, ગતિશીલતાની માત્ર વાતો ભાજપના રાજમાં ગુજરાતના માટે ૩ લાખ કરોડ રૂપિયા જેવું અધધ દેવું થયું છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે વિકાસ કોનો ?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરી રહી છે. વિશેષતઃ પોલીસ તંત્રનો રાજકીય હાથા તરીકે ઉપયોગ કરીને રાજકીય દ્વેષ દાખવવામાં આવે છે. એક સમયે શાંતિ, કાયદો અને વ્યવસ્થા માટે સમગ્ર દેશના ઉદાહરણરૂપ આપણું ગુજરાત આજે સામાન્ય પ્રજાજનો માટે અસલામત બની ગયું છે. હત્યા, અપહરણ, બળાત્કાર, લૂંટ અને ચોરીના સમાચાર સામાન્ય બન્યા છે. પોલીસ ઉપર હુમલા થવાના બનાવો લગભગ રોજીંદા બની ગયા છે. બાળકો, મહિલા અને ખાસ કરીને નાની દિકરીઓના ગુમ થવાના આંકડા ચિંતાજનક છે. રાજ્યમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સૌથી વધુ ભ્રષ્ટાચારવાળા ખાતાઓમાં ગૃહ વિભાગનો સમાવેશ થાય છે. જમીન-મકાન પચાવી પાડીને ભૂમાફિયાઓને ભાજપના અગ્રણીઓ દ્વારા રાજ્યાશ્રય આપવામાં આવે છે. ગાંધી-સરદારના ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના કિસ્સા ભયજનક રીતે વધી રહ્યા છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર, સરકારી નીતિઓનો વિરોધ કરનારાઓને ગેરબંધારણીય રીતે કચડી નાખવામાં આવે છે.
“ચંદ્રયાન 3” ની સફળતા એ ભારતીયની સમુદાયિક સફળતાનું પ્રતીક છે. આ સફળતા આપણા સૌ માટે આનંદની વાત છે. છ દશકોની અંતરિક્ષ કાર્યક્રમમાં વધુ એક મોરપીંછ એ ૧૪૦ કરોડ ભારતીયો માટે ગર્વની બાબત છે. જય હિન્દ! જય વિજ્ઞાન! સાથે સૌ વૈજ્ઞાનિકો સ્પેસ એન્જિનિયર, શોધકો અને આ મિશનને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ લોકોની લગન, સતત મહેનત અને સમર્પણને આદર આપીએ છીએ- બિરદાવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને આગામી અંતરિક્ષ કાર્યક્રમો માટે શુભકામનાઓ પાઠવતો ઠરાવ સૌ સભ્યોએ પોતાના સ્થાન ઉપર ઉભા થઈને બન્ને હાથ ઉંચા કરી સન્માન-ગૌરવ ભેર ઠરાવને કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં પારીત કર્યો હતો.  ચંદ્રયાન-૩ની સિધ્ધી – વૈજ્ઞાનિકોને અભિનંદન ઠરાવ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ખેડૂત, ખેતી અને ગામડુ બચાવ અંગેનો ઠરાવ શ્રી પરેશભાઈ ધાનાણી, કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ – મહિલા સુરક્ષા અંગેનો ઠરાવ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાતમાં કથળતા શિક્ષણ અંગેનો ઠરાવ શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, ગુજરાતમાં યુવાનોને રોજગારી અંગેનો ઠરાવ શ્રી દિપકભાઈ બાબરીયા, ભાજપ સરકારમાં દલિત-આદિવાસી સમાજ પરના વધતા અત્યાચાર અંગેનો ઠરાવ શ્રી સુખરામ રાઠવા, ભાજપના પ્રજાવિરોધી શાસન અને ગેરવહિવટ અંગેનો ઠરાવ શ્રી અમીબેન યાજ્ઞિકે રજુ કર્યા હતા અને આ ઠરાવોનું સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રીઓ કર્યું હતું. જેનું અનુમોદન સમગ્ર વિસ્તૃત કારોબારીએ હાથ ઉચા કરીને આપી હતી.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં સાંસદસભ્યશ્રીઓ, આ.આઈ.સી.સી. ડેલીગેટ, ધારાસભ્યશ્રીઓ, પી.સી.સી. ડેલીગેટ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલના વડાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિસ્તૃત કારોબારીનું સફળ સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કર્યું હતું.
00000000000000
 ૨૯-૦૮-૨૦૨૩
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી દ્વારા ચુંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન
·        નરેન્દ્ર-ભુપેન્દ્ર ફેસબુક પેજ પર જાહેરાતો રન કરવા ૫૫ લાખ કરતાં વધારે રૂપિયાનો બેહિસાબી ખર્ચ
·        ચુંટણી પંચના નિયમોની ફજેતી અને સાથે જ ખોટા આંકડા જાહેર કરી ખર્ચ છુપાવવામાં આવ્યો.
·        ચુંટણીના છેલ્લા ૪૮ કલાકના જાહેરનામાનો ભંગ કરીને પણ આ પેજ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી એટલે એને લાગતો પણ ગુનો નોંધી ગંભીરતા પૂર્વક કાર્યવાહી કરવામાં આવે.
·        ઉમેદવાર શ્રી ભુપેન્દ્ર પટેલના નામ સાથે સંકળાયેલા રાજકીય પેજ પર ચૂંટણી આચાર સહિતાનું ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચ કાર્યવાહી કરી તેમનું ધારાસભ્ય પદ રદ કરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધિત કરતા પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે નરેન્દ્ર-ભુપેન્દ્ર નામના ફેસબુક પેઈજ પર શ્રી ભુપેન્દ્ર પટેલના સાથે સંકળાયેલા આ પેજે મેટા પોલિસીનું વાયોલેશન- ઉલ્લંઘન કર્યું. ડિસ્કલેમરમાં પેજ સાથે શું લેવાદેવા છે એ અંગે ચોખવટથી ના જણાવ્યું અને ફેન પેજના નામે  દેખાડો કરી સત્તાવાર રીતે ભાજપ દ્વારા પેજ હેન્ડલ થતું હોવાનું છુપાવ્યું, જે એક એક્સપોઝમાં બહાર આવ્યુ કે ડિસ્કલેમરમાં જે વેબસાઈટ આપવામાં આવી છે એ વેબસાઈટ જ્યાંથી હેન્ડલ થાય છે એ આઈપી પરથી ભાજપની ઓફિશિયલ વેબસાઇટ્સ હેન્ડલ થાય છે. વળી અત્યારે આ પેજ ડીલીટ કરવામાં આવેલ છે તેની સાથે દર્શાવેલ વેબસાઈટ www.gujarat2022.com અને ફોન નંબર 6357054354 પણ બંધ આવે છે.
આ પેજ પર રન થયેલી અનેક જાહેરાતો અનુસાર ભુપેન્દ્ર પટેલને વિધાનસભા ઉમેદવાર તરીકે જેટલો ખર્ચ કરવાની ચૂંટણી પંચની અનુમતિ હતી એના કરતાં વધારેનો ખર્ચ કરવામાં આવ્યો.શ્રી ભુપેન્દ્ર પટેલ ને ભાજપ દ્વારા ૩૦ લાખ રૂપિયા અને સ્વ ખર્ચ ૧૫ હજાર રૂપિયા ચૂંટણી દરમિયાન આવેલ અને તેમને કુલ ૧૮,૭૪,૦૪૯ ખર્ચ કરેલ જેમાં તેમણે ફક્ત વોઇસ મેલ માટે રૂ ૪,૨૦૬ કરેલ હતો પરંતુ ફેસબુક એડ માટેનો કોઈ ખર્ચ બતાવેલ નથી.
ઉપરોક્ત બાબતોમાં ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરી ભુપેન્દ્ર પટેલનું ધારાસભ્ય પદ રદ્દ કરે તેવી માંગણી કરવામાં આવે છે. તો બીજી તરફ ભુપેન્દ્ર પટેલના નામ અને ફોટો સાથે ભાજપ દ્વારા જ ઓફિશિયલી (બહાર દેખાડવા અનઓફિશિયલી) આ પેજ પર જાહેરાતો રન કરવા ૫૫ લાખ કરતાં વધારે રૂપિયા ક્યાંથી આવ્યા, આ સમગ્ર બિનહિસાબી નાણાં અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ED તાત્કાલિક તપાસ કરીને જપ્તી તેમજ ધરપકડની કાર્યવાહી કરે – એમાં જે ઝડપ વિપક્ષના નેતાઓ પર કાર્યવાહીમાં રખાય છે એવી જ રાખવામાં આવે.
આ એક ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન તો છે જ સાથે સાથે  ભાજપના ૫૫ લાખના   બિનહિસાબી નાણાંના ગેરકાયદેસર ઉપયોગનો ખુલાસો પણ કરે છે, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવેલું એક મોટું સ્કેમ છે. જેની હેઠળ ખોટી સ્માર્ટનેસ બતાવી, છટકબારીના રસ્તા રાખી ચૂંટણી પંચના નિયમોની એસીતેસી કરીને આયોજનપૂર્વક ગેરનીતિ કરવામાં આવી છે જેની કાનૂની તપાસ થવી જોઈએ
નરેન્દ્ર-ભુપેન્દ્ર ફેસબુક પેજની આ ગેરરીતિઓ, કૌભાંડ, છેતરપિંડી સામે આવ્યા પછી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી  ભુપેન્દ્ર પટેલે નૈતિકતાના ધોરણે તાત્કાલિક મુખ્યમંત્રી પદ અને ધારાસભ્ય પદે રાજીનામું આપે.
અગાઉ જે પ્રકારે ઇન્દિરા ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ કરવામાં આવેલી, ખોટી રીતે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવામાં આવેલી કે જેમાં સુપ્રીમ કોર્ટથી ફટકાર લાગતા ભાજપ સરકારે પરત આપવી પડી એની સામે ભુપેન્દ્ર પટેલ વિરુદ્ધ ખુલ્લેઆમ પુરાવાઓ છે ત્યારે સમયાંતરે ભાજપનું પપેટ સાબિત થતા ચૂંટણી પંચની પણ કસોટી છે, જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો પહેલેથી જ વિશ્વસનીયતા ગુમાવી ચુકેલું ચૂંટણીપંચ હવે હાસ્યાસ્પદ સાબિત થઈ જશે, જરૂર પડ્યે જો કોર્ટ મેટર બને તો આશા છે કે ગુજરાતની અદાલતો પણ કાયદા અને નિયમોને જોતા ત્વરિત ચુકાદો આપી દાખલો બેસાડશે કે ન્યાયમાં વિલંબ કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે ધારાસભ્ય બનેલા તેમાં થયેલો અને જનમતના અપમાનમાં ચૂંટણી પંચની ભાગીદારીમાં કોર્ટમાં વિલંબ થતાં ૫ વર્ષનો સમય નીકળી ગયો હતો અને લોકશાહીની હત્યા સામે લોકશાહીની દરેક જાગીર જોતી રહી ગયેલી એવું ફરીથી નહીં બને તેવી ગુજરાત અને સમગ્ર દેશની મિડિયા પ્રત્યે પણ આશા છે કે આ મામલે પુરા પેપર્સ-પુરાવા અપાયા છે ત્યારે મીડીયા નિષ્પક્ષ કવરેજ આપી સવાલ ઉભા કરશે, ચર્ચા કરશે, નિષ્ણાતોના અભિપ્રાય અને હજુ વધુ રિસર્ચ સાથે નિયમોના આ ઉલ્લંઘનના પરિણામો અંગે ચર્ચા કરી જનતાને જાગૃત કરશે કે કેવી રીતે તમારા પર ચાલતી સરકારના વડા જ ચૂંટણીપંચ જોડે ગેરરીતિ થયેલ પ્રથમ દર્શીય દેખાઈ રહેલ છે.
પેજનું નામ
ફેસબુક પેજ દ્વારા જાહેરાત ખર્ચની રકમ
વિધાનસભા મતવિસ્તારમાં
ચૂંટણી ખર્ચની મહત્તમ
મર્યાદા
ઉમેદવારશ્રી ભુપન્દ્ર પટેલ
દ્વારા દર્શાવવામાં આવેલ
કુલ ખર્ચ
નરેન્દ્ર ભુપેન્દ્ર
૫૫,૫૩,૯૪૦/-
૪૦,૦૦,૦૦૦/-
૧૮,૭૪,૦૪૯/-
0000000000000
૫-૦૯-૨૦૨૩
·                   ૨૪ કલાક પાણી આપવાની ભાજપ સરકારની જાહેરાતનું પોલ ખોલતું પાણી માટેના ટેન્કરનું ટેન્ડર
ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી નામે થતા મોટા મોટા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે પાણી એ જીવન જરૂરિયાતની આવશ્‍યક વસ્‍તુ છે. એના વગર કોઈનું પણ જીવન ચાલી શકે નહીં. રાજ્‍ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ૨૪ કલાક પાણી આપવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જે માત્ર કાગળ ઉપર જ રહી છે. નલ સે જલ યોજનાની પણ જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આજે પણ અમદાવાદ શહેરમાં ટેન્‍કર રાજ ચાલી રહ્‌યું છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્‍તારોમાં ટેન્‍કરથી પાણી પહોંચાડવું પડે છે. તેવામાં રાજ્યસરકારની ખુદની પોલ ખોલતી પાણી માટે ટેન્કર મેળવવાની જાહેરાત સામે આવી છે. અમદાવાદ જેવા મેગા સીટી-સ્માર્ટ સિટીમાં સરકારી કુમાર છાત્રાલય, રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સન્યાસ આશ્રમ, એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે? ૧૦૦ ટકા ‘નળ સે જલ’, શુદ્ધ પીવાનું પાણી સહીત સિદ્ધીની જાહેરાતો કરતી ભાજપા સરકારમાં અમદાવાદ જેવા શહેરની મધ્યમાં અનુસુચિત જાતિના કુમાર-કન્યાને વપરાશના પાણી માટે ટેન્કર પર આધારિત રહેવું પડે છે. આ છે ભાજપનું વિકાસ મોડેલ….!
અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં પણ પાણીના પોકારો ઉઠયાં છે. નારોલ, વટવા, ફતેહવાહી, ગ્યાસપુર, સરખેજ, ગીતમંદિર, સિટીએમ સહિતના વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન ગંભીર છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્કરથી આ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. કેટલાંય વિસ્તારોમાં તો પાણીનુ નેટવર્ક જ નથી. લોકો બોરનુ પાણી ઉપયોગમાં લઇ રહ્યાં છે. આ સ્થિતીમાં લોકો પાણી ખરીદવા મજબુર છે. ખાનગી ટેન્કર મંગાવી પાણીની જરુરિયાત પુર્ણ કરી રહ્યાં છે. અમદાવાદમાં પાણીની એક ખાનગી ટેન્કરનો ભાવ રૂ.૧૨૦૦ બોલાય છે.
સાબરકાંઠા, બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી ટેન્કરોની જાણે ડિમાન્ડ બોલાઇ છે. ખેડબ્રહ્માના આંતરિયાળ ગામડાઓ જેવા કે, આગિયા, મટોડા , ગુંદેલ , મનજીપુરા સહિતના આદિવાસી વિસ્તારોમાં એક પાણીની ટેન્કર જોઇએ તો, રૂ.૧૨૦૦-૧૫૦૦  ચૂકવવા પડે છે. અત્યાર સુધી ગામડાઓમાં રૃા.૪૦૦-૫૦૦માં ટેન્કર મળતી. હવે પાણીની અછતનો લાભ લઇ ખાનગી ટેન્કરના માલિકો ય કમાણી કરવા માંડી છે. રાજ્યના ૮૨૫૦ ગામોમાં પાણીની નબળી ગુણવતા ધરાવે છે. ૨૭૯૧ ગામો ફ્લોરાઈડથી દુષિત ધરાવે છે. ૪૫૫ ગામો નાઇટ્રેટવાળું પાણી ધરાવે છે, અને ૭૯૨ ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ કુલ ૧૦૨૮૮ ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતના કુલ ૧૮૭૧૫ ગામોમાંથી ૫૫ ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. ગુજરાતમાં જલ જીવન મિશન હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વડોદરા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, મહીસાગર સહીત અનેક જીલ્લામાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર કામગીરી પૂરી થઇ અને કરોડો રૂપિયા સગેવગે ક્યાં થઇ ગયા? ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા સાત વર્ષમાં ૨૭૦૦૦ કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારમાં ૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા પણ આજે અનેક ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પાણી માટે નાગરીકો વલખા મારી રહ્યા છે. હકીકતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના નામે ભાજપના કોન્ટ્રકટરોની મિલી ભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
00000000000000
 ૫-૧૦-૨૦૨૩
·                   ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારી શાસનમાં ‘વ્યાપમ’ને શરમાવે એવું
‘વ્યાપક’ શિક્ષક ભરતી કૌભાંડ…: શ્રી હેમાંગ રાવલ
·                   જે લોકોએ અરજી પણ નોહતી કરી તેમને સરકારી નોકરી આપી મહેકમ કરતા વધારે ભરતી કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારી ખજાનાને કરોડોનો ચુનો : શ્રી હેમાંગ રાવલ
·                   ખોટા શારીરિક ખોડખાપણ અને સ્પોર્ટસ સર્ટિફિકેટ રજુ કરી નોકરી મેળવવાનું કૌભાંડ: શ્રી હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ  દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે. એક તરફ વિદ્યાસહાયકની ભરતી માટે લાખો ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યાં છે, આંદોલન કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારે નિર્લજ્જતાની હદ્દ વટાવી છે. રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર બેઠા છે અને સરકારના જવાબદાર અધિકારીઓ તેમના સગા – વ્હાલાને સાચવી લેવા માટે હોડ કરી રહ્યા છે. ભાજપ સરકાર લાજવાની બદલે ગાજી રહી છે અને કૌભાંડો સામે આંખ આડા કાન કરી રહી છે.
ત્રણ મહિનાથી ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને શ્રી શિક્ષણ સચિવને પણ આ વાતની, કૌભાંડની જાણ હતી, પુરાવા સાથે આ વાત તેમની સામે પહોંચી હતી છતાં પણ આ રમત રમાતી રહી. આજે, વાત સામે આવી છે ગુજરાતના ખેડા જિલ્લાની. વર્ષ ૨૦૧૦માં ખેડા જિલ્લામાં ૧૪૧ વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી.
૧૪૧ ભરતીની સાથે ૨૩ એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં ૬૩ની બદલે ૬૭ ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં ૩ વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા.
વ્યાજબી છે કે, સરકારી મહેકમમાં જાહેર કરેલ ૧૪૧ સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ ૨૩ શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. ૧૩ વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. ૧૩ વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ વેડફતી આ ભાજપ સરકાર છે. બેરોજગારો, યુવાધનને ૨૭ વર્ષથી અન્યાય કરતી આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે.
વર્ષ ૨૦૦૮માં સ્પોર્ટ્સના માર્ક્સ મેરિટમાં ગણવાનો ઠરાવ આવ્યો હતો. ગુજરાત કબડ્ડી એસોસિયેશન નામની સંસ્થાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ઉમેદવારોને સર્ટીફીકેટ આપ્યા હતા. આ ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૮૪ શિક્ષકોની જાણ થતાં તેમની ચકાસણી કરવામાં આવી અને સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, જેથી જામનગર શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા. તે જ પ્રમાણે વડોદરામાં ૩૩ જેટલા શિક્ષકોને છૂટા કર્યા. પરંતુ, આ જ સંસ્થા, ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૩૨ સરકારી શિક્ષકો હાલમાં ખેડા જિલ્લામાં નોકરી કરી પગાર લઈ રહ્યાં છે.
વર્ષ ૨૦૦૮માં આ જ  રીતે ૨૫૭ જાહેર કરેલ જગ્યા પર વધારાના ૬૪ ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.
ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક, ૨૦ જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી. તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ ૨૧ ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો છે અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે.
જ્યારે પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. ૨૦૦૮ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.
વર્ષ- ૨૦૦૮
શિક્ષક ભરતી જાહેરાત -૨૫૭
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૬૪
કુલ ભરતી- ૩૨૧
વર્ષ- ૨૦૧૦
શિક્ષક ભરતી જાહેરાત – ૧૪૧
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૨૩
કુલ ભરતી- ૧૬૪
આમ, માત્ર એક જ જિલ્લામાં (ખેડા) જાહેરાત થયેલ ભરતી અને મહેકમ કરતાં ૮૭ શિક્ષકોની ભરતી વધારાની, ભ્રષ્ટાચાર દ્વારા કરીને ખરેખરમાં સાચા મહેનત કરીને મેરિટમાં આવેલ યુવાનોને અન્યાય થયેલ છે તથા સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગ કરે છે કે, આ કૌભાંડની સી.બી.આઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ, સમગ્ર ગુજરાતની ૨૦૧૦થી થયેલ શૈક્ષણિક ભરતીઓની તપાસ કરી તેઓએ રજૂ કરેલ સર્ટીફિકેટની ચકાસણી કરાવીને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે લોકો બોગસ – નકલી સર્ટિફિકેટ સાથે નોકરીમાં જોડાયા છે તેમને સત્વરે ઘરે બેસાડવા જોઈએ. સાથે જ, જે સંસ્થાઓ – વ્યક્તિઓએ આ બનાવટી કાંડમાં મદદ કરી છે તેઓને પણ કડક સજા કરવી જોઈએ અને બેરોજગારોને ન્યાય આપી જલ્દીથી ખાલી થયેલા મહેકમ ભરવા જોઈએ.
હેમાંગ રાવલ
મીડિયા કોકન્વીનર, પ્રવક્તા
 gpcc press.pdf
 HR PRESSNOTE_5-10-2023.pdf
 WhatsApp Image 2023-10-05 at 1.56.33 PM.jpeg
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી
9898233038
બીડાણ :
·                    હોસ્પિટલનો ખરાઈ રિપોર્ટ..
·                    મેરીટ કે પ્રતિક્ષા યાદીમાં નામ ન હોય તેવા શિક્ષકો, જે હાલમાં નોકરી કરી રહ્યાં છે તેમની યાદી…
·                    અન્ય સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ…
0000000000000
 ૧૨/૬/૨૦૨૩
• NET/SLET/Ph.D. લાયકાત ધરાવતા ઉમેદવારોની ત્રણ વર્ષ પહેલા પ્રસિદ્ધ કરાયેલ અધ્યાપક સહાયક ભરતી ૨૦૨૦ની જાહેરાત અંગે અનેક રજુઆત કરવા છતાં પણ નિયમનું પાલન ન થવાને કારણે ૧૮૯ ખાલી જગ્યા માટે પુનઃ ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ન ધરાતા ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે રજુઆત કરી.
• ગુજરાતમાં પ્રાઈવેટ યુનિવર્સિટી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને આડકતરી રીતે ફાયદો કરાવવા બિન-સરકારી અનુદાનિત કોલેજોમાં ભરતી પૂર્ણ કરવામાં આવી રહી નથીઃ શ્રી હેમાંગ રાવલ
• “ભણશે ગુજરાત”, “રમશે ગુજરાત” જેવા સ્લોગનની જાહેરાત માત્ર થી ગુજરાતની શિક્ષણ નીતિ નહિ સુધરે પણ ખરા અર્થમાં ઉપરોક્ત અધ્યાપકોની ખાલી જગ્યાઓ ઉપર ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરી શિક્ષણના સ્તરને સુધારવાનો સમય આવી ગયો છેઃ ડૉ. અમિત નાયક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના સૌથી વધારે સુશિક્ષીત એવા NET, SLET, Ph.D લાયકાત ધરાવતા ગુજરાતના બેરોજગાર યુવાઓના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ પોતાના ન્યાયીક અને વ્યાજબી પ્રશ્નોની રજુઆત કરી હતી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા વતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ અને પ્રવક્તાશ્રી અમિત નાયકે તેમનું આવેદનપત્ર સ્વિકાર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજ અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો રાફડો ફુટી નિકળ્યો છે. ધોરણ-૧૨ પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજની ખુબજ ઓછી ઉપલબ્ધતા છે. આ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં મહિલા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે અને બાકીના ઉમેદવારોને ખુબ જ ઓછી ફીમાં શિક્ષણ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત “બિન-સરકારી અનુદાનિત કોલેજો માં અધ્યાપક સહાયક ભરતી-૨૦૨૦” હેઠળ તા. ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ “ઈન્ટરવ્યુ પ્રકિયા સંદર્ભે ઉમેદવાર અંગેની માર્ગદર્શિકા” જાહેર કરાયેલ હતી જેમાં અનુક્રમ નંબર ૧૨ [ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારો પૈકી લઘુતમ ૦૧ ઉમેદવાર હાજર રહેશે તો પણ ઉમેદવાર નું ઈન્ટરવ્યુ માટેનું કોરમ પૂરું થયેલ ગણાશે.] માં દર્શાવેલ મુદા નું ચુસ્તપણે પણે પાલન કરાયું હતુ પરંતુ તેના અનુસંધાને અનુક્રમ નંબર ૧૩ [જો ઉમેદવારનું અથવા ઈન્ટરવ્યુ સમિતિનું લઘુતમ કોરમ પૂરું નહી થાય તો જે તે  કેટેગરી –વિષયના તમામ ઈન્ટરવ્યુ પુરા થઈ  ગયા બાદ તેનું પુન:ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.] માં દર્શાવેલ મુદા નું પાલન કરાયેલ નથી. આમ ગુજરાતમાં પ્રાઈવેટ યુનિવર્સિટી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને આડકતરી રીતે ફાયદો કરાવવા બિન-સરકારી અનુદાનિત કોલેજોમાં ભરતી પૂર્ણ કરવામાં આવી નથી અને આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનશ્રીને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલશ્રીને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષશ્રી મહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.
