ખેતરોમાં ત્રાટકતી ફૂગથી કૃષિ પાકનો વિનાશ શરૂ, ઉત્પાદન પર માઠી અસર, આટલું કરશો તો વિષાણુંનો નાશ થશે

ગાંધીનગર, 20 જૂલાઈ 2020

આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે.

ખાટી છાશ

7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લિટરે 20 લિટર પાણીનાંખી ગાળી છંટકાવ કરવાથી ફઉગનાશખ, વિષાણું નાશક, પ્રતિકાર શક્તિ વધારનાર છે. સરળ અને સસ્તો ઉપાય ફુગનો સર્વનાશ કરી દે છે. ગુજરાતના રાજ્યપાલે પણ આ ફોર્મ્યુલાને માન્યતા આપી છે અને તેમણે પોતાના ખેતરમાં છાશના સફળ પ્રયોગો કર્યા છે.

સુંઠાસ્ત્ર

200 ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને 2 લીટર પાણીમાં ઉકાળી અડધું રહે ત્યારે ઉતારી ઠંડુ કરી,  બીજા વાસણમાં 2 લીટર દૂધને ઉકાળી મલાઈ કાઢી નાંખવી. 200 લીટર પાણીમાં ઉકાળો અને દૂધ ભેગું કરી દેવામાં આવે છે. જેને છોડ પર છાંટવામાં આવે છે.

બીજામૃત

5 લીટર દેશી ગાયનું મુતર અને 5 કિલો છાણ. 50 ગ્રમ કળી ચૂનો, ઝાડ નીચેની એક મુઠી માટી લઈને 20 લિટર પાણીમાં નાંખી તમામ વસ્તુઓ ઉકાળીને 24 કલાક પછી 100 કિલો બિયારણને તેનાથી પટ આપવો. ક્યારેય ફૂગ નહીં આવે.

450 કરતાં પણ વધુ ફૂગમાં વપરાતી એક દવા બને છે. આણંદનાં મોગરી ગામના હરેશ  પટેલની ફૂગનાશક જૈવિક દવાનો છંટકાવ કર્યાના છ થી આઠ કલાક બાદ તે સફેદ અને કાળી ફૂગને મારી નાંખે છે. ગૌમૂત્ર અને 182 વનસ્પતિના અર્કમાંથી બનાવેલી છે.

કપાસ

સુકારા રોગમાં કપાસમાં છોડની ટોચ ઉપરના પાન કરમાવાથી એની શરૂઆત થાય છે પછી ચીમળાઈને ખરી જાય છે. ડાળીઓ બચે છે. મૂળના ઉપલા અને થડના હેઠળના ભાગમાં છાલ નીચે કથાઇ રંગની રેખાઓ દેખાય તેને ચીરતા જલવાહિનીઓ કથાઇ રંગની દેખાય છે. જ્યારે મૂળ ખાઈ રોગમાં, છોડ એકાએક ચીમળાઈ જાય છે, તેની આસપાસ બીજા છોડ

ગોળાકાર સ્વરૂપમાં એકાએક સુકાતા જાય છે. રોગિષ્ટ છોડનાં મૂળ સડી જાય છે.  જમીનમાંથી મૂળાની જેમ ખેંચી શકાય છે. આદિમૂળ જેમનું તેમ હોય છે, પરંતુ અન્ય મૂળ તૂટેલા હોય છે. મૂળ સહેજ ચીકણું અને ભીનું હોય છે. છાલ કોહવાઈને તેના રેસા માત્ર રહયા હોય છે.

મગફળી

વાવણી કર્યા પછી કાળી ફૂગના બીજાણુંઓથી બીજ ઉગતા પહેલા સુકાઈ જાય છે. જમીનથી નાનો છોડ થયા પછી પણ આ રીતે સૂકાય છે. બીને તપાવીને વાવવા જોઈએ. થડનો કોહવારો અને ડોડવાનો સડો શરૂ થયો છે. મગફળીના થડ ઉપર આછા ભૂખરા રંગના ધાબા દેખાય છે. જમીન અડીને થડ ઉપર સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે. પછી તે કથાઇ રંગની પેશી બને છે. છોડ સુકાઇ જાય છે. આ રોગ મગફળીના ડોડવાને લાગે છે અને તેના કારણે ડોડવા સડી જાય છે.

દિવેલા

દિવેલાના ટોચના પાંદડા પીળા પડી, હળવા બદામી થઇ ખરે છે. ઘણીવાર ડાળીઓ સૂકાઇ જાય છે. 8-10 દિવસમાં છોડ કાળો પડી સૂકાઇ જાય છે. ઘણીવાર થડ ઉપર કાળી પટી જેવું જોવા મળે છે. છોડને ઉપાડીને તપાસતા મૂળ ભીનું અને ચીકણું હોય છે.  થડની રસવાહિનીઓ કાળા રંગની થઈ જાય છે.  થડને વચ્ચેથી ઉભું ચીરીને જોતા અંદરના ભાગમા સફેદ રૂ જેવી ફૂગ જોવા મળે છે. મૂળના કોહવારામાં આવું થઈ રહ્યું છે.

શરૂમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે, પછી છોડ એકાએક સૂકાઇ જાય છે. સહેલાઇથી ઉપડીને મૂળ અને પેટામૂળ કોહવાઇ ગયેલા દેખાય છે.  છોડના થડને ચીરીને જોતા અંદરની બાજુએ ફૂગના કાળા બીજાણુંઓ જોવા મળે છે.

તલ

તલના છોડના મૂળ દ્વારા જીવાણું જલવાહિનીમાં દાખલ થઇ પાણી અને ખોરાકનો રસ્તો બંધ કરી દે છે. છોડ સૂકાવા લાગે છે. પર્ણદંડ અને થડ ઉપરના ભૂખરા ધાબા દેખાય છે. વરસાદ ખેંચાય ત્યારે થડ ઉપરની છાલ કથ્થાઇ કે કાળા ડાઘા ડાળી અને મૂળ ઉપર પણ જોવા મળે છે. કાળી બીજાણુંધાણી ટોચ પર બને છે. તે ભાગ ચાંદી જેવો ચળકતો દેખાય છે. અને છેલ્લે આખો છોડ સૂકાઇ જાય છે. તલના દાણાં ઉપર પણ ફૂગની સખત પેશીઓ નાના કાળા ટપકાંના રૂપમાં જોવા મળે છે. વધું વરસાદ થયો હોવાથી પાન ઉપર આછા ભૂખરા પાણી પોચા ટપકા પડી સુકાઇ ખરવા લાગે છે. રોગ વધે છે ત્યારે ફૂલને અસર થાય છે.  સફેદ ફૂગ જોવા મળે છે. આ રોગના કારણે બેઢા ચીમળાઇ જઇ દાણા બંધાતા નથી.