સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ – ઈદી અમીને 30 હજાર ગુજરાતીઓને હાંકી કાઢ્યા

Cultural Nationalism – Idi Amin expelled 30 thousand Gujaratis सांस्कृतिक राष्ट्रवाद – ईदी अमीन ने 30 हजार गुजरातियों को निष्कासित कर दिया

26 એપ્રિલ 2023

1971ના પ્રારંભમાં યુગાન્ડાના પૈસાને દોહી’ લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 4 ઑગસ્ટ, 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા. એશિયન સમુદાયને યુગાન્ડાને 90 દિવસમાં જ છોડીને જતા રહેવા આદેશ આપ્યો. એ વખતે દેશનો 90 ટકા વ્યવસાય એશિયન લોકોના હાથમાં હતો. દેશનો 90 ટકા કર પણ તેઓ જ ચૂકવતા હતા.
કાઢી મુકાયેલા 60 હજાર લોકોમાંથી 29 હજાર લોકોને બ્રિટને શરણ આપ્યું. 11 હજાર લોકો ભારત આવ્યા. 5 હજાર લોકો કૅનેડા ગયા અને બાકીના લોકોએ દુનિયાના અલગ અલગ દેશોમાં શરણ લીધું.

ઈદી અમીને કરેલું સંબોધનમાં યુગાન્ડા ગૅઝેટ 1972’માં છપાયેલા એ સંબોધનમાં સૈન્યસરમુખત્યારે ગુજરાતી સમુદાયના વલણની ટીકા કરી હતી. ગુજરાતીઓ પોતાની ખાતાવહી ગુજરાતી ભાષામાં લખે છે જે આફ્રિકન ઇન્કમટૅક્સ-અધિકારીઓ સમજી શકતા નથી. જેને લીધે કર વસૂલવામાં ગોટાળા થાય છે.

25 જાન્યુઆરીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઍપોલો મિલ્ટન ઑબોટેને પદભ્રષ્ટ કરીને સૈન્યસરમુખત્યાર ઈદી અમીને દેશના શાસનની ધુરા પોતાની હાથમાં લઈ લીધી હતી.

મોટા ભાગના એશિયનો વેપાર સાથે સંકળાયેલા હતા અને ઑબોટેની ડાબેરી નીતિઓ તેમને અનુકૂળ નહોતી આવતી.

સત્તાનું સુકાન સંભાળતા જ અમીને આદેશ આપી દીધા કે દેશમાં એશિયન સમુદાયના જેટલા પણ લોકો રહે છે, તેમણે વસ્તીગણતરીમાં ફરજિયાત નામ નોંધાવવું પડશે.

એશિયનોમાં સૌથી વધુ ભારતીયો હતા અને ભારતીયોમાં પણ સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની હતી.

બ્રિટન અને યુગાન્ડાનું નાગરિકત્વ મેળવવા માટે કરાયેલી 12 હજાર અરજીઓ ફગાવી દેવાઈ.

ઈદીએ આરોપ લગાવ્યો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કરચોરી, દાણચોરી, દગાખોરીમાં સામેલ છે અને તેમને અનુકૂળ પડે એવું નાગરિકત્વ મેળવવું છે.

ઈદી અમીને રાષ્ટ્ર સમક્ષ જાહેરાત કરી તેઓ કોઈ કાળે યુગાન્ડાને ‘ભારતની કૉલોની’ બનવા નહીં દે.

ઈદી અમીને દાવો કર્યો તેમને સપનામાં અલ્લાએ એશિયનોને યુગાન્ડામાંથી હાંકી કાઢવા આદેશ આપ્યો છે. સ્થાનિક લોકોનો આક્રોશ આગ બનીને ગુજરાતીઓ માટે ભભૂક્યો હતો.

ઑબોટેના પદભ્રષ્ટ થવાની સાથે જ યુગાન્ડાએ પોતાના ઇતિહાસના સૌથી હિંસક કાળમાં પ્રવેશ કર્યો. આઠ વર્ષ સુધી ટકેલું એ શાસન આતંકનું શાસન હતું અને એ બાદ યુગાન્ડા ક્યારેય પહેલાં જેવું ન થઈ શક્યું.