આ અંગે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી શ્રી નિમેશ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર નો ઓનલાઈન પોર્ટલ પર જવાબ મળેલ છે કે. હાલમાં ૧૩ જગ્યાઓ માટે ૫૧ ઉમેદવારના ઇન્ટરવ્યૂ બાકી છે જે પૂર્ણ થવા ને આરે છે જે પૂર્ણ થતા ઇન્ટરવ્યુનો બીજો રાઉન્ડ શરૂ કરવો કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે.
હવે જ્યારે ભરતીના ગાઈડ લાઈનમાં નિયમ જ છે તો નિયમનું પાલન કરવાનું હોય ના કે કટાક્ષ શબ્દો નો પ્રયોગ જેમકે “બીજો રાઉન્ડ શરૂ કરવો કે કેમ” અર્થાત, સરકારશ્રી અંતર્ગત શિક્ષણ વિભાગના જ લખેલા નિયમનું પાલન સરકાર ન કરી શકે અથવા કરાવી શકે આ ગુજરાતની કેવી સ્થિતિ!
હકીકતમાં બી.એડ ની ૧૩ જગ્યાઓ ના ૫૧ ઇન્ટરવ્યૂ અંગે ઓનલાઇન વેબસાઈટ પર કોઈ જ અપડેટ નથી એટલે આમ વાસ્તવિક સચોટ જવાબો આપવાને બદલે ઉમેદવારોને ગુમરાહ કરાઈ રહ્યાં છે.
આજે એકતરફ ગુજરાતની ખ્યાતનામ કોલેજો અધ્યાપકો વિના ટળવળી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે અમને અધ્યાપકોની તાતી જરૂરીયાત છે અને જલ્દીથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો, ત્યારે નવા સત્રમાં નવી શિક્ષણ નીતિનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યની કોલેજો પ્રોફેસર વિનાની છે અને વિદ્યાર્થીઓને સારા શિક્ષણથી વંચિત હોવાથી મોંઘીદાટ ફી ભરીને સેલ્ફ ફાઈનાન્સ અને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એડમીશન લઈ રહ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી અમિત નાયકે જણાવ્યું હતું કે, હાલ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો બે હાથ ફેલાવી ભારતના બુધ્ધિધન ને જોબ ઓફર કરી રહ્યા છે અને તમામ સુવિધાઓની ઓફર કરે છે ત્યારે ભારત જેવા દેશ અને ખાસ કરી ગુજરાત રાજ્યના NET, SLET, Ph.D જેવી સર્વોત્તમ લાયકાત ધરાવનાર ઉમેદવારો કે જેઓ આપણા ભવિષ્યને સારુ શિક્ષણ આપવા સક્ષમ છે તેને ગુજરાત સરકારે સામેથી ઓફર કરવાની હોય તેમને માંગવાની પરિસ્થિતિ આવે તે ગુજરાત અને દેશની કમનસીબી કહેવાય. “ભણશે ગુજરાત”, “રમશે ગુજરાત” જેવા સ્લોગનની જાહેરાત માત્ર થી ગુજરાતની શિક્ષણ નીતિ નહિ સુધરે પણ ખરા અર્થમાં ઉપરોક્ત અધ્યાપકોની ખાલી જગ્યાઓ ઉપર ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરી શિક્ષણના સ્તરને સુધારવાનો સમય આવી ગયો છે નહિ તો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી જેમ હજારો શિક્ષિત યુવાનો રોજગાર અને ભવિષ્યની ચિંતા માટે દેશ અન્ય દેશો તરફ ઉડાન ભરે છે તેમા દિન-પ્રતિદિન વધારો થશે તે દિવસ દુર નથી. ઉપરોક્ત માંગણી ને ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં ગુજરાત કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિ.
હેમાંગ રાવલ
કોકન્વીનર – પ્રવક્તા,
9898233038
બિડાણઃ
1. માન. પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિરોધપક્ષના નેતાશ્રી અમિત ચાવડાને અપાયેલ આવેદનપત્રની નકલ.
2. વારંવાર સરકાર સમક્ષ કરાએલ રજુઆતની વિગતવાર યાદી
3. પુનઃ ઈન્ટરવ્યુથી વંચિત કુલ ખાલી રહેલ વિષયવાર (અનામત સહિત) ૧૮૯ જગ્યાઓની યાદી.
4. ઈન્ટરવ્યુ પ્રક્રિયા સંદર્ભે ઉમેદવાર અંગેની સરકારશ્રીની માર્ગદર્શીકા.
0000000000000000
૦૩-૧૧-૨૦૨૩
·                    રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોને ૧૨ વર્ષ પણ મળવા પાત્ર લાભોથી વંચિત.
·                    બઢતી અને બદલી અંગે પ્રક્રિયા જ ન કરતા પ્રોફેસરોની ૩૦૮ જગ્યાઓ વર્ષોથી સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાના કારણે ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત.
રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો ૧૨ વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત,બઢતી અને બદલી અંગે પ્રક્રિયા જ ન કરાતા પ્રોફેસરોની ૩૦૮ જગ્યાઓ વર્ષોથી ખાલી જેના લીધે ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું હોવાની વિગતો સાથે રાજ્યના મુખ્યંમત્રીશ્રી સહિતને રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં ઈજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકો સહિત સ્ટાફની મોટાપાયે ખાલી જગ્યા જેમા વિવિધ સંવર્ગમાં ૨૭૪૪ ના મહેકમ સામે ૧૦૦૪ જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ-૧માં ૩૦૮ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી બઢતી પ્રક્રિયા જ હાથ ન ધરતા ગુજરાતમાં સરકારી ૧૬ ઈજનેરી કોલેજોના વર્ગ-૧ની ૫૭ ટકા, વર્ગ-૨ ની … ટકા, વર્ગ-૩ની ૬૬ ટકા અને વર્ગ-૪ની ૭૫ ટકા જગ્યાઓ ખાલી છે.
સરકારી ૩૧ પોલીટેકનીક કોલેજોમાં વર્ગ-૧ની ૫૦ ટકા, વર્ગ-૨ની ૧૦ ટકા અને વર્ગ-૩ની ૭૦ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પરિણામે ટેકનીકલ શિક્ષણ પર મોટા પાયે નુકસાન થઈ રહ્યુ છે. અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ શિક્ષણ મળતું નથી. જેની સીધી અસર ભાવિ ઈજનેરોની કારકિર્દી પર પડી રહી છે.
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા ઉપેક્ષિત થતા હોવાની લાગણી છેલ્લા અમુક વર્ષોથી અનુભવી રહ્યાં છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા અનેક વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત સરકારશ્રીમાં છેલ્લા કેટલાક વર્ષો થી મુખ્યમંત્રીશ્રી થી લઈને નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ સુધીના સ્તરે વારંવાર કરવા છતાં પણ તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આજ દિન સુધી ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ નથી.
સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર મળી જતી હોય છે, જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે પાછલા આઠ-આઠ વર્ષથી લાયક હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી. ધણા અધ્યાપકો તો ૧૨ વર્ષ પહેલાં  જે પગાર ધોરણ માં નોકરી માં જોડાયા હતા તેજ પગાર ધોરણમાં સેવા કરી રહ્યા છે. જેથી અધ્યાપકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૨ પછી જુજ કિસ્સાને બાદ કરતા આજ દિન સુધી બઢતીની પ્રક્રિયા ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા  હાથ ધરવામાં આવી નથી. સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-૧ ની આશરે ૫૭ ટકા જેટલી જગ્યા ખાલી છે
કેટલાય આધ્યાપકો રાજ્યના જુદાજુદા જિલ્લામાં આવેલ સરકારી ઇજનેરી કોલેજોમાં આઠ થી દસ વર્ષ ઉપરાંતના લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે.   કેટલાક કિસ્સાને બાદ કરતા અધ્યાપકોની બદલી ની વિનંતી હોય અને સરકારશ્રી નાં નિયમાનુસાર હોવા છતાં પણ ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરવામાં આવતી નથી.
સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-૩ ના કર્મચારીની અછતને કારણે વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વિદ્યાર્થી વિભાગ, હોસ્ટેલના ગૃહપતિ, લેબોરેટરી સાધનોની જાળવણી, સરકારી કાર્યક્રમો તેમજ મેળાવડાઓમાં વિદ્યાર્થીઓને લઇ જવા જેવા અનેક બિનશૈક્ષણિક કાર્યો તમેજ DTE, ACPC, GTU, KCG, SSIP  વિગેરેમાં OSD તરીકે ફરજ અધ્યાપકોને સોપવામાં આવે છે. અધ્યયન તેમજ સંશોધન કાર્યના ભોગે બિનશૈક્ષણિક કામગીરી કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને નુકસાન થાય તે સ્વાભાવિક છે.
સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજ
સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજ
મંજુર જગ્યા
ખાલી જગ્યા
ખાલી જગ્યાની ટકાવારી
મંજુર જગ્યા
ખાલી જગ્યા
ખાલી જગ્યાની ટકાવારી
વર્ગ-૧
૫૩૪
૩૦૮
૫૭.૬૭
૧૭૪
૮૪
૪૯.૧૨
વર્ગ-૨
૧૪૬૭
૧૮૯
૧૨.૮૮
૨૨૩૨
૧૮૨
૮.૧૫
વર્ગ-૩
૪૭૮
૩૧૦
૬૪.૮૫
૧૦૬૦
૭૨૦
૬૮
વર્ગ-૪
૨૬૫
૧૯૭
૭૪.૩૩
૫૨૭
૪૦૩
૭૬.૪૭
00000000000000
 ૧૫-૧૨-૨૦૨૩
·         ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૬૩૨ ગંભીર તીવ્ર કુપોષણ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરાયા.
·         ગંભીર તીવ્ર કુપોષણ બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો નોધાયો છે જે ખુબ જ ચિંતાની વિષય
·         જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું
         નવજાત બાળકો-માતાના આરોગ્યમાં સતત ઘટાડા અને કુપોષણ સહિતના કારણે ગુજરાતમાં નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકવાનો નામ લેતો નથી. ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં સતત વધી રહેલા નવજાત બાળકો અંગે ગંભીર ચિંતા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગુજરાત ‘સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’થી પાંચ વર્ષથી નાના હજારો બાળકો પીડાઈ રહ્યા છે જેના લીધે તેમને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૬૩૨ ગંભીર તીવ્ર કુપોષણ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે. ગંભીર તીવ્ર કુપોષણ બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો નોધાયો છે જે ખુબ જ ગંભીર બાબત છે.
         ‘સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ (SAM)ને લીધે વર્ષ ૨૦૨૦-૨૧માં ૯૬૦૬, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩૦૪૮ અને વર્ષ ૨૦૨૦- ૨૩માં ૧૮૯૭૮ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં પાંચ વર્ષથી નાના હજારો બાળકોને માતાની કોખમાં ઉછેર અને કુદરતી પોષણએ બદલે રિહેબિલિટેશન સેન્ટર દાખલ થવું પડી રહ્યું છે, વાઈબ્રન્ટ ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. પોષણ અભિયાનોના નામે કરોડો રૂપિયા ક્યાં ગટર થઈ જાય છે ? તે તપાસ નો વિષય છે.
  00000000000000000
  ૨૯-૧૨-૨૦૨૩
·         ‘ઉડતા ગુજરાત’એ ભાજપની ‘ગીફ્ટ’ : ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ: રાજ્યમાં ૧૭,૩૫૦૦૦ પુરુષો- ૧,૮૫૦૦૦ મહિલાઓમાં ડ્રગ્સના બંધાણી.
·         છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા: ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત.
·         રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી: એક લાખની જન સંખ્યા માટે માત્ર ૧૨૭ પોલીસકર્મી
·         મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે મજબુર બન્યા.
         રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે છે પરતું રાજ્ય અને દેશ-વિદેશમાં પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે ત્યારે ‘ઉડતા ગુજરાતે’ ભાજપની ગીફ્ટ છે તેમજ દેશના અને ગુજરાતના યુવાનોને બરબાદ કરનારી દારુ અંગેની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૯૩૭૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે
         રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ – નશીલા પદાર્થ
વર્ષ
કિલો
લીટર
નંગ
વર્ષ ૨૦૧૮
૧૫૧૧૭.૮
૨૭૧૨૬
વર્ષ ૨૦૧૯
૧૪૯૨૩.૪
૪૨૦૦
વર્ષ ૨૦૨૦
૧૩૨૧૩.૨
૮૯૪.૩
૩૩૦૩૦
વર્ષ ૨૦૨૧
૨૧૩૦૭.૦
૯૨.૩
૮૬૨૨
વર્ષ ૨૦૨૨
૨૯૨૩૦.૫૫
૧૨૪૨.૬૮
૧૮૫
કુલ
૯૩૬૯૧.૯૫
૨૨૨૯.૨૮
૭૩૧૬૩
0000000000000
૧-૬-૨૦૨૩
·               શું ગુજરાત માં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ અને બીબીએ ભણવું વધારે મોંઘુ?
