સમગ્ર દુનિયા હાલ કોરોનાની રસી શોધવા મથી રહી છે, ત્યારે ભારતે આ દિશામાં સતત બીજા દિવસે પણ કોરોના ને માત આપવા માટે દવા માર્કેટમાં લોન્ચ કરી છે. એક દિવસ પહેલા દવાના રૂપમાં સામે આવ્યા બાદ હવે કોરોનાનું ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યું છે. આ ઈન્જેકશનને પણ ભારત સરકારે મંજૂરી આપી છે.
ત્યારે હવે ટૂંક સમયમાં જ ભારતમાંથી અકિલા કોરોનાનો ડર નાબૂદ થશે. કોરોનાની આ દવા ડ્રગ ફાર્મા કંપની હેટરો ગ્રુપે બનાવી છે. હેટરોએ રવિવારના રોડ કહ્યું હતું કે, કોવિડ-19 ની સારવાર માટે ઈનવેસ્ટિગેશનલ એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીરને લોન્ચ અકીલા કરવા જઈ રહી છે. જેના માટે કંપનીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી અપ્રુવલ મળી ચુકયું છે.
આ દવા ભારતમાં કોવિફોર નામથી વેચવામાં આવશે. એક દિવસ પહેલા જ ગ્લેનમાર્કની ફૈબિફ્લૂ નામથી બજારમાં દવા ઉતારી છે. કંપનીના જણાવ્યા અનુસાર DGCIAએ કોરોનાના શંકાસ્પદ અને કન્ફર્મ દર્દીઓની સારવારમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે.
ગંભીર રીતે બિમાર દર્દીઓને પણ આ દવા આપી શકાશે. ભારતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતીને જોતા કોવિફોરને અપ્રુવલ ગેમચેંન્જર સાબિત થશે. કારણ કે, તેના કિલનિકલ આઉટકમ પોઝિટીવ રહ્યા છે. હેટરોનો દાવો છે કે, તે દેશભરમાં દર્દીઓને આ દવા ઉપલબ્ધ કરાવવા તૈયાર છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ-19 માટે ફેવિપિરાવિરના ફેબિફ્લૂના નામથી ઉતારી છે. 34 ટેબલેટની એક સ્ટ્રીપ 3500 રૂપિયામાં મળે છે એટલે કે, એક ટેબલેટ લગભગ 103 રૂપિયામાં પડે છે. જો કે, આ દવા કોવિડ-19ના હલ્કા લક્ષણોવાળા દર્દીઓ માટે કારગર સાબિત થશે.
આ ટેબલેટ દર્દીઓની કોશિકાઓ ફરે છે. તથા વાયરસનો લોડ ઓછો કરી કોપી બનાવતા રોકે છે. આ દવાનો ઉપયોગ સંક્રમણના શરૂઆતી સ્ટેજમાં ઉપયોગ કરવાથી સારા પરિણામો મળે છે.