9 ઑક્ટોબરે લંડન પહોંચ્યા અને વક્રતા જુઓ, એ યુગાન્ડાનો આઝાદીદિન હતો.
મીરા નાયરની ફિલ્મ ‘મિસિસિપી મસાલા’ યુગાન્ડામાંથી હાંકી કઢાયેલા ભારતીયોની કહાણી છે.

સ્થાનિકો સાથે ન ભળવાને કારણે એમની શોષણકર્તાની છાપ વધુ ઘેરી બની હતી. સ્થાનિકો સાથે ના ભળી શકતા ભારતીયોને દેશમાંથી હાંકી કાઢી ઈદી યુગાન્ડાનું ‘આફ્રિકીકરણ’ કરવા માગતા હતા.

યુગાન્ડામાં રહેતો ગુજરાતી સમુદાય મુખ્યત્વે વેપાર સાથે જ સંકળાયેલો હતો. વિશ્વમાં વેપારી લોકો જ્યાં પણ ગયા છે ત્યાં શોષણ થયું જ છે. યુગાન્ડાનો ગુજરાતી સમુદાય ઉપરથી જાતિવાદી, કોમવાદી અને રંગવાદી વલણ પણ ધરાવતો હતો. તેઓ પોતાના ‘વાડા’માં જ રહેતા. સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન દાખવતા હતા.

ભારતીયોને યુગાન્ડામાં સમૃદ્ધ તો થવું હતું પણ તેઓ ભેદભાવ છોડવા તૈયાર નહોતા. સ્થાનિક લોકો સાથે લગ્નનો વિચાર પણ નહોતા કરી શકતા.

એશિયનો પર એ વખતે યુગાન્ડાના લોકો સાથે અયોગ્ય વર્તન કરવાના અને ખોટી રીતે આર્થિક ફાયદો ઉઠાવવાના આરોપ લાગ્યા હતા.

ઈદી અમીનના આ પગલાને એશિયનો સામેનું યુદ્ધ ગણાવાયું છે. ઈદી અમીને એશિયનોને 90 દિવસમાં દેશ છોડી જવા આદેશ આપી દીધા. એ વખતે ભારતીયો પાસે ત્રણ વિકલ્પ હતા. એક બ્રિટન જવું, ભારત પરત ફરવું કે અમેરિકા-કૅનેડામાં આશ્રય લેવો.

તેમાંથી મોટા ભાગના એટલે કે લગભગ 30 હજાર જેટલા એશિયનો બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા એટલે સ્વાભાવિક જ તેમણે યુકે જવાનું જ પસંદ કર્યું. બ્રિટન આવનારા એશિયનોમાં મોટા ભાગના ખાલી હાથે અને પહેરેલાં કપડે યુકે પહોંચ્યા હતા.

એમના વેપાર-ધંધા બધું જ યુગાન્ડામાં રહી ગયું હતું. આમાંના કેટલાયને તો ઍરપૉર્ટ પર જ યુગાન્ડાના સૈનિકોએ લૂંટી લીધા હતા. આવી કંગાળ હાલતમાં યુકે આવનારા આ એશિયોનો પ્રત્યે બ્રિટનમાં પણ અણગમો વર્તાયો. લૅસ્ટર કાઉન્સિલ દ્વારા તો આ એશિયનોને શહેરમાં ના પ્રવેશવા દેવા જાહેરાત પણ છપાવાઈ હતી.

યુગાન્ડા હિજરત કરી યુકે આવેલાં લીલા મહેતાએ પોતાનાં પુત્રી આશા મહેતા મારફતે વર્ષ 2004માં બીબીસીને પોતાની કહાણી જણાવી હતી. એ વખતે મારી ઉંમર 42 વર્ષ હતી. મને અમીનની ધમકીમાં કોઈ હકીકત નહોતી જણાઈ, કારણ કે એ પહેલાં પણ તેઓ આવી ધમકી આપી ચૂક્યા હતા.”

ઈદી અમીને વ્યક્તિદીઠ માત્ર 50 પાઉન્ડની રકમ જ સાથે લઈ જવાની મંજૂરી આપી.
તસવીરો પણ સાથે નહોતા લઈ શક્યા અને તેમને યુગાન્ડા છોડી દેવું પડ્યું હતું.

આજે ફરી એક વખત યુગાન્ડા ભારતીયોની પસંદ બન્યું છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ યુગાન્ડા પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ યોવેરી મુસેવની દ્વારા હિજરત કરી ગયેલા એશિયનોને યુગાન્ડા ફરત ફરવા પ્રોત્સાહિત કરાયા બાદ આ શક્ય બન્યું છે.

ત્યારે એશિયનોને હાકી કાઢવાના ઈદી અમીનના પગલા પાછળ જવાબદાર કારણોમાં ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ પણ એક કારણ હોવાનું વિપુલ કલ્યાણી માને છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સત્તાને ટકાવી રાખવા ઈદીનું એક બહાનું હતું.

જ્યારે કોઈ સરકાર લોકોને આ મૂળભૂત સુવિધાઓ આપવામાં ઊણી ઊતરે ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવાં બહાનાંઓને આગળ ધરી દેવાતા હોય છે. ભાજપની નરેન્દ્ર મોદી સરકાર પણ આવું જ કરી રહી છે.

છ ફૂટ ચાર ઇંચ ઊંચા અને 135 કિલો વજન ધરાવતા ઈદી અમીનની તાજેતરના વિશ્વના ઇતિહાસના સૌથી ક્રૂર અને નિર્દયી સરમુખત્યારમાં ગણના થાય છે. એક જમાનામાં યુગાન્ડામાં હૅવી વેટ બૉક્સિંગ ચૅમ્પિયન રહેલા ઈદી અમીન 1971માં ઓબોટેને હઠાવીને સત્તા પર આવ્યા હતા.

પોતાના 8 વર્ષના શાસનકાળમાં એમણે ક્રૂરતાનાં એટલાં બધાં બીભત્સ ઉદાહરણો રજૂ કર્યાં કે આધુનિક ઇતિહાસમાં એમના જેવું ઉદાહરણ ભાગ્યે જ મળે છે.

એશિયનોએ પોતાની જાતને યુગાન્ડાવાસીઓથી જુદા પાડી દીધા છે અને એમણે એમની સાથે હળવા-ભળવાના કોઈ પ્રયાસ નથી કર્યા. એમને સૌથી વધારે રસ યુગાન્ડાને લૂંટવામાં રહ્યો છે.

શરૂઆતમાં અમીનની આ ઘોષણાને એશિયન લોકોએ ગંભીરતાથી ના લીધી.

એની પ્રેરણા એમને લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફી દ્વારા મળી હતી.

અર્થવ્યવસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ કરી એશિયનોથી પોતાનો પીછો છોડાવી શકવા આમ કર્યું હતું.

જ્યારે આ ઘોષણા થઈ ત્યારે બ્રિટને પોતાના એક મંત્રી જિયૉફ્રી રિપનને એવી અપેક્ષાથી કંમ્પાલા મોકલ્યા જેથી તેઓ અમીનને આ નિર્ણય બદલવા માટે સમજવી સકાય. પરંતુ એનો કશો ફાયદો ના થયો.

ભારત સરકારે પણ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ભારતીય વિદેશ સેવાના એક અધિકારી નિરંજન દેસાઈને કમ્પાલા મોકલ્યા હતા. દરેક વ્યક્તિને પોતાની સાથે માત્ર 55 પાઉન્ડ અને 250 કિલો સામન લઈ જવાની મંજૂરી હતી.

અમીનનો આ નિર્ણય એટલો અચાનક હતો કે યુગાન્ડાની સરકાર એને લાગુ કરવા માટે તૈયાર નહોતી. કેટલાક અમીર એશિયનોએ પોતાના ધનનો ખર્ચ કરવાની નવતર રીત શોધી કાઢી.

કેટલાક લોકોએ પોતાની ગાડીની કાર્પેટની નીચે ઘરેણાં રાખીને પાડોશી દેશ કેન્યા પહોંચ્યા. કેટલાક લોકોએ પાર્સલ દ્વારા પોતાનાં ઘરેણાં ઇંગ્લૅન્ડ મોકલી લીધાં. પોતાનાં ઘરેણાં પોતાની લૉન કે બગીચામાં દાટી દીધાં. બૅન્ક ઑફ બરોડાની સ્થાનિક બ્રાન્ચના લૉકરમાં મૂકી દીધાં. એમાંના કેટલાક લોકો જ્યારે 15 વર્ષ પછી ત્યાં ગયા તો એમનાં ઘરેણાં લૉકરમાં સુરક્ષિત હતાં.

ઘણા બધા એશિયનોએ પોતાની દુકાનો અને ઘર એમ જ ખુલ્લાં મૂકીને જવું પડ્યું.

કમ્પાલા શહેરથી એનતેબે એરપૉર્ટનું અંતર 32 કિલોમીટર હતું. યુગાન્ડામાંથી બહાર જનારા દરેક એશિયને વચ્ચે બનેલા પાંચ રોડ બ્લૉક્સમાંથી પસાર થઈને જવું પડતું હતું. દરેક રોડ બ્લૉક પર એમની તલાશી લેવાતી હતી અને એમની પાસેથી કંઈક ને કંઈક સામાન પડાવી લેવાનો સૈનિકોનો પ્રયાસ રહેતો.

મોટા ભાગનો સામાન અમીન સરકારના ભ્રષ્ટ મંત્રીઓ અને સૈનિક અધિકારીઓના હાથમાં ગયો. પડાવી લીધેલી સંપત્તિને કોડ ભાષામાં ‘બાંગ્લાદેશ’ કહેતા હતા.

એ જમાનામાં બાંગ્લાદેશ નવું નવું આઝાદ થયું હતું.

અમીને એશિયનોની મોટા ભાગની દુકાનો અને હોટલો પોતાના સેનિકોને આપી દીધી. એવા વીડિયો પણ ઉપલબ્ધ છે જેમાં અમીન પોતાના સૈનિક અધિકારીઓની સાથે ચાલી રહ્યા છે. એમની સાથે હાથમાં એક નોટ લઈને એક અ-સૈનિક અધિકારી પણ ચાલી રહ્યા છે અને અમીન એને આદેશ આપી રહ્યા છે કે ફાલાણી દુકાનને ફલાણા બ્રગેડિયરને આપી દેવામાં આવે અને ફલાણી હોટલ ફલાણા બ્રિગેડિયરને સોંપી દેવામાં આવે.

થોડાક જ દિવસોમાં સંપૂર્ણ અર્થવ્યવસ્થા તળિયે બેસી ગઈ.”

આ સમગ્ર ઘટનાના કારણે આખી દુનિયામાં એક આકરા તરંગી શાસક તરીકેની અમીનની છબી ઊભી થઈ. એમની ક્રૂરતાની વધારે કથાઓ પણ આખી દુનિયાને ખબર પડવા લાગી.

અમીનના સમયમાં સ્વાસ્થ્યમંત્રી રહેલા હેનરી કેયેંબાએ એક પુસ્તક લખ્યું છે, એમાં એમણે અમીનની ક્રૂરતાના એવા કિસ્સા જણાવ્યા કે આખી દુનિયા આશ્ચર્યથી દંગ થઈ ગઈ. અમીને પોતાના દુશ્મનોને માત્ર માર્યા એટલું જ નહીં, બલકે એમના મૃતદેહો સાથે પણ બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો.

પોતાના દુશ્મનનું લોહી પીધું. એમણે માનવમાંસ ખાધું છે. કાકવા જાતિમાં એવી પ્રથા છે. અમીન કાકવા જનજાતિના હતા.

ઈદી અમીન તેમનાં પાંચમાં પત્ની સારા ક્યોલબા હતી.

અમીને યુગાન્ડાના એક ડૉક્ટરને જણાવેલું કે માનવમાંસ દીપડાના માંસ કરતાં વધારે સ્વાદિષ્ટ હોય છે.

અમીનના એક જૂના નોકર મોઝેજ અલોગાએ કેન્યામાં ભાગી આવ્યા પછી એક એવી કહાણી કહી સંભળાવી જેના પર આજના યુગમાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

અમીનના જૂના ઘર કમાન્ડ પોસ્ટમાં એક રૂમ હંમેશાં બંધ રહેતો હતો. માત્ર મને જ એમાં અંદર જવાની છૂટ હતી અને એ પણ એને સાફ કરવા માટે. બે રેફ્રિજરેટર રાખવામાં આવ્યાં હતાં. જ્યારે એમણે એક રેફ્રિજરેટર ખોલ્યું તો તેઓ ચીસ પાડીને બેભાન થઈ ગયાં. એમાં એમના એક પૂર્વ પ્રેમી જીઝ ગિટાનું કપાયેલું માથું રાખવામાં આવ્યું હતું.

