ગુજરાતનું બધું પ્રદૂષિત પાણી દરિયામાં પાઈપ દ્વારા ઠાલવી દેવાય છે Cyclones: The Arabian Sea has become a sea of death for Gujarat चक्रवात: अरब सागर गुजरात के लिए मौत का सागर बन गया है
વર્યાવરણ અને પર્યાવરણ બદલાવ એવા બે વિભાગો છતાં કોઈ સંશો ધન ન કર્યા
દિલીપ પટેલ
અમદાવાદ, 8 ઓક્ટોબર 2025
અરબી સમુદ્રની સપાટીનું તાપમાન દર વર્ષે સરેરાશ 10.1 મિલીમીટર વધી રહ્યું છે, જેના કારણે ચક્રવાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાજપની સરકારો આવી ત્યારથી વાવાઝોડા વધી ગયા છે. કેશુભાઈની સરકાર વખતે અને નરેન્દ્ર મોદીની સરકાર વખતે 10 વાવાઝોડાઓએ ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન કર્યું હતું. જેમાં સૌથી વધારે ખેડૂતો અને ગરીબ જનતા ભોગ બની રહ્યા છે.
1975-2000 દરમિયાન 7 મોટા વાવાઝોડા આવ્યા હતા. 2001-2025 દરમિયાન 22 ચક્રવાતો અને ડિપ્રેશન હતા.
મોદી સરકારે ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ શરૂ કર્યો પણ હવામાનશાસ્ત્રી, દરિયાઈ નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓ સાથે ચર્ચા કરીને કે અહેવાલ તૈયાર કરીને નક્કર પગલાં લીધા નથી. જેની પાછળનું કારણ એ છે કે ગુજરાતનાં 12 હજાર કેમિકલ ઉદ્યોગો ભારે પ્રદૂષણ કરી રહ્યાં છે જેના પ્રદૂષિત પાણી સીધા દરિયામાં છોડવામાં આવી રહ્યાં છે. તેથી જીવસૃષ્ટિ અને સમુદ્રની ઈલોલોજીને ભારે નુકસાન થયું છે.
ગુજરાત હવે વાવાઝોડાં અને ભારે વરસાદથી તારાજ થઈ રહ્યું છે. છેલ્લાં 3 દાયકામાં કુદરતી તાકાત ગુજરાત પર કોપાયમાન થઈ છે. કુદરતી નિયમ છે આપો એવું આપે.
કેટલાક વર્ષોથી અરબી સમુદ્ર ચક્રવાતોનું કેન્દ્ર રહ્યું છે. ભારતની આસપાસના દરિયાકાંઠાના પ્રદેશોની પેટર્ન બદલાઈ રહી છે. સામાન્ય રીતે, બંગાળની ખાડીમાં વધુ ચક્રવાતો જોવા મળ્યા હતા. બંગાળની ખાડી અરબી સમુદ્ર કરતાં વધુ ગરમ રહેતી હતી.
ઉત્તરીય અરબી સમુદ્રમાં દરિયાઈ સપાટીનું તાપમાન દર દાયકામાં 0.24°C વધ્યું છે, જ્યારે વૈશ્વિક દરિયાઇ સપાટીના તાપમાનમાં વધારો દર 0.13°C છે. અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વૈશ્વિક દરિયાઇ સપાટીના તાપમાન કરતા બમણા દરે વધી રહ્યું છે.
ભારતની આજુબાજુના દરિયાઈ કિનારાનું હવામાન બદલાઈ રહ્યું છે. છેલ્લા બે દશકમાં વાવાઝોડાંમાં 52% નો વધારો થયો છે. વાવાઝોડાના સમયગાળામાં 80%નો વધારો થયો છે. તીવ્રતામાં 20થી 40%નો વધારો થયો છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાંમાં 8%નો ઘટાડો જોવા મળ્યો છે. જે વધારો થયો છે તે ગરમ બની ગયેલા અરબી સમુદ્રમાં છે, તે ગુજરાતના દરિયા કાંઠે આવેલો છે.
