તાંબાની નેનો ટેકનોલોજીથી ડાયાબીટીસ માપી શકાશે, વડોદરામાં સંશોધન

Copper Nanotechnology Can Detect Diabetes, Vadodara Scientists Develop New Method कॉपर नैनोटेक्नोलॉजी से डायबिटीज का पता लगेगा, वडोदरा के साइंटिस्ट्स ने नया तरीका बनाया

વડોદરાના વિજ્ઞાનીઓએ વિકસાવી નવી પદ્ધતિ

વડોદરા, 27 ડિસેમ્બર 2025
ગુજરાતમાં વડોદરાની એમ.એસ. વિશ્વ વિદ્યાલયના તાંબાના પાવડર બનાવીને ડાયાબિટીસ ચેક કરી શકાય એવું સંશોધન કર્યું છે. વાયરમાંથી તાંબાના નેનો પાર્ટિકલ્સમાં ફેરવ્યું હતું. નેનો પાર્ટિકલ્સને ચિતોસન નામના કુદરતી પોલીમરની મદદથી સ્થિરતા આપવામાં આવી હતી. મકાઈના સ્ટાર્ચમાંથી મળતા એક તત્વનો ઉપયોક કરીને નેનો પાર્ટિકલ્સને વધારે શક્તિશાળી બનાવાયા હતા.

પાવડર કુદરતી એન્ઝાઈમ( એક પ્રકારનું પ્રોટિન) તરીકે  કામ કરે છે. તે લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણને પારખી લે છે. લોહીમાં રહેલા ગ્લુકોઝ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્ન કરે છે. એન્ઝાઈમનો રંગ ઘેરો વાદળી થાય છે. રંગની તીવ્રતા લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણના આધારે બદલાય છે.

ડાયાબિટીસના લેબોરેટરીમાં થતી તપાસમાં પાવડરનો ઉપયોગ કરવાની પદ્ધતિ વધારે સરળ પુરવાર થાય તેવી શક્યતા છે. આ સંશોધનને ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત થયું છે.

વિજ્ઞાન વિભાગના કેમેસ્ટ્રીના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રદ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ આ સંશોધન કર્યું છે.

લોહી અથવા પરસેવામાં ગ્લુકોઝનું સ્તર તરત જ શોધી શકે છે. પાવડર રંગ બદલે છે – વાદળી થઈ જાય છે, ઘાટા શેડ્સ સાથે જે ઉચ્ચ ગ્લુકોઝ સ્તર સૂચવે છે.

પાવડર ગ્લુકોઝ હાજર હોય છે, ત્યારે તે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે નેનોઝાઇમની હાજરીમાં રંગહીન દ્રાવણને ઘેરો વાદળી કરી દે છે. રંગની તીવ્રતા સીધી ગ્લુકોઝ સાંદ્રતાને અનુરૂપ છે.

ડાયાબિટીસ અને બિન-ડાયાબિટીક વ્યક્તિઓના વાસ્તવિક રક્ત સીરમ નમૂનાઓ પર સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરિણામો પ્રમાણભૂત ગ્લુકોમીટરનો ઉપયોગ કરીને મેળવેલા પરિણામો સાથે તુલનાત્મક હોવાનું જાણવા મળ્યું હતું.

ટીમ હવે સંશોધનના આગલા તબક્કા પર કામ કરી રહી છે, જેનો હેતુ માનવ પરસેવા દ્વારા પણ ગ્લુકોઝનું સ્તર શોધવાનો છે. રંગ કોડ્સને સંખ્યાત્મક મૂલ્યો સોંપવાની રીતો પણ શોધી રહ્યા છે.
સંશોધન પૂર્ણ થવામાં લગભગ એક વર્ષ લાગ્યું હતું. પાવડરને કાગળ-આધારિત સ્ટ્રીપ્સ અથવા ડીપ ટેસ્ટમાં સરળતાથી સમાવી શકાય છે.

પ્રોફેસર સોનલ ઠાકોર માને છે કે, પાવડરનો ઉપયોગ કરતા પહેલા લોહીમાંથી સીરમને અલગ તારવવું પડે છે અને પછી તેના પર પાવડરનો ઉપયોગ કરીને ગ્લુકોઝ લેવલ ચેક કરી શકાય છે. આમ તેની મર્યાદા એ છે કે, ગ્લુકોમીટરની જેમ તેનો ઘરે ઉપયોગ કરી શકાતો નથી. લેબોરેટરીમાં થતાં ડાયાબીટીક  ટેસ્ટમાં આ પાવડર ઉપયોગી પુરવાર થઈ શકે છે. કદાચ તે ડાયાબિટીસ ટેસ્ટની કિંમત પણ ઘટાડી શકે છે. આ માટે પાવડર ચોંટાડીને બનાવાયેલી સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે છે. લેબોરેટરીમાં ડાયાબીટીસના અને ડાયાબીટીસ ના હોય તેવા દર્દીઓના લોહીના નમૂના પર પાવડરનો સફળતાપૂર્વક અખતરો કર્યો છે.

પાવડરનો ઉપયોગ લોહીની સાથે સાથે પરસેવા પર કરીને ડાયાબીટીસની જાણકારી મળી શકે તે માટેના અખતરા કરી રહ્યા છે. લેબોરેટરીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર પરસેવામાં જે તત્વો રહેલા હોય છે તેના પર પાવડરનો ઉપયોગ કર્યો હતો. તેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. જોકે દર્દીના પરસેવાના સેમ્પલ પર પાવડરનો પ્રયોગ કરવાનો બાકી છે.

અન્ય વૈશ્વિક વિગતો પ્રમાણે સીજીએમએસ
સી જીએમએસ(CGMS) ડાયાબીટીસના દર્દી માટે સુગર માપવાની એક એવી પદ્ધતિ છે કે જેમાં કંટીન્યુઅસલી ૧૦થી ૧૪ દિવસ સુધી તમારી સુગર માપી શકાતી હોય છે. CGMS એટલે કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ સિસ્ટમ એક 5 mm જાડાઈવાળા કોઈન સાઈઝના ડિવાઇસથી બનેલું છે. આ ડિવાઇસ દર 12થી 15 મિનિટે બ્લડ સુગર માપીને ગ્રાફ ફોર્મમાં 24 કલાકનો 15 દિવસનો સુગર રિપોર્ટ આપે છે.

ખોરાકની કઈ વસ્તુથી સુગર વધી જાય છે કે નથી વધતી તે જાણવા માટે પણ સીજીએમએસ ખૂબ ઉપયોગી છે.

ટેસ્ટ કેવી રીતે કરાય છે
ટેસ્ટ ખુબ જ સરળ છે અને દર્દી જાતે પણ કરી શકે છે. નાનકડી ડિવાઇસ ચામડી પર મૂકવામાં આવે છે. ડિવાઇસ ચામડી પર ચોંટી જાય છે. ત્યારબાદ તેમાં દર 15 મિનિટે સુગર ચેક થયા કરે છે. જેના આધારે ડોક્ટર ખોરાક અથવા દવા કે ઇન્સ્યુલિનના ડોઝમાં વધ-ઘટ કરી શકે છે. ખોરાક દવા કે ઇન્સ્યુલિનમાં ફેરફાર કર્યા પછી ફરીથી 14માં દિવસે ડિવાઇસ રેકોર્ડ લીધા પછી કાઢી લેવામાં આવે છે.

સીજીએમએસના ફાયદા
સીજીએમએસ દ્વારા સુગર ક્યારે વધે છે, શું કરવાથી વધે છે, શું ખાવાથી વધે છે, કઈ દવાથી ઓછું થાય છે, કઈ દવાની અસર થાય છે તે જાણી શકાય છે.