અમીને બીજી ઘણી મહિલાઓના પ્રેમીઓનાં માથાં કપાવ્યાં હતાં. અમીને બીજી ઘણી મહિલાઓના પ્રેમીઓનાં માથાં કપાવ્યાં હતાં
સારાના પ્રેમીની જેમ અમીને બીજી ઘણી મહિલાઓના પ્રેમીઓનાં માથાં કપાવ્યાં હતાં.

અમીન મેકરેરે વિશ્વવિદ્યાલયના પ્રૉફેસર વિન્સેન્ટ એમીરૂ અને તોરોરોના રૉક હોટલના મૅનેજર શોકાનબોની પત્નીઓ સાથે પણ શયન કરવા માગતા હતા. આ બંનેને કાયદેસર યોજના ઘડીને મારી નાખવામાં આવ્યા.

અમીનના એટલા બધા પ્રેમસંબંધ હતા કે એની ગણતરી કરવી મુશ્કેલ છે. કહેવાય છે કે એક સમયે એમનો રાણીવાસ ઓછામાં ઓછી 30 મહિલાઓનો હતો, જે આખા યુગાન્ડામાં વિસ્તરેલો હતો. આ મહિલાઓ મોટા ભાગે હોટલો, કચેરીઓ અને હૉસ્પિટલોમાં નર્સ તરીકે કામ કરતી હતી.

વસ્તુઓની એટલી અછત ઊભી થઈ કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. હોટલોમાં કોઈક દિવસ માખણ ના હોય તો કોઈક દિવસ બ્રેડ. કમ્પાલાનાં ઘણાં રેસ્ટોરાં પોતાના મેન્યુ કાર્ડનું એવી રીતે રક્ષણ કરવા લાગ્યાં જાણે તે કોઈ સોનાની વસ્તુ હોય. કારણ, શહેરના પ્રિન્ટિંગ ઉદ્યોગ પર એશિયનોનો એકાધિકાર હતો.

બ્રિટનના રિટેલ ઉદ્યોગની સંપૂર્ણ સૂરત બદલી નાખી. બ્રિટનના દરેક શહેરના દરેક ચોક પર પટેલની દુકાન ખૂલી ગઈ અને તે લોકો અખબાર અને દૂધ વેચવા લાગ્યા. યુગાન્ડામાંથી બ્રિટન જઈને વસેલો આખો સમુદાય ખૂબ સમૃદ્ધ છે.

બ્રિટનમાં એ વાતનું ઉદાહરણ આપવામાં આવે છે કે કઈ રીતે બહારથી આવેલા આખા સમુદાયે પોતાને બ્રિટનની સંસ્કૃતિમાં ઢાળ્યા, એટલું જ નહીં એમના આર્થિક ઉત્થાનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આવી ત્રાસદાયક પરિસ્થિતિમાં સૌથી આશ્ચર્યજનક અને હળવું વલણ ભારત સરકારનું હતું.
અમીન વહીવટી તંત્ર સામે વૈશ્વિક જનમત ઊભો કરવાના કશા પ્રયાસ ના કર્યા.

પરિણામ એ આવ્યું તે ઘણા લાંબા સમય સુધી પૂર્વ આફ્રિકામાં રહેલો ભારતીય સમુદાય ભારતથી દૂર જતો રહ્યો અને એવું સમજતો રહ્યો કે એમની મુશ્કેલીના સમયે એમના પોતાના દેશે એમને સાથ ના આપ્યો.

ઈદી અમીન 8 વર્ષ સુધી સત્તા પર રહ્યા પછી એવી જ રીતે સત્તા પરથી હઠાવાયા, જે રીતે એમણે સત્તા પર કબજો કર્યો હતો.

યુગાન્ડાના લાંગો અને અછોલો જાતિના લોકોના નરસંહાર માટે જનજાતિય નરસંહાર કાર્યક્રમ શરૂ કર્યો હતો.