કેમિકલ ઉદ્યોગો
પ્રદૂષણ જન્માવનારા દેશની કુલ પેટ્રોકેમિકલ પેદાશોમાં 62 %નું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. દેશનું 98 % સોડા એશ, 65 % પ્લાસ્ટિક, 50 % કેમિકલ, 40 % સિલ્ક, 70 % ડેનિમ (જીન્સ) ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે.
ઔદ્યોગિક વસાહતો
ગુજરાતમાં 232 ઔદ્યોગિક વસાહતો – જીઆઇડીસી અને લાખો હેક્ટરમાં ખાનગી ઔદ્યોગિક વસાહતો છે. 90,000 ઔદ્યોગિક એકમો છે. જેમાંથી 12000 એકમો હવા, પાણી, ધરતી અને સમુદ્રનું અતિ ભારે પ્રદૂષણ ફેલાવે છે. આર્થિક વિકાસની લાયમાં ભાજપ અને મિત્ર સરકારોએ 33 વર્ષમાં આપણા સ્વાસ્થ્ય, કુદરતી આફતોને દાવ પર લગાવ્યું છે.
પ્રદૂષિત ઉદ્યોગો
ગુજરાતના 12 હજાર ઉદ્યોગો, 6 મહાનગરો, નાના શહેર, કેમિકલ ઉદ્યોગ, રિફાઈનરી દ્વારા અરબી સમુદ્રમાં જે રીતે પ્રદૂષિત કચરો, ગરમ પાણી અને પ્રદૂષિત પાણી ફેંકવામાં આવી રહ્યા છે. જેણે નવી સમસ્યા તો ઊભી કરી નથી ને? એવો સવાલ ઊભો થઈ રહ્યો છે. શું ગુજરાત ઉદ્યોગોની લાયમાં કૃષિ, માછીમારી, પરંપરાગત ઉદ્યોગ અને કુદરતને ખતમ કરી રહ્યાં છે ?
ગટરનું પાણી
ગુજરાતમાં નગરપાલિકા દ્વારા ઉત્પન્ન થયેલું અંદાજે રોજનું 5,013 MLD (million litres per day) છે. જે રોજના 16 કરોડ 99 લાખ 32 હજાર 203 લિટર પાણી ગટરનું નિકળે છે. ગટરના પાણીને શુદ્ધ કરવાનું કામ માંડ 25 ટકા થતું હોવાનો અંદાજ છે.
ઉદ્યોગોનું પાણી
ગુજરાતમાં પ્રદૂષિત ઉદ્યોગો દ્વારા રોજની રોજ 16,092.44 MLPD એટલે કે 160920 લાખ લિટર પ્રતિ દિન નિકળે છે. 1600 કરોડ લિટર પાણી નિકળે છે. જેમાંથી મોટો હિસ્સો નદી, તળાવ, દરિયામાં છોડી દેવામાં આવી રહ્યો છે.
દરિયો ગરમ થયો
1980 થી 2013 સુધી, અરબી સમુદ્રના કિનારે 28 તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાત જોવા મળ્યા હતા. 2013 પછી, 14 ઉષ્ણકટિબંધીય ચક્રવાત નોંધાયા છે, જેમાં 56 તીવ્ર ઘટનાઓ બની છે. જે 2013 પહેલાની ઘટનાઓ કરતા બમણી છે.
1980થી 2013 સુધી, ઉષ્ણકટિબંધીય ચક્રવાતની તીવ્રતા 24 કલાકમાં 20થી 25 કિલોટન સુધીની હતી, જે 2013 થી 2023 વચ્ચે 24 કલાકમાં 40 કિલોટન સુધી વધી હતી.
અગાઉના સંશોધન મુજબ, છેલ્લા બે દાયકામાં ચક્રવાતોની આવૃત્તિમાં 52% નો વધારો થયો છે, જ્યારે ચક્રવાતોનો સમયગાળો 80% અને તીવ્રતા 20 થી 40% નો વધારો થયો છે.
બંગાળની ખાડીમાં ચક્રવાતોની સંખ્યામાં 8% ઘટાડો થયો છે. 1975 થી 2000 ની વચ્ચે, 7 મોટા ચક્રવાતો હતા, જ્યારે 2021થી 2023 ની વચ્ચે, 20થી વધુ ચક્રવાતો અને ડિપ્રેશન હતા. ચક્રવાતોની વધતી જતી આવૃત્તિ ચિંતાનું કારણ છે.
2014માં, ચક્રવાત નીલોફર, 2015માં, ચક્રવાત ચપલા અને મેઘ, 2019માં, ચક્રવાત વાયુ અને ફાની, 2020માં, ચક્રવાત ટોકટે, 2023માં, ચક્રવાત બીપરજોય, 2024માં, ચક્રવાત આસન, 2025માં ચક્રવાત શક્તિ આવ્યા હતા.
સમુદ્ર સપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો ચક્રવાતોની આવૃત્તિમાં વધારા સાથે સંકળાયેલો છે. 2019માં અરબી સમુદ્રમાં 5 અને 2020માં 2 ચક્રવાત જોવા મળ્યા હતા.
ગુજરાતના ચૌદ જિલ્લાઓ ચક્રવાત માટે ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર અને પર્યાવરણ વિભાગ તેનો અભ્યાસ કરાવતી નથી. ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ ફેરફારો થઈ રહ્યાં છે.
વાવાઝોડા 1975-2000
22 ઓક્ટોબર, 1975, પોરબંદર
3 જૂન, 1976, સૌરાષ્ટ્ર
8 નવેમ્બર, 1982, વેરાવળ
1 નવેમ્બર, 1989, વેરાવળ અને પોરબંદર
18 જૂન, 1992, દીવ
9 જૂન, 1998, પોરબંદર
20 મે, 1999, કચ્છ
વાવાઝોડા 2001-2019
2001: 21-29 મે, અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન, કંડલા, કોસંબા, જામનગર, વલસાડ
2001: 7-13 ઓક્ટોબર ચક્રવાતી તોફાન, દક્ષિણ ગુજરાત
2004: 30-10 સપ્ટેમ્બર, તીવ્ર ચક્રવાતી તોફાન, પોરબંદર
2005: 21-22 જૂન, ડિપ્રેશન, પશ્ચિમ ગુજરાત
2005: 14-16 સપ્ટેમ્બર ડિપ્રેશન પશ્ચિમ ગુજરાત
2006: 21-24 સપ્ટેમ્બર તીવ્ર ચક્રવાતી તોફાન પોરબંદર, રાજકોટ
2008: 23-24 જૂન ડિપ્રેશન દીવ
2010: 30 મે – 7 ૭ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા
2011: 11-12 જૂન ડિપ્રેશન ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તલાલા, ઉપલેટા
2014: 10-14 જૂન ચક્રવાતી તોફાન દક્ષિણ ગુજરાત
2014: 25-31 ઓક્ટોબર અતિતીવ્ર ચક્રવાતી તોફાન કચ્છ, સૌરાષ્ટ્ર
2015: 22-24 જૂન ડિપ્રેશન ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ
2016: 27-29 જૂન ડિપ્રેશન પશ્ચિમ ગુજરાત
2017: 29 નવેમ્બર – 6 ડિસેમ્બર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન સુરત, દહાણુ
2019: 10-17 જૂન અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ
2019: 30 સપ્ટેમ્બર – 1 ઓક્ટોબર ડિપ્રેશન કંડલા (કચ્છ)
2019: 22-25 ડિસેમ્બર અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન દક્ષિણ ગુજરાતમાં
2019: 10 ઑક્ટોબરથી 7 નવેમ્બર અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન દીવ
ચક્રવાતના સૌથી સંવેદનશીલ જિલ્લાઓનું વર્ષનું નામ
2004 ઓનિલ જૂનાગઢ સુરત
2006 મુડકા અમદાવાદ ભરૂચ
2010 ફેટ કચ્છ વલસાડ
2014 નિલોફર ભાવનગર રાજકોટ
2015 ચપલા અને મેઘ જામનગર પોરબંદર
2017 ઓચક્કી આણંદ મોરબી
2018 લુબન નવસારી ગીર સોમનાથ
2019 વાયુ અને ફાની
2020 નીસર્ગ
2021 તોકતે
2023 બીપરજોય
2024 અસના
2025 શક્તિ
પ્રદુષણ વધતાં અરબી સમુદ્ર ગરમ થયો, 20 વર્ષમાં ગુજરાતમાં વાવાઝોડાંનો વિનાશ