દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે.
અહી એક જ દિવસમાં કોરોનાનાં નવા 57 કેસ સામે આવ્યાં છે. ચીનના લિઓનિંગ અને બેઇઝિંગમાં કોરોનાનાં નવા દર્દીઓ મળી રહ્યાં છે, એટલે કે ચીનમાંથી હજુ સુધી કોરોના વાઇરસ ગયો નથી, દુનિયાને હચમચાવી નાખનારો ખતરનાક કોરોના વાઇરસ પાછો ચીનમાં ફેલાઇ જ રહ્યો છે.
જેને કારણે બેઇજિંગમાં કેટલીક સ્કૂલો અને મોલ-માર્કેટ પાછા બંધ કરી દેવામાં આવ્યાં છે, જે વિસ્તારોમાં કોરોનાનાં કેસ આવ્યાં છે તે વિસ્તારોમાં સેનેટાઇઝર કરાઇ રહ્યું છે, માસ્ક પહેરવાના નિયમો કડક કરવામાં આવ્યાં છે. ચીન સરકાર દ્વારા કોરોનાને ફરીથી આગળ ન વધવા દેવા તમામ પ્રકારની કડક કાર્યવાહી કરાઇ રહી છે.