2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ MSP જાહેર 

2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ MSP જાહેર

2022-23 के लिए एमएसपी की घोषणा

Declaration of MSP for 2022-23

નવી દિલ્હી, 08-06-2022
કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા ખરીફ પાકો માટેના 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.
ઉપજ પર વતળરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય.

ટેકાના ભાવ 2022-23 

*ખર્ચના સંદર્ભમાં તમામ ચૂકવવામાં આવેલા ખર્ચનો સમાવેશ થાય છે. જેમ કે દૈનિક વેતન પર રાખવામાં આવેલા શ્રમિકોને આપેલી મજૂરી, બળદની મજૂરી/મશીન મજૂરી, ભાડાપટ્ટાની જમીન માટે ચૂકવવામાં આવેલું ભાડું, બિયારણ, ખાતર, ખાતર, સિંચાઇનો ખર્ચ વગેરે જેવી સામગ્રીના ઉપયોગ માટે કરવામાં આવેલો ખર્ચ, ઓજારો અને ખેતરની ઇમારતો પર લાગેલો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે જરૂરી ડીઝલ કે વીજળી, પરચુરણ ખર્ચ અને પારિવારિત મહેનતાણાંનું લાગુ પડી શકે તેવું મૂલ્ય સામેલ છે.

^ ખર્ચ ડેટાને ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે અલગથી સંકલિત કરવામાં આવ્યો નથી.

ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકાના સ્તરે MSP નિર્ધારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને યોગ્ય મહેનતાણું મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં નોંધનીય છે કે, બાજરી, તુવેર, અડદ સૂર્યમુખીના બીજ, સોયાબીન અને મગફળી માટે MSP પર વળતર અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકાથી વધારે છે.

તેલના પાકો પર વધારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વર્ષ 2021-22 માટેના ત્રીજા આગોતરા અનુમાન અનુસાર, દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 314.51 મિલિયન ટનના વિક્રમી જથ્થામાં થવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન થયેલા અનાજના ઉત્પાદનની સરખામણીએ 3.77 મિલિયન ટન વધારે છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21)માં થયેલા અનાજના સરેરાશ ઉત્પાદન કરતાં 23.80 મિલિયન ટન વધુ છે.