1962માં યુગાન્ડા સ્વતંત્ર થયું તે પહેલાં તે ઉચ્ચ અમલદારનું પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. શરૂશરૂમાં યુગાન્ડાના પહેલા વડાપ્રધાન મિલ્ટન ઑબોટે સાથે તેમને ખૂબ સારા સંબંધો રહ્યા અને 1966/70  દરમિયાન તેઓ લશ્કર તેમજ હવાઈ દળના વડા બન્યા; પરંતુ ત્યારબાદ તેમના ઑબોટે સાથેના સંબંધો વણસ્યા અને 1971માં તેમણે લશ્કરી બળવો કરીને ઑબોટેને પદભ્રષ્ટ કર્યા. પછી તેમને માટે આગળ વધવાનું આસાન હતું. 1971માં દેશના સૈન્યના વડા, અને ૧૯૭૫માં ‘ફિલ્ડમાર્શલ’ થયા. 1976માં આજીવન રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો ધારણ કર્યો.

યુગાન્ડામાં સર્વેસર્વા થયા પછી તેમણે સરકારની બધી જ સત્તા અને શાસનનાં બધાં જ સૂત્રો પોતાને હસ્તક લઈ લીધાં અને મન ફાવે તે રીતે સત્તાનો દોર ચલાવ્યો. ક્યારેક સુંવાળી અને હળવાશભરી તો ક્યારેક ક્રૂર અને ઘાતકી નીતિ અનુસરતાં તેઓ ખચકાતા નહિ. તેમની સંકુચિત, અસહિષ્ણુ અને મનસ્વી નીતિના કારણે તેમણે દેશમાં ભય અને આતંકનું વાતાવરણ ફેલાવ્યું. યુગાન્ડાની કેટલીક જાતિઓના ત્રણ લાખ જેટલા લોકોની તેમણે કતલ કરાવી હતી.  1976માં ઍર ફ્રાન્સના ઉતારુ વિમાનનું અપહરણ કરવામાં ઈદી અમીને ભાગ ભજવ્યો હતો. પાછળથી એન્ટેબ વિમાનમથક ઉપર છાપો મારી ઇઝરાયલે ઉતારુઓને છોડાવ્યા હતા.

ઈદી અમીનના જુલ્મી શાસનથી કંટાળીને 1978-79માં યુગાન્ડાનાં રાષ્ટ્રીય સૈન્યો તથા પાડોશી રાજ્ય તાન્ઝાનિયાનાં સૈન્યો હુમલો કરીને જ્યારે પાટનગર કંપાલા સુધી પહોંચ્યાં ત્યારે ઈદી અમીન નાસી છૂટ્યા હતા. પછીથી લિબિયા અથવા સાઉદી અરેબિયામાં તેમણે આશરો લીધો હતો.

ઈદીએ દેશના કેટલાય મહત્વના હોદ્દઓ પર પર ઈસ્લામ ધર્મ પાળી રહેલા પોતાના માનીતા નિગ્રોને બેસાડી દીધા, જેની લાયકાત માત્ર એટલી હતી કે તે ઈદીના નાનપણના ભાઈબંધો હતા.

બ્રિટિશકોલોની દૂર થઈ ત્યારે યુગાન્ડા ઓલરેડી ભૂખમરો સહન કરતું હતું, એવામાં ઈદીએ શાસન પર આવ્યાના ચાર જ મહિનામાં યુગાન્ડા પર જાતભાતના ટેક્સ નાખી દીધા, જે લોકો માટે અસહ્ય હતા. ઈદીના શાસન દરમિયાન જે કોઈ હત્યાઓ થઈ એ પૈકીની મોટા ભાગની હત્યાઓ ટેક્સ નહીં ભરવાની બાબતમાં થઈ હતી.

