Dengue patients are increasing for two years दो साल से डेंगू के मरीज बढ़ रहे हैं
અમદાવાદ, 1 જાન્યુઆરી 2025
રાજ્યમાં 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થયો છે. 2022માં 6682, 2023માં 7222 દર્દી હતી. 2024માં 7820 દર્દી હતા. 600 દર્દીનો વધારો થયો છે. જોકે, આ સરકારી આંકડા છે. ખાનગી તબીબોના આંકડાં તેનાથી અનેક ગણા વધારે હોવાની સંભાવના છે.
2024માં સકારાત્મકતા દર 3.5 ટકા હતો જે 2023માં 4.7 ટકા હકારાત્મકતા દર હતો.
ચોમાસા અને શિયાળાની ઋતુમાં વિવિધ મોસમી અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ હોય છે. રાજ્યભરમાં ડેન્ગ્યુના દર્દીઓ મોટા પાયે છે. સરકારે સીરમ સેમ્પલ ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે.
વર્ષ 2023માં ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવેલા 1,49,844 સીરમ સેમ્પલમાંથી ડેન્ગ્યુના 7,088 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. તેનો અર્થ એ કે સેરો પોઝીટીવીટી રેટ 4.7% હતો. જ્યારે વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના નિદાન માટે 2,21,358 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 7,820 ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે વર્ષ 2024માં ડેન્ગ્યુનો સકારાત્મક દર 3.5% હતો.
આ વર્ષે, ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા ડેન્ગ્યુ એનએસ 1 પ્રકારની 1,700 કીટ એટલે કે 1,63,200 ટેસ્ટની ખરીદી કરવામાં આવી હતી. ભારત સરકાર તરફથી મળેલી 611 ડેન્ગ્યુ IgM કીટ (58656 ટેસ્ટ) નિદાન કેન્દ્રોને ફાળવવામાં આવી હતી.
એપ્રિલ, મે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ઝુંબેશના ભાગ રૂપે ઘરે-ઘરે તાવ સર્વેક્ષણ, એન્ટિલાર્વલ પ્રવૃત્તિઓ અને પ્રચારના ત્રણ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યની અનુક્રમે 86%, 89% અને 92% વસ્તી આવરી લેવામાં આવી હતી. ચોમાસા દરમિયાન, 2460 માણસોની 492 વેક્ટર કંટ્રોલ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં રોગ સર્વેક્ષણ અને સઘન જંતુ નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી હતી.
રાજ્યમાં 47માથી 51મા સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં સતત ઘટાડો થયો છે અને 50મા અને 51મા સપ્તાહ દરમિયાન 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાજ્યના 1139 નિષ્ણાતોને “ડેન્ગ્યુના ક્લિનિકલ મેનેજમેન્ટ” વિશે તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ કયા પ્રકારના વાયરસથી થાય છે તે જાણવા માટે સીરમ સેમ્પલ અને મચ્છર બી. જે. મેડિકલ કોલેજ અને GBRC ગાંધીનગરને મોકલીને સેરા ટાઇપ નિર્ધારણ કરવામાં આવે છે. અને પરિણામો અનુસાર, રોગ નિવારણ અને નિયંત્રણ ક્રિયાઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. રોગ નિયંત્રણ માટે જરૂરી તમામ લાર્વીસાઇડ્સ, એડલ્ટિસાઈડ્સ વગેરે તમામ સ્તરે પૂરતા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ડેન્ગ્યુનાં લક્ષણો
છ થી સાત દિવસ સુધી સતત તાવ
માથું દુખવું
શરીર તૂટવું
સાંધા દુખવા
ઝાડા ઉલટી
શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવે