જામજોધપુર નજીક સફારી પાર્ક બનાવો

Create a Safari Park near Jamjodhpur, जामजोधपुर के पास सफारी पार्क बनाएं

અમદાવાદ, 17 જૂન 2025
જામનગર-પોરબંદરના બરડામાં તો સિંહ માટે રક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે, સફારી પાર્ક બનાવ્યો પણ જમનગર જીલ્લાના જામજોધપુર નજીક માત્ર ત્રણ કી.મી. દુર આવેલા અને ૧૦૦ કી.મી. થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડો છે. જામજોધપુરના આલેચ જંગલને સફારી પાર્કનો દરજજો કે કેન્દ્રશાસિત ટુરિઝમ પ્રદેશનો દરજજો મળતો નથી.

આલેચનું જંગલ વિસ્તારમાં દિપડા, નીલગાય, સુવર, હરણ, શીયાળ વિગેરે વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે. તેમજ લુપ્ત થતા પ્રાણીઓમા: બુટડુ (ઘર ખોદીયું, જરખ, નાનર, કીડીખાઉ, વરૂ, જંગલી બિલાડા અજગર જેવા વિશાળ પ્રાણીનો વસવાટ અહિંના ગ્રામ્ય જનતાની નજરે જોવા મળે છે. તેમજ બાજ, મોર, તેતર, સંસલા, ચામાચિડીયું જેવા અસંખ્ય પશુ-પંખીપ્રાણીઓનો ખીલખીલાટ જોવા મળે છે.

આ જંગલમાં પાળેશ્વર ડેમ સતાપરનો ડાઇમીણસાર ડેમ, ગીંગણી મોવાણ ડેમ, વાનાવડનો ડાઇમીણસાર ડેમ જંગલ અંદર આવેલ છે. તેમજ અનેક નદી નાળા ઝરખાં પાણીથી વહે છે. આ આલેચ જંગલ નજીક મહિકી, પાટણ, વડવાળા, બાલવા, ચૂર, સતાપર, વાનાવડ, ભડાનેશ, ઉદેપુર, વાંસ જાળીયા, તરસાઇ, સખપુર, ખાગ્રેશ્રી, ઘોરીઘાર, અમરાપર, પરડવા, સીંધપુર, ઘુવાડા, મેવાસા, પ્રાસલા, વડેખણ, ગીંગણી, સીદસર, ઢાંક, મેરવદર, મહોબતપરા, વિલાસપુર, તણસવા જેવા અનેક ગામડાથી જોડાયેલ છે. જે જંગલ જામજોધપુર તાલુકો, ભાણવડ તાલુકો, ઉ૫લેટા તાલુકો, કુતિયાણા તાલુકો, રાણાવાવ તાલુકો સાથે જોડાયેલા અને નજીકના વિસ્તાર છે. 63 ગામના લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે.
ધાર્મિક સ્થાનોનો વિકાસ ન કરોતો કંઈ નહીં પણ કુદરતી સ્થળનો તો વિકાસ આમ આદમી પક્ષના ધારાસભ્ય કરાવે.

ગીરના જંગલમાંથી લાવીને છ જોડી – નર અને માદા સિંહ, છ જોડી વાઘ, છ જોડી ચીતા, છ જોડી ઘોડા, છ જોડી રીંછ, છ જોડી હિપો, છ જોડી ગેંડા, છ જોડી દિપડા, છ જોડી જીરાફ, છ જોડી હાથી, છ જોડી ઉંટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહીત આ જંગલમાં પચાસ જોડી સબાર, પચાસ જોડી શિકારા, પચાસ જોડી કારિયાર, પચાસ જોડી ઝીબ્રા, પચાસ જોડી હરણ, પચાસ જોડી ધુંડખર, પચાસ જોડી જંગલી ભેંસ, પચાસ જોડી વાનર તેમજ નાર, બુંટડા, સુવર, જરખ, વરુ, શિયાળ સહીત અન્ય વન્ય પ્રાણીના વસવાટ માટે સફારી પાર્ક બનાવાની માંગ છે.

વન પ્રધાન પણ નજીકના મત વિસ્તારના છે.

અહિના જંગલ વિસ્તાર નજીક ફોદારો, ઉમિયા સાગર ડેમ, ફુલઝર કોટડા બાવીસી ડીમ, વનાણનો વેણુ ડેમ, ખાગ્રેશ્રી ઇશ્વરીયા ડેમ, અમરાપર નજીક સારણ ડેમ, ગધેથડનો વેણુ ડેમ આવેલા છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એરપોર્ટ છે.