ટેક્સ નહીં ભરનારાઓને આર્મી અધિકારીઓ જાહેરમાં મારી નાખતા અને તેમની મહિલાઓ બળાત્કાર કરવામાં આવતો. તે જીવતા લોકોને મગરના મોંમાં ફેંકીને ખેલ જોતો.
ઈદીની સાડા આઠ વર્ષની પ્રેસિડન્ટશિપ દરમિયાન કુલ બોતેર હજાર લોકોની હત્યા થયેલી. ‘મેડ ઓફ આફ્રિકા કહેતા હતા.
1079માં ટાન્ઝાનિયા અને અમીન વિરોધી યુગાન્ડા સૈન્યએ ઈદી પર હુમલો કરી દીધો. ને એ સાથે આઠ વર્ષ કરતા વધારેના ઈદીના કપરા કાળનો અંત આવ્યો. જોકે, આ પહેલા ઈદી ટાન્ઝાનિયા પર હુમલો કરી ચુક્યો હતો. અલબત્ત, એ હુમલો નિષ્ફળ રહ્યો હતો.
સંયુક્ત સૈન્યના હુમલામાં જ્યારે ઈદીને લાગ્યું કે હવે કશું જ થશે નહીં ત્યારે તે દેશ છોડી ભાગી ચુક્યો હતો. તે થોડા સમય માટે લિબીયામાં પણ રહ્યો હતો. ને એ બાદ તેણે સાઉદી અરેબીયામાં શરણ લીધી હતી. જ્યાં 2003માં તેનું મોત નિપજ્યુ હતું.

એમને પહેલાં લીબિયા પછી સાઉદી અરેબિયા શરણ આપ્યું, અને ત્યાં જ 2003માં 78 વર્ષની ઉંમરે એનું અવસાન થયું.

4 ઓગસ્ટ 2022ના રોજ બુચર ઓફ યુગાન્ડા તરીક કુખ્યાત ઇદી અમીનના એ ભયાનક આદેશને 50 વર્ષ પૂરાં થયા.

ઇ રહ્યાં છે. યુગાન્ડામાં સર્વસ્વ ગુમાવીને બ્રિટન અને અન્ય દેશોમાં પલાયન કરી ગયેલા ગુજરાતી સહિતના ભારતીયો અને એશિયનોની એ પેઢી કદાચ સમાપ્ત થવાના આરે છે પરંતુ જેઓ જિવિત છે તેમના મનમાં એ ભયાનક યાદો આજે પણ એટલી જ જીવંત છે.  27,000ને બ્રિટનમાં રાજ્યાશ્રય અપાયો હતો.

બ્રિટિશરો દ્વારા ભારતીયોને યુગાન્ડામાં કામ કરવા લવાયા હતા. ત્યારબાદ ગુજરાતીઓ સહિતના ભારતીયોએ પોતાની કોઠાસૂઝ અને વિદ્વતાથી યુગાન્ડામાં વિવિધ સેક્ટર અને બેંકિંગ બિઝનેસમાં પગદડો જમાવ્યો. આપબળે સ્થાયી થયેલા ભારતીયો સ્થાનિક સમુદાયો કરતા સમૃદ્ધ બની રહ્યાં હતાં. યુગાન્ડાની કુલ વસતીમાં એશિયનોની વસતી ફક્ત એક ટકો હતી. પરંતુ તેઓ દેશની કુલ આવકમાં 20 ટકાનો હિસ્સો ધરાવતાં હતાં.

યુગાન્ડામાંથી હાંકી કઢાયેલામાંથી 50,000 એશિયનો બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતાં. તે ઉપરાંત અન્ય દેશોએ ઇનકાર કર્યો હોય તેવા 27,200ને બ્રિટનમાં રાજ્યાશ્રય અપાયો હતો. બ્રિટિશ સરકારે યુગાન્ડા રિસેટલમેન્ટ બોર્ડ દ્વારા 27000 લોકોને બ્રિટન આવવાની પરવાનગી આપી હતી.

સૌથી પહેલી ફ્લાઇટ 18 સપ્ટેમ્બર 1972ના રોજ સવારે 9.30 કલાકે સ્ટાન્સ્ટેડ એરપોર્ટ ખાતે 193 નિરાશ્રીતો સાથે લેન્ડ થઇ હતી. બ્રિટન આવેલા કેટલાક પરિવારોએ રહેવાની પોતાની વ્યવસ્થા કરી હતી જ્યારે અન્યોને સફફ્લોકમાં સ્ટ્રાડિશેલ ખાતે તૈયાર કરાયેલા આરએએફ કેમ્પમાં આશ્રય અપાયો હતો.

