ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે.
સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે ભારતીયોનું રક્ષણ કરવું, કોરોનાના દર્દીઓને વધુને વધુ પ્રમાણમાં ઓળખીને રોગચાળાને પ્રસારની શક્યતા ઘટાડવી. આ હાંસલ કરવા સ્થાનિક સત્તામંડળની ક્ષમતાને પ્રોત્સાહન આપવા સરકાર ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરે છે.
ડ્રોન આ માટે સુવિધા પૂરી પાડે છે. ડ્રોનનો ઉપયોગ કરીને સત્તામંડળો વિશાળ, ગીચતા ધરાવતા, વંચિત સમુદાયો ધરાવતા શહેરી વિસ્તારો પર ડિસઇન્ફેક્ટન્ટનો ફુવારો મારી શકશે, જેથી કોવિડ-19થી શહેરમાં રહેતા લોકોને રક્ષણ મળશે તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને સલામત રાખવા માનવીય સંપર્કમાં ઘટાડો થશે.
આ પ્રકારનાં ડિસઇન્ફેક્શનમાં વારાણસીને વહીવટીતંત્રને મદદ કરતું ચેન્નાઈ સ્થિત ડ્રોન સ્ટાર્ટઅપે ગરુડ એરોસ્પેસને સહાય કરવીઃ ટીમ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ખભેખભો મિલાવીને ગરુડની ટેકનોલોજીઓ અને વારાણસીના કર્મચારીઓ સાથે કામ કરે છે. ટીમે આ કવાયતના દરેક પગલા પર નજર રાખી હતી અને સપોર્ટ કર્યો હતો, જેના પગલે સરકારને મદદ મળી હતી અને કોવિડ-19 સામે લડવા સંયુક્તપણે નવીન જોડાણ થયું હતું.
વારાણસીમાં ડ્રોનની કામગીરી હજુ શરૂ થઈ છે. ટીમ હવે ભારતમાં વધારે શહેરોમાં આ જ પ્રકારની ક્ષમતા ઊભી કરશે.
આ સરકારી-નવીન જોડાણ મારફતે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિસ્તૃત પ્રયાસનો ભાગ છે, જેથી કોવિડ-19 સામે ભારતીય સત્તામંડળોની લડાઈને મજબૂત કરશે.