·               પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા કરાઇ રહી છે ઉઘાડી લૂંટ, ઉઘરાવે છે વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી.
·               શું સરકાર એ પ્રાઇવેટ યુનિવર્સિટી ને વિદ્યાર્થીઓ – વાલીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો છે?
·               સરકાર તાત્કાલિક રિટાયર્ડ જજ ની દેખરેખ માં ફી નિયમન કમિટી નીમે તેવી ઉગ્ર માંગ.
·               અલગ અલગ કોર્સ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ સુધી ની ફી ઉઘરાવવા માં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ સરકાર માં બનેલ સરકારી કોલેજ ની એજ કોર્સ ની ફી વાર્ષિક ૨૧૯૦ રૂ
·              ગુજરાત ની યુનિવર્સિટીઓ શિક્ષણ માં તો ટોપ યુનિવર્સિટી ક્લબ માં ભલે ના આવે પણ વિદ્યાર્થીઓ ને લૂંટવા માટે મિલિયન ફી ક્લબ માં જવાની ઘેલછા લાગી છે.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણ ના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછા માં શિક્ષણ ની ફી આસમાને પોહચાડી છે.  ગુજરાત રાજ્ય માં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબ માં જવા ની ઘેલછા છે.
ગુજરાત ની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએ ની ફી મેડિકલ ની ફી કરતા પણ મોંઘી. ગુજરાત ની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટી  ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકાર ની કોલેજો ની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટી ના જે બિલ્ડિંગ માં સવારે બીકોમ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવા માં આવે છે, તે જ કેમ્પસ માં બપોરે ગુજરાત યુનિવર્સિટી ની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવા માં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના  વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંત નો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર  દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે. કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં  આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવા માં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી  ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.
પ્રાઈવેટ યુનિવર્સિટી
બી.કોમ
બી.એ.
બી.બી.એ.
અમદાવાદ યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)
૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)
૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
નિરમા યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)
૧૩,૬૮,૦૦૦ (ચાર વર્ષ)
૧૯,૬૫,૦૦૦ (પાચ વર્ષ ઈન્ટીગ્રેટેડ)
કર્ણાવતિ યુનિવર્સિટી
૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)
૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)
ઈન્ડસ યુનિવર્સિટી
૨,૦૦,૦૦૦ (ચાર વર્ષ)
૨,૫૫,૦૦૦ (ત્રણ વર્ષ)
નોંધઃ ૧૦૮ યુનિવર્સિટી પૈકી ઉદાહરણ રૂપે માત્ર પાંચ મુકી છે. અન્ય ૧૦૩ પણ આજ રીતે મોંઘી ફી લઈને પ્રજાને લુટી રહી છે.
સરકારી યુનિવર્સિટી
બી.કોમ
બી.એ.
બી.બી.એ.
ગુજરાત યુનિવર્સિટી ગર્વમેન્ટ અને ગ્રાન્ટ ઈન એઈડ
છોકરા-૧૦,૦૪૦
છોકરીઓ-૫,૨૪૦
(ચાર વર્ષ)
છોકરા-૮,૭૬૦
છોકરીઓ-૬,૯૬૦
(ચાર વર્ષ)
ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઈનાન્સ
૬૦,૦૦૦ (ચાર વર્ષ)
૮૪,૦૦૦ (ચાર વર્ષ)
૧,૦૪,૦૦૦ (ચાર વર્ષ)
ભાવનગર યુનિવર્સિટી
૯,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૧૭,૨૦૦ (એચ.પી.પી.)
૧૭,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૮૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
૮૦,૦૦૦ (ચાર વર્ષ)
એમ.એસ. યુનિવર્સિટી
છોકરા-૩૦,૮૮૦
છોકરીઓ-૨૬,૪૮૦
(ચાર વર્ષ)
છોકરા-૩૧,૨૮૦
છોકરીઓ-૨૭,૨૮૦
(ચાર વર્ષ)
૧,૧૨,૦૦૦
૨,૩૨,૦૦૦
૩,૯૨,૦૦૦
(કટ ઓફ વાઈઝ ચાર વર્ષ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
૮,૬૦૦ (ગ્રાન્ટેડ)
૬૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)
૮,૬૦૦ ગ્રાન્ટેડ (ચાર વર્ષ)
૮૦,૦૦૦ (ચાર વર્ષ)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
૧૨,૦૦૦ (ગર્વમેન્ટ)
૨૦,૦૦૦ (ગ્રાન્ટેડ)
૪૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)
૮,૦૦૦ (ગર્વમેન્ટ)
૧૬,૦૦૦ (ગ્રાન્ટેડ)
૩૬,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)
૮૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ (ચાર વર્ષ)
નોંધઃ કોલેજ અને યુનિવર્સિટીની અંદાજીત ફી આ સિવાયની અલગ અલગ હેડ હેઠળ અન્ય ફી પણ લેવાય છે.
00000000000000
૧/૬/૨૦૨૩
·                   આપણા દેશની દિકરીઓ જેમણે રાષ્ટ્ર ધ્વજની આન – બાન – શાન માટે તનતોડ મહેનત કરી આજે એજ દિકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખા મારી રહી છેઃ જેની ઠુમ્મર
·                   મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપના મહિલા સાંસદો મૂક પ્રેક્ષક બની ગયા છેઃ જેની ઠુમ્મર
·                   મહિલા કોંગ્રેસ માંગણી કરે છે કે બ્રિજભૂષણસિંહની ધરપકડ કરીને રેસલીંગ ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવેઃ જેની ઠુમ્મર
            ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેની ઠુમ્મરે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા દેશની દિકરીઓ જેમણે રાષ્ટ્ર ધ્વજની આન – બાન – શાન માટે તનતોડ મહેનત કરી આજે એજ દિકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખા મારી રહી છે. ચાર મહિનાથી પ્રદર્શન કરી રહેલ આ બહેનોનીને સાંભળવાવાળું કોઈ કેમ નથી ?
૪૦ દિવસથી આ દિકરીઓ ભારત દેશની રાજધાની દિલ્હીની ખાતે ન્યાય માટે જંતરમંતર ઉપર બેસી પરંતુ દેશના પ્રધાનમંત્રી કે એમના એકપણ મંત્રીએ ત્યાં જવાની તસ્દી સુધ્ધા લીધી નહી.
૨૮ મેના રોજ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલી દીકરીઓને દિલ્હી પોલીસે માર માર્યો, પીછો કર્યો અને અટકાયતમાં લીધી અને વડાપ્રધાન તે સમયે એક ઘરનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા જ્યાં લોકશાહી સિવાય બધું જ છે. દીકરીઓના ગુનેગાર એ ગૃહમાં હાજર હતા અને દેશની દીકરીઓને પોલીસ ખેંચી રહી હતી… આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.
જ્યારે દેશની દીકરીઓને રસ્તા પર ખેંચવામાં આવી રહી હતી ત્યારે મોદીજીના IT સેલના લોકો તેમને બદનામ કરવા માટે તેમના ખોટા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા હતા.
એક તરફ નવા સંસદભવનમાં પીએમ મોદી લોકશાહી માટે, મહિલાઓની ગરિમાની બૂમો પાડી રહ્યા હતા, તો બીજી તરફ થોડાક જ કિલોમીટર દૂર અમિત શાહની દિલ્હી પોલીસ દીકરીઓના શાંતિપૂર્ણ આંદોલનને બુટ નીચે કચડી રહી હતી.
મોદીજી અને તેમના મંત્રીઓ મહિલાઓના મુદ્દે મોટી મોટી વાતો કરે છે, પરંતુ સત્ય એ છે કે મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મૂક પ્રેક્ષક બની ગયા છે, શું આ તેમના મંત્રાલયનો મુદ્દો નથી? 35 દિવસ પછી પણ જ્યારે તેવો સવાલનો જવાબ આપવા સામે આવ્યાં ત્યારે તેમણે ફરીથી સુપ્રીમ કોર્ટની આડમાં પોતાના ખોટા નિર્ણયોને બચાવવાનો પ્રયાસ કર્યો… સ્મૃતિજી મંત્રી બનતા પહેલા જ મોંઘવારી, મહિલાઓની સુરક્ષા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર જ્ઞાન આપતા હતા અને આજે મંત્રી બન્યા બાદ હવે હરખસુધ્ધા ઉચ્ચાર કરતા નથી.
બીજી તરફ, આપણે બધાએ મોદી સરકારના વધુ એક મહિલા મંત્રીને દિલ્હીની સડકો પર દોડતા જોયા હશે, જ્યારે કુસ્તીબાજ દીકરીઓ પર સવાલો પૂછવામાં આવ્યા તો મીનાક્ષી લેખીજીએ એવી સ્પીડ પકડી કે જાણે તે મેરેથોન દોડી રહ્યાં હોય….
એક મહિલા હોવા છતાં તે દેશની દીકરીઓ સાથે ઉભી રહી શકતી નથી તેથી આવા મંત્રીઓ હોવાનો શું ફાયદો…
પોતાને વિશ્વગુરુ કહેતા મોદીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે…. ૧૭૬ દેશોના વર્લ્ડ રેસલિંગ ફેડરેશને પણ ભારતને બરતરફીનું અલ્ટીમેટમ આપ્યું છે…
વિચારો, જ્યારે મોદી શાસનમાં દેશની બહાદુર દીકરીઓ ગંગા નદીમાં તેમના ચંદ્રકો તરતા મૂકવાની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે દીકરીઓને ન્યાય આપનાર કોઈ નથી. આવી સ્થિતિમાં દેશની સામાન્ય બહેન-દીકરીઓનું કોણ સાંભળશે.
જનતા હવે કહી રહી છે કે મોદી સરકારનો આ જુલમ અને ઘમંડ તેમની સત્તાનું પરિણામ છે. મોદીજી, ચરમસીમાનો અંત આવ્યો. જનતા હવે તમારી સરકારમાં અત્યાચારોથી પરેશાન અને વ્યથિત છે…… આખો દેશ અને કોંગ્રેસ પાર્ટી આજે મોદીજી અને તેમના મંત્રીઓને અનેક સવાલો કરે છે.
શું આપણી સરકાર અને આપણા વડાપ્રધાન એટલા નબળા છે કે તેઓ સંસદસભ્ય સમક્ષ ઝૂકી ગયા છે? આખી દુનિયામાં દેશનું નામ રોશન કરનાર દીકરીઓએ મેડલ જીત્યા; સરકાર આજે એ દીકરીઓને તોફાની સાબિત કરવા કેમ મંડાયેલી છે? બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું હજુ સુધી કેમ નથી માંગવામાં નથી આવ્યું? શું નવા ભારતમાં સત્યનું સમર્થન કરવું એ ગુનો છે? મહિલા કોંગ્રેસ સહિત સમગ્ર દેશ આપણા દેશની દીકરીઓની સાથે છે અને ભવિષ્યમાં પણ ઊભા રહીશું – અમારી બે સૌથી મહત્ત્વની માગણીઓ છે. બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં આવે અને ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહે તેમને બચાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કરવી જોઈએ અને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ. મોદીજી, દીકરીઓને ન્યાય આપવાનો હજુ સમય છે કારણ કે હવે આ લડાઈ છે. દેશની દરેક દીકરીના સન્માનની લડાઈ બની ગઈ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી કામીનીબેન સોની, મહામંત્રીશ્રી ઝીલબેન શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
  0000000000000000000
  તારીખ ૧/૦૬/૨૦૨૩
ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટર્નલ માર્કસના કૌભાંડ
મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મુલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા
કોંગેસ શિક્ષણમંત્રી પાસે માંગણી કરે છે કે  ધોરણ 10માં ઇન્ટર્નલ માર્કસની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર, કૌભાંડ તથા ટ્યુશન પદ્ધતિ પર રોક લગાવે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તા સંબોધતા ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓના ઇન્ટર્નલ માર્કના કૌભાંડને ઉજાગર કર્યું હતું.
શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સતત કથળતું જાય છે અને સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા સુધારા માટે કોઈ જ પ્રયત્નો કરવામાં આવતા નથી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં ટોટલ 100 માર્કસ હોય છે પરંતુ થીયરી 80 માર્કની હોય છે અને 20 માર્ક શાળાના આંતરિક ગુણ હોય છે અને આ 20 ઇન્ટર્નલ માર્કસ શાળાઓ દ્વારા મનમાની રીતે અપાઈ રહ્યા છે હકીકતમાં તો આ ઇન્ટર્નલ માર્ક આપવા માટે શાળાની પ્રથમ કસોટી પ્રિલિમનરી કસોટી અને પાંચ યુનિટ ટેસ્ટ તથા વિદ્યાર્થીના હોમવર્ક તેમજ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કર્યું હોય તેને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે પરંતુ શાળાઓએ પોતાની મનમાની રીતે આવા માર્ક્સ આપેલા છે.
