મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી

ભારતીય ચૂંટણી પંચે આજે’COVID-19 દરમિયાન ચૂંટણી યોજવા માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ: દેશના અનુભવોનીવહેંચણી”પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ.વિશ્વભરની લોકશાહીઓ માટેકોવિડ 19 દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે એક મંચ પર આવવાનો આ પ્રસંગ હતો.

બિહારના મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી છે જેના પરિણામેમતદાન મથકોની સંખ્યામાં40 ટકાનો વધારો થઈને65,000 થી વધીને 100,000 થઈ ગઈ છે. આ ફેરફારોથીવ્યવસ્થાતંત્ર અને માનવસંસાધનો પર ઘેરી અસર પડી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ જણાવ્યું કે,ભારતના ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને વર્તમાન સંજોગોને ધ્યાને લેતાં કોવિડ પોઝિટિવ મતદારો અને ક્વોરન્‍ટાઈન થયેલ મતદારોનો મતાધિકાર સુનિશ્ર્ચિત કરવા માટેની સુવિધા વધારવા પર ખૂબ ભાર મૂક્યો છે.

આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી કમિશનરે નવેમ્બર-ડિસેમ્બર 2019 માં યોજાયેલ ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ અનેફેબ્રુઆરી 2020 માં યોજાયેલ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કેવી રીતે 80 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ ચોક્કસ પ્રકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા છે. તેમના સુધી ટપાલ મતદાન સુવિધા (Postal Ballot System) વિસ્તારવામાં આવેલહતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.પોસ્ટલ બેલેટની આ સુવિધા કોવિડ પોઝિટિવ મતદારો કે જેઓ ક્વોરેન્ટાઇન / હોસ્પિટલમાં દાખલ છે તેમના સુધી વિસ્તારવામાં આવી છે.