ઇદી અમીનના કટ્ટર આલોચક એવા મંઝૂર મોઘલ હાલ લિસેસ્ટરમાં વસવાટ કરે છે. તેઓ યુગાન્ડાના મસાકા ટાઉનના ડેપ્યુટી મેયર અને એશિયન સમુદાયના લોકપ્રિય નેતા હતા. મોઘલ કહે છે કે, સંખ્યાબંધ મહત્વના મુદ્દા પર મેં ઇદી અમીન સામે વિરોધ નોંધાવ્યો હતો. એક રાત્રે મને જાણ થઇ કે હું ઇદી અમીનની ડેથ સ્ક્વોડના હીટ લિસ્ટમાં છું અને હું મારા પરિવાર સાથે મધરાતે જ દેશ છોડીને નાસી છૂટ્યો હતો. ઇંગ્લેન્ડમાં પહોંચ્યા પછી મને જાણ થઇ હતી કે મસાકામાં મારા મિત્રોને ઇદી અમીનની ડેથ સ્ક્વોડે ક્રુરતા પુર્વક હણી નાખ્યા હતા જેનું વર્ણન થઇ શકે તેમ નથી.

હિરેનલાલ કટારિયા અને તેમના પત્ની પ્રતિભાબેન કટારિયા 1970માં લિસેસ્ટરમાં સ્થાયી થયા હતા. બે વર્ષ બાદ યુગાન્ડામાથી પલાયન શરૂ થયું ત્યારે તેમના 40 જેટલાં સગાએ તેમની પાસે મદદ માગી હતી. બંને તેમને મદદ કરવા સહમત થયાં અને પોતાના બે બેડરૂમ એક બાથરૂમના મકાનમાં 40 લોકોને આશ્રય આપ્યો હતો.

બ્રિટનમાં સ્થાનિકો દ્વારા પણ યુગાન્ડાથી આવેલા ભારતીયોને હડધૂત કરાતા હતા

લિસેસ્ટર સિટી કાઉન્સિલે તો યુગાન્ડાના અખબારમાં જાહેરાત છપાવી હતી કે એશિયનોએ લિસેસ્ટર આવવું નહીં. લિસેસ્ટર આવી પહોંચેલા ઘણા ભારતીયોને મૌખિક અને શારીરિક સતાવણીનો ભોગ બનવું પડ્યું હતું. રહેવા માટે ઘર નહોતા. બ્રિટિશરો અમને પ્લેન તરફ ઇશારા કરતા હતા. શાળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો.

લોર્ડ ડોલર પોપટે વિમ્પી બારમાં કામ કર્યું. ત્યારબાદ એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા બાદ બિઝનેસમાં ઝંપલાવ્યું અને સાથે સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય તરીકે પણ જોડાયો. હાઉસ ઓફ લોર્ડ્સ સુધી પહોંચી શક્યો. યુગાન્ડાથી આવેલા એશિયનોએ બ્રિટનમાં મોટું યોગદાન આપ્યું છે અને તેમને બ્રિટિશ નાગરિક હોવાનું ગૌરવ પણ છે.

લિસેસ્ટરના મ્યુઝિયમ એન્ડ ગેલેરિઝ ખાતે યુગાન્ડાની ભયાવહતાના 50 વર્ષ નિમિત્તે રિબિલ્ડિંગ લાઇવ્ઝ, 50 યર્સ ઓફ યુગાન્ડન એશિયન્સ ઇન લિસેસ્ટર નામનું પ્રદર્શન આયોજિત કરાયું હતું. લિસેસ્ટરમાં 11,000 યુગાન્ડન એશિયનો સ્થાયી થયાં છે.

આકરી મહેનત કરનારા, પરિવારને મહત્વ આપનારા, શિક્ષણને મહત્વ આપનારા અને ઉદ્યોગસાહસિક છે. તેમના સંતાનો તેમનાથી પણ આગળ વધીને બ્રિટનમાં ઉદ્યોગજગત, સરકારમા ઉચ્ચ હોદ્દાઓ શોભાવી રહ્યાં છે જેમાં પ્રીતિ પટેલ જેવા કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. લોર્ડ પોપટ જેઓ યુગાન્ડા, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વિશેષ વેપાર રાજદૂત નિયુક્ત થયાં છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી લોર્ડ ગઢિયા. યુગાન્ડાથી આવ્યા ત્યારે તેઓ ફક્ત બે વર્ષના હતા અને હવે તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં સાંસદ અને રોલ્સ રોયસ કંપનીના બોર્ડ મેમ્બર છે.