ગુજરાતના દસ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન દર્શાવાઈ રહ્યું છે આ વિદ્યાર્થીઓના રેન્ડમલી નંબર ચેક કરતા લગભગ 100 એ 50 વિદ્યાર્થીઓને આવા માર્ક આપવામાં શાળાઓએ કૌભાંડ કર્યું છે અને ખાસ કરીને આવા પ્રકારના માર્ક સેલ્ફ ફાઇનાન્સ સ્કુલે વધારે પ્રમાણે આપ્યા છે આવી માર્કશીટ તો ચેક કરતા એક્સ્ટર્નલ 80 માર્ક્સમાંથી વિદ્યાર્થીને બે કે ચાર માર્ક્સ આવેલા હોય પરંતુ ઇન્ટર્નલ 20 માંથી 20 માર્ક્સ આપેલ છે.
આનાથી વિપરીત સારા – હોશિયાર વિદ્યાર્થીઓને 80 માંથી 80 માર્ક્સ ઇન્ટર્નલમાં આવેલા હોય પરંતુ એક્સ્ટર્નલમાં 10 અને 12 એવા માર્ક્સ આપેલા હોય છે આવી જ રીતે જ્યાં જ્યાં શાળાએ માર્ક્સ આપવાના હોય ત્યાં ખૂબ જ ગેરનીતિ નજરે પડેલી છે ધોરણ 12 કોમ્પ્યુટર પી. ટી. જેવા પ્રેક્ટીકલમાં પણ આ જ પ્રમાણે આડેધડ માર્ક્સ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત માર્ક આપવાનું કારણ માત્ર અને માત્ર શાળામાં આવતા વિદ્યાર્થીઓને ટ્યુશનનું દબાણ તથા શાળાનું રીઝલ્ટ ઊંચું બતાવવાનું હોઈ શકે.
ભૂતકાળમાં આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પીટીસીમાં ઇન્ટર્નલ માર્ક આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને ઇન્ટર્નલ માર્ક આપવાના બહાને વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ખૂબ જ ઊહાપો થયા બાદ પીટીસીમાં આંતરિક ગુણ રદ કરવામાં આવ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ સરકાર પાસે અને શિક્ષણમંત્રી પાસે માંગણી કરે છે કે સૌપ્રથમ તો ધોરણ 10માં ઇન્ટર્નલ માર્કની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર અને કૌભાંડ તથા ટ્યુશનના દબાણને અટકાવવું જોઈએ સાથે સાથે આ વર્ષે દરેક શાળાએ જે ઇન્ટર્નલ માર્ક આપેલ છે તે બોર્ડની ગુણાંક પદ્ધતિ એસેસમેન્ટ મુજબ આપેલ છે કે નહીં તેના માટે તપાસ થવી જોઈએ.
0000000000000000
૨૭/૫/૨૦૨૩
·        ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને અવિચારી નિર્ણયો સામે કોંગ્રેસના “૯ સાલ ૯ સવાલ”.
            મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી યશોમતીબેન ઠાકુરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસવાર્તાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને અવિચારી નિર્ણયો સામે “૯ સાલ ૯ સવાલ” પુછ્યાં હતાં.
અર્થવ્યવસ્થા – દેશમાં મોંઘવારી અને બેરોજગારી આસમાનને આંબી રહી છે ત્યારે અર્થવ્યવસ્થા કેમ આવી છે?  શા માટે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બન્યા છે?  મોદીજીના મિત્રોને જાહેર મિલકતો શા માટે વેચવામાં આવે છે? શા માટે આર્થિક અસમાનતા વધી રહી છે?
ખેડૂત અને ખેતી – છેલ્લા ૯ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કેમ ન થઈ? કાળા કૃષિ કાયદાને રદ્દ કરતી વખતે ખેડૂત સંગઠનો સાથે થયેલ કરારોને હજુ સુધી કેમ લાગુ કરવામાં આવ્યા નથી?  એમએસપીની ખાતરી શા માટે આપવામાં ન આવી?
ભ્રષ્ટાચાર / મિત્રવાદ – શા માટે અદાણીને ફાયદો કરાવવા, એલઆઈસી અને એસબીઆઈમાં જમા કરાવવામાં આવેલ લોકોની મહેનતની કમાણી દાવ પર લગાવવામાં આવી ?  ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરનારા વડાપ્રધાન કેમ જવાબ આપતા નથી કે અદાણીની નકલી કંપનીઓમાં ૨૦ હજાર કરોડ કોના છે ?
ચીન અને રાષ્ટ્રીય સુરક્ષા – એવું કેમ છે કે ચીનને લાલ આંખ બતાવવાની વાત કરનારા વડાપ્રધાને ૨૦૨૦માં તેને ક્લીનચીટ આપી દીધી, જ્યારે તેઓ હજુ પણ આપણી જમીન પર કબજો કરીને બેઠા છે ?
સામાજિક સદ્ભાવ – શા માટે એવું છે કે ચૂંટણીના ફાયદા માટે વિભાજનકારી રાજકારણને ઇરાદાપૂર્વક પ્રોત્સાહન આપવામાં આવે છે અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે?
સામાજિક ન્યાય – એવું કેમ છે કે મહિલાઓ, દલિતો, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓ પર થતા અત્યાચારો પર વડાપ્રધાન મૌન રહે છે ? તેઓ જાતિ ગત વસ્તી ગણતરીની માંગને કેમ અવગણી રહ્યાં છે?
લોકતાંત્રિક સંસ્થાઓ – વિરોધ પક્ષો અને નેતાઓ સામે વેરની ભાવનાથી કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે?  જનતા દ્વારા ચૂંટાયેલા વિરોધ પક્ષોની ઘણી સરકારો શા માટે પાડવામાં આવી?  છેલ્લા ૯ વર્ષમાં બંધારણીય અને લોકશાહી સંસ્થાઓને કેમ નબળી પાડવામાં આવી?
જન કલ્યાણની યોજનાઓ – મનરેગા જેવી જન કલ્યાણકારી યોજનાઓ માટે બજેટમાં કાપ મૂકીને કેમ નબળી પાડવામાં આવી? ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદોના સપના કેમ ચકનાચૂર કરવામાં આવી રહ્યાં છે?
કોરોના મિસમેનેજમેન્ટ – એવું કેમ કે કોરોનાને કારણે થયેલ ૪૦ લાખ લોકોના મોત બાદ તેમના પરિવારને વળતર આપવાનો ઈનકાર કરવામાં આવ્યો? શા માટે અચાનક લોકડાઉન કરી લાખો કામદાર સાથીઓને ઘરે જવાની ફરજ પડી અને તેઓને પોતાના હાલ પર છોડવામાં આવ્યા?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલે પત્રકાર વાર્તાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પંદર લાખ રૂપિયા દરેક જનતાના ખાતામાં આવવાની વાત હોય, બે કરોડ રોજગારી આપવાની વાત હોય, કાળુ નાણું પાછુ લાવવાની વાત હોય, મોંઘવારી દુર કરવાની વાત હોય કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, ભાજપ દ્વારા આપવામાં આવેલા એકપણ વચનો પાળવામાં આવ્યાં નથી અને જનતા અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના બોજથી પિસાઈ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આયોજીત પ્રેસવાર્તામાં ભારતીય રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મર, પ્રદેશ મહામંત્રીશ્રી ગીતાબેન પટેલ, પ્રદેશ એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી કામીનીબેન સોની ઉપસ્થિત રહ્યાં હતાં.
  000000000000000000
  ૧-૫-૨૦૨૩
·                   કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત.
·                   પાલનપુર અને વડગામ ખાતે જનમંચ કાર્યક્રમમા  યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોઓ પોતાની સમસ્યાઓની રજુઆત કરી
·                   સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ
કટીબધ્ધ રહેશેઃ શ્રી જગદીશ ઠાકોર
·                   “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ
માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
·                   આમ જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરનાર “જનમંચ” પ્લેટફોર્મ એ સમસ્યાના સમાધાન માટેની જનતાની એક માત્ર આશા : શ્રી જીગ્નેશ મેવાણી
સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવનાર જનમંચ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામથી કરવામાં આવી. શહેર અને તાલુકાના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોએ પોતાની વાત અને સમસ્યાઓ અને પ્રશ્નો સહિત ફરિયાદની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ બનવાની શરૂઆત કરવામાં આવી છે. જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટીબધ્ધ છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોકઆંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોરે જનમંચ ને સંબોધતા જણાવ્યુ હતુ કે આજ રોજ ૧લી મે થી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં “જનમંચ” કાર્યક્રમ દ્વારા સતત એક વર્ષ સુધી કોંગ્રેસ તાલુકે તાલુકે જશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશે.
જનમંચમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “જનમંચ”.
કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડશે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદારો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વિધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.
ગુજરાતમાં આજે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી નથી મળતી ! ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ આઉટ સોર્સીંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગો સ્થાનિક ૮૫ ટકા રોજગારી આપવાનો નિયમ પાળતા નથી. સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ! ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે. મનરેગામાં ૧૦૦ દિવસનો રોજગાર અને પુરતો પગાર નથી મળતો સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ યુવાનોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભિર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મીલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી, ગેરકાયદેસર દબાણો અને વકરેલી ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, વ્યાજ ખોરોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાના દરેક પ્રશ્નોને વાચા આપીને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ આહ્વાન આપે છે.
ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ધ્વસ્ત થઈ ગઈ છે, સી.એચ.સી.-પી.એચ.સી. પેટા કેન્દ્રોમાં ડોક્ટર, સ્ટાફ, સાધનો કે દવાઓની ઘટ છે, ડોક્ટર અને સ્ટાફ નિયમીત આવતા નથી. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિયમોથી વધારે ફી વસુલવામાં આવે છે. વિકલાંગતા અને અન્ય ફીટનેસ સર્ટીફીકેટ મેળવવામાં તકલીફ પડે છે. શાળામાં બાળકોના આરોગ્યની નિયમીત તપાસ કરવામાં આવતી નથી. કુપોષિત બાળકોને પુરતો પોષક આહાર-સારવાર આપવામાં નથી આવતી. આરોગ્ય સેવાઓ સસ્તી-સુલભ અને ફરજીયાત મેળવવા માટે કોઈ સુચનો કે નવા વિચાર રજુ કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ જનતાને આહ્વાન આપે છે.
ગુજરાતમાં ખેડુતોને પણ મોટા પ્રમાણમાં સમસ્યાઓ થઈ રહી છે, જમીન રીસર્વે અને માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે, ખાતર અને બિયારણ દવાઓ મોંઘા છે અને ઉપલબ્ધ પણ નથી. ખેડુતને ઉત્પાદનના બજાર ભાવ-ટેકાના ભાવ મળતા નથી. રોઝડા, ભુંડ, વાંદરા અને અન્ય જાનવરોથી પાકને નુકસાની થઈ રહી છે, કમોસમી વરસાદ અને માવઠાઓથી પાક નુકસાન થાય છે અને તેનુ વળતર પણ નથી મળતુ, સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી અને કેનાલો વારંવાર તુટતી જાય છે સહિતના દરેક ખેતી લક્ષી પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ ખેડુતોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનસેવા અને વિવિધ યોજનાઓનું અમલીકરણ સંપૂર્ણ રીતે થતુ નથી. મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, કલેક્ટર કચેરી, નગરપાલિકામાં પ્રજા રોજીંદા કામ લઈને જાય ત્યારે પૈસાની માંગણી થાય છે અને કર્મચારી, અધિકારી ઉધધ વર્તન કરે છે. રેશનકાર્ડ, વિધવા, વૃધ્ધ, વિકલાંગ પેન્શન આવક, જાતિના દાખલા જેવા રોજીંદા કામો માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે. મહેસુલના કામોમાં પૈસાની માંગણી થાય છે. ૧૦૦ ચો.વારના પ્લોટ, પાકુ મકાન અને બી.પી.એલ. નંબર માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે વગેરે સમસ્યાઓને ઉજાગર કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સામાન્ય ગુજરાતીને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનતા પોતાની સુવિધાઓ માટે નિયમીત ટેક્સ ભરે છે, છતાં પણ પાકા રસ્તાઓ નથી, હયાત રસ્તા ખખડધજ છે, ખાડાઓનું અને ભુવાઓનું સામ્રાજ્ય છે. ગટર વ્યવસ્થા અને સ્વચ્છતાનો અભાવ છે. વિજબીલ વધારે આવે છે અને પુરતી વિજળી પણ મળતી નથી જેવા મુળભુત સુવિધા મેળવવાની સમસ્યાઓ સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ પ્રજાને આહ્વાન આપે છે.
પાલનપુર અને વડગામ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશ પટેલ, શ્રી નાથાભાઈ પટેલ, જોઈતારામ પટેલ,બનાસકાંઠા પ્રભારી શ્રી મુકેશ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી દિનેશ ગઢવી, પ્રદેશ મહામંત્રી શ્રી ઝાકીર ચૌહાણ, બનાસકાંઠા કાર્યકારી પ્રમુખ શ્રી ડામરાજી રાજગોર, શ્રી નરસિંહભાઈ રબારી, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મુકેશ ચૌહાણ, બનાસકાંઠા મહિલા પ્રમુખ શ્રી આશાબેન રાવલ, પ્રદેશ મંત્રી શ્રી માંગીલાલ પટેલ, પાલનપુર શહેર પ્રમુખ શ્રી કનુભાઈ રાજવણી, પાલનપુર વિપક્ષ નેતા શ્રી અંકિતા ઠાકોર, સેવાદળ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રકાશ ભારતીય, પાલનપુર તાલુકા પ્રમુખ શ્રી સેનજી ડેલવાડિયા, પાલનપુર તાલુકા કાર્યકારી પ્રમુખ શ્રી વિજય ચૌધરી, પાલનપુર શહેર કાર્યકારી પ્રમુખ શ્રી ચંપકભાઈ પરમાર, શ્રી વિશાલ દવે, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રી લક્ષ્મીબેન કરેણ,પૂર્વ કારોબારી ચેરમેન શ્રી રવિરાજ  ગઢવી, પૂર્વ પ્રદેશ મહામંત્રી લાખાભાઈ રબારી, મીડીયા પ્રદેશ કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
00000000000000000
૨૭/૦૪/૨૦૨૩
·        સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં
તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત
·        આમ જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા “જનમંચ”
પ્લેટફોર્મ બનશેઃ શ્રી જગદીશ ઠાકોર
·       ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની
સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ
કટીબધ્ધ રહેશેઃ શ્રી અમિત ચાવડા
·       “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ
માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશુઃ અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવશે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોને પોતાની વાત અને સમસ્યાઓ અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદ હોય તેના માટેના અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું “જનમંચ” પ્લેટફોર્મ બનશે. જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટીબધ્ધ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “જનમંચ”.
કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડશે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદારો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.
ગુજરાતમાં આજે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી નથી મળતી ? ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ આઉટ સોર્સીંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગો સ્થાનિક ૮૫ ટકા રોજગારી આપવાનો નિયમ પાળતા નથી. સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ? ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે. મનરેગામા ૧૦૦ દિવસનો રોજગાર અને પુરતો પગાર નથી મળતો સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ યુવાનોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભિર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મીલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી, ગેરકાયદેસર દબાણો અને વકરેલી ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, વ્યાજ ખોરોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાના દરેક પ્રશ્નોને વાચા આપીને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ આહ્વાન આપે છે.
ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ધ્વસ્ત થઈ ગઈ છે, સી.એચ.સી.-પી.એચ.સી. પેટા કેન્દ્રોમાં ડોક્ટર, સ્ટાફ, સાધનો કે દવાઓની ઘટ છે, ડોક્ટર અને સ્ટાફ નિયમીત આવતા નથી. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિયમોથી વધારે ફી વસુલવામાં આવે છે. વિકલાંગતા અને અન્ય ફીટનેશ સર્ટીફીકેટ મેળવવામાં તકલીફ પડે છે. શાળામાં બાળકોના આરોગ્યની નિયમીત તપાસ કરવામાં આવતી નથી. કુપોષિત બાળકોને પુરતો પોષક આહાર-સારવાર આપવામાં નથી આવતી. આરોગ્ય સેવાઓ સસ્તી-સુલભ અને ફરજીયાત મેળવવા માટે કોઈ સુચનો કે નવા વિચાર રજુ કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ જનતાને આહ્વાન આપે છે.
ગુજરાતમાં ખેડુતોને પણ મોટા પ્રમાણમાં સમસ્યાઓ થઈ રહી છે, જમીન રીસર્વે અને માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે, ખાતર અને બિયારણ દવાઓ મોંઘા છે અને ઉપલબ્ધ પણ નથી. ખેડુતને ઉત્પાદનના બજાર ભાવ-ટેકાના ભાવ મળતા નથી. રોઝ, ભુંડ, વાંદરા અને અન્ય જાનવરોથી પાકને નુકસાની થઈ રહી છે, કમોસમી વરસાદ અને માવઠાઓથી પાક નુકસાન થાય છે અને તેનુ વળતર પણ નથી મળતુ, સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી અને કેનાલો વારંવાર તુટતી જાય છે સહિતના દરેક ખેતી લક્ષી પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ ખેડુતોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનસેવા અને વિવિધ યોજનાઓનું અમલીકરણ સંપૂર્ણ રીતે થતુ નથી. મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, કલેક્ટર કચેરી, નગરપાલિકામાં પ્રજા રોજીંદા કામ લઈને જાય ત્યારે પૈસાની માંગણી થાય છે અને કર્મચારી, અધિકારી ઉધધ વર્તન કરે છે. રેશનકાર્ડ, વિધવા, વૃધ્ધ, વિકલાંગ પેન્શન આવક, જાતિના દાખલા જેવા રોજીંદા કામો માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે. મહેસુલના કામોમાં પૈસાની માંગણી થાય છે. ૧૦૦ ચો.વારના પ્લોટ, પાકુ મકાન અને બી.પી.એલ. નંબર માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે વગેરે સમસ્યાઓને ઉજાગર કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સામાન્ય ગુજરાતીને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનતા પોતાની સુવિધાઓ માટે નિયમીત ટેક્સ ભરે છે, છતાં પણ પાકા રસ્તાઓ નથી, હયાત રસ્તા ખખડધજ છે, ખાડાઓનું અને ભુવાઓનું સામ્રાજ્ય છે. ગટર વ્યવસ્થા અને સ્વચ્છતાનો અભાવ છે. વિજબીલ વધારે આવે છે અને પુરતી વિજળી પણ મળતી નથી જેવા મુળભુત સુવિધા મેળવવાની સમસ્યાઓ સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ પ્રજાને આહ્વાન આપે છે.
૧લી મે થી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં “જનમંચ” કાર્યક્રમ દ્વારા સતત એક વર્ષ સુધી કોંગ્રેસ તાલુકે તાલુકે જશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત સંયુક્ત પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમીત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.
00000000000000000
૨૬/૦૪/૨૦૨૩
·         એકતરફ શ્રી રાહુલ ગાંધીના વડવાઓએ ઐતિહાસિક “આનંદભવન” બંગલો દેશને સમર્પિત કરેલ જ્યારે ગુજરાતમાં પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા.? : હેમાંગ રાવલ
·         હાલના મંત્રીશ્રીઓ જે છે તેમને બંગલો ના મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે. : હેમાંગ રાવલ
·         ગુજરાતમાં જેટલા પણ પૂર્વમંત્રીઓ છે અને નૈતિકતાથી જેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમને કાયદાકીય નોટિસ આપીને સરકાર બંગલા ખાલી કરાવે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ૪૦૦૯ કિલોમીટર જેટલી લાંબી પદયાત્રા કરીને ભારતને જોડવા માટે થઈને જે ભારત જોડો યાત્રા થકી સેવા યજ્ઞ કરેલો હતો અને પ્રજાનું જે પ્રમાણે અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું યાત્રા બાદ  સંસદની અંદર પણ અદાણીજી અને મોદીજીના સંબંધો બાબતે પ્રશ્ન કરી રહ્યા હતા અને તેનો જવાબ આપવા માટે અસક્ષમ એવી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા અને તુરંત જ તેઓ ૧૯ વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી. રાહુલ ગાંધીએ લાગણીશીલ હોવા છતાં હસ્તે મોઢે એમ કહીને બંગલા ની ચાવી અધિકારીઓને સોંપી દીધી કે આ “ઘર જોડે મારી યાદો જોડાયેલી છે આ ઘર મને ભારતની જનતાએ ૧૯ વર્ષ સુધી રહેવા આપ્યુ હતું અને હું જનતાને આજે તે પાછું સોંપી રહ્યો છું. આ એજ રાહુલ ગાંધી છે કે જેમના પૂર્વજ જવાલાલ નહેરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડાઈ માટે સમર્પિત કર્યો હતો દેશને અને આઝાદી બાદ ભારતને વિધિવત સોંપ્યો હતો અને તાજેતરમાં રાહુલજીએ કોઈપણ સંકોચ વિના પોતાનું ઘર ખાલી કરી દીધું છે. આજે રાહુલ ગાંધી પાસે દેશમાં પોતાનું એક પણ ઘર નથી પરંતુ ભારતના દેશવાસીઓ પોતાના ઘર રાહુલજીને આપવા માટે તત્પર છે. રાહુલજીએ ઈમાનદારી અને નૈતિકતાની સાચી દિશા પ્રસ્થાપિત કરી છે
બીજી તરફ આજે ભારત દેશની અંદર અને ગુજરાતમાં જે પ્રમાણે તાનાશાહી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફા કરી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ગુજરાતના મંત્રીશ્રીઓના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર  ભાજપના પૂર્વ મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ હજી પણ  પોતાનો મંત્રીશ્રીઓના નિવાસ સ્થાન સ્થિત પોતાનો મળેલો ગાંધીનગરમાં ગવર્નર હાઉસ સામે મોકાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો?, એજ પ્રમાણે પૂર્વ મંત્રી શ્રી જીતુ ચૌધરી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી વિનું મોરડીયા એ પણ બંગલા ખાલી કર્યા નથી ? અને વાપરી રહ્યાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
સૌથી ધ્યાન આકર્ષક બાબત એ છે કે ભૂતકાળમાં મુખ્યમંત્રીશ્રીઓ પોતાના માટે એક નંબરનો બંગલો વાપરતા હતા પરંતુ મૃદુ ગણાતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી બંગલા નંબર ૨૪,૨૫,૨૬,૨૭,૨૮નો ઉપયોગ લોકસેવા માટે કરી રહ્યા છે ?. શ્રી પૂર્ણેશ મોદી અને શ્રી જીતુભાઇ ચૌધરીના નામની તકતીઓ પણ અત્યારે તેઓએ બંગલા ખાલી નથીં કર્યા તેની ચાડી ખાઈ રહી છે.
ભૂતકાળમાં શ્રી વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ મંત્રીઓએ શ્રી નીતિન પટેલ, શ્રી ભપેન્દ્ર ચુડાસમા, શ્રી સૌરભ પટેલ, શ્રી ઈશ્વર પરમાર, શ્રી ગણપત વસાવા, શ્રી જયેશ રાદડીયા, શ્રી પ્રદિપ જાડેજા, શ્રી જયદ્રથ પરમાર,શ્રી પરસોતમ સોલંકી, શ્રી ઈશ્વર પટેલ, શ્રી વાસણ આહીર, શ્રી વિભાવરીબેન દવે, શ્રી રમણલાલ પાટકર, શ્રી ધર્મેન્દ્ર જાડેજા અને શ્રી કુંવરજી બાવળિયાના બંગલા પાછા આપ્યા ન હતા.
થોડા સમય પહેલા એવા સમાચાર પણ હતા કે હાલના મંત્રીશ્રીઓ જે છે તેમને બંગલો ના મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે. પ્રદેશ કોંગ્રેસ સરકારને માગણી કરે છે કે જેટલા પણ મંત્રીઓ પૂર્વ છે અને નૈતિકતાથી તેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમના મકાન ખાલી કરાવવાની નોટિસ આપીને કાયદાકીય રીતે બંગલા ખાલી કરાવીને જનતાના રૂપિયાનો ખોટો વ્યય થતો  અટકાવીને કાયદેસરના પગલાં લઈને જનતાને મૃદુતા સાથે મક્કમતાનો વિશ્વાસ આપે.
હેમાંગ રાવલ
0000000000000
૧૮-૪-૨૦૨૩
·        ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે: અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર
·        દેશમાં રોજ ૩૫ વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે ૧-૨ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવે છેઃ દેશની શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક.
·        ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૨ વિદ્યાર્થીઓ આપઘાત એટલે કે દરરોજ ૧-૨ વિદ્યાર્થી આપઘાત કરીને જીવન ટુંકાવે છે.
દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભિર છે ત્યારે વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની પ્રિમિયર ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશની પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટ IIT / IIM / NITs / AIIMS સેન્ટ્રલ યુનિવર્સીટીમાં વર્ષ ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે. IITમાં ૩૫, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૨૯, NITsમાં ૨૪, એઈમ્સમાં ૧૧ અને IIMમાં ૪ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૬૦૧૩ જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જેમાં ૩૦૪૮૮ કુમાર અને ૨૫૫૨૫ દિકરીઓએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૨ જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં જ ૭ જેટલા મેડીકલ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું જે ખુબ ગંભિર બાબત છે. દેશભરની શૈક્ષણિક સંસ્થામાં આપઘાતના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે.આપઘાત માટે અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩માં પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. તાજેતરમાં ગુજરાતના દર્શન સોલંકીએ આઈ.આઈ.ટી. મુંબઈમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું, જે ઘટનાએ સમગ્ર દેશમાં પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટની વ્યવસ્થા, વાતાવરણ સામે ગંભિર પ્રશ્નો ઉભા કર્યા છે.
દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો થયો છે. દેશમાં થતી કુલ આત્મહત્યામાંથી ૩૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે. વર્ષ ૨૦૨૧માં દેશમાં રોજ ૩૫ વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે ૧-૨ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવે છે. દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાનારની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૬ ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ જાતિ ભેદભાવ, પ્રાંતિય ભેદભાવ, અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે. દેશમાં ૨૦૧૭માં ૯૯૦૫ જ્યારે ૨૦૨૧માં ૧૩,૦૦૦ વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે. ૧૮ થી ૩૦ વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર ૩૩% OBC અને ૨૦% SCના વિદ્યાર્થીઓ છે.
Accidental Deaths and Suicides in India (ADSI) અને NCRBના રીપોર્ટમાં અનુસાર વર્ષ ૨૦૧૭માં ૪૫૨૧૭ લોકોએ, વર્ષ ૨૦૨૧માં ૫૬૫૪૩ લોકોએ આપઘાત કર્યા છે જે ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સીલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલીક સમય સુચક પગલા ભરવા જઈએ જેથી કરીને ગુજરાત અને દેશમાં થઇ રહેલા સતત વિધાર્થીઓના આપઘાતો અટકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય.
સમગ્ર દેશમાં વર્ષવાર વિદ્યાર્થીઓના આપઘાત
ગુજરાતમાં વર્ષવાર વિદ્યાર્થીઓના આપઘાત.
વર્ષ
કુમાર
કન્યા
કુલ
વર્ષ
આપઘાત
૨૦૧૭
૫૧૯૪
૪૭૧૧
૯૯૦૫
૨૦૧૭
૬૩૮
૨૦૧૮
૫૩૬૯
૪૭૯૦
૧૦૧૫૯
૨૦૧૮
૫૭૦
૨૦૧૯
૫૫૬૨
૪૭૭૨
૧૦૩૩૪
૨૦૧૯
૫૭૫
૨૦૨૦
૬૯૬૭
૫૫૫૯
૧૨૫૨૬
૨૦૨૦
૫૯૭
૨૦૨૧
૭૩૯૬
૫૬૯૩
૧૩૦૮૯
૨૦૨૧
૬૨૨
કુલ
૩૦૪૮૮
૨૫૫૨૫
૫૬૦૧૩
કુલ
૩૦૦૨
0000000000000000
૧૮-૪-૨૦૨૩
·                    વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં કેન્દ્રની સરકાર દ્વારા ગુજરાતને CAMPA (Compensatory Afforestation Fund management and planning Authority funds) ફંડ્સ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવવામાં આવ્યાં હતાં તે વણવપરાયેલા પડ્યા રહ્યા છે. છેલ્લા બે વર્ષ માં કેન્દ્ર સરકાર નો કેમ્પા ફંડ્સ વાપરવામાં આવ્યાં નથી.
·                    CAMPA (કેમ્પા) ફન્ડ્સ કેન્દ્ર  સરકાર દ્વારા જંગલો, જૈવિક વિવિધતા, વન્ય જીવો, જળ જાળવણી ને બચાવવા જાળવવા અને સુધારવા માટે ફાળવવા આવ્યા હતા.
·                    કેગ ના રિપોર્ટ મુજબ બે વર્ષ માં નવા એક પણ રૂપિયા CAMPA ફંડ્સ હેઠળ ફાળવવા માં આવ્યા નથી.
·                    ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશ ના અલગ અલગ રાજ્યો ને કરોડો રૂપિયા ફાળવ્યા, ગુજરાત ને આર્યભટ્ટ નો મોટો શુન્ય (0) કેમ ?
·                    ગ્રીન ઇન્ડિયા મિશન  માં ૧૭ રાજ્યો નો સમાવેશ, ગુજરાત રાજ્ય બાકાત.
·                    કેન્દ્ર સરકાર નો ગુજરાત ને તમાચો, ગ્રીન ઇન્ડિયા મિશન માં ગુજરાત નહિ.
·                    ગુજરાત સરકાર દ્વારા જંગલો ને વધારવા, વધુ વૃક્ષો વાવવા, વન્ય જીવો ના સંરક્ષણ માટે કેમ્પા ફંડ વાપરવા ની માંગ કરીએ છીએ.
·                     ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકારે એ ગુજરાત રાજ્ય નો સમાવેશ કરવો તેવી કેન્દ્ર સરકાર ને માંગ કરીએ છીએ..
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે પર્યાવરણ ના સંરક્ષણ અને પર્યાવરણ ને બચાવવા માં ગુજરાત ની ભાજપ સરકાર ઉદાસીન છે તે સરકાર ના પર્યાવરણ મંત્રી ના દેશ ની સર્વોચ્ચ પંચાયત માં અપાતા જવાબ અને નિવેદનો થી પુરવાર થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સીએએફ એક્ટ ૨૦૧૬ હેઠળ કેમ્પા ફંડસ ( કંપંસેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી ફંડ) દ્વારા જંગલ ની ગુણવત્તા સુધારવા, બાયો ડાઈવર્સિટી ને સમૃદ્ધ કરવા માટે, વન્ય જીવો ના સંરક્ષણ માટે , જંગલો ના સંરક્ષણ, માટી અને જળ સંરક્ષણ માટે ફાળવવા માં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર ને કેમ્પા ફંડ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવવા માં આવ્યા પણ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ વણવપરાયેલા પડ્યા રહ્યા છે. સરકાર ને પર્યાવરણ ની બિલકુલ ચિંતા નથી તે પુરવાર થાય છે. લોકસભા માં અપાયેલ જવાબ માં સ્પષ્ટ પણે દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ફાળવાયેલા ૧૪૮૪.૬૦ કરોડ રૂપિયા હાલ માં વર્ષ ૨૦૨૩ માં કેમ્પા ફંડ હેઠળ દર્શાવવા માં આવી રહ્યાં છે, જે પુરવાર કરે છે કે ત્રણ વર્ષ દરમિયાન વણવપરાયેલ પડ્યા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ૧૩ જેટલી અતિ પ્રદુષિત નદીઓ છે, હવામાં પ્રદુષણનું પ્રમાણ ખુબ વધારે આવી રહ્યું છે. વિશાળ દરિયાકાંઠામાં ધોવાણનો મોટો પ્રશ્ન છે. જંગલોને સુરક્ષિત રાખવાની અને જંગલો વધારવાની પર્યાવરણને તાતી જરૂરીયાત  છે છતાં પર્યાવરણની દિશામાં સરકાર સ્પષ્ટ પણે ઉદાસીન હોય તેવુ પ્રસ્થાપિત થાય છે.
લોકસભા ના જવાબમાં ચોકવનારો ખુલાસો થયો છે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ના પર્યાવરણ જોડે દેખીતી રીતે અન્યાય કરવા માં આવી રહ્યો છે. ૨૦૧૪ થી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન ની યોજના શરૂ કરવા માં આવી, તેમાં થી ગુજરાત ને બાકાત રાખવા માં આવ્યું છે. ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ દેશ ના ૧૭ રાજ્યો ને કરોડો રૂપિયા ફાળવવા માં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય ને આર્યભટ્ટ નો મોટો શૂન્ય (0) કેમ ? આંધ્રપ્રદેશ, અરુણાચલ, છત્તીસગઢ, હરિયાણા,હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર,મિઝોરમ, ઓડિશા, પંજાબ,સિક્કિમ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ નો ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ સમાવેશ, જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતી હોય, તોય ગુજરાત રાજ્ય ગ્રીન મિશન માં થી બાકાત. ગુજરાત ને ગ્રીન ઇન્ડિયા મિશનમાં થી બહાર રાખવું જાણે કેન્દ્ર સરકાર ની ગુજરાત ને તમાચો માર્યો હોય તેવું લાગી રહ્યું છે. ગ્રીન ઈન્ડિયા મિશન હેઠળ પર્યાવરણના સંરક્ષણ અને ક્લાઈમેન્ટ ચેન્જ માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા રાજ્યોને ફંડ ફાળવવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ અને ક્લાઈમેન્ટ ચેન્જના પ્રશ્નો છે છતાં ગુજરાતનો ગ્રીન ઈન્ડિયા મીશનમાં સમાવેશ થતો નથી.
કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા ગુજરાત નો તાત્કાલિક ગ્રીન ઇન્ડિયા મિશન માં સમાવેશ કરવા ની ઉગ્ર માંગ કરીએ છીએ. પર્યાવરણ ને બચાવવા અને સંરક્ષણ માટે નો કેમ્પા ફંડસ તાત્કાલિક ઉપયોગ માં લેવા માં આવે તેવી માંગ કરીએ છે.
0000000000000000
૧૩-૪-૨૦૨૩
રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોની ભરતી પરીક્ષામાં વારંવાર પેપર લીકની ઘટનાઓને લીધે ગુજરાતના લાખો યુવાનોના ભાવિ જોખમાઈ રહ્યું છે. સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, ભ્રષ્ટ્રાચાર, મેરીટમાં ગોટાળા થાય ત્યારે ભાજપ સરકાર પરીક્ષા લેવામાં નીતનવા ફરમાનોથી યુવાનોને અન્યાય થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ પત્રકાર પરિષદે સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં તલાટી માટે યોજાનાર પરીક્ષામાં ૧૭ લાખ અરજી કર્તાઓને ભાજપ સરકાર અન્યાયકર્તા ફરમાનો કરી રહી છે. પારદર્શક પરીક્ષા લેવામાં સતત નિષ્ફળ ભાજપ સરકાર તલાટીની જાહેર પરીક્ષાના ઉમેદવારોને યોગ્ય વ્યવસ્થા આપવામાં પણ સદંતર નિષ્ફળ નીવડી રહી છે. શાળા – કોલેજના રૂમ પરીક્ષાખંડ તરીકે મળતા નથી. ભાજપના વાહવાહી માટેના સંમેલનોમાં ભીડ ભેગી કરવા શાળા-કોલેજોને આદેશ અપાય છે ફરજ પડાય છે પણ ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેમ જવાબદારીમાંથી સરકાર ભાગી રહી છે ? મોંઘુ શિક્ષણ ભાજપ સરકારની ભેટ છે, યોગ્ય સમયે પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પરિણામ ન આવે, પરિણામ આવે તો યોગ્ય સમયે નિમણૂક ન થાય, આમ ભાજપની અટકાવવા-લટકાવવા-ભટકવાની નીતિનો ભોગ ગુજરાતનાં યુવાનો બની રહ્યા છે. ગુજરાતમાં ભાજપ સરકારનાં રાજમાં વારંવાર પેપરલીક થાય, પરીક્ષામાં ગેરરીતિ થાય, મેરીટમાં ગોટાળા એ ભાજપની ઓળખ બની ગયો છે. ચમરબંધીને પકડવાની વાતો કરતી ભાજપ સરકાર ૧૪-૧૪ પેપરલીક બાદ પણ એક પણ ઉદાહરણરૂપ કામગીરી-દાખલો પ્રસ્થાપિત કરી શકી નથી. જેના કારણે લાખો શિક્ષિત યુવાન-યુવતીઓ નિરાશા અનુભવી રહ્યાં છે તેના પરીણામ તાજેતરમાં યોજાયેલ જુનિયર કલાર્કની પરીક્ષામાં ૫૯ ટકા યુવાન-યુવતીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારનાં પ્રવક્તા મંત્રીનું નિવેદન જ સ્પષ્ટ દેખાડે છે કે ભાજપ સરકાર પારદર્શક પરીક્ષા તો લઈ શકી નથી પણ હવે તો પરીક્ષા માટે જરૂરી ખંડોનું આયોજન પણ કરી રહી નથી. ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોને સમયસર તક મળતી નથી, પરીક્ષાઓના આયોજન માટે નીતનવા નિયમોથી પરીક્ષાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓને ૩૦૦ થી ૪૦૦ કિ.મી દૂર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે પરીક્ષાર્થીઓને આગલા દિવસે રાત્રે જે તે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડ્યો. દીકરીઓ સાથે પરિવારના એક સભ્યએ ફરજિયાત જવું પડ્યું. ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના દીકરા-દીકરીઓએ ફરજિયાત ખર્ચ કરવો પડ્યો. આ કેવી વ્યવસ્થા કે જેના કારણે પરીક્ષાર્થીઓ પરેશાન થાય ? રાજ્ય સરકાર વહીવટી વ્યવસ્થા સુધારે તે અગત્યનું છે નહિ કે ગુજરાતના યુવાન -યુવતીઓને પરેશાની ભેટ આપવાની અવ્યવસ્થા…!
ગુજરાતના સ્થાપના દિવસ ૧લી મેના રોજ ભાજપ સરકાર દરેક ગામમાં ગ્રામસભા બોલાવીને માત્ર જે તે ગામના શિક્ષિત-અર્ધશિક્ષિતની નોંધણી કરવામાં આવે તો લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનોની રોજગાર વિશેની સાચી હકીકતો સામે આવે. સરકારના દાવાનો પરપોટો ફુટી જાય. ગ્રામસભામાં હજારો સમસ્યા સામે આવે છે. પણ, રાજ્ય સરકાર સાચી રીતે ગ્રામસભાની કાર્યવાહી કરતી નથી જેના લીધે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખેડૂત-ખેતી ગામડાની વિષમ સ્થિતી, મોંઘુ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી, કથળી ગયેલ કાયદો વ્યવસ્થા સહિતના વિવિધ સળગતી સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસ પક્ષ સતત બે મહિના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.
999999999999999999
 ૧૩-૪-૨૦૨૩
·                   ગુજરાતના ખેડુતોને રાજ્ય સરકારના બિયારણમાથી ભરોસો ઉઠ્યો અને ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તાળા મારવાની દિશામા. – મનહર પટેલ
·                   ગુજરાત રાજ્ય સીડ સર્ટીફીકેટ એજન્સીમા એક સમયે ૪૦૦ કર્મચારી / અધિકારીને બદલે આજે ૩ એ પણ નોન ટેકનિકલ  – મનહર પટેલ
·                   ભુતકાળમા નકલી બીટી કપાસ બીજ જે જે કંપનીનુ પકડાયુ છે તેવી તમામ કંપની અને તેના ઉત્પાદકોના નામની જાહેર પ્રસિદ્ધિ ખેડુતોના હિતમા કરવામા આવે –  મનહર પટેલ
ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. એક સરકારી કંપની છે છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, તેના કારણે ખેડુતો  બીયારણની ગુણવતા, ભાવ અને સમયે બીયારણના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે.
બીયારણ ખેતી માટે એક અગત્યનુ પરિબળ છે અને ખેતી ઉત્પાદનનો સૌથી મોટો પ્રભાવ બીયારણનો છે ત્યારે રાજ્ય સરકાર બીજ નિગમને દિવસેને દિવસે નબળુ પાડીને સંપુર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર ખેડુતોને નભતા કરી દીધા, અને તેના પરિણામે ખેડુતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની રહ્યા છે અને કરોડો રુપિયાનો ધંધો રળી લેતા આવા નકલી બીજ ઉત્પાદકોને રાજ્ય સરકાર સીધીને આડકતરી રીતે હુફ આપી રહી છે. આજે આવી અનેક ફરિયાદો સરકારી દફતરમા પેન્ડીગ પડી છે.ઉપરાંત રાજ્ય સરકારનો કોઇ પ્રભાવ કે પક્કડ આવા બીજ ઉત્પાદકો ઉપર નથી.અને તેના કારણે લાખો ખેડુતો કરોડોનુ નુકશાન સહન કરે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શ્રી મનહર પટેલ સ્પષ્ટ કહે છે કે ખેતીને મજબુત કરવામા રાજ્ય સરકારના બોર્ડ – નિગમોનો સિંહફાળો રહ્યો છે છતાં ગુજરાત રાજય બિજ નિગમ, ગુજરાત રાજ્ય સીડ સર્ટીફિકેટ એજન્સી મૃતપાય અને જીએલડીસી ને તાળા પણ મારી દીધા. આ પણ એક રાજ્ય સરકારનુ ખેડુત વિરોધી ષડયંત્ર છે, આમ પણ સરકારી કંપનીઓને નબળી પાડવી, ખોટ કરતી કરવી અને છે અંતે તાળા મારીને લાભાર્થી મિત્રોને સમર્પણ ભાવથી અર્પણ કરવાની સમજદારી ભરી યોજના છે,એ ભાજપા સરકારોમા પરંપરા રહી છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. ગાંધીનગરનુ મહેકમ વર્ષ અને તેની જગ્યાની વિગત તેમની કચેરીએ આપેલી તા.૨૧ ઓક્ટોબર ૨૦૨૧ નારોજ જાહેર માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત માહિતી.
ક્રમ      મહેકમ વર્ષ                 મંજુર થયેલ જગ્યા        ભરાયેલ જગ્યા             ખાલી જગ્યા
૧       ૦૧.૦૧.૧૯૯૦         ૩૫૬                      ૨૩૩                      ૧૨૩
૨       ૦૧.૦૮.૧૯૯૫         ૩૧૪                      ૨૩૨                      ૮૨
૩       ૩૦.૦૬.૨૦૦૩         ૨૭૬                      ૨૨૬                      ૫૦
૪       ૦૧.૦૪.૨૦૦૬         ૨૭૮                      ૨૧૭                      ૬૧
૫       ૦૯.૦૯.૨૦૧૧         ૨૨૯                      ૧૮૭                      ૪૨
૬       ૦૧.૦૪.૨૦૨૦         ૨૦૪                      ૧૦૯                      ૯૫
૭       ૦૧.૦૪.૨૦૨૧         ૨૦૪                      ૧૦૦                      ૧૦૪
ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.૧૯૯૦ મા કુલ ૩૫૬ કર્મચારીઓની મંજુરી વાળા મહેકમ સાથે કાર્યરત હતુ જે ૨૦૨૧ મા એટલે કે આજે માત્ર ૨૦૪ કર્મચારીવાળુ અને ભરાયેલ જગ્યા માત્ર ૧૦૪ છે ,અને તેમા પણ ૫૬ જગ્યા તો નોન ટૅકનિકલ છે.આ સ્ટાફની સંખ્યા ઉપરથી નિગમનુ પરિણામ સૌની સામે આવી જ જાય છે.
અહિયા વધુ જણાવુ તો બીજ નિગમમા ૧૯૯૦ મા બીજ નિરિક્ષકની સંખ્યા ૭૪ હતી જે આજે તમામ રદ કરી નાખી, જ્યારે બીજ અધિકારીની મંજુર થયેલ જગ્યા ૮૧ છે પરંતુ ૪૧ જગ્યા ખાલી છે, આમ છેલ્લા ૨૦ વર્ષમા સતત રાજ્ય સરકાર આ નિગમના કર્મચારીઓની સંખ્યા ઘટાડતી રહી છે, ૨૦૦૨ ની સરખામણીમા આજે ૨૦ % સ્ટાફ ની જગ્યા ભરેલ નથી ત્યારે થોડા સીધા સવાલોના જવાબ રાજ્ય સરકાર ખેડુતોના હિતમા આપે…
®                ખેડુતોને ગુણવતાસભર બીજ પુરુ પડવાનો વિકલ્પ રાજ્ય સરકાર બંધ કરવા માંગે છે ?
®                રાજ્ય સરકાર નિગમનુ મહેકમ ઘટાડીને ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. અને ગુજરાત સીડ સર્ટીફિકેટ એજન્સી જીએલડીસીની માફક બંધ કરવા માંગે છે ?
®                અનઅધિકૃત બીટી કપાસ બીજ ઉત્પાદનને નશ્યત કરવા માટે ચાલુ વર્ષે કેટલા નમુના લેવાયા અને શુ કાર્યવાહી કરી ?  આવા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા માટે રાજ્ય સરકાર પાસે કોઇ વિશેષ આયોજન શુ છે ?
®                છેલ્લા ૨૦ વર્ષથી નકલી બીટી કપાસ બીજનો ભોગ લાખો ખેડુત બન્યા છે રાજ્ય સરકાર પાસે નકલી બીટી કપાસ બીજનુ ઉત્પાદન કરતા ઉત્પાદકોની યાદી છે ?
®                ગત વર્ષે તા.૦૪.૦૬૨.૨૦૨૨ નારોજ અનાધિકૃત નકલી બીટી કપાસ બીજનો મોટો જથ્થો ખેતીવાડી ખાતાએ પકડીને ૪ આરોપીઓ ઉપર પોલીસ કાર્યવાહી કરેલ પરંતુ આજે આ કેસની સ્થિતિ શુ છે ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી મનહર પટેલ જણાવે છે કે અમો ગુજરાત સ્ટેટ સીડ પ્રોડયુસર્સ અસોસીએશનને પણ વિનંતી કરીએ છીએ કે આપની સંસ્થાના સભાસદ કંપનીઓ પૈકી જે કંપનીઓ નકલી બીટી કપાસ બીજનો જથ્થો અનઅધિકૃત રીતે ઉત્પાદન કરતા/રાખતા/વેચતા ખેતીવાડી ખાતાના જાપ્તામા રાજ્યની પોલીસે પકડેલ હોય અને તેમના પર પોલીસ ગુનો નોંધાયેલ છે, જે એક ખેડુત વિરોધી કૃત્ય છે આવા સરકારી આરોપીઓને તેના સામાન્ય સભ્યપદેથી દુર કરવા જોઇએ અને ભવિષ્યે નકલી અને અનધિકૃત બીટી કપાસ બીજનુ ઉત્પાદન નહી કરે તેની બાંહેધરી લખાવવી જોઇએ. અને તમામ કંપની સભાસદોને તાકીદ કરવી જોઇએ કે અનાધિકૃત રીતે બીટી કપાસ/અન્ય બીજ ઉત્પાદન ન તાકીદ કરે અને રાજ્ય સરકારના નિયમોનુ ચુસ્તપણે પાલન કરે.
વિશેષ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા શ્રી મનહર પટેલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી કે સરકારી નિગમને વધુ સુદ્ધઢ બનાવવામા આવે અને સરકારી રાહે ખેડુતોને એગ્રી ઇન્પુટસનો ગુણવત્તાયુકત જથ્થો મળી રહે.
00000000000000
૮-૪-૨૦૨૩
·        એક તરફ દેશના લાખો પરિવારો ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે બીજી બાજુ, મોદીજીના મિત્રો અસિમીત રીતે તિજોરીના લાભો મેળવીને અબજોપતિ બની રહ્યાં છેઃ શ્રી જગદીશ ઠાકોર.
·        ૨૫ એપ્રિલ થી રાજ્યના ૩૩ જીલ્લા કલેક્ટર કચેરી સામે સંમેલન અને કલેક્ટર કચેરીને ઘેરાવો – કાર્યક્રમ જેમાં રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન
આદરણીય રાહુલજીની સાથે એકતામાં અને તેમની નિર્ભય લડાઈના અડીખમ સમર્થનના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે યોજાયેલ સંમેલન-ધરણાપ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ તાનાશાહી સરકાર, જુલમ કરવાવાળી સરકાર, લોકશાહી – બંધારણને ખતમ કરવાવાળી સરકારની સામે પ્રજાના પ્રશ્નોને લઈને આંદોલનો કરતા કોંગ્રેસે જેલો ભરવી પડે તો જેલ ભરોના આંદોલનો સાથેની લોકજાગૃતિ સાથેના કાર્યક્રમો કરી રહી છે.
શ્રી રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત મજબૂત સંકેત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે. વિવિધ પ્લેટફોર્મ પર મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર શ્રી રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યાં છે. તેમના પ્રિય મિત્ર અદાણીને મદદ કરવા માટે મોદી દ્વારા સત્તાના દુરુપયોગ સામે રાહુલજીની નિર્ભયતા સાથે અણનમ લડતથી તેઓ સંસદમાં તેમની સાંઠગાંઠનો પર્દાફાશ કરશે તેવા ડરથી, સમગ્ર મોદી શાસન તેમનો અવાજ બંધ કરવા આવા કુટિલ પગલાંનો આશરો લઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ આ હરકતની સખત નિંદા કરે છે અને સત્યની આ લડતમાં રાહુલજીની પડખે છે. શ્રી રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને ભારત દેશના કરોડો નાગરિકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં તેમની સાથે છે.
બેરોજગારી અને મોંઘવારીથી જનતા ત્રસ્ત છે, જનતાને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે એક તરફ દેશના લાખો પરિવારો ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે બીજી બાજુ, મોદીજીના મિત્રો અસિમીત રીતે તિજોરીના લાભો મેળવીને અબજોપતિ બની રહ્યાં છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર કે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમા સામે SC-ST-OBC-Minority ડીપાર્ટમેન્ટ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ પ્રધાનમંત્રી મોદીને આ મુદ્દે પ્રશ્નો રકતા પોસ્ટકાર્ડ મોકલવામાં આવી રહ્યાં છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા નવી દિલ્હી ખાતે જંગી વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ગુજરાતમાંથી મહિલાઓ જોડાઈ હતી. તાલુકા કક્ષાએ પત્રકાર પરિષદ યોજીને  અદાણીસ્કેમ મિત્રકાળ અંગે જનતાને વાકેફ કરાવ્યા હતા. ૨૫ એપ્રિલ થી રાજ્યના ૩૩ જીલ્લા કલેક્ટર કચેરી સામે સંમેલન અને કલેક્ટર કચેરીને ઘેરાવો – કાર્યક્રમ જેમાં રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
000000000000000